Page #1
--------------------------------------------------------------------------
________________
અનુભવ-વાણી
ગાંધી પ્રાણજીવન દુગાવિંદદાસના લેખાના સગ્રહ
SITATI
સાઠંક
ગાંધી બિપિનકુભાઈ પ્રાયવસી નાણા
A
પ્રકાશકે
મનસુખલાલ હેમચ’૪ સધવી
”
Page #2
--------------------------------------------------------------------------
________________
અનુભવ-વાણી
(ગાંધી પ્રાણજીવન હરગોવિંદદાસના લેખોના સંગ્રહ )
પુસ્તક ૧ લુ
સોંપાદક : બિપિનકુમાર પ્રાણજીવન ગાંધી
คล
પ્રકાશક :
મનસુખલાલ હેમચંદ સધવી
પ્રસ્તાવના :
શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : મનસુખલાલ હેમચંદ સંઘવી c/o ન્યુ એસોસીએટેડ મશીયલ એન્ટરપ્રાઈઝ પ્રા. લિ. ખંડેલવાલ ભુવન, હર્નબી રેડ, મુંબઈ ૧
સંવત ૨૦૧૭]
[ ઈ. સન ૧૯૬૧
પહેલી આવૃત્તિ
પ્રતિ ૧૦૦૦ મૂલ્ય બે રૂપીઆ
મુદ્રક :
ગિરધરલાલ ફુલચંદ શાહ
સાધના મુદ્રણાલય, દાણાપીઠ–ભાવનગર
Page #4
--------------------------------------------------------------------------
________________
અર્પણ જેમની પુનિત છત્રછાયામાં રહીને
મેં જે કાંઈ પ્રાપ્ત કર્યું છે. અથવા હું જે કાંઈ છું
તે સર્વસ્વ.............. પરમ પૂજ્ય, પરમ ઉપકારી
માતા-પિતાને સમર્પણ,
માનવજીવનની મહત્તા છે મનુષ્યજીવન આ સૃષ્ટિમાં સર્વોત્તમ છે. તેનું સુચારુ ઘડતર અને સદુપયોગ એ જ તેની સુવાસ અને સર્વસ્વ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન મનુષ્યજીવનનું અવલોકન કરતાં એ સ્પષ્ટ જણાઈ આવે છે કે સૃષ્ટિ જેમ વિશાળ અને ચિત્રવિચિત્ર છે તેમ તેમાં વસનારા મનુષ્યના જીવનમાં પણ ઘણું વૈવિધ્ય હોય છે. ભાગ્ય અને પુરૂષાર્થના ચક્રોની ગતિ ઘણી વખત એક જ દિશામાં થવાને બદલે ઉલટી દિશામાં થતી હોય છે. બધો વ્યવહાર જ્યારે આપણી ઇચ્છા મુજબ અને અનુકૂળ રીતે ચાલતો હોય છે ત્યારે માણસને સુખ, સંતોષ અને શાંતિ થાય છે. પરંતુ મનની ચંચળતા એટલી તિવ્ર અને ઝડપી હોય છે કે તે મન અનેક તર્કવિતર્ક કરે છે અને તે પાર પાડવા આકાશપાતાળ એક કરે છે. પરંતુ બધાને બધા સમયે બધી અનુકૂળતા હોતી નથી કે મળતી નથી. ઘણાના માર્ગમાં ખાડા ટેકરા કે ઝાડી ઝાંખરા નડતા જ હોય છે. આને માટે ઘણું ભાગ્યને કે પૂર્વકૃત કર્મોને દેશ દે છે. છતાં માણસ જે હતાશ કે નાસીપાસ ન થાય અને દઢ નિશ્ચય કરી પ્રબળ પુરૂષાર્થ ચાલુ રાખે તો તેને સફળતા અવશ્ય મળે છે જ.
મેં કહ્યું? કે ભાગ્યે કર્યું? આ પ્રશ્ન દરેક સમયે જીવનમાં દરેકને ઉપસ્થિત થાય છે. મેં કર્યું, એમાં અભિમાનની છાયા છે. ભાગ્યે કર્યું – એમાં માણસની સરળતા છે. બીજાઓની સહાય અને શુભેચ્છાથી હું સફળ થયે એમ જે માને તેનામાં પ્રભુપ્રેરિત પારમાર્થિક ભાવના હોય છે.
જે મનુષ્ય શુભેચ્છાનું વૃક્ષ વાવે છે તેને એટલાં બધાં સુંદર ફળે થાય છે કે તેને ઉપગ સૌ કાઈ કરે છે, છતાં તે ફળ ખૂટી જતાં નથી.
ભાઈશ્રી પ્રાણજીવનદાસની સાથે મારે સંબંધ બહુ જ ઘનિષ્ઠ છે. તેમને હું એક સ્નેહી, મિત્ર અને વડિલ તરીકે માનું છું. તેમના જ્ઞાન, બુદ્ધિ, અનુભવ અને સહૃદયતાથી પ્રેરાઈને તેમના લેખો દરેક વર્ગને માર્ગદર્શક અને પ્રેરણાદાયી અવશ્ય થશે તે હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરવાની મને જે તક મળી છે તે માટે હું ગૌરવ અનુભવું છું. ઘાટકોપર, મુંબઈ ૭૭ . .
.. મનસુખલાલ હેમચંદ સંઘવી તા. ૨૧-૧-૧૯૬૧
Page #6
--------------------------------------------------------------------------
________________
શાણિક
વિભાગ પહેલો : સામાજિક
પાના ૧ શ્રાવક-શ્રાવકિને સાચો ઉકઈ સાધવાની યોજના ૧-૭ ૨ શ્રાવક-શ્રાવકિ ક્ષેત્રને સર્વાગી વિકાસ કરે ૮-૧૦ ૩ સાધુ–સમાજના ચરણે
૧૧-૧૪ ૪ સાધુ-સાધ્વીજીના વિહાર અંગે સંઘોએ વિચારવા જેવું ૧૫-૧૮ ૫ સમાજની સામાજિક સંસ્થાઓને અને હિતચિંતકને ૧૮-૨૬ ૬ સંસ્થાઓની સંખ્યામાં સંયમની જરૂર નથી ? ૨૬-૩૦ ૭ ગચ્છભેદ અને સંઘભેદ દૂર થઈ શકે? ૮ સૂતેલા સંધને તથા સમાજને
૩૩-૩૬ ૯ સમાજને સાચે વિકાસ અને પ્રગતિ શેમાં?
૩૬-૩૯ ૧૦ સાધન, શક્તિ અને સંયમ સાચવી રાખતા શીખે ૪૦-૪૨ ૧૧ સમાજજીવન અને જૈનોનું સંગઠન ૧૨ ચતુર્વિધ સંઘ માટે ભાવીની ભયંકર આગાહી ૪૫-૪૯ ૧૩ મહત્સવ અને મહાપૂજન અંગેની વિચારણું ૪૯૫૨
૩૦–૩૩
૪૨-૪૫
Page #7
--------------------------------------------------------------------------
________________
[ 6 ]
પાના
વિભાગ બી : વ્યાવહારિક
૧ આવકની મર્યાદામાં રહી જીવન જીવવાને ઉપાય ૫૩-૫૬ ૨. સમાજને બેકારીનો પ્રશ્ન
પ૬–૧૯ ૪ લગ્નની મોસમના મહત્વના બધપાઠ
૬૦–૭૨ ૫ સક જાવ, વિચાર કરે અને પછી આગળ વધે...! ૭૩-૭૮ મરણની સાદડી, ઉઠમણું અને સ્ત્રીઓમાં
હોં વાળવાનો રિવાજ ૭૮-૮૧ ૭ મૃત્યુ પછીનો વહેવાર કેવો હોવો જોઈએ ?
૮૧-૮૪
વિભાગ ત્રીજે : આર્થિક વિભાગ
૧ જૈન સમાજની આર્થિક સમસ્યા ૨ ગામડાને ઉત્કર્ષ કેમ થઈ શકે ? ૩ બેકારી નિવારણ અને આર્થિક વિકાસ
| ૮૫-૯૦
૯૦-૯૫ ૯૫–૯૯
વિભાગ ચેાથે : વ્યાપારિક વિભાગ * ૧ જેને માટે વેપાર-ધંધા અને હુન્નર
ઉદ્યોગની વ્યવહાર યોજના ૧૦૦–૧૨૦ ૨ ધંધાનું ઉત્તમ અને અનુકૂળ ક્ષેત્ર
૧૨૧-૧૨૨ ૩ ગામડામાં રેજી ભાટે શું થઈ શકે? : ૧૨૩–૧૨૯ ૪ વેપારી આલમ માટે આદર્શ સમાજરચના ૧૨૯–૧૩૧ ૫ ધંધામાં વધુ મહત્ત્વનું શું ?
- ધન, કામ, અનુભવ કે ગણતરી ? - ૧૩૩-૧૩૪ ૬ મંદીમાંથી વેપારીઓએ શીખવાને બોધપાઠ ૧૩૫–૧૩૯
Page #8
--------------------------------------------------------------------------
________________
[ ૭ ]
પાતા
૭ હિંદના હુન્નર ઉદ્યોગના વ`માનકાળ અને ભવિષ્યકાળ ૧૩૯–૧૪૨
૮ વેપાર ધંધામાં દલાલેાની સ ંખ્યા
અને દલાલીનુ ધારણ
૯ વેપાર અને વેપારીએની સમસ્યા
વિભાગ પાંચમા : આરોગ્ય વિભાગ
૧ આરેાગ્ય અને ઉન્નતિ
૨ નાની પણ ઉત્તમ શિખામણ
૩ સ્વાસ્થ્યની પ્રશ્નોત્તરી
૧૪૩-૧૪૭
૧૪૭–૧૬૭
૧૬૮-૧૭
૧૭૧ ૧૭૨
૧૭૩–૧૭૬
૪ આરાગ્યની દૃષ્ટિએ જન્મ, જીવન, માંદગી અને મરણ ૧૭–૧૮૩
૫ ધ અને આરોગ્ય
૧૮૩–૧૮૫
૬ હવાફેરનાં સ્થળેા અને સ્થાને
૧૬-૧૮૭
૭ સ્વાસ્થ્ય
૧૨૭–૧૮૯
૮ શરદી અને તેના ઉપાયા
૧૮૯-૧૯૧
૯ માંદગીના ફફડાટ અને ખોટા સ ંતાપ
૧૯૧–૧૯૫
૧૯૫-૧૯૭
૧૦ શરીર સુખાકારી ૧૧ હૈયા ઉકેલ
૧૯૭–૧૯૯
વિભાગ છઠ્ઠો : સાંસ્કારિક વિભાગ
૧ પાયાના સંસ્કાર
૨ ભાગ અને ઉપભાગનું નિયમન
૩ શુદ્ધ અને સાત્વિક જીવન
૪ જીવનના સમ
૨૦૦-૨૦૧
૨૦૨-૨૦૪
૨૦૫–૨૦૭
૨૦૮–૨૧૧
Page #9
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
પાના
૨૧૧–૨૧૪
૫ જીવનમાં સુખી કેમ થવું ? ૬ શરીર, બુદ્ધિ અને મન ૭ ક્રોધવશ ધમધમે ! ૮ સમતા અને મમતા ૯ જીવન શુદ્ધિ ૧૦ શ્રમ અને પરિશ્રમ ૧૧ મનુષ્ય જીવનનું ગણિત શાસ્ત્ર ૧૨ સ્વાધીનતા, શાંતિ અને સુખ ૧૩ જીવનની પગદંડી ૧૪ મન, વચન અને કાયાની શુદ્ધિ ૧૫ આત્મજાગૃતિ ૧૬ સંસારલીલા અને મુક્તિ
૨૧૫–૨૧૭ ૨૧૮-૨૨૨ ૨૨૩-૨૨૫ ૨૨૫-૨૨૮ ૨૨૮-૨૩૨ ૨૩૨-૨૩૪
૨ ૩૫–૨૩૭
૨૩–૨૪૨ ૨૪૨–૨૪૩ ૨૪૩–૨૪૫ ૨૪૬-૨૪૮
Page #10
--------------------------------------------------------------------------
________________
[[વળ
શ્રી પ્રાણુવનદાસ ગાંધીની લેખન પ્રવૃત્તિના પરિણામે કેટલાક અવાડિક અને માસિકામાં તેમણે લખેલાં અભ્યાસ અને અનુભવપૂ લેખાને સંગ્રહ અનુભવ–વાણી 'ના રૂપમાં પ્રગટ થાય છે. આ સંગ્રહમાં તેમના લેખાના મુખ્યત્વે છ વિભાગેામાં સમાવેશ કરવામાં આવ્યેા છે. સામાજિક, વ્યાવહારિક, આર્થિક, વ્યાપારિક, આરોગ્ય અને સાંસ્કારિક વિભાગમાં આ બધા લેખા આવી જાય છે.
6
અહિંઆ બધા લેખાનું મૂલ્યાંકન કરવાને ભારે। આશય નથી, પરંતુ તેમના બધાં લેખા વાંચતાં મારી પર જે છાપ પડી છે તે વિષે જ હું કાંઇક કહેવા ઈચ્છુ છુ.
આરાગ્ય વિભાગના લેખાને બાદ કરતાં, ખીજા વિભાગેાના લેખા મુખ્યત્વે જૈન સમાજને સ્પર્શતાં પ્રશ્નોને લગતા છે. છેલ્લા પંદર વરસાથી જૈન સમાજની વિધવિધ સેવા કાર્યો કરતી સંસ્થાઓમાં શ્રી પ્રાણજીવનદાસ ગાંધી સક્રિય રસ લે છે, અને ધંધાના વ્યવસાયમાંથી લગભગ નિવૃત્ત થઈ ગયા છે.
સામાજિક વિભાગના લેખામાં જૈન સમાજ અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તે સમજી શકાય છે; તેમજ શ્રાવક શ્રાવિકાના ઉષ અને વિકાસ સાધવાની વિવિધ યાજના, દેવદ્રવ્ય
Page #11
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
અને સાધારણ દ્રવ્ય અંગેની મહત્વની બાબતા, તેમ જ શ્રમણુ સધ અંગેની કેટલીક મહત્વની બીનાએ પર સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. દેશકાળને અનુસરી ઉજમણા અને ધાર્મિક ઉત્સવામાં શુ શું ફેરફાર કરવા જરૂરી અને યાગ્ય છે, તેમ જ સમાજસેવા કરતી વિધવિધ સ ંસ્થાઓની સંખ્યા કરતાં તેની સંગીનતાની કેટલી આવશ્યકતા છે, તેને સરસ ખ્યાલ આપવામાં આવ્યા છે.
વ્યાવહારિક અને આર્થિક વિભાગના વિધવિધ લેખામાં જીવન કઇ રીતે જીવવુ જોઇએ, તેમ જ સમાજમાં પ્રવર્તતી એકારી અને ગરીબાઈના નિવારણ અર્થે શાં શાં પગલાં લેવાં જોઇએ, તેની સુંદર સમજણુ તેમ જ તે અંગેના વ્યવહારુ સૂચને આપવામાં આવ્યાં છે.
વ્યાપારિક વિભાગમાં ધંધા અને હુન્નર ઉદ્યોગ પરત્વેના અભ્યાસ અને અનુભવપૂર્ણ લેખેા છે. શહેરાના વિકાસની સરખામણીમાં ગામડાની પરિસ્થિતિ સુધરી નથી, પણ દિનપ્રતિદિન બગડતી જાય છે. દરેક બાબતમાં સરકાર પર આધાર રાખી નિરાધાર સ્થિતિમાં રહેવાં કરતાં, માણસે પાતે પ્રયત્ન કરી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા જોઇએ. લેખકે આ સંબંધમાં સાચું જ કહ્યું છે કે “ સાચા પુરુષા તા દરેક વ્યક્તિએ પેાતે કરવા જોઇએ. પ્રત્યેક મનુષ્ય પોતે જ પેાતાના ભાગ્યને સટ્ટા અને ભાક્તા બને છે. '’
ગામડાઓમાં અનેક હુન્નર ઉદ્યોગે માટે અવકાશ છે, તેની વિગતવાર સમાલાચના આ વિભાગના લેખામાં કરવામાં આવી છે. આપણી સરકાર આવા ઉદ્યોગેા માટે બધી જાતની સગવડતાએ તેમ જ મેટા પ્રમાણમાં નાણાંકિય મદદ પણ આપે છે. બધી જ બાબતામાં સરકારને દ્વેષ અને વાંક કાઢી નિષ્ક્રિય બેસી રહેવામાં માણસનુ કે દેશનું કલ્યાણ થઈ શકે નહીં. પરિસ્થિતિના સામના કરી સજોગા અને શક્તિ અનુસાર સૌએ પુરુષા કરવા જોઈએ એ આ બધા લેખાના ધ્વનિ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
[ ૧૧ ]
આરોગ્ય વિભાગના લેખો તે સૌ કેને ઉપયોગી છે. રહેણીકરણી તેમજ ખાવાપિવાની બાબતમાં કુદરતના નિયમેાના ભંગ કરવાના કારણે, કુદરત તરફથી માણસને જે શિક્ષા કરવામાં આવે છે, તેને આપણે રાગ, માંદગી, દર્દ ઇ.ના નામે ઓળખીએ છીએ, અને પછી આપણા દોષ ન શ્વેતાં કમેર્માને દ્વેષ દઇએ છીએ. કર્મના અર્થની બાબતમાં આપણે ત્યાં ભયંકર અજ્ઞાનતા પ્રવર્તતી જોવામાં આવે છે. ભૂતકાળમાં આપણા પેાતાના જ કરેલા પુરુષાર્થના પરિણામરૂપે પરિપકવ થતાં ક્ળાને જ કર્યું કે પ્રારબ્ધ કહેવામાં આવે છે. વર્તમાનકાળના આપણા સત્કાર્યો કે દુષ્કૃત્યો, ભવિષ્યકાળમાં આપણાં કર્મ તરીકે ઉદયમાં આવે છે. ભવિષ્યકાળમાં, આ જન્મે અગર પછીના જન્મા દરમ્યાન આપણને દુ:ખ ન ગમતું હોય તેા, દુ:ખ ઉત્પન્ન થાય તેવાં કાઇ પણ કૃત્યા મન, વચન અગર કાયાથી ન કરવાની આપણે સતત કાળજી રાખવી જોઇએ. આપણા સુખદુઃખા માટે બીજી કાઇ પણ વ્યક્તિ નહીં પણ આપણે પોતે જ જવાબદાર છીએ, તે નિર ંતર ધ્યાનમાં રાખવુ જોઇએ.
ધર્મ શાસ્ત્રોએ સંસાર દુઃખરૂપ છે એમ કહી સંસારને અસાર કહ્યો. છે. જીવન ક્ષણભંગુર છે, અનિશ્ચિત છે, અનિત્ય છે એમાં શંકા નથી; પરંતુ તેને અ એમ નથી કે નિષ્ક્રિય બની દુઃખરૂપ સંસારમાં જે દુ:ખે ઓછાં કરી શકાય એમ હાય તેને પણ એછાં ન કરતાં સહન કરી લેવાં. માત્ર આપણા દેશના જ નહીં, પણ જગતના લગભગ બધા જ દેશામાં દર્શનશાસ્ત્રના એક નિષ્ણાત પતિ તરીકે જાણીતા થયેલા શ્રી રાધાકૃષ્ણન એમના એક પુસ્તકમાં આ સંબંધમાં લખતાં જણાવે છે કે......... આપણે કેવળ ક્રોધ અને ભયમાંથી, દુ:ખ અને વિપત્તિમાંથી અચવાનું છે એમ નથી, પણ અસંગ અને એકલતામાંથી પણ બચવાનુ છે. જો આપણને માનવજાતના ભાવિમાં અને તેની આધ્યાત્મિક શકયતાઓમાં શ્રધ્ધા હાય તે। જ્યાં સુધી જગતના ઉધ્ધાર ન થાય ત્યાં સુધી આપણે જંપીને બેસી નહિ શકીએ. બધાય સાચા ધર્માંની મુખ્ય માન્યતા એ છે કે મનુષ્ય પૂર્ણતાને પામી શકે છે, તેનામાં
Page #13
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ] દેવી અંશ રહે છે, અને તે દૈવી અંશની દષ્ટિએ બધાય જીવોનું આંતરિક ઐક્ય છે. જે જીવાત્માએ આત્મય અને બળ પ્રાપ્ત કર્યા છે, તે પિતાનું જીવન આત્મસંતેષ કે નિષ્ક્રિય અનુકંપામાં નહિ પણ સક્રિય સેવામાં ગાળશે. જયાં સુધી જગત દુઃખી છે, તેને ઉધાર થયો નથી, ત્યાં સુધી તેને શાંતિ વળવાની જ નથી.”
આ સંસારને અસાર સમજી માનવજીવન પર જે દુર્લક્ષ આપવામાં ન આવે તો માનવજીવનથી વધુ ઉચ્ચ બીજું કોઈ જીવન નથી. માનવજીવન તે મુક્તિનું દ્વાર છે, અને તેથી જ માનવજીવન કેમ જીવવું એ શીખવું એમાં જ માનવજીવનની સફળતા છે. માનવજીવન જીવતાં આવડે તેના માટે આ સંસાર સારરૂપ છે; જેને જીવતાં ન આવડે તેના માટે કદાચ સંસાર અસાર છે એમ કહેવું વ્યાજબી કહેવાય.
થોડાં દિવસે પહેલાં જ જૈન સમાજની એક અગ્રગણ્ય વ્યક્તિએ મુંબઈના એક ભવ્ય ઉપાશ્રયના ઉદ્ઘાટન પ્રસંગે જૈન સંઘના વ્યવસ્થિત બંધારણ તેમ જ સાધુ સંસ્થામાં પ્રવર્તતા ગચ્છના ભેદોની બાબતમાં ટકેર કરી હતી. જગતના તમામ દેશેમાં ઝડપી પરિવર્તન થઈ રહ્યું છે. આજે જૈન સમાજનું નૈતિક, આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન કથળી રહ્યું છે અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ, આ બધી પરિસ્થિતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરી તેને વ્યવસ્થિત કરવા માટે શું શું કરવું જરૂરી છે, અને કેવા કેવા સુધારાઓ કરવા જોઈએ તે સંબંધમાં વિચારણા કરવા માટે આ પુસ્તકમાંના લેખે માર્ગદર્શનરૂપ થઈ પડશે તેમાં મને શંકા નથી.
જાતિ, કુળ અને ગચ્છના ભેદોને જૈન ધર્મમાં સ્થાન નથી. ભગવાન મહાવીરના મુખ્ય ગણધરે તેમ જ આપણા મહાન આચાર્યો સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જૈન કુળમાં નહીં પણ અન્ય કુળમાં જન્મ્યા હતા, તે હકિકત ધ્યાનમાં રાખતાં એક વસ્તુની તે આપણને ખાતરી થવી જોઈએ કે જૈન
Page #14
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
દર્શનમાં વ્યક્તિનાં મૂલ્યાંકનને આધાર તેની જાતિ-કુળ કે વેશ પર નથી, પરન્તુ તેના જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિકાસ પર અવલંબે છે. શ્રીમદ્ આનંદઘનજીએ તે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે :
ગચ્છના ભેદ બહુ નચહ્ નીહાળતાં, ત-ત્વની વાત કરતા ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થા, સાહ નડિયા કળિકાળ રાજે.
ગચ્છના ભેદે અને તિથિ ચર્ચા જેવા નિરર્થક અને વિવાદાસ્પદ વિષયાની પાછળ આપણા શ્રમણ સંધ પેાતાની શક્તિ અને જ્ઞાનનો ઉપયાગ કરે, તે કરતાં ગૃહસ્થાશ્રમમાં વાસ કરતાં આપણા શ્રાવકા અને શ્રાવિકાએ વિશુધ્ધ, પવિત્ર, નિર્મળ અને નિષ્પાપ જીવન જીવે તે રીતે તેમને કેળવવા પર લક્ષ આપે તેા તેથી ચતુર્વિધ સંધનુ કલ્યાણ થશે. ગૃહસ્થાશ્રમ એ કાંઇ પાપમય જીવન નથી, પરન્તુ વનના એ વિભાગ, તેા સાધુ અવસ્થાની પૂર્વભૂમિકારૂપે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તે ગૃહસ્થાશ્રમ પછી ઉત્તરાત્તર વાનપ્રસ્થાશ્રમ અને યાગાશ્રમની વ્યવસ્થાને સ્થાન આપેલું જ છે. બાકી ખરી વસ્તુ તા એ છે કે માણસ પેાતે જ પેાતાના દુશ્મન છે, અને પોતે જ પેાતાના મિત્ર છે. આત્મસુધારણા એ જ સાચી સુધારણા છે, અને સમાજમાં, દેશમાં અને જગતમાં આપણે પરિવર્તન લાવવું હેાય તે તેની શરૂઆત આપણી પેાતાની જાતથી જ થવી જોઇએ.
નિષ્ણાત ડૉક્ટર જેમ દરદીના રોગનું સુંદર નિદાન કરે છે, તેમ અનુભવ–વાણીના વિધવિધ લેખામાંથી જૈન સમાજમાં અત્યારે પરિ વતી પરિસ્થિતિનું આપણને સચાટ ભાન થાય છે. લેખકે માત્ર નિદાન કરીને સ ંતેાષ નથી માન્યા, તેમણે નિદાનની સાથેા સાથ આ દુઃખદ પરિસ્થિતિને દૂર કરવા માટે તેને સચોટ ઉપાય પણ બતાવ્યા છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ] શ્રી પ્રાણજીવનદાસ ગાંધીના આ લેખે પાછળ જૈન સમાજ વિષેને તેમને ઊંડો અભ્યાસ, સતત ચિંતન તેમ જ ઊંડું મનન દેખાઈ આવે છે. આ પુસ્તક સાથે જોડેલાં તેમના જીવનને લગતાં આપેલાં ટુંકા ખ્યાન પરથી એમ તે ચેકનું જણાય આવે છે કે પોતે જીવનમાં સમાજ પાસેથી જે મેળવ્યું છે, તે તેમના અનુભવરૂપે વ્યાજ સાથે સમાજને આ પુસ્તકનું પ્રકાશન કરી પાછું આપ્યું છે. એમણે જે મેળવ્યું છે, તેના કરતાં અધિક પ્રમાણમાં પાછું આપ્યું છે, અને એક દષ્ટિએ તો જે વ્યક્તિ સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈને અધિકમાં અધિક પાછું આપે છે, તે જ સાચો સાધુ છે. જૈનસમાજના અન્ય સેવાભાવી કાર્યકરે પણ શ્રી પ્રાણજીવનદાસ ગાંધીના આ કાર્યનું અનુકરણ કરે એમ ઈચ્છી વિરમું છું.
મુંબઈ તા. ૧૩-૮-૧૯૬૦ થી
મનસુખલાલ તારાચંદ મહેતા
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવ ન ઝરમર
શિશુવયના પ્રથમનાં ત્રણ વર્ષ સુધી કેઈની પણ સમજશક્તિ કે સ્મરણશક્તિ એટલી ખીલેલી નથી હોતી કે પોતાના જીવનપ્રસંગે પોતે સમજી શકે કે યાદ રાખી શકે. સમજણા થયા પછી આપણા માતાપિતા કે વડિલે આપણને આપણું જન્મજીવનની જે વાત કરે કે કહે તેને આપણે સાચી માનવી રહી. એટલે ત્રણ વર્ષની ઉંમર સુધીને પૂર્વ ઈતિહાસ પાછળથી જે મેં જાર્યો હતો તે ઉપરથી હું કહી શકું છું કે મારે જન્મ સંવત વર્ષ ૧૯૪૯ ના શ્રાવણ શુદિ ૪ ને મંગળવાર અને ઈસ્વીસન ૧૮૯૩ ને ઓગષ્ટ માસની તા. ૧૫ મીના રોજ થયો હતો. જન્મથી શરીરસંપત્તિ કંઈક અંશે નબળી ખરી; પરંતુ સમજશક્તિ - કંઈક તિવ્ર અને મને બળ કંઇક મજબૂત હતું. પિતાશ્રી ઈગ્રેજી ચોથા ધોરણ સુધી અભ્યાસ કરીને ભાવનગરમાં રેલવેની નોકરીમાં રૂા. ૧૫ ના પગારથી જોડાયા હતા. પોતે સ્વતંત્ર વિચાર ધરાવતા હોવાથી સંયુક્ત કુટુંબમાંથી જુદા થઈ જુદા રહેતા હતા. માતુશ્રી ઉચ્ચ સંસ્કારી અને મારા સાળ પક્ષે રાજ્યના વંશપરંપરાગતના કારભારી કુટુંબમાંથી આવ્યા હોવાથી તેમનામાં ઘરસંસાર કરકસરથી વિવેકપૂર્વક ચલાવવાની આવડત હતી. ઘરનું બધું કામ તે જાતે કરતા. સવારે વહેલા ઉઠી દળતા અને સાથો સાથ પ્રભાતિયાં એવા મધુર કંઠે ગાતા કે પથારીમાં સુતા સુતા તે સાંભળવામાં મને બહુ આનંદ આવતો. તેમાંથી મને ધર્મના સંસ્કાર અને ધર્મની શ્રદ્ધા સૌ પ્રથમ મળ્યા.
રેલવે ઓફીસની નેકરી એટલે પિતાજી સવારે નવ વાગે દેરાસરથી આવી જમીને સાડા નવ વાગે નોકરીએ જવા ઘેરથી નીકળતા અને ગોઘાને દરવાજે તળાવને કાંઠે સૌ ભેગા થઈ કાયમની નક્કી કરેલી ભાડતી ઘેડાગાડીમાં બે માઈલ દૂર ગઢેચી (ભાવનગર પરા)એ રેવેની સૌ સૌની કચેરીએ સૌ સાડા દસ વાગે પહોંચી જતા.. સાંજે સૌ
Page #17
--------------------------------------------------------------------------
________________
[18]
ટ્રેનમાં ઘેર આવતા. તે વખતના લેકામાં પ્રેમ, સંબંધ અને સદ્ભાવ એવા હતા કે ઉપરી અધિકારી અને તેમના હાથ નીચે કામ કરનારા વચ્ચે સત્તાને ધમંડ કે ઉંચા નીચાના ભેદભાવની આજના જેવી દિવાલા નહેાતી. એફીસમાં એફીસ જેવા વર્તાવ હાય. પણ ઓફીસ છેડવા પછી સૌ કાઈ સરખા હોય તે રીતે ખેલે, હળેમળે અને વરતે.
ગામડી ધૂળનિશાળમાં આંક અને અક્ષરજ્ઞાન લેવા મને પાંચમાં વની શરૂઆતમાં બેસાડવામાં આવ્યા. મહેતાજી શરૂશરૂમાં ઘેર તેડવા આવતા. આંક શીખવવાના આઠ આના મહેતા લેતા. કક્કો, બારાખડી (બારાક્ષરી ) અને શબ્દો તથા પાર્ડ વાંચતા શીખવવાના એક રૂપીએ લેતા. વારપર્વના દિવસે મહેતાને અનાજ, સીધું
ફળમેવા દરેક ઘેરથી મળે. મોટા પર્વના દિવસે, બળેવ, દશરા કે શ્રાદ્ધપક્ષમાં તેને કાઇ કાઇ ઘેરથી ધોતીયું કે સાડલો મળે; દિવાળીની દક્ષિણામાં ચાર આના કે આઠ આના મળે એટલે સાકરામ મહેતાજી સતાપ પામે. એકલા પડે ૪૦ થી ૪૫ છેાકરા છેકરીઓને તે ભણાવતા. સાંજે સૌને મેાપાટ લેવડાવતા. દર અઠવાડીએ કાને કાઇના તરફથી ખાવાની વસ્તુએ વહેંચવા માટે નિશાળમાં આવતી. પાઈ કે પૈસાની ખાવાની ચીજ બાળકાને નિશાળમાં જ્યારે વહેંચાય ત્યારે તેને કેટલેા બધા આનંદ, ઉલ્લાસ અને હર્ષ થાય છે ! નિર્દોષ બાળકોના આનંદમાં અત્યારની પ્રજામાંથી આનંદ લેનારા કેટલા માબાપે કે પ્રજાજના નીકળશે ! ઉદાર ભાવનાના અલૌકિક આનંદ માણનારા આજે બહુ જ ઓછા લેાકેા જોવામાં આવે છે.
એક વર્ષીના સમયમાં તેા સાળ આંક, મૂળાક્ષરાં, ખારાખડી તથા શબ્દો તા હું શીખી ગયા, પરંતુ સાથેા સાથે કેટલીએ ખેાધદાયક વાર્તાઓ, ગીતા, કહેવતા અને શિખામણા મને નિશાળમાં શીખવા મળી ! તે પછી છ મહિનામાં ધાત, કાષ્ટકા, લેખાં અને સામાન્ય હિસાબેા અને વાંચતા લખતા પણ મને આવડી ગયું. આંક, હિસાબ
Page #18
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ] અને લેખાંનું આ શિક્ષણ વણિકપુત્રને વેપારમાં, હિસાબમાં અને નામામાં અંદગી સુધી એટલું બધું ઉપયોગી થાય છે કે તે શીખેલ માણસ ધંધાદારી ક્ષેત્રે બહુ ઝડપથી આગળ વધી શકે છે.
આ રીતે ઘૂળી નિશાળને અભ્યાસ કરી દરબારી નિશાળમાં ગુજરાતી પહેલી ચોપડીમાં હું દાખલ થયો. ઘરમાં પિતાજીનો બહુ જ કડક સ્વભાવ હતે. વ્યવસ્થા અને શિસ્તમાં તેઓ બહુ માનતા. તેમની હાજરીમાં રમવું, રડવું, તોફાન-મસ્તી કરવા, ભાઈભાંડુમાં લડવું કે ઘરમાં કાંઈ તોડવું, ફેડવું કે બગાડવું, તે તે તદ્દન અશક્ય જ હતું. તેઓ આવવાના હોય તે પહેલાં ઘરમાં આવીને ડાહ્યા ડમરા થઈ લેસન કરવા કે ઘરકામ કરવા હું બેસી જતો. જે તે મને રમતા કે રખડતા દેખી જાય, ધીંગા–મસ્તી કરતા કે ઘરમાં અમને લડતા કે રડતા જુએ તે તેમને ઉગ્ર ઠપકે સાંભળવો પડે અને કઈ વખત ધોલ કે તમાચો પણ ખાવો પડે. તેમના ઉગ્ર સ્વભાવ અને કડક શિસ્ત અને અણીશુદ્ધ ઘર વ્યવસ્થાના ચુસ્ત નિયમને લઇને અમે કદિ પણ તેમની સાથે જમવા બેસવાની, વાત કરવાની કે તેમની નજીક જવાની હિંમત કરી શકતા નહિ. આનું પરિણામ એ આવ્યું કે પિતાશ્રીના ધાકથી અને ઉગ્ર સ્વભાવથી ઘરના સૌ કોઈ ડરતા. આથી ઘરમાં બાહ્ય દષ્ટિએ વાતાવરણ શાંત અને વ્યવસ્થિત લાગે; પણ ઘરના સૌ કોઈના હૃદયમાં કાયમને ભય રહ્યા કરે. પરિણામે હું જે કે શિરત, શાંતિ અને વ્યવસ્થા શીખે; પરંતુ હૃધ્ય ભીરૂ બન્યું. આ અનુભવ ઉપરથી મેં મક્કમ નિશ્ચય કર્યો કે મારે શાંત સ્વભાવ કેળવવાની અને ઘરનું વાતાવરણ કાયમ માટે આનંદ, પ્રેમ, નિર્ભયતા અને સહીષ્ણુતાવાળું રાખવાની ખાસ કાળજી રાખવી. કોઈ વખત ખરાબમાંથી પણ સારું પરિણામ લાવી શકાય છે, પરંતુ સારામાંથી વધુ સારું ઉભવવાના સંજોગે જે હેય તો તે વધુ ઈચ્છનીય છે. માટે દરેક માણસની અને ખાસ કરીને કુટુંબના નાયકની એ પવિત્ર ફરજ થઈ પડે છે કે પોતે શાંત સ્વભાવ, સહીષ્ણુતા, ન્યાયબુદ્ધિ અને ઉદારતાના ગુણ કેળવવા અને કુટુંબમાં તેવા સંસ્કાર રેડવા.
Page #19
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
તે સમયમાં નિશાળમાં બીજી અને ત્રીજી ચોપડી એક વર્ષમાં સાથે શીખવતા. ધૂળી નિશાળમાં શીખીને આવેલ વિદ્યાર્થી અકેક વર્ષમાં ધારે તે બબ્બે ચેપડી કરી શકે. જેને ગુજરાતી ભાષા, ગણિત, ઈતિહાસ, ભૂગોળ, વ્યાકરણ, પદાર્થપાઠ, વિજ્ઞાન, નામું અને લેખનવાચન બરાબર શીખવું હોય તે ગુજરાતી છઠ્ઠી, સાતમી કે આઠમી ચે પડી સુધી ભણત. પણ જેને અંગ્રેજી ભણવા-ભણાવવાની તાલાવેલી હેય તે તે ગુજરાતી પાંચ ચોપડી ભણીને અંગ્રેજી નિશાળમાં દાખલ થતો. મારે તે ગુજરાતીનું પાકું જ્ઞાન મેળવવું હતું, અને તે પછી ઈંગ્રેજી પણ ઠેઠ સુધી અભ્યાસ કરવાનો અને સ્નાતક (ગ્રેજ્યુએટ) થવાને પ્રથમથી જ મારે દઢ સંકલ્પ અને નિશ્ચય હતો. એટલે મેં ગુજરાતી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરીને પછી અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. ભણવાની બહુ તમન્ના હતી. પિતાશ્રીના રવભાવને કારણે ભારે મહાલ્લાના કે બહારના કેઈ ભાઈબંધ કે દેતે હતા નહિ; તેથી બહુ બહાર જવાનું કે રમવા–રખડવાનું મારે હતું નહિ. આખો વખત ભણવાનું કે વાંચવાનું, થોડો વખત ઘરકામ કરવાનું, રાત્રે સૂતી વખતે માતાજી એકાદ બેધદાયક વાર્તા કહે તે એક ચિત્તે સાંભળવાનું અને તેમાંથી સાર ગ્રહણ કરવાનું, સમયસર નિશાળે જવાનું–આ મારે દૈનિક કાર્યક્રમ હતો. કુદરતે સમજશક્તિ, સ્મરણશક્તિ, તર્કશક્તિ, મને બળ અને નવું નવું જાણવાની અને તે ઉપર વિચાર કરવાની તમન્ના-આટલી બક્ષીસ અને આવી આદત આપી હતી તેથી ભણવામાં હું પહેલું કે બીજે નંબર રાખતો અને પરીક્ષામાં પણ પહેલા કે બીજા નંબરે પાસ થતો.
વડિલેને કાબૂ અને આમન્યા તે જમાનામાં એટલા બધા હતા કે તેને વિરોધ કેઈથી થઈ શકે જ નહિ. વળી જ્ઞાતિમાં અને સમાજમાં અમારા કુટુંબની કીર્તિ અને પ્રતિષ્ઠા બહુ હતા. મારા દાદાજી જે કે નોકરી કરતા હતા અને વાર્ષિક પગાર રૂા. ૭૫૦ જ હતા. છતાં તે વખતના મુખ્ય મુનીમની સત્તા, કાર્યશક્તિ, અને અનુભવ એટલા
Page #20
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
બધા હતા કે લેક મનીને જ શેઠ કરતાં વધુ ઓળખતા. તે સમયના શેઠીઆઓ પણ એવા સખી દિલના હતા કે મુનીમમાં તેઓ સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા. દાદાજીના શેઠને રૂ, કેરોસીન અને શરાફીને ધંધો હતો. શેઠીઆઓ મુંબઈમાં રહેતા. તેઓને મહુવા, ભાવનગર અને મુંબઈમાં પેઢીઓ હતી. ભાવનગરની પેઢી દાદાજી સંભાળતા. દાદાજી જે કે સાદા અને સામાન્ય સ્થિતિના હતા, પણ દિલના દયાળુ, ઉદાર, પરોપકારી અને સેવાભાવી એટલા બધા હતા કે સૌને તેમના પ્રત્યે બહુ જ મમતા અને સદ્ભાવ હતા. બધા ક્ષેત્રે તેમણે પરમાર્થ અને સેવાનાં કાર્યો જ કર્યા છે. તેમના આ સ્વભાવને લઈને મારી માત્ર દશ વર્ષની ઉંમરે જ તેમણે, મારા પિતાશ્રીને વિરોધ છતાં, મારું વેવિશાળ કરી નાખ્યું. બાર તેર વર્ષની ઉંમરે જ્યારે હું ઈગ્રેજી ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે મારી ઈચ્છા ન હોવા છતાં વડિલેની આજ્ઞાના પાલન અર્થે મારે લગ્નગ્રંથીથી ફરજિયાત જોડાવું પડ્યું. આટલી નાની ઉંમરે અને તે પણ વિદ્યાર્થી અવસ્થામાં મારા લગ્ન થાય, તે વિચારે જ હું ત્રાસી ઉડ્યો. પરંતુ વડિલેની આજ્ઞાને શિરેધાર્ય કરવી એ મારે જીવનમંત્ર હતું. એટલે હું તેઓની ઈચ્છાને તાબે થયે. મને મુખ્ય ભય એ હતો કે લગ્ન પછી અભ્યાસ ચાલુ રહી શકતો નથી; એટલે મારે સ્નાતક થવાને નિશ્ચય જે પાર ન પડે તે હું નિશ્ચયભંગને દોષ શી રીતે સહન કરી શકીશ. કરેલ નિર્ણયનું કેઈપણ ભોગે પાલન થવું જ જોઈએ એ મારો સ્વભાવ હતે. મારે માટે આ એક મોટામાં મોટું ધર્મસંકટ હતું. મારા લગ્ન થયા પછી હું તરત જ ભાવનગરની જૈન બોડિંગમાં રહેવા માટે ચાલ્યા ગયે. માત્ર સવાર સાંજ બે વખત ઘેર જમવા આવત. જમીને સ્કૂલમાં જતા અને સાંજે સ્કૂલમાંથી ઘેર આવી જમીને બોર્ડિંગમાં ચાલ્યો જતે. આ રીતે અંગ્રેજી ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણ સુધી ભાવનગર જૈન બેન્કિંગમાં રહીને મેં અભ્યાસ કર્યો.
કુટુંબમાં માતાજીની લાંબી માંદગી, ભાઈઓ તથા બહેનની અને તેઓના અભ્યાસની કાળજી અને ઘરકામ, આ બધી જવાબદારી
Page #21
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
મારા પત્ની સંભાળતા. મારે પણ અભ્યાસ ઉપરાંત કુટુંબની વ્યવસ્થા થોડી ઘણી સંભાળવી પડતી. પિતાશ્રીને અને મને એમ લાગ્યું કે જે હું ભાવનગર રહીશ તે હું અભ્યાસ નહિ કરી શકે, એટલે જે હું મુંબઈ ભણવા જઉં તે વધુ સારું. મારા બંને કાકા મુંબઈમાં સાથે રહેતા હતા, પરંતુ તેમને ત્યાં સાથે રહીને અભ્યાસ કરે મને નહિ ફાવે અને બીજે કઈ ઠેકાણે રહેવાની સગવડ થાય તેમ નહોતું. છેવટે શેઠ નરોત્તમદાસ ભાણજી સાંતાક્રુઝમાં રહેતા હતા અને તેઓ પણ બહુ જ ઉદાર દિલના સખો ગૃહસ્થ હતા, તેમને ત્યાં તેમના બંગલે રહીને અભ્યાસ કરવાનું દાદાજીએ તથા પિતાશ્રીએ મારા માટે નક્કી કરાવી આપ્યું. એટલે હું મેટ્રીકથી અભ્યાસ કરવા મુંબઈ આવ્યું અને ન્યુ હાઈસ્કૂલમાં દાખલ થયો. શેઠ ત્રિભોવનદાસ ભાણજીના બંને પુત્રો પ્રેમચંદ (૫મુભાઈ) અને દાદર (દામુભાઈ) પણ ન્યુ હાઈ સ્કૂલમાં જ તે વખતે ભણતા હતા એટલે મને પણ બહુ અનુકૂળતા થઈ ગઈ
મુંબઈનું જીવન ધોરણ વધુ ખર્ચાળ, ફી પણ વધુ, અને સવારે નવ વાગે જમી પરવારીને મુંબઈ પણ અગ્યારે સ્કૂલમાં પહોંચીએ અને સાંજે છ વાગે સ્કૂલમાંથી છૂટીને સાડા સાત વાગે સાંતાક્રુઝ જઈને જમવા પામીએ. એટલે બપોરના ચા-નાસ્તાને પણ ખર્ચ થાય. આ રીતે ખાધા. ખોરાકી સીવાયને કુલ ખર્ચ માસિક રૂપીઆ ૧૫ થી ૨૦ ને સહેજે લાગે. પિતાશ્રીને રૂા. ૩૦)ને પગાર મળતો. તેમાં છ માણસને ભરણપોષણને ખર્ચ અને વ્યવહાર નિભાવવાને હતા. એટલે પ્રથમથી જ મેં એ નિશ્ચય કરી લીધેલ હતો કે મારે મારા પગ ઉપર ઉભા રહેવું. ભાવનગરમાં પણ હું કલાસના નબળા વિદ્યાર્થીઓને ભણાવીને મારે ખીસાખર્ચ મેળવી લેતે હતે. એટલે મુંબઈમાં પણ મેં વિદ્યાર્થીઓને ઘેર જઈ ભણાવવાનું કામ હાથ ધર્યું. સારા કુટુંબમાં છોકરા કે છોકરીઓને હું ભણાવવા જતો. પગાર જે કાંઈ આપે તે હું રવીકારી લેતો. હું પગાર ખાતર ભણાવતે નહતો.
Page #22
--------------------------------------------------------------------------
________________
[ ૨૧ ]
ભણાવવાને મને શેખ હતે. આનાથી મને લાભ એ થશે કે સારા સારા કુટુંબ સાથે મારે એવો નિકટને સંબંધ બંધાયે કે આજે પણ તે સંબંધ જળવાઈ રહ્યો છે. શ્રી ભોગીલાલ મોહનલાલ ઝવેરીની બંને પુત્રીઓ અને એક પુત્ર, શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરીને ભત્રીજે, શેઠ રેવાશંકર જગજીવન ઝવેરીના પુત્ર શ્રી ધીરજલાલ, શેઠ તુલસીદાસ ખીમજીના પુત્રો શ્રી કરશનદાસ તથા શ્રી નારણદાસ–આ બધાને હું ભણાવવા જતો. તેમાંથી મને માસિક રૂ. ૧૦૦ થી ૧૧૦ની આવક થતી એટલે મારે બધો ખર્ચ કાઢતાં હું બચત કરી શકતા. મુ. દાદાજીએ મને રૂ. ૫૦૦ તથા મારા લઘુબંધુ મહૂમ જયંતિલાલને મુંબઈ ગ્રાન્ડ મેડીકલ કોલેજમાં એમ. બી. બી. એસ.ને અભ્યાસ કરવા માટે રૂ. ૫૦૦ એમ કુલ રૂ, ૧૦૦૦ ની રકમ અમને બંને ભાઈઓને ભણવા માટે આપેલી. પિતે તે ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા હતા અને માત્ર નેકરી કરતા હતા. અમારા લગ્નખર્ચમાં પણ તેમણે મોટો ટેકે આપેલ હતો. આવા ભડવીર, શૂરવીર અને ઉદાર દિલના દાદાજી ગાંધી મોતીલાલ ગગલને ચરણે અમે અમારી ઉન્નતિને યશ સમર્પણ કરીએ છીએ.
મુ. શેઠશ્રી નત્તમદાસ ભાણજીને ત્યાં રહી મેં બી. એ. સુધીને અભ્યાસ પૂરો કર્યો. મારી જેમ બીજા પણ તેમના સ્નેહી સંબંધીઓના પાંચ સાત પુત્રોએ પણ તેમને ત્યાં રહી ડોકટરી, ઈજનેરી, કાયદાનો અને સોલીસીટરને અભ્યાસ કરી ધંધામાં અને જીવનમાં તેઓ ઠરીઠામ થયા છે. ઈંગ્લાંડમાં આઈ. એમ. એસઆઈ. સી. એસ. અને બીજી ઉચ્ચ પદવીઓ માટે અભ્યાસ કરતા કેટલાય વિદ્યાથીઓને, પોતે ઈંગ્લાંડ ગયેલા ત્યારે ભણવા માટે મોટી રકમની મદદ કરી હતી. તેઓ અને તેમના કુટુંબીજને કેટલા બધા ઉદાર દિલના, ઉમદા સ્વભાવના અને પરોપકારી આત્માઓ હશે તેને જગતને આથી ખ્યાલ આવી શકશે. તેમને ઉપકાર હું પોતે તે જીવનપર્યત નહિ ભૂલી શકું.
Page #23
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
ગ્રેજ્યુએટ થયા પછી સેાલીસીટરને અભ્યાસ મારી બુદ્ધિ અને શક્તિને વધુ અનુકૂળ થશે એવી મારી પરીક્ષા અને સેટી કરીને શ્રી માતીચંદ્ર ગીરધર કાપડીઆ સેાલીસીટરે અને અન્ય સ્નેહીજનાએ મને ખાસ સલાહ આપી હતી. પરંતુ મારા જીવનમાં બાળપણથી ફ્રુટલાક નિર્ણયા મેં નક્કી કરી રાખ્યા હતા; જેમાંના મુખ્ય મુખ્ય નીચે મુજબના છે :
-.
૧. કાયદાના અનુભવ મેળવવા પણ કાયદાના ધંધા કરવા નિઙે. ૨. મારા કુટુંબમાં કેઇ ગ્રેજ્યુએટ થયેલ નહીં. માટે ગમે તેમ કરી મારે ગ્રેજયુએટ થવુ.
૩. પરદેશી કેઇ પણ માલના ધંધા કે તેની આડત કે દલાલી કરવી નહિ; અને એ રીતે દેશનું નાણું પરદેશ મેકલી દેશને નિન અને પરાધીન બનાવવા નિહ.
૪. ગમે તેવી સારી નેાકરી મળે તે પણ આખી જીંદગી સુધી નેાકરી કરવી નહિ. અનુભવ ખાતર થાડા સમય નોકરી કરવી પડે તેા કરવી. પણ નોકરીમાં ય મુખ્ય ધ્યેય તે સ્વતંત્ર ધંધા કરવાનું રાખવું. આપણી બુદ્ધિ, શક્તિ અને અનુભવના ઉપયાગ કોઇ પણ દેશી ધંધાને ખીલવવામાં કરવેા. ૫. નોકરી કે ધંધામાં કઢિ પણ ચારી, જુઠ, અનીતિ કે વિશ્વાસઘાત કરવા નહિ, લાંચરૂવત લેત્રા નહિ કે બીજા ફાઇની ઈર્ષ્યા કે હરિફાઇ કરવી નહિ.
૬. જે કાંઇ કમાણી થાય તેમાંથી એાછામાં એછા ૨૫ ટકા સારા કામમાં અથવા બીજાઓને મદદરૂપ થવામાં આપવા
૭. કેાઈની આજીજી કે ખુશામદ કરવી નહિ; કાઈની યા માગવી નહિ; કે કાઇની કશી આશા રાખવી નહિ.
Page #24
--------------------------------------------------------------------------
________________
[ ૨૩ ]
૮. કોઇ આપણને ઉપયોગી ન થાય તો દુ:ખ લગાડવું નહિ. આપણાથી બને તેટલું ખીજાનું ભલું કરવું અને ભલું ઇચ્છવું. પણ કોઇનું કઢિ ભુરૂ તે ન જ કરવું કે ન ઇચ્છવું. ૯. ઉપકારના બદલામાં કોઇ આપણા ઉપર અપકાર કરે અથવા કોઇ આપણી અપકીર્તિ કરે કે આપણા અવણુવાદ બેલે તે તેઓની દયા ખાવી. પણ કાર્યનુ કર્દિ આપણે અહિત ન કરવું.
૧૦. જીવન જેટલું બને તેટલું સાદુ અને સંયમી જીવવું. ૧૧. સિદ્ધાંત કે નિયમને ચુસ્તપણે વળગી રહેવુ.
૧૨. ધધા કે વ્યાપારમાં ગમે તેટલી આવક કે લાભ હોય તે પણ ૫૬ વર્ષની વયે અથવા બહુ બહુ તો ૬૦ વર્ષની ઉંમર થાય એટલે નિવૃત્તિ લઇને જાહેર સેવાની પ્રવૃત્તિમાં જોડાવું.
૧૩. સમાજમાં જન્મ્યા છીએ એટલે ૧૦ વર્ષ સુધી સમાજનુ ઋણ ચૂકવી આપવાના હેતુથી સમાજહિતની નિર્માળ પ્રવૃત્તિઓ, કશી પણ અપેક્ષા રાખ્યા વિના, સદ્ભાવ અને સદ્ગુદ્ધિપૂર્વક તટસ્થ ભાવે કરવી. ૧૪. લેાકહિતની કે અન્ય ધાર્મિક પ્રવૃત્તિએ જો કે સારી છે; તે છતાં તેમાં પણ રાગ-દ્વેષ થયા વિના રહેનેા નથી. એટલે આત્મકલ્યાણ સાધવા માટે એકાંત, મૌન, જાપ, ધ્યાન, યોગ અને આત્મવિચારણાના માર્ગ જ જરૂરને છે. માટે ૭૦ વર્ષની ઉંમરે આ બધી બહારની પ્રવૃત્તિએ ાડી દેવી અને આત્મસાધના માટે જગતથી દૂર જઇ એકાંતમાં રહેવું. ૧૫. મેહ, મમત્વ અને આસક્તિ ઘટાડતા જવા, નિ`મત્વની સ્થિતિ પ્રાપ્ત કરવી અને પેાતાના કલ્યાણ સાથે જગતના કલ્યાણની ભાવના ભાવવી
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
આ નિર્ણયનો અમલ કરવાને દઢ સંકલ્પ દષ્ટિ સમક્ષ રાખે છે, અને તેને અમલ થાય તે માટે પ્રતિક્ષણે સાવધ રહું છું. .
આને લઈને સોલીસીટરને અભ્યાસ ન કર્યો અને કાપડના ધંધામાં દાખલ થયે. ૧૯૧૮ માં પહેલી લડાઈ પુરી થઈ ત્યારે કાપડના ધંધામાં એકાએક ઓચિંતી મંદી આવી. ભાવો એકદમ ઘટી ગયા. દરેકને સદાઓમાં મોટી રકમની, કેટલાકને ગજા ઉપરાંતની નુકસાની જવા લાગી. માલને અકેક ના કે મોટો જથ્થો મૂળ ધણીને ત્યાંથી વેચાયો હોય. તેના ઉપર અનેક વચલી પાર્ટીઓના નફા ચઢીને છેલ્લા વેપારીને ઘરમાં ઉંચા ભાવે આવતું હોય. જે માલ જેના ઘરમાં ઉંચા ભાવને પડ્યો હોય તેમાં તે તેને ખોટ જાય. પરંતુ જેઓએ આવતું કે બનતું માલ ઉંચા ભાવે લીધા હોય તે માલ જ્યારે આવ્યો ત્યારે કોઈએ પૈસા ભરીને ઉપાડ્યો નહિ; એટલે વાંધા પડ્યા. અને આવડી લાંબી ગૂંચ શી રીતે નીકળે ? આ કટોકટીને અને કસોટીને સમય હતા. આવી સ્થિતિમાં સારા વેપારીઓ પણ ટુકી જાય; તે નબળા કે લુચ્ચાનું તો ગજું જ શું ? કાપડ બજાર માટે ખરેખર આ કપ અને કટોકટી સમય હતે. કઈ પણ વેપારી ભાલ ઉપાડે નહિ કે નાણા ચુકવે નહિ. આખો દિવસ નેટીસ કે ચિઠ્ઠીપત્રીઓ અને તેના સવાલજવાબ આપવાનું કામ દરેક દુકાને ચાલતું હોય. દલાલે અને નોકર ચાકરે આમથી તેમ દેડાદેડી કરતા હોય. આ સમયે મુ. કાકાશ્રી ચત્રભુજ મોતીલાલ ગાંધીનું, પિતાનું કામ, તેમના વતી તેમની અનેક ભાગીદારીના વહીવટનું કામ અને મારી પિતાની કુટુંબીજનેની મજમુ ભાગીદારીનું કામ, આ બધું સંભાળવાની, પતાવવાની અને તેમાંથી ઓછી નુકસાનીએ છુટવાની જવાબદારી મારા ઉપર આવીને પડી. આમાં મને બધી જાતને અનુભવ મળે. જીવનની પ્રગતિ માટે આ પહેલું પગથિયું હતું. હું જરા પણ હતાશ ન થયે કે હિંમત ન હાર્યો. બધી પરિસ્થિતિને બારીક અભ્યાસ કરીને તે બરાબર સમજી લીધી. ભાલે, માની જાત અને બનાવટ તથા તેને વપરાશ અને
Page #26
--------------------------------------------------------------------------
________________
[ ૨૫ ] ઉપયોગ, તેના કણ કણ ખરીદનારા છે, અસલ ઓછામાં ઓછો તેને શું ભાવ હતો, વધુમાં વધુ શું ભાવે વેચાયો છે, માલ પ્રથમ
ક્યા વેપારીને ત્યાંથી નીકળ્યો છે. છેલ્લે કોના ઘરમાં શું ભાવે જાય છે, આપણે પોતે આ સોદામાં કેટલામી પાર્ટી છીએ; જેને માલ આપણે લીધે છે અને જેને માલ આપણે વે છે તે બંને આસામી સદ્ધર છે કે નબળા –આ બધી બાબતે સમજી લીધી. છેવટે વેપારની મંડળી દ્વારા એમ નકકી કર્યું કે દરેકે પોતાને નફે જતો કરવો, અને નુકસાની પેટે છેલ્લી લેનાર પાટએ એક ગાંસડી દીઠ રૂા. ૧૦૦) અને વચલી દરેક પાટીએ એક ગાંસડી દીઠ રૂા. ૧૦) આપવા. આ બધી રકમ મૂળ ધણીને આપવી અને આ રીતે બધે માલ કેન્સલ કરાવો. આ રીતે ઘણા વાંધાઓની પતાવટ થઈ. આ કામથી બધા વેપારીઓને ઓળખવાની મને તક મળી. ધંધાની આંટીઘૂંટી, નૈતિક ધરણ, રીતરિવાજો, માની જાત, પરખ અને પડતરભાવ, ખરીદી–વેચાણ અને નાણાને વ્યવહાર–એ બધું જાણવાનું મળ્યું અને પરિણામે આ પ્રકારને ધંધાને સર્વદેશીય અનુભવ કાપડના ધંધામાં આગળ વધવામાં અને સ્થિર થવામાં મને બહુ ઉપયોગી થયે.
બે વર્ષ સુધી હાથશાળ અને યંત્રશાળના કાપડને, તે પછી જાપાનીસ કેરા કાપડને, અને ઈંગ્લીશ ગરમ તથા ફેન્સી કાપડને, અને અમુક અંશે વિલાયતી રંગીન, છાપેલ અને ધોએલ કાપડને અનુભવ વિના વેતને અથવા રૂ. ૬૦)ના માસિક નવા પગારે સ્વેચ્છાથી લીધે. ધંધાનું શિક્ષણ, તાલીમ કે અનુભવ પુરેપુરા લેવા હોય તે પગારને વિચાર બહુ ન કરવો. અભ્યાસમાં ગ્રેજ્યુએટ થયો તેમ “ધંધાદારી ગ્રેજ્યુએટ” થવાની મારી નેમ હતી. પરદેશી કાપડનું કામકાજ, માત્ર અનુભવ લેવા ખાતર જ, આ રીતે મેં થેડે વખત કર્યું. લડાઈના આખરી સમયમાં તેજીની ટોચે કંઈક કમાઈ લેવાની ઈચ્છાએ થોડોક વેપાર આવતું માલને મેં કર્યો. વગર પૈસે અને વિના મહેનતે જલદી કમાઈ લેવાની ઈચ્છાથી ધંધે કરે તે એક પ્રકારને
Page #27
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ] સદ્દો જ કહેવાય. મારા આ વાયદાના વેપારમાં મારા ભાગે રૂ. ૭૦૦૦ની નુકશાની થઈ. મારી પાસે તે કશી જોગવાઈ હતી જ નહિ. છતાં દાનત સાફ હતી અને દેવાની વૃત્તિ હતી. એટલે તેટલી રકમનું મેં પ્રેમચંદ રતનજીની કંપનીને ખાતું પાડીને સહી કરી આપી. પગારની અને ભણાવવાની જે કાંઈ આવક આવતી તે તેમને ત્યાં દર માસે હું ભરતે. તેઓએ એક બે સદા મને આપીને રળાવ્યો અને તે નફાની રકમ પણ મેં દેવા પેટે જમા કરાવી. જ્યાં સધી દેવું ચુકતે ભરપાઈ ન થાય ત્યાં સુધી મુંબઈમાં ઘર ન માંડવું એવી મારી પ્રતિજ્ઞા હતી. અઢી વર્ષે દેવું પુરૂ થયું. ત્યાર પછી જ મેં જગ્યા ભાડે લઈને મારા કુટુંબને મુંબઈ તેડાવ્યું. નુકશાનીના અનુભવે મારી નૈતિક ભાવનાની કસોટી કરી અને તેમાંથી હું સાંગોપાંગ પાર ઉતર્યો; તેથી ધંધાદારી ક્ષેત્રે અને સમાજમાં હું મારું સ્થાન સ્થિર કરી શક્યો.
શેરૂ દેવકરણ મુળજીને ત્યાં પાંચ મીલેની વેચાણ એજન્સી આ અરસામાં નથી આવી. શેઠશ્રીની સાથે અંગત પરિચય અને સંબંધ સારે હતો અને તેમને મારા કામનો અનુભવ થઈ ગયો હતો, એટલે તેમણે મને રૂા. ૧૦૦ને પગારથી શાપુર મીલના સેલ્સમેન તરીકે રાખી લીધો. મારા હાથ નીચેને માણસ જુનો હોવાથી તેને રૂા. ૧૫૦ ને પગાર, બીજ સેલ્સમેનેને રૂા. ૧૫૦ નો પગાર, એકને રૂા. ૫૦૦ ને પગાર, આ રીતે હતું. સૌથી ઓછા પગારને સેલ્સમેન હું હતો. કેટલાએક આમાં મારી લઘુતા ભાનતા અને મને ટકેર પણ કરતા. હું એક જ જવાબ આપતો:–“બીજાઓ અનુભવી છે. હું તે શીખાઉ અને નવો છું. વગર પગારે કામ કરવા કહે તે પણ હું કરવા તૈયાર છું. મારે તો શીખવું છે, જાણવું છે અને થોડા સમયમાં બધું જાણી લેવું છે.” આ મારી ઉપાસના, શ્રદ્ધા અને ટેકને પરિણામે આઠ મહિના પછી દિવાળી સમયે બીજા સેલ્સમેનને રૂ. ૨૦૦, મને રૂ. ૨૦૦ અને મુખ્ય સેસમેનને રૂા. ૬૦૦ નો પગાર શેઠે ખુશી થઈને કરી આવે.
પ
Page #28
--------------------------------------------------------------------------
________________
[ ૨૭ ] નોકરી કે ધંધાને અંગેના મારા નિયમે આ પ્રમાણે હતાઃ૧. ધંધાની નાની–મેટી બધી બાબતનું કામકાજ જાતે કરવું ?
અને તેને સંપૂર્ણ અનુભવ મેળવ. ૨. અનુભવથી યેગ્યતા વધારવી અને ઉચ્ચમાં ઉચ્ચ સ્થાને
વહેલામાં વહેલું પહોંચવું. ૩. ધંધામાં પણ સત્ય, નીતિ, પ્રમાણિકતા, ન્યાય અને પરોપ
કારવૃત્તિ છોડવી નહિ.' ૪. કદરદાન શેઠની જ નોકરી કરવી. ૫. પગાર કે પ્રમોશનની કદી યાચના ન કરવી. કદર ન થાય
તે બીજે કશે સ્થાન શોધી લેવું. ૬. સૌનું ભલું કરવું અને ભલું ઈચ્છવું. ૭. કદી કેઈની ખુશામત કરવી નહિ, જરૂર પુરતું જ બોલવું. ૮. આપણા કામમાં જ રચ્યાપચ્યા રહેવું. ૯. ધંધામાં અનીતિ કે પક્ષપાત કરે નહિ. ૧૦. શેઠ કે બીજા સૌની સાથે, નોકરી કે કામકાજ છેડી દીધા
પછી પણ પ્રેમભર્યો મીઠે સંબંધ કાયમ જાળવી રાખવે. ૧૧. પૈસાનો લેભ કે લાલચ ન રાખતાં સ્વમાન, નિષ્ઠા અને કર્તવ્ય
પાલનનો સંતોષ એ જ સાચું સુખ અને સાચી સમૃદ્ધિ છે, તે રીતે મનને કેળવવું.
આ નિયમે ઠેઠ સુધી પાળ્યા છે; પાળવાની સતત કાળજી રાખી છે. અજાણતાં ક્ષતિ થઈ ગઈ હોય તો તે માટે પશ્ચાતાપ જરૂર કર્યો હશે. સારામાંથી સારૂં જ પરિણમે એ મારી દઢ શ્રદ્ધાને મને જીવનમાં પ્રત્યક્ષ અનુભવ અનેક પ્રસંગે થયો છે. બસે રૂપીઆમાંથી ત્રણસો, સાડા ત્રણ, છસો અને છેવટે માસિક સાડા બારસની પગાર તથા
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
કમીશન કે ભાગીદારીની આવક સુધી હું આગળ વધી શકયા. તેમાં પૂર્વજન્મની પુન્યાઈ, પુરૂષાર્થ, પ્રયત્ન, નીતિ, અનુકુળ સંચાગા અને સૌની મારા પ્રત્યેની મીઠી નજર—આ બધા તત્ત્વાના ફાળેા હતા. મીલ–અનુભવ શાપુરજી મીલ, મથરાદાસ મીલ, પ્રેસીડેન્સી(હીરજી) મીલ, અમદાવાદની કેલીકા, જ્યુબિલી, અસારવા અને ગેારધન મીલ્સ, ન્યુ સ્વદેશી, લાલ મીલ, અને માણેકચાક મીટ્સ, મુબઈની ખટાઉ અને શ્રીરામ મીસ અને છેલ્લે છેલ્લે અમદાવાદની જ્યુપીટર અને જયભારત મીસ, આટલી મીલેાનુ કામ કરવાની તક મને મળી હતી. દરેક ઠેકાણે એક નિષ્ઠાથી તમન્નાપૂર્વક કામ કર્યું છે. દરેક મીલની કમાણી, કાર્તિ અને પ્રગતિમાં મેં યથામતિ, યથાશક્તિ ફાળા આપ્યા છે. હજી પણ દરેક મીલવાળાના હૃદયમાં મારૂ સ્થાન છે. અને તે જ મારે આત્મસાષ છે.
સને ૧૯૩૮ સુધી મીલેા સાથે મેં કામ કર્યું. પરંતુ આખી જિંદગી પરાધીનપણે રહેવાની કે ભાગ્યને બાંધી રાખવાની ઇચ્છા પ્રથમથી જ નહેાતી. એટલે સને ૧૯૩૪ થી જ ભાઇઓને કાપડના ધંધાની સ્વતંત્ર ધંધાની શરૂઆત કરાવેલ હતી. ૧૯૩૮ની સાલમાં મે નિશ્ચય કર્યો કે હવે મીલેાના કામને છેડી દેવું અને કુટુંબના કાપડના ધંધાને જ ખીલવવામાં લક્ષ આપવુ. મહેન્દ્ર એન્ડ કુાંના નામથી મુ ંબઈમાં કામકાજ ચાલતુ હતું; તે ખીલવ્યું. અમદાવાદ અને કલકત્તામાં પણ તે જ નામે નવા ભાગીદારા સાથે કામકાજ શરૂ કર્યા. લડાઈના સમય હતેા. એટલે યથાશક્તિ કમાયા. ધંધા ઘણા વિકસાવ્યા, કામધંધા અને વેપાર કરાડાના કર્યો. અને જેમ જેમ કમાયા તેમ તેમ જનહિત માટે વાપર્યું... પણ સંતાષપૂર્વક. સારી સ્થિતિ હાય તે વખતે જે માણસ દાનકાર્યાં ન કરે તેા તેના જેવા કાઈ ખીજો કજીસ કે કંગાળ ન ગણાય. લડાઈનુ ધન સૌને સદાય માટે ટકી રહેતું નથી. સમયને અને ધનના જેટલા સદુપયોગ પેાતાના હાથે થાય તેટલા તેના આત્મસ ંતાય અને આનંદ મરણુસમય પર્યંત રહ્યા કરે છે. જેમ ધંધાનો બાજી બહુ પાથરી હતી
Page #30
--------------------------------------------------------------------------
________________
[ ૨૯ ]
તેમ સમય આવ્યે બધી બાજી સંકેલી પણ લીધી; કેમકે બહુ ખેરડાં (ઘર), બહુ છરડાં (સંતતિ), બહુ ઢરડાં (ઢોરઢાંખર ) અને બહુ રોજડાં (ધંધા રોજગાર) એ બધાં આખર અવસ્થામાં ઉપાધિરૂપ છે. મારે તે નિવૃત્ત થઈ લેકસેવાની પ્રવૃત્તિમાં પડવાના મારા નિશ્ચયને અમલમાં મુકવાનો સમય પાકી ગયો હતો. અને કુદરતે મને તક આપી એટલે હું તદ્દન નિવૃત્ત થઈ ગયો.
ધંધાદારી જીવનમાં જ્યારે ધંધે જામેલે હેય, ધનપ્રાપ્તિ સારી હેય, આંટ અને પ્રતિષ્ઠા સારી હોય ત્યારે ભાગીદારે કે દીકરાઓ કામકાજ સારી રીતે સંભાળતા હોય તે પણ મુખ્ય માણસને ૬૦, ૬૫ કે ૭૦ વર્ષની ઉમરે ધંધાની ઉપાધિ છેડી, જનસેવા, ધર્મકાર્યો કે વ્યાખ્યાનશ્રવણ અથવા સંતસમાગમ દ્વારા શાંતિમય નિવૃત્તિ લેવાની લેશ પણ ઈચ્છા થતી નથી એ શું વિચિત્ર નથી ! જીવનના અંત સુધી ધન કમાવાની લાલસાની ગુલામીમાં જીવન જીવતા ઘણુ માણસને હું જોઉં છું ત્યારે તેઓની પામરતાની મને દયા આવે છે! | મેં તે નિશ્ચય કરી રાખ્યું હતું કે ૧૬ વર્ષની ઉંમરથી ધંધાની પ્રવૃત્તિ ઓછી કરવી અને ૬૦ વર્ષની ઉંમર થતાં તદ્દન મુક્ત થઈ જવું. તે મુજબ હું કરી શકે તેથી હું બહુ જ આનંદ, શાંતિ અને સુખ અનુભવું છું. છેલ્લા ૧૦ વર્ષથી મુંબઈ અને પરાંઓની જૈન ધાર્મિક પાઠશાળાઓની દેખરેખ, નિરીક્ષણ, માર્ગદર્શન, સલાહસૂચન, તેઓને ધાર્મિક અભ્યાસક્રમ, પાઠયપુસ્તકે, પરીક્ષા અને તે અંગેની ઈતર ધાર્મિક પ્રવૃત્તિઓમાં યથાશક્તિ સેવા આપું છું. ભાવનગરની શેઠ ત્રિભોવનદાસ ભાણજી જેન કન્યાશાળાની વ્યવસ્થા ઘણું વર્ષો સુધી મારા પિતાશ્રી સંભાળતા હતા અને તેની આર્થિક વ્યવસ્થા દામોદર ત્રિભોવનદાસ ભાણજી તથા હું સંભાળતા હતા. શ્રી દામુભાઈના સ્વર્ગવાસ પછી તે જવાબદારી હું અદા કરતે હતો. પાલીતાણું જૈન બાળાશ્રમની સંસ્થાના વિકાસ અને વહીવટની ચિંતા મારા સ્વર્ગસ્થ
Page #31
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
કાકાત્રી ચત્રભુજ મેોતીલાલ ગાંધી રાખતા હતા. તેમના સ્વČવાસ પછી હું મારી બનતી સેવા આપવા ઉત્સુકતા રાખું છેં.
સમાજમાં આપણે સૌ જન્મીએ છીએ. આપણું જ્ઞાન, સંસ્કાર, રિદ્ધિસિદ્ધિ, વૈભવ અને સુખ એ બધુ બીજાએએ કરેલી મહેનતનુ ફળ છે. દરેક માણસ જગતમાં ઉત્પન્ન થતી બધી વસ્તુએના ભાગ અને ઉપભાગ માટે આખા જગતને અને પ્રાણીમાત્રના ઋણી છે. બીજાએ મહેનત કરી ઉત્પન્ન કરેલી વસ્તુએ વડે જ આપણે જીવી શકીએ છીએ અને જીવન ટકાવી શકીએ છીએ. કુદરત આપે છે, માણસ મહેનત કરે છે અને તેના ફળરૂપે જે ઉત્પન્ન થાય છે. તેના આપણે ભાગવટા કરીએ છીએ. આપણી પાસે જે કાંઇ હાય અથવા આપણે જે કાંઇ મેળવ્યું હેાય તેમાંથી જરૂરી પૂરતે! આપણે ઉપયોગ કરવા જોઇએ અને બાકીના બધા ઉપર જગત આખાને અધિકાર છે એમ સમજવુ જોઇએ. સયમ અને સાદાઇ, ત્યાગ અને દાન, સેવા અને સ્વાર્પણ, દયા અને પરાપકાર અને વિચાર–વાણી અને વર્તનની પવિત્રતા એ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠતા છે. જેએ ધર્મ અને કર્મી બન્નેમાં દૃઢ શ્રદ્ધા ધરાવે છે તે જ સાચુ જીવન જીવી જાણે છે. આ પ્રકારની સમજણુ બાળપણથી મેળવવાનુ સદ્ભાય મને પ્રાપ્ત થયું હતું અને તેથી જ મારૂં જીવન હું શાંતિ અને સંતેષમાં ગાળી શકું છું.
લોકહિતની કે ધાર્મિક પ્રવૃત્તિએ જો કે સારી છે, પરંતુ તે જીવનનું અ ંતિમ ધ્યેય હોવું ન જોઇએ. આ બધી પ્રવૃત્તિએમાં પણ જો જાગ્રત ન રહેવાય તે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાલ, મેહ કે અભિમાનની અસર ઓછા વધુ અંશે પડયા વિના રહેતી નથી. આજની કહેવાતી શુભ પ્રવ્રુત્તિએામાં પણ જડતા, રુતા અને દંભનુ પ્રમાણ એટલું વધી સ્યુ છે કે માણસ જો આત્મલક્ષી ન હોય તે, તેને ખેદ અને વિશાદ થયા વિના રહેતા નથી. આત્મકલ્યાણની સાધના માટે
Page #32
--------------------------------------------------------------------------
________________
[ ૩૧ ]
લેખસંપર્કને બને તેટલે અભાવ હોવો એ જરૂરી છે. એકાંતવાસ, વાંચન, મનન, જાપ, ધ્યાન અને યોગ-એ વડે અને એ દ્વારાજ આપણે આમસ્વરૂપને જાણી શકીએ. અન્ય સૌ વ્યવસાય, ક્રિયાકાંડ કે ઇતર બહારની પ્રવૃત્તિઓ અમુક હદે પહોંચ્યા પછી બજારૂપ અને બંધનરૂપ થાય છે.
