________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરથી નીચે ઊતરી, જે દિશામાં પ્રભુ વિચરતા હોય એ દિશામાં થોડાં પગલાં ચાલી વંદના કરે, સોનાના અક્ષતથી સ્વસ્તિક રચે અને પ્રભુની વિહાર-યાત્રાના સમાચાર આપનારને સુવર્ણહાર ભેટ આપી દે! ગદ્ગદ્
સ્વરે પ્રભુની સ્તવના કરે... રાજગૃહીમાં પ્રભુ બિરાજમાન હોય ત્યારે એક પણ દિવસ ચૂક્યા વિના તેઓ પ્રભુની વાણી સાંભળવા જાય. મોરલી પર જેમ નાગ ડોલે તેમ પ્રભુની દિવ્ય વાણી સાંભળતાં ડોલી ઊઠે!
તેમણે રાણીઓને સાધ્વી થવા દીધી! રાજકુમારોને સાધુ થવા દીધા! અભયકુમાર જેવા તેજસ્વી, બુદ્ધિમાન અને સમર્પિત પુત્રને પણ દીક્ષા લેવા દીધી. પોતે દીક્ષા નથી લઈ શકતા, તેનું ભારોભાર દુઃખ અનેકવાર પ્રભુની સામે પ્રગટ કરતા રહ્યા.
ભવિષ્યની આગામી ચોવીશીના પહેલા તીર્થકર જે થવાના છે! પ્રભુએ જેમને ક્ષાયિક સમકિતી કહ્યા છે..એવા મહારાજા, પોતાના જ પાળેલા પુત્રના હાથે કારાવાસમાં પુરાયા અને એ પુત્રના જ હાથે રોજ સવાર-સાંજ ૧00૧૦૦ ચાબુકના ફટકા ખાઈ રહ્યા છે!
તે છતાં, મહારાણી ચેલણા કહે : “તેઓ ક્યારેય કોણિક પ્રત્યે આક્રોશ કરતા નથી. કોણિકનું અહિત વિચારતા નથી...' તેઓ કહે છે : “મને પ્રભુ વીરનાં વચનો યાદ આવે છે : અપરાધી ઉપર પણ ક્ષમા કરો. અપરાધીનું પણ અશુભ ન વિચારો...તમને દુખ આવે છે તમારાં જ પાપકર્મોના ઉદયથી. તમે સમતાભાવે દુ:ખોને સહન કરતા રહો. પાપકર્મોની નિર્જરા થતી જશે.” કણિકના ઘોર અત્યાચારમાં પણ તેઓ પોતાની સમતાને સાચવી રહ્યા છે.
તીર્થંકરનો આત્મા છે ને! તીર્થંકરના આત્મામાં સર્વે જી પ્રત્યે કલ્યાણની ભાવના ઊલસતી હોય છે. એમને મન કોઈ દુશ્મન નથી હોતું. સર્વે જીવોને એ મિત્ર માને છે! મારે તો સંસારના સહુ જીવોને મોક્ષમાર્ગ પર લઈ જવાના છે...એમને સંસારની ભડભડતી આગમાંથી બહાર કાઢવાના છે. મારે સહુ જીવોને સુખી કરવા છે. પરમ સુખી કરવા છે..!
કારાવાસમાં ઘોર વેદના સહન કરતા મહારાજાના આ વિચારો સાંભળીન રાણી ચેલણા ગદ્ગદ્ થઈ જાય છે. એના મનમાં પોતાના પતિનું એક નવલું રૂ૫ ઉજાગર થાય છે. તેણે સુલતાને કહ્યું : “હે મહાસતી, મેં મહારાજાના પરાક્રમને જોયું હતું. એમનું અપ્રતિમ રૂપ પણ જોયું હતું.
૧૮૪
સુલતા
For Private And Personal Use Only