________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભ કહ્યો છે, તે વાતને તેં સાર્થક કરી છે. તપ-ત્યાગથી અને પરમાત્મભક્તિથી તેં તારું જીવન સુવાસિત કર્યું છે. દાન અને શીલથી ત તારા જીવનને સુંદર શણગાર્યું છે.
હે પરમ શ્રાવિકા! હું અંબડ પરિવ્રાજક છું. હું આકાશમાર્ગે ગમનાગમન કરું છું. એકસાથે સો રૂપ કરી, સો ઘરોમાં ભોજન કરી શકું છું. હું આ દેશમાં ખૂબ ફર્યો છું. ઘણી વ્યક્તિઓ મારા પરિચયમાં આવી છે, પણ તારા જેવી વિશિષ્ટ દક્ષ સન્નારી મેં બીજી જોઈ નથી! તારી દક્ષતા મેં પ્રથમવાર જ્યારે પરિવ્રાજકના વેશમાં અજાણ્યા સંન્યાસીરૂપે આવેલો ત્યારે પણ જોઈ હતી અને આજે પણ જોઈ રહ્યો છું. મને તો લાગે છે કે આ તારો જન્મજાત ગુણ છે અને આ ગુણે તને લોકપ્રિય જ નહીં, પ્રભુપ્રિય બનાવી છે!
અને તારી બુદ્ધિ! જિનભાષિત તત્ત્વોથી રસાયેલી છે. બુદ્ધિ પ્રજ્ઞા બની ગઈ છે...સુક્ષ્મ પ્રજ્ઞાને ધારણ કરનારી હે મંગની! તું એટલી જ વિનમ્ર છે. નમ્રતાથી તારી ભક્તિ ઉમદા બની છે. તે પરમેશ્વરને આત્માથી ઓળખ્યા છે. પ્રજ્ઞાથી જાણ્યા છે. આત્મીયતાથી અનુભવ્યા છે. માટે જ ભવ ભવનો આંતરવૈભવ પ્રગટ થયો છે.
તારી ભક્તિ, પ્રભુભક્તિ, વીરભક્તિ અદ્દભુત છે. ભક્તિ જેવું બીજું કોઈ તત્ત્વ નથી. ભક્તિ જ્ઞાન-વિજ્ઞાનથી પર છે. ભક્તિ અસીમ છે. પરમ ભગવાનના તત્ત્વનું તને જ્ઞાન પણ થયું છે! તારું મન પ્રભુમાં લાગ્યું છે. તેં પ્રભુનો જ આશ્રય લીધો છે. તું પ્રભુ સાથે એકત્વ અનુભવે છે. તું પ્રભુમય બની ગઈ છે. પ્રભુ સાથે તારી જે યુતિ રચાઈ છે તે એક ક્ષણની નહીં પણ એનું અનુસંધાન પ્રત્યેક ક્ષણ સાથે છે અને માટે જ તું ભૌતિક પદાર્થોથી મુક્ત છે, અનાસક્ત છે.
હે ભગની! હું સાચી વાત કહું છું. તારો આત્મા ઊંચો છે. તું તારા જ્ઞાન અને ભક્તિના યોગે, દાન અને શીલના યોગે આ ભવમાંથી સદાકાળ છૂટી જઈશ. હવે તારા માટે લખચોર્યાસીનો ચકરાવો નથી. લખચોર્યાસીનો ચકરાવો શું છે? બીજું કશું નહીં પણ દુઃખનાં ધામ છે. આ દુ:ખમાંથી,
આ ચકરાવામાંથી તું છૂટીને પરમધામમાં પહોંચી જઈશ. એ પરમધામ આમ તો અગમ છે, પરંતુ તારા માટે સુગમ છે. જે અનન્ય પ્રભુપ્રીતિ કરે છે તેને કોઈ મુશ્કેલી નથી હોતી.
હે સતીશિરોમણિ! સર્વ સારભૂત ગુણોથી તારું વ્યક્તિત્વ ઘડાયેલું છે.
સુલસા
For Private And Personal Use Only
૨૨૫