________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીર્થંકરનો આત્મા તો પુરુષસિંહ હોય. તે ઇક્ષ્વાકુ વગેરે ઉચ્ચ ક્ષત્રિય વંશમાં જ ઉત્પન્ન થાય! પ્રભુ કેમ બ્રાહ્મણકુળમાં આવ્યા? બરાબર, તેઓએ પૂર્વ રિચિના ભવમાં કુળમદ કરેલો, તેનું આ પરિણામ છે.
ભલે પ્રભુ દેવાનંદા બ્રાહ્મણીની કૂખે આવ્યા, પરંતુ પ્રભુનો જન્મ તો દેવાનંદાની યોનિથી નહીં થવા દઉં. હું ગર્ભપરિવર્તન કરાવીશ.
મને કયા કુળ-વંશમાં મૂકવો, એ માટે દેવેન્દ્રે અવધિજ્ઞાનથી આ ભરતક્ષેત્રમાં ઉપયોગ મૂક્યો...તેને ક્ષત્રિયકુંડ નગર દેખાયું. મહીમંડલના મંડનરૂપ એ નગર છે. એ મારા દેવલોક જેવું સુંદર છે. તે નગરમાં વિવિધ ચૈત્યો રહેલાં છે. લોકોમાં ધર્મભાવના છે. સાધુઓથી પવિત્ર થયેલું નગર છે.
આ નગરમાં કોઈ મદ્યપાન કરતું નથી કે કોઈ પ્રાણીઓનો શિકાર કરતું નથી. પ્રજા વ્યસનોથી મુક્ત છે. આ નગર જીવોને પવિત્ર કરનારા તીર્થસમાન છે.
આ નગરમાં ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલો સિદ્ધાર્થ નામનો પ્રસિદ્ધ રાજા છે, એ રાજા ધર્મથી જ પોતાના આત્માને સદા સિદ્ધાર્થ માને છે. એ જીવઅજીવ આદિ નવ તત્ત્વોનો જ્ઞાતા છે. ન્યાયમાર્ગે ચાલનારો છે. પ્રજાને સન્માર્ગે દોરનારો છે. પિતૃવત્ એ પ્રજાનો હિતસ્વી છે. દીન-અનાથ લોકોનો ઉદ્ધારક છે. શરણાગતવત્સલ છે. ક્ષત્રિયોમાં શિરોમણિ છે.
તે સિદ્ધાર્થ રાજાની ત્રિશલા નામે રાણી છે. સતીઓમાં શ્રેષ્ઠ છે. ગુણોની નિધાન છે. પ્રશાન્ત મુદ્રાવાળી છે. પ્રકૃષ્ટ પુણ્યની ઉદયવાળી છે. નિર્મળ સ્વભાવવાળી છે. ગંગાની જેમ ત્રિશલા આ પૃથ્વીને પવિત્ર કરે છે, એનામાં સ્ત્રીસુલભ માયા નથી કે ઈર્ષ્યા નથી. સ્વભાવે સરલ છે...આ ત્રિશલા પણ દૈવયોગે ગર્ભવતી છે...હું દેવાનંદાના ઉદરમાં રહેલા પ્રભુને ત્રિશલાના ઉંદરમાં મુકાવું અને ત્રિશલાના ઉદરમાં રહેલા ગર્ભને દેવાનંદાના ઉદરમાં મુકાવું!'
પ્રભુએ કહ્યું : દેવેન્દ્ર તરત જ પોતાના સેનાપતિ હરિણગમૈષી દેવને બોલાવીને, ગર્ભપરિવર્તન કરવાની આજ્ઞા કરી. કરણગમૈષી દેવે ઇન્દ્રની આજ્ઞા મુજબ ગર્ભને અદલબદલ કર્યા. આસો માસની કૃષ્ણા ત્રયોદશી હતી. ચન્દ્ર હસ્તોત્તરા નક્ષત્રમાં હતો ત્યારે દેવે મને ત્રિશલાની કૂખમાં મૂક્યો.
હે ગૌતમ! એ વખતે આ મારી મા દેવાનંદાએ પૂર્વે જોયેલાં ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી બહાર નીકળતાં જોયાં...તે તરત જ બેઠી
સુલસા
For Private And Personal Use Only
૫૫