________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાએ શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક વંદના કરી અને વસ્ત્રથી પ્રમાર્જિત કરી યોગ્ય ભૂમિભાગ પર બેઠી. ગૌતમસ્વામીએ “ધર્મલાભ' ના આશીર્વાદ આપીને, મધુર-કોમલ વચનોથી કહ્યું :
“હે મહાશ્રાવિકા સુલતા! તું ખરેખર ધન્ય છે. તારું જીવન ધન્ય છે. તું પ્રભુના મનમાં વસી! અને તેં પ્રભુની પ્રીતિ-ભક્તિ કરી. હવે તે પ્રભુની આજ્ઞા મુજબ શરીર સંલેખના અને કષાય સંખના કરી તારા આત્માને ધીરવીર બનાવ્યો છે!”
“હે પ્રભો! હવે મારા ઉપર કૃપા કરો. મારી હવેલીએ પધારો. મને અંતિમ આરાધના કરાવો. હવે મારું આયુષ્ય થોડું જ બાકી છે. આપ જ્ઞાની છો..ચાર જ્ઞાનના ધારક છો. આપ જાણો છો. તે પછી, મારી ઇચ્છા અનશન કરવાની છે. ચારેય આહારનો ત્યાગ કરવો છે. હવે ગુરુદેવ, આપ મોક્ષમાર્ગના દીપક છો. આપ મને એવી સુંદર આરાધના કરાવી આ સંસારસાગરથી પાર ઉતારો.'
ગૌતમસ્વામી તુલસાની હવેલીમાં પધાર્યા. સાથે સાધુ-સાધ્વી ગણ પણ આવ્યો. સુલતાને વિશુદ્ધ સંસ્મારક ઉપર બેસાડવામાં આવી. તપથી એની કાયા અતિ કુશ બની ગઈ હતી. છતાં એની આંખો તેજસ્વી હતી. એના કાન સરવા હતા. થોડા જ અંતરે કાષ્ઠાસન ઉપર શ્રી ગૌતમસ્વામી આરૂઢ થયા. સાધુઓ એમની પાછળ બેસી ગયા. સાધ્વીઓ સુલસાની બે બાજુ બેસી ગઈ. ગૌતમસ્વામીએ સુલસાને કહ્યું :
ભાગ્યશાલિની, હે સુલતા! તું વિવેકી છે. તારામાં ગુણોની ગરિમા છે. તે પરલોકને જાણ્યો છે. તારી નિશ્ચલ અને નિર્મળ બુદ્ધિ તારું પારલૌકિક હિત કરનારી છે. સુલસા, સમગ્ર જીવનમાં કરેલાં બધાં જ ધર્મકાર્યોનું જો કોઈ વિશિષ્ટ ફળ છે તો તે “સમાધિમરણ” છે. જીવન જો મંદિર છે તો સમાધિમૃત્યુ મંદિર ઉપરનો સ્વર્ણકળશ છે.
હે મહાશ્રાવિકા, સંસારમાં જીવોને જન્મ અને મરણ તો નિયત જ છે, પણ મૃત્યુને જે મહોત્સવ બનાવે છે તે પંડિત છે! મૃત્યુનો સમાધિ મહોત્સવ બનાવવા માટે : ૧. તે લીધેલાં અણુવ્રતો, ગુણવ્રતો ને શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કર. ૨. વ્રતોને લાગેલા અતિચારોની શુદ્ધિ કર,
સુલાસા
૨૪૩
For Private And Personal Use Only