________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા શ્રેણિકે નાગ સારથિને કહ્યું : “તમે તો મારા વડીલ છો. તમને હું વિશેષ શું કહ્યું? આ ૩૨ પુત્રો ૩૨ રત્નોથી વિશેષ છે! નાગ, આ તમારા પુત્રો ભવિષ્યના મારા મિત્રો બનશે! મારા અંગરક્ષકો બનશે! માટે એમની દીક્ષા-શિક્ષા ખૂબ સારી રીતે થવી જોઈએ.'
મહારાજ, આપના માર્ગદર્શન મુજબ જ બધું થશે!” નહીં, માર્ગદર્શન મારું નહીં, અભયકુમારનું લેજો!' મહારાજાએ અભયકુમાર તરફ નિર્દેશ કર્યો.
મારું પરમ સૌભાગ્ય કે મહામંત્રી મારાં બાળકોના જીવનવિકાસમાં માર્ગદર્શક બનશે! સુલતાને પણ આ વાત જાણી ઘણો આનંદ થશે.'
અભયકુમારે કહ્યું : “મહારાજાની આજ્ઞા મારે શિરોધાર્ય છે, નાગ! આપણે બાળકોને બધા જ પ્રકારનું શિક્ષણ આપીશું. આ અંગે તમે, હું અને દેવી સુસા - ત્રણેય સાથે વિચારણા કરીશું “આપને જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે અહીં પધારો.” નાગે કહ્યું. તમે દેવી સુલતાને પૂછીને મને કહેવરાવજો. હું આવી જઈશ.
સંધ્યા સમયે અભયકુમાર આવવાના હતા. તેઓ મગધ સામ્રાજ્યના મહામંત્રી હતા. એટલું જ નહીં, તેઓ મહારાજા શ્રેણિકના જ્યેષ્ઠ પુત્ર હતા. વિચક્ષણ હતા. બુદ્ધિનિધાન હતા. તેઓ મારા પતિને પૂજ્ય માનતા હતા.
એ રીતે મારા તરફ પણ એમના નિર્મળ પ્રેમભાવ હતો. વિશેષ સંબંધ તો પ્રભુ વીરના માધ્યમથી હતો. તેઓ પ્રભુના પરમ ભક્ત શ્રાવક અને હતા. બાર વ્રતો લીધેલાં હતાં. હું પણ બાર વ્રતધારી શ્રાવિકા છું! આજે એ મારા પ્રભુના પરમ શ્રાવક મારા ઘરે આવે છે. મેં બગીચામાંથી સારાં સારાં ફૂલો ચૂંટીને માળા બનાવી.
તેઓ આવ્યા. મેં ફૂલોની માળા આપીને પ્રણામ કર્યા...તેમણે તો ઝૂકીને મારાં ચરણોમાં પ્રણામ કર્યા! હું શરમાઈ ગઈ. ત્યાં મારા પતિ આવી ગયા. અમે મંત્રણાખંડમાં જઈને બેઠાં. બાળકો પાસે ધાવમાતાઓ હતી એટલે હું નિશ્ચિત હતી. વાતનો પ્રારંભ મેં જ કર્યો.
મહામંત્રી, હું સમજુ છું કે મારા આ બત્રીસે પુત્રો મહારાજાને ખૂબ ગમ્યા છે. ભવિષ્યમાં તેઓ મહારાજા પાસે જ રહેવાના છે. એ દૃષ્ટિએ એમને શિક્ષણ આપવાનું છે. પરંતુ મૂળભૂત શિક્ષણ તો ધર્મકળાનું આપવું
સુલસી
For Private And Personal Use Only