________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મયૂરનો કેશકલાપ તો માત્ર સાવરણી છે! કમલમાં જેમ ભ્રમર લીન હોય તેમ આનું મુખ પણ કાજળધેરાં નયનોવાળું છે. શ્વેત શંખના જેવો આનો કંઠપ્રદેશ છે. સરોવરમાં જેમ પક્ષીઓ ક્રીડા કરતાં હોય તેમ આના વક્ષસ્થળ પર સુંદર સ્તન શોભી રહ્યાં છે. એના નિતંબ પણ કેવા વિશાળ છે! કામદેવને ખેલવાની જાણે ભૂમિ જોઈ લો! વર્તુળાકાર સાથળ, હાથીના વિલાસની હાંસી કરનારા છે! કમળના જેવી સરળ અને કોમળ આની જંઘા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘અરે! આ મૃગાક્ષીનું અદ્વૈત સૌન્દર્ય, ઉજ્વલ લાવણ્ય અને કમનીય રૂપરંગ...બધું જ રમ્ય છે, સુરમ્ય છે!'
શ્રેણિકે ચિત્ર ઉપરથી ર્દિષ્ટ ઊંચી કરી તાપસી સામે જોયું અને પૂછ્યું: ‘હે મહાભાગ, શ્રેષ્ઠ સ્ત્રીનું આ ચિત્ર તમે તમારી કલ્પનાથી બનાવ્યું છે કે વાસ્તવમાં આવી કોઈ અપ્સરા આ પૃથ્વી પર છે?'
‘મહારાજા, જેવું રૂપ મેં જોયું તેવું જ મેં આલેખેલું છે.'
શ્રેણિકે ચિત્રને હાથમાં લઈ, જાણે ચિત્રસ્થ સુંદરીને ચુંબન કરતો હોય, તેવી ચેષ્ટા કરવા માંડી. તેણે પૂછ્યું :
‘હે ભદ્ર! મુક્તાવલીની' જેમ આ સુંદરી કોના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને શોભાવે છે? ક્ષીર સાગરમાં જેમ લક્ષી છે તેમ એ કયા ધન્ય પુરુષની પુત્રી છે? એના નામમાં ક્યા પવિત્ર અક્ષરો આવેલા છે? સરસ્વતીએ કેટકેટલી કળાઓથી તેના પર અનુગ્રહ કરેલો છે? અને કોઈ પુરુષના હાથે એના હાથને ચુંબિત કર્યો છે કે નહીં?
તાપસીએ ઠાવકાઈથી કહ્યું :
‘હે મગધેશ્વર! વૈશાલીના અધિપતિ હૈહયવંશના મહારાજા ચેટકની આ પુત્રી છે. સુજ્યેષ્ઠા એનું નામ છે. સર્વ કળાઓમાં પારંગત છે. ગુણ અને રૂપનો એનામાં સુભગ સમન્વય થયેલો છે. આપ જ એને વરવા માટે યોગ્ય છો, છતાં બીજો કોઈ એનો પતિ થશે તો તમે કામ-પુરુષાર્થમાં છેતરાશો!’
૧૦૪
શ્રેણિકે તાપસીને વિદાય આપી.
સુજ્યેષ્ઠાનું ચિત્ર પોતાની પાસે રાખ્યું.
સુજ્યેષ્ઠાને વરવાનો મનોમન સંકલ્પ કર્યો. શ્રેણિકે પોતાના બુદ્ધિશાળી પ્રબુદ્ધ દૂતને પોતાનો સંદેશો આપીને વૈશાલી રવાના કર્યો. વૈશાલી
સુલસા
For Private And Personal Use Only