મારી પોતાની માન્યતા આ પ્રકારની છે. અને તે માન્યતા દત હેવાથી તે મુજબ તેવા પ્રકારનું હવે પછીનું જીવન જીવવાની મારી જીજ્ઞાસા છે. જો કે તેને માટે ભારે હજુ ઘણી તૈયારીઓ કરવાની બાકી છે. મારી ત્રુટિઓનું મને ભાન છે. મારે પુરૂષાર્થ હજુ અપુરતો છે. છતા તે માટેની ભાવના એટલી પ્રબળ છે કે ક્રમે ક્રમે મારા પ્રયતને હું વધુ જેસથી ચાલુ રાખીશ. મનોબળ, નિશ્ચય અને પુરૂષાર્થ ફેરવવાથી આ દિશામાં હું જરૂર પ્રગતિ સાધી શકીશ એવી મને અટળ શ્રદ્ધા છે.
આ આત્મસ્થા એટલા માટે હું લખું છું કે મારું જીવન જે પ્રકારનું છે તે હું જગત પાસે સત્ય સ્વરૂપે યથાર્થ રજુ કરી શકું. મેટાઈ, કીર્તિ કે આમપ્રશંસા માટે હું જગત સમક્ષ તે રજુ નથી કરતો; પરંતુ કહિતની દષ્ટિ મારા જીવનમાં મુખ્ય સત્તા ભોગવે છે. એટલે જેને જે ચે તે આમાંથી લઈ શકે છે. મારી ત્રુટીઓ અને નબળાઈ ભલે મારી પાસે રહે. આમાં જેને જે કાંઈ સારું લાગે તે લેવાને તેને સંપૂર્ણ અધિકાર છે. મારું અથવા મારી પાસે જે કાંઈ. છે તે મારી અંગત મિલકત નથી. મને જગત પાસેથી તે બધું મળ્યું છે. મરણ પછી જગતને તે મળે તે કરતાં મારી હૈયાતીમાં મારા હાથે જગતને તે બધું સમર્પણ કરી દઉં તે ભારે ભાર હળવો થાય અને હૃદય કંઈક વધુ શાંતિ અનુભવી શકે.
આ હેતુથી મારા જુદા જુદા સમયના વેરણછેરણ પડેલા લેખે એકત્ર અને વ્યવસ્થિત કરી પુસ્તકરૂપે સંકલિત કરી જાહેર જનતા પાસે
Page #33
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
રજુ કરવાના મતે વિચાર આવ્યા. જીવનના પ્રત્યક્ષ અનુભવા જ લખવાની મને આદત હતી અને તેથી જ મેં મારા લેખા માટે “ એ નામ આ પુસ્તકને આપવાનું ઉચિત માન્યું છે.
""
અનુભવ વાણી ’
લી. સેવક પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી,
Page #34
--------------------------------------------------------------------------
________________
અનુભવ-વાણી
વિભાગ પહેલો : સામાજિક
(૧)
શ્રાવક-શ્રાવિકાને સાચો ઉત્કર્ષ સાધવાની ચેજના પખિલ ભારતવર્ષ માટે કોઈ પણ સંસ્થા કાર્ય કરી શકે તે
તે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ જ છે; કેમકે તે સંસ્થા સમગ્ર જૈન સમાજની છે અને તેમાં સૌને માટે સ્થાન છે. શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી મુખ્યત્વે તો ધાર્મિક સંસ્થા છે અને તેનું મુખ્ય કામ ધર્મના તીર્થસ્થાને સંભાળવાનું છે. તેને વહીવટ જુના બંધારણ મુજબ મેટા ભાગે અમદાવાદના ભાઈઓ કરે છે. જો કે તેમાં જુદા જુદા પ્રાંત કે પ્રદેશના પ્રતિનિધિઓને ચૂંટવાનું ધોરણ છે; તે પણ ખરેખરે વહીવટ અને સત્તા તે સ્થાનિક સભ્યોના હાથમાં હોય છે. એટલે સામાજિક પ્રશ્નોને ઉકેલ તે પેઢી કરતાં કૉન્ફરન્સ વધુ સારી રીતે લાવી શકે. આ યોજનાને ઉચિત અમલ અને સર્વદેશીય વિકાસ કરવો હોય તો સૌથી પ્રથમ જરૂરનું એ છે કે –
(૧) જ્યાં જ્યાં જૈનેની વસ્તી હોય કે સંઘ હોય તે દરેક ગામમાં કોન્ફરન્સની શાખા હોવી જોઈએ અને તે શાખામાં ગામના ઉંમરલાયક ભાઈઓ તથા બહેને વેચ્છાથી સભ્ય બનવા જોઈએ. વ્યક્તિગત સભ્યની
Page #35
--------------------------------------------------------------------------
________________
[ ૨ ]
અનુભવ-વાણી
વાર્ષિક ફી ચાર આના રાખવી. મંડળ કે સંસ્થા સભ્ય થવા માગે તે વાર્ષિક પાંચ રૂપિયા ફી રાખવી. અને સંધ સભ્ય થવા માગે તે વાર્ષિક પંદર રૂપિયા ફી રાખવી.
(૨) કૉન્ફરન્સે પેાતાના કાર્યના પ્રચાર કરવા માટે અને કાર્યવાહીથી સૌને માહિતગાર કરવા માટે એક મુખપત્ર ચાલુ કરવું જોઈએ. સાપ્તાહિક, પાક્ષિક કે માસિક પત્ર કયું કાઢવું તે સ્થાયી સમિતિએ નક્કી કરવું. તેનું વાર્ષિક લવાજમ રૂા. ૩૭) કે ૪)થી વધુ ન જોઈ એ. દરેક મંડળ કે સંધ-સભ્યને પત્ર ભેટ માકલવું; અને ખીજા ગ્રાહકેાને લવાજમ લઈને મેકલવું. ઓછામાં ઓછી પાંચ હજાર નકલેા જવી જોઈ એ, તેમાં જે ખોટ આવે તે જાહેર ખબરમાંથી અને તેટલી ભરપાઈ કરવી. બાકીની ખેાટ ઉત્કર્ષી કુંડમાંથી ત્રણ વરસ સુધી ભરપાઈ કરવી. તંત્રી તરીકે હોશિયાર અનુભવી સભ્યની નિમણુક કરવી અને તેને યોગ્ય વેતન આપવું. મુખપત્ર એ બધી પ્રવૃત્તિએ ની જાહેરાત અને પ્રચાર માટેનું મૂળ અને મુખ્ય સાધન બનવું જોઈએ.
(૩) દરેક પ્રાંત અને પ્રદેશમાં આવેલી દરેક ગામની શાખાનુ સંગઠન અને જોડાણ કરવુ. ટૂંકમાં, કેાન્ગ્રેસના બંધારણ મુજબ આપણી કાન્ફરન્સની પણ દરેક સ્થળે શાખા, સમિતિ કે કમિટી સ્થાપવી જોઈએ અને એક ખીજા સાથે જોડાણ સાધવું જોઈ એ. મતાધિકાર વ્યક્તિગત રાખવા અને નિમણુક ચૂંટણીના ધેારણે કરવી. આ પ્રમાણે પ્રબંધ થઈ જાય તે પછી કામ કરવાની સરળતા રહેશે; દરેક સભ્યને આકર્ષણ રહેશે અને ધીમે ધીમે સભ્યસંખ્યા વધશે.
જ
(૪) જેએ કૅન્ફરન્સના સભ્ય હશે તેઓને જ કૉન્ફરન્સની યાજના કે સહાયના લાભ આપવા. વાર્ષિક ચાર આના ફી કાને ભારે નહિ પડે. સભ્યસ ંખ્યા વધારવાના અંતે પીઠબળ મજબૂત કરવાના આ એક જ ઉપાય છે..
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ એક
[૩] (૫) કોન્ફરન્સની મધ્યસ્થ ઓફિસમાં બધા પ્રકારનું કામ ત્વરિત, નિયમિત અને વ્યવસ્થિત થવું જોઈએ. તે માટે જરૂર પડે તો વધુ માણસે રાખવા અને યોગ્યતાના પ્રમાણમાં તે દરેકને યોગ્ય પગાર આપો.
(૬) કૉન્ફરન્સના બે મુખ્ય મંત્રીઓ ઉપરાંત દરેક મુખ્ય મુખ્ય અને મહત્ત્વના કાર્ય માટે અકેક મંત્રી નીમ. જે કામને જે સભ્ય નિષ્ણાત હોય તે કામ માટે તેને મંત્રી નીમ. જેઓ સ્વેચ્છાથી કામ કરવા કે સેવા આપવા તત્પર હોય તેવા ભાઈઓ જ મંત્રી બનવા જોઈએ. દરેક મંત્રી પોતાની પસંદગીના બીજા ત્રણથી ચાર ભાઈઓને સહકાર્યકર તરીકે લઈ શકે તેવી વેજના હોવી જોઈએ. આમ થાય તે જ કામ કરનારના જુથ ઊભા થશે અને એકદિલથી અને એકરાગથી કામ થશે. આ દરેક મંત્રી અને તેની કમિટીને શિરે કામની જવાબદારી રહેવી જોઈએ અને તે કામ કરવાની સત્તા પણ હેવી જોઈએ. તેઓ તરફથી જે કાંઈ યોજના, કાર્ય કે કાર્યવાહી રજૂ થાય તે બધું, ખાસ મહત્વનું કારણ ન હોય તો, મંજૂર રહેવું જોઈએ. અને મંજુર ન રહે તો તેઓએ રાજીનામું આપી જવાબદારી પાછી સોંપી દેવી જોઈએ.
(૭) મુખ્ય કાર્યવાહી સમિતિમાં મુખ્ય મંત્રીઓ, કોષાધ્યક્ષ અને પ્રમુખ તથા ઉપપ્રમુખ ઉપરાંત આ બધા કાર્ય મંત્રીઓને સમાવેશ થવો જોઈએ.
(૮) આ અને આવા બીજા કાર્યો પાર પાડવા માટે એ ખાસ જરૂરનું છે કે-કૅન્ફરન્સનું બંધારણ વિના વિલંબે નવું ઘડીને અમલમાં મૂકવું જોઈએ, તે સિવાય કાર્યની શક્યતા નથી.
શ્રાવક શ્રાવિકાના ઉત્કર્ષની એજના માટે સૌથી પ્રથમ એ નકકી થવું જોઈએ કે-(૧) ઉપર કહ્યું તેમ જેઓ કોન્ફરન્સના સભ્યો હશે તેઓને જ આ જનાનો લાભ મળી શકશે.
(૨) આંધળા, લાં, લંગડા, અપંગ કે અશક્ત, વૃદ્ધ માણસે સિવાય દરેક માણસ જે મહેનત, મજૂરી, કામ કે ઉદ્યોગ કરશે તેઓને જ આર્થિક મદદ મળશે. બીજાઓને મદદ કે ઉત્તેજનની તાત્કાલિક
Page #37
--------------------------------------------------------------------------
________________
[૪]
અનુભવ-વાણું જરૂર હશે તે બીજાઓની લેખિત ખોળાધરી અને ભલામણ ઉપર અમુક રકમ સુધી ધીરવામાં આવશે, અને અમુક મુકરર સમયમાં તે તેણે ભરપાઈ કરવી પડશે. જેઓને કામધંધા કે ઉદ્યોગ શીખવા માટે મદદની જરૂર હશે તેઓને લેન તરીકે મદદ મળશે.
(૩) દરેક ગામ, કેન, પ્રાંત કે પ્રદેશ સંસ્થા, જે ઉદ્યોગ સંસ્થા શરૂ કરે તે તે દરેક શીખનારની સંખ્યાના પ્રમાણમાં, દરેક સંસ્થાને, વ્યક્તિદીઠ અમુક રકમ વર્ષ આખરે ગ્રાન્ટ કે મદદ તરીકે ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે. રકમને આધાર કૉન્ફરન્સના નિરીક્ષકના રિપોર્ટ ઉપર રહેશે.
(૪) પુસ્તકે, ફી વગેરે આપવા માટે સ્થાનિક સંસ્થા જેટલી રકમ એકઠી કરશે તેટલી રકમ, પાછી આપવાની શરતે કૉન્ફરન્સ વગર વ્યાજે આપશે.
(૫) જે ગામ પોતાના ગામના ભાઈઓ અને બહેનોને મજુરી કે કામ આપવાના ઈરાદાથી ગૃહઉદ્યોગ ચલાવશે અને તેમાં કામ કરનારને જે કાંઈ વધારાની રકમ મદદ તરીકે આપવામાં આવતી હશે તેમાં ૨૫ થી ૫૦ ટકા સુધીનો ફાળો વરસની આખરે ત્રણ વર્ષ સુધી મધ્યસ્થ સંસ્થા આપશે.
(૬) ઊંચી કેળવણી માટે મદદની જરૂર હશે તેને ફી, પુસ્તક કે પરીક્ષા માટે ૫૦ ટકા સુધી લેન તરીકે આપવામાં આવશે.
(૭) જેઓ સહકારી ધોરણે શ્રાવક-શ્રાવિકાને ધંધે લગાડવાના મુખ્ય ઉદેશથી સહકારી સ્ટોર ખોલશે તે તેવા સ્ટોરને તે ગામની કોન્ફરન્સની શાખા કે સંઘની ગેરંટી ઉપર રૂા. ૫૦૦૦ સુધી ત્રણ વર્ષ માટે ધીરવામાં આવશે.
(૮) દરેક પ્રાંતિક સમિતિને તે પ્રાંતમાં કોન્ફરન્સનું કાર્ય કરવા અને પ્રચાર કરવાના ખર્ચ બદલ વધુમાં વધુ વાર્ષિક રૂ. ૫૦૦ સુધી ગ્રાન્ટ આપવામાં આવશે. '
Page #38
--------------------------------------------------------------------------
________________
.
શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષ
[૫] (૯) જેની જેની લેન, મદદ, ગ્રાન્ટ કે બીજી માગણીની અરજીઓ કે કાગળો આવે તેને નિર્ણય અને નિકાલ વધુમાં વધુ આઠ દિવસમાં કરે જોઈએ અને દરેક કાગળના જવાબ કે પહોંચ વગર વિલંબે આપવા જોઈએ. '
(૧૦) કોન્ફરન્સવતી જે જે મંત્રીઓ, સભ્યો, નિરીક્ષકે કે પ્રચારકો બહારગામ જાય તે દરેકને ત્રીજા વર્ગનું ટ્રેઈન ભાડું, મેટર કે બસ ભાડું અને દરરોજના રૂ. ૫) લેખે ભથું ફરજિયાત આપવું અને દરેકે તે લેવું. બીજી રીતે કોન્ફરન્સના ફંડમાં જે કાંઈ રકમ વધુ આપવી હોય તે તે દરેક સભ્ય આપી શકે છે. આમ થશે તો જ કાર્યકરોની સેવા મળી શકશે.
(૧૧) ચાલુ સાલમાં શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ માટે ડિસેમ્બર સુધીમાં રૂા. ૫૦ હજાર ગ્રાન્ટ, લેન કે મદદમાં અને તે માટેના ખર્ચમાં કે વ્યવસ્થામાં વાપરવા માટે મંજૂર કરવા જોઈએ કે જેથી આખા સમાજમાં પરિણામની આશા બંધાય અને નિરાશાના વાતાવરણમાં આશાના અંકુર ફુટે. આથી કોન્ફરન્સ માટે લેકમત પણ સારે બંધાશે અને એના પ્રત્યે મમતા વધશે. આ વાતાવરણ ઊભું કરવાની ખાસ જરૂર છે.
૧૨) દર વરસે રૂા. ૫૦ હજાર ખર્ચવાનો નિર્ણય કરે અને ત્રણ વર્ષ સુધી આ કાર્ય ચાલુ રાખવું. તે ઉપરથી કામ કેવું થાય છે ? પરિણામ કેવું આવે છે ? કામની કદર–પ્રશંસા કેવી થાય છે ? તથા નાણાંની મદદ કેવી મળે છે ? તે ત્રણ વર્ષ સુધીમાં સ્પષ્ટ સમજાઈ જશે. તે દરમ્યાન ભવિષ્યની પાંચ કે દશ વર્ષની યુજના ઘડી કાઢવી.
(૧૩) શ્રાવક-શ્રાવિકાના ઉત્કર્ષ ફંડમાંથી વ્યવસ્થા ખર્ચમાં વાપરવાની જોગવાઈ રાખવી જોઈએ. વ્યવસ્થા સિવાય કાર્યને હેતુ સર્વાશે સિદ્ધ નહિ થાય.
(૧૪) કોઈ પણ રકમ કે ટ્રસ્ટ કોઈ પણ સામાન્ય કે ખાસ હેતુ માટે કોઈને તરફથી સેંપવામાં આવે તે જે શરતે સોંપવામાં આવે
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
અનુભવ-વાણી
તે શરતે તેને અવશ્ય સ્વીકાર કરવા. પરંતુ તેમાં એક શરત એ હાવી જોઇએ કે તેની વાર્ષિક આવક કે ઉત્પન્નમાંથી ૧૦ ટકા જનરલ કુંડમાં લઈ જવામાં આવશે અને બાકીની રકમ તે હેતુ માટે ખર્ચવામાં આવશે.
*
(૧૫) જનતાની મદદ કે ટ્રસ્ટોની સાંપણી ત્યારે જ ફળીભૂત થાય કે સૌને ખાત્રી થાય કે પૈસા બરાબર સચવાશે, તેની વ્યવસ્થા સારી થશે, તેના હેતુ મુજબ તેને ઉપયેગ થશે, અને કાર્યકરા લાયક હશે. આને માટે સ્થાયી સ્ટાફની અને લાંબા વખત સુધી કામ કરે તેવા કાકાની કમિટીએ જોઇએ. દરેક કમિટીએ પાંચ કે દશ વર્ષ સુધી એક સરખું કામ કરવું જોઇએ. પ્રમુખ અને મુખ્ય મંત્રીએ ભલે ત્રણ વર્ષે, પાંચ વર્ષે બદલાય પર ંતુ સ્થાયી મંત્રીએ અને કાર્યકરો, અને તે કાયમી, અને નહિ તે પાંચ કે દશ વર્ષોં સુધી કાયમ રહેવા જોઇએ કે જેથી કા અવિરત ચાલુ રહી શકે.
(૧૬) ગમે તે સાર્વજનિક હેતુ માટે ટ્રસ્ટ કે અમુક રકમ સોંપવામાં આવે તે પણ તેને સ્વીકાર કરવા.
(૧૭) સાર્વજનિક ફંડ કોઈ પણ ધંધામાં, વ્યાપારમાં, ઉદ્યોગમાં કે ખીજા એવા લાકહિતના કાર્યમાં રોકી શકાય, ખરચી શકાય કે ધીરી શકાય—એવા પ્રબંધ હાવા જોઇએ કે જેથી ધણા ભાઈ-બહેનને કામધંધા કે ઉદ્યોગ શીખવી શકીએ, તેમને નાકરી-ધંધે લગાડી શકીએ; અને તેમાંથી વ્યાજ કે. નફાની જે કાંઈ આવક થાય તેમાંથી ખીજાઓને ઉત્તેજન કે મદદ પણ આપી શકીએ.
(૧૮) જેએ કોન્ફ્રન્સ કે તેની કોઈ શાખા અથવા તેના હસ્તકની કોઈ સંસ્થાની મદદથી કે લોનથી ભણ્યા હોય કે કામધંધે લાગ્યા હોય તેઓ કમાવા માંડે તે વરસથી દર વર્ષે તેની વાર્ષિક કમાણીમાંથી આછાસાં એછે. એક રૂપીએ અર્ધો આને અને વધુ તેની પેાતાની ઈચ્છા મુજબ કોન્ફરન્સના જનરલ ક્રૂડમાં ફરજિયાત તેણે આપવાનુ રહેશે.
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શ્રાવિકા ઉત્કૃષ્ટ
[9]
(૧૯) શ્રાવક–શ્રાવિકાના ઉત્કની યાજનામાં સમાજહિતની બધી બાબતાને સમાવેશ થઈ શકશે. માનવસહાય, સ્વામીવાત્સલ્ય, વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ, પાઠશાળા, નિશાળેા કે હાઈસ્કૂલોની સ્થાપના, દવાખાના કે હાસ્પીટલ, નિવાસસ્થાના, સહકારી મંડળીઓ કે દુકાના, કળાજીવન કે ઉદ્યોગગૃહા અને એવા બીજા ગમે તે કાર્યો હાથ ધરી શકાશે અને તે ફંડના આ અને આવા કાર્યા માટે ઉપયાગ થઈ શકશે.
*
(૨૦) ટૂંકમાં, આ આખી યોજના, તેનું કાર્યક્ષેત્ર અને તેના હેતુએ ઘણાં વિશાળ, વિસ્તૃત અને સર્વવ્યાપી રાખવા જોઇશે. તેા જ તેના હેતુ સાધ્ય થશે, સમાજ તેની કદર કરી તેને સારી મદદ કરશે અને તે કાર્યં સદૈવ ચાલુ રહેશે.
વિક્રમની એકવીસમી સદીમાં આગલી વીસ સદી સુધીમાં કરવાના ઉપર દર્શાવેલ વીસ બાબતેાના બીજ રોપી તેના વૃક્ષ ઊગે, તેને ફળ અને ફૂલ આવે અને તેના આખી જૈન સમાજને લાભ મળે, તથા તેની છાંયા નીચે સૌ આરામ અને વિસામેા લઇ શકે એટલું જ નહિ પણ વૃક્ષો કાલે, ફૂલે અને એક સુંદર ઉપવન કે ઉદ્યાન અને, પ્રત્યેક જૈન તેના પાલક, પાષક અને રક્ષક અને—આ ભાવના, કલ્પના-ચિત્ર પ્રત્યક્ષ ક્ળે અને તેને અનુભવ, ઉપભોગ અને લાભ સૌને મળે તે માટે માત્ર શાસનદેવને પ્રાના કરાર નિષ્ક્રિય બેસી રહેવાથી કશું નહિ વળે, અધૂરા મનુષ્યો અધૂરાથી સ ંતાપ માને. આપણે તે કાર્યની શરૂઆત કરી દેવી, તેમાં રચ્યાપચ્યા રહેવુ અને એતપ્રાત થઈ જવુ અને એકરાગથી, એકનિષ્ઠાથી કામમાં લાગી જવું. જેએ આપબળનો ઉપયાગ કરે, જાતમહેનત કરે અને નમ્રતાપૂર્વક નિષ્કામભાવે કામ કરે તેને સમાજ, કુદરત અને શાસનદેવ પણ અવશ્ય સંપૂર્ણ સાથ અને સહકાર આપે. માત્ર “સર કાશી કી તમન્ના અબ હમારે દિલ મેં હય,” અને “કરેગે યા મરેંગે,” અથવા વ્હારે આધામિ, નહિ તે ફેકુંવાતચામિ”એ સૂત્રેાનો નાદ દરેક કાર્યકરના હૃદયમાં ગાજવા જોઇએ, ગુજવા જોઇએ અને વિશ્વભરમાં તેનો પ્રતિધ્વનિ પડવા જોઇએ. પ્રભુ મહાવીરનો આ આદેશ છે અને માનવ જાતનો આ સ`દેશ છે.
"6
Page #41
--------------------------------------------------------------------------
________________
[૮]
અનુભવ-વાણી
(૨) શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનો સર્વાગી વિકાસ કરે
અમૃતલાલ કાલિદાસ દોશી બી. એ. જેવા ઠરેલ, વિચાર
શીલ, અનુભવી, અભ્યાસી, કાર્યસાધક, નિશ્ચિત મનોબળવાળા, વ્યવહારકુશળ અને બધા પક્ષના સંગઠનમાં માનવાવાળા ગૃહસ્થની પ્રમુખ તરીકેની પસંદગી કરવા માટે કૉન્ફરન્સના કાર્યકરો અને શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને ધન્યવાદ ઘટે છે. જૈન સમાજમાં ચોમેરથી અવાજ ઉઠે છે કે હવે કૉન્ફરન્સ ઘણું સક્રિય અને પરિણામજનક કાર્ય કરી શકશે.
અત્યારે સમય, સંજોગ અને સ્થિતિ ઘણે અંશે વિષમ અને મુશ્કેલીભરેલા પ્રવર્તે છે. માનવ રાહત, સમાજેન્નતિ, કેળવણી પ્રચાર, ધંધાદારી યોજનાઓ, સામાજિક કાર્ય કરે અને સ્વયંસેવકોની અખિલ ભારતવર્ષના ધોરણે રચના, અખિલ ભારતીય જૈન સંઘની સ્થાપના, તીર્થરક્ષા અને જીર્ણોદ્ધાર, ધર્માદા ટ્રસ્ટના વહિવટ અને દેખરેખ, રાજદ્વારી ક્ષેત્રે જૈનેની પ્રગતિ, ધર્મ અને સાહિત્યને વિશ્વભરમાં પ્રચાર અને બીજા એવા અનેક મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાના છે. આ બધા પ્રશ્નો કૉન્ફરન્સ હાથ ધરે, તેની ગંભીર વિચારણું કરી તેની
જનાઓ ઘડે અને અમલમાં મૂકવાનો સક્રિય પ્રયાસ કરે તે કૉન્ફરન્સની મહત્તા આપોઆપ વધશે. સહુનો સાથ અને સહકાર મળશે. અને તે માટે પૈસા પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. નૌકાની સલામતી નાવિક ઉપર છે. સેનાની જીત સેનાપતિ ઉપર છે. સંસ્થાની ફતેહ પ્રમુખ ઉપર છે અને કાર્યની સિદ્ધિ નાયક ઉપર અવલંબે છે.
શ્રમણ સંસ્થામાં પણ સુમેળ અને સંગઠન સાધવાની સૌથી વિશેષ આવશ્યકતા છે. ધર્મગુરુઓ ધર્મ અને ધર્મસંસ્થાઓને અંગે ઉપસ્થિત
Page #42
--------------------------------------------------------------------------
________________
સર્વાગી વિકાસ કરે
| [૯] થતા અનેક પ્રશ્નોને ઉકેલ વધુ મતે લાવે અને તે માટેનું એક જ પ્રકારનું માર્ગદર્શન આપે તો ઘણી અવ્યવસ્થા અને વાદવિવાદને અંત આવે ને વાતાવરણમાં વિશેષ સ્વચ્છતા પ્રસરે. કૉન્ફરન્સ ધારે તો આ કાર્ય જરૂર સહુના સહકારથી પાર પાડી શકે. આના ઉપર જ સમાજના ભવિષ્યનાં મંડાણ માંડી શકાય તેમ છે.
શ્રાવક શ્રાવિકાના સર્વાગી ઉત્કર્ષ માટે ઘણું કામ કરવાનું છે. આ પ્રશ્ન સૌથી પહેલું અને સવિશેષ નિરાકરણ માગે છે. તેના ઉપર જ બીજા બધા પ્રશ્નો અવલંબે છે. જ્યાં સુધી શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર સર્વાશે નહિ વિકસે ત્યાં સુધી બીજા ક્ષેત્રો અને બીજી અનેકવિધ શુભ પ્રવૃત્તિઓના સુંદર પરિણામ લાવી નહિ શકાય.
દર વર્ષે અનેક નવી નવી સંસ્થાઓ અને સ્થાને ઊભાં થતાં જાય છે. શરૂઆતમાં તેને માટે એક વખત તે પૈસા ઊભા થઈ જાય છે. પણ તે બધાને કાયમ નિભાવવાના ખર્ચને કેમ પહોંચી વળવું અને કાર્ય કરનારા અને સંભાળનારા ક્યાંથી લાવવા એ બહુ અટપટે પ્રશ્ન છે. જૂની સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ શિથિલ થતી જાય અને નવી સંસ્થાઓ ઊભી થતી જાય છે તેને ભાર સમાજ ઉપર વધતો જાય છે. તેને બદલે નવી સંસ્થાઓ ખાસ કારણ સિવાય ઊભી ન કરાય અને જૂની સંસ્થાઓનું એક બીજામાં જોડાણ થઈ જાય, અને એક જ સ્થાનમાં કેન્દ્રીકરણ કરવામાં આવે તો વહીવટ અને વ્યવસ્થા સુધારી શકાશે, કાર્યની સંગીનતા વધશે અને સમય, શકિત અને ધનખર્ચને ઘણે બચાવ થશે. આ પ્રશ્નનો પણ સમાજના હિતની દષ્ટિએ ઉકેલ શોધવાની ઓછી જરૂર નથી.
ધર્મશાસ્ત્રને અભ્યાસ, સંશોધન અને પ્રકાશન, તેની પાછળ જે કાંઈ પૈસા અત્યારે ખર્ચાય છે તે બધા માટે એક સંજીત જના ઘડવામાં આવે તે ઓછા ખર્ચમાં સારું ને વિશેષ કાર્ય થઈ શકે. આ પ્રશ્ન પણ કૉન્ફરન્સના કાર્યક્ષેત્રમાં આવી શકે છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
[૧૦ ]
અનુભવ-વાણું સમાજના જુદા જુદા અંગોપાંગો કે પ્રવૃત્તિઓનું બારિક અવકન કરતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે-જેનેને ભૂતકાળ એટલે ભવ્ય, સમૃદ્ધિવાન, ગૌરવવંતો અને શાસનપ્રેમી હતિ તેટલે વર્તમાન કાળ દેખાતું નથી. કેટલાક આ વાત માન્ય નહિં કરે, પરંતુ સાચી સ્થિતિ પ્રત્યે આંખમિંચામણું કરવાથી સ્થિતિ સુધરી જતી નથી. આજે શારીરિક, માનસિક, બૌદ્ધિક, નૈતિક કે આધ્યામિક શકિત અથવા આર્થિક, કૌટુંબિક અને સામાજિક સ્થિતિ કેવી ક્ષીણ થઈ ગઈ છે, તે સી કેઈ સારી રીતે જાણે છે. આ બધાનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરી તેમાં પ્રાણ અને પ્રતિષ્ઠા પુરવા માટે કોન્ફરન્સ કટિબદ્ધ થાય છે તેમાં તેને જરૂર સફળતા સાંપડશે.
એક વ્યકિતથી છે કે બધું મહાભારત કામ પાર પડી શકતું નથી, છતાં જે નાયક શકિતશાળી હોય તો બધાં કરવાનાં કાર્યની સમીક્ષા કરી શકે. સૌ કાર્યકરોનું સંગઠન કરી જુથ ઊભું કરી શકે અને વાતાવરણ ઊભું કરી શકે. અને વાતાવરણ એવું ગાજતું અને ગુંજતું ઊભું કરે કે સૌને સાથ, સહકાર અને સહાય મળી શકે અને કાર્યો સિદ્ધ થઈ શકે. એકલાં ભાષણથી, ઠરાવોથી કે લેખોથી કામ નહિં પાર પડી શકે.
અધિવેશનના સમય સુધીમાં પ્રચારકાર્ય દ્વારા આખું વાતાવરણ સજે અને સૌને પરિચય સાધી સૌને એક જ મંચ ઉપર એકઠા કરી સૌના સહકારથી અધિવેશનને એવું યશરવી બનાવે કે સુવર્ણ જયંતીમાં સેના જેવા અનેક ઉતમ કાર્યો થાય; તેને ઈતિહાસ સનેરી અક્ષરે લખાય. ભવિષ્યની પ્રજા તેને લાંબા સમય સુધી સંભારે અને પ્રમુખ આદિ સૌ નેતાઓ અને કાર્યકરને યશ મળે. અધિવેશનના વરાયેલા પ્રમુખશ્રીના શુભ હસ્તે શરૂઆત આ રીતે થાય અને તેમાં તેઓ યશસ્વી નિવડે, એ ભાવનાવડે જ આપણે તેમનું અભિનંદન કરીએ તે ગ્ય ગણાશે.
Page #44
--------------------------------------------------------------------------
________________
સાધુ-સમાજના ચરણે
[૧૧]
(૩) સાધુ-સમાજના ચરણે
ftએ કમાંથી અનેક, અનેકમાં વિધવિધ પ્રકાર, તેમાંથી વિકાસ,
વિકાસમાંથી વિકાર અને વિક્રિયા, અને છેવટે અંત અથવા વિદાય,” આ ક્રમ કુદરતમાં, સમાજમાં, વ્યવહારમાં, પ્રવૃત્તિના દરેક વ્યવસાયમાં, અને વ્યકિતના જીવનમાં દરેક સ્થળે અને દરેક સમયે માલૂમ પડે છે. તેથી એમ સહેજે માનવું પડે છે કે આ નિયમ સ્વયંસિદ્ધ છે.
શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર કોઈ પણ મૂળ વસ્તુ કે મૂળ તત્વ નાશ પામતું જ નથી. માત્ર તેનું રૂપાંતર થાય છે, જેને આપણે “પર્યાય”થી ઓળખીએ છીએ. જેમ કે વરાળમાંથી પાણી, પાણીમાંથી હિંમ અથવા બરફ અને બરફમાંથી પાછું પાણી, અને પાણીમાંથી છેવટે વરાળ થાય છે. વળી જેમ માટીમાંથી ઘડા થાય છે અને ઘડે ફરી જતાં તેમાં રહેલી માટી કાળક્રમે માટી બની માટીમાં મળી જાય છે. કાળનું ચક્ર પણ આ રીતે ફર્યા કરે છે. નીચેથી ઉપર જઈ વળી પાછું નીચે આવવું પડે છે.
જીવ અને અજીવ તત્ત્વમાં મુખ્ય તફાવત એ છે કે–જીવ પુરુષાર્થ કેરવી શકે છે અને પોતાની ગતિ ઊંચી દશામાં કરવી કે નીચી દશામાં કરવી તે તેની પોતાની સત્તામાં છે. અજીવ તત્ત્વ આત્માની શકિતવડે જ સ્કુરાયમાન થાય છે, તેને પોતાની ચેતના હેતી નથી. દેહ અને આમાની વચ્ચે કઈ રીતે વ્યવહાર થાય છે, તે કોયડો હજુ સુધી સંતોષકારક રીતે ઉકેલી શકાયું નથી.
આજે આપણે સમાજ અને ચતુર્વિધસંઘ કાળચક્રની ઊર્ધ્વગતિએ છે કે અધોગતિએ છે? આને જવાબ કોણ આપશે ? કારણ વિના
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
*
અનુભવ-વાણી
કાં સંભવી શકતું નથી, એ સાચું જ છે. તેમ કાર્ય કે ક્રિયાનુ પરિણામ પણ હોય તે પણ નિશ્ચિત વાત છે. ભૂતકાળની પરિણતિ વર્તમાનકાળ છે અને વર્તમાનકાળની પરિણતિ ભવિષ્યકાળ છે. એટલે જગતમાં જે કાંઈ આજે પ્રવતી રહ્યું છે તે દરેકમાં આ ક્રમ અબ્બાધિત રીતે અવિરતપણે દ્રશ્યમાન થાય છે. એટલે કાર્યકારણભાવવડે આખું વિશ્વ, બધા પદાર્થા, અને બધી ક્રિયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એક ખીજા સાથે સંકળાયેલા છે, અને અન્યોન્યાશ્રિત છે. આ વાત સમજપૂર્વક ખ્યાલમાં રાખી આપણે સૌ જીવન વીએ તે સમાજમાં સુખ, સતાષ, શાંતિ અને આનંદમંગળ પ્રવર્તાવી શકીએ એમ શાસ્ત્રો અને ગુરુદેવા ખાત્રી આપે છે.
ચતુર્વિધ સંધની રચના તીથંકર પ્રભુ કરે છે. તેમણે ઘડેલ અને આદેશ આપેલ નિયમા પ્રમાણે આપણે પોતાતાની ફરજ બજાવવી જોઇએ. આ નિયમે અને તેને અંગેની સાચી કવ્યપરાયણતાનું જ્ઞાન કે ભાન અત્યારે કેટલાને છે ? અત્યારના કરતાં ભૂતકાળમાં શ્રમણવર્ગની સંખ્યા અનેકગણી હતી એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને શાસ્ત્ર કે તિહાસની હકીકત ખોટી માનવાનુ કારણ નથી. પૂર્વકાળની સમાજરચના કેવા પ્રકારની હતી તે સબધી આજે સમાજે અને ચતુર્વિધ સંઘે ગુરુગમદ્રારા એ જાણવું જરૂરનું છે કે:
૧. જે જે સંઘની સ્થાપના થતી તેમાં સધતિની નિમણુંક થતી કે કેમ ? કે સંઘપતિ વિનાના સંધ હાઇ શકતા ? મુંબઇના સધને સધપતિ કાણુ ?
૨. મુનિમહારાજોમાં ગુચ્છભેદ કે સંધાડા કેટલા હતા ? તે બધા વચ્ચે પરસ્પર દિલને સુમેળ અને પૂજ્યભાવ હતા કે કેમ? અને બધાના એક નિયામક નાયક હતા કે કેમ ?
૩. એક બીજા ગચ્છનાયકા વચ્ચે સામસામા આક્ષેપેા અને લીલા છાપાઓમાં, પત્રિકા દ્વારા કે વ્યાખ્યાનામાં અને ઉપાશ્રયામાં આજની માફ્ક થતા કે કેમ ? અને કેટલા પ્રમાણમાં થતા ?
Page #46
--------------------------------------------------------------------------
________________
શાધુ-સમાજના ચરણે
[૧૩] ૪. શાસ્ત્રાર્થ કે વાદવિવાદ માટે જાહેર સભાઓ ગોઠવાતી હતી ? અને તેમાં છેવટને નિર્ણય કરવાનું કામ પક્ષકારોને સોંપાતું કે કોઈ પ્રખર વિદ્વાન મહાપુરુષને સેંપાતું ?
૫. તિથિચર્ચા અંગે આજના જેવા ઝઘડાઓ અને ચોથ કે પાંચમની સંવત્સરીના પ્રતિક્રમણના આઘાતપ્રત્યાઘાત અને વેરવિરોધના વમળ અગાઉ થયેલાની ઐતિહાસિક નોંધે છે કે નહિ ?
૬. કાચી બુદ્ધિના અને ઓછી સમજણના નાની ઉમરના કેટલા બાળક બાળાઓને માબાપની જાણ કે સ્થાનિક સંઘની સંમતિ વિના દીક્ષા અપાતી ?
૭. દેવદ્રવ્ય, સાધારણ ધાર્મિક સંસ્થાઓના વહીવટ અને હકુમત વિ. કારણે સંઘમાં વાદવિવાદ, ઊહાપોહ કે વિક્ષેપ અગાઉના વખતમાં કેવા થતા કે કેવા પડતા ?
૮. ધુરંધર મુનિરાજે વચ્ચે જુદે જુદો મત કે અભિપ્રાય પ્રવર્તતો હેય તે છેવટને નિર્ણય સંઘને ગ્ય લાગે તે કરીને તે પ્રમાણે કામ થતું ? કે દરેક સંધ પોતે પિતાને ઠીક લાગે તે રીતે ગમે તે એક ગુરુમહારાજને પૂછી તેઓશ્રી જે માર્ગદર્શન આપે તે પ્રમાણે અમલ કરતા ?
આ અને આવા બીજા અનેક પ્રશ્નોએ સમાજનું વાતાવરણ બહુ જ ડોળી નાખ્યું છે અને અંતે પાયમાલીના પથે સૌ પ્રયાણ કરી રહ્યા છીએ. અને છતાં “સાચું શું?” તેને નિર્ણય થતો નથી; અને સમય, શકિત અને સંપત્તિની ફનાગીરી થતી રહે છે. કોણ જીત્યું? કોણ હાર્યું ? કેણ સાચું ? કશું ખોટું ? કઈ વસ્તુ શાસ્ત્રપ્રમાણ? એ તો કઈ કહી શકતું નથી. આ વસ્તુ ગુરુવર્યોને કોણ કહે કે કહી શકે ? કે કેણ સમજાવી શકે ? તેઓમાં પણ એટલી ભીતા જોવાય છે કે ખાનગીમાં પોતે જે માનતા હોય છે તે સ્પષ્ટ કહે છે; પણ લેખિત માગીએ અથવા જાહેરમાં તેનું નામ આપીએ તે તેની તે ના કહે છે
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ ]
અનુભવ-વાણી
પ્રશ્નો અંગે આજે દુ:ખજનક છે.
અથવા ઇન્કાર કરે છે. ધર્મ અને સમાજના અનેક મહત્વના આ પ્રકારની સ્થિતિ પ્રવતી રહી છે, જે બહુ જ
દેવદ્રવ્ય અને સાધારણદ્રવ્ય અંગે નીચેની બાબતે। સકળ સવે ગંભીરપણે વિચારવાની રહે છે--અગાઉ કરતાં આજે એકંદરે ૫ થી ૬ ગણી મેાંધવારી વધી છે. નોકરાના પગાર અને બીજા ખરચા તેટલા નહિ તેા ૩ થી ૪ ગણા નજરે વધ્યા છે; તેટલા પ્રમાણમાં ચાલુ આવક નથી. ખર્ચીને પહેાંચી વળવા ખાણુ કરીને વધુ રકમ ગૃહસ્થા પાસેથી ભરાવીએ છીએ. ધંધાની કમાણી સારી હતી ત્યાં સુધી સૌ કાઇ પ્રેમથી આપતા હતા. હવે સમાજના સંજોગ અને સમય પલટાયા છે. એટલે આવક ઘટશે પણ ખરચા ઉલટા વધશે. માતબર દેરાસરના વિચાર કરવાના રહેતા નથી. પણ ભારતવર્ષના બધા દેરાસરા અને સંધાની આર્થિક સ્થિતિ તપાસો. કેટલી કેટલી આવક અને
ખ છે તે જુઓ. ઘણા દેરાસરામાં દેવદ્રવ્યમાંથી પૂજારી, નાકરા, કેશર-સુખડ આદિ વસ્તુઓને ખર્ચ થાય છે કેમકે સાધારણની આવક તેટલી હોતી નથી. ત્યાંના બધા જૈના દોષને પાત્ર ગણાય ? તેને બચાવવા હાય તેા એક એવી જાહેરાત કરે કે દોષમાંથી બચાવવા માટે દરેક દેરાસરને ખૂટતી ખર્ચની રકમ આપવામાં આવશે. બીજી વાત દેરાસરનું બાંધકામ, એટલા, પગથિયા, ફરસ વિ. બધું દેવદ્રવ્યમાંથી બધાએલ હાય છે. દરેક જૈન તેના વપરાશ કરે છે, છતાં દર વરસે તે માટે કશે। ક્રૂાળેા આપવાના હાતા નથી. આમાં દોષ લાગે છે કે નહિ ? તે દોષ કેમ ટાળવેત ? પૂજ્ય ગુરુદેવે આના ઉકેલ કરી આપવાની કૃપા કરશે? ભાડા, મર્યાદા અને પ્રમાણતા સિદ્ધાંત શુ... સાચવી શકાય ?
આમાં ન
Page #48
--------------------------------------------------------------------------
________________
સંધાને વિચારવા જેવું
*
[ ૧૫ ]
(૪)
સાધુ-સાધ્વીજીના વિહાર અંગે સધાએ વિચારવા જેવું
જે
તેમાં આવતા, મૃદુતા, ગુરુભક્તિ અને સાધર્મિક વાત્સલ્યની ભાવના પેઢી દરપેઢીથી ઉતરી આવેલી છે અને તેને લીધે જ્યારે જ્યારે પેાતાના ગામમાં ગુરુ આગમન થાય છે ત્યારે ત્યારે બહુ જ ભક્તિભાવપૂર્વક તે તેનું બહુમાન કરે છે; એટલું જ નહિ પરંતુ સાધુ-સાધ્વીને વંદન કરવા આવનાર શ્રાવક–શ્રાવિકા અને ઈતર જતાના પણ સત્કાર કરવા હંમેશા તત્પર રહે છે. આ પરંપરા દરેક ગામમાં ઓછા વધુ અંશે હજી પણ જળવાઈ રહી છે.
પરંતુ છેલ્લી લડાઇ દરમ્યાન અને તે પછી ગામડાંઓના જૈતામાં એ ખાનદાન, પ્રતિષ્ઠિત, આગેવાન પુરુષો હતા તે ઘસાઇને નબળા પડી ગયા. અને યુવકવ નાકરીધધા અર્થે દેશાવર નીકળી ગયા. જેઓ પ્રારબ્ધ કે પુરુષાર્થના બળે નવા અને તાજા શ્રીમંત થયા હોય છે, તેને ધર્મમાં બહુ પ્રેમ કે રાગ ઘણેભાગે હાતા નથી. તેમાંથી જેઓને કીર્તિની કે સમાજમાં આગળ આવવાની તમન્ના હોય છે તેઓ તે હેતુથી પૈસા ખરચવા ઉત્સુક હાય છે; અને બીજા જો પ્રેરણા કરે તેા ઘેાડાઘણા પૈસા આપી દે છે. પરંતુ સાધર્મિકનું પેાતાને આતિથ્ય કરવાનું હોય તેા તે અખાડા કરે છે અથવા આંખની આડા કાન ધરે છે. એટલે જેઓને કવ્યનું ભાન હાય તેની સ્થિતિ સારી હોય કે ન હાય તેને માથે તે જવાબદારી આવી પડે છે.
વળી આજકાલના કૌટુંબિક જીવનમાં એ પરિસ્થિતિ પ્રવર્તતી હાય છે કે ઘરમાં દીકરાએ અને વહુએનું સામ્રાજ્ય હાય છે. એટલે જો આ વૃદ્ધો ઘેર, કાઈ શ્રાવક શ્રાવિકાને જમવા તેડી લાવે તેા વહુદીકરા
Page #49
--------------------------------------------------------------------------
________________
[૧૬]
અનુભવ-વાથી મહ ભરડે અથવા જીવ બાળે અને કોઈ કોઈવાર તે અનાદર પણ કરે. તેમાં પણ સાધુ-સાધ્વી સાથે વિહારમાં મજૂર, નોકર કે માણસ સાથે હોય, તો તેઓને ધડ રાજીખુશીથી કરનાર બહુ ઓછા નીકળે છે.
એટલું હજી સારું છે કે સાધુ-સાધ્વીજીને તો સૌ કોઈ સાચવી લે છે અને સંભાળી લે છે, કેમકે તેમના પ્રત્યે સમુદાયના મોટા ભાગના માણસને, અને ખાસ કરીને સ્ત્રીવર્ગને ભક્તિભાવ હોય છે. પરંતુ જે તેમાંના કોઈને માંદગી હોય અને તેમને માટે વૈદ્ય કે ડૉકટરને બોલાવવા હોય કે સારવાર અથવા દવાના પૈસા ચુકવવા પડે, અથવા તેઓને જે કઈ ચીજ વસ્તુ, પુસ્તકે કે ઉપકરણોનો ખપ હોય તો તે બધા માટે સંધમાં કાં તો પૈસા હોતા નથી અથવા તે તેનો બોજો એકાદ બે શ્રીમંત ઉપર નાખવામાં આવે છે. શ્રીમંતે બધા કર્તવ્યના ખ્યાલવાળા હોતા નથી. એટલે જેઓ ગુરુપ્રેમી હોય તેઓની સ્થિતિ હોય કે ન હોય તે પણ તેઓ યથાશક્તિ ભકિત કરે છે. બીજાઓ જેઓ નિષ્ફર કે નફફટ હોય તેઓ સ્થિતિસંપન્ન હોવા છતાં કશે જે ઉપાડતા નથી. તેઓ તે આવો બેજે ન આવી પડે તે માટે સાવધાન રહે છે. આને લીધે સંઘમાં વિષાદ, ઈર્ષા અને મનદુ:ખ વધે છે. જો કે સવળો અર્થ છે કે જેના પુણ્ય ચઢિયાતા હોય તેઓ જ આ ઉત્તમ લાભ મેળવી શકે છે. અને મહાપુણ્ય બાંધે છે, પરંતુ વિષમ સંજોગોમાં આર્થિક ક્ષેત્રે દરેક કાર્ય તુલનાત્મક દષ્ટિથી કરવા લેકે ટેવાઈ ગયા છે, અને સારી સ્થિતિવાળા દિલદગડાઈ કરે ત્યારે સામાન્ય જનતાને તેમના પ્રત્યે નફરત છૂટે છે.
વળી કેટલેક ઠેકાણે એવું પણ બને છે કે પુરુષવર્ગ જે કેઈને જમવા નોતરી લાવે તે સ્ત્રીવર્ગને ગઠિતું નથી, અને સ્ત્રીવર્ગ કેઈને લાવે તે પુરુષવર્ગ આંખ ખેંચે છે. આ બધી વાતો કપિત નથી, તેમજ કવચિત કે કવેળાની પણ નથી, પરંતુ અનુભવની છે; જાતે જેએલી છે. અનેક સાધુ-સાધ્વીજીના સ્વમુખેથી સાંભળેલી છે. અને
Page #50
--------------------------------------------------------------------------
________________
સંઘને વિચારવા જેવું :
[૧૭] વિહારના પ્રસંગમાં અનેક ગામે અને ગામડામાં પ્રત્યક્ષ અનુભવી છે. આ બાબતમાં કશું નવીન કે વિસ્મયજનક નથી.
આ પરિસ્થિતિ અનેક ગામમાં અનેક સ્થળે અને અનેક સ્થાનમાં પ્રવર્તે છે. તેનું પ્રમાણ જેઓને જેટલું માનવું હોય તેટલું ભાને તે માન્યતાને વિષય છે. આપણે તે એ વિચારવાનું રહે છે કે આનો ઉકેલ શોધવાની અને વહેલામાં વહેલી તકે અમલમાં મૂકવાની ખાસ તાકીદે જરૂર છે.
આને અંગે જૈન સમાજે એ પણ જાણવાની જરૂર છે કે વિહારમાં, જંગલમાં કે ઝૂંપડામાં, ગામડામાં કે રણપ્રદેશમાં જ્યાં જૈનનું એક પણ ઘર ન હોય ત્યાં ખેડૂત, મજૂર કે જૈનેતર કોઈને ત્યાં પણ સાધુ-સાધ્વીને આશ્રય લેવો પડે છે. આવા લેકે યથાશક્તિ ભક્તિ કરે છે અને ગોચરી વિગેરે પ્રેમપૂર્વક આપે છે. આવા લેકેને સત્કાર કે કદર જૈન સંઘ તરફથી અવારનવાર કરવામાં આવે તે જરૂરનું છે, કે જેથી તેઓ સાધુ-મુનિરાજોની સેવાશુશ્રુષા ઉલ્લાસથી કરતા રહે.
આ બધી વસ્તુસ્થિતિ જાણ્યા પછી તે બધા માટે વ્યવહારૂ અને વાસ્તવિક ઊકેલ આ રીતે કરી શકાય કે-(૧) દરેક ગામે અને દરેક સંઘે સ્વામીવાત્સલ્ય ફંડ કે અતિથિસત્કાર ફંડ દર વરસે કે દરેક પ્રસંગે એકઠું કરી લેવું. (૨) જે સાધુ–સાવી કે શ્રાવક-શ્રાવિકા આવે તેઓના સત્કાર અંગે જે કાંઈ ભેજનખર્ચ લાગે તે આ ફંડમાંથી કરવો. (૩) જે કઈ આવનારની ભક્તિ કરશું અને સગવડ સાચવશું તે દરેક કંઈ ને કંઈ તે ફંડમાં આપશે. કોઈપણ તીર્થની ભોજનશાળાના ખર્ચમાં ખાડે પડતો નથી. (૪) દેરાસર કે ઉપાશ્રય નજીક જે કઈ જૈન ગરીબ સેવાભાવી કુટુંબ રહેતું હોય તેને જ ભજનપ્રબંધનું કામ સોંપવું અને પૂરા પૈસા તેને આપવા, જેથી તેઓને ટેકે અને મદદ મળશે. અને સંધની શોભા પણ સચવાશે. (૫) બીજીકમવાળા કે ધર્મસ્થાનવાળા આપ
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
અનુભવ-વાણી
તે કે આપણા સાધુ-સાધ્વીને આશ્રય આપી સેવા કરે છે, તેને આપણા ઉપાશ્રય, ધર્મશાળા કે ધર્મસ્થાનમાં તેઓના સંતમહાત્માઓને ઉતરવા દેવાની આપણે પણ ઉદારતા બતાવવી જોઇએ. આ તે અતિથિસત્કાર માનવધર્મ છે. પરંતુ આ બાબતમાં આપણા સાધુ-મુનિરાજો જૈમાને ઉદારને બદલે સંકુચિત સ્વાર્થ વૃત્તિવાળા રહેવાના ઉપદેશ આપે છે. અને ' જૈતા, ગુરુઓને રાજી રાખવા માનવધના લાપ કરે છે. ક્રિશ્ર્યન અને મુસલમાનીને પેાતાના ધરમાં આપણા સાધુ-સાધ્વીને ઉતરવા દેતાં જોયા છે, જ્યારે આપણે તેઓને મિથ્યાત્વી ગણીને દૂર રાખ્યા છે અને તેમને આપણા સ્થાનમાં કયાંય ઉતરવા દેવાની ઉદારતા દેખાડતા નથી. હવે આ ટૂંકી દૃષ્ટિ ટાળવા જેવી છે. નહિ તેા સમાજ કે રાજ્યસત્તા તે નહિં સાંખે. દેરાસરની ચેારી કે લૂંટફાટ ઉદારચિત્તવૃત્તિથી જ અટકી શકશે.
(૫) સમાજની સામાજિક સંસ્થાઆને અને હિતચિંતકાને અત્યારે પ્રવર્તતી સ્થિતિ :
ટલા આપણે ધથી જોડાએલા કે સંગતિ થએલા છીએ તેટલા વ્યવહારથી કે આર્થિક ક્ષેત્રે જોડાએલા કે સંગઠિત નથી, દરેક વ્યક્તિ કે કુટુંબ પોતપાતાની બુદ્ધિ, શક્તિ, આવડત, અનુભવ, સંજોગાની અનુકૂળતા કે પ્રારબ્ધના યોગે નાકરી, ધંધા, વ્યાપાર, હુન્નરઉદ્યોગ કે કાઈપણ જાતનું કામકાજ પેાતાના પ્રયત્નાવડે શેાધી લે છે, અને ધીમે ધીમે આગળ વધી ઠરીઠામ થાય છે, અથવા પૈસા પેદા કરી શ્રીમંત બને છે. જૈતામાં કાઈ સમાજ કે સંસ્થા હજુ સુધી એવી જોવામાં, જાણવામાં કે સાંભળવામાં નથી આવી કે જેના પ્રયાસથી કુડીબંધ, સેકડા કે હજારા નવયુવાના ધંધે લાગ્યા હાય, અથવા હજારો
Page #52
--------------------------------------------------------------------------
________________
સસ્થાઆને અને હિતથિ'તકાને *
કે લાખા રૂપિયા કમાયા હોય; અથવા મેાટા ઉદ્યોગપતિ આવી કાઈ સમાજ કે સંસ્થાએ હસ્તીમાં હોય તે તેની નામેા કાઇ જણાવશે તે ઉપકાર થશે.
[ ૧૯ ]
બન્યા હોય. વિગત અને
કાઇપણ ધર્મગુરુઓએ પ્રેરણા આપી આવી કાઇ સમાજ કે સંસ્થા સ્થપાવી હોય તેવું પણ જોવા, જાણવા કે સાંભળવામાં નથી. આ ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે માણસજાત એ સામાજિક પ્રાણી અને સમાજનું અંગ હોવા છતાં સમાજે પોતે ક્રાઈની આર્થિક ઉન્નતિ કે ઉત્કૃષ્ટ સીધી રીતે નથી કર્યા. અને એ રીતે મનુષ્ય પ્રત્યક્ષ રીતે આ બાબતમાં સમાજના ઋણી નથી.
કેળવણીને માટે છેલ્લા પચાસેક વર્ષોંમાં સમાજે કેટલાક પ્રયત્ન કર્યાં છે. આવી કેળવણીની સંસ્થાઓના લાભ ઘણા વિદ્યાર્થીઓને મળ્યા છે. અને તેનું પરિણામ અને ફળ સમાજને ફાળે જરૂર જાય છે. અને તેટલા પૂરતા દરેક લાભ લેનાર વિદ્યાર્થી તે સંસ્થાને અને સમાજને અવશ્ય ઋણી છે. અને તે ઋણુ તેણે કેળવણીની સંસ્થાઓને અને વ્યક્તિગત વિદ્યાર્થીઓને યથાશક્તિ મદદ આપી વ્યાજ સાથે પ્રેમપૂર્વક વાળી આપવું જોઈએ. ભણેલાએ જો આટલું ન કરે તે તેઓ નગુણા અને સમાજદ્રોહી ગણાય. આ કલંકના કાળા ડાધ ભણેલા માટે બિલકુલ શાભારૂપ ન જ ગણાય.
ભણેલા માટે બીજો આક્ષેપ એટલો જ સાચેા છે કે વેપારીએ અને વગર ભણેલા અથવા આછું ભણેલાએ સમાજ, ધર્મ કે દેશને માટે જેટલુ ધન આપે છે, તેના હિસાબે કુળવાએલા અથવા વૈદ્ય, ડૉકટરા, વકીલા, મેરીસ્ટરા, સોલિસીટરો કે ખીજાએ ગમે તેટલી સારી કમાણી કરતા હાય અને પાસે પૈસા પણ સારા હોય, છતાં તેટલું ધન આપતા નથી. કેળવણીના પ્રમાણમાં કંજુસાઈ, ટૂંકુ' લિ, સ ંકુચિતતા મને સ્વાદૃષ્ટિ વધુ હાય છે—આવા અભિપ્રાય સમાજમાં પ્રવર્તે છે. આતુ શું કારણ હશે ? આના ઉપાય પણ સમાજે શાષવાના રહે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
[૨૦]
અનુભવ-વાથી જે કેળવણું જ આ સંકુચિતતાનું નિમિત્ત કારણ હોય તો તેવી કેળવણી પણ દોષયુક્ત ગણાય. આ પ્રશ્ન પણ સમાજના નાયકે એ અને કેળવાએલા ભાઈબહેને એ ઊકેલ જરૂર છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે--કેળવણીની સાથે સંસ્કાર અને ચારિત્રનું ઘડતર ઘડવાની વિશેષ જરૂર છે. આની મુખ્ય જવાબદારી મા-બાપની, સમાજનાયકોની, શિક્ષકોની અને ધર્મગુરુઓની રહે છે. આ પ્રશ્નોને સૌએ સાથે મળીને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની અને તેને ઉપાય શોધવાની જરૂર રહે છે. આ કામ સમાજના ડાહ્યા પુરુષને આપણે સપીએ તે જ ઇષ્ટ છે. એકલી કેળવણીથી સમાજને સાચે ઉદય કે ઉત્કર્ષ થવાને નથી. સંસ્કાર અને ચારિત્રના ઘડતરની જીવનમાં મુખ્ય આવશ્યકતા છે. અને આ કાર્યધર્મના સાચા જ્ઞાનથી જ સાધી શકાશે. ધર્મનું સાચું જ્ઞાન આપવા માટે આદર્શ ધાર્મિક પાઠશાળાઓ અને આદર્શ ચારિત્રવાન શિક્ષકો જોઈએ. આદર્શ શિક્ષક તૈયાર કરવા માટે આદર્શ શિક્ષણ સંસ્થાઓ પણ હોવી જોઈએ.
આમાંનું કેટલુંક આપણા સમાજ પાસે છે; અને કેટલુંક આપણે નવું સર્જન કરવું પડશે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે જુદી જુદી સંસ્થાઓનું એકીકરણ અથવા વિલિનીકરણ થાય અથવા સંગઠન થાય. અને તેની પ્રાથમિક ભૂમિકા તે જ તૈયાર થઈ શકે કે નવી નવી સંસ્થાઓ ઊભી કરવાનો મેહ કે નાદ ઓછો થાય અને જે સંસ્થાઓ કે સાધને આજે હસ્તિમાં છે તેને જ પગભર અને વિકસિત કરવાને મક્કમ નિરધાર કરીએ. આ બાબત નાયકેએ અને ધર્મગુરુઓએ વિચારવાની રહે છે. સામાન્ય જનતા માટે તે એક જ માર્ગ છે કેતેઓએ જૂની ચાલુ સંસ્થાઓને જ વળગી રહીને તેને જ વિકસાવવી અને નવી નવી સંસ્થાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ કે તટસ્થવૃત્તિ સેવવી. જનતા જે મક્કમ રહે તો સમાજમાં સંયમ જરૂર આવશે; કેમકે જનસમુદાયના સાથ અને સહકાર વિના. કોઈપણ કાર્ય કરવાને કોઈ સાથે
Page #54
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓને અને હિતચિંતકને જ
[૨૧] નથી. જનતાને મક્કમ રાખવા માટે જનતાના નાયકે ડાહ્યા, સમજુ અને સારાસારના વિવેકવાળા મનુષ્યો હોવા જોઈએ.
દર વરસને અંદાજ કાઢીએ કે કેટલી નવી નવી સંસ્થાઓ ઊભી થાય છે અને સ્થપાય છે! જેટલી સંસ્થાઓની સંખ્યા વધે છે તેટલા પ્રમાણમાં નવા કાર્યકરોની સંખ્યા આપણે ઉત્પન્ન કરી શક્તા નથી. જ્યાં સુધી કાર્યકરે સારી સંખ્યામાં ઉત્પન્ન ન કરી શકીએ ત્યાં સુધી સંસ્થાઓ અને અવનવા કાર્ય કે યોજનાઓ ઊભી કરતા જઈએ તેનું પરિણામ શું ? પરિણામ એ જ કે સંસ્થાઓ પાંગળી, અપજીવી અને અકાર્યશીલ રહે છે, સમાજના ઉપર ભાર વધત જાય છે, પૈસાની અને શક્તિની બરબાદી થતી જાય છે, અને સમાજ વધુ ને વધુ દુર્બળ, નિર્બળ, નિસ્તેજ અને સત્ત્વહીન થત થાય છે. ભૂતકાળની ભવ્યતા અને આજની નિર્બળતા અને નિર્માલ્યતાની તુલના કરવામાં આવે તે સત્યશોધકને સત્ય તુરત સમજાશે. આપણું અર્થશાસ્ત્ર, વાણિજ્ય, સમાજશાસ્ત્ર કે સાપેક્ષવાદ કેટલે વ્યવહારુ છે કે અવ્યવહારુ તે આપણું પોતાના નિર્ણય અને કાર્યથી આપોઆપ સાબિત થઈ શકશે. અત્યારની આર્થિક સ્થિતિ – - જેમ મોંઘવારી વધે તેમ આર્થિક ભીંસ પણ વધે છે અને તેને પરિણામે લેકમાં સંકુચિત દષ્ટિ, નફાખોરી, સ્વાર્થ, જૂઠ, દગો અને નિષ્ફરતા વધે છે; અને દયા, પ્રમાણિકતા, નીતિ, પ્રેમ અને સદભાવ ઘટે છે. મોટા શહેરમાં કદાચ મોંઘવારી ન વર્તાય; પરંતુ ગામડામાં તેની કાતીલ અસર જણાય છે. પરાપૂર્વથી વેપારનું ક્ષેત્ર વણિકના હાથમાં હતું, પરંતુ લડાઈ જેવા કપરા કાળમાં વેપારનું તંત્ર સરકારના હાથમાં ગયું. અને સરકારી તંત્રમાં જૈનેનું સ્થાન એક ટકે પણ નથી, તેથી જેને હસ્તકને વેપાર સરકાર હસ્તક અને જૈનેતરના હાથમાં ગ; અને બાકી રહ્યો સહ્યો વેપાર સહકારી મંડળીઓ પાસે ગયો. સહકારી મંડળીઓમાં ખાસ વર્ચસ્વ ખેડૂતોનું, સહકારી
Page #55
--------------------------------------------------------------------------
________________
[૨૨]
અનુભવ-વાણી
અમલદારાનુ અને કાન્ગ્રેસનુ હોય છે. એટલે જૈનના તેમાં હિસ્સા ન રહ્યો. અનાજ, ખાંડ, લેાખંડ, સીમેન્ટ વિ. જરૂરીઆતની વસ્તુ ઉપર કન્ટ્રોલ હાવાને કારણે તે વેપાર જૈતાના હાથમાં ન રહ્યો. ફક્ત કરીઆણું, કાપડ, સોનાચાંદી, શરાફી, ધીરધાર, રૂ અને તેલીખી એટલા જ ધંધા જૈને માટે ખુલ્લા છે. પરંતુ તેમાં પણ કાયદા અને કન્ટ્રોલના બંધન અને કડાકૂટ ઓછાં નથી, છતાં તે બધામાંથી જૈના પસાર થઈને ધંધા ચાલાવતા હતા. પરંતુ સરકારે નાણા ધીરધારા અને ઋણરાહતને કાયદો અને · ખેડે તેની જમીન ’ના કાયદો અમલમાં આણ્યો ત્યારથી જૈન વેપારીઓની મુશ્કેલી વધી, ધંધાનુ ક્ષેત્ર સંકુચિત થઇ ગયું, અને કમાણી ઉપર માટેા કાપ પડયો. આવક ઘટી, પણ આજીવિકા, વ્યવહારુ અને ધંધાદારી ખરચા ઘટવાને બદલે વધ્યા અને લેાકેા પાસેનું લેણું ખાટુ ગણાયું. પરિણામે ગામડાના જૈને ધસાયા અને દુષ્કાળે તેને વધુ મૂંઝવણમાં મૂક્યા. આ ઉપરાંત ધર્મ અને ધાર્મિક સંસ્થા તથા ગૌરક્ષા અને પાંજરાપેાળની સંસ્થાઓને નિભાવવાના મેળે પણ વધ્યા. આ આખું ચિત્ર જેઓ સમજી શકે તેને જ ગામડાના જૈનાની સ્થિતિની બરાબર કલ્પના આવી શકે.
જેમ સમય અને સંજોગા પલટાય તેમ જીવનની દિશા પણ ફેરવવી જોઇએ. તેા જ આપણે આપણુ સ્થાન ટકાવી શકીએ અને કદાચ ખીજાએથી આગળ પણ વધી શકીએ. તેને માટે વમાન પરિસ્થિતિ, સાધના, શક્તિ, ધગશ ને તત્પરતા આપણામાં કેટલી છે તેનું માપુ પ્રથમ કાઢી લેવું જોઇએ. પછી જે ઊણપા કે અપૂર્ણતા હોય તે કાઢી નાખવી જોઈએ. તે પછી સમાજના સામુદાયિક ઉત્કની નક્કર અને વ્યવહારુ ચાજના ઘડી કાઢવી જોઈએ, અને ત્યારબાદ તે યોજનાને અમલમાં મૂકવી જોઇએ,
આને માટે (૧) નાણું જોઇએ. (૨) અનુભવી નાયકા જોઇએ. (૩) કસાયલા કાર્યકરા જોઈએ. અને ખાસ કરીને દૃઢનિશ્ચયી
Page #56
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓને અને હિતચિંતકને ૨
[૨૩] નિષ્ણાતોના હાથમાં લેજનાનો અમલ જોઈએ. આટલી સામગ્રી સમાજમાં છૂટછૂટી કે વેરણ છેરણ જ્યાં જ્યાં પડી હોય ત્યાં ત્યાંથી શોધી કાઢીને એકઠી કરવી જોઈએ અને તે બધાને સંયોજિત કરીને પછી કામની શરૂઆત ધીમે ધીમે પણ મક્કમ રીતે કરવી જોઈએ. જૈન કૉન્ફરન્સને સર્વવ્યાપી અને મહાન સંસ્થા બનાવવી હોય તે આ પ્રકારની યોજના હાથ ધરવી જોઈએ. આમાં સૌને સાથ અને સહકાર અવશ્ય મળશે જ. જે કામના સાચા કરવાવાળા હશે અને કામ બરાબર થતું હશે તે તેની કિંમત જરૂર ઊપજશે અને કદર પણ જરૂર થશે. અને કદાચ સમાજ પ્રશંસાના પુષ્પ ન વેરે તો પણ તેને વિરેાધ તો કઈ નહિ જ કરે તે નિશ્ચિત છે. ઉત્કર્ષને વ્યવહારુ ઉકેલ શું?
સ્થાન પરત્વે આ યોજનાને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. એક મુંબઈ અમદાવાદ, વડોદરા, સુરત, મદ્રાસ, બેંગ્લર, ઈદેર, પૂના, કલકત્તા જેવા મોટા શહેરે માટે અને બીજી નાના શહેરે અને ગામડાં માટે. કેમકે બંનેનાં સાધનો, સંગે, માણસ અને શક્યતા જુદા જુદા પ્રકારનાં હોય છે. મોટા શહેરે માટે પેજના વિશાળ પાયાની અને વિસ્તૃત જોઈએ. નાના શહેર અને ગામડાં માટે જનાને અમલ નાના પાયા ઉપર અને સ્થાનિક પૂરતો હોવો જોઈએ. અને આ આખી જનાનું સંચાલન જૈન કૉન્ફરન્સ જેવી મધ્યસ્થ સંસ્થા હસ્તક હેવું જોઈએ. .
જનાને અમલ કરવા માટે પૈસા જોઈએ. મેટી રકમના નવા પૈસા ઊભા કરવાનું કામ સહેલું નથી. એટલે ઉત્કર્ષ ફંડમાં રૂા. ૧,૬૨,૦૦૦ જે એકઠા થયા છે તેમાંથી રૂા. સવા લાખની થાપણ રોકીને એક બીજી નવી “અખિલ ભારતીય સહકારી મંડળી” સ્થાપવી અને રૂા. ૧૦ ના અકેક શેરથી રૂા. પાંચ લાખનું ભંડોળ ઊભું કરવું. જે જે શહેર રૂ. દશ હજારનું ભડળ સ્થાનિક ઊભું કરે તેને બીજા
Page #57
--------------------------------------------------------------------------
________________
[૨૪]
અનુભવ-વાણી રૂા. દશ હજાર કેન્દ્ર ભંડોળમાંથી આપીને રૂા. વીશ હજારમાંથી ત્યાંની “સ્થાનિક સહકારી મંડળી” ઊભી કરી તેની મારફત એક
સ્થાનિક વસ્તુભંડાર” ધંધાદારી ધોરણે શરૂ કરે. આ ભંડારમાં સમાજ ઉપયોગી બધી જરૂરી વસ્તુઓની ખરીદી, વેચાણની વ્યવસ્થા રાખવી. પાંચ લાખના કેન્દ્ર ભંડોળમાંથી આ રીતે પચાસ વસ્તુભંડારે જુદા જુદા પ્રદેશ કે પ્રાંતમાં ખોલી શકાય.
હાલ તુરત પ્રાથમિક શરૂઆત તરીકે આટલું જ કામ થઈ શકે, આટલી જ યોજના અમલમાં મૂકાય અને યોજનાને સંગીન પરિણામદાયી બનાવાય તેટલું જ સૌથી પ્રથમ જરૂરનું છે. કોઈ વેપારી વીશ હજારની પૂંજી રેકી ધંધાની શરૂઆત કરે છે ત્યારે ધંધો જમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે. ઘરાકી જમાવે છે અને વેચાણ વધારે છે. વરસ આખરે વ્યાજ, દુકાનખર્ચ કાઢતાં ઘરખર્ચ તેમાંથી મેળવે છે, અને તે ઉપરાંત ડીઘણુ રકમને વધારે મેળવી મુદ્દલ રકમમાં વધારે પણ, શક્તિ અને આવડતના પ્રમાણમાં કરે છે. આ રીતે જ દરેક વેપારી પોતાના ધંધાની જમાવટ કરી ધીમે ધીમે આગળ વધી શ્રીમંત બને છે. આ પ્રત્યક્ષ અનુભવની બાબત છે. તો કૉન્ફરસે ફક્ત એટલું જ વિચારવાનું રહે છે કે--આ યોજના અમલમાં મૂકવા માટે તેની પાસે પીઠબળ છે કે નહિ? અને રૂ. પાંચ લાખનું ભંડોળ ઊભું કરી શકે તેમ છે કે નહિ? આ રીતે ઉત્કર્ષની સિદ્ધિ માટેનું આ વ્યવહારુ પ્રથમ પગલું છે.
પાંચ લાખ રૂપીઆ ભેગા કરવા માટે નીચેની બાબતે વિચારવી જોઈએ. ' (૧) ભારતવર્ષના દરેક પ્રાંતના જૈન સમાજમાંથી દરેક ફક્ત ૧૦૦૦ રૂપીઆ આપે એવા સમાજપ્રેમી ધનવાને શોધી કાઢવા. આખા દેશમાંથી આવા ૫૦૦ દાતાઓ મળવા મુશ્કેલ નથી. કોન્ફરન્સનું અને તેના કાર્યકરનું કાર્ય એવું હોવું જોઈએ કે તેઓના કાર્યમાં લેકને શ્રદ્ધા બેસે અને તે કાર્યનું ધ્યેય તેઓ બરાબર પાર પાડશે. .
Page #58
--------------------------------------------------------------------------
________________
સંસ્થાઓ અને હિતચિંતકને
[૨૫] (૨) આને માટે પ્રચાર કરવો જોઈએ. સીધે, સાચો અને અસરકારક પ્રચાર કરવા માટે સરળ માર્ગ એ છે કે કોન્ફરન્સ યાત્રા પ્રવાસ માટે ૪૫ દિવસની એક ખાસ ટ્રેન જે, મુંબઈ અને બધા પ્રાંતના શ્રીમંત વેપારીઓને આ યાત્રા પ્રવાસમાં જોડાવા ખાસ દબાણપૂર્વક આમંત્રણ કરવું. સાથે વિદ્વાન અને સેવાભાવી કાર્યકરને પણ આમંત્રણ આપવું. પ્રવાસ સમય, કાર્યક્રમ અને વિગતની એક વર્ષ અગાઉ સૌને જાણ કરવી કે જેથી સૌ પોતપોતાના ધંધા અને કામકાજની અગાઉથી પૂર્વવ્યવસ્થા કરી શકે. આ પ્રવાસમાં કોઈના કુટુંબને કે બાળબચ્ચાંને સાથે લેવા ન જોઈએ. આ રીતે ચૂંટેલા, અનુભવી, પીઢ અને સ્થિતિસંપન્ન માણસનો પ્રવાસસંઘ નીકળે, મુખ્ય મુખ્ય શહેરમાં અગાઉથી પ્રબંધ કરી જાહેર સભા યોજવામાં આવે તે દરેક શહેરમાંથી દાન આપવાવાળા જરૂર મળી રહેશે, આજુબાજુના ગામોમાંથી પણ જેનો સભામાં હાજરી આપશે, સંસ્થાના કાર્યને પરિચય અપાશે. પ્રચાર થશે અને સારી સંખ્યામાં સભ્યો પણ નોંધાશે. બીજે ત્યાંના
સ્થાનિક લેકેને એ લાભ થશે કે તેઓના વહીવટ અને પ્રવૃત્તિમાં શિથિલતા, મતભેદ, પક્ષભેદ કે અંદરઅંદરના ઝઘડાટંટા હશે તે બધાનો થોડે ઘણે અંશે નિકાલ થઈ જશે. સંસ્થા અને સંઘબળ ચમત્કારિક પરિણામ લાવી શકે છે. વ્યક્તિ તેટલું કામ નહિ કરી શકે કે તેટલી છાપ નહિ પાડી શકે.
