________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સૂચનાઓ મોકલી દેવામાં આવી. સુજ્યેષ્ઠાએ ચેલણાને વાત કરી. બંને બહેનો એ શુભ દિવસની રાહ જોતી અધીરતાથી સમય પસાર કરવા લાગી. ભવિષ્યનાં સપનાં ઘણાં મીઠાં હોય છે! પણ સપનું એટલે સપનું!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા!
બત્રીસ પુત્રો મારી પાસે આવ્યા. તેમણે મહારાજાના અંગરક્ષક તરીકે વૈશાલી જવાની વાત કરી. વૈશાલી-અભિયાનનું કારણ બતાવ્યું...
કારણ મને ન ગમ્યું...રાજકુમારીનું અપહરણ કરવું...ભલે રાજકુમારીની સંમતિ હોય, છતાં અપહરણ એટલે પાપ! શા માટે મહારાજા આવું કામ કરતા હશે? અંતેપુરમાં આટલી તો રાણીઓ છે...છતાં તૃપ્તિ નથી? હા, ભગવાન મહાવીર કહે છે : જેમ જેમ વિષયભોગ કરતા જશો તેમ તેમ ઇચ્છા પ્રબળ થતી જશે. આગમાં ઘી હોમવાથી આગ બુઝાતી નથી, પરંતુ વધુ જ્વાળાઓ પ્રગટે છે...વૈયિક સુખો ભોગવવા જેવાં નથી...' ઘણું કહે છે ભગવાન...પણ જીવનાં પોતાનાં એવાં પાપકર્મો પ્રબળ હોય ત્યાં ઉપદેશ અસર નથી કરતો. ઠીક છે, મારા પુત્રો ઉપર મહારાજાને ખૂબ પ્રેમ છે, વિશ્વાસ છે એટલે એમણે પુત્રોને અંગરક્ષક બનાવ્યા છે. યુદ્ધકુશળ બનાવ્યા છે. પુત્ર કરતાંય વધારે સ્નેહ આ બત્રીસને આપ્યો છે. એટલે ભલે એ મહારાજાની આજ્ઞાનું પાલન કરે, એમની ઇચ્છાને પૂર્ણ કરવા પુરુષાર્થ કરે...બાકી, મારું મન માનતું નથી...મને તો આમાં અશુભના ભણકારા સંભળાય છે...’
-
પુત્રોના પિતા બહાર ગયા હતા, તેઓ આવ્યા. બત્રીસે બત્રીસ પુત્રોએ પિતાના ચરણે પ્રણામ કર્યા. તેઓ તો કંઈ જાણતા જ ન હતા. મેં એમને બધી વાત કરી. તેઓ અતિ પુત્રવત્સલ હતા. તેઓ પહેલી જ વાર મહારાજાની સાથે જવાના હતા. સબળ શત્રુના ગઢમાં જવાના હતા. જરૂર પડે તો મરણિયો જંગ ખેલવાના હતા. મહારાજા સારું કરે છે કે ખોટું કરે છે. આ વિચાર એમને કરવાનો ન હતો. એમને તો મહારાજાની રક્ષાનો ભાર વહન કરવાનો હતો. એમનું દુષ્કર કાર્ય પાર પાડવાનું હતું. મહારાજાએ એમનામાં જે અચળ વિશ્વાસ મૂકેલો છે, તે વિશ્વાસને પ્રાણના ભોગે નિભાવવાનો છે.
મેં સારથિના ઢીલા થઈ ગયેલા, મ્લાન થઈ ગયેલા મુખ સામે જોઈને
સુલસા
For Private And Personal Use Only
૧૧૩