________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રેમનિશાનીની કેવી અલૌકિક ભેટ તેં આપી? કોઈ પુષ્પમાળા નહીં, કોઈ મધુર મુખવાસ નહીં, કોઈ સુગંધિત જલ નહીં...પણ તીર્થંકરત્વ! અત્યંત તેજસ્વી અને પરમ કલ્યાણકારી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભાતનાં કુમળાં કિરણો બારીમાંથી આવીને પૂછે છે. પક્ષીઓ મધુર કલરવ કરતાં પૂછે છે : અરે નારી, વિશ્વપતિએ તને કઈ ભેટ આપી? હું શું કહું? એ તીર્થંકરત્વને શું સમજે? હા, હું તીર્થંકર બનીને બધું એમને એમની ભાષામાં સમજાવી શકીશ!
હવે હું નિર્ભય બની દુનિયાને નિર્ભય કરીશ. મારાં બંધો તો તોડીશ જ, પણ જીવોનાં બંધનો પણ તોડીશ. આજથી હું મારા ક્ષુલ્લક શણગારો છોડું છું. ઓ મારા હ્રદયેશ્વર! હવે મારા માટે રાહ જોવાનું, રોવાનું, શરમાવવાનું કે મધુરતા ભરેલી રીતે વર્તવાનું જરૂ૨ નથી રહ્યું. તેં મને તીર્થંકરત્વ આપીને શણગારોનો પણ શણગાર આપી દીધો છે. એની સામે બીજું બધું જ ફિક્કું લાગે છે.
આજે સમજાયું. તારો મારા પ્રત્યેનો આનંદ કેમ આટલો ફુલ્લ-પ્રફુલ્લ છે, એ આજ સમજાયું, તારો મારામાં કેમ નિવાસ છે, તે આજ સમજાયું! ઓ વિશ્વસ્વામી! હું ન હોઉં તો તારી પ્રેમામૃતધારા ક્યાં વહે? એટલે તારા પ્રેમસાગરની સમૃદ્ધિમાં તેં મને ભાગીદાર બનાવી છે. મારા હૃદયમાં તારી આનંદોર્મિની અનંત તરંગમાલા ઊઠે છે. એ આ કારણે જ. મારા જીવનમાં તારી સ્ફુરણા અનેકાનેક કાવ્યો સર્જે છે! અને હવે મને સૌન્દર્યનું રહસ્ય સમજાયું. આ બધું કરવા માટે તેં, મારા હૃદયને આકર્ષવા માટે સૌન્દર્યસાગર સમા સમવસરણમાં બેઠક લીધી છે અને તારા પ્રેમીના પ્રેમસાગરમાં તું તારો પ્રેમ વહાવે છે. તારા ભક્તમાં તું તારી જાતને લીન કરીને, એની અને તારી વચ્ચેનું અંતર ટાળી દે છે. જાણે કે બંનેની એકતામાં તું સંપૂર્ણપણે પ્રગટે છે!
સુલસા
હે વીર! હે મારી મધુર મૂર્તિ! તારો જ્ઞાનપ્રકાશ મારા હૃદયના કેન્દ્રમાં બેસીને નૃત્ય કરે છે. આ જ્ઞાનપ્રકાશ જ પ્રેમની સારંગીના તારને સ્પર્શીને એને સ્વર આપે છે. આ પ્રકાશ જ વિશ્વને પ્રકાશિત કરે છે. પવનને ઉત્સાહથી ભરી દે છે. સમગ્ર ધરા પર આનંદને રેલાવી દે છે. પાંદડે પાંદડે આનંદ વહે છે. આ આનંદની કોઈ સીમા નથી. આ બધો જ પ્રતાપ તારા જ્ઞાનપ્રકાશનો છે, હૃદયમાં ઉદ્ભવેલા આનંદનો છે.
For Private And Personal Use Only
૧૭૧