________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતી. હર્ષ-શોક, સુખ-દુઃખ, નિદ્રા-જાગૃતિ...બધી ક્રિયા સમાન હતી. બંનેનો
સ્નેહ અકૃત્રિમ હતો, સહજ-સ્વાભાવિક હતો, બસ, પુત્રપ્રાપ્તિની વાતના વિષયમાં બંનેના વિચારો જુદા હતા. નાગ સારથિ માનતો હતો કે,
જેમ વાણીનું ફળ કવિત્વ અને વકતૃત્વ છે તેમ મનુષ્ય-સ્ત્રીનું ફળ પુત્રપ્રાપ્તિ છે.
* બાંધવ વિના જેમ દિશાશૂન્યતા ભાસે છે, જડ માણસોનું ચિત્ત જેમ વિચારશુન્ય બને છે, નિર્ધન માણસોને જેમ જ ગત શૂન્ય ભાસે છે તેમ પુત્રો વિનાનાં ઘર પણ શૂન્ય લાગે છે.
છે જે ઘરોમાં ક્યારેય સ્વજનોનું આવાગમન નથી હોતું અને જે ઘરોમાં ગુણવાનોના ગુણોનું સન્માન નથી થતું તે ઘર જેમ તુચ્છ હોય છે તેમ જ ઘરોમાં નાનાં-નાનાં બાળકોનો કલરવ નથી હોતો તે ઘર મનોહર હોવા છતાં તુચ્છ લાગે છે.
પ્રિય પત્ની, વિનયી પુત્ર અને સંતપુરુષોની સંગતિ - આ ત્રણ તત્ત્વો ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરુષોની વિશ્રામભૂમિ હોય છે!
જેમ રાત્રિમાં ચંદ્રથી અને દિવસમાં સૂર્યથી પદાર્થો પ્રત્યક્ષ દેખાય છે તેમ પત્રરૂપ દીપકથી પૂર્વજો પ્રગટ થાય છે. અર્થાત્ વંશપરંપરા અખંડિત રહે છે. જેમ ચંદનની સુવાસથી સમગ્ર વન સુવાસિત થાય છે તેમ એક જ સૌભાગ્યશાળી પુત્રથી વંશપરંપરા નિર્મળ બને છે!
છે જેમ સગર ચક્રવર્તીની કીર્તિ એના પુત્રોએ સમુદ્રપર્યત વિસ્તારી હતી તેમ આ લોકમાં માતા-પિતાનો ઉત્કર્ષ પુત્રોથી જોવા મળે છે.
મદના પ્રવાહથી જેમ ગજરાજ, વિકસિત કમળોથી જેમ સરોવર, કલરવ કરતાં હંસયુગલોથી જેમ નદીતટ, શ્રેષ્ઠ પંડિતોથી જેમ વિદ્યાસભા, પૂર્ણ ચન્દ્રથી જેમ રાત્રિ, શીલગુણથી યુક્ત જેમ સન્નારી, વેગમાં-ગતિમાં જેમ જાતવંત અશ્વ, દાનથી જેમ દાતાનો હાથ, લક્ષણ અને અલંકારથી જેમ કવિઓની વાણી, ધર્મથી જેમ માનવભવ, અને વસંતઋતુથી જેમ વન શોભે છે, તેમ હે પ્રિયે! સુપુત્રથી કુળ શોભે છે!
સુલાસા
For Private And Personal Use Only