________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક તાપસી! ભગવા રંગનાં વસ્ત્રો! માથે જટા! કપાળમાં મોટો લાલ ચાંલ્લો! હાથમાં કમંડલ અને નાનો દંડ! વર્ણ થોડો શ્યામ અને આંખો માંજરી'
રાજકુમારી સુજ્યેષ્ઠા અને ચેલ્લણાના ખંડમાં તાપસી ધસી આવી. બંને રાજકુમા૨ી ઊભી થઈ. તાપસીની સામે ગઈ. વિનયથી પૂછ્યું : ‘આપ અહીં શા માટે આવ્યાં છો?'
‘સાચો ધર્મ સમજાવવા!' સુજ્યેષ્ઠા-ચેલ્લણા સામે જોઈને હસી. ‘કહો, તમે કયા ધર્મને સાચો કહો છો?'
‘શૌચમૂળ ધર્મ જ સાચો છે. એ ધર્મ પાપોનો નાશ કરે છે.' તાપસી જરા ગર્વથી ગાલ ફુલાવીને બોલી.
સુજ્યેષ્ઠાએ કહ્યું : અરે, શૌચ જ સ્વયં અશુભ આશ્રવરૂપ છે! અશુભ આશ્રવ પાપોનો હેતુ છે. એ પાપોનો નાશ કેવી રીતે કરી શકે? માટે શૌચમૂળ ધર્મ સાચો નથી. અહિંસામૂલક જિનભાષિત ધર્મ સાચો છે...'
સુજ્યેષ્ઠાએ અનેક તર્ક અને દૃષ્ટાંતોથી તાપસીને ચૂપ કરી દીધી. ત્યાં અંતેપુરની ઘણી દાસીઓ ભેગી થઈ ગઈ હતી. તાપસી ચૂપ થઈ ગઈ, સુજ્યેષ્ઠા ચર્ચામાં જીતી ગઈ, તેથી દાસીઓ તાપી તરફ મુખ મરડીને હસવા લાગી. તાપસી ગુસ્સે થઈ ગઈ. તો દાસીઓએ એનું ગળું પકડીને, ઢસડીને મહેલની બહાર કાઢી મૂકી.
લેવા આવી હતી માન, લઈને ગઈ ઘોર અપમાન!
પરંતુ એ દ્વેષીલી હતી. સુજ્યેષ્ઠા પ્રત્યે એણે વેરની ગાંઠ બાંધી. તેણે એક વૃક્ષ નીચે બેસી ‘પિંડસ્થ ધ્યાન' દ્વારા સુજ્યેષ્ઠાની દેહાકૃતિ પોતાના મનમાં ધારી લીધી અને પછી એનું સુંદર ચિત્ર આલેખી દીધું. ચિત્રકળામાં તાપસી અતિકુશળ હતી. ચિત્ર અતિ મોહક અને આકર્ષક બનાવ્યું હતું.
ચિત્ર લઈને એ રાજગૃહી આવી.
રાજસભામાં ઉપસ્થિત થઈ. મહારાજા શ્રેણિકે તાપસીને માન આપ્યું. બેસવા આસન આપ્યું. તાપસીએ વસ્ત્રમાં આવૃત્ત સુજ્યેષ્ઠાનું ચિત્ર મહારાજા શ્રેણિકની સામે મૂક્યું. શ્રેણિક ચિત્ર જોતાં જ ચિત્રની સુંદરી પ્રત્યે અનુરાગી બની બોલવા લાગ્યા :
‘અહો! આ કન્યાનું રૂપ કેવું મનોહર છે! આના કેશપાશ આગળ
સુલસા
For Private And Personal Use Only
૧૦૩