________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામે આવીને બે હાથ જોડ્યા, મસ્તક નમાવી કહે છે :
હે મુનિશ્રેષ્ઠ! આપ જંગમતીર્થ સ્વરૂપ છે. નિષ્પાપ છો. આપે મારા દ્વારે પધારી મને પવિત્ર કરી. હે મુનિરાજ! મારા ઉપર પ્રસન્ન થાઓ, અનુગ્રહ કરો, અને મારા યોગ્ય કામસેવા ફરમાવો.”
હે સુશીલા, અમારા એક સાધુ વ્યાધિગ્રસ્ત છે. વૈદરાજે તેમના માટે લક્ષપાક તેલનું માલિશ કરવાનું કહ્યું છે. જો તમારી પાસે લક્ષપાક તેલ હોય તો મારે જરૂર છે.'
છે ગુરુદેવ! મુનિરાજની સેવામાં એ તેલ ઉપયોગી થશે.. એ માટે મહાન સદભાગ્ય! હમણાં જ લાવું છું.”
આનંદવિભોર બનેલી સુલસા સ્વયં લક્ષપાક તેલનો માટીનો ઘડો ઉપાડીને લાવી...પરંતુ મુનિરાજને આપવા જતાં જ જમીન ઉપર પછડાઈ ગયો. ફૂટી ગયો. તેલ જમીન પર ઢોળાઈ ગયું.
મુનિરાજ બોલી ઊઠ્યા – “અરે અરે શ્રાવિકા, આ તો બહુ મોટું નુકસાન થયું.. ભલે, હું બીજેથી તેલ મેળવી લઈશ. તમે દુઃખી ના થશો.
સુલતાએ કહ્યું : “હે મુનિભગવંત! આપ ચિંતા ન કરો. હું તેલનો બીજો ઘડો લઈ આવું છું! છે મારી પાસે બીજું તેલ.” તે દોડતી ઘરના ઓરડામાં ગઈ અને લક્ષપાક તેલનો બીજો ઘડો લઈ આવી. પરંતુ મુનિરાજની સામે આવતાં જ ઘડો જમીન પર પડી ગયો. ફૂટી ગયો...
મુનિરાજની આંખો પહોળી થઈ ગઈ. તે બોલ્યા : “દેવી, આ તો મોટો અનર્થ થયો. લક્ષપાક તેલ ઘણું કિંમતી હોય છે. બીજો ઘડો પણ ફૂટી ગયો. ખેર, તમને ખૂબ દુ:ખ લાગશે...પણ બનવાકાળ બની જાય છે. હું જાઉં છું...'
“ના, ના, મુનિરાજ! તમે ચિંતા ના કરો. મારી પાસે ત્રીજો ઘડો પણ ભરેલો છે. એ લઈ આવું છું! મુનિરાજની સેવામાં તેલની કોઈ કિંમત નથી. મને રુણ સાધુની સેવાનો લાભ મળવો જ જોઈએ.
મુનિરાજ સુલસાના આંતરિક વૃદ્ધિગત ભક્તિભાવ જઈ રહ્યા હતા! અવધિજ્ઞાની હતા ને!
સુલસા તેલથી ભરેલો ત્રીજો ઘડો લઈ આવી. ખૂબ સાચવીને જમીન પર મૂકવા ગઈ...પરંતુ હાથમાંથી ઘડો છટકી ગયો. ફૂટી ગયો...એમ ત્રીજો ઘડો પણ નષ્ટ થઈ ગયો! હવે સુલસા સ્તબ્ધ બની ગઈ.. એને લક્ષપાક તેલના
૧૫
સુલતા
For Private And Personal Use Only