બીજો લાભ આ યાત્રા પ્રવાસથી એ થશે કે સમાજને સ્પર્શતી મુખ્ય મુખ્ય બાબતોમાંથી દરરોજ અકેક વિષયની ચર્ચા-વિચારણા અને નિર્ણય કરવામાં આવે તો ૪પ દિવસમાં ૪૫ બાબતોને કે યોજનાઓનો યાત્રિકો નિર્ણય કરી શકશે. યાત્રિકોમાંથી એવા પણ ભાગ્યશાળીઓ નીકળશે કે જેને જેને જે પેજના પસંદ પડશે તે જના માટે શરતી કે બિનશરતી દાન આપવાની જાહેરાત પણ તે વખતે થશે.
પ્રવાસયાત્રા ટ્રેનની એજના નિષ્ફળ જશે કે તેમાં નુકશાન થશે એવી શંકાને તે સ્થાન જ નથી. કોન્ફરન્સ તો તેમાંથી બચત કરી શકશે કેમકે સારા સારા શહેરના સંઘ તે તેમનું અતિથિસ્વાગત કરશે.
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
અનુભવવાણી
(૩) પાંચ લાખનું ફંડ થયા પછી તેનું રોકાણ કોન્ફરન્સભુવન બાંધવામાં કરવું જોઇએ. આ ભુવનનુ મકાન એવુ હાવું જોઇએ કે તેનું પેાતાનું કાર્યાલય તેમાં હોય અને બાકીના મકાનનું પ્રતિવર્ષ રૂ. ૨૫ થી ૩૦ હજારનું ભાડુ ઉત્પન્ન થાય. આમાંથી કાર્યાલયને ખ પણ નીકળે અને બીજી સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલી શકે. આ વસ્તુ શકય છે. અનુભવીઓને પૂવાથી આ વસ્તુની સભ્યતા સમજાશે. કામ કરનાર કુશળ હોય તે પૈસા પણ મળી રહે અને ચાલુ આવક પણ રહ્યા કરે.
( ૬ ) સંસ્થાએની સંખ્યામાં સંયમની જરુર નથી ?
ન ધર્મનું મુખ્ય મંડાણુ ત્યાગ અને સંયમ ઉપર મનાય છે. આર્ભસમારંભ અને તેટલા ઓછા કરવા અને ઓછામાં ઓછા કરવા એ ધર્મના કવ્ય આદેશ છે, તેા કર્રબંધન ઓછા થાય.
તેવી જ રીતે સામાજિક અને ધાર્મિક સંસ્થાએ પણ જેટલી વધુ સંખ્યામાં વધારતા જઈએ તેટલા વધુ પ્રમાણમાં કર્મબંધન થાય છે. સમય, શક્તિ અને સાધનેાને વધુ વ્યય થાય છે, અને પરિણામે સમાજ વધુ નિળ, શક્તિહીન, નિન બનતા જાય છે. પરિગ્રહવિરમણુની આવશ્યકતા સાધુવઞ તેમજ શ્રાવકવર્ગ તે માટે બન્નેને માટે તેથી જરૂરી બને છે. તેટલા માટે જ એ જરૂરનુ` છે કે દરેક પ્રકારની પ્રવૃત્તિનું પ્રમાણ સમાજે પોતે નક્કી કરવુ જોઇએ.
અગાઉના સમયમાં સમાજનું જીવન મહદ્ અંશે નિવૃત્તિપ્રધાન હતું. દિવસના ચાર કે છ કલાક ધંધાદારી પ્રવૃત્તિ કે કામકાજ પૂરતા
Page #60
--------------------------------------------------------------------------
________________
સંયમની જરૂર નથી?
[૨૭]
ગણાતા. તેટલા સમયમાં સામાન્ય બુદ્ધિશાળી મનુષ્ય ઠીકઠીક કમાઈ શકતા. તે વખતે વેપારધંધાનો, વાણિજ્યનો ઈજારે માત્ર વણિકનો જ હતા. રાજ્યમાં મંત્રીપદ, પ્રધાનપદ કે અધિકારીપદ મુખ્યત્વે આપણું જ હતા. એટલે ધન અને સત્તાવડે આપણે ગમે તે કરી શકતા હતા. કદાચ ગજા ઉપરાંત ખર્ચ કરવો પડે કે અવસર ઉજવવા પડે તો તે ખાડો આપણે એકાદ બે વર્ષમાં પૂરે કરવા સમર્થ હતા. પરંતુ આજે સમાજરચના તદ્દન પલટાઈ ગઈ છે. આપણું ભૂતકાળનું સ્થાન અને શક્તિ આપણી પાસે રહ્યા નથી. આવક અને આર્થિક ક્ષેત્ર બને સંકોચાઈ ગયા છે. કુટુંબના અને સમાજના ભારણ વધી રહ્યા છે; અને ઘણાઓને તે અસહ્ય પણ થઈ રહ્યા છે. સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યાં સુધી ગમે તેમ કરી સૌ નભતા, અને સૌ સૌને નિભાવી લેતા. આજે સંજોગ પલટાયા છે. ગામડામાં આપણા હાથમાંથી ધંધા સરી પડ્યા છે; અન્ય કોમના હાથમાં જઈ રહ્યા છે. ધંધાના પ્રકાર, રીતરસમ અને પદ્ધતિમાં પણ બહુ મોટું પરિવર્તન થઈ ગયું છે. પૂર્વકાળમાં સમાજરચનામાં વેપારીનું સ્થાન મધ્યબિંદુ તરીકે હતું. તે સ્થાને આજે આપણે રહ્યા નથી; રહી શક્યા નથી. આપણે પ્રાતર અને મધ્યાહ્નકાળ રહ્યો નથી; સમીસાંજ અને સંધ્યાકાળને આરે આપણે આવીને ઊભા છીએ. એટલે હવે તે રાત્રીને અંધકાર આવી રહ્યો છે. આ નિરાશાના સૂર કે માત્ર કલ્પનાના ચિત્રો નથી, પણ પ્રમાણભૂત અનુભવીઓની સત્ય આગાહી છે. જેને બુદ્ધિ કે સમજશક્તિ હશે તે જ આ સત્ય જોઈ શકશે.
આવે સમયે અને આ સંજોગોમાં શું કરવું ઉચિત છે તે દરેક મનુષ્ય જાણી લેવું અને સમજી લેવું ઘટે છે. જે તેમ ન કરીએ અને પરિણામે ઊંડી ખીણમાં ગબડી પડીએ અને પહાડ કે પત્થર સાથે અફળાઈને હાલહવાલ થઈએ કે જાન ગુમાવી બેસીએ તે તેને માટે જવાબદાર આપણે પોતે જ ગણાશું. જો કે તેને દેષ સમાજનાયકેને કે ધર્મગુરુઓને શિરે પણ અવશ્ય રહે છે જ, કેમકે તેઓની એ હંમેશની
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
*
અનુભવ-વાણી
ફરજ છે કે સમયના એધાણ એળખી લેવા જોઇએ અને સમાજને સમયસર બચાવી લેવા જોઇએ. તેઓ જે કવિમુખ અને તેા આપણે તે સજાગ બનવું જોઈ એ.
આજે દરેક વ્યક્તિ શાંત ચિત્તે એકાંતમાં પેાતાના મન સાથે એટલું વિચા૨ે કેઃ–(૧) મારી પાસે કેટલી મિલ્કત છે, (૨) મારી ઉંમર કેટલી છે, (૩) મારી કમાણી કેટલી છે, ખર્ચ કેટલા છે અને આજની અને ભવિષ્યની જવાબદારી કેટલી છે, (૪) વધુ કમાવાની શક્તિ કેટલી છે અને તે માટેના સ ંજોગા કેવા અનુકૂળ છે. (૫) દૈવયોગે અચાનક દેહ પડી ગયા તા પાછળ કુટુંબને આજીવિકા માટે પૂરતું સાધન છે કે નહિ, કે સમાજની યા ઉપર જીવવું પડશે. આ બધા પ્રશ્નો વ્યક્તિગત પેાતાના જીવન અંગેના છે. તે ઉપરાંત સમાજને સ્પર્શતા પ્રશ્નો પણ વિચારવાના રહે છે; કેમકે દરેક વ્યક્તિ સમાજનું એક અંગ છે. સમાજને લગતા એ પ્રશ્નો વિચારવાના રહે છે કેઃ-(૧) આવકના કેટલા ભાગ ધર્મકાર્યું કે ધર્મક્રિયામાં ખરચવે, (ર) વાર્ષિક કેટલી રકમ સામાજિક સંસ્થાઓમાં કે કુંડફાળામાં આપવી, (૩) કેટલી મદદ સેવાની કે ધ્યાની સંસ્થાએમાં આપવી, અને (૪) કેટલા પૈસા દીન, દુઃખી, અનાથ, અપંગ કે આફતમાં આવી પડેલાને આપવા, દર વરસે આવક ને ખવધારા જે વધતા હોય તેમાંથી પ્રમાણ નક્કી કરીને ઉપર જણાવેલી એક અથવા અનેકને યાગ્ય યથાશક્તિ મદદ આપવી એ દરેક મનુષ્યનું કર્તાવ્ય છે. અને વ્યાપારી કામ તરીકે દરેક બાબતની મહત્તા અને લાભાલાભનો વિચાર કરી સ્થિતિ અને સંજોગ પ્રમાણે સારાં કાર્યાં માટે દ્રવ્ય ખરચવામાં વિવેકબુદ્ધિ વાપરવી જોઇએ.
જ્યાં જ્યાં જૈનોની જેટલી વસ્તી હાય તેના પ્રમાણમાં એકાદ દેરાસર, એક ઉપાય અને એક ધાર્મિક પાઠશાળા અવશ્ય હાવા જોઇએ. તેા જ જૈનોમાં જૈનપણું જળવાઈ રહેશે. આને માટે જે રકમ જોઇએ તે રકમ તે ગામના લેાકેાએ પેાતામાંથી જ મેળવી લેવી જોઈએ. બહુ તા પચાસ ટકા સુધીની બહારની મદદ માગે અને પચાસ ટકા પેાતાના
Page #62
--------------------------------------------------------------------------
________________
સઘભેદ દૂર થઇ શકે ?
[ ૨૯ ]
ગામમાંથી ભેગી કરે, ત્યાં સુધી પણ વ્યાજબી અને ઉચિત ગણાય, પરંતુ ઘણા દાખલાએમાં એવુ જોવાય છે કે સ્થાનિક લેાકેાની સ્થિતિ ન હોય અને અધી રકમ પણ પેાતે ભેગી ન કરે અને બધી મદદ બહારથી જ મેળવવાની ઈચ્છા રાખે અને તેમાં પણ ભવ્ય દેરાસર, વિશાળ ઉપાશ્રય અને સંપૂર્ણ સામગ્રીની ગણતરી રાખી ગા ઉપરાંતના કામ હાથમાં લે છે એટલે ઘણી વખત આદરેલાં અધૂરાં રહી જાય છે; અથવા કકડે કકડે ખેંચીને પૂરાં કરવા પડે છે. આ પદ્ધતિ સમાજને માટે વિવિધ મુશ્કેલીઓ ઊભી કરે છે. સારા ધાર્મિક કાર્યનો વિરાધ કાઈ ન કરે, પણ દરેકમાં ગણતરી અને વિવેકબુદ્ધિની જરૂર છે.
આજે ભારતવર્ષામાં જૈન સંસ્થાઓની સખ્યાની નોંધ કરવામાં આવે તે હારેાની થશે. દર વરસે સેંકડા નવી સંસ્થાએ ઊભી થાય છે. જેટલા પ્રમાણમાં સંસ્થાઓ વધે છે તેટલા પ્રમાણમાં નવા જૈનોની સંખ્યા વધતી નથી. તેમજ જૈનાની આવક કે સમૃદ્ધિ પણ વધતી દેખાતી નથી. જેટલી સંસ્થાએ વધુ તેટલા ખર્ચ વધુ; અને તેટલે દરેક જૈન ઉપર આર્થિક મેજો વધુ, જો નિષ્ક્રિય સંસ્થાએ અધ થતી હાય અને ચેતનવંતી નવી સંસ્થાએ ઊભી થતી હોય અને એક દરે સ ંખ્યામાં વૃદ્ધિ ન થતી હાય તા તા. વાંધ નથી. ખરી રીતે તે સંસ્થાઓનું સંગટ્ટુન અને વિલિનીકરણ કરવાની અત્યારે ખાસ જરૂર છે. પરંતુ કાકાનું મમત્વ છૂટતુ નથી, અને સમાજને સંસ્થાઓની કશી પડી નથી. એટલે સંચાલકા ગમે તેમ કરી ખજોગી રકમ ગમે ત્યાંથી મેળવી લે છે. ઘણી સંસ્થાએ પાસે તે મિલ્કત કે ભડાળ ભેગુ કરેલુ હાય છે જ. જાહેર સંસ્થાનો ખાજો વધતા જશે તેા એક સમયે સમાજ તેના બહિષ્કાર કરશે અથવા સરકાર હસ્તક્ષેપ કરી તેને સાર્વજનિક સંસ્થામાં ફેરવી નાખશે.જો સમાજ સમયસર સમજીને તેને ચાગ્ય માર્ગ કાઢે તે તે ઉત્તમ ગણાશે. નહિ તે સમય પતે સમયનું કામ અવશ્ય કરશેજ. પછી તેને કાઈ અટકાવવા સમ નહિ હાય. માટે આપણી એ ગંભીર ક્રૂરજ થઈ પડે છે કે સમયના
'
Page #63
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
અનુભવ-વાણી
વહેણુ વેળાસર પારખીએ, અર્થશાસ્ત્રનું જ્ઞાન તાજું કરીએ, સ્થિતિ અને સંજોગા ખ્યાલમાં લઈ એ, અને દરેક કાર્યાની અને સંસ્થાની ઉપચાગિતાના નિર્ણય કરીએ. નિષ્ક્રિય સંસ્થાએ બંધ કરીએ, વધુ પડતી સંસ્થાએ હોય તેનું વિલિનીકરણ કરી દરેક ગામમાં એક જ મજબૂત મધ્યસ્થ સંધ સંસ્થા બનાવીએ, વેડફાઈ જતી શક્તિનો સંચય કરી તેના ઉપયાગ ધમ અને સમાજની ઉન્નતિમાં કરીએ. આ જવાબદારી ગુરુમહારાજો અને નાયકાને શિરે રહે છે.
*
( ૭ )
ગચ્છભેદ અને સત્રભેદ દૂર થઇ શકે ?
ન ધર્મને સાચી રીતે સમજનારાએ સાચુ' જ કહે છે અને સાચી રીતે જ માને છે કે જૈનધમ એ ખરેખર સાગર સમાન અગાધ, અપૂર્વ અને અપાર છે. જૈન ધર્મગ્રંથામાં જ્ઞાન પણ એટલુ વિશાળ અને ઊંડું ભરેલું છે કે સામાન્ય માણસ જીવનના અંતપર્યંત તેનો અભ્યાસ કરે તે પણ તેના પાર પામી શકાતા નથી.
આવા વિશાળ ધમ અને આવા વિશાળ અને અખૂટ જ્ઞાનભંડાર જેની પાસે હાય તેવા જૈનોમાં ધર્મની ભાવના અને ધર્મનું જ્ઞાન કેટલું વિશાળ હાવું જોઈએ ! વીરના પુત્રા વીરના જેવા ન હેાવા જોઇએ?
સાગરનું પ્રાણી સાગર પ્રદેશમાં સમાય, પણ તેને ગાગરમાં ભરવુ હાય તા તે ગાગર પણ એવી અલૌકિક હોવી જોઇએ કે જેમ જેમ તેને ભરવામાં આવે તેમ તેમ તે વિશાળ થતી જાય. વૃત્તિ અને ભાવનામાં પણ એવી અલૌકિકતા છે કે તેને ગમે તેટલા પ્રમાણમાં ખીલવી શકાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
સંઘભેદ દૂર થઈ શકે?
[૩૧] માનવસમાજને વારસામાં સારું અને ખરાબ બન્ને પ્રકારનું તત્ત્વ મળતું હોય છે. જ્ઞાનીઓ ઈષ્ટ વસ્તુને અપનાવે છે અને અનિષ્ટનો ત્યાગ કરે છે. સાચા જ્ઞાનીની આ પ્રકારે ગણના થઈ શકે. એથી વિરુદ્ધની હકીકત હોય તો તેવા દષ્ટાતમાં તેવા પુરુષે સાચા જ્ઞાની ન ગણાય. વ્યવહારી અનુષ્યોની માન્યતા આ પ્રકારની છે.
ભૂતકાળમાં ગમે તે કારણે કે ગમે તે નિમિત્તથી સાધુ-મુનિવરેમાં ગ૭ભેદ પડ્યા હોય અને તેને પરિણામે જૈન સમાજમાં સંધભેદ પણ પડયા હોય, પરંતુ તેના પરિપાકરૂપે મનભેદ અને અતિભેદને દરેક પક્ષ તરફથી અત્યારે વધુ ને વધુ પુષ્ટિ આપ્યા કરવાથી શું વિશેષ લાભ થાય છે? દરેક પક્ષ પોતાના પક્ષને સાચો, સારે અને ધર્મપ્રેમી માને તેમાં અને ત્યાં સુધી વાંધો નથી. પણ અન્ય પક્ષને જ્યારે ખે, ખરાબ, ઉતરતો અને નીચો તે માનતા હોય અને તેથી ક્રોધ, માન, માયા, લભ, રાગ અને દ્વેષ કે જે દુર્ગણોને તે ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે તેને ઉત્તેજન આપતો હોય ત્યારે તે પક્ષ જૈન ધર્મને માનનારે કે અનુસરનારે કઈ રીતે કહી શકાય કે ગણી શકાય ? અને છતાં આપણે તેવા દરેક પક્ષ, ગચ્છભેદ અને સંઘભેદને માનીએ છીએ, એટલું જ નહિ પણ તેને સ્વીકાર પણ કરીએ છીએ. ન્યાયની દષ્ટિએ આ વિચિત્ર અને વિરોધાભાસરૂપ છે. જે વસ્તુને (દુર્ગુણને) શાસ્ત્રએ, ભગવતિએ, આચાર્યોએ દરેક જૈનને તેના પાશમાંથી છૂટવાનો ખાસ અનુરોધ કર્યો છે, તે જ પાપસ્થાનકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પોષવામાં આવે તે તેવું કૃત્ય જે કઈ કરે તે ધર્મવિરૂદ્ધ જ ગણાય. આ વસ્તુ દરેક સમજે અને અનુસરે એમ સૌ કોઈ ઈચછે.
તેમ છતાં કાળગે ગચ્છ અને સંઘભેદ થવા પામ્યા અને ચાલુ રહ્યા તે દરેક પક્ષવાળાની એ પવિત્ર ફરજ છે કે પિતપોતાના ગચ્છને અને સંધને ભલે પોતે માન-અનુસરે. પણ તેની સાથે અન્ય ગચ્છ અને સંધ પ્રત્યે પણ પ્રેમ, સહકાર અને સહિષ્ણુતા અવશ્ય રાખે એટલું જ નહિ પણ જ્યારે જ્યારે સમગ્ર સમુદાયના કે આખી જૈનકામના કે
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
*
અનુભવ-વાણી
જૈન સમાજના હિતના પ્રશ્નો હાય અને જેમાં સૌએ ભેદ, વાડા કે ફિરકાને બાજુએ રાખી, સાથે મળીને એક જ અવાજે અને જૈન ધર્મના નામે સંયુક્ત રીતે કામ કરવાનુ હોય, ત્યારે ત્યારે બધા પક્ષા અને બધા પક્ષાના નાયકા અને મુનિવરેા વિનાવિલખે કે વિનાસકાચે ભેગા મળીને કામ કરી શકે, તે જાતનું તંત્ર દરેક ગામ કે શહેરમાં અને પ્રત્યેક સંધ કે સંસ્થામાં હાવું જોઈ એ. જુદા પડવા છતાં જેએ સંપ અને સહકારથી કામ કરી શકે તે જ ડાહ્યા, બુદ્ધિમાન અને હશિયાર પુરુષો ગણી શકાય. સમાજ પ્રગતિને પંથે છે કે અવનતિ તરફ ઘસડાતા જાય છે તેની સાચી કચેટી કે સાચું માપ આ પ્રકારની આવડત ઉપરથી નીકળે છે.
આમ જનતા તે સામાન્ય રીતે ભાળી, ભદ્રિક અને સરળ સ્વભાવી હાય છે. તેમને તેા સધનાયકા કે ગુરુમહારાજો જે રીતની દોરવણી આપે તે રસ્તે તેએ દોરાય છે. એટલે ખરી રીતે તે ધર્મગુરુઓ જો એ રીતને એકતા અને સહિષ્ણુતાના ઉપદેશ આપે અને પેાતે એ પ્રકારનુ વર્તન રાખે તેા, જ્યાં જ્યાં ગભેદ અને સધભે છે ત્યાં એકમેક સાથે મળીને ધર્માંકાર્યો અને મહાત્સવેામાં ભાગ લેવાનુ સૌને માટે સરળ બનશે, પૂર્વગ્રહા ઓછા થશે, અને ધર્મભાવના વધુ વિકસિત બનશે.
પેાતપાંતાના પક્ષના, ગચ્છનો કે સંધના સાધુ-સાધ્વીજી પેાતાના ગામમાં કે સ્થાનમાં બિરાજતા હોય કે ચાતુર્માસ હોય, તે તેમના વદન માટે જવું કે વ્યાખ્યાનમાં જવું તે શ્રાવકનુ કર્તવ્ય છે. પણ અન્યપક્ષના સાધુ--સાધ્વીજી પાસે ન જ જવાય અથવા તેમનું વ્યાખ્યાન શ્રવણુ કરવા ન જવાય–આવું વાતાવરણ ઊભું કરવું કે ફેલાવવું, અથવા બન્ને ધર્મસ્થાનમાં જનારને રોકવા એમાં કયા ધર્મ, કેવી વિશિષ્ટતા કે વ્યવહાર–કુશળતા અથવા કર્યુ. શાણપણ છે તે કૃપા કરી કાઈ સમજાવશે ખરા ?
।
આ ભેદ્ય ટાળવાની શક્તિ અને સત્તા આચાર્ય મુનિરાજોના હાથમાં છે. તેઓ ધારે અને મન ઉપર લે તે આ બધી કૃત્રિમ વાડે તરત જ
Page #66
--------------------------------------------------------------------------
________________
તેલા સંથને તથા સમાજને ચેક
[૩૩] નાબૂદ થઈ શકે. જે ગામોમાં આવા તીવ્ર ભેદ કે વાડા હોય તે ગામના સંઘે ધાર્મિક ક્રિયાઓ કે મહોત્સવ માટે કે ચાતુર્માસ માટે સાધુમુનિરાજને આમંત્રણ કરવા આવે ત્યારે મુનિ મહારાજે તરફથી અગ્રેસને પષ્ટ કહેવામાં આવે કે-જે તમે સો ભેદ ટાળીને એક થવાની કબૂલત આપો તો જ અમે તમારે ગામ આવી શકીએ, એ પ્રકારને અમે નિયમ ધાર્યો છે, તે વસ્તુસ્થિતિ ડેઘણે અંશે અવશ્ય સુધરશે અને ક્રમે ક્રમે વધુ ઐક્ય સધાશે. જેઓ તેડી શકે તેઓ જલ્દી જોડી પણ શકે. સંસારી જીવો કદાચ તે ન કરી શકે. ગુરુમહારાજે ધારે તે અવશ્ય પાર પાડી શકે.
સૂતેલા સંઘને તથા સમાજને
દેવદ્રવ્યને ઉપયોગ શેમાં શેમાં થઈ શકે અને શેમાં શેમાં ન થઈ
• શકે એ બાબત આજે અનેક સ્થળે ચર્ચાઈ રહી છે. જુદા જુદા આચાર્ય મહારાજે આ બાબતમાં જુદા જુદે અભિપ્રાય અને માન્યતા ધરાવે છે. આ જુદી જુદી માન્યતાને માટે દરેક પક્ષ ધર્મશાસ્ત્રોમાંથી સિદ્ધતિ શોધી કાઢીને રજૂ કરે છે અને પિતપતાની માન્યતાને શાસ્ત્રા નુસાર હોવાની જાહેરાત કરે છે. આ પરસ્પર વિધી માન્યતાઓ પૈકી કઈ માન્યતા સાચી અને કઈ બેટી તેને નિર્ણય સામાન્ય જનતા પોતાની સ્વતંત્ર બુદ્ધિવડે કરી શકતી નથી; કેમકે બધાને શાસ્ત્રને ઊંડે અભ્યાસ હોતે નથી; અને શાસ્ત્રો સમજવા જેટલી બુદ્ધિ, શક્તિ કે ફુરસદ પણ હેતી નથી. તેઓ તે એક જ વસ્તુ સમજે છે કે-ગુરુમહારાજ જે કહે તેને પ્રમાણભૂત માનીને તે મુજબ વર્તવું. એટલે કઈ પણ વસ્તુને આખરી નિર્ણય શું કરવો તે પૂજ્ય મુનિ મહારાજેની
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
અનુભવવાણી
સત્તાની વાત છે. તે સૌ સાથે મળીને જે નિર્ણય કરે અને સકળ સધને જે આદેશ કરે તે પ્રમાણે સધા વવા કબૂલ થશે.
*
એટલે જૈનસમાજની દોરવણી, નાડ અને માર્ગદર્શન—બધું પૂજ્ય મુનિમહારાજોના હાથમાં છે. સમાજને સન્માર્ગે વાળવી કે ઉન્માર્ગે વાળવી તેની સંપૂર્ણ જવાબદારી સમસ્ત શ્રમણ સંસ્થાની છે. આ વાતનેા ઈન્કાર કાઈ પણ કરી શકે તેમ નથી. તે જવાબદારી તેઓએ સમજવી ધટે અને અદા કરવી ઘટે. એ અદા કરવા માટે જુદા જુદા આચાર્ય મહારાજોએ વ્યવહારના, માન્યતાના કે પ્રકૃતિના અંતરાયના આંતરા દૂર કરી સરળભાવે શાસન અને ધર્મની રક્ષા, ઉન્નતિ અને સંગઠ્ઠન માટે એકઠા થવું જોઈ એ, વિચારવિનિમય કરવા જોઈ એ અને સમય, સંજોગ, સાધન અને શક્તિના ખ્યાલ રાખી તે અનુસાર એકમતે કે વધુમતે નિર્ણય કરી તે મુજબ બધા સંધાને વવાના આદેશ આપવા જોઈએ. આ તેમનું પ્રથમ અને મુખ્ય કર્તવ્ય છે. તે કવ્ય બજાવવા તેઓ તૈયાર છે ? તૈયાર ન હોય તેા તૈયાર થશે? તૈયાર ન થાય તે। સકળસંધની સંસ્થા આગ્રહપૂર્વક વિનંતી કરીને તેને તૈયાર કરશે ? આ પ્રશ્નના ‘હા કે ના', ના પ્રત્યુત્તરમાં જ સમાજ અને ધર્મના અભ્યુય કે અવનતિ, સ ંગઠન કે છિન્નભિન્નતા, સંપ કે વેરઝેર, રક્ષણ કે ભક્ષણ અને જીવન કે મરણના આધાર રહે છે. આ પ્રકારે ભવિષ્યના ઉજ્જવળ કે અવેર ભાવીનુ ચિત્ર સમાજ, સમાજના સુકાનીઓ કે શ્રમણ સંસ્થા ખરેખર સમજી લે, તેના ઉપર ગંભીર વિચાર કરે, અને જવાબદારી સમજી તેને યાગ્ય ઊકેલ લાવે, તેા જ તેમાં ડાહ્યાનું ડહાપણ ગણાશે, જ્ઞાનીના જ્ઞાનની ગણના થશે અને સમજુ વર્ગોની સમજની કસીટી થશે.
જો સંપીને, સાથે મળીમે અને સમયની બરબાદી કર્યા વિના સત્વર આપણે સૌ અકેક બાબતને નિય કરી તેને અમલ નહિ કરીએ તે એ બિલાડી અને વાંદરાની જેમ, અથવા વાર્યાં નહિ કરીએ તે છેવટે હારીને કરવુ પડશે, અને કાયદા તથા રાજ્યસત્તા હસ્તક્ષેપ કરીને બધી
Page #68
--------------------------------------------------------------------------
________________
સૂતેલા સંઘને તથા સમાજને એક
[૩૫] સત્તા અને વહિવટ પિતાના હસ્તક લઈને પોતાને જે ગ્ય લાગશે તે કરશે. તેવો પ્રસંગ ન આવે તે માટે અગાઉથી આપણે જ આપણે માર્ગ આપણે હાથે કાઢીએ તે આપણે માટે વધુ ડહાપણભરેલું ગણાશે. - સંકુચિતતાના સમય વહી ગયા છે. હવે તો રશીયા અને અમેરિકા જેવા પરસ્પર કટ્ટર વિરોધી દેશે, અને જીતેલા મિત્રરાજ્ય અને જર્મની અને જાપાન જેવા હારેલા દેશો, તથા કેરીઆ અને ચીન તથા વિશ્વ સંસ્થાના સરસેનાપતિઓ પણ સાથે બેસીને તહકુબી અને સંધીના કરાર કરે છે, અને મહાન ગુંચ અને મુંઝવણના અટપટા વિકટ પ્રશ્નોને ઉકેલ લાવે છે, અને ભૂતકાળના વેરઝેરને કે ઝનૂન ભૂલી જઈને સમયના વહેણને ઓળખી વર્ણન કરે છે, તે રીતે, આપણા ગુરુમહારાજે સરળસ્વભાવી બનીને, સાથે બેસી, તિથિચર્ચા, દેવદ્રવ્ય, સાધારણખાતું, ઘીની બોલી, તીર્થરક્ષા, સંઘબળ, સંગઠન, માનવરાહત, આર્થિક ઉત્કર્ષ, શરીરબળ, ધર્મરક્ષા અને જ્ઞાનપ્રચાર જેવા મહત્વના અને સમાજના અસ્તિત્વના આધારસ્તંભ જેવા પ્રશ્નોને ભેગા મળી હાથ ધરી કાયમને માટે તેને છેવટને નિર્ણય અને ઉકેલ લાવે એમ સમાજ આજે નમ્રભાવે તેઓ સૌને વિનંતિ કરે છે.
જે આ તક તેઓ ગુમાવશે તે સમય એ આવશે કે શ્રાવક સમુદાય પોતે પોતાની રીતે જેમ ઠીક લાગશે તે રીતે નિર્ણય કરી લેશે અને તે પ્રમાણે અમલ કરશે. પછીથી કંઈ કોઈનું સાંભળશે નહિ અને પરિણામે ગુરુપ્રત્યેને વિવેક અને પૂજ્યભાવ ઓસરી જશે. અત્યારે પણ દરેક સ્થળે આ સ્થિતિ પ્રવર્તી રહી છે તે આપણે જોઈએ છીએ. તેને બદલે એક સરખા નિયમ અને ધારાધોરણ ચતુર્વિધ સંઘ ભેગા મળી નક્કી કરે તો તેને અમલ સર્વત્ર એક સરખો થશે અને કલેશ તથા કુસંપનાં ઘણાં કારણે નાબૂદ થશે. દેવદ્રવ્યની વ્યવસ્થા
સમાજના સુકાનીઓ સમજુ બને તે આ દ્રવ્યની એ રીતે વ્યવસ્થા અને રોકાણ કરે કે અત્યારે તેના રેકાણથી જે વ્યાજ કે આવક ઉત્પન્ન
Page #69
--------------------------------------------------------------------------
________________
[૩૬]
અનુભવ-વાણી થતી હોય તેટલા જ વ્યાજથી અને નાણાની પાકી સલામતી અને ખેાળાધરી સાથે કોન્ફરન્સ કે તેવી બીજી સદ્ધર સંસ્થાને તે બધી રકમ ધીરે. તે નાણાને ઉપયોગ જૈન સંસ્થાઓ અને જૈન સમાજ વેપાર, વાણિજ્ય, હુન્નર ઉદ્યોગ, વિગેરે જે જે સારી કમાણુ આપે તેવા કાર્યોમાં કરે. તેમાંથી અનામત તથા બીજી જરૂરી રકમે અલગ રાખી, બાકી જે વધે તેમાંથી વ્યાજ વિગેરે આપતાં જે કાંઈ વધારે વધે તેમાંથી દેવદ્રવ્ય ધીરનાર દેરાસને સાધારણ ખાતામાં અર્ધો હિસ્સો અને બાકીને અ હિસ્સો માનવ રાહતમાં વાપર. આ યાજના દેષ રહિત છે, સાધારણની બોટને મદદરૂપ છે અને સમાજને કલ્યાણકારી છે. આ
જના અંગે સંમતિ, વિરોધ કે સૂચને દરેક જૈન જૈનેતર ભાઈ અને બહેન તથા પ્રત્યેક મુનિ મહારાજ અવશ્ય લખી મોકલે.
(૯) સમાજને સાચે વિકાસ અને પ્રગતિ શેમાં ?
વન બેંક, જૈન યુનિવર્સિટી, જૈન કોલેજ કે જૈન હાઈસ્કૂલ, જૈન
* કળાભવન, જૈને બેડી બ, જૈન સેવકસમાજ, જૈને વીમા કંપની, જૈન હૈસ્પિીટલ, જૈન નિવાસ, વિગેરે અનેક પ્રકારની અનેક સંસ્થાઓની જરૂર છે. આવી સંસ્થાઓ સ્થાપવી જોઈએ અને તેને માટે જૈનેમાં લાખોનું ફંડ ઊભું કરવું જોઈએ, એ મતલબના અનેક લેખે લખાય છે, ચર્ચાઓ થાય છે, ભાષણ થાય છે અને યોજનાઓ ઘડાય છે, પરંતુ તે જનાઓ પાર કેમ પાડવી? અને અકેક યોજના હાથમાં ધરી તેની શરૂઆત કેમ થાય અને તે કામ કોણ કરે ? તે જ પ્રશ્ન સૌથી વધુ મહત્વનું છે. વિચારને અંતે આચરણ કે કર્તા પરિણમે તે જ તે વિચારની કીમત છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
વિકાસ અને પ્રગતિ શેમાં એક
[૩૭] જે જે કાર્ય હાથ ધરવું હોય તે તે કાર્યની અથથી ઇતિ સુધીની પાકી રૂપરેખા અનુભવીઓ ભેગા મળી તૈયાર કરી શકે પણ દરેક કાર્યને માટે પૈસાની પહેલી જરૂર પડે છે. તે જે ભેગા થઈ શકે તે જ કાર્ય થઈ શકે. પૈસા ત્યારે જ ભેગા થાય કે જ્યારે પૈસા આપનારના દિલમાં કેમને માટે પ્રેમ હોય, લાગણી હોય અને કરુણા હોય. પૈસા તો જ મળે કે જે પૈસા માગનાર સાચે નિઃસ્વાથી અને સેવાભાવી હોય અને સમાજમાં તેની પ્રતિષ્ઠા હોય અથવા તો પોતે ધર્મગુરુને
સ્થાને હોય કે જેના પ્રત્યે સૌને ગુરભાવ અને ગુરુભક્તિ હોય, આ સિવાય પૈસાનું ભંડોળ સમાજના ઉત્કર્ષ માટે ભેગું કરવું અશક્ય નહિ તો મુશ્કેલ તો છે જ.
જે જે સંસ્થાની ઉપયોગિતા સમુદાયને અથવા મોટા ભાગના લોકોને મનમાં ઠસી ગઈ હોય છે, તેવી સંસ્થાઓ માટે પૈસાને તૂટો કયાંય પડતા નથી. વર્ધમાન તપખાતા, ભેજનશાળા કે તળાટીના ભાતા–આ ખાતાઓને લાભ સૌ કોઈને લેવાને પ્રસંગ એક કે અનેક વખત જીવનમાં આવે છે જ. એટલે તેમાં યથાશકિત સહાય આપવી–તેને કર્તવ્ય અથવા આંતરિક પ્રેરણાનું પરિણામ માનવામાં આવે છે. તેવી જ રીતે જે જે સંસ્થાની ઉપયોગિતા કે જરૂરિયાત દરેકના મન ઉપર સચોટ ટિસી જાય તો તે તે સંસ્થા માટે પૈસા મળી જ રહે છે તે નિશ્ચિત છે.
એટલે પ્રથમ જરૂર પ્રચારની અને લેકમત કેળવવાની છે. આ વરતુ કાર્યકરે ખાસ લક્ષમાં રાખે. ઘીની બોલી, વરડે, મહત્સવ, પ્રભાવના આદિ કાર્યોમાં મોટા ભાગના લેકેની શ્રદ્ધા અને પુણ્યની ભાવના હેવાથી તેમાં જોઈએ તેટલા અને કઈ કઈ વખત વધુ પ્રમાણે માં પૈસા હશે હોંશે ખરચનારાની જનસંખ્યા મોટી છે અને તેમાં તેઓને દોરનાર અને પ્રોત્સાહન આપનાર મોટા ભાગે પૂજ્ય સાધુવર્ગ છે. આ બધા કાર્ય અને કાર્યકરોનો હેતુ ઉત્તમ અને પારમાર્થિક જ છે. એટલે તેમાં દેષ જો કે શોધ તે ઉચિત નથી, પરંતુ અત્યારે જે કપરો કાળ અને જે સંજોગો પ્રવર્તે છે તેને માટે દાનની દિશા
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
અનુભવ-વાણી
અદલવાની અથવા માનવજીવનને ટકાવી રાખવાની મુખ્ય આવશ્યકતા ઊભી થઈ છે તે ઉપર સૌથી વધુ અને સૌથી પ્રથમ લક્ષ આપવુ જરૂરનું થઈ પડયું છે. આ બાબતમાં એ મત હોઈ શકે જ નહિ.
સમાજમાં ખૂણે-ખૂણુામાં નજર ફેંકા તે તેજ વિનાના ચહેરા, દુબળા અને કૃશ થએલા શરીર, ચેતન વિનાના હાથપગ અને અવયવા, ચિંતા, ઉપાધિ અને આર્થિક લાભથી નીચેાવાઈ ગએલ કાયા, કુરકાજીરકીવાળું કલેશમય ગૃહજીવન, સત્વહીન નિરુત્સાહ અને દેખાવ પૂરતા અથવા ગરીબાઇને છુપાવતા વ્યવહાર અને વર્તાવ, ધનના મદથી માણુસાઈભૂલેલા શ્રીમંત વર્ગ, સાચા ખાટા પ્રપંચા, ખુશામત કે લૂંટણનીતિથી જીવન ચલાવતા મધ્યમ અને વેપારી વ, ખીજાની મદદની અપેક્ષા રાખતે આળસુ અને પ્રમાદી નીચલા વર્ગ, લાગણીશૂન્ય અને
'પ
વ્યશિથિલ નાયક વર્ગ, સમાજની આર્થિક ઉન્નતિને પાપના બંધરૂપ માનતા શ્રમણુ વ–આ ચિત્ર માટે ભાગે દરેક સ્થળે દૃષ્ટિગોચર થાય છે. વ્યાખ્યાનમાં, સામૈયામાં, જ્યાં જ્યાં માટે માનવસમુદાય ભેગા થાય છે ત્યાં નજર ફેંકા તે આ દુઃખદ દ્રશ્ય, હૃદય ખુલ્લુ અને લાખણી ભરેલુ હાય ત્યાં જરૂર ઉલ્કાપાત મચાવશે, પણુ કલ્પાંત કરીને બેસી રહેવાથી દારિદ્રય ન જ ફીટ. આ જ ક્ષણે નિશ્ચય કરા કે “મારે ઉદ્યમ અને જાતમહેનત કરી મારા કુટુંબના નિર્વાહ કરવે છે. જ્યાં સુધી હું સ્વાશ્રયી ન ખનું ત્યાં સુધી પરણીશ નહિ અથવા મારી સતતિ કમાતા ન શીખે અને ઉ ંમરલાયક ન થાય ત્યાં સુધી તેને પરણાવીશ નહિ, દેવું કરીને પ્રસ ંગેા ઉજવીશ નહિ. બીજાની મદદથી જીવવાની વૃત્તિ રાખીશ નહિ, ધર્માંવિરુદ્ધ આચરણ કરીશ નહિ. આવક કરતાં ખર્ચ ઓછો રાખીશ અને તેમાંથી ઘેાડુ બચાવી તે બચતમાંથી યથાશક્તિ હિસ્સો માનવજાતિની ઉન્નતિ માટે પ્રેમપૂર્વક આપીશ.” બીજા પ્રકારના પચ્ચકખાણ કરતાં આવા પચ્ચકખાણની અત્યારે ખાસ વધુ જરૂર છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
વિકાસ અને પ્રગતિ શેમાં ?
જ
[૩૯]
જગતના અન્ય સમાજની સરખામણીમાં આપણું સ્થાન ઊંચે સ્થાપવું હોય, સ્થાપીને જાળવી રાખવું હોય અને ક્રમે ક્રમે ઊંચે જવું હેય તે એ ખાસ જરૂરનું છે કે
૧. રખડતા ભાઈબહેનને જાતમહેનતથી કામ કરવાની ટેવ પાડી ગમે તે પ્રકારનું કામ કરાવીને મદદ કરે. આળસુને ઉત્તેજન આપી વધુ આળસુ ન બનાવે.
૨. ધંધા અને હુન્નરઉદ્યોગની કેળવણીને જ ખાસ ઉત્તેજન આપે. આજે સારા શિક્ષકોની ઘણું જરૂર છે, પણ વધુ ડૉકટરની કે વકીલની જરૂર નથી. કોલેજમાં ભણાવવા કરતાં કળાભુવનમાં ભણનારાને પ્રથમ પસંદગી આપવી જોઈએ.
૩. જે જે સંસ્થાઓ યુનિવર્સિટી, બેંક, હોસ્પીટલ, ઉદ્યોગગૃહ કે કારખાના સ્થાપવા જરૂરના હોય તે સ્થાપ્યા પહેલાં તે તે સંસ્થામાં સેંકડોની સંખ્યામાં યુવક અને યુવતીઓને તાલીમ આપીને તૈયાર કરે. અનુભવી વિના પૈસાના જોરે સંસ્થાઓ ચાલતી નથી, આજે ભાડુતી માણસોથી ચાલતી હોસ્પીટલમાં લેકેની સાચી સેવા થાય છે એમ કઈ કહે ખરા? માટે પહેલાં કામ કરનારાઓ તૈયાર કરે અને પછી જ સંસ્થાઓ સ્થાપે.
૪. દાનની દિશા બદલે, પ્રાણદયા કરતાં માનવદયાની પ્રથમ જરૂરિયાત છે.
અમુક નિશાળ કે કોલેજને વિદ્યાથી હવામાં ગૌરવ લેવાય છે, તેવી જ રીતે કેઈ પણ પાઠશાળાના વિદ્યાર્થી ગણાવું તેમાં પણ ગૌરવ અને બહુમાન સમજવું જોઈએ. આવા વિદ્યાથીઓ ઘેર અભ્યાસ કરે અને અવારનવાર પાઠશાળામાં આવતા રહે અને તેના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી ઊંચા નંબરે પાસ થાય તે તેઓની પ્રતિષ્ઠા કેટલી વધે ?
Page #73
--------------------------------------------------------------------------
________________
[]
અનુભવ-વાણી
સાધન, શક્તિ અને સંચય સાચવી રાખતા શીખો છા હિત સૌ કોઈ શખે છે પણ તેને જીવનના દરેક વ્યવહારમાં Sા ઉપગ આવડવો જોઈએ, વિજ્ઞાનવડે સાધને અનેક પ્રકારના શોધાયા અને તે સાધન વડે પૃથ્વીના પેટાળમાંથી અનેક ખનિજો ખોદી કાર્ય, ભૂમિને જુદી જુદી રીતે કેળવીને અનેક વનસ્પતિઓ વિપુલ પ્રમાણમાં અને વિવિધ પ્રકારની ઉતપન્ન કરી. જગતને આજે જે વ્યવહાર ચાલી રહ્યો છે તે બધાનું મૂળ પૃથ્વી અને તેમાંથી ઉત્પન્ન થતી અનેક વસ્તુઓ છે. આ ઉત્પન્નનું સંયોગીકરણ અને વિયેગીકરણવડે અને બુદ્ધિ, હાથપગ અને અન્ય સાધને દ્વારા જેટલું ઉત્પાદન અને તેની વિવિધતા વધારીયે તેટલા પ્રમાણમાં જીવન અને તેને માટે જરૂરની વસ્તુઓની વિપુલતા વધે. ઉત્પાદનની બરોબર વહેચણ અને જરૂર જેટલે જ ઉપગ કરીએ તે લેકેને ઊણપની અસર ન થાય, પણ તેને વધુ પડતો ઉપયોગ કે દુર્વ્યય કરીએ તો અછત ઊભી થાય અને માલ મોં થાય, પરિણામે ચિંતા, કલેશ, ષ, લૂંટણવૃત્તિ અને ચૂસણનીતિથી પ્રજા પીડાય. વળી સાધનસંપન્ન અને શક્તિશાળી સાહસિક પુરુષ તેને, સંચય કરી કૃત્રિમ અછત ઊભી કરી લેકેને ત્રાહી ત્રાહી પિકરાવે તો જનતાની મુશીબતો અનેકગણી વધી જાય. આ છે સાદું તત્ત્વજ્ઞાન, સરળ અર્થશાસ્ત્ર, સાચું સમાજશાસ્ત્ર અને પ્રત્યક્ષ દર્શનશાસ્ત્ર, આને ઉકેલ કેમ લાવવો ? તે પ્રશ્ન આજે સામ્રાજ્યને, મહારાજ્યને, રાજ્યસત્તાઓને, દેશનાયકને, ધર્મધુરંધરેને, મહાત્માઓને અને ગણનાયકેને સૌથી વધુ મૂંઝવી રહ્યો છે. સૌ કોઈ કરેળીયાની જેમ પિતિ ઉત્પન્ન કરેલી અને પોતે જ ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયા છે. છૂટવાને માટે ઘણાં પ્રયન કરે છે, ઘણી યોજનાઓ ઘડે છે, ઘણા વિચારે કરે છે, છતાં તેમાંથી પિતે જ છૂટી શકતા નથી, તે બીજાએને મુક્ત કરવાની વાતે કરવી તે મિથ્યા છે. .
Page #74
--------------------------------------------------------------------------
________________
સાધન સાચવી રાખતા શીખે ,
[૪૧]
ધર્મથી અર્થ, કામ અને મોક્ષ સધાય છે” તે સૂત્ર સાચું છે, સારું છે, અને આદરવા યોગ્ય છે, પણ ભયંકર ભૂખરૂપી દર્દના ભોગ બનેલાને ધર્મ કરતાં અર્થ અને કામની વધુ જરૂર હોય ત્યારે ઉત્તમ એ જ છે કે–અર્થ અને કામના સાધનો પ્રથમ પૂરા પાડીને ત્યારબાદ ધર્મ અને મોક્ષને ભાગે જનતાને દોરવી. આ પ્રથમ પગથિયું છે, સરળ અને વ્યવહાર માર્ગ છે અને તે વડે જ સમાજ ધર્મમાર્ગે વળશે. સંસારી અને સાધુના માર્ગો, ધ્યેય અને પ્રવૃત્તિ તદ્દન જુદા છે તે ખરું પણ સમાજને આજે સૌથી પ્રથમ અને મુખ્ય જરૂર છે. સમાજનાયકોની અને સમાજસેવકેની આ દષ્ટિ, આ વાદ, આ સૂત્ર જે સમાજ સ્વીકારે અને સૌથી વધુ મહત્વ તેને આપી તેની જ માગણી પ્રથમ કરે તે નાયકને તે પ્રશ્ન પ્રથમ સ્વીકારવો જ પડશે અને તેને ઊકેલ પણ સૌથી પહેલે શેધવાની ફરજ પડશે. આ છે સમાજની સૌથી પ્રથમ અને મુખ્ય માગણી એટલે જે કોઈ અર્થ અને કામને ઉકેલ લાવવા શક્તિમાન હશે તેને જ આ સમાજ નાયકપદે સ્થાપશે, તેની આજ્ઞા ઉઠાવશે અને તેને જ આધીન રહેશે.
જેનામાં આ પ્રકારની શક્તિ હોય અને જે કામને હાથમાં લઈ પાર પાડવાની તમન્નાવાળો હોય તેની એ ફરજ છે કે મોખરે આવવું, આ વિચારવાળાઓનું જૂથ બનાવવું, સાધને ભેગા કરવા, કામની શરૂઆત કરવી અને તેમાં જ સમગ્ર ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા તે નિષ્ફળતાનું કશું કારણ નથી. આ રીતે જ સમાજના ઉત્કર્ષની શરૂઆત થઈ ધીમે ધીમે ઉન્નતિના શિખર પ્રતિ પ્રયાણ શક્ય બનશે. ત્યાગી મહાપુરુષોની એ પ્રથમ અને પવિત્ર ફરજ છે કે તેઓએ આ કાર્યને વિરોધ ન કરતાં તેને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું. સમાજની સર્વદેશીય આબાદી હશે તે જ સમાજ કે સંધ, ધર્મ કે ગુરુસંસ્થા, ધર્મસ્થાને કે પૂજકે ટકી શકશે; નહિ તે તેને અવશ્ય વિચ્છેદ થશે. ખરે શાસનપ્રેમકે સ્વદેશપ્રેમ આમાં જ સમાએલો છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
[૪૨ ]
અનુભવ-વાથી જગતને એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે બળીયાના બે ભાગ” “મારે તેની તલવાર” “સૌથી વધુ લાયક હશે તે જ જીવી શકશે.” પ્રથમ પેટેબા, પછી વિઠેબા,” “કૂવામાં હશે તે જ હવાડામાં આવશે.” “પહેલું ધન ધાન્ય, પછી ધર્મ,” “પ્રથમ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ,” “પ્રથમ ભાગ પછી ત્યાગ,” “ધન હશે તે દાન ધર્મધ્યાન કે ધર્મ ક્રિયા થઈ શકશે, શરીરના પોષણ માટે અન્ન હશે, તો મનના પિષણ માટે ધર્મ પમાશે,” આ બધી અનુભવસિદ્ધ પૂર્વજોની લેક્તિ છે અને તેથી તે સનાતન સત્ય છે માટે તેને અનુસરવું.
ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગૃહવિજ્ઞાનશાસ્ત્ર અને બધા શાસ્ત્ર એક જ સિદ્ધાંત સ્વીકારે છે કે તમારામાં જે જે બળ, શક્તિ કે ભાવના હોય તેને સંપૂર્ણ ઉપયોગ કરી ઉત્તરોત્તર તેને ખીલ, તે દ્વારા બહારના જગતના સાધને, શક્તિ અને સંપત્તિના માલિક બને, તેમાંથી તમારા પિતાના ઉપયોગ માટે જરૂર પૂરતું જ વાપરે કે ખર્ચ કરી, બાકીનામાંથી માનવ જાતને દરેકની યોગ્યતા અને ઉપયોગિતા મુજબ સહાય કરે અને ભવિષ્યના ભયાનક અને ભષણ કપરા કાળના ઉપયોગ માટે કંઈક સાચવી રાખો. સમાજને જોઈએ છીએ-અત્યારે આવા સેનાપતિ કે જે આ સંદેશ સૌના હૃદયમાં સ્ટ્રરાવે, સૌને શૂરાતન ચડાવે અને ભૂતકાળની ભવ્યતા ફરી ફેલાવે.
( ૧૧ ) સમાજજીવન અને જૈનોનું સંગઠન
2 ] ણસ એ સામાજિક પ્રાણી છે. સમાજથી તદ્દન અલગ કે ' અલિપ્ત, ફક્ત કોઈ તપસ્વી, યોગી કે મુનિરાજ રહી શકે. એટલે માણસ માણસ વચ્ચેનો સંબંધ કેમ જાળવવો અને એક બીજાનાં સુખદુઃખના પ્રસંગમાં એક બીજાને મદદરૂપ અને આશ્વાસનરૂપ કેમ
Page #76
--------------------------------------------------------------------------
________________
સમાજજીવન અને સગઠન *
[ ૪૩ ]
થવુ એનુ જ્ઞાન અનુભવથી આપેાઆપ સૌને થઇ જાય છે. આનું નામ સમાજવ્યવસ્થા, સમાજશાસ્ત્ર કે જ્ઞાતિબંધારણ. તેમાં મેટા ભાગના લેાકેાના જીવનવ્યવહાર વધુ સરળ બને તે ખ્યાલમાં રાખીને સમાજના નીતિ અને નિયમે વધુ માણસાને અનુકૂળ પડે તેવા ધડાય છે. આનુ નામ લોકાચાર કે વ્યવહાર છે.
બીજી રીતે વિચારીએ તા વ્યક્તિગત જીવન એ નિર્મૂળતાનુ કારણરૂપ છે. પેાતાના રક્ષણ અને સલામતી માટે સૌ સમૂહબળને આશ્રય ઈચ્છે છે. આનુ નામ સંપ કે ઐકય એટલે સલામતી માટે સંપ કે ઐકયની જરૂર રહે છે, અને સંપને માટે સ્નેહ, ત્યાગ અને ભાગની જરૂર રહે છે. આ ભાવનાથીજ સમાજ રચાય છે, ટકે છે અને આપસઆપસને સંબંધ બંધાય છે.
tr
આવી ઉત્તમ ભાવનામાંથી સમાજની રચના સર્જાઈ છે, પરંતુ આજે તેા “સાપ ગયા અને લીસાટા રહ્યા,” તેવા વ્યવહાર થઇ ગયા છે, દંભ, દેખાવ અને કૃત્રિમતા વ્યવહારમાં વધી ગયા છે, પ્રેમ, લાગણી અને સેવાભાવનાં નિર્મળ ઝરણાં સુકાઇ ગયાં છે, છતાં ખાટાને સાચું માનવાની અને મનાવવાની રૂઢી પ્રચલિત બની ગઇ છે અને તેને વ્યવહારમાં બહુ જ મહત્ત્વ અપાઈ રહ્યું છે.
જૈન સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે તથા તેનું સીમાક્ષેત્ર વિસ્તારવા માટે શું શું કરવું અત્યંત આવશ્યક છે તે પ્રત્યે ચતુર્વિધ સંધના દરેક અંગે બહુ જ ગંભીરતાપૂર્વક અને બારિકાથી લક્ષ આપવાની જરૂર છે. જો તેમ નિહ કરીયે અને ચાલ્યા આવતા સમયના અને રૂઢીના પ્રવાહમાં તણાતા રહીશું, તે તેનું પરિણામ કેટલુ' ગંભીર આવશે, તે દરેક વિચારવતે વિચારવું જરૂરનું છે. મૂળભૂત ધર્મના એક જ અંગમાંથી અનેક ઉપાંગા, શાખાપ્રશાખા, ગચ્છભેદ અને વાડાભેદ વધતા વધતા આજે સમાજ નાના નાના વર્તુળામાં વહેંચાઈ ગયા છે. એક વખત એવા પણ આવે કે જૂના સ ંખ્યાબળવાળા ફિરકાઓ નાબૂદ
Page #77
--------------------------------------------------------------------------
________________
[૪૪]
અનુભવ-વાણી
થઈ જશે અને અત્યારની નવી નવી અમુક શાખાઓ પ્રચાર, જાગૃતિ અને સંઘબળને કારણે મોટા સમુદાયને આવરી લેશે અને એક એક બળવત્તર શાખા તરીકે જીવતી જાગતી ફાલશે અને ફૂલશે. “વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને દિગંબર, એ ત્રણે ફિરકાના નાયકેએ અને શ્રમણવર્ગો જાગવાની, વિચારવાની. અને કંઈક કરવાની જરૂર છે. ગચ્છના અને પંથના ભેદોને છેદીને એક વિશાળ સમાજની રચના થવાની હવે બહુ જ જરૂર છે. જગતના દેશો ભેગા મળી સમૂહગત રીતે કામ કરે છે. જ્ઞાન ને વિજ્ઞાનની, ધર્મ અને શાસ્ત્રોની સંયુક્ત પરિષદમાં દરેક જૂથ અને દેશના ટોચના મહાપુરુષો અને વિદ્વાને ભેગા મળી ઉત્કર્ષ અને વિકાસની ચર્ચાઓ કરી શકે છે, અને સહકારથી કાર્ય કરી શકે છે તે આપણા ત્રણે મોટા ફિરકાઓ સાથે મળીને સર્વમાન્ય બાબતોમાં કામ કેમ ન કરી શકે ? મહાવીર પ્રભુને સૌ કોઈ માને છે અને પૂજે છે, છતાં તેને જન્મ મહોત્સવ સ થે મળીને ઉજવવામાં પણ સંમત ન થાય તે સમાજની અવદશા કે દુર્દશા જ ગણાય!
જૈન ધર્મમાં સમભાવ, સહિષ્ણુતા, સહકાર, સંયમ, પાપક્રિયાને ત્યાગ, વિગેરે ભારોભાર ભર્યું છે અને તે આચરવાને ઉપદેશ પૂ. આચાર્ય દેવો દરરેજ આપે છે, પરંતુ જ્યારે ત્રણે ફિરકાના સહધમી બંધુઓ ભેગા મળીને સંયુક્ત રીતે જન્મકલ્યાણક ઉજવે, વરઘોડો કાઢે, સભા ભરે કે ધર્મપ્રભાવના કરે ત્યારે દરેક જૂથના અગ્રપુરુષો અને મહાપુરુષો સાથ આપવાને બદલે પ્રતિરોધ કરે કે અવધ કરે અને પિતાના સમૂહે જુદું કરવું એ પ્રકારને ઉપદેશ અપાય તો શાસનને ઉદ્યોત કેમ થશે ? અને જૈન ધર્મ વિશ્વવ્યાપી કરવાની ભાવના કઈ રીતે પાર પડશે ? સંસારના બંધનમાંથી છૂટીએ તે મુક્તિ મળે. ધર્મ આમ કહે છે પરંતુ ધર્મના નામે સંકુચિતતા, અહંભાવ, બીજાને અનાદર વિ. ના બંધને એ શું બંધને નથી ? આવા બંધનમાંથી છૂટવા આપણે પ્રયત્ન ન કરીયે અથવા તેવો ઉપદેશ આપવામાં ન આવે તો
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાવીની ભયંકર આગાહી
[૪૫] છૂટી શી રીતે શકાશે ? કઈ પણ જાતના બંધન કે પાશને પોતે પ્રરૂપે કે પ્રેરે તે પોતે મુક્ત ન થઈ શકે કે બીજાને પણ મુક્ત ન કરી શકે. જૈન ધર્મ વિશ્વ ધર્મ તો જ બને કે જે તેને મર્યાદાથી બાંધી ન લેતાં તેને વિશ્વભરમાં પ્રચાર થાય અને વિશ્વબંધુત્વની ભાવના દરેક જૈનના જીવનમાં મન, વચન અને કાયા દ્વારા ફાલેફુલે અને ફેલાય.
( ૧૨ ) ચતુર્વિધ સંઘ માટે ભાવીની ભયંકર આગાહી
I ઈ પણ શાસનપ્રેમી માણસ શાસનનું અહિત ઈચ્છે પણ નહિ
અને અહિત થાય તેવું પગલું પણ ભરે નહિ, છતાં મનુષ્યસ્વભાવ એવો છે કે દરેક મનુષ્ય પોતાની જાતને ડાહ્યો, સમજુ, અનુભવી, બુદ્ધિશાળી અને લેકહિતેચ્છુ માને છે, અને પોતાને જે સાચું, સારું અને વ્યાજબી લાગે તે પ્રમાણે પોતે વર્તે છે અને બીજાઓને વર્તવાને આગ્રહ કરે છે. અંગત બાબતમાં માનવી પિતાની ઈચ્છા કે માન્યતા મુજબ કદાચ વર્તે તે તેનું વર્તન જે સમાજને નકશાનકારક ન હોય તે તેને તેમ વર્તવાને અધિકાર હોઈ શકે. તેમ છતાં સમાજના નિયમોથી વિરુદ્ધ વર્તન હોય અને તે વર્તનથી વર્તન કરનારાનું પિતાનું જ અહિત થતું હોય તે સમાજના ડાહ્યા પુરુષો તેવું વર્તન ન કરવા તે માનવીને સલાહ આપે છે, સમજાવે છે અથવા તે દબાણ કરે છે. તે માનવી તે સલાહ માન્ય રાખે તો તેમાં તેને પોતાને જ લાભ છે. પણ ધારો કે તે માનવી તે સલાહને અવગણે છે, તો તેનું પરિણામ તેને પોતાને જ ભોગવવાનું રહે છે. “વાર્યા નથી રહેતા તે હાય ઠેકાણે આવે છે. પરંતુ તેને ખૂબ ખૂબ ઊહાપોહ કરે, તેને ચર્ચાને વિષય બનાવ, કે વર્તમાનપત્રોમાં મોટા મોટા વિરોધી લેખ લખી સમાજનું આખું વાતાવરણ ડહોળી નાખવું તે જરા પણ ઉચિત, વ્યવહાર કે શોભારૂપ નથી. વિદ્વાન ગણાતા પુરુષ કે મહાપુ સીધી
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
અનુભવ-વાણી
કે આડકતરી રીતે આમાં ભાગ લે, આવી બાબતાને સંમતિ આપે, અથવા પાતે નિમિત્ત બને તે તેમાં શાસનની શી સેવા થાય છે? કે કયા પ્રકારનું આત્મકલ્યાણ સાધી શકાય છે? આ બાબતમાં સારાસારની વિવેકબુદ્ધિ રાખવાની શું જરૂર નથી ?
*
આ તા . વ્યક્તિને સ્પતી બાબત થઇ પરંતુ કાઈ શાસનને કે સમાજને લગતી બાબત હાય અને તેને અંગે ભિન્ન ભિન્ન સમૂહમાં ભિન્ન ભિન્ન માન્યતા પ્રવર્તતી હેાય તે તેવા સંજોગામાં શાણા માણસોએ કેવું વર્તન રાખવું તે પ્રશ્ન ગંભીર વિચારણા માગે છે. દરેક પક્ષ સદ્ગુદ્ધિથી એમ માનતા હોય છે કે “અમારા વિચારો, માન્યતા, ક્રિયા અને વન શાસ્ત્રને અનુસરીને છે, અમને શાસ્ત્રમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને અમે જે કરીએ છીએ તે શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ નથી.” આ માન્યતા ઉપર સૌ કાઈ દરેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે. આ પ્રમાણે માન્યતા ધરાવવામાં અને તે પ્રમાણે વર્તવામાં જો સાચા કે વિરેાધી પક્ષ તરફથી વિક્ષેપ ઊભા કરવામાં ન આવે, તે કશા ઊહાપાહ કે ઘણું ઊભા ન થાય. પરંતુ દરેક વ્યક્તિ કે પક્ષ જ્યારે અહંતાપૂર્વક એમ માને છે કે “ હું સાચા છું, મારા અભિપ્રાય અને મારી માન્યતા શાસ્ત્રને અનુસરીને છે એટલે જ તે જ સાચી છે. આનાથી વિરુદ્ધ વિચાર કે માન્યતા ધરાવનાર દરેક જણ નાસ્તિક, ધર્મદ્રોહી, શાસનહિતના કટ્ટર દુશ્મન અને સમાજના પ્રખર વિરોધી છે; માટે બધાએ તેના વિરોધ કરવા, બહિષ્કાર કરવા, તેની સાથે વ્યવહાર ન રાખવા અને તેનાથી ચેતીને ચાલવા પ્રજાને ચેતવણી આપવી.” આ પ્રકારની રીતભાત, વન, ઊહાપાત કે વિરાધમાં સાચેા ધર્મ, સાચું ધી`પણું કે માનવતા કયા પ્રકારની કે કઇ રીતે છે? આની સાચી સમજ સમાજને કાણુ આપશે ? શાસ્ત્ર અને શાસ્ત્રમાં લખેલી વાતા સૌ માન્ય કરે છે, વાંધો નથી. વાંધા ક્ત એ જ વાતમાં આવે છે. એક તો હું માનુ તે સાચુ અથવા શાસ્ત્રોના લખાણના હું જે અર્થ કરું છું તે જ સાચા અ છે. હું જે પુસ્તકનો આધાર ટાંકું છું તે જ પુસ્તક સમાન્ય અને
Page #80
--------------------------------------------------------------------------
________________
ભાવીની ભયંકર આગાહી
[૪૭]
પ્રમાણભૂત છે, બીજું કોઈ પુસ્તક નહિ. અને બીજે વધે એ છે કે પક્ષકાર પતે વાદી હોય કે પ્રતિવાદી, પણ બન્નેને ન્યાય તટસ્થ ન્યાયાધીશ પાસે કરાવવામાં આવે અને તેનો ફેંસલે બન્ને પક્ષ માન્ય રાખે છે તે વાતનો ઉકેલ આવે. પરંતુ બન્નેમાંથી દરેક પક્ષ પોતે જ
ન્યાયાધીશ બની પોતે જ પોતાની તરફેણમાં ચૂકાદે આપે અને બીજા પક્ષને ખોટે જાહેર કરે તે તેમાં ન્યાય કયાં રહ્યો ? સાચા ખોટાની પરીક્ષા તટસ્થ ત્રીજા પક્ષ પાસે કરાવવી જરૂરની છે. આવી પરીક્ષા કોઈ પક્ષ કરાવતું નથી. આ સંજોગોમાં ઉત્તમ અને ડહાપણભરેલું એ છે કે (૧) કાં તો પક્ષકારોએ સાથે બેસી શાંતિથી સમાધાનનો માર્ગ કાઢવો અથવા તે (૨) દરેકને તેની માન્યતા પ્રમાણે વર્તવા દેવું. પણ સામસામે વાગૂબાણવડે વાયુદ્ધ ખેલવું તે કોઈને માટે ભા ભરેલું નથી. આથી કોઈ પણ પક્ષનો હેતુ સરતો નથી. ઊલટું સમાજમાં વિના– કારણે વિરોધ, વૈમનસ્ય, પક્ષાપક્ષી અને વિતંડાવાદ ઊભા થાય છે અને તે બધાના પરિણામ સમાજને અને સંધના દરેક અંગને ભોગવવા પડે છે. અન્ય સમાજ આપણું અને આપણા ધર્મની હાંસી કરે છે. સમય, શક્તિ અને ધનની બરબાદી થાય છે, લેકના ચિત્ત વિહવળ બને છે. ધર્મ અને ધર્મગુરુઓ પ્રત્યેની શ્રદ્ધા અને આદરમાન ઘટે છે; અને આશ્રિત વર્ગ તથા ઈતર સી આવી તકનો લાભ ઉઠાવે છે. - જે વાત આટલેથી જ અટકતી હોય અને આપણે અંદર–અંદરનો ઝઘડે, મતભેદ કે જવાળા જ્યાંની ત્યાં અને મર્યાદિત રહી શકતી હોત તો પણ આપણે સહન કરી લેત. પણ ભારતવર્ષની રાજ્યનીતિ બિનસાંપ્રદાયિક રાજ્યના બંધારણ પર નિર્માણ થઈ છે. કેન્દ્રીય અને સ્ટેટ સરકારને પંચવર્ષીય વિકાસ યોજના માટે પૈસાની જરૂર મોટા પ્રમાણમાં છે. પબ્લીક ટ્રસ્ટ એકટ અમલમાં આવી ચૂક્યો છે. સૌ કોઈ જાણે છે અને માને છે કે જેનોના દેરાસરમાં લાખો અને કરોડોની મિલકત જમા પડેલી છે જે વપરાતી નથી. નજીકના ભવિષ્યમાં કેપીટલ લેવી, ભરણવિરે કે વારસાવેરાના કાયદા અમલમાં આવે તો નવાઈ નથી. દેવદ્રવ્યની
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
અનુભવ–વાણી
કે સમાજની લાખા અને કરાડાની મિલ્કતનો ઉપયોગ કે વ્યવસ્થા આપણે પેાતે કઇ રીતે કરવી જે આજે મહત્ત્વનો અને મુખ્ય મુદ્દો પ્રત્યેક સધને હોવા જોઇએ. અને તેને અંગેની એક સામાન્ય નીતિ પૂજ્ય મુનિમહારાજોએ સાથે મળીને નક્કી કરવી જોએ અને દરેક ગામના સંધને એકસરખું માĆદર્શીન આપવું જોઇએ, પરંતુ સમાજની એ કમનશીબી છે કે મહાન આચાય સાથે બેસી શકતા નથી અને કશે। આખરી ઊકેલ બતાવી શકતા નથી. તેમ જૈન કામમાં કે જૈન સમાજમાં એવા શક્તિશાળા નાયકા નથી કે જેઓ જુદા જુદા આચાર્ય મહારાજોને અંતરના ભેદભાવા મૂકીને ધર્મને માટે સાથે બેસીને અનેક ગુ ંચાના ઊકેલ લાવવા દબાણપૂર્વક સમજાવી શકે. ખરી વસ્તુ તે એ છે કે પૂજ્ય આચાર્યમહારાજોએ સમય તે સંજોગાને એળખવા જોઇએ અને ધર્મની સાચી ઉન્નતિ કેમ થાય તે માટે ગંભીરતાપૂર્વક વિચાર કરી ચેાજના ચેાજવી જોઇએ.
*
ધ સંસ્થાઓમાં પેાતાના હસ્તક કાર્યમાં કરશે.
જો આમ નહીં થાય તે એવી નીતિ રહે છે કે સરકાર જરૂર હસ્તક્ષેપ કરશે. સંસ્થાના વહીવટ પણ લેશે. મિલ્કત રાકાણુ અથવા ઉપયોગ દેશના ખીજા દેવદ્રવ્યની આવકમાંથી બધા ખરચા કરવાની કાયદાથી ફરજ પાડશે. અને દેવસ્થાનામાં અને ઉપાશ્રયામાં સરકારની હકુમત ચાલશે. આમ ન બનવા પામે તે આપણે સૌ ઇચ્છીએ છીએ, પરંતુ ધર ફૂટયે ધર જાય” એ ન્યાયે બધું ચાલ્યું જાય તે પછી આપણામાં ડહાપણ કે સદ્ગુદ્ધિ આવે તે ડહાપણ કે સદ્ગુદ્ધિની કિંમત શુ?
આ લાલબત્તી એ હેતુથી ધરવામાં આવે છે કે આપણે સૌ સજાગ થઇએ, અંદરઅંદરના ઝઘડાને દૂર ફગાવી દઇએ, સાથે એસી વિચાર કરીએ . અને બધા ગામના સ ંધે અને સંસ્થાઓનું સંગઠન સાધી આખી કામના એક જ અવાજ અને એક જ સૂર એક સાથે નીકળે તે માટે આખા ભારતવર્ષના એક સમગ્ર સધ સ્થાપીએ. પરંતુ તેને એક નાયક । સ્થાપવા જ જોઈ એ. નાયક કાને સ્થાપવા ? એ નિય શ્રી
Page #82
--------------------------------------------------------------------------
________________
મહોત્સવ અગે વિચારણા
[૪૯]
શ્રમણસંસ્થાએ સાથે મળીને કરવાના છે. શાસનના સાચેા પ્રેમ ખેલવા માત્રથી સાબિત નહિ થાય પરંતુ કા` પાર પાડી દેખાડવાથી સિદ્ધ થશે. બાકીનો ઇતિહાસ પાકારી પાકારીને કહે છે કે--કુસંપથી અને અભિમાનથી મેટામેટા સામ્રાજ્યા અને કામેાના નાશ થઈ ગયા છે. ગાંધીજીએ સ્વરાજ્ય મેળવી આપ્યું, માટે જ તેમને સૌએ રાષ્ટ્રપિતાનુ બિરુદ આપ્યું છે. વર્તમાન સમયમાં જૈનશાસનના નાયક થવા કાણુ બહાર પડે છે તે જોવા દરેકની મિઠ આતુરતાપૂર્વક ચતુર્વિધ સંધની પદા ઉપર ભડાઈ રહી છે.
મહાત્સવ અને મહાપૂજન અંગેની વિચારણા
ન
૪ મુખ્ય દ્વારા ખાદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ ગણ્યા છે.
સમજણુ, આરાધના, ક્રિયા અને મહાપૂજનવડે આ દ્વારાની સિદ્ધિના સાક્ષાત્કાર અથવા પ્રત્યક્ષ અનુભવ થાય છે.
ધર્માંની અનેકવિધ ખાખતા એવી છે કે જે બુદ્ધિથી બધા સમજી ન શકે કે શ્રદ્ધાપૂર્વક માની ન શકે. બુદ્ધિના નિર્ણયા સામાન્ય રીતે પૂર્વગ્રહથી આચ્છાદિત થયેલા હોય છે. પૂર્વગ્રહ એટલે દષ્ટિભેદ અથવા “ મારું તે જ સાચું. અનુભવના નિર્ણયો એ સ્વયંસિદ્ધ હોય છે એટલે તેમાં શંકાને સ્થાન ભાગ્યે જ રહે છે. અનુભવની વાત ઉપર શ્રદ્ધા પણ રહે છે, એટલે અનુભવ ઉપરથી પરિણમેલી શ્રદ્ધા એ જ સાચી શ્રદ્દા છે, તે શ્રદ્દા જલદી ડગમગતી નથી.
