________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘હે પ્રભો! હવે આ જીવન નશ્વરતાના મહાસાગર સમું લાગે છે. અર્થશૂન્ય કલહના અનંત અર્ણવ સમું ભાસે છે...હૃદયમાં આકાશ જેટલો શૂન્યાવકાશ પથરાઈ ગયો છે...' નંદીષેણની આંખોના બંધ તોડીને વૈરાગ્યનું મહાપૂર અશ્રુરૂપે વહેવા લાગ્યું.
શ્રેણિક નંદીષેણ પાસે આવ્યા : ‘વત્સ! ચારિત્રના માર્ગે બેધડક જા! પ્રભુના શરણે નિઃસંકોચપણે જા!'
પ્રભુએ નંદીષેણને દીક્ષા આપી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતાનોના સહવાસમાં અમારા ઘરમાં સ્વર્ગ ઊભું થઈ ગયું હતું. મારો, સારથિનો અને વસંતસેનાનો પૂરો સમય બાળકો સાથે ૨મવામાં અને એમની કાલીઘેલી બોલી સાંભળવામાં તેમજ તેમની સાથે વાતો કરવામાં પસાર થતો હતો. બાળકો નાનાં હતાં પણ સમજદાર હતાં! દેવનાં દીધેલાં હતાં ને!
બત્રીસે બત્રીસ પુત્રો, ગાયોનું દૂધ અને ફળો ખાઈને મોટા થતા હતા. હું એમના પથ્ય આહારનો પૂરો ખ્યાલ રાખતી હતી. હવેલીની અગાસીમાં સનનન અવાજ સાથે વહેતો પવન જાણે ઘૂઘરા વગાડીને એમને રમાડતો હતો. ધાત્રીઓના નીરસ વૃદ્ધ જીવનમાં પણ પ્રેમની કૂંપળો ફૂટી હતી. એ કુમારો સાથે રમતી. ઉપર નીલગગન અને નીચે હરિયાળું ઉઘાન! મને મારા જ ભાગ્યની ઈર્ષ્યા થવા લાગી. સૌન્દર્ય, સંપત્તિ, કીર્તિ કરતાં ય સ્ત્રીને પોતાનાં સંતાન અધિક પ્રિય હોય છે. બે સુંવાળા હોઠથી બાળક સ્તનપાન કરે છે, ત્યારે સ્ત્રીને જીવન ધન્ય લાગે છે. માતૃત્વ એ જ સ્ત્રીની તૃપ્તિ હોય છે.
૪૭
હું સુખના શિખર પર છું. જીવન એ સુખ-દુઃખના તડકા-છાંયડાની રમત છે. અમારી ગોદમાં રમતાં બાળકોને જોઈ સારથિ પોતાને પરમ સુખી માને છે.
બાળકો મોટાં થવા લાગ્યાં. વનમાં નિર્ભયપણે ફરવા લાગ્યાં. ગમે ત્યાં તેઓ ચાલ્યાં જાય. એમને રમવા માટે વૈભારગિરિ નાનો પડવા લાગ્યો. મનુષ્યનું જીવન એની આસપાસની પરિસ્થિતિ પર અવલંબે છે. જેવી સોબત મળે એવું એનું જીવન ઘડાય. નાનું બાળક અનુક૨ણશીલ હોય છે. માતા-પિતાના સંસ્કાર ઉપરાંત એમનું સંસ્કારઘડતર વિશેષ મહત્ત્વનું હોય છે.
For Private And Personal Use Only
સુલસા