________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ કુમાર નંદીએણે પ્રભુ વર પાસે દીક્ષા લીધી હતી. દેવલોકના દેવે એને દીક્ષા લેવા ના પાડી હતી. પછી સ્વયં ભગવાને પણ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી હતી. પરંતુ નંદીષેણે પોતાના દઢ મનોબળ અને પ્રકૃષ્ટ શ્રદ્ધાબળના સહારે દીક્ષા લીધી હતી.
દેવે એને કહેલું - “નંદીષેણ, તારાં ભોગ્ય કર્મો ભોગવવાનો બાકી છે. તારી કામવાસના ઉત્તેજિત થશે. તારે વૈષયિક સુખ, નહીં ઇચ્છવા છતાં ભોગવવા પડશે. માટે તું હમણાં દીક્ષા ન લે.”
“શું એ કામવાસનાને નાથવાનો કોઈ માર્ગ નથી? અવશ્ય છે! હે દેવ! તમે માછીમારની જાળ જોઈ છે? એમાં કેટલા તાણાવાણા હોય છે? પરંતુ એ જાળમાં સ્વેચ્છાએ ફરતા માછીમારને તમે કદી ફસાયેલો જોયો છે? શરીરની ભીતરમાં મનના અસંખ્ય તાણાવાણામાં કદી ન ફસાનાર આવો એક માછીમાર મારામાં, તમારામાં અને સમસ્ત જીવસૃષ્ટિમાં રહેલો છે!' “કોણ છે એ?'
આત્મા! આ આત્માનો સ્વભાવ છે પ્રકાશ! ચૈતન્ય તત્ત્વ! કદી કોઈના બંધનમાં ફસાય નહીં તેવું ચૈતન્ય! આ ચૈતન્યને જાણવાની હૃદયમાં તીવ્ર તમન્ના જોઈએ. એ માટે જીવન પર અતૂટ શ્રદ્ધા જોઈએ.” - દેવે કહ્યું : “કોઈએ આવી શ્રદ્ધા જીવનમાં ધારી હોય, પરંતુ એવી શ્રદ્ધાને ભાંગી નાખનારું સત્ય સામે આવીને ઊભું રહે ત્યારે એની શ્રદ્ધા ડગમગી જાય, એ ઇચ્છે નહીં તોય તે શ્રદ્ધાહીન બની જાય! એમાં એનો દોષ નથી હોતો. દોષ હોય છે એણે બાંધેલાં કર્મોનો, નિકાચિત કર્મોનો.
ના દેવરાજ, એમ ના કહેવાય. શ્રદ્ધાને તમે સાચા અર્થમાં સમજ્યા નથી. મૃત્યુની છેલ્લી ઘડી સુધી શ્રદ્ધા ન ડગે તે સાચી શ્રદ્ધા! ખરો શ્રદ્ધાવાના ક્યારેય અશ્રદ્ધાળુ બનતો નથી અને કર્મો પર દોષ ઢોળતો નથી.”
નંદીષણ મુનિની આંખોમાંથી તેજના ફુવારા છૂટતા હતા. મુખ બ્રહ્મતેજથી ચમકતું હતું.
સુલતા
For Private And Personal Use Only