ઉછરતી પ્રજામાં સાચી અને સચાઢ શ્રદ્ધા જો કાઇ પણ પ્રકારે ઉત્પન્ન કરવામાં આવે તેા જીવનપર્યંત તે શ્રદ્દા ટકી રહેશે. ભલે કદાચ સંજોગવશાત્ ભરતી-ઓટ તેમાં આવે પરંતુ તેથી શ્રદ્દાના
૪
Page #83
--------------------------------------------------------------------------
________________
[૫૦]
અનુભવ-વા પાયા જડમૂળથી ઉખડી નહિ જાય. અગાઉના પૂર્વજો સ્વભાવથી અને સંસ્કારથી ભક્તિવાળા અને શ્રદ્ધાવાન હતા એટલે ગુરુમહારાજે જે કાંઈ કહેતા કે માર્ગદર્શન આપતા તે શ્રદ્ધાપૂર્વક માનતા અને આચરતા. આજે પણ જેઓ ધર્મપ્રેમી અને ધર્મમાં શ્રદ્ધાવાન છે તેઓ તો દરેક ક્રિયા શ્રદ્ધાપૂર્વક કરે છે, પરંતુ આજના કેળવાયેલા અને બુદ્ધિવાદી મનુષ્ય જેઓ બુદ્ધિગમ્ય અને પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુઓમાં જ માનનારા છે તેઓ ધર્મથી વધુ ને વધુ વિમુખ અને દૂર થતા જાય છે. આવા શિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી-પુરુષની અલગતા સમાજ અને ધર્મને નિર્બળ કરનારી છે અને તે સ્થિતિ કઈ રીતે હિતાવહ નથી; માટે જરૂરનું એ છે કે આ આખા સમુદાયને ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ઉત્પન્ન કેમ કરવી અને શ્રદ્ધાની બાબતોને અનુભવના પ્રયોગો દ્વારા બુદ્ધિગમ્ય અને સ્વયંસિદ્ધ કેમ કરી બતાવવી ? એ કાર્ય સૌથી પ્રથમ સાધવાની જરૂર રહે છે. આ દિશામાં પૂજ્ય આચાર્ય મહારાજેએ સવિશેષ શક્તિ ફેરવવાની જરૂર રહે છે. બુદ્ધિશાળીને જે વસ્તુ અનુભવથી સિદ્ધ થશે તે વસ્તુને તે વધુ શ્રદ્ધાપૂર્વક કાયમ વળગી રહેશે કેમકે તે પ્રકારને સ્વભાવ ઘડાએલું હોય છે. - કોઈ પણ જાતનું વ્રત, જપ, તપ, વિધિ-વિધાન, ક્રિયા કે પૂજન સહેતુક હોય છે અને જે કાંઈ કરીએ તેનું ફળ પણ અવશ્ય મળે છે. આ સિદ્ધાંત સૌ કોઈ માન્ય કરે છે. આ બધી શુભ પ્રવૃત્તિઓ છે એટલે તેનું ફળ પણ શુભ અને કલ્યાણકારી જ હોય છે. જેટલા પ્રમાણમાં હેતુ, ક્રિયા, વિધિની શુદ્ધતા હોય અને કરાવનારની ભાવ પરિણતિ ઉત્તમ હોય તેટલા પ્રમાણમાં તેનું ફળ પણ ઉત્કૃષ્ટ મળે છે. જ્ઞાન અને ક્રિયા તથા ચારિત્રવડે જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, જ્ઞાન એટલે સાચી સમજ અને અનુભવ; યિા એટલે સાચી દિશામાં પુરુપાર્થ, ચારિત્ર એટલે આત્માનું કર્તવ્ય અને દર્શન એટલે શ્રદ્ધા-આ ત્રિકાલાબાધિત સ્વયં સત્ય છે અને જ્ઞાની, વિજ્ઞાની કે વ્યવહારી–સી કઈ તેને માન્ય કરે છે; કેમકે તે અનુભવસિદ્ધ વસ્તુ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
*
મહત્સવ અંગે વિચારણા
[૫૧] આપણુ ધર્મમાં અનેક પ્રકારના વિધિવિધાન, ક્રિયાઓ, તપશ્ચર્યા અને આરાધના બતાવવામાં આવ્યા છે. તે બધાં જે વિધિપૂર્વક, ભાવપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે તો અવશ્ય ઈષ્ટ ફળદાયી થાય છે. જુદાં જુદાં વ્રતનું જુદું જુદું ફળ મળે છે, તેવી જ રીતે ભક્તિ, પૂજા, અર્ચના, જાપ અને વંદના તથા સ્તવન અને કીર્તનના પણ અનેક પ્રકારે બતાવ્યા છે. જેને જે ચે તે રીતે તે કરી શકે છે.
સામુદાયિક ક્રિયાઓ, ઉજમણું કે મહાપૂજનમાં (૧) ક્યિા કરનારમાં મન, વચન અને કાયાની શુદ્ધતા, (૨) ક્રિયા કરાવનારમાં અનુભવ અને ક્રિયાનું સંપૂર્ણ જ્ઞાન, (૩) ગુરુમહારાજની હાજરી અને દરવણું, (૪) જોઈતી સામગ્રીની અગાઉથી તૈયારી, (૫) સમય અને મુહૂર્તની નિયમિતતા, (૬) સમુદાયની શાન્તિ અને એકચિત્તતા, (૭) સુંદર વ્યવસ્થા અને બંદોબસ્ત, (૮) ખર્ચનું મા૫ અને અંદાજ, (૯) ક્રિયાના હેતુની અગાઉથી સમજ, (૧૦) પૂર્ણાહુતિ થાય ત્યાં સુધીની સ્થિરતા અને (૧૧) ક્રિયામાં તન્મયતા અને તલ્લીનતા–આટલી બાબતો બહુ જ મહત્વની અને આવશ્યક છે. ઘણી વખત અજ્ઞાનતાને લઈને આપણે વિનાપ્રયોજન ધાંધલ, ધમાલ અને કેલાહલ કરી મૂકીએ છીએ અને બીજાઓને અંતરાય પડે તેવું વર્તન કરીએ છીએ, પરંતુ આ વસ્તુ બિલકુલ ઈચ્છનીય કે ઈષ્ટ નથી. કોઈ પણ ભોગે આ બંધ થવું જ જોઈએ અને શિસ્ત જાળવવી જ જોઈએ. શિસ્તની શિથિલતા એ આપણું સમાજની સામુદાયિક નબળાઈ છે. સમજવા છતાં અને તેનાથી સૌના જીવને કલેશ ઉપજે છે છતાં તેના પ્રત્યે દુર્લક્ષ કરાય છે તે ખરેખર દુઃખકર છે. વ્યવસ્થા, શાંતિ અને શિસ્ત એ સામુદાયિક ક્રિયાઓમાં સૌથી વિશેષ મહત્વની વસ્તુ મનાવી જોઈએ અને એ ઉપર સૌથી વધુ ભાર મૂકવો જોઈએ. ક્રિશ્ચિયન ધર્મના અનુયાયીઓ પાસેથી આના બેધપાઠ અવશ્ય શીખવા જોઈએ. ખાસ કરીને મુનિમહારાજેએ આ વસ્તુ ઉપર સૌથી વધુ વજન આપવાની જરૂર છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ પર]
અ
અનુભવ-વાણી આજે આવા માંગલિક મહોત્સવો અનેક પ્રસંગે ઉજવાય છે, છતાં દુઃખની બીના તે એ છે કે આપણા સમાજમાં ક્રિયા જાણવાવાળા અને કરાવવાવાળાની સંખ્યા અતિ જુજ છે. તેઓની જરૂર તે અવસ્થ રહે છે જ. બધી જગ્યાએ તેઓ પહોંચી શકતા નથી. આવી ક્રિયા કરવાવાળાને મોટી સંખ્યામાં શીખવીને તૈયાર કરવાની બહુ જ જરૂર છે. તેઓ કંઈ પણ વેતન લેતા નથી. તેઓને આજીવિકાની લેશ પણ ઉપાધી ન રહે અને તેઓ ઉલ્લાસપૂર્વક કામ કરે તે રીતે દરેક શહેર ગામના અમુક માણસને તાલીમ આપીને મોટી સંખ્યામાં તૈયાર ન કરી શકાય? પાઠશાળાના શિક્ષકે જે આ કાર્યમાં પારંગત થવા માગે તે બહુ સહેલાઈથી થઈ શકે. ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય મુનિ મહારાજેએ આવા ચેડા થોડા માણસોને અવશ્ય તૈયાર કરવા જોઈએ. ધાર્મિક શિક્ષણમાં આ વિભાગને ફરજીયાત દાખલ કરવો જોઈએ અને સંસ્થાઓને તેનું જ્ઞાન આપવા પ્રબંધ કરવો જોઈએ અને અનેકને પારંગત તૈયાર કરવા જોઈએ.
સમાજમાં વધુ સંખ્યામાં માણસે સર્જન, પવિત્ર, દયાળુ, દાનવીર, સંતોષી, સેવાપરાયણ અને સદાચારી હોય કે થાય તે સમાજ પ્રગતિના સાચા પંથે ગણાય. તેઓને તેવા બનાવવા એ જ સાચી સેવા છે, પરંતુ આ બધા બહારના નિમિત્ત છે. સાચો પુરુષાર્થ તે દરેક વ્યક્તિએ પોતે કરે જોઈએ. પ્રત્યેક મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો ભ્રષ્ટા અને લેતા બને છે, .. "
.
..
Page #86
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજે વ્યાવહારિક
આવકની મર્યાદામાં રહી જીવન જીવવાને ઉપાય
કે ત્રણ પ્રકારના હોય છે. ડાહ્યા, વિચારશન્ય અને મૂખ.
ડાહ્યા માણસો ઓછા હોય છે, મૂર્ખ માણસો તેનાથી વધુ સંખ્યામાં હોય છે અને વિચારની સંખ્યા સૌથી વધુ એટલે લગભગ એંશી ટકા હોય છે.
[૧] ડાહ્યા માણસની જુદી જુદી અનેક વ્યાખ્યા છે. (૧) દરેક કામ બુદ્ધિપૂર્વક, સારાસારની ગણતરીથી અને પરિણામને ખ્યાલ રાખીને કરે તે. (૨) પરિણામને બદલે સંજોગોને ખ્યાલ રાખીને કામ કરે તે. (૩) જેમાં લાભ હેય તે જ કામ કરે; અને નુકસાન હોય તે કામ ન કરે તે. (૪) બીજાઓના દાખલા ઉપરથી ધડે લઈ જેનાથી હિત થાય તેવું કામ કરે તે. (૫) લાગણીને વશ ન થતાં બુદ્ધિવડે ગણતરી કરીને કામ કરે તે. (૬) અન્યાય, અનીતિ કે અપ્રમાણિતાને આશ્રય લીધા વિના કે અન્યનું અહિત કર્યા વિના કાર્ય કરી શકે તે. (૭) ઈશ્વરપ્રેરિત કે સ્વયં સ્ફરિત અંતરના અવાજ મુજબ કાર્ય કરવા પ્રેરાય તે. (૮) ફળની ઈચ્છા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરે તે. (૯) જે કાંઈ કરે તેમાં મમત્વભાવ રાખ્યા વિના તે બધું ઈશ્વરને ચરણે ધરી દે છે. આવી રીતે “ડાહ્યા ની અનેક વ્યાખ્યા જુદી જુદી દષ્ટિએ થઈ શકે છે.
[ ] “વિચારશૂન્ય” પણ અનેક અર્થમાં ઘટાવી શકાય. (૧) બુદ્ધિને ઉપયોગ કર્યા સિવાય કે સારાસારલે પરિણામે, યાલ રાખ્યા
દ' 4
મ કાન.
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૫૪ ]
અનુભવ-વાણી
સિવાય કામ કરે તે. (૨) મગજમાં જે જાતના તરંગ ઉઠે તે મુજબ્ કામ કરે તે. ('કું`) આવેશમાં આવી કામ કરે તે. ( ૪ ) લાભાલાભના કે હિતાહિતના ખ્યાલ ન કરે તે. ( ૫ ) ઇંદ્રિયાથી પ્રેરાઈને કામ કરે તે ( ૬ ) ભાગ્યને ભરાસે રહી આંખ મીંચીને કામ કરે તે. ( ૭ ) ખીજાએ કહે તે પ્રમાણે કરે તે. ( ૮ ) અંતરનાં અવાજને સાંભળ્યા વિના કામ કરે તે. (૯) જડભરતની જેમ સ ંજોગોને ખ્યાલ કર્યાં
વિના કામ કરે તે.
જગતના વ્યવહારની દષ્ટિએ વિચારશૂન્ય માણસા જડભરત ગણાય છે, પરંતુ આ કક્ષામાં ઘણા માણસો યાગી, ધ્યાની, સિદ્ધ, મહાત્મા કે મહાપુરુષો પણ હાય છે. તેવી જ રીતે ઘણા બુદ્ધિહીન માણસા પણ હાય છે.
[૩] મૂર્ખ માણસા અનેક પ્રકારના હોય છે. ( ૧ ) વિવેકહીન ( ૨ ) માહ અને સ્વાર્થથી અંધ ( ૩ ) બુદ્ધિ વિનાના અથવા કુમુધ્ધિવાળા ( ૪ ) જીદ્દી અને કદાચહી ( ૫ ) વેરવૃત્તિવાળા અને ઇર્ષ્યાળુ ( ૬ ) અભિમાની અને ક્રોધી ( ૭ ) જગતને હાનિ કરનારા ( ૮ ) ખીજાઓના દાખલા ઉપરથી ધડા લઈ શીખવાને બદલે અખતરા કરી, ડોકર ખાઇને પછી શીખનારા અને (૯) મોટા અને વધુ લાભ જતા કરી ઘેાડા અને ક્ષુદ્ર લાભથી સ ંતાષ માનનારા-આવા બધા માણસાની ગણતરી મૂર્ખમાં થાય છે.
[૪] આપણે પાતે કેવા છીએ અને ઉપર જણાવેલા કયા વમાં આવી શકીએ છીએ તેને નિર્ણય આપણે દરેકે પાતે કરી લેવા જરૂર છે. આરસીમાં આપણું સ્વરૂપ બરાબર જણાઇ આવશે. આપણને જોતાં ન આવડે અથવા પ્રકાર પારખવાની શક્તિ ન હોય તા ખીજાને કહેવાથી ખીજાએ આપણી પરીક્ષા કરી આપશે. અને સાચુ'' સ્વરૂપ આપણુને સમજાવશે. આપણું સાચું સ્વરૂપ આપણે અવશ્ય જાણવુ જોઇએ અને સમજવુ જોઇએ.
Page #88
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાના ઉપાય
[ ૫૫ ]
[ પ ] આપણી રહેણીકરણી, દૈનિક જીવન, આચારવિચાર, વન અને આપણા વ્યવહાર ઉપરથી તુરત નક્કી થઇ શકશે કે આપણે ડાહ્યા છીએ, વિચારશૂન્ય છીએ કે મૂખ છીએ. ડાહ્યામાં ગણાવાતુ સૌ કાઈને ગમે. અને આપણે ધારીએ અને મક્કમપણે વર્તીએ તે જરૂર ડાહ્યા થઈ શકીએ. માનવજાત માટે કાઇ વસ્તુ અશક્ય નથી, પરંતુ વન મૂખનું રાખીએ અને ડાઘા હાવાના ડાળ કરીએ તે તેવા દંભ આજના બુદ્ધિપ્રધાન જમાનામાં ચાલી શકશે ? ડાહ્યા થવુ જ હાય તેા ડહાપણપૂર્વક જીવન જીવવાની શરૂઆત કરી દેવી જોઇએ, તેા ક્રમે ક્રમે વધુ ને વધુ ડાહ્યા થતા જશું. પ્રગતિના છેડે જ નથી.
*
[ ૬ ] આને માટે મહાપુરુષોએ બહુ સરળ માર્ગ ઉપદેશ્યા છે જેના મુખ્ય સાર નીચે મુજબ છેઃ——
( ૧ ) ગરીબાઈ એ ગુન્હા નથી કે તેમાં પાપ નથી, શ્રીમંતાઇમાં સામાન્ય રીતે અનેક પાપકમાં, દૂષણા અને દુÇણા અંતગ ત છૂપાઇ રહેલા હોય છે, માટે ગરીબાઇમાં સુખ અને સતાષ માની અનીતિથી આધે રહા, જરૂરીઆત ઘટાડા, સાદાઇથી જીવા, ખાટા ખરચા તદ્દન અધ કરેા અને આવકથી ખર્ચ એછે કરો, વ્યવહારમાં બહુ તણાઈ ન જાએ. શક્તિ પ્રમાણે ભક્તિ, સેવા કે સ્વાગત કરા, દેવુ કરીને દોડે તે જરૂર ઠોકર ખાને નીચે પડે.
(૨ ) શ્રીમાના જેવા દેખાવાના ડાળ ન કરો, તેના જેવા પડા, પોષાક, દાગીના, રહેણીકરણી, રહેઠાણુ, વાહન કે નોકરચાક્રની ઈચ્છા કરવી તે પાપ છે અને શક્તિ ન હોવા છતાં તેનું આંધળુ અનુકરણ કરવું, તે મહાપાપ છે. પુરુષાર્થ કરી ન્યાયપૂર્ણાંક દ્રવ્ય કમાતા શીખે! અને પછી શ્રીમતના વૈભવ ભોગવવાને લાયક અનેા.
(૩) ખાસ કરીને સ્ત્રીવર્ગ જો સમજે અને ધુણીની આવકને ખ્યાલ રાખી ઓછા ખર્ચીમાં જીવન ચલાવવાના નિશ્ચય કરે તેા ધણા કુટુંબે પાયમાલ થતા અટકે. સ્ત્રીઓએ સમુજવુ જોઇએ કે તેમની
Page #89
--------------------------------------------------------------------------
________________
[૫૬]
અનુભવ-વા, નબળાઈ વ્યવહારિક અને સામાજિક પ્રસંગેએ બીજાઓથી દેરવાઈ જઈને ગજા ઉપરાંત ખર્ચ કરવાને તેમનો આગ્રહ, જીદ કે મૂર્ખાઈ કપડા અને દાગીનાનો મોહ, બાળઉછેરની અજ્ઞાનતા, બીનજરૂરી રેજના ખોટા ખર્ચા, વધુ પડતો વ્યવહાર, આ અને આવી અનેકવિધ મૂર્ખાઈઓને લીધે તે અને તેની અજ્ઞાનતા જ ઘણે ભાગે ઘરના મુખ્ય પુરુષની કે પિતાના પતિની આધિ, વ્યાધિ, ઉપાધિ અને પરિણામે અકાળ મૃત્યુનું નિમિત્ત પોતે જ બને છે અને પિતાનું વૈધવ્ય પોતે જ નોતરે છે. તેઓ જે સમજી જાય તો ગરીબના ઘરમાં શ્રીમંત કરતાં સુખ, શાંતિ અને સંતોષ વધુ હશે. | (૪) તે ઉપરાંત ચોકલેટ, કપડાં, નાટક-સિનેમા, ગાડીભાડા, મુસાફરી, ધોબી, હજામત, માળી, માંદગી, સાબુ અને નકામી અનેક વસ્તુઓમાં બીનજરૂરી જે ખર્ચ થાય છે તે ઓછો કરવામાં ઘરના સૌ માણસે સહકાર આપે અને મુખ્ય પુરુષ મક્કમતાપૂર્વક દરેકને કરકસર કરવાની ફરજ પાડે તે નાણુની મૂંઝવણ અને ચિંતા ઘણી ઘટી જાય અને મોંધવારીની ભીંસ ન પડે.
સમાજને બેકારીને પ્રશ્ન જ માજના દરેક વર્ગના દરેક કુટુંબનું જીવનધોરણ હાલ જે GUછે તેને ઊંચે લઈ જવુ એને આજે જગતના બધા આગળ વધેલા દેશે બહુ જ મહત્વ આપી રહ્યા છે. જીવનધોરણ જેટલું ઊંચું હોય તેટલી ઉન્નતિ સાધી કહેવાય છે. આને સાચા અર્થ એ છે કે મનુષ્ય જીવન ટકાવવા માટેની પ્રાથમિક જરૂરીઆત, જેવી કે૧. ખાવાને પૂરતું અન્ન, ૨. શરીર ઢાંકવા માટે જરૂરી વસ્ત્રો, ૩. રહેવા માટેની જગ્યા કે ઘર, ૪. શિક્ષણ માટેની સગવડ અને ૫. માંદગીના સમયે જરૂરી ઔષધ અને સારવાર, આટલી વસ્તુઓ દરેકને
Page #90
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાને ઉપાય જ
[૫૭] સહેલાઈથી મળી શકે એ પ્રત્યેક દેશ, પ્રદેશ, ગામ, જ્ઞાતિ કે સમાજે જોવાની જરૂર છે.
પ્રજાના ઉત્કર્ષ માટે રાજ્યસત્તાએ આ કાર્યની જવાબદારી લેવાની હોય છે, તે જ તે સ્વરાજ્ય કે સુરાજ્ય કહેવાય, પણ બધાને માટે સરકાર બધું ન કરી શકે. સરકાર બહુ બહુ તે પોતાના નોકરચાકર કે કર્મચારીઓ માટે કરી છૂટે, અથવા તો અનાથ, અપંગ કે નિરાધાર માણસ માટે કંઈક કરે. બાકી તે પ્રજાએ જ પ્રજાના દુઃખીજને માટે આ બધી જરૂરીઆતે પૂરી પાડવા માટેની જવાબદારી ઉપાડવી જોઈએ. પ્રજા પણ બધા કામને પહોંચી વળી ન શકે. એટલે નાના નાના સમૂહેએ પોતાના દુખી સભ્યોના સુખસગવડ માટે પ્રબંધ કરવું જોઈએ. પરમાર્થ, દયા અને સેવાની ભાવના દરેક પ્રજાજનમાં હોય તે બધાની મુંઝવણ ટાળી શકાય અને સૌનાં જીવનમાં શાંતિ અને સંતોષનો સંચાર કરી શકાય. આ કાર્ય પુર્ણથી, પરમાર્થથી, સભાવથી કે દયાથી પ્રેરાઈને જ થઈ શકે.
જેમ શ્રીમતિ પાસેથી ધનની, સેવકો પાસેથી લેવાની અને કાર્યકરે પાસેથી કાર્યની સૌ કોઈ આશા રાખે છે તેમ દરેક જણે વ્યક્તિગત રીતે પિતાને પણ એ પ્રશ્ન પૂછવો જોઈએ કે અમુક કાર્યમાં મારે શું ફાળે આપવો જોઈએ? અરેક માણસે દાતા અને યાચક બને બનવું જોઈએ, જેઓ એકલા વાચક જ રહે છે તેઓ સહાય મેળવવાના યોગ્ય અધિકાર નથી “થોડામાંથી પણ થોડું બીજા માટે આપે.” આ જાતની ભાવના જ જીવનને ઉન્નત બનાવી શકે છે.
સુપાત્રદાનને સામાન્ય અર્થ એ જરૂર ઘટાવી શકાય કે ઉત્તમ પુરુષોને તો જરૂર આપે; પણ સાથોસાથ દીન, દુ:ખી અને જરૂરીયાતવાળા લાયક મનુષ્યોને પણ અવશ્ય સહાય આપ, આજે એવા પણ મનુષ્ય જોવા મળે છે કે જેઓ મદદને માટે પાત્ર
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
અનુભવ-વાણી
નથી હોતા, ઘણું તો તેને ધંધે જ લઈ બેઠા હોય છે. ઘણાય જરૂર કરતાં પણ વધુ મદદ માગે છે અને એક કરતાં વધુ સ્થળેથી અનેકગણું વધુ મદદ મેળવતા હોય છે. ઘણાં એવા પણ હોય છે કે મદદની માગણી કરે છે, તે માટે અવારનવાર આંટા ખાય છે અને મદદ ઓછી મળે, મોડી મળે કે ન મળે તે કેલાહલ કરી મૂકે છે, મદદ આપનારને ગાળાગાળી પણ કરે છે. આવા અનુભવો કામ. કરનારને થાય છે. આવા બેદરદાન અને અસભ્ય વર્તનવાળા માણસને મદદ કરવાનું વ્યવહાર દ્રષ્ટિએ યોગ્ય કે ઉચિત નથી. દાન કે મદદથી અવગુણે પોષાય કે વૃદ્ધિ પામે તેનાથી સમાજ ઊંચે ચઢત નથી પણ પડે છે :
આજે સમાજ પાસે મુખ્ય પ્રશ્ન આ છે –સમાજમાં સુખી અને શ્રીમતે ઓછા છે અને કાળ અને કાયદાને અનુસરીને ઓછા થતા જશે. દુઃખી અને દીનની સંખ્યા મોટી છે. જેમ જરૂરિયાત વધતી જશે અને રહેણીકરણ ઊંચી થતી જશે, તેમ મૂંઝવણ અને મુશ્કેલી પણ વધશેઆ સંજોગોમાં સમાજને ઉત્કર્ષ સાધવાને સરળ ઉપાય શું ? તેને સાચો ઉત્તર એ જ હોઈ શકે કે: ૧) વિચાર અને કરણું ઉત્તમ રાખો, અને જીવન સાદામાં સાદું જીવતાં શીખે. ૨) પારકાની મદદની અપેક્ષા ન રાખો અને પોતાના પગ ઉપર ઊભા રહેવાને નિર્ધાર કરે. ૩) સંજોગવશાત પારકી મદદની જરૂર પડે અને મદદ મળે તો મદદ આપનાર પ્રત્યે જિંદગી પર્વતને સદુભાવ રાખે અને ભવિષ્યમાં તમારા સંજોગ સુધરે ત્યારે મૂળ રકમ કરતાં વધુ રકમ તેને પાછી આપે અથવા તે બીજાઓને મદદ કરવામાં તમે તમારો ફાળે અવશ્ય આપતા રહે. ૪) પારકાના દુઃખમાં સહાયભૂત થવા જેટલી માનવદયા પાળવાનું વ્રત ગ્રહણ કરે. આમ થાય તે દેનારને સંતોષ થાય, લેનારને સંતોષ થાય અને સમાજને ઉત્કર્ષ થાય.
Page #92
--------------------------------------------------------------------------
________________
જીવન જીવવાને ઉપાય
[ ૫૯ ] આજકાલ દરેક ઠેકાણે સમાજમાં બેકારીને ઊહાપોહ બહુ જ થાય છે. બેકારી ટાળવા માટે પ્રયત્ન પણ થતા હોય છે, પરંતુ તે છતાં તેને ઉકેલ કે પરિણામ જોઈએ તેટલા પ્રમાણમાં જોવામાં આવતા નથી. આના કારણે તપાસીને વેપાર, ધંધા, હુન્નરઉદ્યોગ, નેકરી કે દલાલીના ધંધાઓ જે આપણે આજસુધી કરતા આવ્યા છીએ, તે બધામાં સમય, સંજોગ, પરિસ્થિતિ, સાધન, અનુભવ અને કાયદાકાનનું બહુ જ મોટું પરિવર્તન આજે થઇ ગયું છે તે બધી વસ્તુને અનુભવ અને તાલીમ મળે તેવી કોઇ પણ વ્યવસ્થા કે પ્રબંધ આજે સમાજ તરફથી થએલ નથી. જુદા જુદા ધંધાના કે કામના અનુભવ કે શિક્ષણ માટે ધંધાદારી સંસ્થાઓ કે શિક્ષણસંસ્થાઓ છે, પણ આપણા સમાજ તરફથી આપણા સમાજ માટે એક પણ સદ્ધર સંસ્થા નથી કે જે દ્વારા અનુભવનું જ્ઞાન અને તાલીમ મળી શકે.
જે બેકારી ટાળવી હોય, કાયમ માટે નાબૂદ કરવી હોય, અને બેકારને દાન, મદદ કે ભિખની બૂરી આદતમાંથી કાયમ માટે બચાવી લઇને તેઓ જાતમહેનત કરી, જોઇતે અનુભવજ્ઞાન અને તાલીમ મેળવીને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખે અને કાયમ માટે લાચારેદશામાંથી મુકત થઇ સદાને માટે સ્વતંત્ર રીતે સંતેષથી જીવન જીવી શકે તે માટે કંઇક નક્કર
જના સમાજના અગ્રેસરેએ, નેતાઓએ, શાસનપ્રેમીઓએ, સામાજિક મુખ્ય સંસ્થાઓએ અને અનુભવીઓ તથા વિદ્વાનેએ સાથે બેસીને ગંભીરતાથી વિચારવી જોઈએ અને યોજનાઓને વિનાવિલંબે અમલમાં મૂકવી જોઇએ. ઘણાં બુદ્ધિમાન વિચારકોએ આ પ્રશ્નને ઊકેલ બહુ ઊંડાણથી વિચાર્યું પણ હશે. આવા પુરુષ ભેગા મળે, ગંભીરતાથી વિચારણા કરે, ઉકેલ શોધે, નિર્ણય કરે અને નિર્ણને અમલમાં મૂકવા કટિબધ્ધ થાય તો આ પ્રશ્ન બહુ સરલતાથી હલ થઈ શકે. આ માટે ભાવના અને તેમના સૌમાં જાગે એવી શાસનદેવ પાસે નમ્ર યાચના.
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
અનુભવ-વાણી
(૪)
લગ્નની માસમના મહત્ત્વના બોધપાઠ
આજકાલ ભાગે સૌને આનંદ અને હર્ષના પ્રસંગ હોય છે.
પરણનાર, પરાવનાર, સગાસબંધીઓ, સ્નેહીજનો, આડેાશીપાડોશી વિગેરે સૌ કાઇ લગ્નની મીતિ નક્કી થાય તે પછી તે શુભ અવસરની આતુરતાથી રાહ જોતા હેાય છે. મેાચી, દરજી, હજામ, સાની, કુંભાર વિગેરે કારીગરોને કમાવાની આ માસમ હોય છે, કણીયા, કાપડિયા, કંદોઈ, ક કાત્રીવાળા સૌની ધરાકી સારી ચાલે છે, એટલે લગ્ન પહેલાંની પૂર્વ તૈયારી અને લગ્નના દિવસ સુધીની સૌ કાષ્ઠના આશા, ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદ એ ધણાને માટે જીવનની હાણ અને છે. ફક્ત વર કે કન્યાના બાપની આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા જો તેને આર્થિક અવેજની જોગવાઈ ન હેાય તે તેને આનંદને બદલે ચિંતા કે મૂંઝવણ રહે છે.
આજકાલના સમયમાં લગ્નમાં કઈ કઈ બાબતેા સૌથી મહત્ત્વની ની ગઇ છે અને તેમાં ફેરફાર કરવાની અથવા તેને પ્રસંગને અનુરૂપ બનાવવાની જરૂર છે કે કેમ, એ વિષય બુદ્ધિમાન પુરુષાએ હાથ ધરવા યોગ્ય છે. એ દૃષ્ટિએ તેની રજૂઆત અત્રે કરવામાં આવે છે.
• ૧. લગ્નની ઢંકાત્રી—જેટલી સ્નેહીસબંધી, આપ્તજના, પરિચિત વ્યક્તિ, ઓળખાણુ—પીછાણવાળા સૌને વર અને કન્યા પક્ષ તરફથી છાપેલી સુશોભિત અને સુભાષિત કકાત્રી કે આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. કાને કાત્રી માકલવી જોઇએ તેને માટે કાં નિયમ કે મર્યાદા નીર્માણ થયેલ નથી, સૌને જાણ થાય, સબંધ હોવાની પ્રતીતિ અને સ્મરણ થાય, સૌ કાઈને કાત્રી
7
Page #94
--------------------------------------------------------------------------
________________
મહત્વને બોધપાઠ
મળવાથી આનંદ થશે, લખનારના મનને ઉલ્લાસ હોય અને જેટલા વધુને કંકોત્રી જશે તેટલી વધુ રકમ ચાંદલાની આવશે; આવા અનેક હેતુઓ કંકોત્રી વધુ સંખ્યામાં લખવામાં સમાયેલ હોય છે. આ નિમિત્તે છાપખાના અને ટપાલખાતું બંને રળે છે, કંકોત્રીમાં કળા, આકર્ષણ, છપાઈ માપ અને ચિત્રકળા એટલે બધો ભાગ ભજવે છે કે એક કંકોત્રીની કિંમત આજકાલ ચાર આનાથી બે રૂપીઆ સુધીની થાય છે અને સેંકડો અને હજારોની સંખ્યામાં લખવામાં આવે છે. કંકોત્રીની સંખ્યા જેમ વધુ તેમ લખનારની ગૃહસ્થાઈ મોટાઈ, ગર્વ અને ગણતરી ગણાય છે. મુંબઈ જેવામાં તે એક જ લગ્ન માટે અનેક જુદી જુદી જાતની કંકોત્રીઓ લખાય છે, જ્ઞાતિજને માટે જુદી, ધંધાદારી વર્ગ માટે જુદી, ફિસે, બેંક અને અમલદારે કે પ્રતિષ્ઠિત ગૃહસ્થો માટે જુદી, વરના અંગત મિત્રો કે કન્યાની સખીમિત્રો માટે જુદી, સાંજના ગીત ગાવા માટેના આમંત્રણ કાર્ડ જુદા, વળી જે પાર્ટી કે ગાર્ડન પાટી જુદી રાખી હોય તો તે માટેના જુદા આમંત્રણ નીકળે છે. જેમ હોંશ વધુ તેમ વધુ પ્રકારની આમંત્રણ પત્રિકા મોકલાય છે,
જેટલાઓને પત્રિકા મોકલવાની હોય તેમાંના ઘણાઓના પૂરા નામ કે સરનામા પણ ઘણી વખત જાણમાં નથી હોતા, અટક જાણતા હોય તે પિતાનું નામ ન જાણતા હોય અને તે બધાની ખબર હોય તે તેના રહેઠાણની ખબર ન હોય, એટલે જેમ વિશાળતા કે વિસ્તાર વિશેષ તેમ અજ્ઞાનતા કે અવ્યવસ્થા વધુ જોવામાં આવે છે. છેવટે પૂછપરછ કરી કે પત્તે મેળવી બધી કંકોત્રીઓ પ્રભુના ભરેસે ટપાલની પેટીમાં નાખવામાં આવે છે, પ્રથમ સ્નેહસંબંધી મારફત હાથે હાથ કંકોત્રી પહોંચાડવાને અને આગ્રહપૂર્વક આમંત્રણ આપવા જવાને રિવાજ હતું, પરંતુ આજે સાચા દિલથી કામ કરવાની વૃત્તિ કેની રહી નથી, એટલે સ્નેહ અને સહકારનું સ્થાન ભાડુતી કામગીરીએ લીધું છે, એટલે લગ્નના સૌથી પહેલાં શ્રી ગણેશ કંકોત્રીથી
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
અનુભવ-વાણી
શરૂ થાય છે અને તેમાં સા કે બસથી માંડીને રૂપિયા એક હજાર કે તેથી પણ વધુ ખર્ચ થાય છે. સ્થગિત ધનને અનેક માણસોમાં વહેંચી દેવાનો સિદ્ધાંત લગ્નપ્રસગમાં સારા પ્રમાણમાં સચવાય છે. ૨. મંડપ મુહૂત લગ્નની શુભ શરૂઆત મંડપ મુની યિાથી થાય છે. જો કે લગ્નપત્રિકા લખવાની અને વર પક્ષને ઘેર મેાકલવાની અને વરને ત્યાં તે આવે ત્યારે વધાવવાની ક્રિયા અગાઉ થઈ જાય છે, તે પ્રસંગે પણ દરેક પક્ષને ઘેર સગાંવહાલાંઓને આમત્રવામાં આવે છે. આ પ્રસંગ ખાસ ક્રરીને સ્ત્રીઓ માટેના છે, પરંતુ સ્ત્રીપુરુષા સૌને આમંત્રણ આપવામાં આવે છે અને નાળિયેર, સાકર કે પૈસા વહેંચવાની પ્રથા હોવાથી સારી સંખ્યામાં હાજરી રહે છે. લાલચના લોભે લેાબે પણ સારી હાજરી રહેતી હોય તે પ્રસંગ દીપે છે. પ્રેમ કે `વ્યના ઝરા વ્યવહારિક પ્રસંગેામાં સુકાઇ ગયા છે અને તેનું સ્થાન દેખાવ, દંભ અને કૃત્રિમતા લેતા જાય છે એમ નથી લાગતું ? સાચા ઉલ્લાસ અને આનંદ ગુમ થતા જાય છે, તેની પાછી શોધ કેમ અને કયાં કરવી તે કાણું બતાવે ?
લગ્ન એ પ્રેમ, પવિત્રતા અને ધાર્મિક વિધિવિધાન અને અનુષ્ઠાનને માંગલિક પ્રસંગ મનાય છે, પરંતુ તેને બદલે લોકાચાર, રૂઢી, રિવાજ અને વે—તેણે તેનું સ્થાન લઈ લીધું છે, દરેક ક્રિયા અને દેવદેવીઓની સ્થાપના અને તેઓનું આવાહન-એ બધી બાબતા ઉલ્લાસ, ભકિત, શ્રદ્ધા અને ભાવનાની છે. આનુ જ્ઞાન કે સમજ કેટલાને હશે ! દરેક કાના હેતુ સમજવામાં આવે અને સ્વસ્થ ચિત્ત ભાવપૂર્વક દરેક ક્રિયા અને વિધિવિધાન કરવામાં આવે તે ક્રિયા કેવી દીપી ઉઠે !
વાંચા અને વિચારકાએ એ વાતનો ખાસ ખ્યાલ રાખવાના છે કે લગ્નયિા સેંકડા અને હજારો વર્ષોના અનુભવથી નક્કી થએલા તેના રીતરિવાજોમાં પૂર્વજોના મુદ્ધિબળ, ડહાપણુ, દીદ્રષ્ટિપણું અને વ્યવસ્થાશક્તિ ભારાભાર ભરેલા જણાઇ આવે છે. વળી તેમાં સમયા
Page #96
--------------------------------------------------------------------------
________________
મહત્વનો બોધપાઠ
[૬૩] ચિત ફેરફાર થતા જ રહે છે અને સમાજનું ડહાપણ પણ એમાં જ છે કે સમય, સંજોગ, સ્થિતિ અને ક્ષેત્ર તથા સાધનોને સંપૂર્ણ ખ્યાલ રાખીને તે બધામાં ફેરફાર અને સુધારાવધારા કરતા જ રહેવા જોઈએ. જો તેમ ન કરીએ અને જૂના નિયમોને વળગી રહીએ તે સમાજને વિકાસ અટકી જાય, પ્રગતિ રૂંધાઈ જાય અને વ્યવસ્થા બગડી જાય. વ્યક્તિ અને સમાજ એક બીજાના અવિભાજ્ય અને અભેદ અંગ અને અંશ છે, બંને એક બીજાના પોષક અને પુરક હોવા જોઈએ તો જ ઉન્નતિ સાધી શકાય. પ્રગતિ અને વિકાસને જેઓ પિજે નહીં, ઊલટા તેને રૂંધે તેઓ પોતે પિતાના ઈષ્ટજનાના અને સમાજના દ્રોહી છે.
આ વાતને સાર એ છે કે બે બાબતોને નિર્ણય કરવાનું છે, તો જ આ ઘર્ષણ ટાળી શકાય.
૧. મેટા ભાગને અજ્ઞાત અને જૂનવાણી વર્ગ એમ કહે છે કે જે જનું છે તે સેનું છે, બાપદાદા જે કરતા આવ્યા છે તેને વળગી રહેવું અને તે મુજબ બધું કરવું. જો કે તેઓ જે કહે છે તે પ્રમાણે તેઓ પોતે પણ સંપૂર્ણ રીતે વર્તતા નથી. આને અર્થ એ છે કે પિતાને જે ગમે કે ચે અથવા પોતે જે માને તે જ સાચું, તે સિવાયનું બધું ખોટું, આ રીતે આ વર્ગ વર્તે છે અને તેને વળગી રહે છે.
૨. બીજો શિક્ષિત, વિચારક અને બુદ્ધિશાળી વર્ગ પ્રગતિવાદી, સાહસિક તથા સુધારક છે. તે એમ માને છે કે સમય અને સંજોગે પળે પળે પલટાય છે. એટલે લગ્નની ક્રિયા અને રીતરિવાજોમાં સમય પ્રમાણે ફેરફાર કરવા જ જોઈએ. તેઓ કહે છે કે “જૂનું તે સેનું નથી, પણ જે સારું હોય તેને અપનાવવું જોઈએ.” આ સિદ્ધાંત તરીકે બંને વસ્તુ સત્ય છે, પરંતુ સમાજના ઉત્કર્ષને માટે બેમાંથી કયે સિદ્ધાંત અપનાવવો જોઈએ તે નક્કી થવું જોઈએ. તે નકકી કેરું કરે ? દરેક પક્ષ પિતાને સાચે માને અને વિરોધ પક્ષને ખોટે મણે આ સ્થિતિ જુગજૂની છે. અને પરાપૂર્વથી ચાલી આવે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૬૪]
છે , અનુભવ-વા તેને નિકાલ કે ઉકેલ કોઈ લાવી શકે તેમ નથી, એટલે તેની ચર્ચા કશી કામની નથી, તેથી માનવજાત માટે એક જ શ્રેષ્ઠ માર્ગ એ છે કે દરેક સારાસારનો વિચાર કરી પિતાને માટે જે ગ્ય, ઉત્તમ અને ઉચિત જણાય તે પ્રમાણે તેણે વર્તવું, તેણે બીજાની ટીકા કે વિરેધ કરતાં અટકવું અને સહિષ્ણુતા રાખવી અને બીજાઓના વિરોધ સામે મક્કમતા રાખવી અને તેઓને ક્ષમા આપવી.
૩. જમણવાર–(૧) ઘણા શહેરમાં રેશનીંગ હજુ ચાલુ છે અને જમણવાર ઉપર સરકારી પ્રતિબંધ છે એટલે પ્રજાને એ ધર્મ છે કે લેકહિત માટે કરેલા કાયદાને સંપૂર્ણ માન આપવું જોઈએ. બહુ જ શ્રીમંત અને ઉત્સાહથેલા અથવા કીર્તિલોભી માણસે જ કાયદાનો ભંગ કરી જ્ઞાતિજમણ કરવા તૈયાર થાય છે અને પૈસાના કે ઓળખાણના જોરે સેંકડોની સંખ્યામાં સગાંસ્નેહી અને જાનને જમાડે છે. દરેક દરેક વસ્તુ માગ્યા વધુ દામ આપીને ખરીદવી પડે છે. ઘણાને ચોખા કે ઘઉં જેવી રેશનીંગની ચીજો ખુશામત કરીને ભેગી કરવી પડે છે. અને જમણવાર વિનાવિદન સુખરૂપ પતી જાય ત્યાં સુધી આનંદને બદલે ભય અને ચિતા સેવવી પડે છે. પરંતુ તેવી પ્રથાની ગુલામીમાંથી મુક્ત રહેવાની અને લોકભયને સામને કરવાની હીંમત દર્શાવવા બહુ ઓછા તૈયાર થાય છે. આપણી આ પ્રકારની નૈતિક નબળાઈનું પરિણામ આપણે ભોગવવું પડે. તેને માટે કોઈને દોષ દઈ શકાય તેમ નથી.
(૨) ઘણુ વખત એમ પણ બને છે કે ઘરધણુની ઈચ્છા જમાડવાની નથી હોતી, પરંતુ કુટુંબીઓ અને સગાવહાલા પોતે જ જમવાના એવા લેભી અને લાલચુ હોય છે કે તેઓ ગમે તેમ ઘરધણુને સમજાવીને જમણવાર કરવાની ફરજ પાડે છે. અને બધે સમુદાય મીષ્ટાન્ન આગવા ઉત્સુક હોય ત્યારે તેની સામે મક્કમપણે ટકી શકવાની તાકાત બધામાં હોતી નથી. એટલે અનીચ્છાએ પણ જમણવાર કરવાની
Page #98
--------------------------------------------------------------------------
________________
મહત્વને બેધપાઠ ઘણાને ફરજ પડે છે. લગ્નના અનેક પ્રસંગ કે ક્રિયાઓમાં સ્ત્રીવર્ગની હાજરી આવશ્યક હોય છે એટલે ઘેર જઈને રસોઈ કરવાની તેઓને ફરજ પડે છે તેઓ લગ્નમાં હાજર રહેવાનું કે ભાગ લેવાનું પણ બંધ રાખે. આ મુશ્કેલી ટાળવા માટે પણ જમણવાર ફરજિયાત કરવું પડે છે. વ્યવહાર હંમેશાં અટપટ અને આંટીઘૂંટીવાળા હોય છે. તેમાંથી માર્ગ કાઢવાનું કામ ડાહ્યા અને વિચારવંત પુરુષોનું છે.
(૩) જે રેશનીંગ સિવાયની ચીજોનું જમણ રાખવામાં આવે અને કાયદાની મર્યાદામાં રહીને બહુ ઓછી સંખ્યાને જમાડવામાં આવે, અને બાકીના સ્નેહસંબંધીઓને ત્યાં મઠાઈની ટપલી આપી દેવામાં આવે તે આ રીતે મુંઝવણને ઉકેલ આવી શકે. આને અમલ કરવા ઘરધણીએ મકકમપણે તત્પરતા દાખવવી જોઈએ.
(૪) જે બની શકે તો વર અને કન્યા પક્ષ એક જ ગામમાં રહેતા હોય તે બંને પક્ષ સાથે મળીને એક જ વાડી કે સ્થળમાં જમણવાર વગેરે મજમુ રાખે તે બંને પક્ષને ખર્ચમાં ફાયદો થાય અને સમય તથા શક્તિવ્યયમાં લાભ થાય.
(૫) જનતા જે જમવાને લાભ જતો કરવા પ્રતિજ્ઞા કરે તે જમાડનારની તકલીફ અને ચિંતા ઓછી થાય. આને માટે જ્ઞાતિઓએ અને નાયકે એ દરેક પ્રસંગે લેકમત કેળવો જોઈએ અને તે માટેના કરા કરવા જોઈએ.
(૬) અગાઉના સમયમાં જમણવાર બહુ ખર્ચાળ કે બેજારૂપ થઈ પડતા નહોતા, સૌ કોઈ દરેક કાર્યમાં સાથ આપી હાથે હાથ કામ ઉકેલતા, હાજરી આપી સલાહ અને સૂચના આપતા અને ઘરધણુને કશી પણ તક્લીફ પડવા દેતા નહતા. આજે લેકમાંથી આ જાતની સહકારની અને સંબંધની ભાવના નષ્ટ થઈ ગઈ છે. સ્ત્રી કે પુરુષો તૈયાર ભાણે જમવા આવે છે, માન અને સ્વાગતની ઈચ્છા રાખે છે અને તેમાં
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
અનુભવ-વાણ કાંઈ ઊણપ, કચાશ કે અછત રહી ગઈ હોય તે ઘરધણીની વાવણું કરવામાં કશી કચાસ રાખતા નથી. જો આમ હોય તે જમણની મહત્તા શી? જમનારની ગતા ન હોય તો જમાડવાથી લાભ શે ?
એટલે જમણવારને પ્રશ્ન જે દિવસે દિવસે બહુ અટપટે, ખર્ચાળ અને હેતુન્ય થતો જાય છે, તેને વિવેક અને બુદ્ધિપૂર્વક વિચાર કરી તેને આનંદજનક અને ઉલ્લાસ પ્રેરક કેમ બનાવવો તે માટે સમાજે તેને વરિત હાથ ધરવા જરૂર છે, હેતુ સચવાઈ રહે, ઘુસી ગએલા અનિષ્ટ તત્ત્વ દૂર થાય, અને સૌને જમણુ કરવાની ભાવના અને ઉત્સાહ ચાલુ રહે તે રીતે ઉકેલ લાવવાની જવાબદારી સમાજનાયકને શિરે રહે છે તે તેઓએ ખાસ ખ્યાલમાં રાખવાનું છે.
માંડ :–
(૧) માબાપની હોંશ, ચઢીઆતી શેભા અને ભપકે કરી દેખાડવાના કોડ, નામના અને કીર્તિ કમાવાની તીવ્ર ઈચ્છા અને એ રીતે ધન ઉપરને ડેઘણે આવા પ્રસંગમાં મેહ ઉતારવાની
અભિલાષા–આ અથવા આવી અન્ય કોઈ અકળ ઊર્મિને લઈને કોઈ કઈ વખત એવા સરસ અને સુંદર મંડપ લગ્નપ્રસંગે બાંધવામાં આવે છે કે સેંકડો અને હજારે માણસ તે જોવા આવે છે તેમજ તે જોઈને આનંદ પામે છે. કળા, સૌન્દર્ય, કારીગરી, રચના એટલું સરસ રીતે અને બુદ્ધિપૂર્વક ગોઠવવામાં આવ્યા હોય છે કે જે જોઈને સૌ કોઈ પ્રશંસા કરે. તેમાં બત્તીઓ, ફુવારા, બરફના પહાડ વિગેરેની એટલી સરસ અને કળારસિક ગોઠવણું કરેલી હોય છે—જાણે સ્વર્ગની સુંદરતા મનુષ્યલોકમાં સાક્ષાત ઉતરી આવી ન હોય ! શ્રીમંતો આવા ખુશાલીના શુભ પ્રસંગે આવી કળાને પિષે અમે જનતાને કળારસિક બનાવે તે જરૂરનું છે. આ રીતે જ કળા અને કારીગરીને પ્રોત્સાહન મળે અને નાણું જનતામાં ફરતું રહે. સમાજવાદને હેતુ પણ આ જ હોય છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
મહત્વનો બોધપાઠ
[ ૬૭] (૨) આવી શભા પાંચ, દસ કે પંદર દિવસ સુધી ચાલુ રહે તે અનેક લેકેને જોવાનો લાભ મળે. પ્રદર્શને અમુક દિવસો સુધી ચાલુ રાખવાને હેતુ આ જ હોય છે. પરંતુ તેને બદલે લગ્નપૂરતા પ્રસંગ સુધી જ આવા મંડપે રહે છે અને મુંબઈ જેવા શહેરમાં તો માત્ર ચોવીસ કલાકમાં જ હતું–નહોતું કરી નાખવામાં આવે છે. આ પ્રથામાં ફેરફાર થવો જોઈએ. અત્યારે તે થોડા કલાકમાં શોભા ખાતર હજારથી માંડી એક લાખ રૂપીઆ સુધી લગ્નમંડપમાં ખરચાય છે, હજુ તેવા ખર્ચનારા છે, તે વાડીવાળા અને મંડપ બાંધનારા સાથે અગાઉથી નક્કી કરી થોડા વધુ દિવસ આ શોભા ચાલુ રહે અને બીજાઓના લગ્નપ્રસંગમાં તે જ મંડપને લાભ બીજાઓને આપવાને પ્રબંધ હોય તો કેટલું સારું ! નાટકના એક પ્રવેશની જેમ મહાપરિશ્રમે તૈયાર કરેલી કળાની સુંદર કૃતિ થોડા જ સમયમાં આપણુ જ હાથે નષ્ટ થઈ જાય તેમાં શું ફાયદો ? તેને બદલે આવું એક કાયમી સ્થળ શા માટે ન હોવું જોઈએ ? લગ્નસરાની એક જ મોસમમાં અનેક મંડપોમાં જે પૈસા ખર્ચી નાખીએ છીએ તેટલી જ રકમમાંથી કાયમી સુંદર મંડપ બની શકે. આ પ્રશ્ન અનેક દૃષ્ટિએ વિચારી તેનું ફળદાયી પરિણામ લાવવાની જરૂર છે.
(૩) મુંબઈ જેવા શહેરમાં સગવડવાળી, વિશાળ જગ્યાવાળી વાડીઓની બહુ જ અછત છે. મોટા ભાગે લેકે માધવબાગ કે લક્ષ્મીનારાયણ મંદિર(ગોવાલીઆ ટેક)ને પસંદગી આપે છે. લગ્નસરામાં આવા સ્થળોમાં દરેક લગ્નમીતીએ કઈ ને કઈ સમારંભ હોય છે. આ સ્થળોમાં અને બીજી બધી વાડીઓમાં જુદી જુદી મીતીના લગ્નમાં જુદા જુદા કોન્ટ્રાકટરના મંડપ નકકી થયા હોય છે, ત્યારે એવું બને છે કે આજે એકને માંડવો છોડાતા હોય છે અને બીજી જ પળે બીજાને માંડવો બંધાતે હોય છે. આથી દરેક લગ્નવાળાને જુદો જુદો ખર્ચ લાગે છે અને પૂરેપૂરી મોટી રકમ આપવી પડે છે અને દરેક મંડપ બાંધનારને જુદી જુદી મહેનત કરવી પડે છે તેમજ મજૂરી ખર્ચવી પડે
Page #101
--------------------------------------------------------------------------
________________
[૬૮]
અનુભવ-ભણી છે. અર્થશાસ્ત્ર અને કરકસરના સિદ્ધાંતથી આ કેટલું વિરુદ્ધ અને અજુગતું છે ! આ દુવ્યય ન અટકાવી શકાય ? એક જ માંડે અનેક લગ્ન વારાફરતી થયા કરતાં હોય તે દરેકને કેટલો બધો ફાયદો થાય ? બેઠક –
(1) કન્યાને માંડવે બધી લગ્નવિધિ થતી હોય છે. એટલે તેને ઉપગ કન્યાપક્ષ અને વરપક્ષના વરઘોડામાં આવેલા સાજનના સૌ માણસોએ આખો સમય કરવાનો રહે છે, પરંતુ વરને માંડવે તો મીજલસની બેઠક અને તે પણ વરઘોડાના સમય સુધી જ માંડવાને ઉપયોગ કે મહત્તા હોય છે. એટલે માત્ર એકાદ કલાક માટે કેચ, ગાલીચા, ખુરસી, રેશની અને શણગાર માટે હજારે રૂપીઆ ખર્ચાય છે. શ્રીમંતને શોખ ધીમે ધીમે રૂઢી અને પ્રચલિત રિવાજ બની જાય છે અને મધ્યમવર્ગ પણ તેને આધીન બની જાય છે. પાનગુલાબ, પીણું અને આઇસ્ક્રીમ –
(૧) વર અને કન્યા પક્ષને શક્તિ અનુસાર અથવા ઈચ્છા વિરુદ્ધ આ બધું કરવું પડે છે. જમણવાર કરતાં કંઈક છે પણ એકંદરે આટલા સ્વાગતમાં પણ એટલે બધે ખર્ચ લાગે છે કે જે મધ્યમવર્ગને વસમું લાગે છે. તે કામ પણ ભાડુતી માણસો રાખી કરાવવું પડે છે. જે આવું ન રાખે તે હાજરી કંઈ ન આપે તેવી ભીતિ રહે છે. દેશમાં આ રિવાજ નથી છતાં ત્યાં સૌ સંબંધીજને આવે છે. મોટા શહેરમાં એક જાતની ફેશન થઈ પડી છે. વેવિશાળમાં ઘણી જ્ઞાતિઓમાં ચા, દૂધ, શરબત કે આઈસક્રીમ આપવાની પ્રથા બંધ કરવામાં આવી છે અને છતાં સંખ્યા અને હાજરી ઓછી રહેતી નથી. લગ્નમાં આ પ્રથા તદન બંધ થવાની ખાસ જરૂર છે. ખાસ કરીને કન્યાવાળાને ત્યાં તો ખાસ બંધ થવાની જરૂર છે. કેમકે તેમને બેવડે જે પડે છે અને પિતે ક્રિયામાં અને સ્વાગતમાં રેકાએલા હોય એટલે સરખી વ્યવસ્થા પણ જાળવી ન શકાય. નાળિયેર વહેંચવાનું જેમ બંધ થતું ગયું તેમ પીણું અને આઈસ્ક્રીમ પણ બંધ કરવાની જરૂર છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
મહત્વતા આધપાઠ
[ ૯ ]
(૨) આપણા લેાકેા અને ખાસ કરીને ખળકે અને સ્ત્રીઓ પીણા અને આઇસ્ક્રીમ માટે એટલી બધી પડાપડી અને લૂંટાલૂટ કરે છે કે જાણે કાર્ય દિવસ કદી ભાળ્યા જ ન હોય. એક વખત મળ્યા હોય તે પણ એ ચાર વખત લેતા અચકાતા નથી. જ્યાં જનતા સમજી કે સ ંતાષી ન હોય ત્યાં આ બધી વસ્તુની લાણી દુઃખરૂપ, કંટાળામય અને ત્રાસજનક થઈ પડે છે, વિના આમંત્રણવાળા ન્હાના મેટા અનેક મંડપમાં દાખલ થઈ જાય અને એવી ખેંચાખેંચ કરે છે કે તે જોઈને સારા સજ્જનાને કરુણા ઉપજે છે, વસ્તુના મૂલ્ય જેટલા જ વહેંચણીના કામને ખર્ચો લાગે છે,
(૩) પ્રતિપક્ષે કદાચ કાઈ એવી પણ દલીલ કરે કે લગ્ન જેવા આનંદના અવસરોમાં ખાવાનું, પીવાનુ` કે આનંદિવનેાનુ કાંઈ જ ન હાય તેા પછી લગ્નની મેાજ શું? અને આવે પ્રસંગે ખર્ચ કરીને વ્હાવા ન લઈએ તે। પછી બીજા કયા પ્રસ ંગે તે લઈ શકાય ! તેને ચેાગ્ય ઉત્તર એ છે કે છતી શક્તિએ વાપરીએ નહીં તે પણ સમાજદ્રોહ છે અને શક્તિ ન હોય અને ફુલણુજી થઇએ તે તે પેાતાને જ મેાજારૂપ છે. ’ પરાણાગત પ્રેમનો જોઈએ, સ્વાગત, સ્નેહ અને અંતરની ઊર્મિના જોઈએ, મનના ઉમળકા વિના કરેલાં કામેથી સાચેા આનંદ કે સતાપ થતા નથી.
વઘાડા :—
(૧) અગાઉ જ્યારે નાની ઉંમરના લગ્ન થતા હતા ત્યારે ૧૪ થી ૧૮ વર્ષના વરરાજાને ઘેાડે ખેસવાના કાડ રહેતા. મોટા શહેરામાં તેા હવે ઘેાડે બેસવાનો રિવાજ લગભગ બંધ થઇ ગયા છે. ખુલ્લી ગાડી કે મેટરમાં એસી વરરાજા વરધાડામાં નીકળે છે. બાઈએ પણ ઘેાડાગાડીમાં નીકળવાને બદલે વરરાજાની પાછળ ગાતા ગાતા પગે ચાલે છે. હવે તે રાત્રિના ખલે સમીસાંજ પહેલાં જ વાડા નીકળે છે, એટલે દીવાબત્તી અને ફુલવાડી વિગેરેને ખ બંધ થઈ ગયા
Page #103
--------------------------------------------------------------------------
________________
[૭૦]
અનુભવવા છે અને તે સારું થયું છે. વરડે નિયત સમયે નીકળે છે અને હસ્તમેળાપની ક્યિા પણ મુકરર કરેલ સમયે જ થાય છે. આથી આવનારાઓના સમયની બરબાદી થતી નથી. અનેક સ્થળે હાજરી આપવાની હોય તે માણસને બહુ તકલીફ કે દેડધામ રહેતી નથી.
(૨) બેંડ વાજા વિના વરઘોડામાં ચાલતું જ નથી. તેના વિના વરરાજાને પિતાને પણ સંતોષ થતો નથી. ગમે તેટલા પૈસા આપવા પડે તે પણ બેંડ તે જોઈએ જ. પિતાના ગામમાં કદાચ બેંડ ન હોય તે બહારગામથી બેંડ મંગાવે અને તેને માટે બસે પાંચસો પીઆ આપવા પડે તો વધે નહી; પણ બેંડ તે જોઈએ જ. ભણેલા વરરાજાને પણ બેંડને અને વરઘોડાને મેહ જતો નથી.
(૩) પરણનાર વરરાજા એમ માનતા હોય છે કે આ રીતે ઠાઠમાઠથી વરઘડે નીકળે તે બધા લેકેનું ધ્યાન ખેંડના અવાજથી વરરાજા તરફ આકર્ષાય. વરરાજાને ચહેરે, પોષાક, રૂપ અને બેસવાની છટાથી લેકે અંજાઈ જાય અને વરરાજાની વાહવાહ બેલાય એ જોવા વરરાજા બહુ આતુર હોય છે, પણ તે બીચારાને ખબર નથી હોતી કે જનતાને તે તેની કશી પરવા નથી હોતી. સેંકડો વરઘોડા નીકળતા હોય છે અને સેંકડો વરરાજ ઘોડે ચઢીને કે મોટરમાં નીકળે છે, પણ તે કોણ છે તે જાણવાની જગતને શું દરકાર છે ? આ તે વરરાજાને મિથ્યા મેહ કે વ્યામહ હેાય છે.
(૪) વરડાની વિશેષતા કશી નથી. આ એક રીતનું મિથ્યાભિમાન છે અને બેટા ગર્વનું પ્રતિબિંબ છે. આજના વરઘેડાની કોઈને કશી કીંમત નથી. ઊલટું રસ્તે જનારને તે વરઘોડે એ એક તમાશે અથવા રસ્તે રૂંધનાર સરઘસ સિવાય બીજું કશું લાગતું નથી.
(૫) વરઘોડા બંધ થઈ જાય તો શું તે ઈચ્છવા ગ્ય નથી ? લશ્કરી કૂચની માફક વરઘોડાના સાજનમાં શસ્ત, વ્યવસ્થા અને પદ્ધતિસરની લાનિબંધ હારમાં ચક્કસ સંખ્યાથી કૂચનું સુંદર દશ્ય
Page #104
--------------------------------------------------------------------------
________________
મહત્વને બેધપાઠ
[ ૭૧] જેવા મળે તે તો લેકોને પણ વરઘોડા જેવા ગમે, પરંતુ અત્યારે તે જે રીતે વરડા નીકળે છે તેવા વરઘોડાની મહત્તા લેકના મનને કશી કીંમત નથી.
(૬) જમાને આજે એ માગે છે કે વરડાની પ્રથા બંધ થવી જોઈએ. અને વરકન્યાના બન્ને પક્ષના સૌ સભ્યએ એક જ નક્કી કરેલ સ્થાનમાં ભેગા મળીને મુહૂર્ત સમયે થતી લગ્નવિધિની ક્રિયા બહુ સુંદર રીતે વરકન્યાની આસપાસ શાંત ચિત્તે બેસીને નીહાળવી જોઈએ. અને હસ્તમેળાપ થઈ રહ્યા પછી વરકન્યા સૌની પાસે જઈ વ્યક્તિગત દરેકને પગે લાગે ત્યારે દરેકે તેમને આશીર્વાદ આપવા જોઈએ અને જે કાંઈ ભેટ આપવી હોય તે તે વખતે આપવી જોઈએ. આ રીતે મળેલી ભેટ કે રોકડ રકમ વરકન્યાની માલિકીની રહેવી જોઈએ. ચાંદલા :–
(૧) લગ્ન પ્રસંગે સંબંધ અને અરસપરસના વ્યવહાર પ્રમાણે ચાંદલો કે ભેટ આપવાને રિવાજ પુરાણા સમયથી ચાલ્યો આવે છે. આ રિવાજને હેતુ બહુ જ ઉત્તમ હતો કે દર વરસે કકડે કકડે અકેક બબ્બે કે પાંચ રૂપીઆની રકમ બીજાને ત્યાંના લગ્નપ્રસંગે આપણે આપી હોય તે આપણને બોજારૂપ ન થાય. અને આપણે ત્યાંના લગ્નપ્રસંગે આપણને ચાંદલાની સારી એવી રકમ આવે તે આપણને લગ્નના ખર્ચમાં કામમાં આવે અને મોટા ટેકારૂપ થાય. એટલે રોકડ રકમ આપવાનો રિવાજ વિશેષ પસંદ કરવા લાયક છે.
(૨) પરંતુ કપડા, દાગીના કે ભેટની બીજી ચીજો આપવાને રિવાજ વધતું જાય છે તે બેજારૂપ થાય છે અને તે ઈચ્છવા છે નથી. કેમકે ભેટની ચીજો ઉપર અધિકાર વર કે કન્યાને રહે છે. એટલે રોકડ રકમ લગ્નના ખર્ચમાં ઉપયોગમાં આવી શકે છે, પણ ભેટની વસ્તુ તે ભારરૂપ અથવા કબાટમાં શોભારૂપ થાય છે. બીજાને ત્યાંના લગ્નમાં તેમાંથી ભેટ આપવાના કામમાં તેને ઉપયોગ થાય છે, તેને વેચીને તેના પૈસા કરતા નથી.
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૭૨ ]
અનુભવ-વાણી
( ૩ ) ચાંલેા આપનારને ખરી રીતે જમાડવા જોઇએ અથવા તેમને ત્યાં મીઠાઈની ટાપલી મેકલવી જોઇએ. અત્યારના મેઘવારીના સમયમાં આ વ્યવહાર લાભકર્તા નથી પણ ખેાજારૂપ થાય છે. અને જેને ચાંલ્લે આવે તેને ત્યાં લગ્નપ્રસ ંગે જો કાઇ કારણસર ચાંદલા દેવેશ લેવા તેમાં પ્રેમ કે સંબંધ નથી રહ્યા, પણ જમા ઉધારના ખાતા, પાના ફેરવીને જોવાની આદત હાવાથી, અને વ્યવહાર એ ખાંડાની ધાર ગણાતી હાવાથી, સુખને બદલે દુઃખરૂપ બની ગયા છે. આ સંજોગામાં ડાહ્યા માણસા માટે ઉત્તમ એ છે કે ચાંદલો લેવાનુ જ અધ કરી દેવું. અને આપણી શક્તિ હાય તા દરેક સ્નેહીને ત્યાં પ્રસ ંગે યથાશક્તિ ચાંદલા આપવે. આથી કાઇના ઉપકારમાં રહેવાનું બંધ થઈ જશે અને લેાકેાને કશી ટીકા કરવાનુ કારણ રહેશે નહીં.
*
( ૪ ) વ્યવહારના અર્થ લાકા એવા કરે છે કે જેટલું આપણે ખીજાને આપ્યું હોય તેટલુ તેણે આપણને પ્રસંગે પાછું આપવુ જોઇએ. ખરા નિયમ એ જોઇએ કે સુખી અને શ્રીમત માણસ વધુ ચાંદલા આપે અને ગરીબ માણસ પેાતાની શક્તિ અનુસાર શ્રીમતને ત્યાં ચાંલા આપે. આ રિવાજ હાય તા જ ગરીબને ચાંલાખમાં મદદરૂપ થાય—આવે. ઉદાર ભાવ રાખતા આપણે ક્યારે શીખીશું ?
વાચકગણુ આ બધા પ્રસગામાં પાતે કયા મા` અખત્યાર કરવા અને શેમાં વધુ લાભ અને હિત સમાયેલું છે તેના વિચાર કરી મક્કમપણે પેાતાના નિર્ણયને વળગી રહી તે પ્રમાણે વર્તવા કટિબદ્ધ થશે અને ખીજાઓને તેમ કરવા પ્રેરશે તે સમાજ અવશ્ય સુખી થશે અને શાન્તિ પામશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
વિચાર કરી આગળ વધે જ
[ ૭૩ ] (૫) રુક જાવ, વિચાર કરે, અને પછી આગળ વધે.. !
Vગતના જીવોની પ્રવૃત્તિમાં ડગલે ડગલે વધારે અને ઉમેરે ' થતો જ રહે છે, તેને પહોંચી વળવા માટે તે બધી પ્રવૃત્તિને તેની ઉપયોગિતાના પ્રમાણમાં વ્યવસ્થિત કરવી પડે છે, તેને માટે સમય, શક્તિ, વિચાર અને સાધને પણ ફાજલ પાડવા પડે છે, અથવા નકામી પ્રવૃત્તિઓ છેડી દઈને નવી પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય છે.
આજે જૈન સમાજમાં પ્રવૃત્તિઓ અને પ્રસંગમાં ઘણું વધારે થઈ ગયો છે, સંસ્થાઓ વધી રહી છે, પ્રવૃત્તિઓ વધી રહી છે, ખર્ચા પણ વધી રહ્યા છે, માત્ર આવક વધતી નથી અને કાર્યકરોની સંખ્યા પણુ વધતી નથી. એટલે જરૂરનું એ છે કે વિવેકદષ્ટિ અને બુદ્ધિવડે નિર્ણય થવા જોઈએ કે શેમાં શેમાં અટકવું જોઈએ કે ભી જવું જોઈએ.
ચાલુ પ્રવૃત્તિઓ ઉપર દષ્ટિપાત કરીએ. (૧) વ્યવહાર પ્રવૃત્તિઓ આપણે ઘણી જ વધારી દીધી છે, તેથી જીવનમાં શાંતિ નથી. મનને કલેશ અને દુઃખ વધ્યા છે, ઉત્પાત વધે છે અને પરિણામે ક્રોધ વધે છે, ખર્ચા પણ વધ્યા છે; સામાયિક, પૂજ, વ્યાખ્યાન, વાંચન, અભ્યાસ કે યાત્રા પ્રત્યે રૂચી અને પ્રેમ ઘટ્યા છે, એટલે આખા દિવસમાં સમય અને પ્રવૃત્તિની ગણના કરીએ તો એમ જણાશે કે – (૨) શ્રમજીવીઓ માટે આજીવિકાની પ્રવૃત્તિ આઠથી દસ કલાકની અને તેની પ્રાથમિક અને પશ્ચાદ્દ તૈયારી કે ઘરકામ ત્રણથી ચાર કલાકના રહે છે, બાકીનો સમય ઊંઘ, આરામ કે આળસમાં જાય છે, અથવા ચિંતા, કુથલી કે વ્યસનના સેવનમાં જાય છે. (૩) વેપારીઓને સમય પણ શ્રમજીવનમાં અને ધંધાના વિચારોમાં જાય છે, અને બાકીને સમય જાહેર સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં પસાર થાય છે. (૪) ખેડૂત, કારીગર, નોકર, વકીલ, ડૉકટર અને વિદ્યાર્થીઓના જીવનમાં મુખ્ય
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
અનુભવ-વાણ પ્રવૃત્તિ ધંધાની કે ધ્યેયસિદ્ધિના કામકાજની રહે છે. (૫) જાહેર, પ્રજાકીય, સામાજિક, સાર્વજનિક પ્રવૃત્તિઓ, ધાર્મિક પર્વો કે પ્રસંગેના ઉત્સવો, મહેન્સ, ઉદ્દઘાટન, અધિવેશન, મેળાવડા, આખ્યાન, વ્યાખ્યાન, ચર્ચા, વિચારણ, ઠરાવો અને પ્રવાસ કાર્યો અને તેને છાપાએમાં આવતા અહેવાલને વાંચન દ્વારા પરિચય-આ અને આવા અનેક કાર્યોમાં અને તેની પાછળ જીવનને ઘણો સમય જાણે કે અજાણે, વ્યસનથી ખર્ચાય છે, સમયની સાથે આંખ, કાન, વાચા અને બુદ્ધિને ઉપયોગ પણ તે કાર્યોમાં ઘણું વધી ગયું છે અને હજુ પણ વધતો જ જાય છે અને તેમાં ધનને વ્યય પણ ઘણે વધતો જાય છે. આ બધાને શાંત ચિત્તે, સ્થિરતાપૂર્વક, વિવેકબુદ્ધિથી વિચાર કરવામાં આવે કે આમાં ઉપયોગી બાબત કેટલી તે આપણે વિવેકશકિત માટે આપણને તિરસ્કાર છૂટે અને મૂર્ખાઈ માટે હસવું આવે. - ધંધાના સરવૈયા કરતાં જિંદગીનું અને જીવનનું સરવૈયું કાઢવું બહુ જ જરૂરનું છે. ન્હાના મોટા સૌ રજેરજના જીવનને હિસાબ લખે અને હિસાબ રાખે તે ઘણો ખોટે ખર્ચ અટકાવી શકે, ઘણી ગેરસમજ કે ચિંતાઓ ટાળી શકાય અને જીવનપંથ ઉજાળી શકે. રેજ ન બને તે દર મહિને કે દર વરસે હિસાબ તપાસે, છેવટે આફત કે આફતના સમયે તારણ કાઢે તે પણ ઘણું મૂર્ખાઈઓ થતી અટકાવી શકે અને ભવિષ્ય સુધારી શકે. આ જાતની તાલીમ દરેકે લેવી જોઈએ અને ટેવ કેળવવી જોઈએ.
આજે છાપાંઓ, પુસ્તકો, સંસ્થાઓ અને તેના અહેવાલે, સભાઓ અને તેની પ્રવૃત્તિઓ બહુ જ વધ્યા છે. નાટક, સિનેમા પણ વધતા ચાલ્યા છે. ઉજમણું અને અઢાઈ મહેસ, ભાગવતી દીક્ષા અને પદવીદાન, જયંતિઓ અને યાત્રાઓ, પ્રતિષ્ઠા અને ઉદ્દધાટને, પરિષદે અને કેન્ફરન્સ, વ્યક્તિઓના બહુમાન અને સન્માન સમારંભેની પ્રવૃત્તિઓ પણ આપણે ઘણી વધારી મૂકી છે. આ બધી ક્રિયાએને શુભ પ્રવૃત્તિઓ તરીકે ગણવામાં આવી છે અને એક દષ્ટિએ એ જરૂરી
Page #108
--------------------------------------------------------------------------
________________
વિચાર કરી આગળ વધે
[ ૭૫ ]
છે, પરંતુ સાપેક્ષવાદ અને નયવાદની દૃષ્ટિએ વિચારીએ તે દરેક પ્રવૃત્તિ અને દરેક કાર્યાંના પણ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જધન્ય એમ ત્રણ ભેદો શાસ્ત્ર પણ સ્વીકાર્યા છે. એટલે આ બધી પ્રવૃત્તિએ શુભ હોય છતાં જે જઘન્ય કાટિની છે; મધ્યમ કે ઉત્કૃષ્ટ કાટિની નથી, છતાં તેના પાષકા તે પ્રવૃત્તિઓમાં જ અહેાનિશ રચ્યાપચ્યા રહે છે અને તેમાંથી આગળ વધવાની ઈચ્છા પણ કરતા નથી. આ સ્થિતિ આજે આપણી અને આપણા સમાજની છે.
