________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધું દિવ્ય દૃશ્ય જોઈ રહ્યા હતા. ક્યારેક તેઓ પ્રભુ સામે જોતા તો ક્યારેક જમાલિ અને પ્રિયદર્શના સામે જોતા! તેમના મનમાં પ્રશ્ન ઊઠ્યો જ હશે કે આવાં સુંદર, સુખી અને યુવાન સ્ત્રી-પુરુષો કેમ સાધુ-સાધ્વી બનતાં હશે?' મારે પાછા ઘેર જઈને એમના મનનું સમાધાન કરવું પડશે. તેમના માટે આ સમવસરણની સૃષ્ટિ નવી નવી હતી. આ ત્યાગ... વૈરાગ્ય... દીક્ષા... વગેરે વાતો અજાણી હતી, છતાં આ બધી વાતો જાણવી, સમજવી એમના માટે આવશ્યક હતી.
જમાલિ અને પ્રિયદર્શનાની દીક્ષાઓ થઈ ગઈ. અમે ભગવંતને વંદના કરી, સ્તવના કરી અને પાછા રાજગૃહી જવાની અનુજ્ઞા માગી.
અમારો રાજગૃહીનો માર્ગ “પ્રિયદર્શનાના વિચારોમાં જ પૂરો થયો. સાથે સાથે દેવી યશોદાનો પણ વિચાર આવ્યો.. પરંતુ એ વિચારમાં આગળ અંધારું હતું. પ્રિયદના મન પર, ચિત્ત પર છવાયેલી રહીં. મને મારી જાત ખૂબ નિર્બળ લાગી. ચારિત્ર લેવા માટે જે વિર્ય ઉલ્લસિત થવું જોઈએ. તે થતું ન હતું. અનેકવાર આ માટે મેં માનસિક વેદના અનુભવી છે...પરંતુ મારા રાગ -દ્વેષનાં બંધનો તૂટતાં નથી. સંસારને અસાર, ક્ષણભંગુર, કારાવાસ અને દાવાનલ સમજવા છતાં એમાંથી મુક્ત થવાનો ઉલ્લાસ હૃદયમાં ઊલસતો નથી. આ વાતનું મેં ભારે દુઃખ અનુભવ્યું છે.
અમે રાજગૃહી આવી ગયાં.
એક દિવસ મારા બત્રીસે બત્રીસ પુત્રોએ, નગરનાં બીજાં બાળકોને ભેગાં કરીને નગરની બહાર મેદાનમાં રાજસભાની રમત રમવાનું આયોજન કર્યું. તુક્કો સૂઝયો હતો મારા જ્યેષ્ઠ પુત્ર અગ્નિજિતને! ખરેખર બાળક એ પ્રતિસૃષ્ટિનું નિર્માણ કરનાર બાળક નથી શું? તે દિવસે બધાંએ ભેગાં મળીને રાજસભાનું દશ્ય ઊભું કર્યું હતું. હૃષ્ટપુષ્ટ બાળકોએ રાજસભામાં કોશપાલ, અશ્વપાલ, અમાત્ય, સચિવ વગેરે પ્રતિષ્ઠિત પાત્રો ભજવવાનું પસંદ કર્યું હતું. રાજસભાની જાણકારી તેમણે ક્યાંથી મેળવી હશે?
મેદાનમાં એક ખાસ્સો મોટો પથ્થર હતો. એને રાજસિંહાસન બનાવ્યું હતું. મારો પુત્ર અગ્નિજિત એમાં સેનાપતિ હતો. તે મેદાનમાં આવ્યો કે બધાંએ જોરશોરથી કોલાહલ મચાવી દીધો. અગ્નિજિતને બોલાવો,
૯૨
સુલાસા
For Private And Personal Use Only