________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રૂપવાન, પરાક્રમી અને સેચનક હાથીનો પ્રિય સાથી નંદીષેણ વૈરાગી બની ગયો! એણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લેવાની હઠ પકડી. મહારાજા શ્રેણિક તો ના પાડતા જ નહોતા! ‘મારા પ્રભુ પાસે જઈને જે જીવન સમર્પણ કરે, તેને હું નહીં રોકું!'
જ્યારે નંદીષેણ મહેલમાંથી દીક્ષા લેવા પ્રભુ પાસે જવા નીકળ્યો ત્યારે અંતરિક્ષમાં દેવવાણી થઈ : ‘વત્સ નંદિષણ! તું દીક્ષા લેવા કેમ તત્પર થાય છે? હજુ તારા ચારિત્રનું આવા૨ક કર્મ કે જે ભોગફળ આપે છે, તે બાકી છે! તે કર્મનો ક્ષય થાય ત્યાં સુધી તું થોડોક સમય ઘરમાં રહે. તે કર્મનો ક્ષય થાય પછી તું દીક્ષા લેજે. અત્યારે જો તું દીક્ષા લઈશ તો સફળ નહીં થાય. આ મારી દેવવાણી છે!'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જેનું નામ નંદીષેણ, એ માને ખરો? હું એને ઓળખું છું. જ્યારે જ્યારે રાજમહેલમાં હું જાઉં ત્યારે લગભગ એ મને મળે! 'કેમ છો માસી?' કહીને બોલાવે. હમેશાં એ ગર્વથી ઉન્નત શિરે ચાલે, શક્તિ અને સ્ફૂર્તિથી ભરેલો! અશક્યને શક્ય કરવાની હમેશાં એને ધૂન રહેતી. સેચનક હાથીને મહારાજા પોતે કે બીજા વશ ન કરી શક્યા, નંદીષેણે એને પલવારમાં વશ કરી લીધો હતો. એનો સ્વભાવ હતો સાહસિક અને પડકારભર્યાં કાર્યો કરવાનો!
નંદીષેણ ભગવાન મહાવીરની દિવ્ય વાણીથી પ્રભાવિત થાય અને દીક્ષા લેવા તત્પર બને એ વાત રાજમહેલમાં જ નહીં, રાજગૃહીમાં સૌને આશ્ચર્યચકિત કરનારી હતી. મહાવીર પ્રત્યે એના મનમાં અદમ્ય આકર્ષણ જાગ્યું હતું. દેવવાણીએ એને દીક્ષા લેવાની ઉતાવળ કરવાની ના પાડી, પણ નંદીષેણનું પ્રચંડ સામર્થ્ય અને અખંડ નિર્ભયતા, એને રોકી શકે ખરી?
મહારાજા શ્રેણિકે અને નગરજનોએ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધીનો માર્ગ શણગાર્યો હતો. સૂર્યોદયનાં સર્વસ્પર્શી કોમળ કિ૨ણો રાજગૃહીમાં પથરાઈ ગયાં હતા. અસંખ્ય વાદ્યોના અવાજ રાજમહેલથી ગુણશીલ ચૈત્ય સુધી સંભળાતા હતાં. સાત શ્વેત અશ્વોના સુવર્ણમંડિત રથમાં નંદીષેણ આરૂઢ થયો હતો. એક બાજુ મહારાજા શ્રેણિક બેઠા હતા, બીજી બાજુ અભયકુમાર. નંદીષણનો સ્વર્ણવર્ણ દેહ તેજમાં ઝળહળી રહ્યો હતો.
૪૪
નગરજનો ભક્તિભાવે સુગંધી પુષ્પો અને અબીલ-ગુલાલ વરસાવવા લાગ્યા. હાથ જોડી સ્મિતવદને નંદીષેણ સૌને પ્રેમથી આવકારતો હતો.
For Private And Personal Use Only
સુલસા