________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમ વૈશાલીની રાજ કન્યાનું અપહરણ કરવાનું આયોજન કરી, પિતાની વિષયતૃષ્ણાને પણ પોષે છે! એ રાજસભામાં બેસી રાજ્યના પ્રશ્નો રાજનીતિથી ઉકેલે છે, તો ઉપાશ્રયમાં પૌષધ લઈને આત્માના પ્રશ્નોનું પણ સમાધાન શોધે છે. એ નિખાલસ છે, અને મુત્સદ્દી પણ છે! એ કોમળ છે અને વજ જેવો કઠિન પણ છે.
ખરેખર, અભયકુમાર કામવૃત્તિ વિનાનો પ્રણયી, યુયુત્સા વિનાનો વીર, કુટિલતા વિનાનો મુત્સદ્દી, વેદિયાવેડા વિનાનો આદર્શવાદી, ઘમંડ વિનાનો બંડખોર, કોઈપણ જાતના સ્વાર્થ વિનાનો સૌમ્ય રાજસેવક, પિતૃભક્ત, અને જગતના શત્રુઓનો નાશ કરવાનો અવસર આવે ત્યારે મત્સર, ઈર્ષ્યા કે દ્વેષ વિનાનો દંડવિધાયક કેવો હોય, તેનો કંઈક ચિતાર આપણને અભયકુમારના જીવનમાંથી મળી રહે છે.
સુલતાનું પરમ સૌભાગ્ય હતું કે એને આવો અભયકુમાર સખારૂપે, મિત્રરૂપે મળી ગયો હતો. અભયકુમાર મિત્ર છે, જ્ઞાની છે, માર્ગદર્શક છે, પણ સુલસા કોઈપણ રીતે ઓશિયાળાપણું ન અનુભવે તેની તકેદારી અભયે મિત્ર તરીકે સતત રાખી છે.
એ સુલતાને જિનવચનો, મહાવીરનાં વચનો સંભળાવે છે. એ વચનો જીવન જીવવાની કળાનું જ્ઞાન આપે છે. આ સંસારમાં રહેવા છતાંય કઈ રીતે અલિપ્ત રહેવું અને જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે એ પરિસ્થિતિનો કઈ રીતે મુકાબલો કરવો, એની સમજણ આપે છે.
જન્મથી તે ચિતા સુધી પહોંચીએ ત્યારે વચ્ચેની અવસ્થામાં આ જિનવચનોને થોડાં પણ આચરણમાં મૂકી શકીએ તો જીવનવ્યાપક શોકમાંથી કાયમ માટે ઊગરી જઈએ! બારાત હોય કે મૈયત હોય, છલકાઈ પણ ન જવું જોઈએ કે સંકોચાઈ પણ ન જવું જોઈએ. અંજાઈ પણ ન જવું જોઈએ અને હેબતાઈ પણ ન જવું જોઈએ. જિનવચનો મનુષ્યજીવનની આચારસંહિતા છે. જીવનની બારાખડી જો જિનવચનના એકાદ શ્લોકમાં ઘૂંટાય તો એ શબ્દો આકાશમાં તારક-ધ્રુવતારક થઈને પ્રગટી ઊઠે.
હકીકતમાં જ્યારે કોરી અને નકરી વાસ્તવિકતા આપણને ભીંસમાં લે ત્યારે મનની વાસ્તવિક અવસ્થા કેવી હોવી જોઈએ, એ વાત સુલસાને અભયકુમારે સમજાવી.
૧૩૮
સુલાસા
For Private And Personal Use Only