________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલા ગુણસ્થાનકે જ બાંધી લીધું હતું. ભગવંતે કહ્યું હતું.
જિનધર્મ તો શ્રેણિક પછી પામ્યા! અનાથિ મુનિના સંપર્કમાં આવ્યા અને જિનધર્મ પર શ્રદ્ધા થઈ. અનાથિ મુનિએ શ્રેણિક અને એના પરિવારને ભગવાન મહાવીરના પરિચયમાં લાવ્યા હતા. જો કે શ્રેણિકના પિતા રાજા પ્રસેનજિત ભગવાન પાર્શ્વનાથના ધર્મશાસનમાં શ્રાવક બનેલા જ હતા. અનાથિ મુનિએ શ્રેણિકને નિગ્રંથ પ્રવચનના અનુરાગી બનાવ્યા હતા. પછી તો ભગવાન મહાવીરના પ્રથમ પરિચયમાં જ તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થઈ ગયું હતું.
તેઓ શ્રદ્ધાવાન હતા, પરંતુ તપ-ત્યાગ અને સંયમનું પાલન નહોતા કરી શકતા. છતાં રાણી નંદા અને રાણી ચેલણાના સહવાસમાં શ્રેણિક સંયમમાર્ગના અનુરાગી બન્યા હતા. સમગ્ર મગધ દેશમાં ભગવાન મહાવીરના ઉપદેશનો પ્રસાર કરીને, લોકોને, પ્રજાને સદ્ધર્મ તરફ આકર્ષિત કરી હતી. પ્રજાને પ્રભુએ બતાવેલા મોક્ષમાર્ગ પર ચાલવા બધી અનુકૂળતા કરી આપતા હતા.
પ્રભુએ સમવસરણમાં આ વાત કહેલી કે “શ્રેણિક, તારે નરકમાં જવું પડશે, કારણ કે માંસાહારના પાપે તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યું છે.” પરંતુ આ રીતે સગો પુત્ર, અતિપ્રિય પુત્ર પિતાનો છલ-કપટથી નિગ્રહ કરી કારાવાસમાં નાખશે અને અતિ ક્રૂર બની પિતાને સવાર-સાંજ સો-સો ચાબુક મારશે! આ વાત પ્રભુએ કહી ન હતી. નહીં કહેવાનાં કોઈ ગુપ્ત કારણો હશે. જ્ઞાની પુરુષોના ભેદોને અજ્ઞાની કેવી રીતે જાણી શકે?
અતિપ્રિય વ્યક્તિ જ્યારે અચાનક શત્રુ બની જાય છે અને તન-મન પર પ્રચંડ પ્રહારો કરે છે, ત્યારની વેદના કેવી અસહ્ય હોય છે એ તો ભોગવનાર જ જાણે! શ્રેણિકને કોણિક ઉપર અતિ સ્નેહ હતો, કોણિકને શ્રેણિક પ્રત્યે જન્મથી જ રોષ હતો, વેરભાવ હતો. આ વાત ચેલણા જાણતી હતી, એટલે પુત્ર-કોણિકનો જન્મ થતાં જ એને ઉકરડામાં ફેંકાવી દીધો હતો. શ્રેણિકને એણે અનેકવાર સાવધાન પણ કર્યા હતા કે “કોણિક ઉપર અતિ વિશ્વાસ ન રાખો. એને વધુ સ્વતંત્રતા ન આપો...' પણ કોણિક તરફનો તીવ્ર રાગ, ચેલણાની સલાહની ઉપેક્ષા કરાવતો હતો. ચેલણાએ તો મને પણ અનેકવાર કહેલું કે “આ કોણિક કાળો નાગ છે...' ક્યારેક એના બાપને દંશ મારશે જ! અને એણે દંશ માર્યો.
સુલાસા
૧૮૭
For Private And Personal Use Only