________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘આવું બનવાનું હતું માટે બન્યું,' ‘આવી જ ભવિતવ્યતા હતી...', ‘નિયતિને કોઈ બદલી શકતું નથી...' આ બધી વાતોથી દુઃખમાં થોડું આશ્વાસન મળે છે એટલું જ. બાકી મનુષ્યે આવી ઘટનાઓમાંથી ભૂલો શોધી કાઢવી જોઈએ અને પુનઃ આવી ભૂલો ન થાય, એની સાવધાની રાખવી જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેલણાના કહેવા મુજબ, કારાવાસમાં સવાર-સાંજ ચાબુકના માર ખાતા શ્રેણિક સમતાભાવ ટકાવી શક્યા હતા! એમના મનમાં દ્વેષ કે ઉદ્વેગ જાગ્યા ન હતા, તો એ જ પ્રભુની કૃપા હશે. એ જ શક્તિ પ્રભુએ પોતાના એ પરમ ભક્તને આપી હશે? ‘મારો ભક્ત દુ:ખોમાં દીન ન બને અને સુખોમાં લીન ન બને.' આવું કંઈ ભગવાનના જ્ઞાનનું કિરણ શ્રેણિકને મળી ગયું!
ભગવાનના શ્રીમુખે મેં સાંભળ્યું છે કે ક્ષાયિક સમકિત જીવ નરકમાં પણ ઘોર દુઃખો સમતાભાવે ભોગવે છે! સમતાભાવે દુ:ખો સહન કરવાથી કર્મોની નિર્જરા-નાશ થઈ જાય છે. શ્રેણિક હજારો-લાખો વર્ષ સુધી નરકનાં ઘોર દુઃખો સમતાભાવે ભોગવીને કર્મોનો નાશ ક૨શે! પછી તેઓ નરકમાંથી નીકળીને તીર્થંકર થશે!
ફરીથી હું જ્યારે રાજમહેલમાં રાણી ચેલણાને મળવા ગઈ, ત્યારે મેં એને ઘોર ઉદાસીનતામાં ડૂબેલી જોઈ. એણે બધા જ અલંકારોનો ત્યાગ કર્યો હતો. શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. એના લલાટમાં તિલક ન હતું. એણે મને આદર આપ્યો. પોતાની પાસે બેસાડી.
૧૮૮
તેણે કહ્યું : ‘કદાચ હવે કોણિક રાજગૃહીમાં નહીં રહે. એ નવી રાજધાની વસાવવા વિચારે છે...’
‘કેમ?’
‘હવે એને પિતૃહત્યાનું પાપ ડંખે છે!'
‘કેવી રીતે?’
એવો એક પ્રસંગ બન્યો હતો. આ વાત છે મહારાજાના મૃત્યુ-દિવસની કોણિક જમવા બેઠો હતો. એના ડાબા સાથળ ઉપર એનો પુત્ર ઉદયન બેઠો હતો. તેણે ભોજનના થાળમાં મૂત્રની ધારા કરી. એ ધારા ભોજન ઉપર પડી. ‘પુત્રના પેશાબના-વેગનો ભંગ ન થાઓ,' એમ ધારી કોણિકે પોતાનો સાથળ હલાવ્યો પણ નહીં. બોલવા લાગ્યો. ‘પુત્રવાત્સલ્ય આવું હોય.'
સુલસા
For Private And Personal Use Only