________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગ્યાં. એવાં એવાં શસ્ત્ર બની રહ્યાં હતાં, જે જોઈને, એનાં નામ સાંભળીને પણ મગધના શત્રુઓ સ્તબ્ધ થઈ જાય!
એકવાર સારથિ સુખાસન પર વિશ્રામ કરતા બેઠા હતા, ત્યારે મેં પ્રશ્ન કર્યો: “નાથ, આ શસ્ત્રોનો ઉપયોગ જીવહિંસામાં થવાનો ને?' તેમણે સહેજ હસીને મને કહ્યું : સુલસા, આ સામગ્રીનો ભવિષ્યમાં હિંસક ઉપયોગ થાય, એ શક્ય છે. પરંતુ તારો આ પતિ, કેવળ એ માટે જ યોજના કરી રહ્યો છે કે લગ્ન પ્રસંગે આવેલા દેશ-દેશના રાજ અતિથિઓ મગધને એશઆરામમાં ડૂબેલો ન જુએ. એની રંગશાળા, રાજગૃહીનાં રસિક સ્ત્રી-પુરુષો, અમર્યાદ યોજાતી સાહિત્યસભાઓ જોઈ તેમનાં મનમાં મગધ પર ચડાઈ કરવાની હિંમત ભૂલેચૂકે પણ ન કરે, તેઓ એટલું જાણતા જાય કે શાસ્ત્રથી કે શસ્ત્રથી મગધ અવિજેય છે. યુદ્ધનાં આહ્વાનો માટે હજુ પણ મગધ એટલો જ સુસજ્જ છે! શસ્ત્રભંડાર પરિપૂર્ણ છે. આ રીતે કોઈ દુશ્મનની લાલસા ઊગતી દબાઈ જાય. શસ્ત્રભેટ પાછળનો મારો અને મહામાત્યનો આ આશય છે!”
મારા મનનું સમાધાન થયું. એનું બીજું કારણ હતા અભયકુમાર. તેમની સલાહથી અમે આ કાર્ય કરી રહ્યાં હતાં. અમને મહામાત્ય ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેઓ હમેશાં સાચી સલાહ જ આપે.
વિવાહ પ્રસંગે અનેક પ્રતિષ્ઠિત રાજાઓ અને નગરજનો ઉપસ્થિત હતા. એક સારથિ-પુત્રીના લગ્નમાં ક્ષત્રિયકુળના રાજાઓ હાજર હોય, એ ઘટના જ વિરલ હતી. મહારાજા શ્રેણિકે જ વિશેષ નિમંત્રણ પાઠવ્યાં હતાં. સાચે જ મગધેશ્વરનો પ્રેમ અસીમ છે. તેમણે અમને હમેશાં પોતાનાં ગયાં છે. એની પ્રતીતિ મને એમના પ્રત્યેક કાર્યમાં થતી હતી. મારા પુત્રોના લગ્નપ્રસંગે અન્ય રાજ્યોમાંથી જે રાજગૃહી આવ્યા હશે તેમને રાજપુત્રોનાં જ લગ્નની પ્રતીતિ થઈ હશે! ખરેખર અમે ભાગ્યશાળી હતાં.
આટલો ધામધૂમથી વિવાહ સમારંભ પૂરો થશે, એની અમને કલ્પના ન હતી. સાચે જ અમારું જીવન દેવદારના વૃક્ષ જેવું સુખી હતું. દિવસે દિવસે સુખ વિસ્તરતું જતું હતું. પુત્રોને સુયોગ્ય કન્યાઓ મળી હતી. હું સાસુ બની હતી. ક્યારેક સુખ માણસને અનેક પાંખોથી વીંઝણો વીંઝે છે, ક્યારેક એટલું બધું સુખ મળે કે માણસ ગૂંગળાઈ જાય. પછી એનું મન જ કહેવા લાગે કે “બસ, હવે બહુ થયું.”
સુલાસા
For Private And Personal Use Only