________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુની ગર્જના જેવો કોઈ અવ્યક્ત ધ્વનિ સંભળાવા લાગ્યો..રાજાને અને સહુને પીડાકારી ધ્વનિ સાંભળીને ભય લાગ્યો. તેમના કાન ઊંચા થઈ ગયા. બ્રાહ્મણે કહ્યું : “રાજનું, આકાશ અને પૃથ્વીને થરથરાવતો સાગરનો ધ્વનિ સાંભળો. એ ધ્વનિ પ્રયાણ સૂચક ભંભાના ધ્વનિ જેવો છે. પુષ્પરાવર્ત વગેરે મેધો સમગ્ર પૃથ્વીને ડુબાવી દે છે. તે સમુદ્ર પોતે મર્યાદા છોડીને આ પૃથ્વીને ડુબાવતો આવે છે. જુઓ, આ સમુદ્ર ખાડાઓ ભરી દે છે, વૃક્ષોને ઉખેડી નાખે છે, પર્વતો ઉપર ફરી વળે છે.'
જોતજોતામાં મૃગતૃષ્ણાના જળની જેમ દૂરથી ચારેય તરફ વ્યાપ્ત થતું પાણી પ્રગટ થયું. અહો! જુઓ, અંધકારની જેમ સમુદ્રના જળથી શિખરપર્યત પર્વતો ઢંકાઈ જાય છે. આ બધાં વન જાણે પાણીએ ઉખેડી નાખ્યાં હોય તેવાં દેખાય છે. સર્વ વૃક્ષો પાણીમાં વિવિધ પ્રકારનાં મત્સ્ય જેવાં લાગે છે. હમણાં જ આ સમુદ્ર પોતાના પાણીથી ગામ, નગર, ખાણ વગેરેને ડુબાડી દેશે. અહો! ભવિતવ્યતાને ધિક્કાર હો..પિશુન પુરુષો જેમ સગુણોને ઢાંકી દે તેમ ઉછંખલ સમુદ્રના પાણીએ નગરનાં બાહ્ય ઉદ્યાનો ભરી દીધાં, હે રાજનું, સમુદ્રનું જલ હવે ઊંચું ઊછળી ઊછળીને કિલ્લાને અથડાવા લાગ્યું છે. હવે એ કિલ્લાનું ઉલ્લંઘન કરી તે નગરમાં પ્રવેશ કરે છે. જુઓ, જુઓ, સમુદ્રના પ્રચંડ જલથી બધાં મંદિરો અને મહેલો ભરાવા લાગ્યાં છે. હવે તે રાજનું, એ પાણી તમારા ગૃહદ્વારમાં આવે છે. તે પૃથ્વીપતિ, જળમાં ડૂબી ગયેલા નગરનો જાણે અવશેષ ભાગ હોય તેવો આ તમારો મહેલ બેટ જેવો દેખાય છે!
હવે પાણી મહેલના દાદર ઉપર ચઢે છે. પહેલો માળ પાણીથી ભરાઈ ગયો. બીજો માળ ભરાઈ રહ્યો છે...અને ત્રીજા માળ પર ઘૂઘવાતાં પાણી ચઢી ગયાં છે. અરે! ક્ષણવારમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો માળ પાણીથી ભરાઈ ગયો...ચોતરફથી આ મહેલની આસપાસ પાણીનું દબાણ વધ્યું છે. હવે માત્ર અગાસી બાકી છે.. હે રાજન! આ પ્રલય થયો! ક્યાં છે તમારા પેલા વાયડા જ્યોતિષીઓ?
રાજા અતિ આકુળ-વ્યાકુળ થઈ ગયો. તેણે પાણીમાં પડી પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો. તેણે અગાસીમાંથી અગાધ જલરાશિમાં ઝંપાપાત કર્યો!
પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાને સિંહાસન પર બેઠેલો જોયો! ક્ષણવારમાં સમુદ્રનું પાણી ક્યાંક ચાલ્યું ગયું! રાજા વિસ્મયના સાગરમાં તરવા લાગ્યો.
સુલાસા
૧૩૫
For Private And Personal Use Only