""
માટે ગુરુમહારાજોએ, સમાજનાયકાએ, શિષ્ટજનાએ, અર્થશાસ્ત્રીએએ અને હિતચિંતકે'એ રૂક જાવ, સ્થિર ચિત્તે વિચાર કરો, સમયના વહેણુ ઓળખા, સ્થિતિ અને સંજોગેાના ખ્યાલ કરો અને યોગ્ય દિશા તરફ વળેા ’-આ જાતના નાદ જગાવવા જોઇએ, તેની ખુલંદ અવાજે વૈષણા કરવી જોઇએ અને તેના ખૂણેખૂણે પ્રચાર થાય તે માટે પ્રચંડ પ્રયત્ન કરવા જોઇએ, નાયાએ પેાતાની રુઢી–જૂની રીત બદલવી જોઇએ અને લેાકહિત શેમાં છેતે નજર સામે રાખીને તે ચાલે સમાજને દોરવી જરૂરની છે. તેએ નહીં સમજે કે નહીં ચેતે તે સમય પોતાનું કામ જરૂર કરશે. આજે રાજાશાહી નાબૂદ થઈ ગઈ છે અને લેાકશાહીની સત્તા ઝડપભેર જામતી જાય છે એટલે સમયને નહીં ઓળખનાર અને તે પ્રમાણે નહીં ચાલનાર સત્તાધીશાનુ શાસન કે સત્તા વધુ સમય ટકી શકે એમ લાગતુ નથી. બ્રિટિશ જેવી સામ્રાજ્યવાદી રાજસત્તાએ હિંદ, ખરમા, સિલાન, ઈજીપ્ત, ઈરાન, ઇરાક વિ.માં પોતાનુ આધિપત્ય જાળવી રાખવા અનેક સલામતી રાખી, અનેક યુક્તિ કરી વ`વિગ્રહ જગાવ્યા, કૌભાંડે રચ્યા, જાળ ખીછાવી, કાળા કાયદા અમલમાં લાવી જેલમાં પૂર્યાં, ગેાળીબાર કર્યાં, જેલમાં નાંખ્યા, ફાંસીએ ચઢાવ્યા, કાળાપાણીએ મેાકલ્યા કે આડકતરી રીતે માર્યાં અને મરાવ્યા; છતાં તેઓને છેડવું પડ્યું, દિશા બદલવી પડી, શત્રુને મિત્ર બનાવવાની ફરજ પડી અને પેાતાની રહીસહી સત્તા સાચવી રાખવા માટે ગુલામીમાંથી સ્વતંત્ર બનેલી પરાધીન પ્રજાના
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ]
અનુભવ-વાણી
સાથ પણ માંગવે પડયો. તેમની આ સ્થિતિ થઈ તા આપણા મુઠ્ઠીભર જૈન સમાજનું શું ગજું કે શી તાકાત છે કે કાળના વેગ સામે ટકી શકીએ ? જાપાન, જર્મની, રશિયા, ચીન એ બધી મહાસત્તાઓમાં આપણી સામે કેવા પલટા અને પરિવર્તન થઇ ગયા, આ ઈતિહાસ આપણને સમજાય છે? તેમાંથી કાંઈ માધપાઠ શીખી શકાય છે? સમયના વ્હેણુ એળખી શકાય છે? જો તેમ હાય તે જાગ્રત અનેા, સાચે ધર્મ અને સાચું કવ્ય સમજો, ઝઘડા, ચર્ચા કે વિરોધમાં બધાનું બલિદાન ન આપે, ચોથ પાંચમના કદાગ્રહ મૂકી દ્યો. જેઓ માને છે કે જેને જે રુચે તે પ્રમાણે તેમને શુભ કામ કે શુભ પ્રવૃત્તિ કરવા દ્યો, તેમાં અંતરાય ન નાખા, અથવા કલેશ કે વિખવાદ ઊભા ન કરો. આવી સહિષ્ણુતા દરેક પક્ષે કેળવવી જોઇએ. વાદવિવાદથી કે સામસામા ગાળીપ્રદાનથી કાઈ પક્ષ જીત મેળવતા નથી. ઊલટું તેનાથી ક્રોધ, કલેશ કે વિષાદ વધે છે અને સમાજ
પાયમાલ થાય છે.
66
સાધુસમાજ મહાવ્રતધારી અને સ ંવેગી ગણાય છે, તેમને પક્ષાપક્ષ, મતમતાંતર, ક્રોધ, ઇર્ષ્યા, મમત્વ કે પરિગ્રહ હાવા ન જોઈ એ. આજના સમાજ શિક્ષણ, બુદ્ધિ, સંસ્કાર અને વિચારશક્તિમાં આગળ વધતા જાય છે, તે તેને જ પૂજે છે, નમે છે કે માને છે કે જેનામાં આચાર, વિચાર, વાણી અને વન વેશને અનુરૂપ હેાય છે. એ સત્ય છે કે “ વેશ કે વય પૂજાતા નથી; તેમજ માણસ પૂજાતા નથી પણ માણસના ગુણા અને વન વંદનના અધિકારી છે. ” જો સાચુ જ્ઞાન થાય, સાચી સમજ પ્રવર્તે અને એકબીજા પ્રત્યે બહુમાન રાખવામાં આવે તે બધુ દુ:ખ ટળી શકે તેમ છે. ભલે આજે જુદા જુદા પથ, વાડા, ગુચ્છ કે ભેદ ચાલુ હાય, ભલે જુદા જુદા ફીરકા પોતપાતાની રીતે ધર્મ માને, પરંતુ જો એકખીજા પ્રત્યે પ્રેમ અને સદ્ભાવથી વન રાખવામાં આવે, સહિષ્ણુતા કેળવવામાં આવે, અને જેમાં મતભેદ ન હાય કે અસમાનતા ન હોય તેવા મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ
Page #110
--------------------------------------------------------------------------
________________
વિચાર કરી આગળ વધે જ
[૭૭] અને બીજા એવા લોકહિતના સામાજિક પ્રસંગો કે ઉત્સવ સાથે ઉજવવામાં આવે, સહુ સાધુઓ સાથે બેસીને સમાજને સાચે માગે દેરે તે આખા દેશમાં જૈન સમાજની કેવી સુંદર છાપ પડે ! વિવિધતામાં પણ એકતા પ્રત્યે દષ્ટિ ઠેરવવાની જરૂર છે.
એટલે પ્રથમ સહિષ્ણુતાને ગુણ આપણે સહુ કેળવીએ, પછી સંપ અને સમાનતા વધારીએ, તેમજ મારું તે જ સાચું તેવા મમત્વને તન છોડી દઈએ, અને “સાચું અને સારું તે જ મારું” એના વ્રત અને નિયમ લઈએ, સાચે અને ઉન્નતિને માગે રે તેમને ગુરુ માની તેમના સાચા ભક્ત બની તેના ઉપદેશને અમલ કરીએ, અને બહારની બધી પ્રવૃત્તિઓમાંથી ધીમે ધીમે નિવૃત્ત થઈ, યમ, નિયમ, જપ, ધ્યાન, તપવડે દેહશુદ્ધિ અને મનશુદ્ધિ કરી એકાંતમાં રહી આત્માની જ કરવા અંતર્દષ્ટિ કરીએ, મૌન અને આત્મનિરીક્ષણને મહિમા સમજી તેમાં ધીમે ધીમે આગળ વધીએ તો જ આત્મહિત સાધી શકીએ અને ક્રમે ક્રમે આગળ વધી શકીએ.
આજે પ્રજા સઉથી પ્રથમ “રેટી” માગી રહી છે, પછી “” માગે છે. તે પછી શિક્ષણ, ધર્મ અને વ્યવહારની નીતિ-રીતિના માર્ગદર્શનની જરૂર રહે છે. ત્યારબાદ મન, વચન અને કાયાના વિકાસ, સદ્ ઉપયોગ, સંયમ અને શુદ્ધિ સાધવાની છે અને આખરે તે બધાને લય કરી આત્મસ્વરૂપમાં રમણતા પામી તેમાં તાદાસ્યભાવ આવે તે સ્થિતિએ ક્રમે ક્રમે પહોંચવાનું છે. આ છે પ્રાણીમાત્રનાં જીવનને સાર.
આને માટે શાસ્ત્રોએ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ સાધનનું શરણ બતાવ્યું છે. તેમાં દેવ અને ધર્મ તે સંપૂર્ણ રીતે જગતના કલ્યાણ માટે જ છે એટલે દેવ અને ધર્મ પ્રત્યે દરેક મુમુક્ષ પ્રાણીને પ્રેમ અને શ્રદ્ધા સ્વાભાવિક જ હોય છે. ગુરુને માટે મહાપુરુષો પોતે જ કહી ગયા છે કે “જે તરે અને બીજાને તારે, જે દેવ અને ધર્મની આપણને ઓળખ કરાવી આપે, જે આપણને સન્માર્ગે દરે, જે આપણને જ્ઞાન ભણાવે, જે ૧૮ પાપસ્થાનકમાંથી પિતે બચે અને
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
અનુભવ-વાથી આપણને બચાવે, તેવા ચારિત્ર્યવાન, વ્રતધારી, સંયમી, જ્ઞાની, ધ્યાની અને પરોપકારી, ગ્ય મહાપુરૂને ગુરુ તરીકે સ્થાપી તેમની આજ્ઞા પ્રમાણે વિનયપૂર્વક વતી ધર્મ પામવો જોઈએ, અને તેમની મારફતે દેવને ઓળખવા જોઈએ. અને આ રીતે ક્રમે ક્રમે ચઢી આત્મસિદ્ધિ સાધીએ ત્યાં સુધી પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ.
જે સમજવા માગીએ અને સમજવાને પ્રયત્ન કરીએ તે આ બધું સમજી શકાય તેવું હોય છે. ધર્મ અને ધર્મના સિદ્ધાંતે હંમેશાં સાદા અને સરળ જ હોય છે. જો તેમ ન હોય તે સાદા અને ભલા લેકે ધર્મ પામી જ ન શકત અને તેને ઈજારે માત્ર વિદ્વાને અને બુદ્ધિવાનેને જ ગણાત પણ તેમ નથી. ધર્મને વિશેષ પ્રકારે સમજવો હોય તે તે માટે શ્રદ્ધા અને પુરુષાર્થ, એ બે જ જરૂરનાં છે. વાચકગણ ! આના ઉપરથી તારે પોતે નિશ્ચય કરવાને છે કે તારે ક્યાં અટકવું ? કયે માર્ગે જવું ? શું કરવું ? અને આત્મહિત કેમ સાધવું ?
મરણની સાદડી, ઉઠમણું અને સ્ત્રીઓમાં
હાં વાળવાનો રિવાજ - રેક જ્ઞાતિમાં અને સમાજમાં દર વરસે આવા ઘણું દુઃખદ પ્રસંગે જ બનતા હોય છે, તે પ્રસંગે ઘરના માણસોને દિલાસો અને આશ્વાસનની જ ખાસ જરૂર હોય છે, સમાંરહી અને જ્ઞાતિજનોની હાજરી અને આશ્વાસનના બે શબ્દો એવા અને એ માટે હવા જોઈએ કે મરણનું દુઃખ વિસારે પડે અને જ્ઞાનદ ષ્ટએ જગતની અસારતાને ખ્યાલ આવે.
દરેક પ્રચલિત રૂઢી હેતુપૂર્વકની ઉપયોગી અને વ્યવહારમાં તેની જરૂરિયાત હેઈને શરૂ થએલ હોય છે, પરંતુ ધીમે ધીમે તે વિકૃત થઈને
Page #112
--------------------------------------------------------------------------
________________
સાદડી વિ, અંગે વિચારણા
[ ૭૯ ]
એવી પરાકાષ્ટાએ પહોંચે છે કે તેના મૂળ હેતુ તદ્દન માર્યા જાય છે અને માત્ર દંભ, ડાળ કે વ્યવહાર તરીકે તે રહે છે, આજે મેટા ભાગે મરણ અંગેની બધી ક્રિયાએ આ પ્રકારની થઈ ગયેલી જોવામાં આવે છે, છતાં નવાઈની વાત એ છે કે તેના પુનરુત્થાનના પ્રયાસ કાઈના તરફથી થતા નથી.
*
કેટલીએક જ્ઞાતિ અને કુટુમાં નીચેની પ્રથા અપનાવેલ છે, આપણા સમાજ પણ તેને અમલમાં મૂકે તે તે અવશ્ય આવકારદાયક લેખાશે.
૧. ગમે તે ઉંમરનું માણસ કુટુંબમાં માંદું હોય તેા પણ ઘરના ન્હાના માટા સૌએ સવાર, સાંજ અને રાત્રે તેની ખબરઅંતર પૂથ્વી, આનંદની અને ઉત્સાહની વાતચીત કરવી, સારવાર કરવી, કપડા તથા બિછાનું બદલાવી સ્વચ્છતા અને સફાઈ જાળવવી અને દરદીને પ્રભુના પેગમ્બર માની પ્રેમપૂર્વક તેની સેવા કરવી, માંદાના આશીર્વાદ અવશ્ય સત્વર ફળે છે.
૨. અંતઘડીએ દરદીને ધર્મનું આરાધન કરાવવું અને ધ સંભળાવવા, જરા પણ રોકકળ કે રડાકૂટ કરવી નહીં અને છેલ્લે શ્વાસ પૂરા થાય તે પછી પણ પ્રાણપાક મૂકવાને બદલે રામધૂન અર્ધો *લાક ચાલુ રાખવી. આખર સમયે ધર્મના આરાધનથી આત્માની સદ્ગતિ કરાવી શકાય છે. મરનારના નિમિત્તે કુટુંબીઓએ જાહેર કરેલુ પૂણ્યદાન તેના પ્રત્યેના તેના પ્રેમની પ્રતીતિ કે લેાકાચારનું પ્રતીક છે.
૩. સ્મશાનમાં અગ્નિસંસ્કાર કે અગ્નિહનના સમયે મરનાર પ્રત્યેની આપણી લાગણીની અંજલી બહુ જ ગંભીરતાપૂર્વક આપવી જોઇએ. સ્મશાનમાં ગામગપાટા મારવાને બદલે ચિંતાની જ્વાળાનું ધ્યાન ધરતાં “જીવનની અસારતા, જીવનના આખરી અંજામ, આ રીતનું મૃત્યુ અને દેહનું દહન છે– ” એવી આત્મજાગૃતિ રાખી આપણા પેાતાના જીવનના આખા ઈતિહાસ અને જીવનમાં કરેલા અનેક સારાં ખાટાં કૃત્યોનું અવલાકન કરીએ તેા જીવનના પલટા જરુર કરી શકીએ.
Page #113
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
અનુભવ-વાણી ૪. સાદડી સમય સવારે અથવા સાંજે ગમે તે એક સમય ત્રણ કલાકને નક્કી થવો જોઈએ. બહેને માટે બપોરના ૨ થી ૫ અને પુરુષ માટે સાંજના ૪ થી ૭ હોવો જોઈએ. આથી ઘરના લોકોની પણ અનુકૂળતા સચવાય અને આવનારને પણ અનુકૂળતા રહેશે. વધુમાં વધુ બે યા ત્રણ દિવસ સુધી જ સાદડી રહેવી જોઈએ. તે દરમ્યાન જે કઈ સાદડીએ ન આવી શકે તેણે શોકપ્રદર્શિતને પત્ર લખી મોકલો. બીજું સાદડીમાં મરનારની ઉંમર, માંદગી, સારવાર અને ખાસીયત અથવા ગુણગાનનું જ પુનરાવર્તન આખો વખત ચાલુ રહ્યા કરે છે. આથી વાતાવરણની ગંભીરતા તૂટી જાય છે. આ બધે ઈતિહાસ ટૂંકમાં લખી રાખીને તેની બે કે ચાર નકલે સ્ત્રી પુરુષ પાસે મૂકી રાખવી. જેઓને વિગત જાણવાની જિજ્ઞાસા હોય તેઓ વાંચી લે, વાતચીત કે બોલવાનું તદ્દન બંધ રહેવું જોઈએ, થેડી માળાઓ મૂકી રાખવી, જેઓને ધર્મની શ્રદ્ધા હોય તેઓ એકાદ બે માળ પ્રભુનામની પોતપોતાના ધર્મ મુજબ મરનારના નિમિત્તે ફેરવે અથવા થોડો વખત શાંત બેસીને પછી જાય.
૫. સ્ત્રીઓમાં રેકકળ, કૂટવાનું, હે વાળવાનું તદ્દન બંધ કરવું જોઈએ અને વાત કરવાનું પણ બંધ થવું જોઈએ. જેઓની ઈચ્છા હોય તે માળા ફેરવે કે પ્રભુનું નામસ્મરણ કરે. અથવા થોડા સમય બેસીને પછી જાય. ઘરના સ્ત્રી પુરુષ માટે તે માળા ફેરવવી અથવા ગરુડપુરાણ કે બીજા એવા વૈરાગ્યના ધર્મપુસ્તકનું પારાયણ બેસાડવું તે સહુથી ઉત્તમ, ઈચ્છનીય અને ઉચિત છે.
૬. ઘેર ઉઠમણું કરવું અને પછી બધા સાથે ઉઠીને દેવસ્થાને કે મંદિરે જવું તે કરતાં સીધા મંદિરે મુકરર સમયે ભેગા થવું તે હવે વધુ જરૂરનું અને અનુકૂળતાવાળું છે. ઘણી વખત ઘર આગળ મટી સંખ્યાના સ્ત્રીપુરુષોને બેસવા માટે પૂરતી જગ્યા હોતી નથી અને તેથી સર્વને બહુ જ અગવડતા અનુભવવી પડે છે. કેટલીક વખત ખુરશીઓ મંગાવી રસ્તા ઉપર ગોઠવવી પડે છે, વર્ષાઋતુ હોય તે
Page #114
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ પછીને વહેવાર
[ ૮૧]
માંડવો ઊભા કરાવવો પડે છે. કામકાજવાળા માણસને લાંબા સમય સુધી શેકાઈ રહેવું પડે છે, તેને બદલે નિયત સમયે મુકરર સ્થાને પરભાર્યા આવવાનું અને ભેગા થવાનું હોય તે તે વધુ ઉચિત થશે. ખાસ કરીને મોટા શહેરમાં અતિ પ્રવૃત્તિ અને વસવાટના દૂર દૂરના સ્થળોને લઈને આ પ્રથા જરૂરી છે, જેઓ નીકટના સ્નેહી સંબંધીઓ હેય તેઓ ઉઠમણું પૂરું થયા પછી ઘરના માણસો સાથે પાછા ઘેર આવે અને બેસે તે પ્રથા વધુ સારી છે.
ઘણું ભાઈ–બહેને ચાલી આવતી પ્રથામાં ફેરફાર કરવાના મતના ન હોય, ઘણાએ યોગ્ય અને સમચિત ફેરફાર ઈચ્છતા હોય છે, પરંતુ તેને અમલ કરવાની અથવા તે અંગેનો સ્પષ્ટ અભિપ્રાય જાહેર કરવાની હીંમત ધરાવતા નથી હોતા; માટે જ આ પ્રશ્નો ચર્ચાપત્રરૂપે સમાજ પાસે રજૂ કરવામાં આવે છે કે જેથી મોટા ભાગની જનતાને અભિપ્રાય જાણી શકાય અને લેકમત કેળવાય.
(૭) મૃત્યુ પછીને વહેવાર કે હવે જોઈએ ? 22 કિત સમાજમાં જન્મે છે, જીવે છે અને મૃત્યુ પામે છે.
સમાજની સાથે જેટલી ઓતપ્રોતતા તેટલા પ્રમાણમાં સમાજમાં મનુષ્યનું સ્થાન વધુ કે ઓછું અંકાય છે. માણસ બે રીતે જગતમાં પંકાય છે–સારાં કાર્યો અને ગુણેથી, અથવા ખોટા કાર્યો અને અવગુણેથી. પ્રથમ પ્રકારના માણસના મૃત્યુથી જગત શેક અને દુઃખ અનુભવે છે; જ્યારે બીજા પ્રકારના માણસેના ભરણથી રાહત અને શાંતિ અનુભવે છે.
મરણનું દુઃખ મરનારને હય, પાછળનાને શક હોય અથવા વિયેગનું દુઃખ હેય, મરનારને તે મરણ પછી પોતાના નિમિત્તે શું
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ]
અનુભવ-વાણી
શું બને છે તે જોવાપણું તેને રહેતું નથી. પણ કુટુંબીજને વ્યવહારની ખાતર મરણયિાને અને ઉત્તરક્રિયાના વ્યવહાર રુઢિ અને રિવાજ મુજબ કરે છે. દરેક માણસ અગાઉથી નિર્ણય કરી લખાણ લખીને મૂકતા જાય કે તેના મરણ અંગે શું શું કરવું અને શું શું ન કરવુ તેા પાછળનાએની એ ફરજ છે કે મરનારની ઈચ્છા મુજબ વર્તવું.
મરનારના આત્માની શાંતિ, સ ંતાપ અને સદ્ગતિ માટે તેના કુટુંબીજના પુણ્યદાનના સંકલ્પ કરીને પાણી મૂકે છે. કેટલાક યાત્રા અને ધર્મક્રિયા કરવાના, કેટલાક પશુ પક્ષીઓને, અપ`ગ કે અનાથને ચારા કે અન્નપાણી આપવાના, કેટલાક બ્રાહ્મણ, સાધુસંત કે બાળકોને ભાજન કરાવવાને, કેટલાક ગરીમાને અન્ન, વસ્ત્ર કે ખીજ મદદ - આપવાના સંકલ્પ કરે છે, જેની જેવી સ્થિતિ, શક્તિ, સ ંજોગ કે ભાવના તે પ્રમાણે તે સ્વસ્થના મેાભા અને ઈચ્છા અનુસાર કરે છે. શિષ્ટ સમાજમાં મરણ પાછળના કારજના જમણા પ્રાયઃ બંધ થઇ ગયા છે. જેઓ મરણની યિા અને વિધિમાં જમણુ કરવાનુ ધાર્મિક અને વ્યવહારિક દષ્ટિએ આવશ્યક ગણે છે તેએ મરણના જમણ કરે છે. આ શ્રદ્ધા અને વ્યક્તિગત માન્યતાની બાબત છે, જેએ ખીજાને ત્યાં આવા જમણમાં જમવા જતા હેાય તે જો પેાતાને ત્યાં મરણુનું જમણ ન કરે તે તેઓ જરૂર ટીકાને પાત્ર અને, માટે સૌથી પ્રથમ જરુરનું એ છે કે મરણના જમણમાં જમવા ન જવાનેા પાતે નિયમ લેવા જોઈ એ.
અતસમયે મરનારને ધર્મ સરંભળાવવાનું કારણ એ છે કે તેને ખીજા કાષ્ટ વાસનાના વિચાર ન આવે અથવા કાઇ વસ્તુમાં આસક્તિ ન રહી જાય. અંતસમયે જેવી મતિ કે ભાવના હાય તેવી જીવની ગતિ થાય છે. પાપાની ક્ષમા યાચવી, અસત કર્માનું પ્રાયશ્ચિત્ત લેવું, સર્વ વસ્તુના ત્યાગ કરવા અને ધર્મનુ શરણ સ્વીકારવું, આથી આત્મા ભારથી હળવા થઈ જાય છે, ત્યારપછી છેલ્લા શ્વાસેાાસ
Page #116
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ પછીને વહેવાર
[ ૮૩ } સુધી પરમાત્માનું એકચિત્તે ધ્યાન ધરવું, આમ કરવાથી ઘણી કર્મનિર્જરા થાય છે અને જીવની સદ્ગતિ થાય છે.
અવસાન થયા પછી ઘીને દીવ, મહએ પાણી, પુણ્યદાન, ધર્મ ક્રિયા, લોટના પિંડમાં રૂપીઓ નાંખી ચેકમાં મૂકી આવવું, મૃતદેહને નનામીમાં પધરાવી શાલ, રેશમી કાપડ કે બીજા વસ્ત્રનું ઢાંકણ, પુષ્પાંજલિ, કૂતરાને ભજન, ગાયને ઘાસ, સ્મશાનમાં ચિતાને વિધિપૂર્વકને અગ્નિસંસ્કાર–આ બધી મરણને લગતી ક્રિયાઓ અઢિ મુજબ એક અથવા બીજી રીતે થાય છે અને સ્ત્રી-પુરુષોની હાજરીના પ્રમાણમાં સ્વર્ગસ્થના પ્રત્યેની લાગણી અને સૌની સાથેના સંબંધનું ' માપ નીકળે છે. મરણ એ શેકને, દુઃખને અને જ્ઞાન તથા ધર્મને પ્રસંગ છે, તે વખતે શું હોવું જોઈએ અને શું કરવું જોઈએ તેની વિચારણા કરવી ગ છે.
૧. જીવ જાય ત્યારે તેને ધર્મ સંભળાવીએ તે ધર્મના વિચારોથી તે સધ્યાનમાં રહી સદ્ગતિમાં જાય છે.
૨. અવસાન થયા પછી પ્રાણપક મૂકાય છે અને સ્ત્રીઓ મેટે સાદે રડે, ફૂટે છે તે આજુબાજુના રહેવાસીઓને મરણના ખબર આપવા માટે હોય તો ઠીક છે, નહિ તે જે વિયોગના દુઃખનું રુદન હોય તે મુંનું સદન હોય, પણ મોટા અવાજે ન હોય, અથવા વ્યવહારનું ખોટું સદન ન જ હોવું જોઈએ.
૩. આખી મરણની ક્રિયા ગંભીરતાપૂર્વક થવી જોઈએ. દરેક આવનારે દેહની નશ્વરતા અને સંસારની અસારતા વિચારી પોતાના જીવનમાં બને તેટલા સેવા અને સત્કાર્યો કરવાને અને મરણ માટે તૈયાર રહેવાને સંકલ્પ કરવો તે જ ઈષ્ટ છે, મરનારના ગુણ સંભારી તેને અંજલી આપીએ અને તે ગુણો જે જીવનમાં ઉતારીએ તે જ સાર્થકતા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
અનુભવ-વાણી
૪. મૃતદેહને ઓઢાડેલ શાલ કે કપડાં બાળી નાખવાને બદલે જરુરિયાતવાળા ગરીબને અપાય તે તેને ઉપયાગી થાય, અથવા પાંજરાપેાળ કે ગૌરક્ષા જેવી સંસ્થાને માકલી દઈ એ તે તેમાંથી પશુપક્ષીઓને પાળવામાં મદદરૂપ થાય.
૫. પૂણ્યદાન માટે સંકલ્પ કરેલ ગરીમાને અન્ન, વસ્ત્ર કે કેળવણી આપવામાં થઈ શકે. વ્યક્તિને, અપંગ કે અનાથીને અને જીવયા કે આને તેની ઉપયોગિતાના પ્રમાણમાં અત્યારના જમાનામાં વધુ ઉચિત છે.
રકમના ઉપયાગ જ્ઞાતિજનો કે માંદગીની સારવાર માટે ઉપયેાગી સંસ્થાઓને, માનવયાનું કામ કરતી સંસ્થાયથાશક્તિ મદદ આપવી તે
અથવા સમાજ
૬. મરણની ઉત્તરક્રિયામાં શય્યા કે પૂજ મૂકવામાં આવે છે. મૂળહેતુ તે એ છે કે મરનારના કપડાં, આભૂષણ કે વપરાશની જે જે ચીજ-વસ્તુએ હાય અને જેના ઉપયાગ ઘરમાં કાઇએ કરવાના ન હેાય તે તે બધી વસ્તુઓ પુણ્યદાનમાં આપી દેવી કે જેથી જરૂરિયાતવાળાને ખપમાં લાગે. હવે બધી નવી વસ્તુઓ બજારમાંથી લાવીને મૂકવામાં આવે છે. શ્રીમા માટે આ બરાબર છે, પરંતુ ગરીમાને દેખાદેખીથી ખેંચાઈને વ્યવહાર ખાતર કરવું પડે છે. કરનારે વિવેક કેળવવા જરૂરી છે.
૭. મરણુ પાછળ સમૂહજમણું કરવુ કે ન કરવુ' તે વિષે અન્ને મતા પ્રચલિત છે. તદ્દન બંધ થાય તેા ઉત્તમ છે. તેમ ન થાય તે ૫૦ વથી માટી ઉમ્મરવાળાના કારજ થાય તેવી છૂટ રાખી શકાય, પણ તે મરયાત હોવું જોઈએ, ફરયાત નહિ; ટૂંકમાં બુદ્ધિપૂર્વક સ્થિતિ અને સંજોગા અનુસાર દરેક વ્યક્તિએ વવું તે સાચા સમાજવાદ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
આર્થિક વિભાગ
જૈન સમાજની આર્થિક સમશ્યા જે આપણે સમાજ કયાં ઊભો છે અને ક્યાં જઈ રહ્યો
ઇ છે તે આપણે સૌ ઓછા વધુ અશે જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. જેઓ ઊંચે ચઢી રહ્યા છે કે આગળ વધી રહ્યા છે તેઓ સુખી, સંતોષી અને ઉત્સાહી છે. તેમને માટે આપણે વધુ સફળતા અને વધુ આબાદી ઈચ્છીએ, કેમકે તેઓ પ્રગતિના પંથે છે. તેઓ પાસેથી સમાજ એટલી અપેક્ષા રાખે છે કે, “તેઓ બીજાને તારે અને ઊંચે ચઢવામાં સહાયભૂત બને” તેઓ જૈન તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા હોય તે સમાજના ઉત્થાન માટે બને તેટલું કરી છૂટવાની તેની પ્રથમ અને પવિત્ર ફરજ છે. આ ઉત્તમ કક્ષાનું સ્વામીવાત્સલ્ય અને સાધર્મિક ભક્તિ છે.
પૈસાની મદદ લાંબા સમય સુધી કેાઈને કાયમ સુધી આપવાનું કાઈ વ્યક્તિ કે સંસ્થા માટે શક્ય ન જ બને. અને તેમ કરવાથી આળસને ઉત્તેજન મળે, પરંતુ મદદની જરૂરિયાતવાળા પાસેથી તેના લાયકનું કામ આપી મહેનતાણું તરીકે કાંઈ આપીએ, યોગ્યતા કરતાં કઈક વધુ પણ આપીએ તે મદદ મેળવનાર ઉદ્યમી બનશે અને સમાજને બેજારૂપ નહિ થાય. સાચી માનવદયા આ પ્રકારની હોવી જોઈએ. આવા સ્ત્રી પુરુષને પ્રથમ અમુક અમુક પ્રકારના મહેનત, મજુરી કે ઉદ્યોગના કામ શીખવવા માટે પ્રબંધ દરેક ગામે સંધ તરફથી હવે જોઈએ દરેક સંધને આ પ્રકારને ઉપદેશ અને માર્ગદર્શન આપે, એ કામ કઈ મધ્યસ્થ માતબર સંસ્થાએ કરવું જોઈએ. સૌના સાથ અને સહકાર હેય, દરેકના હૃદયમાં ઉત્કર્ષની તમન્ના હૈય, ધર્મ અને ધર્મ માટે
Page #119
--------------------------------------------------------------------------
________________
{ ૮૬ ]
અનુભવવાણી
સાચે! પ્રેમ હાય તેા જ આ કાર્યં સફળ થાય અને તે જ સમાજ અધઃપતનમાંથી ઉગરી શકે. શું આ પણ ધર્મનું એક મહત્ત્વનું અંગ નથી? ધર્મમાં સ્થિર કરવા માટે શક્તિશાળીએ દાનની વ્યાખ્યા સમજવી જોઇએ. અને મદદની ઈચ્છા રાખનારે કષ્ટને કઈ મહેનત કે કામ કરીને મદદની માગણી કરવી જોઇએ. કેળવણી માટે મદદ મેળવનારાએ પાસેથી પણ કષ્ટ ને કંઈ કામ લેવાય તે તેઓને પણ શ્રમના સ્વાદના અનુભવ મળશે અને વધુ ને વધુ સ્વાશ્રયી બનતા શીખશે. મદદ આપનારાઓએ આ પ્રશ્ન વિચારવાના રહે છે.
*
‘જૈન’ કાને કહેવા અને કાને ગણવા? આ પ્રશ્ન પણ ઉકેલવાને રહે છે. જૈન કુળમાં જન્મવા માત્રથી જૈન સમાજના પૈસાની મા અધિકારી ગણાય કે કેમ? જૈન તરીકેના ઓછામાં ઓછા આચાર, વિચાર, ધ કરણી, નિયમા, વ્રત, તપ કે સંસ્કારનું પ્રમાણ મદદ લેનારામાં છે કે નહિ? તેની તપાસ કઈ સંસ્થા કેટલા અંશે કરતી હશે? આ બાબતાને મહત્વની ગણવામાં આવે છે કે ગૌણ? માત્ર બુદ્ધિ, હુશિયારી, ઓળખાણુ, ભલામણવાળાએ અથવા ગરિબાઈ ને જ ધ્યાનમાં લઇને આજે મોટા ભાગે મદદે અપાય છે, પરંતુ ચારિત્ર્ય, વર્તન, ધાર્મિકતા, સંસ્કાર, ધાર્મિક શિક્ષણ, શ્રદ્ધા, દયા અને સેવાભાવ કેવા છે તેની ખાસ તપાસ કે ખાત્રી કાઈ કરતું નથી. અને તે તપાસને કયાંય કશુ મહત્ત્વ અપાતું જોયું નથી. સારાંશ કે આજે બુદ્ધિ અને ગરિબાઈ જ મદની અધિકારી તરીકે સમાજે સ્વીકાર્યા છે, પણ ચારિત્ર્યને ફાળે તે સૌથી છેલ્લા દૃષ્ટિપાત રહી રહીને થાય છે. આ સૌના સામાન્ય અનુભવ છે, પરિણામે સમાજમાંથી દરેક ખૂણામાંથી એક જ ફરિયાદના ધ્વનિ સંભળાય છે કે સમાજની મદદથી ભણીને આગળ વધેલા યુવા તે સુખી થયા છે પરંતુ બીજાઓને તે બહુ ઉપયોગી થયા નથી કે થતા નથી. તેમાંથી કેટલાક સારા નીવડવા હશે; પણ તે માત્ર અપવાદ તરીકે જ, નિયમ તરીકે નહિ. આ પરિસ્થિતિ સુધારણા અને ઉકેલ માગે છે. મોટા પગારની નોકરી કે કમાણી કરનારા ડીગ્રીધારી ગ્રેજ્યુ
Page #120
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની આર્થિક સમશ્યા *
[ ૮૭ ]
એ અને નાના મોટા વેપારીઓ, એ બેની તુલના કરીએ તે દાનમાં કેણ ચડશે?
કેટલીક મોટી સંસ્થાઓ કે ટ્રસ્ટ પાસે મોટી રકમના ફડે, ભંડોળે કે નાણાં છે “અમુક કાર્ય કે હેતુ માટે જ તે વાપરવાના હોય છે. અને તે હેતુ જાળવવો તે ટ્રસ્ટીઓની ફરજ પણ છે. કાયદો પણ તેમજ કહે છે. પરંતુ જે રકમ સુરતમાં વાપરવાની ન હોય અથવા તેનું વ્યાજ કે આવક જ માત્ર વાપરવાના હોય તેવી રકમેના રેકાણુ કરી તેમાંથી વ્યાજ કે આવક આપણે ઉપજાવીએ છીએ. આ બાબતમાં વિચારવાનું એ રહે છે કે દેશના કાયદા તથા ધર્મના સિદ્ધાંતને બાદ ન આવે તે રીતે આ રકમનું રોકાણ સમાજ-હિતનાં કામે, જેવાં કે નિરોગી, સ્વચ્છ અને સુખાકારીવાળાં સાદાં મકાન, સંસ્કાર અને શિક્ષણું આપતી પાઠશાળાઓ, બાળમંદિરે અને નિશાળો, કામધંધો અને હુન્નર-ઉદ્યોગ શીખવનારી સંસ્થાઓ, તત્ત્વજ્ઞાન અને ફિલસુફીના અભ્યાસવર્ગો–આ અને આવાં ઘણાં કાર્યો કરી શકાય. દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના સિદ્ધાંતને અમલ અને ઉપગ બધા ક્ષેત્રે જ્યારે કરી શકીએ ત્યારે જ સર્વાગી વિકાસ સાધી શકાય.” “કંઈક કરવાની તાકીદે જરૂર છે.” એમ સૌ કોઈ કહે છે અને ઈચ્છે પણ છે. પણ ‘કરે કોણ?” એ જ પ્રશ્ન છે. જેઓ નાયકો છે, જેના હાથમાં સત્તા, સુકાન અને શક્તિ છે તેઓ લેકભયથી ડરે છે અને વિરોધ કે ટીકાને સામને કરવાની હિંમત તેમનામાં નથી. તેમ તેઓમાં એકરાગતા કે સમાજહિતની તમન્ના પણ નથી. એટલે તેઓ તટસ્થભાવ અને મૌન સેવે છે. પોતે પૈસા ભેગા ન આપે કે ન આપી શકે તે કંઈ નહિ; પરંતુ તેમના હસ્તકના વહિવટના, સંસ્થાઓના અને ટ્રસ્ટફડોના પૈસાનું આવા કામમાં રોકાણ કે ઉપગ કરવાનો વિચાર અને નિર્ણય કરે તે પણ સમાજનાં ઘણું દુ:ખોનું નિવારણ કરી શકાય. જ્યાં ઈચ્છા અને ઉત્કટ તમન્ના હોય ત્યાં કાયદાનાં બંધને નડતાં નથી; અને નડે તે તેમાંથી અનેક માર્ગો કાઢી શકાય છે. વ્યવહારમાં, વ્યાપારમાં અને
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
અનુભવ-વાણી
અદાલતના ઈન્સાફમાં આપણે વાદી હોઇએ કે પ્રતિવાદી, તા પણ આપણા કેસ મજબૂત કરી તે જીતવા માટે આપણે પૂરેપૂરા પુષા અને પ્રયત્ન કરી સફળતા મેળવીએ છીએ, તેા પછી ધર્મના અને સમાજના ક્ષેત્રે કાપણુ કાર્યાં ધાર કેમ ન પાડી શકાય ? તેમાં મુશ્કેલી શુ નડે છે? એ જ કે “ મારું પેાતાનું હિત તે મારું છે, ખીજું હિત તે સમાજનું છે; મારું' નથી. ' આ ભેદ કેમ ટાળવા ? આના ઉકેલ પૂજ્ય ધર્મગુરુઓ અને સમાજના નાયકા પેાતે જ લાવી શકે. તેઓની ઊર્મિ જાગે તે માટે સમાજે ઉદ્યમ તથા પ્રયત્ન કરવા જોઇએ. જેના જીવનમાં અશક્ય એ વસ્તુ જ ન હેાય તે જ ગમે તે કામ કરી શકે છે. તે માટે પ્રભુ મહાવીરનું દૃષ્ટાંત આપણી સમક્ષ મેાજુદ છે. જ્યારે કમાણી હોય, આવક સારી હોય, ખરચ કરતાં પણ બચતતા વધારા રહેતા હેાય ત્યારે થાડા ખાટા કે વધુ ખર્ચ, ખગાડા કે પૈસાને દુર્વ્યય થતા હોય તેા તે કદાચ ચાલી શકે અથવા તે ક્ષતવ્ય ગણાય. પણ જ્યાં આવક ઘટતી જાય અને ભવિષ્યમાં વધુ ભીંસ આવવાની આગાહી થતી હોય ત્યાં પ્રત્યેક મનુષ્યે ચેતવું જ જોઇએ. અને ખાટા તથા બિનજરૂરી ખર્ચા બંધ કરીને કરકસરથી જીવનવ્યવહાર ચલાવવા તેએ. જૈનશાસ્ત્ર પ્રમાણે જો બરાબર સમજતા હોઈએ તેા તેમાં તપ, ત્યાગ, સયમ, અપરિગ્રહ અને સાદાઈથી જીવન જીવવાના સૌથી મુખ્ય આદેશ અને ઉપદેશ આપેલ છે; જેને અમલ કરીએ તેા કાઈ જૈન દુ:ખી કે યાચકની સ્થિતિમાં હાઇ ન શકે. પરંતુ આજે સાચેા અર્થ આપણે સમજતા નથી અને જીવનમાં તેને અમલમાં મૂકતા નથી. એટલે જ જ્યાં ત્યાં દુઃખ અને દરિદ્રતાનાં દર્શન થાય છે અને તેને માટે ચાપાસથી ઊહાપાહ થતા સંભળાય છે. મુશ્કેલીઓ ખેંચના પ્રસંગેા જીવનમાં અનેક આવતા હેાય છે, પણ તે ટાળવા માટે મફત સહાય માગવા કરતાં કામ કે કમાવાની તક ભાગીએ અને મહેનત કરવાની તપરતા રાખીએ તે સ્વમાન સાથે મૂંઝવણનો ઉકેલ લાવી શકાય છે. એક રૂપિયાનું કામ લઈને બે રૂપિયા આપવા તે
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની આર્થિક સમશ્યા
[ ૮૯ ]
સારા છે. પણ વગર મહેનતે માત્ર દાન કે યા ખાતર મદ ભાગવી કે આપવી તેમાં સમાજના અને આપણા ઉત્કર્ષી છે કે અધ:પતન છે? તેનેા ડાઘા પુરુષે વિચાર કરવાના રહે છે.
‘ન્યાયસંપન્ન વૈમ” એ પ્રત્યેક જૈનને માટેની શાસ્ત્રના છે, સંપૂર્ણતયા આ સૂત્રને અમલ સૌ કાઈ કદાચ ન કરી શકે, પરંતુ ઠીક ઠીક પ્રમાણમાં તે તેવું જીવન દરેકે જીવવું જોઇએ કે નહિ ? આજે જો જૈન સમાજના વનનું અન્વેષણ કરવામાં આવે તે! તપાસમાં શુ જારો ? આજે સમાજમાં કુટુંબકલેશ, ઝગડા, તકરાર, ખેડા, કાવાદાવા, દાવારિયાદી અને એવું એવું જે અનિષ્ટ જોવામાં આવે છે તે અગાઉના કરતાં ઓછું છે કે વધુ ? દગા, વિશ્વાસઘાત, લાંચ-રૂશ્વત, જૂ:, અપ્રમાણિકતા, ઈર્ષ્યા અને અનીતિનું પ્રમાણ વ્યવહારમાં અને વેપારધંધામાં વધ્યું છે કે ઘટયું છે ? જેએ શ્રીમંત કે બહુ જ શ્રીમત અને છે તેમાં પૂર્વજન્મના પુણ્યબળને અને નીતિના કેટલા હિસ્સા હશે અને અનીતિના કેટલા હશે ? જુગારને દુર્ગાણુ કે વ્યસન કહ્યુ છે અને જુગાર અને ચારીને અનંનું મૂળ કહ્યું છે, સટ્ટો કે વાયદાને વેપાર એક પ્રકારનેા જુગાર ગણાય કે કેમ તે તે જ્ઞાની અને તત્વજ્ઞ કહી શકે, પણ આજે આ બે પ્રકારની પાપપ્રવૃત્તિમાંથી આપણે કેટલા પ્રમાણમાં મુક્ત છીએ ? અથવા કાણુ મુકત છે? અલબત્ત અજૈનાની તુલનામાં જૈનનુ જીવન અમુક અંશે સારું, સાત્વિક અને ધર્મભીરુ હાય છે, તેટલા પૂરતા આપણે સતાપ લઈએ. પરંતુ ક્રમે ક્રમે ધર્મની ભાવનામાં અને ધર્મકરણીમાં તે આપણે ઉતરતા જઇએ છીએ. પરંતુ નીતિ, આચરણ અને વ્યવહારશુદ્ધિનું પ્રમાણ જૈન સમાજમાં ઘટતુ જાય તા તે બહુ જ દુ:ખદ અને શાકજનક સ્થિતિ ગણાવી જોઇએ. આમાં આપણે વગેાવાએ તે તે ઠીક પણ ઉત્તમ એવા ધ વગેાવાય, અને તે આપણા આવા વર્તનથી વગેાવાય તે આપણા માટે બિલકુલ ઉચિત ન જ ગણાય.
Page #123
--------------------------------------------------------------------------
________________
[૨૦]
અનુભવ-વાણ
સમાજની આર્થિક સ્થિતિ સુધારવી હોય તે ૧. પ્રત્યેક વ્યક્તિએ આવકના પ્રમાણમાં ખર્ચ રાખવો પડશે અને કરકસરથી જીવન ચલાવવું જોઇશે. ૨. ખર્ચ કમી ન થઈ શકે તે ફુરસદના વખતમાં બીજુ વધારાનું કામ કરી આવક વધારવી જોઈએ. ૩. વ્યવહાર ઓછો કરી વ્યવહારિક પ્રસંગે સાદાઈથી ઓછા ખર્ચે પતાવવા પડશે. ૪. કુટુંબની નાની મોટી દરેક વ્યક્તિએ ઘરનું કામ જાતે કરી પૈસા બચાવવા જોઈશે અને બહારનું કામ કરી દરેકે ઓછા વધુ કમાવું પડશે. ૫. આળસુ, પ્રમાદી અને દરિદ્રીને ઉત્તેજન આપવું બંધ કરવું પડશે અને ૬. મફતનું મેળવવાની વૃત્તિને ઉત્તેજન આપવું બંધ કરી તેને બદલે પરિશ્રમ કરનારને સ્વાશ્રયી અને સ્વમાની બનાવવામાં સમાજના સાધનો ઉપયોગ કરતા શીખવું પડશે. આ બધું કૉન્ફરન્સ જરુર કરી શકે.
(૨) ગામડાને ઉત્કર્ષ કેમ થઈ શકે? મા મડામાં જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય તે આગળ Iઇ ભણવા માટે શહેરમાં જાય છે. જેઓ પૈસે-ટકે ઘસાઈ ગયા હોય અને શરીરે અશક્ત હોય અને પ્રકૃતિએ સાહસિક હોય તેઓ પણ કરી કે ધંધાની ધમાં મોટા શહેરોમાં જાય છે, જેઓ ઉછરતા યુવકે હોય અને જેનામાં આગળ વધવાની તમન્ના હોય તેઓ પણ તક મળતાં ગામ છોડીને પરદેશ જાય છે, મજૂરી કે કામકાજ ન મળતા હોય તેઓ પણ પરદેશ જાય છે. જેઓ સારા કારીગર હેય પણ વધુ કમાવાની ઈચ્છાવાળા હોય તેવા મોચી, ધોબી, હજામ, સુતાર, લુહાર, સની અને ખત્રીલેકે પણ ગામ છોડીને પરગામ જાય છે. બ્રાહ્મણમાં જેઓ ક્રિયાકાંડી, પૂજારી, જ્યોતિષી કે રસોઈયા હેય તેઓ પણ વધુ ધન કમાવાની ઈચ્છાથી શહેરમાં જાય છે. જેઓને
Page #124
--------------------------------------------------------------------------
________________
ગામડાના ઉત્કર્ષ કેમ થઈ શકે ?
[ ૯ ]
ગામડામાં ધન, ધંધા અને ખેતી હોય તેએ પેાતાના ધંધા વધુ ખીલવવા માટે શહેરામાં ધંધા કરવા શહેરા તરફ જાય છે. આ રીતે કા' અભ્યાસ માટે, કાઇ કમાણી કે નાકરી માટે, કોઈ કામની શોધમાં, કાઈ સાહસ કરવા, કાઇ મજૂરી કરવા, તો કાઈ મેાજશાખ કરવા પેાતાના પ્રિય વતન એવા ગામડાંને છેાડીને નજીકના કે દૂરના મોટા શહેરમાં અથવા પરદેશ જવા પ્રેરાય છે. આ રીતે દરેક ગામડાંની તપાસ લેવામાં આવે તેા તુરત જણાઇ આવશે કે દરેક સ્થળેથી સારા, સાહસિક અને હેાંશિયાર માણસેા બહારગામ ચાલ્યા જાય છે અને ગામડાંની વસ્તી પ્રતિવર્ષ ઘટતી જાય છે.
એટલે ગામડામાં પાછળ રહેનાર લેાકેા, ખેતીવાડી કરવાવાળા ખેડૂતો અને મજૂરા લેણુંદેણુના પથારામાં અટવાઇ પડેલા વેપારી કે શરાક આધી રોટીથી સંતાપ માનનારા, દુબળા કે દુળ, માંધ્ર કે ગૃહ, કુટુંબની જ જાળવાળા, કાયદાના કેસામાં સામેલ અથવા સરકારી કે બીજી નોકરીવાળે, વિધવા કે અપગ, દુ:ખી કે દીન, માં કે મડીયલ આવા માણસા જ હાય છે. સારા માણસા અને સાહસિકા તે પરગામ ચાલ્યા જાય છે. શહેરમાં નજર નાખશે તે જનતાના મોટા ભાગ બહારગામથી અને ખાસ કરી ગામડામાંથી આવેલા હશે. શહેરામાં આવેલ માણસા એક ંદરે બુદ્ધિશાળી, હાંશિયાર અને મહેનતુ તથા ચાલાક હોય છે. કાચાપાચાના શહેરામાં કશે! વડે થતે નથી. જેટલા કાચાપાચા માણસા તેમ છતાં શહેરમાં આવીને વસે છે તે ધીમે ધીમે બહુ મહેનતે રીઠામ થાય છે.
આ રીતે ગામડાએ ધીમે ધીમે ઘસાઈને આર્થિક અને વસ્તીની દષ્ટિએ ઘસાતા જાય છે, વેપાર ધંધા પણ ગામડામાં વસ્તી ઓછી થવાના કારણે એછે થતા જાય છે, વળી શહેરની રહેણીકરણીનેા ચેપ પણ ગામડામાં વધતા જાય છે, શહેરમાં ધંધાના સ્થાન વસવાટના સ્થાનથી દૂર હાય એના કારણે વેપારીઓ કે દુકાનદારા પેાતાને માટે અથવા ઘરાકાને પોતાની દુકાને વધુવાર રાકીને વધુ માલ તેને
Page #125
--------------------------------------------------------------------------
________________
[૨]
જ
અનુભવ-વાણી વેચવાના ઈરાદાથી હોટલમાંથી ચા, નાસ્તો, પાન કે બીડી મંગાવી ઘરાકનું સ્વાગત કરે છે. પરંતુ ગામડામાં પણ લેકે હોટલને ઉપયોગ કરવાને ટેવાઈ ગએલા હોય છે. એટલે ગામડામાં સૌથી સારો અને રેડિયો ધંધે જો કોઈને વધુમાં વધુ ચાલતો હોય તે તે હેટલ, પાનસોપારી, બીડી, ગાંઠીયા કે નાસ્તો વેચનારાઓને હોય છે. વળી આજકાલ મુસાફરી બહુ વધી ગઈ હોવાથી મોટર, બસ અને ખટારાવાળાને ધંધે પણ ગામડામાં બહુ સારે ચાલતો હોય છે. એટલે આ ધંધાઓ ગામડામાં વધ્યા છે, ફાલ્યાફલ્યા છે અને એના કરવાવાળા મેટા ભાગે અભણ અને ઉતરતી કોમના ભાણ હોવાથી તેઓ શ્રીમંત અને સુખી બન્યા છે અને બનતા જાય છે અને ઉજળીઆત કેમ બીજા જે જે ધંધા કરતી હોય તેમાંથી માંડ માંડ પોતાના ગુજરાન જેટલું કમાય છે. વળી શહેરમાંથી અનેક વસ્તુઓ ગામડાઓના ઉપયોગ અને મજશેખને માટે આવતી હોવાથી ગામડાનું નાણું શહેરમાં વધુ ખેંચાઈ જાય છે. જે ગામડામાં ખેતીની નીપજ અને ઉત્પન્ન સારી થતી હોય અને શહેરમાં વેચાવા જતી હોય તે બહારનું નાણું શહેરમાંથી ગામડામાં વધુ આવે, પણ આ નાણું મેટા ભાગે ખેડૂત પાસે આવે છે એટલે ખેડૂતો અત્યારે સુખી અને સદ્ધર બન્યા છે અને તેઓનું જીવન સાદું અને સ્વાશ્રયી હોવાથી ધન તેઓના ઘરમાં આજે ભેગું થયું છે કે જે બહુ બહાર નીકળતું નથી. ઘણા વરસને દુઃખી અને કચડાએલે ખેડૂત આજે સુખી થયે છે અને સરકારે તેને ન્યાય આપે છે. તેને પરિણામે ખેડૂત મજૂર અને અભણ પ્રજા ઉપર નભત વેપારીવર્ગ આજે મૂંઝવણ અને મુશ્કેલી અનુભવે છે. હવે જરુરનું એ છે કે ખેડૂત, શ્રમજીવી અને વેપારીઓ વચ્ચે સુમેળ સાધવામાં આવે અને એક બીજા પરસ્પરના સહકારથી સંપીને રહે અને સંબંધ કેળવે, તે બંને વર્ણ સુખી થાય અને ગામડાઓ સમૃદ્ધ બને. લૂંટ, દગ, છેતરપીંડી કે ઠગવિદ્યાથી કશું વળવાનું નથી. તેને બદલે સંપ, સહકાર, સંગઠન અને સમજુતીથી કામ લેવાથી સહુ તરશે. અને સરકાર પણ તે જ માગે છે અને ઈચ્છે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
ગામડાના ઉત્કર્ષ કેમ થઈ શકે ?
[ ૯૩ ]
ગામડાંના ઉત્ક સાધવા માટે શુ કરવુ ોઇએ ? કાણે કરવુ જોઇએ અને કેટલું કરવું જોઈએ તે પ્રશ્નો વિચારણા, ચર્ચા, નિય અને અમલ માગે છે. પ્રગતિ ન થતી હોય તેા તેનું ખાસ કારણ એ છે કે સારુ' હાય છતાં તેને આપણે અમલમાં મૂકતાં નથી. આપણે એવા જડસુ અને પ્રમાદી છીએ. અને તેથી જ બુદ્ધિજીવી આજે વધુ કંગાળ બનતા જાય છે. હવે તેણે જાગવુ જરૂરનું છે. ગામડાં માટે બુદ્ધિજીવીએ આટલું અવશ્ય કરવું જોઇએ.
૧. બુદ્દિવીને શ્રમજીવી અને શ્રમજીવીને જ્ઞાન, શિક્ષણ અને સંસ્કાર આપીને બુદ્ધિવંત બનાવવા.
૨. શિક્ષણ અને ઉદ્યોગાની તાલીમ આપવી અને દરેક પ્રજાજનને હુશિયાર બનાવવા.
૩. પ્રજાજનાએ જાતમહેનત અને સહકારથી ગામડાના રસ્તાઓ, નવાણુ, ધર્મશાળા,નિશાળ, વાખાના, વ્યાયામશાળા, બાગ અને ચેારા બનાવવા. બધા માટે સરકાર તરફ આધાર રાખી બેસી રહેવાને કશે. અ નથી.
૪. સરકારે અને પ્રજાનાએ કેળવણીની સંસ્થાઓ ( સ્કૂલા, હાઇસ્કૂલા અને કૉલેન્ગે) તથા ઔદ્યોગિક શિક્ષણ સંસ્થા ( ખેતીવાડી, વૈદકીય, કળાભુવના, કળાકેન્દ્રો ), આરાગ્ય ધામા અને હોસ્પીટલે, નૈસર્ગિક ઉપચાર સંસ્થા, ઢોરઉછેર, નાના નાના ગ્રામ્ય અને ગૃહઉદ્યોગા–આ બધું મોટા શહેરામાંથી કાઢી કે ખસેડીને ગામડાંઓમાં લઇ જવું જોઇએ. અને તેને માટે સરકારે ઉત્તેજન, પ્રલાલન અને માર્ગદર્શીન આપવું જોઇએ.
પુ. સહકારી મંડળીએ સ્થાપી તે દ્વારા દરેક ગામના વેપાર અને વ્યવહાર સંકલિત કરવા. આ કામ લોકસેવક્રને સાંપવું. સંસ્થા ઉપર કાબૂ અને હકુમત લેાકસેવકેાની હોવી જોઇએ. અને તેને માદર્શીન અને તે સ ંસ્થા ઉપર નિયંત્રણ સ્થાનિક સરકારનું હોવું જોઇએ.
..
Page #127
--------------------------------------------------------------------------
________________
[૪]
-
અનુભવ-વાણી
લોકસેવક તરીકે રવિશંકર મહારાજ, વિનોબા ભાવે, મુનિ સંતબાલજી વગેરે મોખરે હેવા જોઈએ. અને આ સંસ્થા ઊભી કરવાનું, તેમાં યોગ્ય માણસોની પસંદગી કરીને ભરતી કરવાનું, તેની દેખરેખ અને વ્યવસ્થા રાખવાનું અને માણસને તાલીમ આપી તૈયાર કરી યોગ્ય કામગીરી સોંપવાનું કાર્ય આવા પ્રખર, પ્રમાણિક, કસાએલા અને પૂરવાર થઈ ચૂકેલા માણસને સરકારે સપવું જોઈએ.
૬. ગામડામાંથી ધન શહેરમાં ઘસડાઈ જતું અટકાવી, તેને બદલે શહેરનું ધન ગામડામાં વધુ કઈ રીતે આવે તે મુજબની અર્થવ્યવસ્થા ગોઠવવી.
આ અને આવી અનેક રીતે આપણે અપનાવીએ અને વિનાવિલંબે અમલમાં મૂકીએ તે શહેરેને ઉકળાટ અને ઉપાદ ઓછો થશે; ગામડાંની સ્વચ્છ હવા, પાણી અને ખોરાકથી પ્રજાનું સ્વાથ્ય સુધરશે, ગામડાંઓ સમૃદ્ધ થશે, મ્યુનીસીપાલીટી, લેકલ બોર્ડ કે સરકારી ખાતાઓની નાણાંકીય ખર્ચાળ જનાઓની ઉપાધિ અનેક અંશે ઓછી થશે, અને લેકોના જીવનમાં શાંતિ, સતિષ, આનંદ અને સુખ સીંચી શકાશે અને મહાત્માજીએ સેવેલું સ્વપ્ન સિદ્ધ કરી બતાવવાને આપણને આત્મસતિષ થશે.
ભૂતકાળમાં અને આધુનિક કાળમાં બ્રીટન બુદ્ધિના બળે, અમેરિકા પૈસા અને વિપુલ સાધવડે, જેમની સંગઠન અને જાતમહેનતવડે, જાપાન સ્વદેશપ્રેમ અને સાદાઈવડે અને રશીયા કાયદા અને રાજતંત્રની રાજસત્તાવડે, પિતપોતાની રીતે અને માન્યતા પ્રમાણે પિતાની પ્રજાને ઉત્કર્ષ સાધી રહ્યા છે. તેમાંની કઈ રીતે ભારતને કે ભારતવાસીની પ્રકૃતિને અનુકૂળ આવે તેમ નથી. આપણે માટે તો મહાત્માજીએ બહુ વિચાર અને અનુભવને અંતે નક્કી કરેલો માર્ગ અને યોજના જ સહુથી વધુ અનુકૂળ અને બંધબેસતી છે. તે માર્ગ છેઃ સાદું અને સંયમી જીવન, ઉત્તમ વિચાર, જાત મહેનતનું માહાત્મ, દેશસેવા અને
Page #128
--------------------------------------------------------------------------
________________
બેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
લેકસેવા, ધાર્મિક વાતાવરણ અને ધર્મશ્રદ્ધા, રાજ્યતંત્રમાં સત્ય, દયા અને અહિંસા અને દેશને માટે જરૂર પડે ત્યારે આત્મબલિદાનની તત્પરતા ” આ વિચારને અમલ કરવાની તત્પરતા સરકારીતંત્ર, પ્રધાનમંડળ, લસભા, રાજસભા કે ધારાસભા, કોંગ્રેસ કે બીજી જે કઈ સંસ્થા દાખવશે, તેને પ્રજા અપનાવશે, સાથ આપશે અને તારણહાર તરીકે સ્વીકારશે. કાર્યની શરૂઆત ક્યારે થાય છે તેની રાહ પ્રજા આતુરતાથી જોઈ રહી છે,
બેકારી નિવારણ અને આર્થિક વિકાસ
લોકાણી,
કવાણી સાચી છે કે “તેજીની બોલબાળા, મંદીના હો
- કાળા’ ‘પડ્યા ઉપર પાટુ’ “ગરીબના નસીબ ગરીબ જ હોય” “હોય ત્યારે તાનામાના, ન હોય ત્યારે છાનામાના ગરીબાઈ એ ગુન્હો નથી.” “ગરજે ગધેડાને પણ કાકા કહેવા પડે છે” “ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે” “પુત્રના લક્ષણ પારણામાંથી વર્તાય ” “ઝીણે તેય રાયને દાણો” “મેરના ઈંડા ચીતરવા ન પડે વિગેરે આવી અનેક કહેવત, ઉખાણા અને લેકવાણીમાં ભારેભાર જ્ઞાન, સમજણ અને સાર ભર્યા છે. તેના ઉપર બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સૌ કોઈ વિચાર કરે તો તેમાંથી આગળ વધવાની પ્રેરણા મળી શકે છે, મુશ્કેલીમાંથી માર્ગ કાઢી શકાય છે અને નવું ચેતન પ્રગટે છે. બેકાર અને આર્થિક સંકટોવાળાને માટે આ કહેવતોની સમજણ બહુ જ સહાયક બને છે.
આજીવિકા મેળવવી એ પ્રશ્ન દરેકને હલ કરવાની જરૂર પડે છે. વિદ્યાથીને અને ભણેલાને માટે તે સવાલ સૌથી વધુ મહત્વ છે. જે બાપદાદાને ઘરને કામધંધે કે ઉદ્યમ જેને હોય છે તેઓ જે
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
અનુભવ-વાણી
તેમાં જ જોડાઈને કામકાજ શીખી લઈને કરે તે તેને નાકરી કરવાની જરુર પડતી નથી. સઈ, સાની, માચી, કુંભાર, કડી, સુતાર, લુહાર, કંસારા બાપદાદાનું કામ શીખી લે છે, દુકાનદારના દીકરાએ દુકાને એસી દુકાનનું કામ શીખી લે તે તેને પણ નાકરી શેાધવા જવું પડતું નથી. આવા માણસા માટે તે સૌથી ઉત્તમ એ છે કે વારસાગત જે કંઈ કામધંધા કે ઉદ્યમ હાય તેમાં જ દાખલ થઈ જવું, તેને પૂરેપૂરા અનુભવ લેવા અને તે ધંધાને ખીલવવા માટે અને હરિફાઈમાં ટકી રહેવા માટે શું કરવુ' તે શીખી લેવું અને શોધી કાઢવું, એક જ દુકાનમાં ધંધામાં વધુ માણસોનું ભરણપોષણ કરવું મુશ્કેલ બનતું હાય તે। જુદી જુદી દુકાનો કરવી કે જુદા જુદા ધંધા શરુ કરવા અથવા તે પરગામ કે પરદેશ જઇ ધંધા કરવા.
ચાલુ ધંધા અને કામકાજવાળાને મુશ્કેલી નડતી નથી, પરંતુ ૧. જેઓને પેાતાના કશા કામધંધા નથી હાતા, ર. જેએના છેોકરાએ શહેરમાં રહી ભણ્યા હાય અને જેઓને ગામડામાં રહી ધંધા કરવા ગાઢતા નથી અને જેએને શહેરમાં નાકરી કરી શહેરમાં રહેવાના શોખ હોય છે અને ૭. જેઓ ઉચ્ચ કેળવણી લઈ કાઈ પણ વિષયના નિષ્ણાત બન્યા હોય કે પરીક્ષા પાસ કરી હોય અને જેએને તેને લાયકનું કામ મેળવવું હોય તેવા મોટા શહેરોમાં નોકરીના ઉમેદૃવારા તરીકે મોટી સંખ્યામાં હોય છે, આથી ગામડાના ભણેલા ગામડા છોડીને શહેરમાં વસતા થયા, પરિણામ એ આવ્યું કે ગામડાની વસ્તી, વેપાર અને આબાદી વધુ ને વધુ ઘટતી ગઇ અને શહેરામાં વસ્તી બહુ જ વધી ગઇ.
લડાઈના સમયમાં સરકારે અનેક ખાતા ખેાલ્યા, લડાને લીધે સરકારી પ્રવૃત્તિએ અનેકગણી વધી, અનેક જાતના લડાઈના સાધના, સામગ્રી અને સામાન સરકારને વહેલામાં વહેલા જોઈ એ, મોટી સંખ્યામાં અને મોટા પ્રમાણમાં જોઈ એ અને અમુક જાત, બનાવટ, માપ કે અમુક જ કારખાના જોઇએ, દશમણા કે સામા
Page #130
--------------------------------------------------------------------------
________________
બેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
[૭] દામ આપવા પડે તે પણ સરકાર આપવા તૈયાર હેય. એટલે સૌના વેપાર, કામધંધા કે ઉદ્યોગ સારા ચાલતા હતા, નફે પણ પુષ્કળ થત હતો અને તેથી નેકર, મજૂર, કારીગર અને સૌકોઈને પૈસા કે પગાર પણ પુષ્કળ અને સારા પ્રમાણમાં મળતા હતા તેમજ સહુને કામધંધે કે નોકરી મળી રહેતા હતા. આ સમય પૂરો થયો, કમાણી ઘટતી ચાલી એટલે નોકરની સંખ્યા અને પગારનું ધોરણ પણ ઘટયું. લડાઈને આવશ્યક અંશરૂપ દશે, ચોરી, વિશ્વાસઘાત, નફટાઈ સ્વાર્થબુદ્ધિ, નિષ્ફરતા, અનીતિ, લાંચરુશ્વત વગેરે અનિષ્ટો લડાઈ પૂરી થયા પછી પણ જેમનાતેમ ચાલુ રહ્યા છે, બલકે વધુ વધ્યા છે, કેમકે આવક ઓછી થાય એટલે તે વધારવા માટે વધુ તાલાવેલી લાગે છે એટલે માણસજાત વધુ અમાનુષી બને.
આને કારણે શહેરમાં બેકારોની સંખ્યા વધી છે, વધી રહી છે. જ્યાં આભ ફાટે ત્યાં સરકાર કે સતનત પણ થીગડું દઈ શકે નહીં. બેકારી ન વધે તે માટે સરકાર બિનજરૂરી ખાતાઓ હેતુપૂર્વક નિભાવી રહી છે.
સરકારી વધતા જતા ખર્ચા અને નવા નવા ખર્ચાને પહોંચી વળવા માટે નવા નવા કરવેરા કે તેમાં વધારે સરકાર કરતી જાય છે અને તેમ કર્યા સિવાય સરકારને છૂટકે જ નથી. પછી ફુગાવ પણ વધે. ભાલેના ભાવોમાં કૃત્રિમ વધઘટ થયા કરે. ખપતમાં ઓછા વધુ પ્રમાણુ થયા કરે અને વેપારમાં તેજી મંદીના ભરતીઓટ વારંવાર આવ્યા કરે. અત્યારે આ ઝેરી કુંડાળામાં દેશ, સરકાર અને પ્રજા સહુ કોઈ છે તેમાંથી વહેલીતકે કેમ છૂટવું અને વહેલીતકે સાચે માર્ગે કેમ વળવું તેને માટે સૌ કે પોતપોતાની બુદ્ધિ, સમજ કે શક્તિ પ્રમાણે પ્રયાસ કરી રહ્યું છે. આ મુશ્કેલીમાંથી સહેલાઈથી અને વહેલા મુક્ત થવું હોય તે સૌએ સ્થિતિ અને સંજોગ બરોબર સમજવા જોઇશે અને સમસ્તના હિત માટે સ્વહિતને અને સ્વાર્થને થોડે ત્યાગ પણ કરવો પડશે,
Page #131
--------------------------------------------------------------------------
________________
'[ ± ']
અનુભવવાણી
ભોગ પશુ આપવા પડશે. આ બધી વિચારણા આર્થિક વિકાસ માટે પાયારૂપ અને મહત્ત્વની છે.
સીવીલ સપ્લાઈ ખાતુ, કાપડ સુતર કન્ટ્રોલ ખાતુ અને ખીજા એવા ખાતાઓની ઉપયોગિતા અને કા આછા થઈ ગયા છે છતાં આવા માંઘવારી અને બેકારીના સમયમાં એકારીમાં વધુ ઉમેરા ન થાય તે માટે ગમે તેમ કરી આ ખાતામાંથી માણસોને ઓછા કરવામાં ...આવતા નથી, પરંતુ આ પ્રમાણે કયાં સુધી ચાલુ રાખી શકાશે? તેજ પ્રમાણે જે જે રાજ્યમાંથી રેશનીંગ કાઢી નાંખવામાં આવ્યું છે ત્યાં ત્યાં તે માણસને છૂટા કરવામાં આવ્યા છે. બાકીના પ્રદેશામાંથી પણ જ્યારે રેશનીંગ સમૂળગું કાઢી નાંખવામાં આવશે ત્યારે બાકીના નોકરાને પણ છૂટા કરવામાં આવશે. આ બધા ભણેલા માણસાને તેમની યાગ્યતા કરતા વધુ પગાર મળતેા હતા અને કામ પણ તે મનસ્વીપણે કરતા હતા. ઘડીયાળમાં ટાઇમ થાય એટલે તે કાટ પહેરી ઑફિસમાંથી ચાલી નીકળતા આજનું કામ આજે જ પૂરુ’ થવું જોઇએ ” અથવા “દાજ અમુક કામ પૂરું કરી પગાર હક કરવા જ જોઇએ. ” એવી જવાબદારી કે ફરજનુ ભાન બહુ ઓછાને જ હેાય છે. આવી બિનજવાબદારીવાળી સરકારી કરી જેમણે કરી હાય અને એશઆરામથી જેમણે કામ કર્યુ. હાય તેઓ સરકારી ખાતા સિવાય ખીજે કાઈ પણ ઠેકાણે કામ કરી શકતા નથી. એટલે આવા મુશ્કેલીમાં મુકાય છે, જો કે તેને જેએક વ્યપરાયણ, કામની થાય છે તેને સરકાર ગમે તે
ભાણુસા નેકરીમાંથી છૂટા થતા બહુ માટે તે પોતે જ દોષિત છે. ચીવટવાળા અને પ્રમાણિક પૂરવાર
ખાતામાં ગાઢવી દે છે.
""
એકા, વીમા ક ંપનીએ અને નાના મેાટા એવા ખાતાએ ઘડાઈ દરમ્યાન અને તે પછી ઘણી શાખાએ ખેાલી, ઘણા ખાતાએ
Page #132
--------------------------------------------------------------------------
________________
મેકારી-નિવારણ અને આર્થિક વિકાસ
[ ૯૯ ]
અને કામકાજ વધાર્યાં અને તેથી ઘણા માણસોને નાકરીમાં રાખ્યા પરંતુ જ્યારે કામકાજ ઓછા થયા, હરિફાઈ ઘણી વધી અને કમાણી ઘટી અને ખર્ચા વધતા ચાલ્યા છે એટલે સમયને અનુસરીને તેને પણ નેકરા કમી કરવા પડયા, હુન્નર--ઉદ્યોગ અને વ્યાપારના ક્ષેત્રોમાં પણુ મંદી આવી એટલે ત્યાં પણ માણસે એછા થયા અને કારખાના બંધ પડવાના કારણે ઘણા માણસો બેકાર બન્યા.
જાતમહેનત કર્યાં સિવાય ફળ મળી શકે નહિ. જેને ઉન્નતિના શિખરે પહોંચવુ હાય તેણે નીચેની હિતશિક્ષા લક્ષમાં રાખવી.
૧. આળસુ ન કરે.
૨. દરેક કામમાં નિયમિત રહેા.
૩. દરેક કામ ખંતપૂર્વક કરો.
૪. એક ક્ષણ પણ નકામી ન ગુમાવે.
૫. વિચાર, વાણી, વર્તનમાં વિનય, વિવેક ને નમ્રતા કેળવે.
૬. સત્ય, ન્યાય અને નીતિના પથ પ્રાણાંતે પણ ન છોડા.
સંચાગ કે તકને
૭. અનુકૂળ સમય, જતી ન કરે.
એટલુ યાદ રાખો કે સમજવા માત્રથી કા સિદ્ધ થતું નથી, પર ંતુ કાય કરવાથી તે પ્રયત્ન ચાલુ રાખવાથી જ ધ્યેય પ્રાપ્ત થઇ શકે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
વ્યાપારિક વિભાગ
જેને માટે વેપાર-ધંધા અને હુન્નર-ઉદ્યોગની
વ્યવહાર યોજના
ગ્રામ્ય વિસ્તાર માટે – Oા રતની મોટી વસ્તી મુખ્યત્વે ગામડામાં વસે છે. ગામડામાં
છે. હજારથી બે હજારની વસ્તીવાળા ઘણા ગામડાઓ હોય છે અને તેમાં પાંચ, દસ કે વીસ પચીસ જૈન ઘરની વસ્તી હોય છે. કોઈ કોઈ ઠેકાણે તે તેથી પણ ઓછા ઘરે જૈનેના હોય છે. તેઓના છોકરાઓ મુખ્યત્વે નજીકના શહેરમાં બેડીગ કે બાળાશ્રમમાં રહી અભ્યાસ કરતા હોય છે. એટલે ઘેર તે નાની ઉંમરના છોકરાઓ, બધી છોકરીઓ અને ઉંમરલાયક સ્ત્રી-પુરુષો જ હોય છે. સ્ત્રીઓમાં પણ ઘણીખરી વિધવા બહેને અને ડેશીઓ હોય છે. ગામડામાં જેનેને મુખ્ય ધંધે અનાજ કે મસાલાને, મણીરાને, સોના-ચાંદીને કે ધીરધારને હોય છે, કોઈને થોડી ઘણી કદાચ ખેતી પણ હોય છે. મહેનતુ, બુદ્ધિશાળી, શિક્ષિત કે હોંશિયાર યુવકે મોટા ભાગે ગામડા છોડીને મોટા શહેરમાં જ વસ્યા હોય છે. એટલે જેઓ માંદા, વૃદ્ધ, વિધવા કે વિધુર અથવા કુટુંબની જંજાળમાં અને ઉપાધિમાં ફસાયેલા હોય છે અને વતન છેડી શહેરમાં જઈ ધંધે કરી શકે તેવા ન હોય તેઓ જ ગામડામાં રહેતા હોય છે, અને બીજી નાની ઉંમરના બાળકોની વસ્તી ગામડામાં હોય છે. આ હકીકત ખાસ લક્ષમાં રાખી તેઓ શું કામ કરી શકે કે શીખી શકે તેનો ખ્યાલ કરી તેઓને માટે પેજના ઘડાય
Page #134
--------------------------------------------------------------------------
________________
પારની વ્યવહાંજાજના
[૧૧] તે જ તે એના ફળદાયી થાય. આ વસ્તુ કેન્સે ખાસ લક્ષમાં રાખવાની છે.
* *
*
ધમને બાદ ન આવે અને લેક સહેલાઈથી કામધ ધ કરી શકે એવી રીતના આજીવિકાના ઉપાએ જવા જોઈએ જે કે દરેક જાતની પ્રવૃત્તિ કે આરંભસમારંભમાં ધ શે અહિંસા દેવ કે પાપ તે રહેલા જ છે, પરંતુ દરનિર્વાહ અને આજીવિકા મેળવવા માટે દરેક માણસે ઉદ્યમ અને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો જ નથી. બીજાની કમાણી કે મહેનત ઉપર જીવવું અને પોતે કશી મહેનત ન કરવી ને ન કમાવું એ તે જગતને ભારરૂપ થવા બરાબર છે. ગમે તે કેટીને પ્રાણી હોય પણ તેણે જગતના ઉત્પાદનમાં પિતાની જાતમહેનત અને શરીરશ્રમને પૂરેપૂરે યથાશક્તિ ફાળો આપવો જ જોઈએ. શ્રીમંત કે સાધનસંપન્ન માણસે પણ ઘરકામ કે ધંધાદારી કામ જાતે કરવું જ જોઈએ. પરિશ્રમ કર્યા વિના કે પરસેવો ઉતાર્યા વિના ખાવાને, આરામ લેવાને કે જીવવાને કઈ પણ માણસને જરા પણ હક નથી. આ નિયમ નાના મોટા સૌએ ફરક્યાત પાળવો જ જોઈએ. એક કમાનાર ને દસ ખાનાર કદી પણ લાંબે વખત નભી જ શકે નહિ અને થલ વખતમાં જ ડુકી જાય. સાધુ મુનિરાજે પણ જેને જાતમહેનત અને સ્વાશ્રયને સૌથી પહેલે ઉપદેશ આપવો જ જોઈએ. સંસારી જીવ સંસારમાં રહી ન્યાય અને નીતિથી જાતમહેનત કરી કમાય અને બીજાની મદદ લીધા વિના પિતાના કુટુંબને ખર્ચ પોતે કાઢી શકે અને આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખે તે પ્રથમ આવશ્યક છે. સ્ત્રીઓએ પણ ઘરકામ ઉપરાંત બીજો કોઈ પણ ઉદ્યમ કે ઉદ્યોગ કરી કુટુંબની કમાણીમાં પિતાને ફાળો ફરજીયાત આપ જ જોઈએ. ભજર વર્ગ કે ખેડૂતની સ્ત્રીઓ મહેનત, મજુરી કરી પૈસા કમાય છે, તે જૈન બહેને અને અન્ય સી કેાઈ શા માટે મહેનત કરી ન માય? દરેક સ્ત્રીએ પણ પિતાની આજીવિકા સ્વતંત્ર કામ કરી મેળ
Page #135
--------------------------------------------------------------------------
________________
{ ૧૦૨ ]
અનુભવ-વાણી વવાની શક્તિ પ્રાપ્ત કરવી જ જોઈએ. આ જાતની તાલીમ, સંસ્કાર, ઉપદેશ કે પ્રચારની સૌથી પહેલી જરૂર છે.
