________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોળાયેલી, ચૂંથાયેલી કે કાબરચીતરી ન જ હોય.'
સુલતાને મુનિરાજનાં વચનોથી શાન્તિ મળી. તેનો શોક તો હળવો થયો. છતાં એ નાગ સારથિને ભૂલી શકી નહીં. તે વિચારે છેઃ
સ્ત્રીનું જીવન એ પતિના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પણ કરેલું એક કમળપુષ્પ છે. પતિનું સુખ એ પોતાનું સુખ. પતિની અર્ધાંગના બની રહેવાના પવિત્ર સોગંદ સપ્તપદીના મંગલ અવસરે અગ્નિદેવની સાક્ષીએ લીધા હતા, આથી એને અધગના કહે છે. હું મારા પતિને સુખના શિખર પર રાખવાનો સતત પ્રયત્ન કરતી હતી. હું ખૂબ ભાગ્યશાળી હતી. ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું મારા પતિનું રૂપસૌન્દર્ય હતું ને એથીય અધિક એ દિલના વિશાળ હતા. પોતાના સંપર્કમાં આવતી પ્રત્યેક વ્યક્તિને પ્રેમ-સ્નેહ આપવાનો તેમનો સ્વભાવ હતો. જોકે તેમને પોતાના રૂપનું સહેજે અભિમાન ન હતું. તેઓ મહારાજા પ્રસેનજિતના પ્રીતિપાત્ર સારથિ હતા, છતાં તેમની નમ્રતા જોઈને મારું હૃદય ગર્વ અનુભવતું. સુંદર અને સગુણી પતિ માટે કઈ સ્ત્રીને ગર્વ ન હોય! વિશાળ વટવૃક્ષ પર ઊગેલી વેલનું જીવન નશ્ચિત, નિર્ભય અને સુખી હોય છે તેવું જ જીવન મારા પતિના સહવાસમાં મારું હતું. અમારા જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાતો આવ્યા છે, ત્યારે એવે વખતે એમના ખભે માથું ટેકવી દેવાનું મને મન થતું હતું. સૌ સાથેના સંબંધો શ્રદ્ધાથી જાળવે અને સાથે મારા પ્રત્યેના પ્રેમમાં સહેજ પણ ઊણપ ન આવવા દે એવા પતિ મેળવી હું ખૂબ ભાગ્યશાળી થઈ હતી. મારા જનમોજનમનાં પુણ્ય ફળ્યાં હતાં. એમની પત્ની હોવાના લીધે કેવળ એમના કુટુંબીજનોએ જ મારા પર પ્રેમ વરસાવ્યો નહોતો, પરંતુ મહારાણી નંદા, ધારિણી અને ચલણા – સૌએ મને પ્રેમમાં તરબોળ કરી દીધી હતી. મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર મને સગી બહેનથી અધિક માનતા હતા. આ બધું કેવળ મારા પતિના કારણે હતું. આથી જ હું નિરંતર એમને સુખી રાખવા તત્પર રહેતી હતી. તેઓ એક પણ દુઃખદ ઘટનાનો મને અણસાર આવવા દેતા નહીં. પોતાના લીધે બીજાને દુઃખ પહોંચે એવું તેઓ કદી વિચારી પણ શકતા નહીં.
જ્યારે મહારાજા શ્રેણિક અને અભયકુમાર નિરાશ વદને અમારે ઘેર આવ્યા હતાં ત્યારે મેં ચિંતાતુર સ્વરે પૂછયું હતું : “આપણા બત્રીસ પુત્રો ક્યાં?' મારી આંખોમાં આંખ પરોવતાં એમના ગળે ડૂમો ભરાઈ આવ્યો
૨૦૬
સુલાસા
For Private And Personal Use Only