________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩. સુલસા, જીવનમાં થઈ ગયેલા અપરાધોને યાદ કરી ક્ષમાપના કર.
ક્ષમા માંગ અને ક્ષમા આપ.
૪. તારાં સુકૃત્યોની અનુમોદના કર.
૫. દુષ્કૃત્યોની નિંદા કર.
૬. અરિહંતાદિ ચાર શરણ અંગીકાર કર.
૭. શુભ ભાવોને હૃદયમાં ધારણ કર.
૮. આહાર-પાણીનો ત્યાગ કર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. મનમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કર.
આ વાતોના પાલનથી તારો મોક્ષમાર્ગ સરળ બનશે.
હવે સર્વપ્રથમ, તારા જીવનમાં ‘જ્ઞાનાચાર' આદિ પાંચ પ્રકારના આચારમાં સૂક્ષ્મ પણ અતિચાર લાગ્યો હોય, તેની દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ મન-વચન-કાયાની શુદ્ધિથી આલોચના ક૨ે. શાસ્ત્રોનો અભ્યાસ કરતાં અને બીજા જીવોને કરાવતાં ૧. અકાલ પઠન-પાઠન કર્યું હોય, ૨. અવિધિપૂર્વક અને અવિનયથી ભણ્યું-ભણાવ્યું હોય, ૩. જ્ઞાનનો અનાદર કર્યો હોય. ૪. ભણીને અભિમાન કર્યું હોય. ૫. જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરી હોય. ૬. ભણનારાને અંતરાય પાડ્યો હોય. ૭. પુસ્તકો આદિ જ્ઞાનનાં સાધનોનો તેં નાશ કર્યો હોય, ૮. તારી શક્તિ અનુસાર ભણનાર અને ભણાવનારની વસ્ત્ર-ભોજનાદિથી ભક્તિ ન કરી હોય, આ બધા અતિચારોનો મન-વચન-કાયાથી મિચ્છામિ દુક્કડં આપ.’
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં.'
ગૌતમસ્વામી બોલ્યા : ‘સુલસા, તેં કરેલાં પુણ્યકાર્યોમાં ફળની શંકા કરી હોય, ‘મેં આ ધર્મારાધના કરી છે, એનું ફળ મને મળશે કે નહીં?' આવી શંકા, કાંક્ષા આદિ અતિચારોથી સમ્યક્ત્વને મલિન કર્યું હોય, ભક્તિપૂર્વક પરમાત્માની પૂજા-સેવા ન કરી હોય, ભગવંતની આજ્ઞાનું સુંદર રીતે પાલન ન કર્યું હોય, શક્તિ હોવા છતાં દ્રવ્યનો સદુપયોગ ન કર્યો હોય, પરમાત્મતત્ત્વની અને ગુરુતત્ત્વની નિંદા કરી હોય, આશાતના કરી હોય... વગેરે દર્શનાચારમાં લાગેલા અતિચારોની મન-વચન-કાયાથી શુદ્ધિ કર. એનો મિચ્છામિ દુક્કડં' આપ.
૨૪૪
સુલસા બોલી : ‘મિચ્છામિ દુક્કડં...'
ગૌતમસ્વામીએ કહ્યું : ‘હે મહાસતી, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક
સુલસા
For Private And Personal Use Only