________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ઘડા ફૂટી ગયા, એ વાતનું દુઃખ ન થયું, પરંતુ મુનિરાજની સેવામાં, એમના ઔષધમાં કામ ન આવ્યું, તે વાતનું ભારે દુઃખ થયું.
‘ગુરુદેવ! હું કેવી કમનસીબ...અભાગી...' તેની આંખો ભીંજાઈ. ત્યાં તરત જ હરિણગમણી દેવે પોતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું!
શરીર પર દિવ્ય વસ્ત્રો! કટી ભાગ પર રણઝણ કરતી ઘૂઘરીઓવાળો કંદોરો! મસ્તક ઉપર દેદીપ્યમાન મુગટ! કાનમાં રત્નજડિત કુંડળો! કંઠમાં મુક્તાવલીનો સુંદર હાર! બંને હાથ પર સ્વર્ણમય બાજુબંધ! બંને હાથનાં કાંડા ઉપર સુવર્ણ-રત્નજડિત કડાઓ! સુગંધી પુષ્પોથી ગૂંથેલો વેણીબંધ! સૂર્યમંડલને પણ ઝાખું પાડી દે તેવી શરીર-કાન્તિ!
સુલસાની આંખો અંજાઈ ગઈ. બે હાથ જોડી મસ્તક નમાવી તે ઊભી રહી. ત્યાં હરિણગમૈષી દેવે સ્મિત ફરકાવતાં કહ્યું :
હે મહાન શ્રાવિકા! દેવરાજ ઇન્દ્ર આજે દેવસભામાં તારી શ્રદ્ધાની, વીર પ્રભુ પ્રત્યેના તારા પ્રેમની પ્રશંસા કરી.તારા સત્ત્વની પ્રશંસા કરી. એટલે તારી પરીક્ષા કરવા હું - દેવરાજ ઇન્દ્રનો સેનાપતિ હરિણગમણી દેવ, અહીં મુનિનું રૂપ કરીને આવ્યો. લક્ષપાક તેલના ત્રણેય ઘડા મેં જ મારી દિવ્ય શક્તિથી ફોડી નાખ્યા...તારા મનના ભાવોને જોતો રહ્યો! તારા મનમાં ઘડા ફૂટ્યાનો જરાય ક્ષોભ ન જાગ્યો. ધન્ય છે તને! તું મારી પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. તે ગુણોની ગરિમાવાળી છે. ઉદાત્ત ચિત્તવાળી છે. હે દેવી! તારા અપૂર્વ સત્ત્વથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું મારી પાસે કંઈ પણ વરદાન માંગ!
વિનય અને નમ્રતા સાથે સુલતાએ કહ્યું : “હે દેવેન્દ્રના સેનાપતિ, તમે અવધિજ્ઞાની છો. જ્ઞાનથી તમે મારા મનોરથ જાણો જ છો.
જાણું છું દેવી, આ બત્રીસ ગોળી હું આપું છું. ક્રમશઃ એક-એક ગોળી ખાવાથી તને બત્રીસ પુત્રોની પ્રાપ્તિ થશે. હે સુલતા, જ્યારે તને જરૂર લાગે ત્યારે મને યાદ કરજે, હું તારી સામે પ્રગટ થઈશ.” દેવ અદૃશ્ય થયો. આકાશમાર્ગે દેવલોકમાં ચાલ્યો ગયો.
પતિની તીવ્ર પુત્રેચ્છા પૂર્ણ થવાનું દેવી વરદાન મળી ગયું હતું. પોતાના સૌભાગ્યશાળી પતિનો પ્રેમ પામવામાં કોઈ કચાશ સલસાએ રાખી ન હતી. બંને પતિ-પત્ની સ્નેહભાવથી બંધાયેલાં હતાં. સમાન વિચારવાળાં હતાં. ધર્મકાર્યમાં અનુરક્ત હતાં. બંનેનાં શરીર જુદાં હતાં, પણ મનની એકતા
૧૩
સુલાસા
For Private And Personal Use Only