________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પરમ પ્રિયતમ શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીર!
આપનાં પાવન ચરણકમલોમાં કૌશામ્બીથી શ્રાવિકા જયંતીનાં અનંત વંદન!
આપ અંતર્યામી છો. આપ શું નથી જાણતા? તો પણ મોટું ખોલીને કંઈ કહ્યા વગર તમારા સુધી મારો અંતરનાદ પહોંચતો નથી. તેથી આપની સામે મારું હૃદય ખોલી રહી છું. આપ જ્ઞાતા છો, દ્રષ્ટા છો...છતાં મારી વાતો લખીને હું હળવી થવા ચાહું છું. તમારા માટે શું અગોચર છે? તો પણ લખી રહી છુંમારા મનની વાતો. હૃદય ખોલીને કહેવાથી દુઃખ ઘટે છે. હૃદય ખોલી રહી છું ત્યારે બધું જ, મારા દોષ, દુર્બળતા..ભ્રમ બધું જ બહાર આવશે. ભૂલો કરતી રહી, ભૂલોથી ઉપર ઊઠી શકી નહીં. એટલે કદાચ મારે માટે મોક્ષપથ બંધ થઈ ગયો?
આટલા દિવસોની સંચિત મનોવેદના આજે આપનાં ચરણોમાં અર્થ બનીને વહી જવા દો! દુનિયા ભલે જાણી લે. હે મહાવીર! મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી મારા ભાવ અને ચિંતનને જડ કરશો નહીં, મારી સ્મરણશક્તિ નષ્ટ કરશો નહીં, કે મને મૃત્યુના હાથમાં અર્પિત કરશો નહીં.
લોકો મને કહે છે : “જયંતી! તું અતી સુંદર છે! અદ્ભુત છે! તેઓ મારા દેહની પ્રશંસા કરે છે. ગુરુકૃપાથી જાણું છું કે દેહ એ હું નથી. હું તો અનામી અરૂપી આત્મા છું...સત્-
ચિઆનંદ સ્વરૂપ છું. એટલે લોકો પ્રશંસા કરે છે ત્યારે હું મૌન રહું છું! પ્રભો! હું કૌશામ્બીના રાજા શતાનિકની બહેન છું. મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. મારી રંભાઉર્વશી જેવી ભાભી મૃગાવતી વિધવા બની ગઈ...મારો સંસાર પ્રત્યેનો રાગ ઓસરી ગયો. મેં લગ્ન કરવાની ના પાડી. મેં મૃગાવતીને ખૂબ આશ્વાસન આપ્યું. જીવનની ચંચળતા પ્રત્યક્ષ દેખાઈ. સુખોનું વિસર્જન પ્રત્યક્ષ જોવા
મળ્યું.
સુલાસા
૮૧
For Private And Personal Use Only