* જાતમહેનતનું કોઈ પણ કામ કરવામાં ખોટી શરમ કે સંકોચ હોવો ન જોઈએ. અનીતિ કે ખોટું કરવામાં શરમ છે, પણ મહેનત મજૂરી કરવામાં શરમ શી ? આળસુ, એદી ને પ્રમાદી થવામાં પાપ છે પણ શ્રમ કરી કમાણી કરવામાં પાપ નથી. ગુસ્વર્ગ આ પ્રકારનો સાચે ઉપદેશ આપે તે આજની આર્થિક મુશ્કેલીઓને ઉકેલ બહુ સરળ થઈ જાય. આવી જ મહત્ત્વની બીજી બાબત એ છે કે-“કોઈ પણુ ગરીબ, દુ:ખી કે રીબાતા માણસને તેની પાસેથી ગમે તે કામ લીધા વિના પિતાની જરા પણ મદદ આપવી નહિ કે મફત ખવડાવવું નહિ.” આપણું જ સહધર્મ ભાઈ બહેનોને મફત મદદ આપવાથી તેઓ વધુ આળસુ અને પ્રમાદી બને છે, તેઓને કામ કરવું નથી અને મફતનું મેળવવાની અને માંગવાની આદત પડી જાય છે. પરિણામ એ આવે છે કે તેના આખા કુટુંબને તે જ સંસ્કાર પડે છે અને છેવટે ભીખ કે મદદ માંગવાનો એક બંધ થઈ પડે છે. મતની ભોજનશાળા કે ભાતાથી વધુ લેકે દરિદ્રી બને છે. પાલીતાણ જેવા તીર્થક્ષેત્રોમાં અનેક શ્રીમતિ હજાર રૂપીઆ ગરીબોને જાહેર રીતે અને ખાનગીમાં મદદ કરવામાં વાપરે છે, પણ તેવા મદદ લેનાર ભાઈઓ અને બાઈઓ પાસે રસોઈ પાણી કે ઘરકામ કરાવીને તેને દસગણુ પૈસા આપવામાં આવે તે કામ કરનારનો દુકાળ નહિ દેખાય, આળસને ઉત્તેજન નહિ મળે, સમાજ સમજશે ખરે ? અને આ રીતે સૌને ઉદ્યમી બનાવશે ખરા ? દયા અને દાનનો સવળો અર્થ સમજવાની હવે બહુ જરૂર છે. દલીલે કરવા કરતાં કરી બતાવીએ તેમાં જ કિંમત છે. રસોઈ કરવાવાળીને બે વખત જમવાનું અને રેજો એકથી દોઢ રૂપીઓ, પાણીવાળીને ખાવાનું અને આ બાર આના કડા, કપડા ધોનારને પણ તે મુજબ મળી શકે છે તે તે કામ
Page #136
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ પેજના આ
[૧૦૩]
જૈન ભાઈઓ કે બહેને જેઓ કરવા તૈયાર હોય તેઓને તે કામ કરાવીને પૈસા આપવાને લેકમત કેળવવો જરુર છે.
ગામડામાં રહેતા જેનેને સૌથી પહેલાં એ શીખવવું જરૂરનું છે કે–૧. કદી પણ જૂઠ બેલવું નહિ અને ચેરી કરવી નહિ. ૨. બેલવામાં વિવેક, સભ્યતા અને કોમળતા શીખવી. ૩. દરેક ખરીદી અને વેચાણનું કામ જાતે જ કરવું. ૪. લખાણ અને અક્ષરે સુધારવા. ૫. વેપારી નામું, હિસાબ અને પત્રવ્યવહાર ખાસ શીખી લેવા. ૬. ચાડીચુગલી કરવી નહિ કે બેટી ખુશામત કરવી નહિ. ૭. મફતની મદદ કદિ માગવી નહિ. ૮. સુતર અને ઉન, તકલી કે રેંટીયાથી રાજ કાંતવું. ૯. સલાઈકામ, ૧૦. વાસણોને કલઈ કરવી કે ઘાબા ઉપાડવા. ૧૧ ટીનના ડબાનું રેણકામ અને રીપેર કામ. ૧૨ છત્રી, ઘડીઆળ, શીવવાના સંચા વિ. ચીજોનું રીપેરકામ. ૧૩ ખેતીવાડીને અંગે જોઈતા ઓજારે, ચીજ વસ્તુઓ, જેતર, દોરડા, જલ, વિગેરેને અંગેનું સુતારી કે લુહારી કામ. ૧૪ ઇલેકટ્રીક બેટરી, બબ, વાયરીંગનું રીપેરકામ. ૧૫ કુંભારના વાસણ ઉપરનું ચિત્રોનું આલેખનકામ. ૧૬ સૂડી, છરી, કાતર તથા બીજા ઓજારનું કામ. ૧૭ ઘરના ધેાળ અને રંગરેગાન. ૧૮ ફરનીચરનું સામાન્ય રીપેરકામ. ૧૯ છાપરા ચાળવાનું કામ. ૨૦ સામાન્ય ઘરવૈદક. ૨૧ ખેતીવાડી, ફળફૂલ અને બાગાયતનું કામ. ૨૨ ગંદડા કે રજાઈઓ, ભરતના ચણીયા, થેલી, ચાદરે વિગેરેનું ભરતકામ. ૨૩ કાચા, પાકા સુતરના દોરાના દડી-દડા બનાવવાનું. ૨૪ ચૂર્ણો, ખાંડેલા મસાલા, સુગધી પારી કે તંબાકુ, જુદી જુદી જાતના સુગંધી તેલ અને ઘૂંપેલ, અથાણા, ચટણી, મુરબા, ચાટણ, પાપડ, સેવ, વડી વિ. ની બનાવટો. ૨૫ દુધ–ઘીને ધંધો. ૨૬ સારા ઢેરઉછેર અને ઓલાદની સુધારણું. ૨૭ રસોઈ કામ. ૨૮ મિઠાઈ અને ફરસાણની બનાવટ, ૨૯ શાકભાજીની સુકવણ. ૩૦ બેર, જાંબુ, જમરૂખ, કેળા, પિપૈયા, ચીભડા, આરીયા, વિ. ફળની સુકવણું. ૩૧ જંગલની વનસ્પતિને પાલે, બીઆં કે ઔષધિના મુળીયાં. ૩૨ શેકેલા ધાણું,
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
અનુભવ-વાણી
વરીઆળી, જીરૂ, અજમા, ખૂંદ, સુ, પીપર, મરી, સોપારી, ૩૩ બદામની પુરી અને માવાના પેંડા, ફાફડા, હલવા–આવી અનેક ચીજો અનાવવાનુ જ્ઞાન અને અનુભવ ગામડામાં રહીને મેળવી લે અને પછી તે તે વસ્તુઓની સારી બનાવટ અને સારું પેકીંગ કરીને મોટા શહેરામાં વેચવા મેકલે તો તે બધા ધંધા ગામડામાં રહીને કરી શકાય તેમ છે. મજૂરી કે કારીગીરીનુ કામ કરતાં શીખી લે તે તેમાંથી ગામડામાંથી જ ગુજરાન મેળવી શકાય. ગાંધીજીના ગ્રામ્ય ઉદ્યોગની યાજના અને સર્વાદયના સ્વપ્નાની સિદ્ધિ આ બધા કામેા ગામડામાં રહી ગામડાના લોકો કરી શકે અને નાના નાના ગૃહઉદ્યોગો ગામડામાં સ્થપાય અને ગામડા સજ્વન થાય તેમાં જ હતી.
આપણી જૈન કૉન્ફરન્સની એ ઇચ્છા છે કે-ગામડામાં વસતા આપણા જૈન ભાઈ–બહેનોને કઈક એવું ઔદ્યોગિક શિક્ષણ આપવું કે જેથી તેએ સૌ ધર-આંગણે કામ કરીને પેાતાનું ગુજરાન સહેલાઇથી કરી શકે. કથા કથા ઉદ્યોગા ગામડામાં સહેલાઇથી સ્થાપી શકાય તે જાણવું પ્રથમ જરૂરનુ છે.
૧. ગામડામાં બધી જગ્યાએ વિજળીકબળનું સાધન નથી હેતુ કે જેનાથી મશીન કે યંત્રા ચાલી શકે. સ્ટીમ એના મોટા ધંધા માટે કામના છે. આજકાલ ક્રુડ ઓઈલથી ચાલતા એના કારખાનામાં મોટા ભાગે વપરાય છે કેમકે કાલસા, લાકડા કરતાં ક્રુડ ઓઈલના ખ' છે આવે છે, પરંતુ શરૂઆત એવા ઉદ્યોગથી કરવી જોઈ એ કે જેમાં હાથ અને પગથી મશીના ચલાવી શકાય અથવા જેમાં યત્રાની જરૂર ન પડે.
૨. ઉદ્યોગ એવા શરૂ કરવા જોઈ એ કે જે બરાબર ચાલે, પરંતુ આખું વરસ કામ મળી રહે. ઉત્પન્ન થએલ માલ બધી જગ્યાએ ખપી શકે અને તે માલ રાજના વપરાશ કે ઉપયોગમાં આવી શકે. જે માલની કાયમ સારા પ્રમાણમાં ખપત રહેતી હૈાય તેવા માલ બનાવવા તે વધુ જરૂરતું છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ રાજના
[ ૧૦૫ ]
૩. માટીના વાસણા તથા ઈંટ, નળીયા, ગટરની કે સંડાસની માટીની પાઈપ વગેરે માટીકામ બહુ સહેલું છે અને સસ્તું છે અને પૈસાના બહુ રોકાણ વિના થઈ શકે છે. તે કામ શીખવું બહુ મુશ્કેલ નથી, તેમાં જાતમહેનત છે. પણ આ ધંધા કાયમનેા ચાલ્યા કરે. આ માલ ગામમાં પણ ખપે અને આસપાસના દરેક ગામ કે શહેરમાં પણ ખપે. આ વાસણેામાં અનેક જાતા, નાના માટા માપે! અને આકૃતિએ બની શકે છે. વાસણા ઉપર ચિત્રકામ, નકશી કે કારીગરી પણ થઈ શકે છે. તેથી ચઢીયાતા, ચીની માટીના અને કાચના વાસણા પણ બનાવી શકાય
૪. કાચની, કચકડાની, ઝાડના રસની, લાખની, ધાતુની અને પ્લાસ્ટીકની બંગડીઓના ઉદ્યોગ પણ ગામડાને વધુ બંધબેસતા આવે છે. ૫. ચુનેા, સીમેન્ટ, પ્લાસ્ટર પેરીસ, ચીરાડી વગેરેની અનેક શેાભાની ચીજો, ટાસ તથા રમકડા, પૂતળા, મૂર્તિ વગેરે ઘણી વસ્તુઓ બનાવી શકાય.
૬. કેળના થડના પૈસા અને પડમાંથી, શેરડીના કૂચામાંથી, અને જુવાર ખાજરીના અને બા રાડાની છાલ અને માવાને રંગબેરંગી રંગીને તેમાંથી, અનેક રમકડાંઓ અને અનેક ચીજો બની શકે. તેમજ વડવાઈના રેસા, ભીંડી, નાળીએરી, તાડ, ખજુરા અને ખીજા અનેક જાતના ઝાડના રેસામાંથી અને પાંદડામાંથી ઘેરી, દોરડા, ટાપલી, ટાપલાં, વીંજણા, રમકડાં, પતરાવળાં, દડીયા વગેરે બની શકે. નાળીએરના જાડા છાલા, અંદરના લા, કાચલી વગેરેમાંથી અનેક ચીજો બની શકે.
૭. ગુંદર, લાખ, મધ એ બધી વસ્તુનું ઉત્પાદન ગામડામાં, ખેતરામાં કે જંગલામાં જ થાય છે. શહેરામાં નથી થતું અને આજના જમાનામાં આના અનેક પ્રકારના વપરાશ વધી ગયા છે. મધને તે મધમાખીના ઉછેરથી અનેકગણું અત્યારે ઉત્પન્ન કરવામાં આવે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
[૧૦૬]
અgશવ-વાણી
ગુંદર અને લાખ ઉપગ રંગકામ માટે અને પોલીશના કામમાં તથા છાપવાના કામમાં અનેકગણું વધી ગયો છે.
૮. લાકડાનું સરાણકામ અને સંધાડીઆનું કામ અનેક પ્રકારનું થઈ શકે છે. અને તેને માટેનું જોઈતું લાકડું આસપાસમાંથી મળી શકે.
૯. અથાણા, ચટણી, મુરબા, સુકવણી, પાપડ, ખેર, સેવ, સંભાર, મસાલા તથા કમાવેલા ધાણા, વરીયાળી, અજમા, જીરું, મેથી, બુંદ, પીપર, સુંઠ, મરી, લવીંગ, સુવા વગેરે અનેક ખાવાની ચીજો બનાવીને આખા દેશમાં સારામાં સારા પ્રચાર કરી, સારામાં સારું વેચાણ અને નફે કરી શકાય તેમ છે.
૧૦. ગામડાના ખેડુત, ભરવાડ અને વસવાયા કોમમાં સુતરાઉ અને રેશમી લાલ કે કથ્થાઈ કપડાનું જે ભરતકામ થાય છે અને જેની આજે મોટા શહેરમાં અને ખાસ કરીને શ્રીમંત કુટુંબની સ્ત્રીઓમાં ફેશન થઈ પડી છે તે વસ્તુની એટલી બધી માગ રહે છે કે પૂરતો માલ લેકને મળતું નથી. આ ચીજોના ભાવો પણ બહુ જ સારા ઉપજે છે. ભરતકામના ચણીઆ, પોલકા, થેલીઓ, ચાકળા, ચંદરવા, ચાદરે, તોરણ, પડદા વગેરે અનેક ચીજોની ઘણું જ માગણી રહે છે. હિંદની ખાસ કારીગરીના નમૂના તરીકે યુરોપ, અમેરિકામાં પણ આ ચીજો જઈ શકે છે.
૧૧. કાથી કે શણનાં પગલું છણ, ગાલીચા, કારપેટ વિ. બની શકે છે. હમણાં હમણાં તે સુતરના વેસ્ટને રંગીને ખાટલા ઉપર સુતરની દોરીઓ ઊભી ભરીને તેમાં રંગીન સુતરના ગુંચળાની ગાંઠે બાંધીને અને છેડા કાપી નાખીને રંગબેરંગી ગાલીચાઓ ગુંથવાનું કામ બહુ સારું થાય છે. તે જ રીતે ઉનના ગાલીચા, આસનયા વિ. પણું બની શકે છે. કાશ્મીરના થોડાક કારીગરે આજે રાજકોટમાં વસ્યા છે અને ગાલીચાઓ બનાવે છે, સીંધી નિરાશ્રિતની અનેક બાઈઓ ભાવનગર, પાલીતાણા, જેતપુર વિ. ઘણા ગામમાં મેટા પ્રમાણમાં
Page #140
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ યેજના :
[૧૭] ભરવાનું અને શીવવાનું તથા ગુંથવાનું કામ દરરોજ નિયમિત રીતે ધંધા તરીકે કરે છે અને એ રીતે રે કમાય છે. આ બહેને કેવી ઉદ્યમી છે, કેવી મહેનતુ છે અને કેટલી આવડતવાળી છે! તેની પાસેથી આપણી બહેને કાંઈ બોધપાઠ લેશે ખરી ?
૧૨. અગરબત્તી, કાગળની થેલીઓ, શીવવાના દેરાના દડા દડીઓ બનાવવાનું અને શીલાઈનું કામ બહેનો તથા ભાઈઓ શા માટે ન શીખે અને ન કરે? સુતર કે ઉન કાંતવાને ઉદ્યમ લેવા, પીંજવા કે વણવાને ઉદ્યમ દરેકના ઘરમાં ફરજીયાત દાખલ કરવો જ જોઈએ, તે જ આપણી આળસ, પ્રમાદ કે જડતા ખંખેરાશે.
૧૩. દેશી ઘરગથ્થુ દવાઓ, ફાકી, ઉકાળા, ગોળીઓ કે મલમપટ્ટા વૈદક રીતિએ પદ્ધતિપૂર્વક બનાવવામાં આવે છે તેમાં પણ સારામાં સારી કમાણી છે. આંજણ, ધુપેલ, સુગંધી તેલ વિગેરે કેટલા બધા પ્રમાણમાં આજે ખપે છે ? પહેલા આ બધા ઘરઉદ્યમ હતા, આજે વેપારીઓ અને કારખાનાવાળાઓ તે ચીજ મોટા પ્રમાણમાં બનાવીને વેચે છે એટલે આપણે આળસુ અને બેકાર બન્યા પણ આ બધા ધંધાને ફરીને સજીવન કરવા હોય તો જરૂર થઈ શકે તેમ છે, આ વસ્તુ અશક્ય નથી.
૧૪. સુતર, કાથી કે સુતળીની દેરી, દોરડા વણવાનું, ખાટલાની પાટી બનાવવાનું, ધાબળા, ચીફાળ અને પછેડી વણવાનું, સ્ત્રીઓના પહેરવેશના સાડલા, ચણીયા કે પોલકા છાપવાનું કામ સ્ત્રીઓ પોતે શીખે તે શું ખોટું ? ગામડામાં ખત્રી, છીપા, રંગારા કે ડબગર લેકે હજુ પણ છાપવાનું અને રંગાટનું કામ કરે છે અને તેઓ વાણી કરતાં વધુ કમાય છે.
૧૫. ગામડાના લેકેને માટે, ખાસ કરીને ખેડૂત કેમની સગવડ માટે સરકારની ખાસ ઈચ્છાથી અનેક નાની મોટી સહકારી મંડળીઓ ગામડામાં કામ કરી રહી છે, તેનું સંચાલન અને વહીવટ ગામડાને
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
અનુભવ-વાણી
વેપારી ગમે તેમ કરી પેાતાના હાથમાં લે અને નેકીથી કામ કરે તે પણ વેપારી સારી રકમના બદલે મેળવી શકે તેમ છે.
૧૬. આટાની ચક્કી, તેલના ધાણા, ચાની હાટેલ કે ફરસાણની દુકાન, મેટર સર્વીસના ઇજારા-આ ધાંધાવાળા જેટલું કમાય છે અને સહેલાઇથી કમાય છે તેટલું માટી ગાદીવાળા અને શેઠ શાહુકારના વમાં ગણાતા વેપારી ગામડામાં ભાગ્યે જ કમાતા હશે. અનાજ અને કાપડમાં કન્ટ્રોલ, સીમેન્ટના કન્ટ્રોલ, ધીરધારના ધંધાની પાયમાલી, જુનું લેણું માંડી વાળવાના કાયદા, ખેડ કર્યા વિના ખેતીની જમીન રાખવાની બધી, વધુ પડતાં વ્યવહારિક ખરચા-આ બધાથી વેપારી છ્યા, હૂકયા અને ઘસાયા, માટે ભાઇએ જાગે અને આંખ ઉઘાડીને જીએ. આળસ ઉડાડી સમયને એળખા અને ધરના સૌ કાઈ જાતમહેનત કરવી શરૂ કરે.
ઉપર આપણે જોઈ ગયા કે ગામડામાં ઘેર બેઠાં જૈને શુ શુ ક્રામકાજ કરી શકે અને પેાતાના નિર્વાહ કરી શકે. ગામડામાં નાના નાના કયા કયા ઉદ્યોગેાની શકયતા છે તેના આ લેખમાં વિચાર કરીએ.
કાઇ પણ ઉદ્યોગ મશીનના ઉપયાગદ્દારા શરૂ કરવાના વિચાર કરીએ તે પહેલાં ખીજી કેટલીક અગત્યની બાબતે કે જેના ઉપર યેાજનાની ફતેહ કે નિષ્ફળતાના મુખ્ય આધાર છે તે બાબતના વિચાર કરવાની પ્રથમ ખાસ જરૂર છે.
(અ) કામ કરવા અને કામ શીખવા જેના તૈયાર છે? તૈયાર ન હાય તે! તેમને તૈયાર કરવા જોઇએ. અને કામ ન કરે તેને કશી મદદ આપવી ન જોઇએ.
(આ) કામ શરૂ કર્યા પહેલાં તેનાથી ઉત્પન્ન થતી વસ્તુઓ વેચવા માટેના પાકા પ્રબંધ દરેક મોટા શહેરામાં હોવા જોઇએ. તે નહિ હાય તેા બનેલા માલા પડયા રહેશે અને પછી ગમે તે ભાવે વેચવા પડશે. અને છેવટે નિરાશા અને નિષ્ફળતા મળશે.
Page #142
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ યાજના
[ ૧૦૯ ]
(૪) કામ શરૂ કર્યા પહેલાં કામ શીખનારા અને શીખવીને ખીજાને શીખવનારા તૈયાર કરવા પડશે: આને સરલ ઉકેલ એ છે કે જે જે ગામમાં ખેડીગો કે વિદ્યાર્થીગૃહા છે. (આજે તા લગભગ દરેક જીલ્લા અને તાલુકામાં આવી કોઇ ને કઈ સંસ્થા જરૂર હશે જ) તે જ સંસ્થામાં સાધનો ઊભા કરી તેના જ વિદ્યાર્થીઓને અને આસપાસના ગામાવાળાને તાલીમ આપવાની કૉન્ફરન્સે શરૂઆત કરવી જોઇએ. વિદ્યાર્થીઓએ ફરજ્યાત તાલીમ લેવી જોઇએ. અને તેા જ તેમને ડીંગમાં દાખલ કરવા જોઇએ. ખીજાએ જેએ ત્યાં કામ શીખવા આવે તેએને જ પૈસાની મદદ આપવી જોઇએ.
(૭) જે જે ગામના સંધ કે સંસ્થા આ પ્રકારના ઉદ્યોગગૃહો કે તાલીમવર્ગ ઊભા કરે તેઓને કૉન્ફરન્સ તરફથી શરૂઆતના સાધન ખના અને વાર્ષિક ખર્ચના ૫૦ ટકા રકમની વાર્ષિક મદદ કે ગ્રાન્ટ આપવી જોઇએ. અને કાઈપણ કારણસર બંધ પડે તે તે સંસ્થાની મિલ્કત શ્રી. કૉન્ફરન્સને સોંપી દેવી. આ તાલીમ વર્ગ ચલાવવાની જવાબદારી કૉન્ફરન્સે લેવી જોઇએ.
વ
(એ) દરેક ગામે પ દિવસે ઉપાશ્રય, દેરાસર કે પાઠશાળામાં લાણી કે પ્રભાવના કરીએ છીએ તે રીતે આવા ઉદ્યોગગૃહમાં કામ કરતા દરેક ભાઈ ન્હેનને ઉત્તેજન માટે અવારનવાર પ્રભાવના, ઈનામ કે માસિક મદદ આપવી જોઈએ; તેા જ આળસ છેાડીને કામ કરવા તે તૈયાર થશે.
(એ) શરૂઆતમાં પગારદાર માણસને કામ શીખવવા ન રાખતાં શીખનારાની પસંદગી કરી તેને શીખવનાર સંસ્થા કે કારીગરને ત્યાં શીખવા મેાકલવાની વધુ જરૂર છે. શીખવવાને શરૂઆતને ખ કોન્ફરન્સે આપવા.
(૧) જૈનાએ એક બાબતમાં દિલની ઉદારતા બતાવવી જરૂરની રહેશે. કાઈ પણ જૈનેતર શીખવા આવે તે તેને માટે પ્રતિબંધ હોવા
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
અનુભવ-વાણી
ન જોઈએ. આમ કરવામાં આપણને નુકશાન નથી અને તેને લઇને રાજ્ય તરફથી ઘણી અનુકૂળતા રહેશે, આ બહુ મહત્વના મુદ્દો છે.
(ર) હવે ગામડામાં કયા કયા ઉદ્યોગાની શકયતા છે તેને વિચાર કરીએ. ઉદ્યોગોની શરૂઆતની પસ ંદગી એવી જોઇએ કે જેમાં ૧) મશીનની જરૂર ન પડે પણ માત્ર એજારા કે સાદા સાધનેવડે માલ બની શકે ૨) કદાચ મશીનની જરૂર પડે તેા તે સાદા જોઇએ, બગડે તા સુધારી શકાય તેવા જોઇએ, અને તેના જે કાઇ ભાગ બગડી ગયા હાય કે ભાંગી ગયા હાય તેા સહેલાથી મળી શકવા જોઇએ. ૩) માલ બનાવવા માટે જે જે કાચા માલા જોઇએ તે બધા સ્થાનિક કે નજીકના ગામમાંથી મળી શકવા જોઇએ. ૪) કામ શીખનારને કંટાળા ન આવે તેવા કામ શરૂ કરવા જોઈએ. ૫) જે ચીજ કે વસ્તુ બનાવીએ તે ખપવી જોઇએ. ૬) ફુરસદના સમયે ઘરના દરેક જણ બનાવી શકે તેવી વસ્તુ હાવી જોઇએ. ૭) અને બનાવતાં બનાવતાં વસ્તુ બગડી જાય કે ખરાબ થઈ જાય તેા પણ તે ઉપયોગમાં આવે અથવા તેના લેનારા મળી રહે તેવી ચીજો બનાવવી જોઈએ.
(૩) કાચા માલે ગામડામાં જે સહેલાઈથી મળી શકે, પૂરતા મળી શકે અને સસ્તા મળી શકે તેમાંથી જે જે અની શકે તે તે વસ્તુ બનાવવી જોઇએ. તેવી ચીજો પૈકી મુખ્ય કપાસ કે રૂ, ઉન, લાકડું, ધાસ, માટી, ગુંદર, લાખ, પત્થર, ચુના, રેતી, કાલસા, વાંસ, ખાંભુ એ મુખ્ય છે, તેમાંથી જે જે વસ્તુએ એછી મહેનતે બની શકે તે બનાવી વધુ સહેલી થશે. તેમાંથી એક પછી એક વિગતવાર તપાસીએ
(૪) રૂ:-તેમાંથી સુતર બની શકે, સુતર બનાવવા માટે તકલી કે રેંટીયા જોઈએ. આ કામ સહેલાઈથી સૌ કાઈ કરી શકે. સુતરને એ તાર, ત્રણ તાર કે ચાર તારનું કરવા માટે દરેક તરની અકેક કાકડી કે ખેાખીન હોય છે અને તે દરેકને તાર ભેગા કરી તેને એક કાળકા જે એખીન ઉપર વીંટી લે છે અને પછી તેને રેંટીયા ઉપર વળ
Page #144
--------------------------------------------------------------------------
________________
વ્યવહારુ યોજના
[૧૧૧ અપાય છે. વધુ તારની સુતરની દોરીઓ કે દોરડા બનાવવા હોય તે ફળીયામાં એક છેડેથી દોરીના છેડા બાંધી તેને એક બાજુથી વળ દેવામાં આવે છે. આ કામ ગામડામાં ઢેઢ વણકરે અને બીજાઓ કરે છે. તે જ રીતે ખાટલાની પાર્ટી પણ સુતરની કે સુતળીની વણી શકાય છે. સુતરના દેરડામાંથી સીંકા, જોતરા વિ. બની શકે છે. સુતરને જુદા જુદા રંગનું રંગીને રંગબેરંગી દોરીઓ, નાડી, વરધ, ફુમતા, ભરતકામ, આસનીઆ, પાટી, શેતરંજી, જાળી (નેટ), સુતરના અને કપડાના બટન, ગાલીચા અને અનેક પ્રકારની થેલીઓ, પાકીટ, દફતર વિ. ઘણી ચીજો બનાવી શકાય. અને આ બધી ઘરવપરાશની ચીજો રહી એટલે તેની ખપત પણ મોટા પ્રમાણમાં થઈ શકે છે. વળી સુતરમાંથી ગુંથવાના મશીન ઉપર ગંજીફરાક, સ્વેટર, કેટ, ચડ્ડી, ઝબલા, ટોપીઓ, મોજ વિગેરે ઘણી ચીજો અનેક તરહની બની શકે છે. આ જ મશીન ઉપર તે બધી ચીજે ઉનમાંથી પણ બનાવી શકાય છે. લુધીયાણામાં હેઝીયરીને ગૃહઉદ્યોગ ઘેર ઘેર આજે પણ ચાલે છે.
ઉના-જેમ સુતરમાંથી અનેક ચીજો બને છે તેવી રીતે ઉનમાંથી પણ આ અને આવી અનેક ચીજો બની શકે છે.
૩, સુતર, ઉન, રેયન, યાર્ન, રેશમ, ભીંડી, નાળીએરીને કો– એમાંથી તથા કાપડની ચીંધી અને કાપલીમાંથી અનેક જાતની ઢીંગલીઓ, બીજા અનેક જાતના રમકડાં, પીન કુશન, વિગેરે ઘણી વસ્તુઓ બનાવી શકાય. ઘણાને તો ખબર પણ નહિ હોય કે રેયન યાર્નને મીલમાં જે વેસ્ટ પડે છે તે વગર પૈસે કોથળાબંધ મત આપી દેવામાં આવે છે. કેમકે તેને ઉપગ હજુ સુધી કોઈએ શેાધી કાઢ્યો નથી. ૮ થી ૧૦ રૂ રતલના ભાવનું આટ. રેશમ વેચાય છે, જ્યારે તેને વેસ્ટ ચાર આને રતલના ભાવે ખપતો નથી. આ વેસ્ટનો ઉપગ શેધી કાઢનાર લાખ રૂપીઆ સહેલાઈથી કમાઈ શકે તેમ છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
અનુભવ-વાણી
ગામડામાં સુતર અને ઉન કાંતવાનુ કામ ઘેરઘેર થાય તે તેમાંથી નવરાશના વખતમાં કમાણીનું સાધન મળી શકે છે. અગાઉ ખરાં અને કરાંએ કાલા ફાલીને પૈસા કમાતા હતા તે આપણામાંથી ઘણા જાણતા હશે.
(૫) લાકડું :-લાકડામાંથી સેંકડા ચીજો નાના મોટા માપની શકે બની છે. આપણા દરેકના ઘરમાં ચારે બાજુ નજર નાખા તે ખ્યાલ આવશે કે ધરતી ધરવકરીમાં મેાટા ભાગે લાકડાની ચીજો જ વધુ હશે. નાના બચ્ચાંના રમકડા જોશે તે તેમાં પણ સૌથી વધુ લાકડાની ચીજો હશે. શ્રીયુત કસ્તુરભાઈ લાલભાઈએ સુતારી કામના શિક્ષણની સૂચના કરી ત્યારે ધણાઓને તે ન ગમી પણ તે સૂચનાની પાછળ ગંભીર તાપ, ખારીક નિરીક્ષણ શક્તિ અને વ્યવહારુ અર્થસૂચકતા રહેલા છે. આ કામ ગામડામાં બહુ જ સહેલાઈથી થઈ શકે તેમ છે. મહુવા, ઈડર અને બીજા ધણા ગામેામાં સંઘેડા ઉપર અને હાથ-કારીગીરીથી લાકડાની અનેક ચીજો બહુ જ સુંદર બને છે. લાકડા ઉપર લાખના અને બીજા રંગાના રંગનું કામકાજ ધણું સુંદર થાય છે. માન્ચેસારી અને કિન્ડર ગાર્ટની શિક્ષણપદ્ધતિમાં અને આજની શિક્ષણુશાળાઓમાં પણ શિક્ષણના ઘણા સાધના અને વસ્તુએ લાકડાની જ બનાવટના હોય છે.
તેવી જ રીતે નેતર, વાંસ અને બાંબુની ચીરીમાંથી ટાપલી, ટાપલા, બાસ્કેટ, પેટી, કર ડીએ, રમકડાં, લાકડી, સોટીએ, કાપડ, ક્રમાન, તીરકામઠાં, ગાડીઓ, બાબાગાડી, વિગેરે સેંકડા ચીજો બને છે. નાળીએરની કાચલી, દુધીના સુક્કા તુંબડા, વિગેરેમાંથી વાજીંત્રે બની શકે છે.
(૬) ઘાસમાંથી અને લાકડાના વેરમાંથી અનેક રમકડાં, વપરાશની ચીજો, ચટાઈ, સાડી, બાસ્કેટ, ધુધરા વિગેરે ઘણું બની શકે છે. મલબાર, ગાવા અને મદ્રાસમાં આના ઉદ્યોગ બહુ સારા પ્રમાણમાં ખીલેલે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
વાપા૨ના વ્યવહારુ યોજના
T૧૧૩] ૭માટી કામ:--જે કુંભારે આખો દિવસ મજૂરી કરીને માંડ માંડ કમાતા હતા તેઓ આજે કેટલું સારું કમાય છે? માટલી, માટલા, કુંજા, કેડી વિગેરેના આજે કેટલા બધા પૈસા લાગે છે ? ઈંટ અને નળીયાની એટલી ખપત વધી ગઈ છે કે તે ધંધે ધમધોકાર ચાલે છે એટલે બીજી નાની ઘરવપરાશની ચીજો કુંભાર બહુ બનાવતા જ નથી. હિંદભરમાં મેંલેરી નળીયાને વપરાશ બહુ વધી ગયો છે અને હજુ વધતો જ જાય છે. દેશી નળીયા દર વરસે ચળાવવા પડે, પવનથી નળીયા ડે અને ખસી જાય, વાંદરાઓ અને પક્ષીઓ ઉખેડી નાંખે એટલે છાપરું દર વરસે ન ચળાવે તે ઘરમાં પાણી ચુ તે ત્રાસથી મેંગ્લેરી નળીયાને વપરાશ ઘણો વધે. સરકારે પણ પિોટરીના શિક્ષણની મહત્તા જોઈને તે માટેની સંસ્થા ખાલી છે.
૮. ગુંદર, ગ્લેય, પેસ્ટ જુદા જુદા રંગની શાહી, લાખની લાકડીઓઆ બધાને વપરાશ દરેક ઘરમાં, દરેક દુકાને, દરેક ધંધામાં, સરકારી ખાતાઓમાં અને ટપાલ ઓફિસોમાં ન કપી શકીએ એટલે વધી ગયો છે, તેની બનાવટ અને નાના મોટા પ્રમાણને પેકીંગ કરીને ગામડામાંથી દરેક જગ્યાએ વેચી શકાય. તેની બનાવટ સારી આવડવી જોઈએ.
૯. પથરની ઘંટીઓ, ખરલ, સીપર, રશીયા, કુંડા, પાણીયારા, જાળીયા વિગેરે પત્થરમાંથી બનાવી શકાય. આજે પથરને બદલે સીમેન્ટમાંથી આ અને બીજી અનેક જાતે બને છે, વેચાય છે.
૧૦. ચુને અને પ્લાસ્ટર ઓફ પેરીસ તથા ચીરેડીને અને ચાકને ઉપયોગ પણ અનેક કામમાં થાય છે.
૧૧. લાકડાના કેલસા પાડીને ધંધે ગામડામાં કરી શકે તેમ છે.
૧૨. કાપડ રંગવાનું તથા છાપવાનું, આળેખ ચીતરવાનું, છાપવાના બીબાં કેતરીને બનાવવાનું, કાચનું ભરતકામ પણ
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
અનુભવ-વાણી
બહેને બહુ સારી રીતે શીખીને સ્વતંત્ર રીતે કરી શકે તેમ છે. આજે મુંબઈમાં અકેક સાડલાની છપાઈ રૂ।. ૩ થી ૧૫ સુધી બેસે છે. આ છાપણીના ધંધાવાળા લક્ષાધિપતિ થઈ ગયા છે, નવી નવી ફેશનમાં જ આજે કમાવાનુ છે.
મશીનથી કયા કયા કામ થઈ શકે તેમ છે તેના વિચાર કરીએ :
•
૧૩. લાકડું, કચકડું, પ્લાસ્ટીક, અમુક ઝાડના ફળા, એકેલાઈટ વિગેરેમાંથી બટના બની શકે, હેન્ડપ્રેસથી આ કામ થઈ શકે. આ હૅન્ડપ્રેસની કિંમત રૂપિયા બસોથી ચારસા છે. તેને માટે સાઈઝની અને કાણાં પાડવાની ડાઇ જોઇએ.
૧૪. તારની મારીક ચુકા બનાવવાના એવા મશીન આવે છે કે એક બાજુથી તાર મશીનમાં મૂકા એટલે માપ પ્રમાણે કપાઈ એક આજી ધાર અને બીજી બાજુ ચુંકનું માથું તૈયાર થઈ ને બીજી બાજુ તૈયાર ચુંક એક પછી એક બનીને નીકળતી ટાંકણીએ અને લખવાની ટાંકા ( પેન ) પણ બની શકે. દેશી મશીન રૂા. ૨૫૦૦) સુધી અને અમેરિકન રૂ।. ૫૦૦૦) સુધીના આવે છે.
જાય. તે જ મુજબ
૧૫. છત્રીના દાંડા, હાથા, ખાળી, ચાંપ, ધરુ વિગેરે દરેક ચીજ બનાવવાના મશીને આવે છે. આ ધંધા પણ ગામડામાં ઊભા કરી શકાય.
૧૬. ઇલેકત્રોપ્લેટીંગના ઉપયોગ આજે બહુ જ વધી ગયા છે. જેટલી વસ્તુ આજે ત્રાંખુ, પીત્તળ, ટીનપ્લેટ, લોખંડ કે બીજી ધાતુઓની અને છે, તેના ઉપર ચાંદી કે નીકલને અને કાઇ કાઈ ઉપર સાનાના ગીલેટ ચડાવીને ઘણી વસ્તુએ આજે વપરાય છે. આમાં નથી મશીનરી જોતી કે નથી બહુ સાધના જોઈતા અને પૈસા સારા મળે છે, તેમજ આ કામ બહુ સીધું અને સહેલું છે. રૂા. ૨૫૦)માં આ સાધને વસાવી શકાય.
ગામડાના જૈન ભાઈ ઓ અને બહેના ખીજાઓની મદદ મેળવી સ્વમાન અને સ્વાશ્રયના ગુણાનું બલિદાન આપવા અને દિવસે દિવસે
Page #148
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ યાજના
[ ૧૫ ]
એશીઆળુ જીવન જીવવા માંગતા ન હોય તે તેઓએ આળસ, પ્રમાદ અને એશીયાળાપણું ખંખેરી નાખીને જે કાંઇ કામ, ઉદ્યમ કે ઉદ્યોગ મળી રહે તેને અપનાવી લેવું જોઇએ, તેને માટેની તાલીમ કે અનુભવની જે કાંઈ વ્યવસ્થા મળી રહે તેને પૂરો લાભ લેવા જોઇએ અને પેાતાના જ ગામ કે પ્રદેશમાં જે કાંઈ સાધના મળી રહે તેમાંથી ઉદરનિર્વાહ મેળવી લેવાની પ્રતિજ્ઞા લેવી જોઈ એ. જૈન સમાજે પણ આળસુને દાન કે મદદ આપી વધુ આળસુ અને કાયર ન બનાવવા જોઇએ. જે કાઈ પણ જાતનું કામ કરવા તૈયાર થાય તેને જ મદદ અને સાધન આપી તેઓનું કાયમનું દારિદ્રય જડમૂળથી નીકળી જાય તે રીતે તેને મદદરૂપ થવું જોઇએ. કૉન્ફરન્સે આને માટેની નક્કર અને ફળીભૂત થાય તેવી યેાજના ધડી અખિલ ભારતના ધારણે તેને અમલ થાય અને દરેક પ્રદેશના સ્થાનિક સંધને સાથ અને સહકાર મળે તે રીતે કામની શરુઆત વગરવિલએ કરી દેવી જોઈ એ. એકલી જાહેરાત કરવાથી કે યેાજના ધડવાથી કામ નહિ ચાલે. તેને માટે ચાવીસે કલાક વિચાર અને કામ કરનારાઓનું એક જુથ જોઈ શે અને દરરાજ કેટલું સાચુ કામ સાધ્યું, તેનું સરવૈયું કાર્યકરાએ કાઢવાનું રહેશે. જુનાગઢની કૉન્ફરન્સે પણ રાવ કર્યાને ઘણા સમય થવા આવ્યા. ભવિષ્યમાં માનવરાહતનુ કાર્ય કૉન્ફરન્સના કાર્ય વાર્તાકા તુરત હાથ ધરે અને તેને કામ કરવામાં ઉત્સાહ રહે તે માટે પ્રમુખશ્રીને તથા જૂના અને નવા સેક્રેટરીને તેઓના શુભેચ્છકે તરફથી મુંબઇમાં અભિનંદન આપવામાં આવ્યુ હતુ, જાહેર જનતા કાગને ડાળે રાહ જોતી બેઠી છે કે શું શું કાર્ય હાથ ધરવામાં આવે છે અને કયારે તેની જલ્દી શરૂઆત થાય છે.
ગામડાના જૈતાના ઉત્કર્ષ માટે કામની યાજનાની શરૂઆત ક રીતે કરવી તેની રૂપરેખા વિગતવાર વિચારીએ. સૌથી પ્રથમ પૈસાની અને કાર્ય કરનારાની મુખ્ય જરુર છે. આખી યોજનાની સફળતા કે નિષ્ફળતાના મુખ્ય આધાર આ બે બાબત ઉપર નિર્ભર છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૧૬]
અનુભવ-વાણું ૧. પૈસા બે રીતે મળી શકે, કાં તો ફંડફાળાથી અને કાં તે ધંધાદારી જનાથી. તે બેમાંથી ધંધાદારી જનાથી પૈસા ઊભા કરવા વધુ સારા છે; કેમકે તે રીતે જોઈતી રકમ ઊભી કરી શકાશે, એટલે કાં તે ઓદ્યોગિક ટ્રસ્ટ ઊભું કરવું અથવા તો સહકારી મંડળી ઊભી કરવી અને રૂા. ૧૦) શેરની કિંમત રાખી જરૂરી રકમ શેરકેપીટલથી મેળવી લેવી. સહકારી મંડળી ઊભી કરીએ તો તેને સરકાર તરફથી દરેક બાબતની પ્રથમ પસંદગી, માર્ગદર્શન અને પૈસાની લેનની સગવડતા સહેલાઈથી મળી શકે છે. “બહુ ઉદ્દેશવાળી સહકારી મંડળી” ( Multi Purpose co-operative Society ) ગમે તે જાતના કામકાજ, વેપારધંધા કે હુન્નર-ઉદ્યોગ ઊભા કરી શકે છે, તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ અને સર્વવ્યાપી અને સર્વદેશીય રહી શકે છે. ફક્ત એક જ બાબત વિચારવાની રહે છે કે કોમી ધોરણે સ્થપાએલી નવી સહકારી મંડળીઓને સરકાર તરફથી જોઈએ તેટલે નવો સહકાર કે નવી સગવડતા મળી શકતી નથી. તેને રસ્તે એ રીતે નીકળી શકે કે સહકારી મંડળી કોમ ધોરણે ઊભી ન કરવી પણ સર્વ દેશીય સ્વરૂપે ઉભી કરવી, જે કોઈને જોડાવું હોય તેને માટે માર્ગ ખુલ્લે રાખો. આવી સોસાયટી એક અથવા પ્રદેશવાર જુદી જુદી પણ ઊભી કરી શકાય છે. આ રીતે પૈસાનું ભંડોળ સહેલાઈથી ઊભું કરી શકાશે કેમકે દરેકને “મારાપણું” રહેશે અને રસ રહેશે, પૈસાને માલીકીહક તેઓનો ચાલુ રહે છે અને તેના ઉપર વળતરની પણ તેને આશા રહે છે.
૨. આ રીતે સહકારી મંડળી ઊભી કરીને કામ શરુ કરવું તે વધુ સરળ છે અને શક્ય પણ છે. તેની મારફત દાનના, દયાના, માનવરાહતના અને વેપારધંધાના તથા ઉદ્યોગોના અનેકવિધ કાર્યો હાથ ધરી શકાય છે, તેમાં કશે અવરોધ કે પ્રતિબંધ નડવાને સંભવ નથી. આ રીતે શરૂઆતમાં રૂા. ૫) લાખની શેર કેપિટલ ભરાવવી અને કામ શરુ કરવું અને ધીમે ધીમે તેને વિકાસ કરતા જવો. આપણુમાં વ્યાપારી બુદ્ધિ સારી હોય છે, એટલે તેને સંપૂર્ણ ઉપ
Page #150
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ પેજના
[૧૧૭] ગ કરી બતાવે અને સારામાં સારું પરિણામ લાવવું, તે લેકેની શ્રદ્ધા વધશે અને પછી જોઈએ તેટલે સાથ અને સહકાર જરૂર મળી રહેશે.
૩. કાર્યકરોના જુથની આવશ્યકતા પૈસા કરતાં પણ વધુ છે. હિંદ સેવકસમાજ” જેવી “જૈન સેવક સમાજ” ની અનિવાર્ય જરૂર છે. બધું કામ સાધુમુનિરાજ કે વ્યવસાયી વેપારી વર્ગે કે શ્રીમંત નહિ કરી શકે. અને આવા બધા કાર્યો સંભાળવા અને કરવા માટે બે કલાકની ચર્ચા કે એક કલાકની કાર્યવાહકની મિટીંગ કશી ઉપયોગી નહિ થઈ પડે. તેને માટે મીશનરી જેવા સેવાભાવી, સત્યવક્તા, પ્રમાણિક અને સતત ઉદ્યમી ધગશવાળા સેવાની જરૂર પડશે. આજીવન સભ્ય બની, જે કામ મેંપવામાં આવે તે સંપૂર્ણપણે અને જોખમદારી સાથે પાર પાડવાની સિનિકના જેવી તમન્નાવાળા કાર્યકરે મારફતે જ આવા કાર્યો પાર પાડી શકશે. તેઓને આજીવિકાની કે કુટુંબની ઉપાધિ જ પણ ન રહે તે પ્રકારની તેઓ માટે યોજના ઘડવી જોઇશે. અને તેઓ સતત તેઓના કાર્યમાં રચ્યાપચ્યા રહે અને તેઓને કશી દખલગીરી ન રહે તે પ્રકારને પ્રબંધ કરવો પડશે. સમાજસેવાનું વ્રત અને તેની દીક્ષા લેવાવાળાની આજે સમાજને બહુ જ જરૂર છે. આવા માણસે આપણા સમાજમાં છે. ઓછા હશે તે વધુ તૈયાર કરી શકાશે. તેવાઓને શોધી શોધીને એકઠા કરવા જોઇએ. તેઓને આપણી જના, હેતુ, ધ્યેયની સમજ આપી તેઓને કામ સોંપી દેવું જોઈએ અને પૈસાની સગવડતા કૉન્ફરન્સ કરી આપવી જોઈએ.
૪. આ રીતે પૈસા અને કાર્યકરેની સગવડતા થઈ જાય તે પછી કામ અવશ્ય થઈ શકે. કૉન્ફરન્સના કાર્યકરેએ તે પછી જે કામ કરવાના રહે છે તે માત્ર એટલો જ છે કે –
(૧) દરેક કેન્દ્રમાં જાતે જઈ સ્થાનિક સંઘના અગ્રેસરે સાથે નિકટને સંપર્ક સાધી શેર્સ ભરાવવા અને સ્થાનિક કાર્યકરની કમિટી નીમી તેને ઉદ્યોગ કેન્દ્ર ખોલવા માટે સ્થાનની સગવડ કરી આપવા, અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સહકાર આપવા અને લેકેને
Page #151
--------------------------------------------------------------------------
________________
[૧૧૮]
ચાલવા
ઉદ્યોગકેન્દ્રમાં આવી કામ શીખવા અને કામ કરવાની પ્રેરણા આપવાનું કામ તે કમિટીને સેંપવું. | (૨) દરેક કેન્દ્રની સ્થાપના, વહીવટ, વ્યવસ્થા વિગેરે બધું કામ કૉન્ફરન્સ કરવાનું છે.
(૩) દરેક કેન્દ્રમાં એકેક તાલીમ પામેલ વ્યવસ્થાપક કોન્ફરન્સ તરફથી મૂકવાને છે.
(૪) આવા ઉદ્યોગ કેન્દ્ર માટે જે જે સાધન, કાચો માલ કે બીજું જે કાંઈ જોઈએ તે પૂરા પાડવાના છે.
(૫) જે જે માલ બનીને તૈયાર થાય તેના વેચાણની વ્યવસ્થા કરવાની છે.
(૬) દરેક ઉદ્યોગ કેન્દ્ર ધીમે ધીમે વધુ ને વધુ કેમ ખીલે તે તેના પરિણામ ઉપરથી નકકી કરી જ્યાં જ્યાં વિકાસની શક્યતા હોય ત્યાં ત્યાં વધુ ખીલવણી કરવાની છે.
(૭) અમદાવાદમાં ચીમનલાલ નગીનદાસ ટેકનીકલ ઇન્સ્ટીટયુટમાં બહેને તથા ભાઈઓ માટે છાત્રાલય, સ્કૂલ અને ટેકનીકલ ઈન્સ્ટીટયુટ વિગેરે બધી સગવડતા છે, તેમના સંચાલક સાથે સંપર્ક સાધી કાર્ય. કરેને તૈયાર કરવાની ગોઠવણ કરવામાં આવે તે કામ બહુ જ સરળ થઈ શકે તેમ છે.
(૮) જે જે પ્રાંતમાંથી જેટલી રકમના શેર્સ ભરાય તેની અધી રકમનું રોકાણ તે તે પ્રાંતમાં જુદા જુદા સ્થળે જેટલા ઔદ્યોગિક કેન્દ્રો ખેલવામાં આવે તેમાં કરવું જોઈએ, આથી દરેક પ્રાંતમાંથી શેર ભરવાની સરળતા રહેશે.
(૯) શરુઆતમાં બે કે ત્રણ વર્ષ સુધી આવા ઉદ્યોગ કેન્દ્રો ન નહિ કરે એટલે શેર્સ ઉપર ડીવીડન્ડ તે સમય દરમ્યાન આપી નહિ
Page #152
--------------------------------------------------------------------------
________________
વ્યાપારની વ્યવહારુ યોજના જ
[૧૧૮] શકાય, છતાં તે આપવું હોય તો તેને માટે કૉન્ફરન્સ એક જુદું ફંડ ઊભું કરવું અને તે ફંડના પૈસાના રેકાણમાંથી જે ઉત્પન્ન, નફે કે વ્યાજ આવે તેમાંથી સોસાયટીના શેરહોલ્ડરને ડીવીડન્ડ આપવું.
(૧૦) જે કઈ જૈન કઈ પણ ધંધો, ઉદ્યોગ કે ઉદ્યમ સ્વતંત્ર રીતે ચલાવતા હોય અથવા શરુ કરવા માગતા હોય તેને પૈસાની મદદની જરૂર હોય તો લેન તરીકે ગેરંટી ઉપર પૈસા ધીરી તેવા ધંધાને પણ ઉત્તેજન આપી શકાય અને તેની સાથે એવી શરત કરી શકાય કે ૧. અમુક માણસોને તેણે તાલીમ આપી તૈયાર કરવા, ૨. અમુકને તેના વહીવટમાં કામે લગાડવા, ૩. ધીરેલ પૈસાના વ્યાજ ઉપરાંત નફામાં અમુક હિસ્સો આપવો અને ૪. કન્ફરન્સના કામમાં સાથ આપવો.
પ. દિવસે દિવસે સંજોગો એટલા ઝડપથી પલટાતા જાય છે કે નાના વ્યક્તિગત ધધા બહુ ચાલશે નહિ અને કદાચ ચાલશે તે લાંબો વખત ટકશે નહિ અને કદાચ ટકશે તે વધુ ખીલી શકશે નહિ. યુરેપ, અમેરિકા, ઓસ્ટ્રેલીઆ અને બધા દેશના મોટા મોટા ઉદ્યોગનું ઊંડાણથી અવલોકન કરવાથી ખાત્રી થશે કે નાની મોટી કંપનીઓ, ટ્રસ્ટ, સીન્ડીકેટ કે એસોસીએશન અથવા સહકારી મંડળીઓ ઊભી કરીને જ તેઓએ મોટા મોટા ઉદ્યોગ હાથ ધર્યા છે અને દુનિયાભરના દેશમાં લગભગ સેંકડે અને હજારે ચીજોના બજારે એકહથે હાથ ર્યા છે અને તે દ્વારા પરદેશમાંથી કરેડ અને અબજો રૂપીઆ દર વરસે પિતાના દેશમાં લાવી પિતાના દેશને સમૃદ્ધ કર્યો છે. વેપારી બજારે હાથ કરવા અને હાથ આવેલા કાયમ હાથમાં રાખવા તેઓ અનેક જાતના કાવાદાવા અને પ્રચંડ રાજરમત રમે છે અને તે ખાતર મેટી મેટી લડાઈઓ પણ લડવામાં પાછી પાની કરતા નથી.
કોલંબો જેવા નાના દેશના આયાત વેપારને મેટે હિસ્સો ત્યાંની અર્ધ સરકારી સંસ્થા(કોર્પોરેશન)ના હાથમાં છે, દેશની જરુરી
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
અનુભવવાણી
લગભગ ઘણી વસ્તુએ મોટા પ્રમાણમાં મીજા દેશેામાંથી સીધી ખરીદ કરે છે અને તેના ઉપર અમુક મહેનતાણુ અને ખર્ચ ચડાવીને તે બધા માલ સહકારી નડળીઓને વેચે છે અને તે મડીએના સ્ટારા અને દુકાને મારફતે જાહેર પ્રજાને વેચાય છે. આથી પ્રજાને માલ
સસ્તા મળે છે
લડાઈના સમયમાં ઈરાન જેવા પછાત દેશ જી પેાતાના પ્રતિનિધિઓ મારફતે દરેક દેશમાંથી સીધી ખરીદી કરીને અનેક ચીજો પેાતાની પ્રજાને સસ્તા ભાવે પૂરી પાડતા હતા, હિંદમાંથી ઈરાન સરકારે કરોડાની કિંમતનુ કાપડ, સુતર અને બીજી અનેક ચીજો ખરીદીને પેાતાની પ્રાને ત્યાંના વેપારીઓ મારફત પૂરી પાડી હતી, ત્યાંની સરકાર પાતે વેપાર કરી કમાણી કરતી નહતી.
૬. એટલે જો આપણે બરાબર કામ કરવુ હાય, ધારેલા ઉદ્દેશ ખરેખર પાર પાડવા હાય, સમાજનું ખરું કલ્યાણ ખરેખર કરવું હોય, આખા સમાજનું સાચું સંગઠન કરવું હોય અને જૈનેમાં કૉન્ફ્રન્સની પ્રતિષ્ઠા સચોટ રીતે સ્થાપન કરવી હોય તે એ પ્રથમ જરુરનુ છે કે આ અથવા મીંજી કાઈ વધુ સારી અને વધુ વ્યવહારુ ચેાજના હાય તેને ગંભીરપણે કૉન્ફરન્સના કાર્યવાહકાએ સાથે મળીને વિચાર કરવા જોઇએ, અનેક અનુભવી માણસાના પરિચય સાધવા જોઈએ, આપણા પૈકી જે જે જૈન ઉદ્યોગપતિએ છે તેઓની સલાહ લેવી જોઇએ અને સૌએ સાથે મળીને નિર્ણય કરી કામની શુભ શરુઆત વિના વિલએ કરવી જોઇએ. જો તે કામ કરવા તત્પર થશે તે બધાના તરફથી તેમને જોતા સાથ, સહાય અને સહકાર જરુર મળશે, વાતા કરનારને લેાકેા કદાચ વિરાધ કરે, પણ કામ કરનારને કાઈ વિરાધ નહિ કરે.
Page #154
--------------------------------------------------------------------------
________________
ધંધાનુ ઉત્તમ અને અનુકૂળ ક્ષેત્ર
[ ૧૧૧ ]
( ૨ )
ધંધાનું ઉત્તમ અને અનુકૂળ ક્ષેત્ર
૨. જ્યકાર ભરીમાં વિદેશ ખાતામાં અગ્નિશાળા મણિભારત અને
દુનિયાના દરેક મુખ્ય મુખ્ય દેશ સાથે વેપાર-ધંધા અને રાજદ્વારી સબધા અંગે સંકળાએલા છે. એશિયા, યુરાપ, આફ્રિકા અને અમેરિકાના અમુક દેશમાં ભારતના એલચી ખાતા, ટ્રેડકમિશ્નર, એમ્બેસેડર કે લીગેશન ખાતાની ઑફિસા રાખવામાં આવી છે અને સમય જતાં તે સંખ્યામાં વધારો થતા જશે.
દરેક દેશની ભાષા, રીતરિવાજ, રહેણીકહેણી, ઇતિહાસ, વેપાર અને હુન્નર ઉદ્યોગના ક્ષેત્રો વિવિધ પ્રકારના હાય છે અને તે બધાની માહિતીથી જાણકાર વિદ્યાર્થીએ હાય તેા અને તે ઉપરાંતની બીજી લાયકાતા જે વિદ્યાર્થીઓમાં હોય તેને માટે વિદેશખાતાની નોકરીની સારી તક કાયમ હોય છે, હાલના સમયે તેા જે રાજ્યપ્રકરણી ખાતાના અનુભવી કે નિષ્ણાત હોય અથવા નાણા પ્રકરણ કે વેપાર– ઉદ્યોગના ક્ષેત્રમાં બુદ્ધિશાળી અને આગળ પડતા ગણાતા હોય તેવા માણસાની સરકાર પસંદગી કરે છે, ધીમે ધીમે ઉચ્ચ કેળવણી અને પરીક્ષાના ઉત્તમ પરિણામની ગણત્રી પસ ંદગીના કામમાં ધ્યાનમાં લેવાશે,
તે સાથે પબ્લીક સરવીસ કમીશન ઉમેવારાને મુલાકાત માટે ારુ મેલાવે છે અને પૂછપરછ ઉપરથી પસંદગી કરે છે તેમાં ૧. શરીરના બાંધા, ૨. ચહેરાની પ્રતિભા, ૩. પાષાક, ૪. રીતભાત, ૫. ભાષા, ૬. સભ્યતા, ૭. બુદ્ધિ, ૮. પ્રશ્નોના જવાબના પ્રકાર વિગેરે અનેક બાબતે ગણત્રીમાં લેવાય છે અને તે પછી વધુ મતે ઉમેદવારાની પસંદગી થાય છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
અનુભવ-વાણી
આપણા જૈનાએ પસંદ કરેલુ આજ સુધીનુ ક્ષેત્ર બહુ જ સંકુચિત હતું, કાયા, વૈદક, વેપાર, વિજ્ઞાન અને ઇજનેરી-આટલા જ ક્ષેત્રોમાં આપણા ગ્રેજ્યુએટા નજરે પડે છે, સરકારી નોકરીઓમાં જૈનનું પ્રમાણ માત્ર બિંદુસમાન છે, તેના કારણેામાં ૧. શરમાળ સ્વભાવ, ૨. સાહસ અને હિંમતને અભાવ, ૩. આશાયશવાળા જીવનની ઈચ્છા, ૪. હરિફાઇમાં ઉતરવાની નાહિંમત, પ. પ્રેત્સાહન અને સંગઠનની ઉણપ અને ૬. વિદ્યાર્થી અવસ્થામાં પેાતાના અભ્યાસ સિવાય બીજા બધા ક્ષેત્રો વિષેનુ અજાણપણુ–આ મુખ્ય છે.
વિદેશખાતામાં દાખલ થનાર અમલદાર માટે કેટલા બધા ક્ષેત્રો ખુલ્લા થઈ જાય છે અને સમાજને અને દેશને તે કેટલા ઉપયાગી થઈ પડે છે, તે દરેક માણસ જાણે છે અને સમજે છે. આ ખાતામાં કામ કરનાર પૈસા, પ્રતિષ્ઠા, અનુભવ, એળખાણ, જ્ઞાન અને દૃષ્ટિવિકાસ વિગેરે ઘણું મેળવી શકે છે. આ દિશામાં પ્રવેશ કરવા માટે જુદા જુદા દેશની ભાષાઓનું જ્ઞાન ઘણા અમટ્યા ભાગ ભજવે છે, આપણા વિદ્યાર્થીએ વિદ્યાર્થી અવસ્થામાં આ દિશાના નિર્ણય કરી, તેની ચેાગ્ય માહિતી મેળવી તેમાં આગળ વધવાના સ્વપ્ન અત્યારથી સેવે, એ માટેની લાયકાત કેળવે, સંસ્થાએ તેમાં માર્ગદર્શન આપે અને આગેવાને મદદ અને સહકાર આપે તેા હવે પછીના પાંચ વર્ષીમાં ૨૫/૫૦ આપણા બુદ્ધિશાળી વિદ્યાર્થીએ સરકારી જુદા જુદા ક્ષેત્રોમાં અવશ્ય સ્થાન મેળવી શકે, તેમાં શકાને સ્થાન નથી.
Page #156
--------------------------------------------------------------------------
________________
ગામડામાં રાજી માટે શું થઈ શકે ?
( ૩ )
ગામડામાં રાજી માટે શુ થઇ શકે ?
[ ૧૨૩ ]
જી મળી શકે એવા કામેામાં નીચેના સહેલાઇથી થઈ શકે
, તેવા કામેા ગણાવી શકાય.
૧. સુતર કામ :
૧. સુતરના
કાકડીએ ભરવાનું.
દ્વારાના દડા, દડી, કાળકીઓ, પેચકા,
૨. સુતરની દોરીએ બનાવવાનું, ઘેરડાં વિ. વળથી બનાવાય અને ગુંથીને બનાવાય.
૩. સુતરની દોરીઓની ગુંથીને જાળી બનાવાય, આ જાળીના દ– તર, હીંચકા રમવાની નેટ, ટેબલ કલાથ વિગેરે બની શકે અને બારીબારણામાંથી ચકલા, કાગડા, પારેવા, વિગેરે પક્ષીઓ ન આવી શકે તે માટે ઉપયેાગમાં લઈ શકાય.
૪. પાટી વિનાના ખાટલાને ઊભા મૂકીને ઉપર નીચે સુતરની દોરીઓને તાણાના રૂપમાં બાંધીને પછી રંગબેરંગી વેસ્ટના સુતરના લુમખાને ગાંઠ બાંધીને કાતરી નાખવામાં આવે છે, આ રીતે નાના મોટા ગાલીચા, આસનીયા અને પથરણાં બની શકે છે.
૫. સુતરનું વેસ્ટ લાવી તેમાંથી મીડીમાં વપરાતી સુતરની ઘડીએ, કાળકીઓ બનાવી શકાય છે.
૬. સુતરના જોતરાં, રાંઢવા અને બીજી ગામડાના ઉપયોગની ચીજો પણ બની શકે તેમજ ખાટલાની પાટી, ગુ ંથેલી નાડીઓ વિગેરે પણ બની શકે.
Page #157
--------------------------------------------------------------------------
________________
[૧૨૪]
અનુભવવાથી
૭. સુતરના નાના મોટા બટને પણ હાથથી બનાવીને મોટા પ્રમાણમાં વેચાય છે.
૨, ભરત કામ :
સૌરાષ્ટ્રના જે જે ગામમાં સિંધી નિરાશ્રિત બહેને મોટી સંખ્યામાં વસે છે તેઓ દરરોજ નિયમિત ઘરકામ કરવા ઉપરાંત ચારથી છ કલાક ભરતકામ કરીને રોજની એક રૂપીઆથી ત્રણ રૂપિીઆની કમાણી કરી શકે છે, ભરેલા ચણીયા, સાડીઓ, ટેબલ કલોથ, ચાદરે, ગલેપ, ચોળીપલકા અને બીજી અનેક ચીજો બનાવીને વેચે છે.
૩. સીલાઈ કામ :
૧. આ કામ તો દરેક ઘરમાં દરેક સ્ત્રી અને કન્યાએ ફરજીયાત શીખી લેવું જોઈએ. કપડાને શેખ, વપરાશ અને ફેશન દિનપ્રતિદિન કેટલા વધે છે તે સૌના અનુભવની વાત છે. ઘરનું સીલાઈ કામ કરે તો પણ તેટલા પૈસાને બચાવ થાય અને બહારનું કામ કરે તો ગુજરાન પણ નીકળે. આ કામ કરીને માસિક રૂ. ૩૦ થી ૭૫ સહેલાઈથી સ્વતંત્ર રીતે મેળવી શકાય. શ્રીમંત કુટુંબની દીકરીઓના આણાં કે કરીયાવરના કે લગ્નના કપડાં શીવવાનું કામ કરે તે રૂ. ૨૦૦૩૦૦ ની મજૂરી મળે. - ૨. હાથંકામની સારી સીલાઈના કપડાંની મજૂરી દેઢી અને બમણી મળે છે, આ કામ બહેને શા માટે ન શીખે ?
૩. તૈયાર શીલા કપડાંને વપરાશ રેજ વધતું જાય છે. આ કામ જથ્થાબંધ પણ થઈ શકે છે અને આ કામ ચાલુ શીખાઉ બહેનને રેજીનું સારું સાધન પૂરું પાડી શકે.
૪. જૂનાં કપડા ભેગા કરી તેને સાંધી સમારીને વેચી નાખવામાં આવે તે ગરીબ ઘરાકોને તે આશીર્વાદ સમાન થઈ પડે. જરીપુરાણી
Page #158
--------------------------------------------------------------------------
________________
ગામડામાં રેજી માટે શું થઈ શકે? જ
[૧૨૫]
વસ્તુનું કામ કરનાર ફેરિયાઓ રોજના બે ત્રણ રૂપિયા સહેલાઈથી કમાઈ શકે છે,
૪. રંગવાનું, છાપવાનું તથા બાંધણીનું કામ:–
આજકાલ શહેરમાં અને ગામડામાં, ભણેલા અને અભણમાં, સુધરેલા અને ગામડીયામાં સ્ત્રીઓના પહેરવેશમાં રંગીન, ભાતીગળ અને છાપેલા કપડાંને શેખ બહુ વધે છે. મુંબઈ જેવા શહેરમાં સ્ત્રીઓ એક સુતરાઉ સાડલાની છપાઈના ૧૦ થી ૧૫ રૂપીઆ આપે છે તે ઘણા જાણતાં પણ નહિ હોય. આ કામ ગામડામાં ભાવસાર, ખત્રીઓ, છીપાઓ અને રંગારાઓ ઘણું કરે છે, રાજદરબારમાં અને કાઠીઓની ડેલીઓમાં અવનવી તરેહની છાપ અને ભાતવાળી જાજ, લાલ કે પીળી શેતરંજીઓ કેટલી કળાત્મક અને આકર્ષક હોય છે ! લગ્ન અને સારા પ્રસંગોમાં હજુ પણ બાંધણી અને ઘરાળાનો અપાર મહિમા હોય છે. ભરવાડ અને રબારીઓમાં, કાઠી ગરાસીયાની બાઈઓમાં બાંધણીના છાપેલાં કે રંગેલા કપડા પહેરવેશ ચાલુ જ છે. ઘર વપરાશના રંગ ઉડી ગએલાં કપડાં પણ ફરીને નવા જેવા બનાવી શકાય છે અને નવા તરીકે ઉપગમાં લઈ શકાય છે.
પ. દવાઓ અને તૈયાર ખાદ્ય પદાર્થો –
ગામડાઓમાં આવળ, આકડો, બાવળ, થોર, કુમાર વિગેરે અનેક જાતની વનસ્પતિ ઢગલાબંધ થાય છે. આમાંની ઘણય ઔષધિઓ તરીકે રંગાટ કામમાં કે બીજા અનેક ઉપયોગમાં આવે છે. મુંબઈ જેવા મોટા શહેરમાં વૈદ કે ગાંધીઓ અનેક જાતની વનસ્પતિનાં પાન, ડાંખળા, ફૂલ, ફળ, છાલ અને મૂળીયા વગેરે વેચે છે અને તેના કેટલા દામ લે છે? આ બધી ચીજે ગામડામાંથી જ શહેરમાં આવે છે, આ બધી ચીજોની ઓળખ, પારખ, ઉપયોગ અને નિકાસની સમજ હોય છે તેમાંથી ગામડાના લેકે સારી એવી કમાણી કરી શકે.
Page #159
--------------------------------------------------------------------------
________________
*
* *
[૧૬]
અનુભવ-વાણ તે ઉપરાંત ઘરગથ્થુ ઔષધીઓ, ખાંડેલા મસાલા, અથાણાં, મુરબ્બાઓ, ચટણી, શાકભાજીની સુકવણી, પાપડ, શેવ, વડી વિગેરે અનેક વસ્તુઓ ગામડાઓમાં ઓછી મજૂરીએ બહુ મોટા પ્રમાણમાં તૈયાર થઈ શકે.
૬, રમકડાં -
ભારતની જનસંખ્યામાં મોટું પ્રમાણુ બચ્ચાંઓ અને બાળકોનું હોય છે, અને બધા બાળકોને રમકડાંને કુદરતી શેખ હોય છે. રમકડાં અનેક જાતના અને અનેક ચીજોમાંથી બની શકે છે. કપડાંની કાપલીઓ, લાકડાને હેર, કાગળ, ભાટી, પૂઠા, રેતી, છીપ, શંખલા, કડી, કાંચલી, કાથો, ૩, રબર, પ્લાસ્ટીક, પતરું, વાળો, બેકેલાઈટ, કચકડું, ઘાસ, બસ, ખજુરી, શીંગડા, ચામડું, એવી અનેક ચીજોમાંથી અનેક જાતના રમકડાં અને ઘર વપરાશની ચીજો બનાવી શકાય છે અને તેમાંની ઘણી કાચી જણશે ગામડાંઓમાં પ્રાપ્ય હોય છે. ઘણી ચીજો તે નકામી ફેકી દેવા જેવી વસ્તુઓમાંથી બનાવીને તેમાંથી માણસે રેજ મેળવે છે અને ગુજરાન ચલાવે છે.
૭. પરચુરણ કામ:
૧. ધૂપલ અને સુગંધી તેલ, કાજળ, સુર, અગરબત્તી, કાગળ અને કપડાંની કોથળીઓ, નાડ, વીંટીઓ, બંગડીઓ, ખાટલાની પાટી વગેરે ઘણું વસ્તુઓ ગૃહદ્યોગ તરીકે ઘેરબેઠા બહેન અને ભાઈઓ ફુરસદના સમયમાં બનાવી શકે.
૨. આ ઉપરાંત મજૂરીના પણ ઘણું કામ ગામડામાં મળી શકે, શીંગે કે કાલા ફલવાનું, રૂ તથા ઉન કાંતવાનું, રજઈ કે ગોદડા ભરવાનું અને શીવવાનું, કઠોળની દાળ બનાવવાનું, ખાંડવા કે ભરડવાનું અને ગામડાઓમાં જે જે બીજા કામે મોસમને વખતે નીકળતા હોય તે કામ કરવા જેઓ તત્પર હોય છે તેઓને કામ જરૂર મળી
Page #160
--------------------------------------------------------------------------
________________
ગામડામાં રેજી માટે શું થઈ શકે? A
[૧૨૭] રહે છે. કામ કરવાની તત્પરતા હોવી જોઈએ અને શ્રમયજ્ઞનો મહિમા શીખવો જોઈએ.
ઉપર તે ફક્ત સામાન્ય ચાલું કામકાજને નિર્દેશ કરે છે. આ બધા કામે સ્ત્રીઓ, પુરુ, બાળકે સૌ કોઈ કરી શકે અને શીખી શકે તેમ છે, પણ ખોટી શરમ, મોટાઈને ડોળ, કામની કાયરતા કે આળસ જ જે આપણામાં ભર્યા હોય તે આપણું ઉદ્ધારને કોઈ રસ્તો કે ઈલાજ નથી. ગરીબ કે શ્રીમંત સૌએ સંગ પ્રમાણે શ્રમ કરવો જ જોઈએ. ગરીબાઈ એ ગુન્હ નથી, નિર્ધનતા છુપાવવી તેમાં મહાન પાપ છે, દંભીને દયા કે મદદ માંગવાને અધિકાર નથી, આળસુને વિના મહેનતે સહાય આપવી તે પણ એક પ્રકારનો સમાજદ્રોહ છે, કેમકે તેનાથી સમાજની અવદશા થાય છે, એટલે દાનવીરે અને જાહેર કાર્યકરોએ ખાસ એ જોવાનું રહે છે કે સહાય એ રીતે અને એવા માણસને આપવી કે જે થોડા સમય આપવાથી તે માણસે કાયમને માટે જાતમહેનતથી કામધંધે કે મજૂરી કરી છે કમાઈ શકે અને સ્વાશ્રયી બને. ૮. દેજના પાર પાડવા માટે શું શું કરવું જોઈએ?
૧. જે જે સેવાભાવી આજીવન કાર્યકરે હોય તેઓના મધ્યસ્થ મંડળે (સેવા સંઘે) આખી જનાને સર્વાગે અને સર્વાશે તપાસી જઈને છેવટનું યોજનાનું સ્વરૂપ નક્કી કરીને પછી તેને અમલ અને પ્રચાર કરવા માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે પગપાળા મુસાફરી કરવી જોઈએ અને પ્રત્યેક ગામમાં બેચાર ઉત્સાહી યુવકેની સ્થાનિક સમિતિ નીમવી જોઈએ અને સ્થાનિક સંજોગોમાં કેટલા કુટુંબ મદદને લાયક છે અને તેઓને સ્થાનિકમાં કયું કર્યું કામ શીખવીને કમાતા કરી શકાય તેમ છે તે પ્રત્યક્ષ નિરીક્ષણ અને ચર્ચા કરી નક્કી કરવું જોઈએ. આ રીતે સમસ્ત સૌરાષ્ટ્રનું વસ્તીપત્રક અને સ્થિતિ પત્રક તૈયાર કરવું જોઈએ. આ કામ માટે વરસને સમય પૂરો થશે.
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
અનુભવ-વાણી
૨. સ્થાનિક ગામ, તાલુકા, જીલ્લા કે પ્રાંત જેટલી રકમ સ્થાનિક ભેગી કરે અને દર સાલ ધધાની તાલીમમાં કે ધંધાના ઉત્તેજન માટે ખરચે તેમાં પચાસ ટકાના ફાળા મધ્યસ્થ સંસ્થા તરફથી આપવે. દરેક ગામની પ્રવૃત્તિ સ્થાનિક કાર્યકરોની સ્થાનિક સમિતિ સંભાળે અને તેને અહેવાલ તથા હિસાબ મધ્યસ્થને માકલે. આવી બધી સમિતિએ મધ્યસ્થ સંસ્થા સાથે સંકળાએલી હોવી જોઇએ અને તેની શાખા તરીકે કામ કરતી હોવી જોઇએ.
