________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરદ અને શિશિરની રાત્રિઓ પણ આ રીતે મીઠી બની જતી. સુંદર અંગીઠીની આસપાસ ઉત્તમ, મધુર ને સ્નિગ્ધ ભોજન લેતાં લેતાં કામલતા પોતાની કળાઓનું પ્રદર્શન કરતી. સોળ-સોળ શૃંગાર સજતી!
પ્રભાતનો સમય હતો. સૂર્ય બે ઘડીથી આકાશમાં ઊંચે ચઢતો હતો. નંદીષેણની ધર્મોપદેશની અવિરત ધારામાં ભીંજાઈને એક પછી એક, એમ નવ પુરુષો વિરક્ત બન્યા, બોધ પામ્યા, ભગવાન મહાવીરનાં ચરણોમાં દીક્ષા લેવા રવાના થઈ ગયા.
પછી દશમો પુરુષ એક સોની આવ્યો. નંદીષેણે એને પ્રતિબોધ પમાડવા અખંડ ઉપદેશધારા વહાવી. સૂર્યોદય થયે ચાર કલાક થઈ ગયા હતા. હજુ નંદીષેણે મોઢામાં પાણીનું ટીપું પણ નાંખ્યું ન હતું. કામલતા બે વખત બોલાવવા આવી ગઈ. નંદીષેણે કહ્યું : ‘હજુ દશમા પુરુષને પ્રતિબોધવાનો બાકી છે...'
‘પરંતુ રસોઈ ઠંડી થઈ જાય છે...’
ભલે, ફરીથી રસોઈ બનાવજે... પણ દશમાને પ્રતિબોધ પમાડીને પછી જ ભોજન કરીશ.'
વેશ્યા નારાજ થઈને ચાલી ગઈ.
નંદીષેણે પેલા સોનીને ઉપદેશ આપવો ચાલુ રાખ્યો...મધ્યાહ્નનો સમય થઈ ગયો. પણ પેલો સોની બૂઝતો નથી. વિરક્ત બનતો નથી...ત્યાં કામલતા જરા ગુસ્સામાં આવી...બોલી :
‘હવે તો ભોજન ફરી લો નાથ!'
‘ના, આ દશમાને પ્રતિબોધ પમાડ્યા પછી જ ભોજન...'
‘પણ આ નહીં પ્રતિબોધ પામે...તો ?'
'તો તો પછી?'
‘તો દશમા તમે!'
‘હું?'
હા, એમાં વાંધો શું છે?' કામલતાએ હસતાં હસતાં કહી દીધું! નંદીષણનો અંતરાત્મા પોકારી ઊઠ્યો : ‘ઊઠ, ઊભો થા, તારું ભોગ્યકર્મ પૂરું થઈ ગયું છે. પહોંચી જા પરમગુરુના ચરણે અને ધારણ કરી લે સાધુતા! હવે તારો મોક્ષમાર્ગ નિરાબાધ છે! તારી શ્રામણ્યની સાધના અખંડ
સુલસા
For Private And Personal Use Only
૭.