________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૪
કહ્યું : ‘સ્વામીનાથ! ખૂબ ઉલ્લાસથી પુત્રોને વિદાય આપો..મનને જરાય ઢીલું ન પડવા દો. કર્તવ્યના માર્ગે જતા પુત્રોને પ્રોત્સાહિત કરો.’
નાગ સારથિની આંખો ભીની થઈ. બત્રીસ પુત્રવધૂઓ પણ ત્યાં આવી ગઈ હતી. તે બધી પણ સ્તબ્ધ બનીને ઊભી હતી. મેં એ બત્રીસે બત્રીસ પૂત્રવધૂઓને પ્રેમથી કહ્યું : ‘તમે મારા વીર પરાક્રમી અને પુણ્યશાળી પુત્રોની પત્નીઓ છો! તમારા પતિ મહારાજાના અંગરક્ષકો નિયુક્ત થયા છે અને એક અતિ મહત્ત્વના ગુપ્ત અભિયાન માટે બીજા દેશમાં જઈ રહ્યા છે. તમે એમને તમારા અંતઃકરણની શુભ કામનાઓ આપો. એમના ગળે વરમાળા આર્રાપિત કરો...‘તમારી યાત્રા સફળ બનો...તમે યશસ્વી બનીને પાછા આવો...' આવી શુભ વાણી ઉચ્ચારો...'
મેં, સારથિએ અને પુત્રવધૂઓએ પુત્રોને રડતી આંખે પણ હસતાં મુખે વિદાય આપી. મમતાથી પ્રેમાસક્ત બે અશ્રુબિંદુ મારી આંખોમાં ઊભરાયાં. પરંતુ ક્ષણ પૂરતાં જ, તરત જ મેં એને લૂછી નાખ્યાં. કારણ આંસુ એ દુર્બળ મનનું પ્રતીક છે. હું જાણું કે છું જગતમાં દુ:ખની એકેય આગ આંખનાં આંસુઓથી બુઝાવાની નથી અને આંખમાંથી બે આંસુની અંજલિ આપવાથી મારું હૃદય હળવું થઈ જશે, એવું પણ હું માનતી નથી. છતાં હું અત્યારે મારા એ વહાલા પુત્રોને અશ્રુની અંજલિ સિવાય બીજું શું આપી શકું? કે જે અશ્રુથી અધિક મૂલ્યવાન હોય! વળી પુત્રો પ્રત્યેના પ્રેમના પ્રતીક રૂપે આંસુથી અન્ય એકેય ચીજ મૂલ્યવાન લાગી નથી. મેં પુત્રોને નિર્મળ પ્રેમ આપ્યો છે. પુત્રોએ પણ અમને નિર્વ્યાજ પ્રેમ જ આપ્યો છે. મમતાનાં ફક્ત બે પ્રેમાસક્ત આંસુ ઊભરાઈ આવ્યાં,
મધ્યરાત્રિના સમયે ધૂળના ગોટા ઉડાડતા, અનેક વળાંકો લેતા તેત્રીસ રથ વૈશાલી તરફ દોડવા લાગ્યા. આગળ સુલસા-પુત્રોના ૨થ હતા, સહુથી છેલ્લો મહારાજા શ્રેણિકનો રથ હતો, ચેટક રાજાએ કરેલા અપમાનનો જખમ શ્રેણિકના મન પર એવો ને એવો તાજો જ હતો. અપમાનનો જખમ જલદી રૂઝાતો નથી અને રૂઝાય તો પણ એના ડાધ તો રહી જ જાય છે. શ્રેણિકના સુદૃઢ ભવ્ય વ્યક્તિત્વને, ચેટક રાજાએ કેવા ક્ષુલ્લક શબ્દોથી આંક્યું હતું? એક પરાક્રમી રાજા માટે આથી ભયાનક મૃત્યુ કયું હોઈ શકે? વીર ને સાહસિક રાજા અપમાન અને અવહેલનાના પ્રસંગ કદી ભૂલી શકતા નથી. ચેટક રાજાના શબ્દોએ શ્રેણિકના અંતઃકરણને વીંધી નાંખ્યું હતું. એનું
સુલસા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only