*
૩. કાકા એવા પસંદ કરવા જોઇએ કે જેએ જ્ઞાતિની પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક, જાહેર અને રાજદ્વારી પ્રવ્રુત્તિએમાં રસ પણ લેતા હાય, જ્ઞાતિજન તરીકે રસ લે તે જરૂરતું છે, પણ તેને લઈને સંકુચિત મનેાદશા આવવી ન જોઇએ. પ્રજા અને રાષ્ટ્રના આપણે આંગ છીએ અને વિશાળ ક્ષેત્રમાં આપણા ભાઇએ જેટલા વધુ આગળ પડશે તેટલા આપણને વધુ લાભ થશે અને તેમાં જ્ઞાતિનું પણ ગૌરવ વધશે.
૪. પ્રત્યેક સ્થળે જ્યાં જ્યાં ઉદ્યોગ કે કામકાજ શરૂ થાય તેને યત્રા, સાધનો કે કાચા માલે પૂરા પાડવા માટે અને તેએએ તૈયાર કરેલા માલનું વેચાણ કરવા માટે એક ધંધાદારી સંસ્થા અલગ હોવી જોઇએ; જે પૈસા ઊભા કરવા માટે અને માલની ખરીદી વેચાણ માટે ઉપયોગી થાય. આને માટે એક મધ્યસ્થ સહકારી મંડળી સ્થાપવી જોઇએ. દશ દશ રૂપીઆના શે કાઢી રૂપીઆ એક લાખ, અને બની શકે તે વધુ રકમની થાપણથી આ સંસ્થા ઊભી કરવી. માત્ર પરમાની દ્રષ્ટિથી નહિ પરંતુ ધંધાદારી રીતે જ આ સંસ્થા કામ કરે, સારા નફા કરે, શેનું વ્યાજખી વ્યાજ પણ આપે, અનેક યુવાને ધંધાદારી તાલીમ આપી તૈયાર કરે, હુન્નરઉદ્યોગ સ્થાપે, માલ ઉત્પન્ન કરે અને વેચે અને સંગઠન સાથે; નફામાંથી ગરીબેને મદદ, કેળવણીને ઉત્તેજન, ધંધાદારી શિક્ષણ અને માંદા માટે સારવારની સગવડ—આ બધું કામ તે કરી શકે. જ્ઞાતિની વાડી વગેરે જે કાંઇ કરવું હોય તે બધું આ સસ્થા
Page #162
--------------------------------------------------------------------------
________________
આદર્શ સમાજરચના
[ ૧૨૯ ]
કાયદેસર કરી શકે છે. ભવિષ્યમાં આ સંસ્થા જ જ્ઞાતિનું સાચું સંગઠન સાધી શકશે, પરિષદને શક્ય બનાવશે, એક સરખા ધારાધોરણે અને સાદા રીતરિવાજેનો અમલ કરાવી શકશે અને ધીમે ધીમે જ્ઞાતિને ઉત્કર્ષ કરી શકશે. આ સ્વપ્ન કે હવાઈ કિલ્લા નથી. મનના તરંગ નથી કે કપેલી કલ્પના નથી, પરંતુ અનુભવની એરણ ઉપર ઘડાએલી નક્કર હકીકત છે અને અનુભવથી સિદ્ધ કરેલી બાબત છે. તેમાં સાહસ કે જોખમ નથી. માત્ર સૌમાં શ્રદ્ધા, એકનિષ્ઠા, સહકાર, સંગઠન અને કાર્યને સફળ બનાવવાની ભાવના હોવી જોઈએ. એટલે સાચા કાર્યકરે નીકળે તે જ કાર્ય થઈ શકે; અને સોની ભાવના અને લાગણી હોય તે જ કાર્ય સફળ થાય તે અફર સત્ય છે. પૂજ્ય મહાત્માજીએ પોતાના આદર્શો મક્કમતાપૂર્વક અમલમાં મૂકી તેમાં સુંદર પરિણામો જગતની સમક્ષ સાબિત કરી બતાવ્યા છે.
વેપારી આલમ માટે આદર્શ સમાજરચના રમા પણે વેપારી કોમ છીએ એટલે બાળકોને બાળપણથી
છે વેપારી તરીકેના સંસ્કાર કેમ પાડવા અને તાલીમ કેવી આપવી તે દરેક માબાપે જાણવાની જરૂર છે.
માબાપના સંસ્કાર અમુક અંશે બાળકમાં જન્મથી જ આવે છે. જન્મ બાદ બાળકના ઉછેર, આદત, વાતાવરણ અને સંસ્કાર એની અસર સઉથી વધુ પડે છે; માટે તેના ઉપર બહુ જ કાળજી રાખવાની જરૂર છે. બાળક પો પડ્યો રમ્યા કરે અને રડે નહી તથા હીંચોળ્યા સિવાય એમ ને એમ પથારીમાં સૂઈ જાય એ ટેવથી તેને સ્વભાવ આનંદી થશે અને પ્રકૃતિ શાંત બનશે. નિયમિત સમયે ખોરાક આપવાની.
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
અનુભવ-ક્ષણી
કુદરતી હાજતે જવાની કે સમયસર સુવાની ટેવ પાડવાથી તે નિયમિત અને તંદુરસ્ત થશે. લાડ લડાવવાથી તે બગડશે, માર મારવાથી જડ થશે, ડરાવવાથી બીકણુ થશે, રડાવવાથી કજીયાળા થશે વધુ ખવડાવવાથી અકરાંતીયા અને રાગી થશે, ક્રોધથી ક્રોધી, રીસથી રીસાળ, અભિમાનથી ગીંષ્ટ, દ્વેષથી દ્વેષીલા અને લાભથી લાભી થશે. પણ જો તેને સારે। અને સંસ્કારી બનાવવા હોય તે તેના પ્રત્યે અને તેની હાજરીમાં માબાપ અને સહુ કુટુંબીજનોનું વર્તન સારું, વિનયી અને માન તથા પ્રેમયુક્ત હાવું જરૂરનુ છે.
તેના નિત્ય જીવનમાં તેને નિયમિત દ્રઢનિશ્ચયી, સ્વાશ્રયી અને સદાચારી બનાવવા પૂરતી કાળજી રાખવી, તેની બહુ આળપંપાળ ન કરવી, પડે આખડે કે વાગે તેા હીંમત આપવી, શરીરને ખડતલ બનાવવું, કસરત, કામ અને સાહસ કરવાની તાલીમ આપવી, બધું કામ જાતે કરવાની ટેવ પાડવી. ગમે તેવું ખાવાનું, પહેરવાનું કે સૂવાનુ હોય તા પણ ચલાવી લેતા શીખવવુ. બુદ્ધિ અને મન તથા વાણીના વિકાસ માટે વાર્તાઓ કહેવી. હાલરડા કે ગીતા સંભળાવવા અને ગાતા શીખવવું. આંખ, કાન અને વાચાવડે શિક્ષણ આપી શક્તિએ ખીલવવા, કુદરતી સૌંદર્યાં, પશુપક્ષીના નામ, જીવજંતુના રાત્રીસમયના ગુંજારવ વિગેરેમાં રસ લેતા કરવા; શાળાના શિક્ષણમાં સારું વાંચતા, લખતા ખેલતા અને ગાતા શીખવવુ, સુંદર અક્ષર લખતા શીખવવું, ગણિત અને હિસાબનું ખાસ જ્ઞાન આપવુ કેમકે વેપારમાં તે બધાની બહુ જ જરૂર પડે છે. નામુ, પત્રવ્યવહાર વ. સારું આવડે તે વેપારમાં સફળતા સારી મળે છે.
માનસિક શક્તિ ખીલવવામાં નિરીક્ષણ, વાંચન, ચર્ચા, તર્કવિતર્ક, સંકાસમાધાન અને ગમે ત્યાંથી શીખવાનું મળે તેા શીખવાની અને અનુભવ લેવાની તાલાવેલી રાખવી જોઇએ. અનિશ્ચિતપણું, શંકાશીલ પ્રકૃતિ, ડરપેાકપણુ કે શરમાળપણું શક્તિના વિકાસ રૂંધે છે. જ્યારે સાહસિકવૃત્તિ, આતપ્રાતપણું, તમન્ના, હીંમત અને અડગનિશ્ચય એ
Page #164
--------------------------------------------------------------------------
________________
આદશ 'સમાજરચના
[૧૩] ઉન્નતિ સાધવા માટે બહુ જરૂરના છે. વેપારીને ક્રોધ કે રીસ, કડવી ભાષા કે જીદ, મેટાઈ કે અભિમાન, જરાપણ ન પાલવે, સહુની સાથે સારાસારી રાખવી, ભાષા મધુર અને વિવેકી જોઇએ, વર્તન વિચારપૂર્વકનું જોઈએ, આળસ કે ઈર્ષ્યા બીલકુલ ન જોઈએ, સમયસૂચક્તા અને દીર્ઘદ્રષ્ટિ ખાસ જોઈએ. ગમ ખાતા અને ખામોશ રહેતા આવડવું જોઈએ અને કદીપણ ફુલણજી ન બનવું જોઈએ-ફતેહમંદ વેપારી બનવા માટે અને ધન કમાવા માટે આટલી યોગ્યતા ખાસ જરૂરી છે.
આદર્શ વેપારી અને આદર્શ ગૃહસ્થ બનવા માટે એ ખાસ જરૂરનું છે કે ધંધાદારી તાલીમ અને કુનેહ હોવા જોઈએ. ઘરાકોને રાજી રાખી તેમની સાથે મીઠાશભર્યું વર્તન રાખવું જોઈએ. નાના વેપારીઓ ઉપર રહેમ રાખી તેઓને ધંધામાં ઉત્તેજન આપવું અને બધાનું સંગઠન સાધી તેઓ સહુના પોતે નાયક બની ધંધાની ખીલવણી કરવી અને વેપાર વધારે, ધંધામાં આંટ અને આબરૂ તથા વચન અને કબૂલાતની સહુથી વધુ કીમત છે. આદર્શ વેપારીએ જેમ સારું કમાવાનું છે, તે રીતે કોઈને મદદ કરવાનું, દુઃખીને દાન કરવાનું, મુંઝાએલાને બચાવી લેવાનું, અને સાર્વજનિક લોકહિતના કામમાં મોખરે રહી નેતાગીરી લેવાનું પણ તેટલું જ જરૂરનું છે. તેવી જ રીતે રાજ્યદ્વારી ક્ષેત્રમાં, હુન્નરઉદ્યોગમાં, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં સક્રિય ભાગ લઈ ઉત્તમ નાગરિક અને આદર્શ શહેરી બનવાની પણ જરૂર નથી એમ નહીં. પોતે જેમ પરદુઃખભંજન જીવન જીવ્યા હેય તેમ પોતાના આપત્તિકાળમાં બીજાઓની સહાય તેમને પિતાને પણ ચક્કસ મળી રહેશે. સારા સમયે સારું વાવ્યું હશે તે દુઃખના સમયે તે અવશ્ય ઉપયોગી થયા વિના રહેશે જ નહી, વ્યવહાર અને વેપારના ક્ષેત્રમાં અગ્રપદ પ્રાપ્ત કર્યું હોય તેની સાથે ક્ષેત્રમાં પણ જે મોખરે રહી શકે તે સેના અને સુગંધને સારે સુમેળ સાધ્યો કહેવાય. ઉત્તમ કેટીનું જીવન જીવતા હોય તો આખો સમાજ સ્વર્ગીય સુખ ભગવતે હેય. આદર્શ સમાજરચના આના કરતાં વિશેષ શું હોઈ શકે?
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
*
અનુભવ-ભાણી
( ૫ )
ધંધામાં વધુ મહત્ત્વનું શું ?
ધન, કામ, અનુભવ કે ગણતરી ?
રત ખેતીપ્રધાન દેશ છે, શહેશ કરતાં ગામડાની સ’ખ્યા
છે,
પણ બહુ મોટી છે, શહેરાની ધંધાદારી કે ઔદ્યોગિક સમૃદ્ધિ અને જાહેાજલાલી ગામડાઓ અને ગ્રામ્ય પ્રજા ઉપર નિર્ભર છે. જો ગ્રામ્ય જનતા આબાદ હશે. તેા જ દેશના વેપારધંધા, હુન્નર ઉદ્યોગ કે વિકાસ ટકી રહેશે, માટે જ પ્રજાએ અને સરકારે ગામડાઓને ઉત્કર્ષી સૌથી વધુ સાધવાની ખાસ જરુર છે.
પેાતાના વતનમાં રહી ખેતી, વેપાર કે કામવધા કરવા અને ઘર આંગણે શાંતિથી અને સતાષથી જીવન જીવવું આ આપણા આદર્શો હતા, પરંતુ સ ંજોગોએ તે પરિસ્થિતિમાં બહુ જ મોટું પરિવન કર્યું. અને સૌ કાઈ ખાસ કરીને બુદ્ધિશાળી, સાહસિક અને મજૂર વર્ગ શહેરા પ્રત્યે આકર્ષાયા, ગામડામાં શિક્ષણના પ્રશ્નધ જોઇએ તેવા અને જોઇએ તેટલા કરવામાં રાજ્યસત્તાએ દુર્લક્ષ કર્યું, વેટને ત્રાસ વધુ પડતા વધી ગયા, સરકારી નોકરાની કનડગત બહુ વધી, નાણાંની અને જિંદગીની સલામતી રહી નહી. સ્થાનિક વેપાર ધંધા કે ઉદ્યોગાને ઉત્તેજન મળ્યું નહીં, બુદ્ધિશાળી અને શક્તિશાળી માણસા માટે ઉદ્યમના ક્ષેત્રોના અભાવ થયે, સ્ત્રી–મર્યાદાની સલામતી રહી નહીં, દેશી રજવાડામાં રાજવીએ અને રાજકુટુંબના માણસા મોટા ભાગે દુ॰સની, દારૂડીઆ અને એશઆરામી બનવા લાગ્યા એટલે તેના ત્રાસમાંથી સહીસલામત બચવા અનેક કુંટુબેએ વતનના ત્યાગ કરી શહેરમાં વસવાટ કર્યાં અને જેને જે ફાવ્યા તે કામધંધા શહેરામાં શરૂ કર્યાં. એક વખત શહેરી જીવન તરફ આકĆણુ થયું અને તેને અનુભવ કર્યાં, એટલે ગામડાંનું જીવન અને વતનના માહ આછા થયા. મેટા
Page #166
--------------------------------------------------------------------------
________________
ધામાં વધુ મહત્ત્વનું શું?
[ ૧૩૩] શહેરમાં મેટી જનસંખ્યા આજે એવી છે કે જેઓ કેટલીએ પેઢીઓથી શહેરમાં વસે છે અને જેઓને વતન સાથે કશો સંબંધ રહ્યો નથી, અથવા શેડોઘણે સંબંધ રહ્યો હોય તો તે સગાવહાલાં વતનમાં રહેતા હોય કે બાપદાદાની કાંઈ જમીન-જાગીર હોય અથવા કુળદેવી કે સ્થાનિક સંબંધી કર કરવાના હોય તે તેટલા પૂરત બે ચાર દિવસ જઈ આવવા પૂરતો જ હોય છે. આ અને આવા અનેકવિધ કારણોને લીધે ગામડાં ક્ષીણ થયાં, ઘસાઈ ગયા, વસતી ઓછી થઈ ગઈ અને આખરે ઉજ્જડ વેરાન, નિદ્માણ અને પાયમાલ થઈ ગયા.
હવે સમય અને સંજોગે એવા આવ્યા છે કે પ્રજાના નાયકે અને રાજ્યસત્તા સમજે, વિચારે અને લાભાલાભની દષ્ટિએ નિર્ણય કરે કે ભારતને સાચે ઉદ્ધાર અને સર્વાગી વિકાસ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં સાધો હોય તે હાલ તુરત પાંચ કે દસ વર્ષ સુધી બધી પ્રવૃત્તિઓ ગામડામાં જ શરૂ કરવી જોઈએ અને તેના ઉપર બધું લક્ષ કેન્દ્રિત કરી તેને મક્કમતાપૂર્વક અમલ કરવો જોઈએ. ગામડાના હવાપાણીથી શરીરસ્વાથ્ય અને માનસિક શાંતિ સારી રહેશે, ઓછા ખરચે જીવન ગુજારે થશે; સંસ્થાઓ માટે જમીને કે મકાને ઓછા ખર્ચે થઈ શકશે. શહેરી જીવનના ખોટા અને નુકશાનકારક આકર્ષણ ગામડામાં ન મળવાથી જીવન અને રહેણીકરણ સાદા અને ઓછા ખર્ચાળ રહેશે અને જીવન સાદું તથા સંતોષી રહેશે.
એટલે જે ગામડામાં કે ગ્રામ્યપ્રદેશમાં ૧. શિક્ષણની સંસ્થાઓ, ૨. નાના ગૃહઉદ્યોગે અથવા ઔદ્યોગિક સંસ્થાઓ, ૩. કારખાનાઓ, ૪. સામાજિક સેવાની સંસ્થાઓ, ૫. તાલીમ વર્ગો વિગેરે બોલવામાં આવે તે ઓછા ખર્ચે વધુ સંખ્યામાં બહુ જ શાંતિથી જનતાને તૈયાર કરી શકાય અને પાંચ વર્ષની આખરે આખી પ્રથાનું એવું સુંદર ઘડતર કરી શકાય કે જેથી દેશ બધી રીતે સમૃદ્ધ બને અને જગતની અન્ય આગળ પડતી પ્રજાઓમાં તેની ગણના થાય. આ પ્રશ્ન આખી પ્રજાએ વિચારવાની અને તેને અમલ કરવાની જરૂર છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
અનુભવ-વાણી દરેક માણસ ગમે તે કક્ષાનો કે વર્ગને હોય, પરંતુ તેના જીવનનું સૌથી પહેલું ધ્યેય કામ કરી ધન કમાવાનું અને તે દ્વારા કુટુંબનું પાલનપોષણ કરવાનું હોય છે. ધંધા કે કમાણમાં સમયના સંજોગોના પ્રમાણમાં ભરતી ઓટ આવ્યા કરે છે, પરંતુ તે બધામાંથી સાંગોપાંગ પાર કેમ ઉતરવું તેની આવડત કે તાલીમ જોઈએ છે. આજે શિક્ષણ અને તેનું પ્રમાણ વધ્યાં છે છતાં ભણેલાઓ માટે નોકરી કે ધંધાને પ્રશ્ન પણ એટલે જ જટીલ અને વિકટ બને છે. આ પ્રશ્નો ઉકેલ સરકાર કે પ્રજા સહેલાઈથી કરી શકતા નથી, ગમે તેટલી નોકરી શોધી આપવાના ખાતા ખોલવામાં આવે તે પણ બેકારની સંખ્યા ઘટવાને બદલે વધતી જ જાય છે, આનું ખરું કારણ એ છે કે નવા ઉમેદવારને ધંધાદારી કે નોકરીની તાલીમ, શિક્ષણ કે અનુભવ આપવાનું કામ કઈ સંસ્થા કરતી નથી, અને નોકરીએ રહેવા આવનાર નવા માણસ માટે પ્રથમ પ્રશ્ન એ પૂછાય છે કે અનુભવ શું છે અને કેટલા વર્ષને છે, આને જવાબ શુન્ય કે નકારમાં હોય છે, એટલે નવા બીનઅનુભવીને કઈ આવકારતું નથી. આ માટે સરકારે કરવેરાના બોજ વધારવાને બદલે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે દરેક ધંધાદારી દુકાન, સંસ્થા, પેઢી કે કારખાનામાં એ પ્રબંધ હોવો જોઈએ કે તે દરેક અમુક સંખ્યામાં વગર પગારે કામ કરવાવાળા ઉમેદવારે રાખી તેઓને ધંધાદારી તાલીમ આપવી જોઈએ અને ત્રણ કે છ મહિના પછી તેઓની પરીક્ષા લઈ ગ્યતાના પ્રમાણમાં અમુક પગાર કરી આપવો જોઈએ, અથવા આવી વ્યવહાર તાલીમ અને શિક્ષણ આપવા માટે ધંધાદારી સંસ્થાઓ હેવી જોઈએ. અનુભવીઓનું કહેવું યથાર્થ છે કે ધંધામાં ધન કરતાં કામનો અનુભવ, આવડત અને ગણતરી સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સરકાર આ પ્રબંધ કરે એમ આપણે સૌ ઈછીએ.
Page #168
--------------------------------------------------------------------------
________________
વેપારીઓએ શીખવાને એધપાઠ
( ૬ ) મદીમાંથી વેપારીઓએ શીખવાના મેધપાઠ
આ
જે જગતભરના દેશોમાં ઘણા વેપાર-ધંધામાં મંદીનુ એકાએક અચાનક મેાજી કરી વળ્યું છે. તેની અસર દરેકના જીવનને એા વધુ પ્રમાણમાં સ્પ` કર્યા વિના રહી નથી. આના કારણેાની ચર્ચા એ શેાધ કરવા કરતાં આમાંથી વેપારીઓએ શુ માધપાઠ શીખવે જોઇએ તે વધુ જરૂરનું છે. કેમકે ‘જાગ્યા ત્યારથી સવાર,” અને ‘ વાર્યા ન સુધર્યા તે હવે હાર્યા સુધરીએ.’ તા પણ હવે પછીનું વેપારી જીવન કેવું જીવવુ તેના નિર્ણય કરી અમલ કરશું તે ફરીને પગભર થઈ શકાશે.
((
[ ૧૩૫ ]
અનુભવ એ સઉથી ઉત્તમ શાળા અને સુંદર શિક્ષણ છે. લડાઇની ઉથલપાથલના ચિત્રવિચિત્ર પરિણામે સમે અનુભવ્યા અને તેજીમદીના અનેક રંગો પણ જોયા. લાખો કમાયા અને હુન્દ્રા ખરચ્યા. કરાડાના વેપાર કર્યા અને અબજોના આંકડાના હિસાબ ગણ્યા. ઘણા ન કરવાના કામે કર્યાં અને કરવા લાયક કામેાને તુચ્છકાર્યાં. તયાર માલ લેવામાં અને વેચવામાં પઈસાના સાધનના પ્રમાણમાં વેપારી વેપાર કરે છે. બહુ સાહસિક વેપારી હોય તેા પણસાની સગવડ એ કા, શરાફા કે દલાલો મારફત દૂંડી દ્વારા કરીને મોટા પ્રમાણમાં વેપાર કરી શકે છે. કેટલાક વેપારીએ ગમે તેટલે માલ લેવાની હીંમત કરે છે અને માલ લાવીને બીજી બાજુથી પીબજારે નફા કે નુકશાનીથી માલનુ વેચાણ કરવા માંડે છે અને નક્કી કરેલ મુદ્દતમાં માલ ખલાસ કરે છે. કેટલાક વેપારીએ જેએ બહુ લાભી હોય છે. તેઓને મનમાનતા નફા મળે તેા જ માલ વેચે છે અને નહી તેા માલ પકડી રાખે છે. કેટલાક ગણતરીબાજ વેપારીએ હોય તે માલની પડતર કીંમત શું થાય છે, માલના જથ્થા બજારમાં કેટલે કાની કેાની પાસે છે, અને શું ભાવે તે વેચે છે, તથા ખીજો માલ બજારમાં શું ભાવના આવે તેમ છે
Page #169
--------------------------------------------------------------------------
________________
[૧૩૬ ]
અનુભવ-વાણી
અને ઘરાકી કયારે કેટલી અને કયા દેશાવરની નીકળે તેમ છે, તે બધાની ગણતરી કરીને વેપાર કરે છે. કેટલાક દેવાળીયા વેપારી ગમે તે ભાવે ગમે તે માલ ખરીદ કરીને ગમે તે ભાવે માલ વેચી નાંખે છે અને ધીમે ધીમે આંટ જમાવી મોટી રકમને માલ ઉધાર લાવીને તેના નાણું લઈને ભાગી જાય છે અને ગામને નવડાવે છે. કેટલાક ઓછી અક્કલના વેપારી માલને વકરે કરવાનું જ સમજે છે. પણ માલમાં ખર, ખરાજાત, વાવ, દલાલી, શાહી, કડદો, કસર, વ્યાજખાધા વિગેરે કેટલા ટકા ચઢી જાય છે તેને ખ્યાલ પણ તેને હોતો નથી. વરસ આખરે સરવૈયું કાઢે ત્યારે જ તેને સમજ પડે છે કે સરવાળે કમાયા કે ગુમાવ્યા ? કેટલાક લુચ્ચા અને દગાખોર વેપારીઓ દગાથી અને વિશ્વાસઘાતથી જ કમાય છે. કેટલાક વાંધાર વેપારીઓ બેટા વાંધા કરી કડદા કે માલધટના બહાના કાઢી તેવા પસાથી જ નફો મળતું હોય તે જ માલ ઉપાડ છે, અને નહી તો વાંધા ઊભા કરે છે. કોઈ તેલમા૫ની ચોરી કરે છે, કે જૂઠું બોલી, મોટા આંકડા બતાવી કે ખોટા સોગંદ ખાઈ ઘરાકને વિશ્વાસ ઉત્પન્ન કરી કમાણી કરે છે. કેટલાક નાણાંના જેરે માલ એક હાથે કરી કૃત્રિમ અછત ઉત્પન્ન કરી મેં-માંગ્યા દામે માલ વેચી કમાય છે કઈ ખુશામતથી, કેઈ બાતમીથી, કોઈ સરકારી જાહેરાતની ખાનગી રીતે અગાઉથી મેળવેલી ખબરથી, કે.જી લાંચરૂશ્વત આપી, કઈ કાળા બજાર કરી, કઈ દાણચોરી કરી, કોઈ જુદા જુદા પ્રદેશના ભાવતાલની ખબર મેળવી, માલની લેવેચ કરી, કઈ હલકા ઊંચા માલમાં ભેળસેળ કે દગો કરી–એવી અનેક રીતે વેપાર કરી ધન કમાયા છે. શ્રીમંત બન્યા છે અને સદ્ગહસ્થમાં ખપે છે. આવી આવી અનેક રીતે, યુકિતઓ અને તદબીરે જેને જે સૂઝી તે દરેકે અજમાવી અને તે રીતે વેપાર કર્યો. આ રીતે ધન કમાયા અને વેપાર ખેડયો. !
: કઈક જ વેપારી એવો હશે કે જે ઘરની મૂડીથી જ વેપાર કરતો હશે. ધંધામાં કસ અને કમાણું હેય, ભાલે ખપતા હોય અને ભાવ
Page #170
--------------------------------------------------------------------------
________________
વેપારીઓએ શીખવાનો બેધપાઠ 4
[ ૧૩૭] વધતા જતા હોય એટલે વેપારીને લેભ વધે અને વધુ મેટે વેપાર કરવા લલચાય. અને નાણાં ધીરનારા મળતા હોય એટલે ઉછીના નાણું લઈને વેપાર વધારતો જાય અને એ રીતે ધંધાનું જોખમ વધતું જાય અને ગજા ઉપરાંત વેપાર વધતો જાય. હદ કરતાં ભાવ વધુ વધે એટલે સાચી ઘરાકી ઓછી થતી જાય અને છેવટે વેપારી વેપારી વચ્ચે પણ માલની લેવેચ ઘટતી જાય છે.
નાણુની આંટ, લેવડદેવડ અને ભરજર થતી હોય ત્યાં સુધી વહેવાર ચાલ્યા કરે, પણ જ્યારે માલનું વેચાણ થાય નહી ત્યારે ઉદ્યરાણી આવે નહી એટલે લેણાવાળાને સમયસર પઇસા આપી ન શકાય. એટલે કાં તો માલ નુકશાનીથી વેચી નાણું છૂટું કરી માગનારને ચૂકવવું જોઈએ અથવા તે શરાફ અને મુલતાનીની હુંડીઓ ઊંચા વ્યાજે લેવાનું ચાલુ રાખવું જોઈએ. એક વખત આ નાગચૂડમાં ફસાયા પછી તેમાંથી નીકળવું કે તદ્દન મુક્ત થવું વેપારી માટે બહુ જ મુશ્કેલ અથવા તદ્દન અશક્ય બને છે. હુંડીની સામે એક સાથે મોટી રકમ આવે તે વખતે સારી લાગે અને તુરત ઉપયોગમાં આવી જાય. પણ પાકતી મીતીએ ભરવાની હોય તે વખતે મોટી રકમ ભેગી કરવી બહુ જ મુશ્કેલ હોય છે. કાં તે દિવસે અગાઉથી ડી ડી કરીને ભેગી કરવી પડે અને વ્યાજની કસર ખાવી પડે. રકમ પાછી આપવાના સંજોગો ન હોય એટલે ફરજયાત જૂની હુંડી ભરપાઈ કરી આપીને નવી લેવી જ પડે. આ સાણસામાં એક વખત સપડાયા પછી તેમાંથી કોઈ દિવસ છૂટાતું નથી.
એટલે પારકાના નાણાના જોરે વેપાર કરવો, ગજા ઉપરાંત વેપાર કરવો, સંજોગોને ખ્યાલ રાખ્યા વિના આંખ મીંચીને દીર્ધદષ્ટિ રાખ્યા વિના વેપાર કરે તે આદત, વેપાર અને વેપારીની પાયમાલીનું મુખ્ય કારણ છે અને જેઓ આ બાંધી મુદતની હુંડીઓના નાણુંથી વેપાર કરે છે તેઓને મુશ્કેલી અને મંદીના સમયે સૌથી વધુ સહન કરવું
Page #171
--------------------------------------------------------------------------
________________
[૧૩૮]
:
અનુભવ-વાણી પડે છે. શરાફેની હુંડીઓ ઉપર જેઓ નભતા હતા, તેઓને નવી ધીરધાર બંધ થઈ માલમાં એકાએક મંદી આવી અને ભાવ ઘટ્યા તથા ખપત ઓછી થઈ એટલે ઘણા વેપારીઓને વ્યવહાર અટકી પડયો અને મૂંઝવણ ઊભી થઈ, હુંડીને બદલે માલ ઉપર શરાફના કે બેંકના પૈસા લીધા હોત તો વેપાર મર્યાદામાં થતો હોત એટલે નુકશાની કરવી પડત પણ તેનાથી આબરૂને વાંધો ન આવત.
તૈયાર માલની લેવડદેવડ અને વેપાર શક્તિ મુજબ મર્યાદામાં થાય છે, પણ જે જે બજારમાં વાયદાને વેપાર ચાલતું હોય છે અને જ્યાં માલની બદલી થાય છે અથવા ભાવની વધઘટ ચુકવાય છે ત્યાં ધંધાનું પ્રમાણ સચવાતું નથી, એટલે ગજા ઉપરાંતને વેપાર થઈ જાય છે અને અઠવાડીએ, પંદર દિવસે કે મહિને વલણના પૈસા ચુકવાય છે ત્યારે માલૂમ પડે છે કે શું નફે કે નુકશાન છે? આવા સેદાઓને જ ટે કહેવાય છે. સટોડીઆઓ ભલે તેને વેપાર કહે અને વેપારને અંગે વાયદાની ડીલીવરી જરૂરી માને પણ વેપારની સાચી અને સર્વમાન્ય વ્યાખ્યામાં વાયદાને સેદે ફરજીયાત માલની ડીલીવરીને અભાવ અને ઉપલા મહીનાની ડીલીવરીમાં આને સમાવેશ થતો નથી. - વગર મહેનતે ફક્ત બુદ્ધિ અને હીંમતના જોરે અથવા પૈસાના સાધને માલની સમજણ, અનુભવ કે જ્ઞાન વિના થોડા ટાઈમમાં પૈસા કમાવાની લાલચે માણસે સટ્ટા, જુગાર કે શરતની બદીમાં પડે છે, સટ્ટામાં સમાંથી પચાસ કમાય અને પચાસ ગુમાવે છે, અથવા ખરી રીતે થોડા માણસો કમાય છે અને ઝાઝા માણસો ગુમાવે છે. વેપારમાં બધા કમાય છે. ભલે ઓછું કમાય પણ ગુમાવવાનું બહુ ઓછાને જ હોય. બલકે કોઇને ન હોય. જેને વેપાર કરતા ન આવડે અથવા જે આવક કરતાં ખર્ચ વધુ રાખે તેજ દીવાળું કાઢે. વેપારી બજારમાં કઈક જ વખત કાઈક જ વેપારી પેઢી કાચી પડે છે, તે સહુને અનુભવ છે.
આ બધી હકીકત જાણ્યા પછી અને અત્યારની મંદીને માર ખાધા પછી ડાહ્યા વેપારીઓએ બોધપાઠ શીખવાની જરૂર છે કે –
Page #172
--------------------------------------------------------------------------
________________
વેપારીઓએ શીખવાનો બોધપાઠ
[ ૧૩૯]
૧ પૈસાને સાધ્ય ન ગણવું. ૨ આગળ વધવાનો પ્રયાસ કરવો પણ ઉત્પાત ન કરે. ૩ અતિ લેભ તે પાપનું મૂળ છે, માટે જે મળે તેનાથી સંતોષ રાખતા શીખો. ૪. ધનનું અભિમાન ન કરતાં લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મી મળે તો તેને સદુપયોગ કરજો અને લેકહિતમાં વાપરજે. ધનના ગુલામ બનવા કરતાં તેના માલીક બનજે. ૫. પારકે નાણે કે ગજા ઉપરાંત વેપાર કરવો તે પાપ અને દુઃખ છે એમ માનજે. ૬. પ્રાચીન પ્રથા પ્રમાણે-૧. વેપાર, ૨૨. ખાનગી રેકડ, ૩. જમીન કે મીલ્કત અને ૪. દરદાગીના એ મુજબ પૂજીના ભાગ કરીને રેકે તે કદી આપત્તિ નહીં આવે. ૭. શ્રીમંત થાઓ તો બીજા ઉપર ઉપકાર કરતા શીખજે પણ કેઈના નસાસા ન લેશે. વાવશે તે ફળના અધિકારી બનશે. ૮. તૈયાર માલને વેપાર સારે ચાલતો હોય તે વાયદાનું કે સટાનું કામ બીલકુલ ન કરવાની પ્રતિજ્ઞા લેજે. ૯. આફતમાં આવી પડેલ વેપારીને રાહત કે મદદ આપી ટકાવી રાખજે, ૮ ધંધામાં વાંધા પડે તે ઘરમેળે ફેંસલે કરજો પણ અદાલતે જઈ પાયમાલ ન થતા, ૯. કદી પણ માણસાઈ ન ગુમાવશે અને સહુની સાથે ભાઈચારે રાખજે, ૧૦ ધંધામાં જૂહું, અનીતિ, દગે, ભેળસેળ કે વિશ્વાસઘાત કદી પણ ન કરશો. સાચે વેપારી આનું નામ.
Sા
હિંદના હુન્નર ઉદ્યોગને વર્તમાનકાળ
" અને ભવિષ્યકાળ ૯ રિયાની ભરતીની માફક છેલ્લી લડાઈની તકે ભારતના ઉદ્યોગ૦ પતિઓને, વેપારીઓને અને બીજા અનેક વર્ગોને ધનની કમાણીને સારે લાભ આપ્યો. આથી ભારત સમૃદ્ધ અને સદ્ધર બન્યું. તેને લઈને અનેક નવા ધંધાઓ અને ઉદ્યોગ ખીલ્યા, સાહસ ખેડ્યા અને ધનિક વર્ગે વધુ ધન કમાવા માટે અવનવી જનાઓ અમલમાં મૂકી.
Page #173
--------------------------------------------------------------------------
________________
[૧૪]
'
અનુભવ-વાણ
. પરંતુ આ અવનવા સાહસોમાં દેશના કે પ્રજાના ઉદ્ધારની દૃષ્ટિ . કરતાં પોતે વધુ શ્રીમંત બનવાની અને ભલા, ભોળા, લેભી કે લાલચુ લેઓને ફસાવી કે લાલચ બતાવી કંપનીઓના શેર્સના નાણાં ભરાવીને નાના મોટા કારખાનાઓ કાઢ્યા, કંપનીઓ કાઢી અથવા વેપાર-ધંધાની સીન્ડીકેટે ઊભી કરી. કેટલાક મોટા પાયાના ઉદ્યોગે પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓએ ઊભા કર્યા, અથવા સરકારના સાથ, સહાય અને બાંહેધરીથી શરૂ થયા અને કેટલાએક સરકારે પોતે સ્થાપ્યા. આયાત નીકાસના સરકારી નિયંત્રણો અને નીતિએ કેટલાએક ઉદ્યોગોને સીધું કે આડકતરું ઉત્તેજન આપ્યું અને રક્ષણની જકાતે તેમને સ્થાનિક ખપતને લાભ આપે. આ રીતે અનેક ધંધાઓ શરૂ થયા, ખીલ્યા અને પગભર થયા.
- નાનાં નાનાં ઉદ્યોગો જેવા કે ગ્લાસ, પ્લાસ્ટીક, બેકેલાઈટ, ધાતુઓ, વનસ્પતી–તેલ, ખાંડ, દવાઓની બનાવટ, રબર, સાંચાકામના ભાગો અને જણસો, દરેક જાતનું કાપડ, રંગાટ કામ, છાપકામ, હોઝીયરી, કટલરી, ડોકટરી ઓજારે, વીગેરેના ઘણું કારખાનાઓ શરૂ થયા, ખીલ્યા અને છેવટે તેમાંના ઘણુંખરાં બંધ પણ થઈ ગયાં.
મેટા ઉદ્યોગે પૈકી હવાઈ જહાજે, સ્ટીમર તથા વહાણો, મોટરે, ઇલેકટ્રીક સામાન, મશીનરી, કાગળ, પાવર હાઉસ, લેખંડ અને બીજી ધાતુઓ, જુદા જુદા ખનીજો, કેમીકલ્સ અને રસાયણ, તથા બીજા એવા અનેક મોટા મોટા કારખાનાઓ કરેડની શેર કેપીટલથી ઊભા થયા. તેમાંના ઘણા ચાલુ છે, પરંતુ આજ સુધી છેલ્લા થોડા વર્ષો સુધી તેઓએ જે સારા નફા કર્યા અને સારા વ્યાજ, નફે કે બોનસ વહેંચ્યા તેમાં ઘણું કારખાનાંઓને હવે ઓટ શરૂ થયે છે અને કેટલાકને ક્ષય લાગુ પડ્યો છે. વર્તમાનપત્રોમાં અને સરકારી રિપોર્ટમાં આવતા સમાચારની તારવણું કરવાથી આ બાબતની વધુ પ્રતીતિ થશે.
Page #174
--------------------------------------------------------------------------
________________
હિંદને હુન્નર ઉદ્યોગ
*
[૧૧]
જેઓને સરકારના, અર્ધ સરકારી ખાતાના કે વેપારના ક્ષેત્રના મેટા મોટા ઓર્ડરે માલના મળે છે તેઓના સંજોગે અને કમાણી સારા છે. પરંતુ જેઓને પિતાના બળ ઉપર નભવાનું છે અને કાતીલ હરિફાઈ વચ્ચે કામ કરવાનું છે તેઓના સંજોગો વધુ ને વધુ મુશ્કેલી વાળા થતા જાય છે. જેઓ પ્રમાણિકપણે ખંત અને કાળજીથી ગણતરીપૂર્વક જાતે કામ કરે છે અને ખરીદી, વેચાણ અને માલની બનાવટ અને ઉત્તમતા માટે ચીવટ રાખે છે તથા કારખાનાની વ્યવસ્થા અને દેખરેખ બહુ કરકસરથી રાખે છે, તેઓ હરીફાઈમાં પણ ટકી રહે છે, અને સારે નફે પણ કરે છે. પરંતુ જેઓ પોતાને જ સ્વાર્થ સાધવા તરફ જ દ્રષ્ટિ રાખીને કામ કરે છે અને જેઓને શેરહોલ્ડરોની કે ઉદ્યોગોની કશી પડી હોતી નથી, તેઓને ધીમે ધીમે તકલીફ પડવી શરૂ થઈ છે.
કેટલાએક મોટા નવા ઉદ્યોગે એવા શરૂ થયા છે. કે જેઓએ લીમીટેડ કંપની ઊભી કરીને કારખાનાઓ ઊભા કર્યા છે. પરંતુ કારખાને ચલાવવા માટે જોઈતી રોકડ રકમ તેઓ પાસે નથી. તેઓ પૈકીના કેટલાકે ઈન્ડસ્ટ્રીઅલ ફાઇનેન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડીઆ જેવી અર્ધ સરકારી સંસ્થા કે બીજી એવી નાણાં ધીરનાર સંસ્થાઓ પાસેથી કે બેંક પાસેથી મકાન, મશીનરી કે માલ ઉપર મેટી રકમની લેનો લીધી છે અને એ રીતે ઉદ્યોગ ચલાવે છે. તે દરમ્યાન જે બે ચાર વર્ષમાં સારી કમાણી થઈ જાય તો ઉદ્યોગ પગભર થઈ જાય પણ સંજોગે ઉલટા હેય, આવડત કે અનુભવ ઓછા હોય અને વહી વટ ચેખો ન હોય તે આવા ઉદ્યોગ બંધ થઈ જાય છે, અને લાંબા વખત સુધી બંધ પડીને છેવટે પાણીના મૂલે વેચાય છે. જૂના શેર હલ્ડરના પૈસા જાય છે, બીજા લેણદારોના પૈસા ડૂબે છે અને કાર ખાનું છેવટ વેચાય છે. ખાડો ખોદે તે છેવટે તેમાં પડીને જેમ પાયમાલ થાય છે, તેમ એકની ભૂલે આખું નાવ ડૂબે છે. અને તેના ભોગ અનેક માણસને બનવું પડે છે. છેવટે “રામનું લેણું ભરતને ફળે,” તે મુજબ તેને લાભ નવા લેનારને મળે છે. આવા અનેક દાખલાઓ
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
અનુભવવાણી
દેશમાં અને પરદેશમાં આજે નજરે પડે છે. દેશનુ અઢળક નાણું, શક્તિ, સાધન અને લેાકેાની ઉદ્યોગ પ્રત્યેની ભાવના આ રીતે વેડફાઈ જાય છે અને તે બધા માટેના જવાબદાર એજન્ટ કે મેનેજી ંગ ડાયરેક્ટરને, વિશ્વાસઘાત કે ખીજા એવા પૂરવાર થઈ શકે તેવા ગુન્હા સિવાય બીજા શુન્હાએ કે ભૂલાને માટે રાજ્યના કાયદામાં કશી શિક્ષા કરમાવેલી ન હાવાથી, અથવા તેની ભૂલે શેાધીને પુરવાર કરવાની કાઇને પરવા ન હાય તે કારણે તે પાતે કશી મુશ્કેલીમાં કાયદાને કારણે આવતા નથી. કંપનીને નાદારીમાં લઇ જવામાં આવે તે તેની મીલ્કતના નવા વેચાણમાંથી પણ તે હજારા કે લાખો કમાઇ લે છે; અથવા તે જ નવા ધરાક ઊભા કરી તેને ઓછી કીંમતમાં આખા ધંધા અને મીલ્કત અપાવી દે છે અને તેમાં પેાતાનુ હિત રાખે છે. ઘણા ઉદ્યોગાનુ આ
રીતે થાય છે.
છેલ્લી લડાઇના સમય દરમ્યાન કે તે પછી જેટલી નવી કંપનીએ ઊભી થઇ છે તેમાંથી આજ સુધીમાં કેટલી બંધ થઈ, કેટલી ચાલુ છે અને ચાલે છે, અને તેમાં કેટલા નફા કરે છે અને શેર હાલ્ડરાને વ્યાજ મળે છે કે નહીં, તથા તેના શેરના મૂળ ભાવ શુ` હતા, વધીને સટ્ટામાં કેટલા ઊંચા ગયા હતા, આજે શુ છે, અને હવે પછી તે શેરેાના ભાવ સુ' રહેશે—આના વિગતવાર આંકડા મધ્યસ્થ કે પ્રાંતિક સરકાર લોકાની જાણુ માટે બહાર પાડે તા ઘણા અજ્ઞાન લેાકેાને પાયમાલ થતા બચાવી શકાશે. નવા માણસે નવી જાળમાં ફસાતા અટકશે. પ્રજાનું હિત જાળવવાની સરકારની ક્રુજ છે અને સરકાર પાતે તે સ્વીકારે છે. હિંદની હવે પછીની લેાકસભામાં આ પ્રશ્ન લાવી તે સંબંધી ચાગ્ય ધારા ધડે તેા હારા લોકેા લુટાતા બચશે અને લાખા લેાકા સરકારના
અપાર ઉપકાર માનશે.
Page #176
--------------------------------------------------------------------------
________________
દલાલ અને દલાલીનું ધોરણ જ
૧૪૩]
( ૮ ) વેપારધંધામાં દલાલેની સંખ્યા અને દલાલીનું ધોરણ
પારમાં લેનાર અને વેચનાર વેપારીઓ એકબીજાની ગરજને
લાભ જ લે અને સદાઓ અટકી ન પડે તે માટે વેપારની સરળતા અને ભાલની લે-વેચ માટે દલાલની આવશ્યકતા અત્યારના જમાનામાં વેપારના દરેક ક્ષેત્રમાં અનિવાર્ય છે. ન્હાના મોટા ગામડાઓ અને શહેરમાં અનાજ, ઘી, તેલ, ગોળ, બકાલું વી. બહારગામથી બજારમાં વેચાવા આવે છે તે બધે માલ વેચનારા દલાલ હોય છે. આવા માલ ઉછાણી કે હરરાજી કરી દલાલ વેચી નાખે છે. તે માલને જેમ કે માપ દલાલ કરી આપે છે. માલના પૈસા રોકવા, લેનાર પાસેથી લઈ લે છે અને હિસાબ કરી પોતાની દલાલી, માલ ઉપર ચઢેલ મજૂરી, ખર–ખરાજાત કે જકાત ખર્ચ વી. કાપી લઈને બાકીના પૈસા રોકડા માલધણીને આપે છે. પૈસાની જોખમદારી આવા દલાલે ઉપર રહે છે. લેનાર પાસે માલના ચુકવવાના પૈસા પૂરેપૂરા ન હોય તો દલાલ પોતે તે પૈસા માલધણીને ચૂકવી આપે છે અને લેનાર વેપારી પાસેથી દલાલ વ્યાજ પણ લે છે. આ રીતે ગામડાઓમાં અને શહેરમાં વેપારની ચાવી દલાલોના હાથમાં હોય છે. આ દલાલે મેટા ભાગે દુકાનદાર વેપારીઓ જ હોય છે અને તેઓ મુખ્યત્વે કરીને વેપાર, દલાલી અને આડત-એ ત્રણે કામ એક સાથે કરતા હોય છે.
આવા માણસ મહેનતુ હેય, અનુભવી હોય, તેનાર અને વેચનાર બંનેના વિશ્વાસને પાત્ર હોય, પ્રમાણિક અને ન્યાયસંપન્ન હોય, બુદ્ધિશાળી, હીંમતવાન અને બોલવે ચાલ વિશાળ હોય અને સૌની સાથે મિલનસાર હોય, તો તેઓ ગામડામાં “વેપારના રાજા” ગણાય છે અને તેઓને “હામ, દામ અને ઠામ' ત્રણે વસ્તુ મળે છે પણ જે અનીતિ, જૂઠ, દગો, ઓછાવધુ તોલમાપ, પક્ષપાત કે અંગત સ્વાર્થ
Page #177
--------------------------------------------------------------------------
________________
[૧૪]
અનુભવ-વાણી
તેનામાં હોય તે લેકે તેને ભરેસે કરતા નથી. ધીમે ધીમે હરિફાઈ ઈર્ષ્યા કે લાલચને કારણે બીજા દલાલ હરીફે ઊભા થાય છે, ધંધો અને કામકાજ વહેંચાઈ જાય છે અને છેવટે જે સાચે, સારે અને પ્રમાણિક હોય છે તેનું કામકાજ સારું ચાલે છે અને લુચ્ચાઈથી કામ કરનાર થોડો વખત લાભ લે છે, પણ છેવટે તે પાછો પડે છે.
ભીયા હોય ત્યાં ધુતારાને ધંધો ચાલે છે.” મનુષ્ય સ્વભાવ સૈધું અને સસ્તું શેધવાને છે પણ લેકેએ સમજવું જોઈએ કે દેખાવમાં સોંઘું અને સસ્તું લાગે છે તેમાં મોટા ભાગે દગો વધુ હોય છે અને સવું એ સરવાળે મેંવું જ પડે છે.
૨. મેટા શહેરમાં વેપાર મોટા પ્રમાણમાં, વિસ્તૃત અને અનેક પ્રકારનો હોય એટલે તેમાં દલાલેની ખાસ જરૂર રહે છે, અહીંયા વેપારીઓ કમીશન એજન્ટ કે આડતીયા અને દલાલે એ ત્રણે મોટા ભાગે જુદા જુદા છે. ઘણું વેપારીઓ વેપાર અને આડતનું બંને કામ એક સાથે કરતા હોય છે, મુંબઈ કરતાં અમદાવાદ, સુરત, સોલાપુર વિગેરે શહેરમાં આવું સંયુક્ત કામ કરનાર વિશેષ હોય છે, પરંતુ આવા વેપારીઓ પોતે જે માલને વેપાર કરતા હોય તે જ માલની આડતને ધંધો કરતા હોય છે, તેઓને માલમાં નફે મળે છે અને તે ઉપરાંત આવડત કે કમીશન પણ મળે છે, આવા વેપારીઓ માલખરીદી દલાલો મારફત કરે છે, પણ માલ વેચાણમાં દલાલની જરૂર તેઓને રહેતી નથી.
કેટલીક પેઢીઓ માત્ર શરાફી, હુંડીપત્રી અને આડતનું જ કામકાજ કરતી હોય છે, તેઓ લાખોનું કામકાજ કરે છે, માથાને વેપાર તેઓ ભાગ્યે જ કરે છે, કઈ વખત તક હોય અને માથે જોખમ કરી લે તે જુદી વસ્તુ છે, આવી પેઢીઓને આડતીઆઓ ઘણું હોય અને બધી જાતને વેપાર કરવાવાળા હોય એટલે દરેક બજારના ખરીદીકામ માટે તે તે બજારના જાણકાર દલાલે રાખવા પડે છે અને તેઓની
Page #178
--------------------------------------------------------------------------
________________
લાલ અને દલાલીનું ધોરણ ૯
[ ૧૪૫]
મારત ખરીદીનું કામ થાય છે. આવા દલાલે કાયમ માટે મુકરર કરેલા હોય છે. અને તેઓ પેઢીઓના પ્રતિનિધી તરીકે પેઢીઓ વતી ખરીદીનું કામ કરે છે. આવા દલાલે પાસે કાયમ ખરીદીનું કામ રહેતું હોય એટલે બજારના વેપારીઓ તેઓની ખુશામત કરતા હોય છે. અને દલાલે પ્રમાણિક, મહેનતુ અને અનુભવી હોય તો જ પેઢીઓની ખરીદીનું કામ તેઓને મળે છે.
બજારમાં ધારણ એ છે કે માલ વેચનાર વેપારી દલાલને દલાલી આપે છે. માલ. લેનાર દલાલી આપતું નથી. જેમાં દલાલ ન હોય તે સદામાં લેનાર વેપારીને પોતાને દલાલી મળે છે, પરંતુ બજાર ભાવની ઉથલપાથલ અને વધઘટ હોય ત્યારે હાથોહાથના સોદા લઈ લેનાર દલાલીને લાભ પોતે લેવા માગતા હોય તો તે વેપારી ભાવમાં મારે ખાય છે, કેમકે માલના ભાવ બધી દુકાને એક સરખા હોતા નથી. કેણુ વેપારી પાસે માલ છે, અને કયે વેપારી વેચવાલ છે, તેને
ખ્યાલ દલાલોને હોય છે; પણ પેઢીઓવાળાને બહું ન હોય. મોટી શહેરમાં સમયની વધુ કીંમત હોય છે, એટલે એક માલ કે એક સોદા માટે સસ્તા માલની ધમાં આખો દિવસ એક માણસ રેકાએ રહે તે પેઢીવાળાને કે વેપારીને પણ પિવાય નહીં, એથી જ દલાલ મારફતે માલની ખરીદી કે વેચાણ કરવું તે જરૂરનું છે.
(૩) ચોમાસામાં જેમ જીવજંતુઓ ઉભરાય છે, તેમ વેપારમાં કામકાજ અને સટ્ટાની લે-વેચ ખૂબ જ ચાલતી હોય ત્યારે દરેક બજારમાં દલાલે પણ ઉભરાઈ આવે છે. જેને નોકરી ન મળે તેઓ પણ દલાલી કરવા લાગી જાય છે. બહુ મહેનત કે જખમદારી વિના એકાદ સંદે ગમે ત્યાં આખા દિવસમાં થઈ જાય એટલે દલાલને રૂ. ૫, ૧૦, ૨૫ કે વધુ રકમની દલાલી થઈ જાય. દલાલીમાં દલાલને માસિક જે કમાણી થાય છે. તેના ચોથા ભાગની કમાણી તે પોતે વેપારમાં કે નોકરીમાં મેળવી
Page #179
--------------------------------------------------------------------------
________________
[૧૪૬ ]
*
અનુભવ-વાણી
શકતો નથી. કેટલાક તો ચાલુ કરી છોડીને દલાલીનું કામ કરતા થઈ જાય છે. કેટલાકને નોકરી કે કામધંધો ન મળતા હોય તેઓ પણ દલાલી શરૂ કરે છે અને મહીને સે, બસ કે વધુ કમાય છે. દલાલ આવા સમયે લાયકાત કે આવડતથી કમાતા નથી. તેઓ નેકરી કરવા જાય તે તેઓમાંના નીચલા થરને કોઈ નોકરીમાં રાખનાર નથી મળતા. કેમકે તેઓમાં નેકરી કરવાની લાયકાત જ હોતી નથી. વચલા થરના ભાણનું માનસ એવું થઈ જાય છે કે તેઓ દલાલી સિવાય બીજું કામ કે નોકરી કરવા તૈયાર થતા નથી. અને દલાલી ચાલે, ન ચાલે કે ઓછી ચાલે, પણ દલાલીને જ વળગી રહે છે અને ગમે તેમ કરી ગાડું ચલાવે જાય છે. ઉપલા થરના ધરખમ અને નામચીન મોટા દલાલેએ તે સટ્ટાની કે વાયદાની રેલમછેલમાં એટલી મોટી કમાણી કરી લીધેલી હોય છે કે મંદીમાં દલાલી ન થાય કે ઓછી થાય તો પણ તેઓને બહુ દરકાર હોતી નથી. આ બધી વસ્તુને સાર એ છે કે જેઓએ એક વખત દલાલીને સ્વાદ ચાખ્યો છે તેઓ બીજા કોઈ કામ કે નેકરી કરવા લાયક રહેતા નથી. તેઓને કોઈ નેકરીમાં રાખે પણ નહીં, અને તેઓ નોકરી કરી શકે પણ નહીં. ધંધો કરવા જાય તે ભાર જ ખાય અને નુકસાની જ કરે એટલે દલાલે દલાલીના કામમાં જ જિંદગી પૂરી કરવાની રહે છે. આ સ્થિતિ બજારના ચાલુ દલાલની છે. પેઢીઓના કે કારખાનાના દલાલને આ નિયમ લાગુ પડતો નથી.
- (૪) દલાલીના દર શું વ્યાજબી ગણાય? આ પ્રશ્ન બહુ જ મહવને છે. જેમ વેપાર કે સટ્ટો વધુ, તેમ દલાલી અને તેને દર વધુ હોય છે. પૈસા રેકી માલનું, મહેનતનું અને નફા નુકસાન તથા આસામી ખાધનું જોખમ કરનાર વેપારી કરતાં દલાલ વધુ કમાય, વિના જોખમે અને ઓછી જુજ મહેનતે મોટી રકમ કમાય, એ. ધંધાના નિયમથી તદ્દન ઉલટું અને અનિષ્ટ છે. તૈયાર માલના સોદામાં અને માલની લે-વેચમાં સેંકડે પા કે દલાલી વ્યાજબી છે. કાપડ
Page #180
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમયા
[ ૧૪૭ ]
બજાર અર્ધા ટકા દલાલી આપે છે તે બહુ જ વધુ પડતી અને ખેાજારૂપ છે. વાયદાના વેપારમાં સેકડે એક આના અથવા નગ ઉપર અમુક ચેાક્કસ રકમ એ એમાંથી જે વધુ થાય તે દલાલીના દર વ્યાજબી ગણાય. ધંધામાં રસકસ ન રહે, વેપારીઓએ નુકસાની કરી હાય અને વેપારમાં અણધારી મંદી આવી હેાય તેવે અત્યારના આપતકાળ વેપારમાં પ્રવર્તે છે. તેવા સમયે વેપારી મડળાએ તથા મહામડળાએ અને ઇન્ડીઅન મરચન્ટસ ચેમ્બર જેવી પ્રતિષ્ઠાવાળી અને વેપારનું હિત સાચવવાવાળી પ્રતિનિધિ સંસ્થાએ ભેગા મળી દરેક બજારના સંજોગો જોઈ, અને વેપારીઓ તથા દલાલાના અભિપ્રાય લઈ આછામાં એધુ એવુ ધારણ નક્કી કરવું જોઇએ કે જે વેપારને પાષાય, મેજારૂપ ન થાય; તથા કાયમ નભી શકે. આ બાબતમાં અમદાવાદ બહુ ડહાપણથી કામ લે છે. ત્યાં દલાલી અને મજૂરી તથા મુકાદમીના દર સોગ પ્રમાણે નક્કી કરવામાં મહાજના બહુ તકેદારી રાખે છે. મુંબઈ આ ઉપરથી ધડા લે એમ સૌ કાઈ મીટ માંડી રહ્યું છે.
( ૯ )
વેપાર અને વેપારીઓની સમશ્યા
જ
ગતને માનવજાતના એક વિરાટ સ્વરૂપની ઉપમા બરાબર સારી રીતે ઘટાવી શકાય. માણસના શરીરમાં જુદા જુદા અવયવા, અંગઉપાંગ, ઈંદ્રિયા, શ્વાસાશ્વાસ અને ચેતનાશક્તિ હાય છે. તે બધાના એક બીજા સાથે અભેદ અને નિર ંતરના સબંધ હાય છે. હાય એક અવયવ નબળું કે ખામીવાળુ હોય અથવા બરાબર કાર્ય ન કરતું તેા તેની અસર બીજા દરેક અવયવ ઉપર જરૂર થાય છે. અને બધા અવયવે ખેતપેાતાની ક્રિયા બરાબર વ્યવસ્થિત રીતે કરતા હાય તા આખું શરીર નિરાગી, તંદુરસ્ત, સશક્ત અને સ્ફુર્તિમાન રહે છે. જેમ
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮]
- અનુભવવાણી શરીરને બહારની અને અંતરની બંને ક્રિયાઓ કરવાની હોય છે, તેવી જ રીતે મન અને આત્માને પણ બહારની દ્રષ્ટિ અને આંતરિક દ્રષ્ટિ એ બંને હોય છે. દરેક વસ્તુમાં ગુણ અને દોષ, સારું અને નરસું, સારે ઉપયોગ અને ખરાબ ઉગ એ બંને ઓછા વધુ પ્રમાણમાં રહેલા જ છે. તેમાં સારાનું પ્રમાણ વધુ હોય તો વસ્તુ સારી ગણાય, અને ખરાબનું પ્રમાણ વધુ હોય તે વસ્તુ ખરાબ ગણાય. વ્યવહાર, વ્યાપાર, ધર્મ અને શાસ્ત્ર માટે પણ આ સિદ્ધાંત સર્વમાન્ય છે. અને જગતને દરેક દેશ, દરેક પ્રજા અને દરેક ધર્મ આ સિદ્ધાંત સ્વીકારે છે.
રાજ્ય અને રાજતંત્રને પણ આ સિદ્ધાંત લાગુ પડે છે. હિંદુશાસ્ત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા જે વર્ણવી છે તે રાજતંત્રને અક્ષરશઃ બંધબેસતી છે. વિદ્યાનું કામ બ્રાહ્મણનું છે, વેપારનું કામ વૈશ્યનું છે, રક્ષણનું કામ રાજાનું છે અને સેવાનું કામ શદ્રનું છે. વંશપરંપરાથી જે કામ જે વર્ણ કરતા હોય તે કામમાં તે વર્ણ કુદરતી રીતે જ પારંગત હોય છે, કેમકે તેના સંસ્કાર તેને ઉત્તરોત્તર ઉતરે છે અને વૃદ્ધિ પામે છે. ધર્મક્રિયાનું કામ બ્રાહ્મણ સિવાય બીજા કોઈને સોંપાતું નથી; રાજ્ય ચલાવવા માટે ક્ષત્રિય સિવાય બીજો કોઈ લાયક થઈ શકે જ નહીં; સેવા કરવામાં શદ્ર જેવો બીજો કોઈ કુશળ નહીં જ નીવડે; તેવી જ રીતે વેપારની કુનેહ અને આવડત વૈશ્ય જેટલી બીજા કઈમાં હોઈ જ ન શકે. આ વસ્તુ ભૂતકાળમાં સાચી હતી અને આજે પણ તેટલી જ સાચી છે.
દુનિયાભરના આગળ વધેલા દેશે પૈકી બ્રિટીશ પ્રજા જેટલી બીજી કઈ પ્રજા મુત્સદ્દીગીરી અને કુનેહબાજીમાં હથિયાર કે પ્રવિણ નથી.
આ ગુણ વૈશ્યમાં અને વેપારીમાં જ હોય છે. અને તેથી જ બ્રિટન પણ એક વેપારી પ્રજા તરીકે જ ઓળખાય છે. જે જે દેશે ઉપર તેણે પ્રભુત્વ મેળવ્યું, પ્રભુત્વ જમાવ્યું અને બધા દેશની રિદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિને પિતાને કજે કરી તે બધું તેની વેપારી આવડતને જ
Page #182
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[ ૧૪ ]
આભારી છે. આખા ભારતવર્ષની કળા, કૌશલ્ય, જ્ઞાન, વિજ્ઞાન, સમૃદ્ધિ અને જાહેાજલાલીને વેપારી નીતિરીતિથી પેાતાના દેશભેગી કરી તે બધુ તેની વેપારી આવડતને જ આભારી છે.
ન
જ્યાંસુધી બ્રિટનને સૂરજ તપતા હતા, તેનું ભાગ્ય તેજ કરતું હતુ, અને તેમને સમય હતેા ત્યાંસુધી તેએએ હિ ંદનું હીર ચૂસ્યા જ કર્યું. પણ સમયના રાહ પલટાયે, ભાગ્ય યું. ચારે તરફની કારમી ભીંસણમાં ખૂબ ભીંસાયું, એટલે ભારતને તેના ભાગ્ય ઉપર છોડીને પેાતે પાતાને રસ્તા લીધેા અને અહીંથી ઉડ્ડાંતરી કરી ગયા. પણ જતાં જતાંય તેણે તેના જાતિસ્વભાવ છેડયો તે ન જ છેડયો; અને પાછળ અનેક જાતનાં કૌભાંડ મૂકતા ગયા, કરતુક કરતા ગયા, અને મિત્રના વેષમાં જીવલેણ દુશ્મનની ગરજ સારતા ગયા. તે પેાતાની પાછળ જે સર્જન મૂકતા ગયા છે તેણે ભારતની પ્રજામાં હાહાકાર વર્તાવ્યા છે, અરાજકતા ફેલાવી છે, કલેશ, કંકાસ અને કનડગતની કતારો લગાવી દીધી છે, માણસાઇના નાશ કર્યાં છે, અને ન્યાય, નીતિ અને નેકીને સ્થાને અનેક જાતની બદી, મેદરકારી અને ભેદીલીના ઊંડા ખીજ રાય્યા છે. એના પાક, પરિતાપ સિવાય ખીજું શુ ઉત્પન્ન કરી શકે ? આ બધું આપણે જોયુ, જાણ્યુ અને અનુભવ્યું; છતાં આપણે સૌ એટલા બધા આંધળા, બહેરા, લૂલા, લંગડા, અશક્ત અને નિર્માલ્ય થઈ ગયા છીએ, આપણી મુદ્ધિ એટલી બધી બહેર મારી ગઇ છે, આપણી તર્કશક્તિ એટલી બધી બૂડી ગઇ છે, આપણી શક્તિ એટલી ક્ષીણ થઈ છે; આપણી સ્મરણશક્તિ એટલી ભૂલકણી બની ગઈ છે અને આપણું હૃદય એટલું નિષ્ઠુર અને લાગણીવિહીન થઇ ગયું છે કે આપણતે સાચી વસ્તુ જ સમજાતી નથી. કદાચ સમજાય તે તે સ્વાના જાળામાં ગુંચવાઈ ગઈ હાવાથી સાચી વસ્તુ કરવાની ઇચ્છા થતી જ નથી. ‘હું' ‘મારું' અને બધું મારે અથવા · મારા માટે જ ' એ સિવાય ખીજું કશું દેખાતું જ નથી. આ છે ભારતવર્ષની આજની દશા !
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
અનુભવ-વાણી
પૂ. મહાત્માજીના પોતાના જ પ્રયાસ અને પુરુષાર્થ વડે જ આપણને સ્વરાજ્ય મળ્યુ છે. આ સત્ય વસ્તુને ડાહ્યો માણસ વિરોધ કરી શકે તેમ નથી. મહાત્માજી હોય નહી અને આપણને સ્વરાજ્ય પ્રાપ્ત થાય પણ નહીં. ભલે લોકેએ મહાત્માજીને સાથ અને સહકાર આપ્યા, દેશની ખાતર ભાગ આપ્યા, યાતનાઓ વેડી અને જેલમાં ગયા. તેના અમુક હિસ્સા જરૂર ગણાય; પણ સાચી નેતાગીરી સિવાય અને નેતાના માદર્શન અને સંચાલન સિવાય, એકલા ગાંડાધેલા લોકથી સલ્તનતની સામે ટક્કર ઝીલી કદી જીત મેળવી સાંભળી નથી. મહાત્મા “ સ્વરાજ્ય ”ને સુરાજ્ય અથવા સર્વોદય રાજ્યવ્યવસ્થામાં ફેરવી નાખવાંની ધગશ સેવતા હતા. અને તેને માટે કલ્પનાનું સુંદર ચિત્ર મનેભૂમિમાં તૈયાર કરતા હતા, પરંતુ કુદરત વિરુદ્ધ હતી, પ્રભુની ઇચ્છા નહાતી, પ્રજાની લાયકાત નહાતી અને સમય પાકયા નહાતા. એટલે દેશના ભાગલા પડયા, તેના ઉપર આપણે હાથે જ મહાર મારી અને માનતા હતા કે શાંતિ રહેશે અને સર્વત્ર શાંતિ ફેલાશે ત્યારે થોડા સમય પછી ચેાજનાનો અમલ કરશું. પણ મનની મનમાં રહી, દાવાનળ સર્વત્ર સળગ્યા, કંઈક દાઝયા, ઘણા ઘવાયા, ઘણા નિર્દોષીએ જાનના બલિદાન આપ્યા; અને હજુ પણ પૂરતુ ન હેાય તેમ છેવટના મેટામાં મેાટા આત્મભાગ મહાત્માને પેાતાના વના આપવાનેા હતેા, તે તેમણે આપ્યા અને આત્મબલિદાનથી આત્મયજ્ઞ પૂર્ણ કર્યાં. દેશભરમાં શાક છવાઇ ગયા. કાઇ ઠેકાણે રાષની જ્વાળા ભભૂકી અને તેમાં ખીજાએનાં પણ બલિદાન દેવાયાં. મહાત્માજીના પુનીત આત્મા તેને સ્થાને ચાલ્યેા ગયા. જડપૂજાવાદી એવા આપણે મૃતદેહને જોઈને વિલાપ કર્યાં; બીજાઓએ વાયુપ્રવચન દ્વારા સમાચાર કાને સાંભળીને આંસુ સાર્યાં. સ્મશાનયાત્રા નીકળી, અગ્નિસંસ્કાર થયા, અસ્થિ પવિત્ર જળમાં પધરાવ્યા, ભસ્મીભૂત દેહની ભસ્મ દેશના અનેક ભાગમાં નેતાએ લઈ ગયા, વિધિપૂર્વક તેને પણ પવિત્ર જળાશયમાં વહેતી મૂકી; કેટલાએકે જમીનમાં દાટીને તેના ઉપર સ્મરણચિહ્નરૂપે મંદિર, મૂર્તિ કે કીતિ
*
Page #184
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમા
[ ?? }
સ્ત ંભ મૂક્યા; કાઇએ મહાત્માની વસ્તુઓ એકઠી કરીને સ્મારક રચ્યું, કાઇએ તેમના લેખોનું સંગ્રહસ્થાન સ્થાપ્યું; તેા વળી કાઇએ તેમના જન્મસ્થાનને યાત્રાસ્થળ બનાવ્યું. આ રીતે પવિત્ર પુણ્યાત્માની જડ વસ્તુથી તેમના ચૈતન્યની પ્રેરણા જગતના પામર લેાકેાને મળશે એમ આપણે માની લીધું; તેને મહત્વ આપ્યું; અને મુખ્ય તરીકે ગણીને તેની પ્રતિષ્ઠા કરી. અને આટલાથી ભારતનું, ભારતવાસીઓનુ અને જગતનું કલ્યાણ થઈ જશે એટલી શ્રદ્ધા રાખીને ઋતિકવ્યતા માની.
આ રાહ પ્રાચીનકાળથી ચાલ્યે! આવે છે માટે તે રાહ સાચા છે, સારા છે અને તેમાં જ સર્વસ્વ સમાઈ જાય છે—આવી ઊંધી સમજ આપણે અત્યારે સેવીએ છીએ. પણ આ તેા જડવાદ છે. જડવાદની ભૂમિકા ભારતવાસીને માટે સર્જાઈ. ભલે જમાના જડવાદને હાય પણ ભારત તેા અધ્યાત્મવાદને વરેલુ છે. એટલે ગાંધીજીનુ યુગપુરુષ તરીકેનુ સ્થાન આવી જડસાધનામાં જ ન હેાય, તે તેા તેનું અપમાન ગણાય. તેનુ સ્થાન દેશના એકેએકના હૃદયમાં હોવું જોઇએ. તેમનું સ્મરણ માત્ર, નામમાત્રમાં ન હોય; પણ કાર્ય દ્વારા જ હોઈ શકે. ભારત ભાનભૂલેલું અને પ્રમાદવશ ન હેાય તે આવી સાચી સમજ જરૂર ધરાવતા શીખશે.
ઉપર આપણે જોઈ ગયા કે રાજતંત્ર ચલાવવાને લાયક તેા ક્ષત્રિય જ ગણાય. ક્ષત્રિયમાં શૂરવીરતા, વટ, દેશપ્રેમ, આત્મબલિદાન, પ્રજાનુ રક્ષણ, ન્યાયપરાયણતા, ચારિત્રબળ, ઉદારતા, દાનવૃત્તિ, ક્ષમા અને સ્વમાન આ ગુણા હાય ! જ તે રાજા કે સ્વતંત્ર ભારતના પ્રમુખ થવાને લાયક ગણાય.
આ બધા ગુણા એવા છે કે તેના સંપૂર્ણ અમલ કરે અથવા તે પ્રમાણે રાજા વતે તેા રાજ્યની લક્ષ્મીના ભંડાર ખૂટી જાય, એટલે નિયંત્રણ કરવાનું કામ પ્રધાન, મંત્રી કે કારભારીને સોંપવામાં આવે છે. પ્રધાન હુમેશા શાણા, ડાહ્યો, મુત્સદ્દી, નિમકહલાલ, બુદ્ધિશાળી,
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
અનુભવ-વાણી
અનુભવી, ઠરેલ, વિવેક બુદ્ધિવાળા, ચકાર અને દીર્ધદ્રષ્ટિવાળા હોય છે. અને રાજા હ ંમેશા પ્રધાનની સલાહ મુજબ જ વર્તે છે. અમાત્ય કે મંત્રી માટે ભાગે વૈશ્ય જ હોય છે. અમુક કાળે બ્રાહ્મણે પણ મંત્રીને હોદ્દો ભાગવતા હતા, પરંતુ બ્રાહ્મણ હંમેશાં વિદ્યાગુરુ તરીકે કામ કરતા હતા અને તેવા ગુરુ પાસે ચારે વર્ણના બાળકા ભણતા હતા એટલે વિદ્યામાં બધા વર્ણમાં બ્રાહ્મણ વધુ બુદ્ધિશાળી હોય છે અને તેને કારણે બ્રાહ્મણેાએ પણ મંત્રીપદ ધણા રાજ્ગ્યામાં શાભળ્યું છે તેની ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે.
આ જમાના વિદ્યા કરતાં વાણિજ્યના વધારે છે. એટલે જે વેપારમાં પારંગત હાય તે જ રાજ્યની ધૂરા માટે વધુ લાયક ગણાય. અગાઉના વખતમાં ભારત માત્ર ખેતીવાડીનેા જ દેશ હતા અને જે કાંઈ વેપાર હતા તે માત્ર ખેતીની અને ખનીજની પેદાશને જ હતા. એટલે વેપારીઓનુ સ્થાન જેટલું પ્રજા વર્ગમાં મહત્વનુ` હતુ` તેટલુ રાજ્યવહીવટમાં નહોતું. આજે પણ જોશું તે જણાઈ આવશે કે રાજ્યની નાની મેાટી ઑફિસમાં કારકુના, કેળવણીની સંસ્થાઓમાં શિક્ષકા, ધર્માંસ્થાના અને દેવમંદિરના પૂજારી, ક્રિયાકાંડ, વિધિવિધાન, જ્યોતિષ વિગેરેનું કામ કરનારા ફક્ત બ્રાહ્મણા જ હોય છે, અને આ બધાં કામેા બ્રાહ્મણેાને વધુ અનુકૂળતાવાળા છે. વૈશ્યને માટે ખેતી, વ્યાપાર, વાહનવ્યવહાર, ધીરધાર, હિસાબી કામ, નાણાની સાચવણી, ઉત્પન્ન અને વ્યય, હુન્નર ઉદ્યોગ, શેાધખાળ, વિજ્ઞાન અને એવા બીજા કામેા નિર્માણ થયેલા છે. શૂદ્રને માટે મહેનત, મજૂરી અને સેવાનુ ક્ષેત્ર નિર્માણ થયેલું છે અને ક્ષત્રિય માટે રક્ષણ, લડાઇ અને શૂરવીરતાનું ક્ષેત્ર રાખવામાં આવ્યું છે.
