________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જોઈએ. તેઓ જિનેશ્વરના ભક્ત બને. ગુરુજનોના ભક્ત બને, દાનેશ્વરી બને, પરોપકારરસિક બને, પવિત્ર વિચારોવાળા બને!”
દેવી, આપની વાત સાવ સાચી છે, ઉચિત છે. ધર્મને કેન્દ્રમાં રાખીને એમને શસ્ત્રકલા અને શાસ્ત્રકલાનું અધ્યયન કરાવીશું. એમને યુદ્ધકળામાં પ્રવીણ બનાવવા છે તેવી રીતે ગણિત, સંગીત, ચિત્રકલા..આદિ કળાઓમાં પણ નિષ્ણાત બનાવીશું.'
મહામંત્રી, મારા માટે પણ મારી માતાએ ભણવાની વ્યવસ્થા કરી હતી. મારા ગુરુ મને કહેતા : હું વિદુષી છું. જ્ઞાનપિપાસુ છું. બહુ જલદી અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગઈ. કેટલીય વિદ્યાઓમાં નિપુણ થઈ ગઈ.'
દેવી, તમારી વાત એક નારીની છે. તમે તમારી રીતે કલાઓ પ્રાપ્ત કરી, શાસ્ત્રાધ્યયન કર્યું. એ વાત બરાબર છે. આપણે તમારા પુત્રોને હેતુલક્ષી શિક્ષણ આપવાનું છે. આ બત્રીસે બત્રીસ પુત્રો મહારાજાની આંખોમાં વસી ગયા છે. તેઓ મહારાજાની પાસે રહેવાના એટલે એમને અશ્વવિદ્યાનું હસ્તીવિદ્યાનું, ધનુર્વિદ્યાનું.. શસ્ત્રવિદ્યાનું વિશેષ રૂપે શિક્ષણ આપવું પડશે. બાકી, આઠ વર્ષની ઉંમર સુધીમાં એમને જે આત્મા, કર્મ, પુણ્ય-પાપ, સંસાર-મોક્ષ...આદિ તત્ત્વોનું જ્ઞાન આપવાનું કામ તમારું. બાકી, આ બાળકોમાં પ્રજ્ઞા વિકાસ પામશે. શર્યની છોળો ઊછળશે. તેઓ દૂરદર્શી અને શક્તિશાળી બનશે. આ ખીલેલા કમળ જેવા સુંદર છે, નિર્મળ છે. મોટા થઈને દુઃખી જીવોની આકાંક્ષા પૂરી કરશે. પ્રેમ કરશે, એક હાથે લેશે, સહસ્ત્ર હાથે આપશે! આપણે એમનું હૃદય વિશાળ અને મહાન બનાવવાનું
બાળપણ એટલે ગોળ મોહક ચગડોળ! બાળપણ એટલે ઊંચા ઊંચા તરંગો! બાળપણ એટલે સ્ફટિક જેવો શુભ્ર શ્વેત રંગ! એને જૂઠી પ્રતિષ્ઠાનો મુખવટો નથી હોતો. ત્યાં એકમેક પ્રત્યે ઈર્ષાની ભાવના નથી હોતી. ભાવિ જીવનના ખારા રણમાં બાળપણ એ મીઠી વીરડી સમાન છે. પરંતુ દેવી, સંસાર એક સ્પર્ધા છે! મનને મેદાન પર આકાંક્ષાથી સજાવેલા રથ સાથે હજારો વર્ષોથી માનવ આ સ્પર્ધામાં ભાગ લેતો આવ્યો છે. પરંતુ કાળના તટસ્થ પંચે એને કદી વિજયી ઘોષિત કર્યો નથી.’ અભયકુમારના અવાજમાં મોરલીથી ય વધુ મોહકતા હતી. ‘અને એ સ્પર્ધામાંથી આપણે કોઈ હટી શકીએ એમ નથી. કેમ કે
૪૨
સુલાસા
For Private And Personal Use Only