________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના આગમનના સમાચાર જાણી રાણી મૃગાવતી પોતાના પુત્ર રાજા ઉદયન અને નણંદ જયંતી સાથે, પ્રભુને વંદન કરવા સમવસરણમાં આવી. પ્રભુની ધર્મદેશના શરૂ થઈ.
રાજગૃહીના રાજમહેલમાં, મુનિ નંદીપેણના પતન અને ઉત્થાનના સમાચાર પહોંચી ગયા હતા. રાજપરિવાર વ્યથિત હતો. સૌની ઇચ્છા મેઘમુનિ તથા નંદીષેણ મુનિનાં દર્શન-વંદન કરવાની જાગી હતી. સમાચાર મળી ગયા હતા કે પ્રભુ વત્સદેશમાં કૌશામ્બી પહોંચી ગયા છે.
મહારાજા શ્રેણિકે અભયકુમારને આજ્ઞા કરી, નંદા, ધારિણી અને બીજી રાણીઓને લઈ તે કૌશામ્બી જાય. રથોમાં જવાનું હતું. એટલે નાગ સારથિ જવાના જ હતા. સુલસાએ પણ રાણીઓની સાથે જવાનું નક્કી કર્યું. પ્રભુનાં દર્શન કર્યું ઘણો સમય થઈ ગયો હતો અને નંદીષેણના બધા સમાચારો જાણીને એનું હૃદય વ્યથિત હતું.
રાજગૃહીના રાજપરિવારે અને સુલસાએ વત્સદેશ તરફ પ્રયાણ કર્યું. પંથ લાંબો હતો, પરંતુ અભયકુમારની ધર્મચર્ચામાં સમય સારી રીતે પસાર થઈ જતો હતો.
અમે જ્યારે કૌશામ્બી પહોંચ્યાં ત્યારે સમવસરણમાં ભગવંતની ધર્મદેશના શરૂ થઈ ગઈ હતી. અમે સહુ દૂરથી પ્રભુને વંદના કરી યોગ્ય જગાએ બેસી ગયાં. દેશના સાંભળતાં સાંભળતાં હૃદય સંવેદનશીલ બની ગયું. હું જ મને કહેવા લાગી - “સુલસા, તને ખબર છે ને જીવન-નાટકનો પડદો એક દિવસ પડવાનો છે, અને આ પૃથ્વીનું દર્શન બંધ થવાનું છે. નીરવ એકાંતમાં જીવ, પોતાની નવી મુસાફરી શરૂ કરશે, અને આ આંખોને જોવાનાં દશ્યો ઉપર છેલ્લો પડદો પડી જશે.
અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને નિહાળવા તારાઓ જેમ આવતા હતા તેમ આવ્યા કરશે! પ્રભાતની મનોહારી રંગલીલા પ્રગટતી હતી તેમ પ્રગટશે, અને આનંદસાગરના અને વેદનાના સાગરના સંખ્યાતીત તરંગોથી ધરતી જેમ રેલાતી હતી તેમ રેલાયા કરશે.
મારા ક્ષણિક જીવનને જ્યારે હું આ અનંતના આરે ઊભેલું જોઉં છું ત્યારે મારી જીવનક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદૃશ્ય થઈ જાય છે અને મૃત્યુદીપના પ્રકાશમાં તારી હે પ્રભો! અનંત સૃષ્ટિમાં રહેલ અનંત
સુલાસા
For Private And Personal Use Only