________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારી નાસિકા સાથે પોતાની સરખામણી કરતું તિલપુષ્પ, હસીને વિકસ્વર થઈને ખરી પડ્યું! તારી નાસિકાની ઈર્ષ્યા કરીને એટલે ખરી પડ્યું! તિલપુષ્પ જેવી તારી સરળ અને સુંદર નાસિકા છે!
તારા હોઠ કેવા સુંદર, લાલ અને કોમળ છે! પ્રવાલ લાલ હોય પણ કઠિન હોય છે. બિંબફળ કોમળ હોય છે પણ કાંતિમાન-સુંદર નથી હોતાં. એટલે પ્રવાલ સાથે કે બિંબફળ સાથે તારા હોઠને સરખાવી ન શકાય.
સુલતા! મારી પ્રિય સખી! તારા મુખની સરખામણી હું ચન્દ્ર સાથે ન કરું! કારણ કે ચન્દ્ર કલંકિત છે. વળી તેની આકૃતિ કાયમ એકસરખી નથી રહેતી. પક્ષ અનુસાર વધઘટ થાય છે ને દિવસે તો તેની કાંતિ સાવ ઝાંખી થઈ જાય છે! જ્યારે તારું મુખ તો સદૈવ નિર્મળ, નિષ્કલંક, ગોળાકાર અને ઉજ્જવલ છે!
તારો કંઠપ્રદેશ કેવો ત્રણ રેખાથી અલંકૃત છે! મનોહર અને મધુર સ્વરવાળો છે! તેથી જ કદાચ પેલો શંખ, દુર્જનની જેમ બહારથી ઊજળ અને અંદરથી વાંકો થઈ ગયો છે!
સુલતા! તારી બંને હથેળીઓ, પદ્મરાગમણિથી પણ વધારે લાલાશવાળી છે! રક્તકમલ તો તારા હાથનાં તળિયાંની સામે તુચ્છ છે...એ પડ્યું જલાશયમાં!
અને મારી સખી! એક ખાનગી વાત કહું? તારા બે કઠિન, પુષ્ટ અને ગોળ સ્તનોની સાથે વિવાદ કરવા આવેલા માટીના ઘડાઓ બિચારા હારી ગયા...કોધથી લાલ-લાલ થઈ ગયા.છતાં હજુ તેમને નિરંતર પાણી ભરવું
કેવી તારી પતલી કમર છે! તારી પતલી કમર સામે સિંહ, વેદિકા અને વજની કૃશતા કોઈ વિસાતમાં નથી. તે એ ત્રણેય ઉપર વિજય મેળવ્યો છે એટલે તારા પેટ ઉપર ત્રણ રેખાઓ શોભે છે!
તારો નિતંબ ભાગ કેવો વિશાળ છે! તારી સાથળ કેવી સુઘન અને કોમળ છે! તારી ચાલ ગજગામિની છે, હંસગામિની છે! તારાં ચરણ કેવાં કોમળ અને સુંદર છે.
દેવી! મારી સખી! હું માનું છું કે જગતમાં જે સારભૂત શ્રેષ્ઠ તત્ત્વો છે તે લઈને વિધાતાએ તારા શરીરનાં અંગોપાંગોનું ઘડતર કરેલું છે! માટે તું રૂપલાવણ્યથી સર્વાગ સુંદર છે!
સુલતા
For Private And Personal Use Only