________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહોંચીને તે સીધો જ મહારાજા ચેટકના મહેલે ગયો. મહારાજાની આજ્ઞા મેળવીને એ ચેટકની સામે ઉપસ્થિત થયો. નમ્રતાથી પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું : “હે વિશાલાધિપતિ, હું રાજગૃહીથી આવું છું. મહારાજા શ્રેણિકનો સંદેશો લઈને આવ્યો છું :
કહે દૂત, શ્રેણિકે શું કહ્યું છે?' તેઓની ઇચ્છા, આપની પુત્રી સુયેષ્ઠા સાથે વિવાહ કરવાની છે.'
એ વાત સંભવ નથી. તાર સ્વામી વાહીકુળનો છે, હું હૈહયવંશનો છું. વિવાહ સમાન કુળ સાથે થાય. હું શ્રેણિકને મારી કન્યા નહીં આપું. તું ચાલ્યો જા અહીંથી.'
દૂત વૈશાલીથી નીકળીને ત્વરિત ગતિએ રાજગૃહી પહોંચ્યો. તેણે મહારાજા શ્રેણિકને ચેટક રાજાનો પ્રત્યુત્તર કહી સંભળાવ્યો.. શ્રેણિક ગુસ્સાથી બરાડી ઊઠ્યો : “એ પોતાના વંશને ઊંચો માને છે...મારા કુળને નીચું માને છે.. ખેર, હું પણ જોઈ લઈશ...'
સુજ્યેષ્ઠાના પાણિગ્રહણ માટે લંબાયેલા મારા પુષ્ટ હાથ પર કઠોર નિયતિએ ધગધગતો સળગતો અંગારો મૂક્યો. મારી મતિ મૂંઝાઈ જાય છે. મહારાજા ચેટકે મારી આકાંક્ષા કચડી નાંખી હતી. મને ભયંકર આઘાત આપ્યો હતો. હું અસહ્ય પીડા વેઠી રહ્યો...' શ્રેણિક ઘડીમાં નિરાશા...ઘડીમાં આશા.. ઘડીમાં આવેલ. ઘડીમાં ઉદાસી...વિવિધ દ્વિધાઓમાં ફસાયા હતા.
ત્યાં એમના સહારે અભયકુમાર જઈ ચડ્યા. અભયકુમાર મહારાજા શ્રેણિકના પુત્ર હતા! રાણી નંદાની કુખે જન્મેલા હતા. બુદ્ધિનિધાન હતા. અભયકુમાર શ્રેણિકના ખંડમાં ગયા. પરિચારકો બહાર નીકળી ગયા. અભયકુમારે ભદ્રાસન પર બેસી શ્રેણિકને કહ્યું : પિતાજી! ચિંતા ના કરો, કે ન યુદ્ધનો વિચાર કરો! ‘અભય! વત્સ! માનવ પુરુષાર્થનાં ગમે તેટલાં નગારાં વગાડે...પોતાના હાથમાં વિજયની ધજા લઈને ગમે તેટલો નાચે, તો પણ વિશાળ અને અનંત આકાશની સરખામણીમાં એ વામણો અને અપૂર્ણ જ રહેવાનો. અપૂર્ણતા એ જ જીવનનો સ્થાયીભાવ છે ને! એનો આજે અનુભવ થયો. મહારાજા ચેટકે, સુજ્યેષ્ઠાની મારી માંગણી ઠુકરાવી દીધી, દૂતને અપમાનિત કરીને કાઢી મૂક્યો...'
સુલાસા
૧૦૫
For Private And Personal Use Only