________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગુહીના ગુણશીલ ચૈત્યમાં દેવ-દેવેન્દ્રો સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીના ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન થવાના છે. તેમના માટે સમવસરણની રચના કરવાની છે. વાયુકુમાર દેવોએ સમવસરણ માટે એક યોજન પૃથ્વીનું પ્રમાર્જન કર્યું. મેઘકુમાર દેવોએ એ પૃથ્વીભાગ પર સુગંધી જળનું સિંચન કર્યું.
વ્યંતરદેવોએ ઉજ્વલ સુવર્ણ, માણિજ્ય અને રત્નોના પાષાણોથી ઊંચું ભૂમિતલ બાંધ્યું. તેના ઉપર પંચરંગી અને સુગંધી પુષ્પો પાથર્યા. ચારેય દિશાઓમાં રત્ન-માણિક્ય અને સુવર્ણનાં તોરણો બાંધી દીધાં. તે તે જગાએ સુંદર શિલ્પો ગોઠવી દીધાં. શ્વેત છત્રો અને ધજાઓ ફરકાવી દીધી. તોરણની નીચે સ્વસ્તિક વગેરે અષ્ટ માંગલિકનાં શ્રેષ્ઠ ચિહુનો મૂક્યાં.
સમવસરણનો પ્રથમ ગઢ વૈમાનિક દેવોએ રત્નમય બનાવ્યો હતો. તે ગઢ ઉપર જાતજાતના કાંગરાઓ બનાવ્યા.
જ્યોતિષ દેવોએ સુવર્ણનો બીજો ગઢ બનાવ્યો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તે કાંગરા જાણે દેવીઓ-અપ્સરાઓને પોતાના મુખ જોવા જાણે રત્નમય દર્પણ રાખ્યાં હોય, તેવા દેખાતા હતા.
ભવનપતિ દેવોએ રૂપાનો ત્રીજો ગઢ રચ્યો. તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગરા બનાવ્યા. જાણે દેવોની વાવડીઓના જળમાં સુવર્ણનાં કમળો હોય, તેવા એ કાંગરા દેખાતા હતા.
તે દરેક ગઢને ચાર-ચાર દરવાજા હતા. દરેક ધારે વ્યંતરદેવોએ મૂકેલાં ધૂપપાત્રો ઇન્દ્રનીલમણિના સ્તંભ જેવી ધૂમ્રસેરો છોડતાં હતાં. ચારેય દ્વાર પાસે ચાર-ચાર ધારવાળી અને સુવર્ણકમલોથી શોભતી વાવડીઓ રચી હતી.
બીજા ગઢમાં ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટે “દેવછંદ બનાવ્યો હતો. પહેલા ગઢના પૂર્વદ્યારે સુવર્ણવર્ણા બે વૈમાનિક દેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. દક્ષિણદ્વારે ઉજ્જવલ વર્ણવાળા વ્યંતરદેવો દ્વારપાલ બનીને ઊભા રહ્યા. પશ્ચિમધારે રક્તવર્ણીય બે જ્યોતિષ દેવો દ્વારપાલ
સુલાસા
૧૪૭
For Private And Personal Use Only