________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ ગઈ, વ્યાકુળ થઈ ગઈ. હાંફળી-ફાંફળી થઈ ગઈ. તેની આંખોમાંથી બોરબોર જેવડાં આસું પડવા લાગ્યાં. એ છાતી કૂટતી પોકારો કરવા લાગી.. “અરે, કોઈએ મારો ગર્ભ હરી લીધો. હું લૂંટાઈ ગઈ..”
મારી આ માતા દેવાનંદાના હૃદયના ટુકડેટુકડા થઈ ગયા. એનું શરીર તાવથી ધખવા લાગ્યું. એનું શરીર ધ્રુજવા લાગ્યું. “હું જ્ઞાનથી માની વેદના જાણતો હતો, પરંતુ એ વેદના નિવારવાની મારી પાસે કોઈ ઉપાય ન હતો. ઋષભદત્ત પણ દેવાનંદાનું કરુણ કંદન અને ઊંડા નિસાસા સાંભળીને હતપ્રભ થઈ ગયા હતા...'
પ્રભુ બે ક્ષણ અટક્યા, ત્યાં ગૌતમસ્વામીએ વિનયથી પ્રશ્ન કર્યો : ભગવંત, જેમ મરિચિના ભવમાં “દો મે ઉત્તમ નમ' કુળમદ કરવાથી આપને દેવાનંદાના ઉદરમાં અવતરવું પડ્યું અને ૮૨ દિવસ રહેવું પડ્યું, તેવી રીતે આ ગર્ભાપહરણની પાછળ પણ દેવાનંદાનું પૂર્વજન્મનું કોઈ કર્મ કારણભૂત છે?'
હા ગૌતમ! કારણ વિના કાર્ય બનતું નથી. પૂર્વજન્મમાં દેવાનંદા અને ત્રિશલા દેરાણી-જેઠાણી હતાં. ત્રિશલા દેરાણી હતી. દેવાનંદા જેઠાણી હતી. દેવાનંદા-જેઠાણીના મનમાં લોભ અને કપટનો પ્રવેશ થયો. તેણે દેરાણીની રત્નપેટીમાંથી રત્નોની ચોરી કરી હતી. ત્યાં એણે આ કર્મ બાંધ્યું હતું. આ ભવમાં એના ગર્ભનું અપહરણ થયું!”
વસંતસેનાએ મને કહ્યું : “સુલસા, ભગવંતે તે પછી જે ધર્મદેશના આપી, મને જેટલી યાદ રહી, તે તને સંભળાવું છું.
ક્યારેક આપણે આપણને પૂછવા જેવો પ્રશ્ન આ છે : “ક્યાં સુધી આમ ને આમ વહી જશે જિદગી? ક્યાં સુધી કર્મોના દોર પર નાચતા નટ અમે, આ બધાનો ક્યાંક તો અંત આવવો જોઈએ ને? અહિંસા, ઋજુતા, ક્ષમા, શુચિતા, ગુરુસેવા, સ્થિરતા, આત્મસંયમ અને સંસારના કોઈપણ વિષયનો રાગ નહીં પણ નર્યો વૈરાગ, એ જ મહત્ત્વની વસ્તુ છે. માણસનો સાચો પુરુષાર્થ અને ત્યાગી બનાવે છે. પણ ત્યાગની દીક્ષા આત્માને એમ ને એમ પ્રાપ્ત નથી થતી. જન્મ-મૃત્યુ, જરા-વ્યાધિના દુઃખના ચકરાવામાંથી મુક્ત થવું હોય અને મોક્ષ મેળવવો હોય તો કપાયોથી મુક્ત બનવું પડે અને વિષયો પ્રત્યે અનાસક્ત બનવું પડે.
પડ
સુલાસા
For Private And Personal Use Only