________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઉપકાર કર્યો? ખરેખર, તમારી પાસેથી મને ‘શ્રદ્ધાનું' સાચું સ્વરૂપ જાણવા મળ્યું. પ્રીતિસભર, ભક્તિસભર શ્રદ્ધાની તમે સાક્ષાત્ મૂર્તિ છો સુલસા! પ્રીતિ-ભક્તિની સાથે સાથે તમારી પાસે સમ્યજ્ઞાન પણ છે...તમારી શ્રદ્ધા જ્ઞાનપૂત છે...છતાં તમે એટલાં જ વિનમ્ર અને વિવેકી છો. કહો, હું તમારી શી સેવા કરું? શી ભક્તિ કરું?
‘હૈ ભ્રાતા! આપણો સેવ્ય-સેવક ભાવ નથી. આપણો સંબંધ ભાઈબહેનનો છે. તમે મારા સહોદર સમાન છો. વળી, તમે પણ મારા પ્રભુના હૃદયમાં વસેલા છો! ત્યારે જ પ્રભુએ મારી પાસે તમને મોકલ્યા! મારું પરમ ભાગ્ય છે કે તમારા જેવા પ્રભુપ્રિય મને ભ્રાતારૂપે મળ્યા...
તમે ગુણોના ભંડાર તો છો જ, વિશેષ રૂપે ગુણાનુરાગી છો! તમે મહાન શક્તિઓના ધારક હોવા છતાં મારા જેવી શક્તિહીન નારીની પ્રશંસા કરો છો. પરંતુ તમે કરેલી બધી જ પ્રશંસાનાં પુષ્પો હું આપણા પ્રભુ વીરનાં ચરણોમાં ચઢાવી દઉં છું!
હવે ભોજનની વેળા થઈ ગઈ છે. ભોજન કરવા પધારો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસા સુંદર સુશોભિત આસન પર અંબડને બેસાડી, તેની સામે સોનામઢેલો પાટલો મુકે છે. સોનાની થાળીમાં ભોજન પીરસે છે. પાસે બેસીને આગ્રહ કરી કરીને વિભિન્ન પક્વાનો અને વિવિધ વ્યંજનોથી ભક્તિ કરે છે. એની આંખોમાંથી હેતની ધારા વહે છે. વાત્સલ્યની સરવાણી વહે છે.
ભોજન પૂર્ણ થતાં સુવાસિત તાંબૂલ આપે છે, કે જે બાર વ્રતધારી શ્રાવકને ખપે છે. અંબડ ભોજનાદિથી નિવૃત્ત થઈ કહે છે : ‘હે ભગિની! હવે મને વિદાય આપો...હું અહીંથી કાંપિલ્યપુર જઈશ.
અને એક વાત કહું? જ્યારે તમે મને યાદ કરશો, મારા શરીરે રોમાંચ પ્રગટશે દેવી! આ આપણો આત્માથી આત્માનો પ્રેમ જોડાર્યો છે.
૨૩૩
મારી બહેન, તમે મને યાદ કરશો કે હું આકાશમાર્ગે અહીં પહોંચી . જઈશ. એટલે હવે જ્યારે પણ વિશિષ્ટ ધર્મપુરુષાર્થ ક૨વાનો પ્રારંભ કરો ત્યારે ભૂલ્યા વિના મને બોલાવજો...
જોકે હું સંન્યાસી છું. સાતસો તાપસોનો ગુરુ છું. મારામાં હવે મોહમદ-માયા ને કામ રહેલાં નથી, હું સંસાર પ્રત્યે વિરક્ત છું. છતાં હે બહેન! હું તારા પ્રત્યે આસક્ત છું. તું મારા પ્રભુનાં પ્રાણોમાં વસેલી છે અને મારા હૃદયમંદિરમાં વસેલી છે માટે!
For Private And Personal Use Only
સુલસા