________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસહ્ય વેદના ન થાત.' ચેલાએ કહ્યું:
મને લાગ્યું કે તેમના મસ્તકની નસો તણાવા લાગી હતી. આંખોમાં અગ્નિકુંડ પ્રજ્વળી ઊઠ્યો હતો. તમામ શક્તિ એકઠી કરીને તેઓ જોરથી બરાડી ઊઠ્યા: ‘રાજા ચેટક...હું આનો બદલો લઈશ...હું તને છોડીશ નહીં...” જ્યારે મારી સાથે મહારાજાનો આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે અભયકુમાર ખંડની બહાર ક્યારના આવીને ઊભા હતા. અમારો હૃદયભેદક વાર્તાલાપ એમના કાને પડ્યો હશે. મહારાજા ખંડનું દ્વાર ખોલીને બહાર નીકળતા હતા...અભયકુમારે જોરથી બૂમ પાડી - “પિતાજી!' મહારાજાએ અભયકુમાર સામે જોયું...તેનો હાથ પકડી લીધો. અને તેઓ ચાલવા લાગ્યા.
અભય, મારો જીવ ક્ષણે ક્ષણે ઘૂંટાય છે. મારું હૃદય, સુલસા પુત્રોના મૃત્યુથી કાળાએશ અંધકારથી ભરાઈ ગયું છે. મને મારા જીવનમાં કોઈ રસ રહ્યો નથી...હૃદય વ્યાકુળ છે, હૃદયમાં સૂનકાર છે. એકેય દિશા જડતી નથી. મારું મન સળગી રહ્યું છે...અભય, બેટા, મેં મારી વિષયેચ્છા પૂર્ણ કરવા બત્રીસ-બત્રીસ યુવાનોનો ભોગ લીધો. એમની બત્રીસ વધૂઓને હું શું મો બતાવું? મેં એમને વિધવા બનાવી...વિધિએ કેવા અવળા પાસા ફેંક્યા? મારા હાથે મોટું પાપ થઈ ગયું છે...”
અભયકુમાર મૌનપણે સાંભળી રહ્યા હતા. હું એમની પાછળ પાછળ ચાલતી હતી. હું પણ મૌન હતી.
દેવી! મને એ વખતે તમારો વિચાર આવ્યો. તમે બત્રીસ પુત્રોની માતા! માતા એટલે માંગલ્યનું મહાન મંદિર! માતૃત્વનો મૃદુ મહિમા! મહાકવિએ અને ઋષિ-મુનિઓએ વર્ણવેલ પવિત્ર પૂજાસ્થાન! સિદ્ધ, સાધક, ગાંધર્વ, ચારણ, દેવ વગેરેએ મસ્તક નમાવેલ મુક્તિસ્થાન! તમારી માનસિક સ્થિતિ કેવી થઈ ગઈ હશે એની કલ્પના કરતાં હું ધ્રૂજી ઊઠી અને તમને સંદેશ મોકલ્યો...
વાત સાંભળતાં સાંભળતાં સુલસા, પોતાનું શ્રાન્ત માઁ ચેલણાની હથેળીમાં છુપાવી દઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આખર તો એ એક માતા હતી ને? જો કે એ જાણતી હતી કે દાઝેલા હૃદયની જ્વાળા આંસુઓથી બુઝાવાની નથી. “આ તપ્ત મભૂમિ જેવું બની ગયેલું જીવન, શી ખબર શાનાથી શાન્ત થશે?” અને એને પ્રભુ મહાવીર યાદ આવ્યા. તેણે બે
સુલાસા
૧૪૫
For Private And Personal Use Only