________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલવાનો દઢ સંકલ્પ કરવો જોઈએ.”
સલસાની બત્રીસ પુત્રવધૂઓ ઊભી થઈ ગઈ. પ્રભુને નમન કરી, મસ્તકે અંજલિ જોડી, પ્રથમ પુત્રવધૂ બોલી :
“હે પ્રભો! અમારું હૃદય અરણ્ય જેવું સૂકું થઈ ગયું છે. એના ઉપર કૃપા કરી એકાદ ઝાપટું વરસાવી દો પ્રભુ! ક્ષિતિજમાં દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી બધું કોરુંધાકોર દેખાય છે.
આપ પધાર્યા. આખી સરખી વાદળી વરસી ગઈ. એક ઠંડું ઝાપટું વરસી ગયું. અમારા નાથ! આ વ્યાપક જેવી મૂંગી આગને કોઈ રીતે તમે બુઝાવી દો. આ તીવ્ર આગ હૃદયને ભયંકર નિરાશાથી બાળી રહી છે, પ્રભો! તમારો પ્રેમ-સમુદ્ર અમારા ઉપર વહાવી દો. અમને તમારામાં સમાવી લો.”
સુલસા અને નાગ સારથિની અનુજ્ઞા પામી, બત્રીસે બત્રીસ પુત્રવધૂઓએ ભગવાન મહાવીરના ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. તેઓ આર્યા બની ગઈ. ભગવાને એ બત્રીસને, આર્યા ચંદનાને સોંપી એમનું યોગક્ષેમ કરવાનો ઉપદેશ આપ્યો.
સુવાસા મુગ્ધ થઈ ગઈ. એને કલ્પના પણ ન હતી કે એની બત્રીસ પુત્રવધૂઓ દીક્ષા લઈ લેશે.. “આ બધી મારા પ્રભુની લીલા છે...એમનો જાદુ છે..' સુલતાએ ઊભા થઈ, પ્રભુને નમન કરી કહ્યું : “હે મારા પરમ પ્રિય પ્રભુ! આજથી હું બધા જ અલંકારોનો ત્યાગ કરું છું.'
એક પછી એક અળગા કીધા સઘળા શૃંગાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? ઉરની ભાવનાની આડે આવે, અલંકારો કેમ એ ફાવે? જાય રે ડૂબી આતમની વાત, એનો રણકાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર ? પીગળી ગઈ પલમાં મારી, સમકિતીની ખુમારી ! વીર પ્રભુ! તવ ચરણોમાં બંધનનો નહીં ભાર, તનડા મારાને શા શૃંગાર? શા શણગાર? સરળ સીધું તવ ધ્વનિ જેવું, જીવવું મારે જીવન એવું
૧૫૨
સુલતા
For Private And Personal Use Only