મુખ્ય ચાર વર્ણામાંથી ચાર ભેદ થયા અને તેમાંથી અનેક પેટા વિભાગે સર્જાયા. પછી જે જે સમૂહ જે મજૂરીના ક્ષેત્રમાં પડયા તેના તેને અનુસરીને દરેક વ અકેક જુદી જુદી જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ
વ
જે કામધંધામાં કે બંધાયા અને તે તરીકે ઓળખાવા
Page #186
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[ ૧૫૩ ]
લાગ્યા. અને આ રીતે સાની, સુખડીયા, સઈ, સુતાર, દરજી, માચી, લુહાર, કંસારા, કુંભાર, કાળી, પાટીદાર, આગરી, માછીમાર, ધાંચી, ધોબી, માળા, ઢેઢ, ભંગી, ચમાર, ખાટકી, ડબગર, રંગારી, ખત્રી, બ્રહ્મક્ષત્રિય, લુહાણા, કાછીયા, છીપા, ગોલા, ખવાસ, વડારી, ભરવાડ, રબારી, વાંઝા, વાળંદ, વણકર, સીપાઈ વિગેરે અનેક જ્ઞાતિએ ઊભી થઈ. અને તે જ્ઞાતિના લોકે બીજો ધંધા કરતા થયા એટલે તેના પેટાવિભાગેાની વળી મિશ્ર જ્ઞાતિ ઊભી થઈ, જેવી કે વાણીયા સોની, સઈસુતાર, કુંભારસુતાર, લુહારસુતાર, હિંદુ ધેાખી, મુસલમાન ધેાખી, વાણીયા સુખડીઆ, બ્રાહ્મણુ કાઈ વિગેરે. વળી આંતરજ્ઞાતીય લગ્નપ્રથાથી જે પ્રજા ઉત્પન્ન થઈ તેની પણ જુદી જુદી જ્ઞાતિએ ઊભી થઇ. આ રીતે એકમાંથી અમુક અને અમુકમાંથી અનેક, અનેકમાંથી વિધવિધ અને તેમાંથી બહુવિધ—એ રીતે અનેક ભેદ, ભાગ કે વિભાગેા પડયા અને તેને પરિણામે જેમ એક વડમાંથી અનેક શાખાપ્રશાખા નીકળે અને મૂળ થડનો ખ્યાલ પણ ન રહે તેવી રીતે આખા ભારતદેશ એકતા મૂકી દઈને અનેકવિધ ભેદ અને છંદમાં વહેંચાઈ ગયા, વીંખાઈ ગયા, પીંખાઈ ગયા અને છેવટે છિન્નભિન્ન થઈ ગયા. આમ સંપ અને એકતાની સાંકળ તૂટી ગઇ, બધી કડીએ ધસાને વેરવિખેર થઈ ગઈ અને તે નબળાઇની તક સાધીને પરદેશીઓના આક્રમણ ભારત ઉપર અનેક રૂપમાં શરૂ થયા.
ઘણા પરદેશીએ આવ્યા અને ગયા. કેટલાક હિંદમાં સમાઈ ગયા અને હિંદને પેાતાનું વતન ગણીને હિંદમાં રહ્યા; ખીજાએ લૂટને માટે આવેલા તેઓ લૂંટ લઈને વિદાય થયા. કેટલાક હિંદને જીતી તેના ઉપર આધિપત્ય જમાવવાના હેતુથી આવેલા, અને તેઓએ હિંદમાં રહી પેાતાના અમલ સ્થાપ્યા. કાઈ હિંદની પ્રજાને વટલાવી તેઓને મુસ્લીમ બનાવવાના હેતુથી આવ્યા, તેા કાઇ મૂર્તિ અને મદિરાના ખંડન કરી તેને સ્થાને મă અને દરગાહ ઊભી કરીને પેાતાના ધર્મના ઝંડા ફરકાવવાના ઉદ્દેશથી આવ્યા, એ રીતે અનેક આવ્યા,
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
અનુભવવાણી
અનેક ગયા, અને અનેક રહ્યા. કેટલાએકે, પેાતાના દેશમાંથી દેશનિકાલ થવાને કારણે અથવા તેા પેાતાના દેશ દુશ્મનના હાથમાં જવાથી જાન બચાવવા માટે આ દેશમાં આવીને આશ્રય લીધા અને કાયમ માટે અત્રે રહ્યા. એમ હિંદના ઈતિહાસમાં ચિત્રવિચિત્ર વિવિધ રંગ પૂરાએલા અનેક ચિત્રા આળેખાયેલા છે. અને તે પણ વિધિની વિચિત્રતા નહીં તે બીજું શું ગણી શકાય.
આ બધાને અ ંતે યુરોપની જુદી જુદી પ્રજાની જુદી જુદી પ્રકૃતિવાળા જુદા જુદા પ્રકારના વેપારીએ હિંદમાં વેપાર કરવાના હેતુથી આવ્યાં. તેઓને હિંદની રસાળ ભૂમિ, ફળદ્રુપતા, કુદરતી સૌંદર્યાં, વિશાળ સાગરકાંઠા, અપરિમિત પ્રદેશ, લેાકેાનુ ભાળપણુ, રાજાઓમાં કુસંપ અને કીન્નાખારી, અને શાસકવર્ગનુ દેશદ્રોહીપણું બહુ જ ગમ્યા, બહુ જ અનુકૂળ લાગ્યા અને આકર્ષીક પણ લાગ્યા. તે સહુ પેતપેાતાની રીતે સાધના કરવા અત્રે આવ્યા, થાણા નાખ્યા, અડ્ડો જમાવ્યા, ધાક બેસાડવા અનેકને દાખ્યા, ધણાંને ચાંપ્યા, બહુને ડરાવ્યા, કઇકને મરાવ્યા અને ચામેર ત્રાહી ત્રાહીના પાકાર પડાવ્યા. ઘેાડે બાંધીને ઘસડયા, હાથીના પગ તળે કચડાવ્યા, અંગૂઠા કાપ્યા, તાપને ગોળે ઉડાડવા, અદીખાને ઘાલ્યા, કાંસીએ લટકાવ્યા, ફટકે માર્યા, લૂંટ્યા, લજાવ્યા, મેહાલ કર્યાં, નાક ઘસાવ્યા, ધરબાર બાળ્યા, ગામેા લૂટ્યા, સ્ત્રીઓની લાજ લૂંટી, બાળકાના ખૂન પીધા, અને ઠેર ઠેર આવા અનેક કાભાંડ ભજવ્યા. આમાં વલા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ કે બ્રિટીશ એ દરેકના એવધુ હિસ્સા છે જ છે એની કાણુ ના કહેશે ? જીભની ઝડીએ ઝુડવામાં કાને સારા ગણવા ? કસાઈ દયાળુ હાઈ શકે ખરા ? આ ઈતિહાસને નાઝીઝમ, ફેસીઝમ, ઝારીઝમ, કેસરીઝમ, કામ્યુનીઝમ, સાશ્યાલીઝમ, લીબરલીઝમ, કનઝરવેટીઝમ, લેબરીઝમ, અથવા કયા ઝમ કહેવા ? વાંચક વ તમારામાં તીક્ષ્ણ અને કુશાગ્ર બુદ્ધિ હોય તેા આ પ્રશ્નના ઉત્તર આપશે ? યમરાજના ઝમ કરતાં આમાંના કયા ક્રમ સારા તે ફ્રાઈ કહેશેા ?
Page #188
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
( ૧૫૫ ] આકાશવાણી દ્વારા એક ઉત્તર આ પ્રમાણે સંભળાય છે. યમરાજને ઝમ એક ઝટકે દેહને છેદ કરી છવને લઈ જાય છે. એટલે જીવને એક ક્ષણ સુધી જ દુઃખની લાગણી થાય છે, પરંતુ ઉપર વર્ણવેલ દરેક ઝમ એ છે કે જે પારકાના દેશના દેશ ઉજજડ વેરાન કરે છે, લેકેને ધીમે ધીમે રહેંસી રહેંસીને રીબાવે છે, યાતનાઓની ભયંકર ચિચીયારીઓ ચોમેરથી વીસે કલાક સંભળાયા કરે છે અને હૃદયને ભેદી ભેદીને તેના ટુકડા કરે છે. મેતના ભણકારાથી ઊંધમાંથી પણ ભડકીને લેકે બેઠા થાય છે, અને તેમાંથી બચવા માટે અંધારા ખૂણામાં નાના મોટા સહુ લપાઈ જાય છે. હિંદના લેકેને માટે અને લેકાના ભલા માટે જ તેઓ આ ભૂમિ ઉપર ઉતરી આવ્યા છે એવો દાવો આ પરદેશીઓ હિંદની ભોળી પ્રજા પાસે રજૂ કરે છે. પણ પ્રજા એવી મૂર્ખ નથી કે તેઓ જે કહે તે માને. પછી બીજી બાજી શરૂ કરી. તે આ પ્રમાણે:-“જે અમારી સામે થાય તેને માટે જ ઉપર કહેલી શિક્ષા થાય છે. જેઓ અમને તાબે થાય અને અમારા કહ્યા મુજબ કરશે તેઓએ કશી ધાસ્તી રાખવાની જરૂર નથી. જિંદગી કેને વહાલી ન હોય ? ત્રાસમાંથી બચવા માટે કેણુ શરણ ન સ્વીકારે? પ્રજાને આ રીતે પક્ષમાં લીધી. નાયકેને કુહાડીના હાથા બનાવ્યા અને ધીમે ધીમે ઝેરને પ્રચાર કર્યો. કેળવણવડે ગુલામ બનાવ્યા, કાયદાને નામે ઘેર ઘેર કલેશ અને ઝઘડા કર્યા, સમાન હકને નામે અંદર અંદર લડાવ્યા, રાજાઓને ઉકેર્યા, મુસ્લીમને ચડાવ્યા, સામ્રાજ્યવાદના લાભ અને લાલચ આપીને છેતર્યા અને ચારે કાર સળગતું નાખીને સીધાવ્યા. - બ્રિટીશની જડ ઘાલેલી સામ્રાજ્ય સત્તાને ઉખેડવા માટે હથિયારે, દારૂગોળા, બેબ, ક્રાંતિકારી બળવા કે ભૂગર્ભની વિપ્લવવાદી કોઈ પણ
જના પૈકી કશું કામ આવે તેવું નહોતું, કેમકે આપણી પાસે તે માટે જોઈતા નાણું, લશ્કરી બળ, બુદ્ધિ, શક્તિ કે સાધને નહોતા, તેમજ પ્રજામાં તેજ, હિંમત, દેશાભિમાન કે કુરબાનીની તમન્ના નહતી. પ્રજાને નિર્માલ્ય, ભીરુ અને સત્વહીન બનાવી, અંદરઅંદર લડાવી
Page #189
--------------------------------------------------------------------------
________________
[૧૫૬ ]
અનુભવ-વાણી
કાળા કાયદાની કારમી નાગચૂડમાં ભીંસી નાખીને એવી નરમ બનાવી નાખી હતી કે કોઈ પણ માણસથી જાહેરમાં સરકાર સંબંધી વાત થઈ ન શકે. ભણેલાઓને ધર્મથી ભ્રષ્ટ કર્યા, હિંદી સંસ્કૃતિ અને હિંદના વીરતા ભરેલા સાચા ઈતિહાસથી વંચિત રાખ્યા. પશ્ચિમની ટાપટીપ, મોજશોખ અને વિલાસોમાં ગુલતાન બનાવી દીધા, અને કાયદાને તથા પરદેશી રાજસત્તાને વફાદાર રહેવામાં જ હિંદનું હિત છે એ રીતનું ગુલામી માનસ દેશભરમાં ઉત્પન્ન કર્યું. કાયદા એવા ઘડ્યા કે પિતાપુત્ર, પતિપત્ની અને ભાઈભાઈઓ વચ્ચે વારસા અને અધિકારને નામે ભેદ પાડ્યા, અદાલતોમાં વર્ષો સુધી લડાવ્યા અને પરિણામે લડવામાં બધી મિલ્કત ખલાસ થાય, તે ઉપરાંત ત્રણ થાય અને સરવાળે બધા પક્ષકારે તદ્દન પાયમાલ થાય. ડાઘણા હશિયાર માણસ હોય તેને સરકારી હોદ્દાઓ ઉપર નીમી અથવા તો માનચાંદ કે ખેતાબ આપીને પોતાના પક્ષમાં સરકાર લેતી અને તેઓને કુહાડાના હાથા બનાવી તેમના હાથે હિંદનું હીર સેંકડો વર્ષ પર્યત ચૂસ્યા કર્યું. હિંદના જે જે હુન્નર ઉદ્યોગ, ધંધા, કળા કે કારીગીરી હતી તે બધાને ધીમે ધીમે નાશ કરી પરદેશી તકલાદી અને મોંઘી વસ્તુઓને મોહ અને ચેપ લગાડી આપણને વધુ પાયમાલ કર્યા. જેટલા વર્ષ તેઓની સત્તા ભારતમાં રહી તે દરમ્યાન તેઓએ મેટા એને અને મોટા પમ્પ અને પાઈપ વડે ચોવીસે કલાક આપણી રિદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિને ઉલેચીને ઈગ્લાંડ ભેગી પહોંચાડી. એટલાથી પણ તેઓને સંતોષ ન થયો કે ન આપણી દયા આવી. રાજ્ય કારોબાર, લશ્કર, પોલીસ, ન્યાયખાતા તથા બેંકે, વિમા કંપનીઓ, સ્ટીમર કંપનીઓ, આયાત નિકાસની પેઢીઓ વિગેરેમાં હજારે અને લાખે ઈગ્લાંડવાસીઓને દર વરસે કરડે અને અબજો રૂપિયા હિંદમાંથી સુધરેલી ઢબે લૂંટવા દીધા. તાર, ટપાલ, રેલવે વિ.ની સગવડતાના ન્હાના નીચે બીજા અબજો રૂપિયા દર વરસે ઈગ્લાંડ પહોંચતા. આન, પ્રેસ, કાપડની મિલે અને બીજા કારખાનાઓની મશીનરી અને સ્ટાર્સના અનેકષ્મણ પૈસા આપણી પાસેથી પડાવ્યા.
Page #190
--------------------------------------------------------------------------
________________
સેપારીઓની સમશ્યા
[ ૧૫૭ ]
દુનિયામાં ઈંગ્લાંડ સિવાય બીજો કાઈ દેશ નથી કે જે ઉપર જણાવેલી મશીનરી, સાંચાકામ કે ચીજો બનાવતા હેાય એવી આંધી અને અંધારપછેડા આખા ભારત ઉપર સિતથી આ રીતે સેંકડા વર્ષો સુધી બ્રિટીશરોએ પાથરેલા રાખ્યા.
વેપારી હુશિયાર ગણાય છે. વળી મહેનતુ, સાહસિક અને દીર્ધદ્રષ્ટિવાળા કહેવાય છે, છતાં ભારતના મોટા ભાગના વેપારી વર્ગ બ્રિટીશની રાજ્યનીતિ અને વેપારનીતિ ન જ સમજી શકયા. ઘેાડા ધણા માણસાના ખ્યાલમાં આ વાત આવી હોય છતાં અંદર અંદરની હરીફાઇ, સ્વા, ઈર્ષ્યા અને કુસંપને લઇને બ્રિટનની બાજી ન સમજી શકયા. ઘેાડાણા સમજ્યા હેય તે તેઓનુ કાઇ સાંભળે તેમ નહોતુ. અથવા તેઓને પૈસાથી ખરીદી લીધા હોય. આયાત નિકાસની પેઢીએએ પેાતાના ઘેાડા સ્વાર્થ કે લાભને ખાતર હિંદને અને તે રીતે લૂટવાનુ અને ઈંગ્લાંડને માતબર બનાવવાનું જ કામ કર્યું છે. હિંદમાંથી રૂ, તેલીબિયા, શણુ, ચા, ખનાજ પદાર્થા અને બીજી એવી કાચી વસ્તુએ ઘણા સરતા ભાવે નિકાસ કરીને તેની જ પરદેશી બનાવટા અનેકગણી કિંમતે પાછી હિંદમાં આયાત કરી છે. અને એ રીતે પણ કરોડા રૂપીઆ ઈંગ્લાંડને રળાવ્યા છે.
આપણા વેપારી વગે` આ રીતે પરદેશના આડતીયા તરીકે મેટા ભાગે કામ કર્યું છે તેમાં તેઓએ ધન મેળવ્યું હાય-પણ કરાડાને ભીખારી બનાવીને અને દેશને વધુ ને વધુ નિન બનાવીને તેઓએ
માત્ર ઘેડાણા અંગત લાભ મેળવ્યા છે. આ રીતે ધીમે ધીમે દેશ તદ્દન કંગાળ, નિર્ધન અને પાયમાલ થયા છે. આટલા વર્ષો સુધી આટલું સહન કરવા છતાં દેશ ટકી રહ્યો અને ટકી શકયા તેના મુખ્ય કારણા એ છે કે ભારત એ ખેતીપ્રધાન દેશ છે. વરસાદ સારા થાય અને પાક સારો થાય એટલે લોકાને ખાવાપીવાનું અને પહેરવા એઢવાનું મળી રહેતું. વળી આપણું જીવન સારું અને જરૂરીઆતા ઓછી
Page #191
--------------------------------------------------------------------------
________________
[૧૫૮)
::
અg ભાવ-વા
અને છેડાથી પણ સંતોષ અને આનંદ માનવાને આપણે સ્વભાવ છે. એટલે દર વર્ષે આપણું ધન ઘસડી જવા છતાં લેકે રેટલે દુઃખી નહેતા અને સહુ શાંતિથી જીવન ગુજારે કરી શક્તાં. પણ જાણે કે પરદેશીઓને આટલું આપણું નવું સુખ પણ કાંટાની માફક ખૂંચતું હોય તે રીતે ખેતીવાડી પણ પાયમાલ થઈ જાય અને લેકે ભૂખે મરતા થાય તે જ તેઓ રાજસત્તાને આધીન રહેશે અને તેની સામે માથું નહીં ઉચકે એ ગણતરીએ ખેતીની સુધારણા માટે બ્રિટીશ સરકારે કશું કર્યું નથી પરંતુ તેના પ્રત્યે તદ્દન દુર્લક્ષ જ આપ્યું છે. નંદનવને ઉજજડ વેરાન થતા ચાલ્યા, જંગલે કપાતા ચાલ્યા, નદી, નાળા અને નહેરે પુરાતી ચાલી, નવાણે પાણી વિનાના થયા. છતાં તેની સુધારણા માટે કશું જ કરવામાં ન આવ્યું. ખેડુત કરવેરા અને વેઠના બોજાથી અને દેવાના દબાણથી ડૂબતો ગયે. હિંદના અન્નદાતા સમાન ખેડૂતને સરકાર, નોકરશાહી અને વેપારી વર્ગ લૂંટવામાં કશી કચાશ રાખી નથી. ખાતર અને પશુધન માટે ખેડૂત પાસે પઇસા મળે નહિં, પેટને ખાડે પૂરવા માટે પૂરું અન્ન મળે નહી કે શરીર ઢાંકવા માટે પૂરાં કપડાં પણ મળે નહિં. આ સ્થિતિ પાલનહાર ખેડૂત વર્ગની હતી. આ બધી સમસ્યા વેપારીએ હૃદયમાં કોતરી રાખવાની છે અને વેપારની પાયમાલી કેમ થઈ તેને ઈતિહાસ રેજ વાંચી જવાની અને યાદ રાખવાની જરૂર છે.
પ્રાચીન હિંદનું વેપારી જીવન ન્યાય અને નીતિમય હતું. પ્રમાણિકપણે મહેનત કરી ખેડૂત પાસેથી ખેતીની ઉત્પન્ન વ્યાજબી ભાવે ખરીદ કરી કહાર ભરાતે અને જ્યારે જ્યારે જેને જેને જે જે જોઈએ ત્યારે ત્યારે તેઓને તે તે વસ્તુ વ્યાજબી નફાથી વેચતે. વેપારમાં નીતિ એ હતી કે ૧) લેતી વખતે નમતા તેલથી ખરીદવું, પણ કોઈને તોલમાં ઓછું આપતે નહીં, (૨) માલમાં કદી ભેળસેળ કે દશે કરતે નહી અને તેવા કામને પાપ માનીને તે કરતાં ડરતે. (૩) રૂપીઆના
Page #192
--------------------------------------------------------------------------
________________
વેપારીઆની સમશ્યા
[ ૧૫૯ ]
સત્તર કે અઢાર આના કરી વ્યાજબી નફે મેાસમ પ્રમાણે વેચતા. પદ્મ આજની સટ્ટાખોરી અને વાયદાના વેપારની માફક રાજે રાજ ભાવની વધઘટ કરીને લોકાના નાણાં લૂટી લેાકેાની હાય કે નીસાસા લેતા બહુ ડરતા. (૪) સ્થાનિક વેપારીએ લાખા રળતા નહી. તેઓ તે સમય પ્રમાણે શક્તિ અનુસાર રળતા અને સ ંતેાષથી જીવન જીવતા. પણ જે વેપારીએ શ્રીમંત, શકિતશાળી, સાહસિક અને સાધનસંપન્ન હાય તે દેશદેશાવરના લાંબા પ્રવાસાનુ જોખમ ખેડતા અને એક દેશને માલ બીજા દેશોમાં વણુજાર કે વહાણાવડે લઈ જતા અને તેમાં જ લાખા રૂપી રળતા. પણ અનીતિ, ચારી, વિશ્વાસઘાત કે સાચુ જૂઠુ ખેલીને કદી લાખા કમાવાની ઈચ્છાસરખી પણ ન કરતા. મોટા વેપારીઓની દેશદેશાવરમાં અનેક પેઢીએ ચાલતી અને તેને વહીવટ વિશ્વાસ મહેતામુનીમેા ચલાવતા. આ રીતે સેંકડા માણસો ધંધામાં કામ કરતાં અને આવી પેઢીએ ધંધાદારી નિશાળ, શિક્ષણ સંસ્થા અને તાલીમ વર્ગનુ કામ કરતી. સાધારણ બુદ્ધિના માણસ પણ શક્તિ પ્રમાણે જાતમહેનત, અનુભવ, આવડત અને બુદ્ધિવડે ક્રમશ: આગળ વધતા અને નાના નાકરમાંથી ઠેઠ મોટા મુનીમ સુધી પહોંચતા અને છેવટે તે જ શેના ભાગીદાર બનતા અથવા તેને આશીર્વાદ લઈ સ્વતંત્ર વેપારી બનતા. (૫) શેઠ નાકર વચ્ચે સ્નેહની સાંકળ અને લાગણીની લગામ સિવાય કોા ન્હાના મેટાના ભેદ નહાતા, સહુ જાણે એક જ કુટુંબના કુટુંબીજના હોય તે રીતે પ્રેમથી વર્તતા, એકતાથી કામ કરતા અને એક બીજાના સુખદુ:ખમાં સાથી બનતા. શેને માટે પ્રાણ અને સર્વસ્વનું બલિદાન આપવા નાકરા કદી અચકાતા નહીં અને નાકરના વ્યવહારિક કે માંદગીના પ્રસંગો કે મુશ્કેલીના અવસરા ઉકેલવાની કાળજી શેને જ રહેતી. કેટલા સુંદર સંબંધ ! કેવું નીતિમય સતાષીજીવન ! કેવી શ્રેષ્ઠ ભાવના ! ગાંધીજી વેપારી વર્ગ માટે આ જાતનું સર્વોદય સ્વરાજ્ય ઈચ્છતા હતા. આજને વેપારીવર્ગ અને નાકરવર્ગ આજના વેપારી જીવનથી સુખી, સંતાષી અને આનંદી છે કે ક્રૅમ ? દરેક પાતે પેાતાના અંતરમાં
*
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
તે અનુભવવાથી
પૂછે અને જવાબ મેળવે. આજનું જીવન સુખી લાગતું હાય તે તેને મુબારક હો !
આજના વેપાર અને વ્યાપારીઓની પરિસ્થિતિના હવે ખ્યાલ કરીએ, ખેડૂત રાજા જેવા અને વેપારી ચાર કે લૂટારા જેવા-એમ આજે લકાના અનુભવ કહે છે. ખેડૂતની વાડીમાં શાકભાજી કે ફળફૂલ પાકયા હાય અને કાઇ અજાણ્યા મુસાફર પાસેના રસ્તેથી જતા હાય, તે મુસાફર વિનાસ કાચે વાડીમાં ઝાડ નીચે વિસામા લઇ શકે, વ્હેતા કાશે સ્નાન કરી કે કપડા ધોઈ શકે, દેવપૂજા માટે જોઇતા બેચાર ફૂલ જોઇતા હાય તેા પૈસા વિના મેળવી શકે, સાથે ન્હાનું છેક હાય અને રડતુ હાય તા ખેડૂત પ્રેમથી તેને થાડાક ખેર કે જાંબુ, એકાદ જમરૂખ કે દાડમ, કેરી કે શેરડીની કાતરી બચ્ચાંને પ્રેમથી ભેટ આપે. ગામમાં વાણીઆ વેપારીને ત્યાં જનમાં મહેમાન આવ્યા હોય અને ખેડૂત સાથે તેને સંબંધ હોય તે તે બધાને ચા પીવા, પાંક ખાવા કે શેરડીના વાઢે રસ પીવાનું આમંત્રણ આપે અને સાચા ઉદાર દિલથી સત્કાર કરે. ઉદારતામાં રાજાની પછી ખીજો નંબર ખેડૂતને આવે છે. સારા વરસાદપાણી અને સારા પાક થાય તેા ખેડૂત ઉદારતાથી સહુને આપે છે. ગામડાઓમાં ખેડૂતા ઉપર જ વેપારીએ નભતા હોય છે. ખેડૂત એક દરે ભલા, ભોળા, ઉદાર અને દયાળુ હોય છે. તેથી ઊલટી રીતે વેપારી હુશિયાર, પાકા, તકસાધુ, ગરજનેા લાભ લેનાર, અને વખત આવે ધા મારવામાં કૂશળ હેાય છે. તાલમાપમાં સવાયું લેવુ અને ઓછું આપવું, વ્યાજમાં સવાયુ` કે ધ્રેહુ' વસુલ કરવુ અને ગરજે કાઇ પૈસા કે માલ લેવા આવે તેના પૂરા લાભ લેવા–આ રીતનું ગામડાના વેપારીનુ જીવન છે. તેનામાં એક ગુણુ એટલા સારા છે કે ગમે તેમ થાય પણ કદી તકરાર કે મારામારી નહી કરે અને સહુને પ્રેમ અને મીઠા શબ્દોથી વશ રાખશે. ગામડામાં એકલાઅટુલા રહેવા છતાં સહુને વાણીએ (વેપારી) વશ રાખશે અને સપીને રહેશે. એટલે વાણીયાના ખૂન કે
Page #194
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[૧૬] વાણિયાના ઘરમાં ચોરી કે ધાડ બનતા સુધી નહીં થાય. ખૂની, ડાકુ કે બહારવટીયા સાથે પણ વેપારી મેળ રાખશે. કેમકે સૌને તેની ગરજ પડે જ. મોટા શહેરમાં વેપારી હશિયાર તે ગણાય કે જે વધુ લૂંટે, ઓછું તળે, ભોળાને વધુ ઠગે અને હુંશિયાર ઘરાક પાસે સીધો ચાલે. આટલું કરવા છતાં અત્યારે વેપારી ઊંચો આવતો નથી અને ચિંતાથી શરીરે, શક્તિ અને સ્થિતિએ ઘસાતા જોવામાં આવે છે તેનું શું કારણ? શેરને માથે સવાશેર હોય અને “ઘરને દુશ્મન સૌથી ભંડ” અથવા ચોરને ઘેર ચેર પરણે” અથવા “જેવી મતિ તેવી કૃતિ અને તેવી ગતિ” અથવા “પ્રભુને ઘેર છેવટ તો ન્યાય છે જ...આ કહેવતોનું કથન સદા સત્ય છે. વેપારી ઘરાકને લૂંટે, તો વેપારીને મોટા વેપારી લૂંટે, અને વેપારીને બીજે હરીફ વેપારી ભાવમાં નફામાં અને વેપારમાં કાપે. એટલે છેવટે તો “ચોરને પિટલે ધૂળની ધૂળ જ રહે. વળી જે તક જેને ભાવની મોટી ઉથલપાથલ કે વધઘટ કરે કે વાયદાના વેપારમાં તેજીમંદીનો સટ્ટો જમાવે તે કોઈ વખત તેજીવાળો કમાય કે કઈ વખત મંદીવાળો કમાય; પણ સરવાળે તો બેઉ ગુમાવે જ. ગામના ભોળા લેકે બે પૈસા કમાવાની લાલચે અથવા ઘરખર્ચમાં પડતે તેટો પૂરે કરવાની લાલચે સટ્ટો રમવા જાય અને બીજાને ખબર ન પડે તે રીતે ચોરીછૂપીથી કોઈની મારફતે ખાનગીમાં કામ કરે. આવા હજારે લેકેનાં નાણાં સડીયાના હાથમાં જાય છે. તે ઉપરાંત ઘરાકોના કામકાજમાં રોજની વધઘટના–ભાવફેરના-ગાળા ખાઈ જાય છે. ઘરાકની દલાલી, ભાવના ગાળા અને ઘરાકોની લાખોની નુકસાનીને ભોગે જ સડીયાઓ મોટા ભાગે શ્રીમંત બને છે, ઉજળાં કપડાં પહેરે છે, મોટરે દેડાવે છે અને હજારના કીર્તિદાન કરે છે. વેપારી કે સટ્ટાવાળા ભોળી પ્રજાને ભોળવીને જેમ લૂટે છે તેમ તેઓને સરકાર કરવેરા અને આવકવેરાવડે લૂંટે છે અને બાકીનું યુરોપ, અમેરિકાના વાયદાબજારમાં અથવા તે નવી નવી લિમીટેડ કંપનીઓના શેરેમાં અથવા નવા
૧૧
Page #195
--------------------------------------------------------------------------
________________
{ ૧૬૨ ]
અનુભવ-વાણી
ધંધાદારી સાહસેામાં વધુ કમાવાના લાભને લઈને લાખા અને કરોડા ગુમાવે છે. માટી માછલી નાની માછલીને ખાય અને તેના ઉપર જીવે, તેમ જગતમાં ગરીબેાના ભાગે જ માણસા શ્રીમંત બને છે અને મેાજ ઉડાવે છે. લડાઇ જેવા અસાધારણ સંજોગોને લઇને અથવા માલની છત અછતને લઈને એકસરખી કમાણી થઈ હાય અને તેને લઇને સાહસના પ્રમાણમાં વેપારીએ ધનવાન થતાં હોય તેમાં તે દોષિત ન ગણાય.
ભાગે કમાય છે. આ
એટલે એકના ભાગે ખીજો કમાય છે; અને તે પણ જૂ, ચેરી, અનીતિ, છેતરપિંડી અને વિશ્વાસઘાતથી જ મેટે સર્વમાન્ય સત્ય હકીકત છે અને તેને લીધે જ લાકમત વેપારીની વિરુદ્ધમાં છે. સરકાર પણ કહે છે કે વેપારીઓ જ કાળાબાર કરે છે. સમાજવાદ અને સામ્યવાદના સૂર પણ વેપારીઓની વિરુદ્ધમાં વાગે છે. ચાર, ડાકુ અને લૂંટારુ પણ વેપારીઓની દુકાના અને ગાડાના તોડી લાખાના માલ ઉઠાવી જાય છે. કાર્ટ અને વકીલા પણ વેપારીઓના નિકાલ કરવામાં અને નાદારીના કાળા મેળવવામાં પૈસા કઢાવે છે. સેલ્સટેકસ, પરમીટ, લાઈસન્સ, અરજી, ઓળખપત્ર, ભલામણ, લાગવગ, કવેાટા, રેલ્વેષુકીંગ, મજૂર, મુકાદમ, ખટારા કે ગાદીખ, કસ્ટમ, માલની ચેરી કે ઘટ, કન્ટ્રોલના કાયદાભંગના ગુન્હામાં પેાલીસ, ઈન્સ્પેકટર, વકીલ કે કાર્ટ (દીવાની કે ફોજદારી), કૉંગ્રેસના કે બીજા ( કુંડફાળા, મેાટા વ્યવહાર, ખાટા આડ ંબર, વિના કારણે દેશપરદેશની મુસાફરી અને તે અંગેના મેળાવડા, માનપત્ર અને જાહેરખબર અને એ બધાની ઉપર ટેાચે ઇન્કમટેકસની લટકતી તલવાર અને વધુ કર ભરવામાંથી બચવા માટે ઊંધાચતા અને આડાઅવળા હિસાબકીતાબ અને હવાલા–આ બધી સાનાની ખેડીએથી જકડાયેલા અને ઝેરી સાપથી ચાવીસે કલાક ડંખાતા, ડંસાતા અને તેની ચિંતાથી દિવસે દિવસે નિસાસા નાંખતા, કાળજી કારાતા, ઊંધમાં ધારી સ્વપ્નાથી પીડાને અકી ઉતા, નિદ્રામાં બકબકાટ કરતા, ખિન્ન ચહેરાવાળેા, નિસ્તેજ અને નિસત્ત્વ, નમાલા અને ક્ષીણુ દેહવાળા વેપારી ભવ્ય ભૂવનમાં રહેવા
Page #196
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[ ૧૬૩] છતાં, ભાતભાતનાં ભોજન ખાવા છતાં, કિંમતી અને તેજદાર હીરાના બટન કે વીંટી પહેરવા છતાં, કડક કિંમતી કપડાથી શોભતા છતાં, મોટરની અને એરોપ્લેનની મોજ માણવા છતાં, છાપામાં ફેટ અને જાહેરાત આપવા છતાં તેનું કાળજુ ભય, ચિંતા અને પાપના કીડા કોરી ખાય છે, હૃદય હકથી વધુ ધબકારા મારે છે, નાડી ઉતપાતથી વધુ ધડકે છે, આંખને ઊંઘ આવતી નથી. કાન બહેરા થઈ ગયા છે, જીભમાંથી અમી ઝરતી નથી, શરીર લાગણીશૂન્ય થઈ ગયું છે અને હોજરી, આંતરડાં કે ફેફસાં કામ કરતાં નથી. આ બધામાં શું સુખ છે? આ બધું શેને માટે ? એક પિટને ખાવા માટે, એક શરીરને પહેરવા માટે અને એક દેહને રહેવા માટે કેટલું જોઈએ ? આ છે આજને વેપારી. આવા જીવનમાં સાચે નફે છે? સાચી મઝા કે સાચું સુખ છે ? ભરતી વખતે બધું મૂકીને જવાનું છે. જેને તું તારું માને છે તેમાંનું તલભાર તારું નથી. આ બધા કાળાધોળા કર્તવ્યના પરિણામ તારે જ ભોગવવાના છે. હજુ ડાહ્યો થા અને સમજ. બહુ મેડ નથી થયું. જગ અને ભૂલ સુધાર. નીતિથી છવ, નિસાસા ન લે, દયા કર અને સાચે મનુષ્ય થા. ચેત, ચેત !
જનતાના જીવનનું ઊંડું અવલોકન કરતાં એ સ્પષ્ટ નજરે પડે છે કે :
૧. ખેડૂત-ખેડૂત ઋણરાહત ધારાથી ઋણમુક્ત થયા. ખેતીની ઉત્પન્નના ભાવો વધવાથી ખેડૂતોના ખેાળા ધનથી ભરાયા. આજ સુધી રાજ્ય, અમલદારેએ અને વેપારીએ તેઓને લૂંટયા, રીબાવ્યા, રહે સ્યા પણ હવે ખેડૂતો હુશિયાર થયા, સ્વાર્થ સમજતા શીખ્યા અને પૈસાની કિંમત પણ સમજતા શીખ્યા. શેરના હિસાબે સેનું રૂપું આજે કોઈ ખરીદનાર હોય કે નેટના થેકડા ને થેકડા કેઈને ઘરમાં હોય તે તે ખેડૂતના જ ઘરમાં છે. ઘણુ વરસને પરિતાપ, યાતના અને ત્રાસ વડ્યા પછી આજે સુખે જીવવાની તક તેઓને મળી છે. પણ નાણાંના નાદથી ભેજુ ભ્રમિત ન થાય અને છતની છોળેથી છકી ન જવાય
Page #197
--------------------------------------------------------------------------
________________
[૧૬૪]
અનુભવ-વાણી અને લગ્ન ભરણાદિ પ્રસંગેમાં ગાંડાતૂર ન થઈ જાય તે તેઓએ જોવાનું છે. ચાની આદત, સિનેમાના શોખ, શહેરી જીવનની ટેવો કે સાઈકલ મટરની મુસાફરી વિગેરેનું તૂત ન લાગે અને પૈસે સાચવી ખેતી સુધારે, સંતતીને જરૂર પૂરતું ભણાવે, પશુધનને પાળે, દેશના હિત ખાતર કામ કરે અને લોકહિતના કામમાં પૈસા ખરચે તે ગુજરાતમાં જેમ વિઠલ કન્યા વિદ્યાલય કે વલ્લભ વિદ્યાલય જેવી મહાન સંસ્થાઓ પાટીદાર કોમે ઊભી કરી છે તેમ સૌરાષ્ટ્રને આંગણે આપણા ખેડૂત શા માટે ન કરી શકે ? સરકાર કે દેશસેવકે ખેડૂતોને આ વાત સમજાવશે ?
૨. વેપારી-કન્ટ્રોલ આયાત નિકાસનું નિયમન કે પ્રતિબંધ, કાચા માલની અછત, મજૂરો ત્રાસ, કામના કલાકનું નિયંત્રણ, વેપારમાં સખત હરિફાઈ નાણાંનું વધુ પડતું રોકાણ અને વ્યાજને વધુ પડતો બેજે, ધીરધાર અને શરાફીને અભાવ, નફાખોરી માનસ, ઘરાકને લૂંટવાની વૃત્તિ, નવીન વસ્તુમાં અનેકગણો નફે લેવાની લાલસા અને કબરના માલના ભરાવાથી અને લોકોને રોજ ને રાજ બનતી નવી નવી ફેશનેબલ ચીજ વસ્તુઓને વધતો જતે મેહઆ બધાથી પાસ ઘેરાયલે વેપારી, કરેળીયાની જાળની જેમ વધુ ને વધુ ફસાય છે, ચિંતાગ્રસ્ત રહે છે, રીબાય છે અને રહેંસાય છે, લડાઈ થાય, લડાઈની સાચી ખોટી ધામધુમ રહ્યા કરે, માલના ભાવની વધઘટ થયા કરે, સંઘરાખેરી વૃત્તિથી માલની કૃત્રિમ અછત ઊભી થાય અને મેટ ન થાય. આ જાતનું માનસ આજે વેપારીઓનું થઈ ગયું છે, તેને પરિણામે વેપારીએ આજે જનતાને અને સરકારને રેષ વહોરી લીધું છે અને પ્રજાને વિશ્વાસ ગુમાવ્યું છે. પણ કુદરતને ઘેર હંમેશા ન્યાય છે જ, વેપારી નફામાં રામા , માજશેખ ક્ય, વૈભવ અને ખર્ચા વધાર્યા થોડાઘણા કીર્તિદાન કર્યા કે સગાંવહાલાં, નાતીલા, સ્વધર્મી કે આશ્રિતને નવાજ્યા અને સંતોષ તથા સાર્થક માન્યા; પરંતુ તે છતાં કે તેનાથી ન સંતોષાયા કે ન તેના ઉપકારવશ બન્યા એટલે કલેશ અને કકળાટ જેમ ને તેમ ઊભા રહ્યા.
Page #198
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[૧૬૫] જીવનની રેજની જરૂરિયાતના ભાવ સૌથી વધુ વધ્યા અને તેના વિના ઇને ચાલે જ નહીં. એટલે સૌને દાતણું, દૂધ, ખાંડ, ઘી, તેલ, અનાજ, મસાલા વગેરે વસ્તુ ગમે તે ભાવે ખરીદવાની પણ ફરજ પડે છે અને એ રીતે ગરજને લાભ લેવાય છે. જેમાં ભાવ વધે તેમ ભેળસેળ અને દગો વધે. એ રીતે વિષચક્રમાં આખો દેશ આજે દુઃખીદુ:ખી દેખાય છે. આ છે વેપાર અને વેપારીની વિષમ દશા ! , ૩. ક્ષત્રિય-માણસો સ્વરક્ષણને માટે ટોળાં અને સમૂહમાં રહી તેઓમાંથી ડાહ્યો, બળવાન, પરાક્રમી, હિંમતવાન, સાહસિક, ઉદાર અને ન્યાયી-એવા પુરુષને પિતાને નાયક બનાવી તેના આશ્રયે રહેવા લાગ્યા અને તેની આજ્ઞા માન્ય રાખતા. આવા નાયકનો વર્ગ તે ક્ષત્રિયો થયા અને ઉત્તરોત્તર રાજા તરીકે મનાયા. પ્રજાનું રક્ષણ અને પાલન કરવું, શરણાગતને આશ્રય કે અભયદાન આપવું, દુશ્મનને દગો આપો નહિ, કોઈ ઉપર જોરજુલમ કરો નહિ કે કોઈની વહુબેટીની મર્યાદાને ભંગ કરવો નહિ, ન્યાય અને નીતિથી રાજ્ય ચલાવવું અને પ્રજાના નાયકે તથા મહાજનનું બહુમાન કરવું, કેઈની પાસે યાચના કરવી નહિ, લડાઈના મેદાનમાંથી નાસવું નહિ, વચનભંગ કરે નહિ, વિદ્વાને અને ધર્મગુરુઓનું સન્માન કરવું–આ ક્ષત્રિયોના ગુણો મનાતા. અત્યારના રાજવીઓ જાગીરદાર, કાઠી, ગરાસીયા, તાલુકદાર વિગેરેમાં સાચા ક્ષત્રિયના કેટલા ગુણ હતા તે આપણે સૌ જાણીએ છીએ. વૈભવ, મોજશોખ, એશઆરામ, નાચગાન, પરદેશની મુસાફરી, રંગરાગ અને ભોગવિલાસ–એનું પ્રદર્શન મોટા ભાગના દેશી રજવાડામાં જોવા મળતું. હિંદના ગરીબ ખેડૂતેના પરસેવાના પૈસા અને વેપારીઓના સખત મજૂરીના પૈસામાંથી અનેક કરવેરા મહેસુલ–જકાત અને લાગાલેતરી દ્વારા કરોડો રૂપિયાને મોટા ભાગને હિસ્સો ઉઘરાવીને આવી મહેફીલે અને મોજશેખમાં દરવરસે દેશી રાજાઓ ઉડાવતા હતા અને પ્રજા ઉપરને બોજે ત્રાસ અને જેરજુલમ વધતા જતા હતા. બ્રિટિશ રાજસત્તાએ સીધી અને આડકતરી
Page #199
--------------------------------------------------------------------------
________________
. અનુભવ-વાણી
રીતે આ રાજવીઓને ન્હાનપણથી ઉછેર્યા હતા અને આવા કામમાં ઉત્તેજન આપ્યું હતું, દીવાને, પ્રધાન, મંત્રીઓ અને કારભારીઓ આવા રાજવીઓને પિતાના હાથમાં રાખી લાખ અને કરડે કમાયા અને પોતાના સ્વાર્થ ખાતર રાજાઓને પૂતળા સમાન રાખ્યા હતા. સરકારની તેઓ ખુશામત કરતા, રાજાઓને રાજી રાખતા. રાજ્યની સત્તા હસ્તગત રાખતા અને આ બધા માટે પ્રજાને પીસતા, ખેડૂતોને લૂંટતા, પાપને પોષતા અને વેપાર અને વેપારીઓને વેરવીખેર કરતા. સારા માણસો રાજ્યમાં વસવાટ કરવા ખુશી નહોતા અને વેપારીઓ કે ઉદ્યોગપતિઓ કામધંધો કરવા તૈયાર નહોતા. આ હતી દેશી રાજની મોટા ભાગની પરિસ્થિતિ. પરદેશી સત્તા જતા જતા પણ મદારીની રમત રમવાનું ભૂલી નહિ. હિંદુ મુસલમાનને લડાવ્યા, પ્રજાસત્તાક સરકાર વિરુદ્ધ દેશી રાજ્યોને ઉશ્કેર્યા, માલીક અને મજર વચ્ચે, જાગીરદાર અને ખેડૂત વચ્ચે અસંતોષ અને વર્ગવિગ્રહને વંટોળ ઊભો કર્યો. ભારતના એટલા સદ્ભાગ્ય હતા કે આ બધા પ્રબળ વિરોધને કાબુમાં લઈ શાંત કરવા માટે ભારતના ભડવીર પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પરાક્રમી પુરુષના હાથમાં સત્તા હતી. તેમણે મેળવેલી સફળતા ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખાશે.
૪. શૂદ્ર વર્ગ–બધા વર્ગની સેવા કરવી અને મહેનત મજૂરી કરીને પ્રમાણિકપણે ઉદરનિર્વાહ કરવો તે આ વર્ગને ધર્મ મનાતે. સાદામાં સાદું જીવન, ઓછામાં ઓછી જરુરિયાત, વધુમાં વધુ નમકહલાલપણુંએ તેમનામાં કુદરતી ગુણ હતા. તેઓ બહુ જ નિર્દોષ અને સંતોષી જીવન ગાળતા. પ્રભુમાં પ્રેમ રાખતા અને સુખદુઃખમાં સાચા સાથી બનતા. શદ્ર હાથ પગ હતા, વૈશ્ય પિટ હતું, ક્ષત્રિય છાતી હતી અને બ્રાહ્મણ મસ્તક હતા. આ હતું સમાજ-સંસ્થાનું ભવ્ય અને આદર્શમય સ્વરૂપ. દરેક વર્ગ પોતપોતાને ઉચિત કર્મકાંડ અને ક્રિયા કરતા અને એક બીજા પ્રત્યેની ફરજ બજાવતા. .
Page #200
--------------------------------------------------------------------------
________________
વેપારીઓની સમશ્યા
[૧૬૭] આજે હરિજન, મજૂર, નોકરીયાત વર્ગ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઉચિત સિવાયના જે કાંઈ કામકાજ છે તે જેઓ કરે છે તે બધાને સમાવેશ આ વર્ગમાં થાય છે. એટલે પૂર્વની જે વર્ણવ્યવસ્થા યોગ્યતાને આધારે રચાઈ હતી અને ક્રમે ક્રમે તે જ્ઞાતિ તરીકે ઓળખાવા લાગી અને તેમાંથી પેટા જ્ઞાતિઓ થઈ તેને બદલે આજે જે જે ક્ષેત્રોમાં જે જે માણસ કામ કરે છે તે તે ક્ષેત્ર અનુસાર તે તે સમાજનું વર્ગીકરણ મનાય છે. અને એક વખત એ આવશે કે જ્ઞાતિની મર્યાદા ભુંસાઈ જશે અને તેનું સ્થાન ધંધાદારી સમાજ, સંસ્થા કે મંડળ લેશે.
આજે ગામડામાં ધંધા નાશ પામ્યા છે અને ઉચ્ચવર્ણ ઘસાઈ ગયો છે. પણ મજૂરોની અને હલકા ધંધાદારીઓની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. પૈસા આપવા છતાં કામ કરનારા મળતા નથી. જાતે કામ કરવામાં શરમ આવે છે એટલે બોજો ઉપાડનાર મજરે. કડીયા સુતાર, વાળંદ, બી, સેની, દરજી, ભંગી મેચી, વાહનવાળા, ઘરકામના કરે, રસોયા વિ. સૌની ખુશામત આપણે કરવી પડે છે, મોં માંગ્યા પૈસા કે પગાર આપવા પડે છે, અને તેઓની ગમે તેવી ટેવ કે અપમાન પણ સહન કરવા પડે છે. તેમાં સંગઠન થાય છે, પોતાના હક્કો સમજતા થયા છે, અને આપણી પામરતા અને પરાધીનતા તેઓ જાણી ગયા છે એટલે તેઓની શરતે આપણે કબૂલ રાખવી પડે છે; માટે સમયને ઓળખે જાતે કામ કરે અને સ્વાશ્રયી બને.
Page #201
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય વિભાગ
( ૧ ) આરોગ્ય અને ઉન્નતિ
નું આરોગ્ય સારું તેનું જીવન સુખી હોય છે. “પહેલું સુખ ' છે તે જાતે નર્યા' એ લેકવાણી તન સાચી છે. શરીર નિગી હોય તે મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ પણ શુદ્ધ બને છે. આરોગ્ય હોય તે શક્તિ, સ્ફર્તિ, આનંદ અને સુખ વૃદ્ધિ પામે છે. આરોગ્યવાન મનુષ્ય ધન કમાય છે, ધનને સદુપયોગ કરે છે, પોતે સુખી થાય છે અને બીજાઓને પણ સુખી કરે એ જ મનુષ્ય જીવનની સાચી મહત્તા છે. બધા માણસે જે આ રીતે આરોગ્ય સાચવતા થઈ જાય તે સમાજમાં આજે ઘેર ઘેર ડગલે ને પગલે માંદગી, પીડા અને યાતનાના દર્શન થાય છે. દવાખાના અને હેપીટલમાં માનવસમૂહના ટોળેટોળા ઉભરાતાં જણાય છે તે ઘણું ઓછું થઈ જાય.
આરેગ્ય બગડવામાં જે કઈ મુખ્ય કારણ હોય તે વધુ પડતું ખોરાક ખાવાની ટેવ છે. ખૂબ ખાઈએ તો ખૂબ શરીર સારું થાય અને ખૂબ શક્તિ આવે એવી માન્યતા ઘણું લેકે ધરાવે છે. આને લઈને માંદગી ફૂલેફાલે છે. બીજી બધી બાબતમાં મનુષ્ય બુદ્ધિને ઉપયોગ બરાબર કરે છે. ઘરમાં અનાજ, મસાલે બળતણ સાબુ, ઘી, તેલ, કેરોસીન કે બીજી વસ્તુઓ વપરાઈને ખલાસ થઈ જાય અને તે લાવવાનું જ્યારે સ્ત્રી કહે ત્યારે ઘરને પુરુષ તુરત જ પ્રશ્ન કરે છે કે કેમ જલદી ખલાસ થઈ ગયું ? પણ પોતે એટલે વિચાર કરે કે પેટ માંગે તે કરતાં પોતે જ પેટ ઠાંસીને ભરે છે અને ઘરના બીજા ભાણુને પણ તેનું જોઈને તેવી ટેવ પડી ગયેલી હોય છે. એટલે
Page #202
--------------------------------------------------------------------------
________________
આરાગ્ય અને ઉન્નતિ
[ ૧૬૯ ]
ખાદ્ય વસ્તુઓ જલદી ખલાસ ન થાય તેા ખીજું શું થાય ? વધુ ખાવાની ટેવ લગભગ ઘણા માણસાને હોય છે. વસ્તુ સ્વાæિ હાય કે મિષ્ટાન્ન હાય તે માણસ જાત ભુખ કરતાં અને રાજના ખારાક કરતાં પણ વધુ ખાય છે એ સામાન્ય અનુભવ સૌને હોય છે. આમ વધુ ખાવાની ટેવથી આરાગ્ય બગડે છે, આળસ આવે છે, શરીરના અવયવેાને તે પાચન કરવા માટે વધુ પડતી ક્રિયા કરવી પડે છે અને ખર્ચી પણ વધુ કરવા પડે છે. છતાં પણ લેાકેા સમજતા કેમ નહિ હાય ! આ અજ્ઞાન કે મૂર્ખાઇની પરાકાષ્ઠા નથી ?
એક ગેલન પેટ્રોલમાં છ ઉતારુને બેસાડીને એક મેટર ૧૮ થી ૨૦ માઇલ જાય છે. ખશેર ગ્યાસતેલમાં પ્રાઇમસ કેટલા માણસાની રસાઇ, ગરમ પાણી અને ચા દૂધ બનાવી શકે છે ? એક ભેંસને રસકસ વિનાનું સૂકું ઘાસ અને થાડુ ખાણખાળ ખાવા આપીએ છીએ તેા સવાર સાંજ મળીને ૨૦ થી ૨૫ શેર ( પાકા તાલ ) દૂધ આપે છે. મધ્યમ વર્ગના માનવી આખા દિવસમાં સરેરાશ શરીરશ્રમનુ અને બુદ્ધિતું જે કામ કરે છે તેના પ્રમાણમાં ખરચેલી શક્તિ મેળવવામાં એ ટંકનું ખારાકનુ પ્રમાણ કેટલું જોએં? આના વૈજ્ઞાનિક દષ્ટિએ વિચાર કરવાની જરુર છે. અનુભવીએ અને આજનું વિજ્ઞાન એમ કહે છે કે આપણે જેટલા ખારાક લઇએ છીએ તેના આઠમા ભાગનું લાહીમાં કે શરીરનૃદ્ધિમાં પરિવર્તન થાય છે અને સાત ભાગ નકામા જાય છે. જમીનમાં એક અનાજના દાણા વાવીએ છીએ તે તેમાંથી એક કે વધુ ડુંડા કે કણસલા ઉત્પન્ન થાય છે અને એકમાં કેટલા બધા દાણા થાય છે ? આવા અનેકગણા ઉત્પન્ન માટે ફક્ત પાણી અને ઘેાડા ખાતરની જ જરુર પડે છે. આ રીતે વનસ્પતિ એકનુ હજાર જેટલુ ઉત્પન્ન આપે છે. ગાય-ભેંસ સુક્કા ધાસ અને દાણામાંથી આટલું બધું દૂધ દરરોજ આપે છે. ત્યારે માણસ જાત રાજ ૧ થી ૧ા રતલ ઊંચા પ્રકારનું અનાજ, ઘી, દૂધ, તેલ, ખાંડ, શાકભાજી અને કળા ખાય છે તે તેમાંથી કેટલી બધી શક્તિ (હાસ પાવર )
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
અનુભવ-વાથી ઉત્પન્ન થઈ શકે ? અને તે દ્વારા કેટલું બધું કામ થઈ શકે ? આને હિસાબ કરતાં આપણે શીખવું જોઈએ. જ્ઞાન અને વિજ્ઞાનની સહાયથી આ સમજ દરેકે કેળવવી જોઈએ.
| માણસની ઉન્નતિને આધાર શ્રમ ઉપર રહે છે. શ્રમને આધાર શરીર, બુદ્ધિ અને મનની શક્તિ ઉપર રહે છે. શક્તિ અને તેની તીવ્રતા જેટલી વધુ કેળવીએ તેટલી તે વધુ વિકાસ પામે છે અને વધુ કામ આપે છે. પરંતુ તેને પૂરેપૂરે અને અવિરત ઉપગ કરવો જોઈએ. તેને માટે શિક્ષણ જોઈએ, ટેવ કેળવવી જોઈએ અને તે પ્રકારના સંસ્કાર પાડવા જોઈએ. આ જવાબદારી માબાપની છે અને જે માબાપ આ ફરજ બરોબર અને જવાબદારીપૂર્વક અદા કરે છે તેના સંતાને અવશ્યમેવ સારા થાય છે. આવા સંતાને જરૂર ઉન્નતિ સાધી શકે છે.
આમાં સબત, સહવાસ અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે. બાળકોને સારી સોબત આપવી, તેઓને સારા સહવાસ અને વાતાવરણમાં રાખવા અને તેઓની સાથે માબાપે પ્રેમથી વર્તવું-એ પણ તેટલું જ જરૂરનું છે. ઘરનું વાતાવરણ બહુ આનંદી, સંતોષી અને સંસ્કારી હોય તો તેની અસર બહુ જ પડે છે. જગતનો મેટે ભાગ કલુષિત વાતાવરણવાળો હોય છે. તેમાંથી કેમ બચવું અને બાળકને કેમ મુક્ત રાખવા તેની પૂરતી કાળજી રાખવાની છે.
ધૃતિ, મતિ, કીર્તિ, કાંતિ અને ધન, ધાન્ય, ધરણી અને ધણ એ જેને હોય તે માણસ ખરેખર સુખી ગણાય. સાચી ઉન્નતિ, રિદ્ધિ સિદ્ધિ, સમૃદ્ધિ સંતોષમાં રહેલી છે. અને તે બધાનું મૂળ જ્ઞાન અને સંસ્કારમાં છે. એકલી લક્ષ્મી ગુણો વિના શેભતી નથી અને આ બધું આરોગ્ય ઉપર નિર્ભર છે, માટે ઉન્નતિ કરવી હોય તે આરોગ્ય જાળવતા શીખે.
Page #204
--------------------------------------------------------------------------
________________
નાની પણ ઉત્તમ શિખામણ -
[૧૭૧] ( ૨ ). નાની પણ ઉત્તમ શિખામણ આ રીર એ જીવનનું વાહન છે. શરીરવડે જીવનને બધે વ્યવહાર તે ચાલે છે, માટે શરીરને સારું, સશક્ત અને નિરોગી રાખવું તે પ્રત્યેક મનુષ્યની પવિત્ર અને મુખ્ય ફરજ છે. આ શરીર નિરોગી અને સ્વસ્થ હોય તે મન પણ પ્રફુલ્લિત અને આનંદમાં રાખી શકાય. શરીરને રોગ અને માંદગી મનને કાયમ ચિંતામાં રાખે છે અને સ્વભાવને ક્રોધી, ચીઢીયે અને રસાળ બનાવે છે. પરિણામે જીવનને આનંદ, શાંતિ અને સુખ ઊડી જાય છે.
શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટેના નિયમો છે, જે દરેકે કાળજીપૂર્વક અને નિશ્ચયપૂર્વક બરાબર પાળવા જોઈએ. આ નિયમ. શરીર તથા મનને બંને માટેના છે અને બન્ને માટે પાળવા જરૂરનાં છે, કેમકે શરીર અને મન એક બીજા સાથે નિકટના સંકળાએલાં છે. તે માટેના નિયમે નીચે મુજબના છે?
૧ નિયમિતતા : નિયત સમયે સૂઈ જવું અને જાગવું, ભજન, અભ્યાસ, ધર્મક્રિયા, વ્યાયામ અને દરરોજનાં બધાં કામ માટે સમય નક્કી કરેલ હોવો જોઈએ.
૨ વ્યવસ્થા અને સંભાળ: કપડાં, પુસ્તકે, બીજી બધી વસ્તુઓ, ફરનીચર, રાચરચીલું આ બધી ચીજો સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ અને તેની નક્કી કરેલી જગ્યાએ એવી રીતે રાખવી જોઈએ કે જ્યારે ત્યારે તુરત જ ચીજ મળી શકે નહીં તો શોધવામાં સમય જશે, મહેનત પડશે, કંટાળો આવશે અને ક્રોધ થશે.
સુંદર વ્યવસ્થા, સાચવણી અને સ્વચ્છતા એ ઘરની શોભા છે. તેનાથી શાંતિ મળે છે.
૩. આરોગ્ય માટે (૧) ભૂખ કરતાં ઓછું ખાવું. ભૂખ ન હોય તો બિલકુલ ન ખાવું. દિવસમાં માત્ર બે વખત જ જમવું. ઘડીયે
Page #205
--------------------------------------------------------------------------
________________
[૧૭]
અનુભવ-વાણી ઘડીયે વારંવાર કશું ન ખાવું. ચાલુ ભોજન જમવું. મિષ્ટાન્ન, પકવાન, ફરસાણ કે બહારની બજારની ચીજો ન ખાવી. જે મળે તે આનંદથી ખાવું. ખાવાની લાલચ અનેક રીતે નુકશાનકારક છે. તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જીભના સ્વાદ માણસને ગુલામ બનાવે છે અને તેનાથી નૈતિક પતન થાય છે.
વ્યસન અને આતો : આ પણ એક પ્રકારની ગુલામી અને પરાધીનતા છે. તેનાથી શરીર બગડે છે, મન આ વખત તેના જ વિચામાં રહે છે. પૈસાની બરબાદી થાય છે, આબરૂ ઓછી થાય છે અને સમયને ખોટે વ્યય થાય છે. સારે અને ધમ માણસ તે જ કહેવાય કે જેને કોઈ પણ જાતનું વ્યસન ન હોય.
૪. મનનું સ્વાસ્થ: શરીર નિરોગી ત્યારે જ કહેવાય કે જ્યારે મનને શરીર માટે કશે વિચાર પણ ન આવે અથવા શરીરની ચિંતા પણ ન રહેતી હોય. નિગી શરીરવાળામાં જ મનની શાંતિ ટકી શકે છે. સુખ, શાંતિ, સંતોષ એ બધા મનની અવસ્થાનાં નામે છે. બહારની દુન્યવી વસ્તુઓ તે તેનાં નિમિત્તરૂપ છે. જેનામાં જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, વિવેક હોય તે જ સાચું સુખ અને સંતોષ અનુભવી શકે છે. અને પુણ્યની પ્રાપ્તિ સારા વિચાર, સારી ભાષા અને સારા કાર્યોથી થાય છે, માટે જ મન, વચન અને કાયાને શુદ્ધ રાખવાનું, તેને સારે ઉપયોગ કરવાનું શાસ્ત્રો કહે છે. તે શીખવા માટે સુદેવ, સુગુરુ, સુધર્મનું શરણ સ્વીકારવું જોઈએ અને તેને વધુમાં વધુ સત્સંગ કરવો જોઈએ
જીવનને ઉન્નત કરવા માટે મન, વચન અને કાયાને સદુપયોગ, ધર્મ પ્રત્યે તેનું વલણ અને પાપમાંથી પાછા હઠવું-એ માર્ગ દરેકે સ્વીકારવો જોઈએ. આને માટે જ ધર્મ અને ધર્મની ક્રિયાઓ છે. અન્ય પ્રાણીઓમાં આવી વિચારશક્તિ નથી, મનુષ્યમાં તે છે, માટે જ મનુષ્યને ધર્મ આવશ્યક છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
વાસ્થની પ્રશ્નોત્તરી
[૧૩] (૩)
સ્વાથ્યની પ્રશ્નોત્તરી | શ્ન-૧, આજકાલ લેકે બહુધા બંધકોશ કે કબજીયાતના રેગથી જેમ પીડાય છે તેનાં કારણો શું ? ઉત્તર-૧, બંધકોશ મુખ્યત્વે નીચેનાં કારણોને લઈને થાય છે -
(૧) રાત્રે બહુ લાંબો સમય જાગવાથી, ઉજાગરા કરવાથી કે ઊંઘ પૂરી ન કરવાથી. (૨) પાચન ન થઈ શકે તેવો ભારે ખોરાક મિષ્ટાન્ન ખાવાથી અથવા વધુ પડતે ખેરાક ખાવાથી. (૩) ચા, કેફી, ઠંડા પીણું તથા તંબાકુ, અફીણ, ભાંગ, ગાંજો, કેકન વગેરે માદક અને કેફી વસ્તુઓના વ્યસનથી અથવા વધુ પડતા ઉપગથી. (૪) મરચાં, મરી, તજ, લવીંગ, બાદિયાન, તમાલપત્ર, કેસર, જાયફળ, વગેરે મસાલાના તથા બદામ, પિસ્તા વગેરે જલદી પાચન ન થઈ શકે તેવા સૂકા મેવાના અતિ અને રોજના ઉપયોગથી. (૫) બહુ ચિંતાગ્રસ્ત કે ભયભીત રહેવાથી તથા બહુ શેક કે સદન કરવાથી. (૬) મોડી રાત્રે વાળુ કરવાથી. (૭) પેટ કે આંતરડામાં પવન થવાથી કે ગોળે ચઢવાથી.
પ્રશ્ન-૨, કબજીયાતથી બચવા માટે શું કરવું જરૂરનું છે?
ઉત્તર–૨, કબજીયાતથી બચવા માટે નીચેના ઉપાયો અસરકારક નીવડશે –
સારા માની જા
સાસ
(૧) સૂર્યાસ્ત પહેલાં સાંજે જમવું. (૨) બની શકે તો રાત્રે કશું ખાવું નહિ કે પીવું નહિ. *
(૩) સૂર્યોદય થયા પછી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે માટે સૂર્યોદય થયા પછી અર્ધા કલાક બાદ હાજરીમાં રાક નાંખવો. ધર્મના નિયમો વિશેષ આરોગ્ય અને તંદુરસ્તી ઉપર જ ઘડાયા હેય છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
અનુભવ-વાણ
(૪) બાળકને દશ કલાક, કિશેરેને નવ કલાક, કુમારને આઠ કલાક, યુવકેને સાત કલાક, આધેડ માણસને છ કલાક ઘોર નિદ્રા આવે તે તેઓને પૂરતો આરામ મળે. આરામથી થાક ઉતરી જાય છે, ટૂર્તિ આવે છે અને કામ કરવા માટેની શક્તિ આવે છે; માટે પૂરતી ઊંઘ મળે તે માટે રાત્રે વહેલા (નવ વાગે) સૂવાની ટેવ સારી ગણાય.
(૫) ભૂખ વિના કશું ખાવું નહિ કે સચિ વિના જમવું નહિ તેમજ જરૂર વિના કશું પીવું પણ નહિ.
(૬) દસ્ત સાફ ન આવી જાય ત્યાં સુધી પેટમાં કશું નાખવું નહિ.
(૭) પેટને અગ્નિ સતેજ હોય તે જ ખાધેલું પચે, ભૂખ લાગે, ખેરાકનું લેહી થાય અને શક્તિ આવે. બહુ ખાવાથી કે પીવાથી તેમજ વારંવાર ખા ખા કરવાથી કે ગમે તે પીધા કરવાથી અગ્નિ મંદ અને ઠંડા પડી જાય છે, ખોરાક પચતું નથી, બેચેની રહે છે, આળસ વધે છે અને શકિત ક્ષીણ થાય છે, માટે જ કહેવત છે કે “કમ હવા, ગમ હવા.”
(૮) ભૂખ કરતાં ઓછું ખાવું. હોજરીના ત્રણ ભાગ પાડીએ તે એક ભાગમાં અન્ન, બીજા ભાગમાં પાણી અને ત્રીજા ભાગમાં હવા–એ મુજબ પ્રમાણસર રાક હોવો જોઈએ. ખોરાકની જાત પથ્થ, સાત્વિક અને પૌષ્ટિક હેવી જોઈએ. દૂધ, છાશ, માખણ, તાજાં શાકભાજી, કેળાં અને લીલાં ફળો એ ઉત્તમ ખોરાક છે અને સહેલાઈથી પચી જાય છે. તેની બનાવટ, ઉપયોગ અને પ્રમાણ જાણી લેવા જોઈએ અને પોતાની પ્રકૃતિને અનુકૂળ હોવા જોઈએ.
(૯) જેઓને કામ, મહેનત, પરિશ્રમ કે કસરતની ટેવ નિયમિત હોય છે તેઓને કબજીયાતની ફરિયાદ જવલ્લે જ હોય છે. નિયમિત વ્યાયામ બંધકેશ માટે બહુ ફાયદાકારક છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યની પ્રશ્નોત્તરી
[૧૯૫] (૧૦) જેઓ ખૂબ ચાવીને ધીમે ધીમે સ્વસ્થ ચિત્તે શાંતિપૂર્વક ખાય છે તેઓને કબજીયાત થતી નથી. આજે આપણે સૌ કોઈ સમય, ધાંધલ, ઉપાત અને ઉતાવળના એવા ગુલામ બની ગયા છીએ કે જીવનમાં શાંતિ જ નથી. તેમાં પણ જમવામાં જેઓ ખૂબ ઉતાવળ કરે છે અને પાંચ કે દશ મિનિટમાં જમી પરવારે છે તેઓ જિંદગી અને તંદુરસ્તીથી પણ પરવારી જાય છે અને માંદગી અને વ્યાધિને ભોગ બને છે. જિંદગીનું માપ અને મૂલ્ય આજે સૌ કામ અને કમાણીથી આંકે છે. જે ત્વરિત ગતિએ વધુ કામ કરે છે તે ઓછું જીવે છે અને જે લાંબુ જીવે છે તે ઓછું કામ કરે છે એટલે સરવાળો બન્નેને સરખો જ થાય છે. ફરક માત્ર એટલું જ છે કે પહેલાને જીવનમાં વધુ ઉત્પાત થાય છે જ્યારે બીજાને જીવનમાં વધુ શાંતિ હોય છે.
(૧૧) ચિંતા કરવાથી ચિંતા કે તેનું કારણ મટતું નથી. ભયથી ભય ટળતો નથી. જે બનવાનું હોય છે તે મિથ્યા થતું નથી, તો પછી ચિંતા કરવાથી કે ભય રાખવાથી શું લાભ ? કાલનો દુષ્કાળ આજે
તરવાથી શું ફાયદે? જેઓ કમને સિદ્ધાંત બાબર સમજે છે અને માને છે તેઓ કદિ હતાશ કે નિરાશ થતા નથી. તેઓ વીરની માફક વતે છે અને શાંતિપૂર્વક ધીરજ ધરે છે. ઉદાર ચિત્ત અને ઉદાર ચારિત્રમાં જ સાચું સુખ અને પરમ શાંતિ છે. આવા મહાન પુરુષો સદા નિગી અને નિરાગી રહી શકે છે. તેમને કઈ વ્યાધિ થતો નથી, તેઓ કદિ માંદગીથી ભરતા નથી. શરીર અને જીવન ઉપર તેઓનું સ્વામીત્વ એવું હોય છે કે જ્યારે તેઓને ઈચ્છા થાય છે ત્યારે દેહને સંબંધ છેડી શકે છે અને દેહના બંધનમાંથી મુક્ત થઈ શકે છે. આ માર્ગ છે શરીરસ્વાથ્યને, મનસ્વાથ્યને અને આત્મસ્વાથ્યને.
(૧૨) ભોગથી રંગની વૃદ્ધિ થાય છે. જેટલા ભેગ વધુ તેટલા રોગ વધુ. ભોગી હોય તે જ રેગી બને છે, માટે જે રોગ ટાળવા હોય તે ભેગનો ત્યાગ કરવો જરૂર છે. ભોગને જે ત્યાગી હોય તે
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૬ ]
અનુભવ-વાણી
પ્રભુના રાગી બની શકે છે અને પ્રભુના રાગી એ જ સાચા યાગી છે. જગતના રાગી પ્રભુના રાગી બની શકતા નથી. પ્રભુના રાગી બનવા માટે જગતના વિરાગી બનવુ જોઇએ. ભાગી અને ચેાગી એ પરસ્પર વિરાધી વ્યક્તિઓ છે. શરીરમાં અનેક કાશ રહેલા છે. તે બધા બંધનરૂપ છે, માટે જ તે બધા વ્યાધિરૂપ છે. જેમ બધકાશમાંથી છૂટીએ તે જ વ્યાધિમુક્ત થઈ શકીએ; તેમ જીવનના બંધમાંથી છૂટીએ તા જ મુક્તિના સ્થાને જઈ શકીએ.
પ્રિય વાચકગણુ ! તારી બુદ્ધિ પ્રમાણે આ કાયડે સમજવા કાશીષ કરજે. તેમાંથી કાંઈ તારા માટે હિતકર હોય તેા ગ્રહણ કરીને તેને અમલ કરજે. અનુભવ કરીશ તેા જ તેનું રહસ્ય તને સમજાશે અને ત્યાર પછી જ તારા જીવનપથ ઉજ્વળ બનશે. તારી નિર્મૂળતાને કારણે તું તારી ગુલામીના બંધનમાંથી છૂટી ન શકે તેા તે માટે બીજા ઉપર દોષ ઢોળતા નહિ. કવાદી અને પ્રારબ્ધવાદીનું જીવન સદા નિરાશામય હોય છે. જે પુરુષાવાદમાં માનનારા હાય છે તે પરાક્રમી, ધીર, વીર, ગંભીર, નિડર અને પરિણામે સત્ત્વશીલ અને છે અને જીવનસંગ્રામમાં વિજેતાની કીર્તિ મેળવે છે. દુઃખ અને મુશ્કેલીએના, ગરીબાઇ અને વિપત્તિઓના, આધિ અને વ્યાધિના શાક અને વિષાદના રુદન કરીને નિરાશ થવાનુ છેોડી દે. સત્વર ઉ, હિમત હાથમાં લે. આળસ ખોંખેરી નાખ ઉદ્યમ કર, પ્રયત્ન ચાલુ રાખ તે તું જ પાતે તારા ભાગ્યવિધાતા છે. આશાવાદ અને પુરુષા એ જ વનના સાચા નિર્માતા છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
આરોગ્યની દૃષ્ટિએ
[ ૧૭૭ ]
(૪)
આરેાગ્યની દૃષ્ટિએ જન્મ, જીવન, માંદગી અને મરણ
આ ચક્ષિત કહેના સુવા ખસને સદ્ગુણી નાર હેલ માજી સુખ તે
સુખ કાઠીએ જાર, ૪. ચેાથું સુખ તે ઘેર દીકરા. ’’ આના સાર અને આનું સાચું સાર્થકતા જ અને ત્યારે જ ગણાય કે દરેક માણસ પેાતાના ઘરમાં દીવાલ ઉપર તેને લખી રાખે, રાજ તે વાંચે અને સમજે અને તેના લાભ ઉઠાવે. સમજણ, જ્ઞાન કે અનુભવની કીમત તેના અમલમાં રહેલી છે.
જન્મનાર બાળકની નિરાગિતાની જવાબદારી તેના માબાપેાને શીરે રહે છે. માબાપ નિરાગી, તંદુરસ્ત અને સંયમી હોય તે તેની પ્રજા પણ નિરાગી અને તંદુરસ્ત હેાય છે. પ્રજા જો પ્રાણવાન, પ્રતિભાશાળા, ખડતલ અને આરાગ્યવાન બનાવવી હોય તેા સૌથી મુખ્ય જરુર એ છે કે—‘ માબાપે ાતે શ્રમ અને કસરતવડે પેાતાનુ શરીર મજબૂત બનાવવું, વ્યસનાથી દૂર રહેવુ', સ્વભાવ શાંત અને આનંદી બનાવવે, વિષયવાસના ઉપર સયમ રાખવે, ઘરનું વાતાવરણ શાંત, સ્વચ્છ અને આનંદમય રાખવુ, સારા અને પરાપકારી માણસાની સેાખત કરવી, દરેક કામમાં નિયમિતતા અને પ્રમાણ કેળવવા, સંતપુરુષા અને ધર્મગુરુઓને સત્સંગ શોધવા, સારા પુસ્તકાનું વાંચન રાખવું અને મરણને સતત ખ્યાલ રાખવેા. જીવનને સુખી બનાવવાને આ જ માર્ગ છે, આ જ ચાવી છે.
>
ભારત એક વખત સંયમી, શ્રદ્ધાવાન, સતેાષી દેશ હતા. તેથી જ તે સુખી અને સમૃદ્ધ હતા. વસ્તી પ્રમાણસર હતી. ગરીબ કે શ્રીમંત સૌ શ્રમજીવી, સ્વાશ્રયી અને સદાચારી હતા. તેઓ ધમ કરતા અને પાપથી ફરતા, આબરુની ગણના સૌથી મોખરે હતી. જે મળે તેનાથી સતાષ
૧૨
Page #211
--------------------------------------------------------------------------
________________
[૧૮]
'. અનુભવ-વાણી માનતા; અને તેમાં જ સાચું સુખ છે. આજના જેવો લેભ, ઉતપાત, ઉલ્કાપાત, ધમપછાડા, ધાંધલ, ધમાલ કે દોડધામ ત્યારે નહોતાં. તેથી તેઓ સંપત્તિ અને શક્તિ બંને સાચવી શકતા, સંઘરી શકતા, અને જરૂરના પ્રસંગે દાન કે સેવામાં આપી પણ શકતા. આને લીધે તેઓ ઉદાર, સંતોષી અને સુખી રહી શક્તા. તેઓએ કાવાદાવા કે દાવપેચ કરવાની કે રમવાની જરૂર નહોતી. શાંતિથી રટલે ખાઈ શકતા, સ્ત્રી અને બાળબચ્ચાંઓ સાથે આનંદકલેલ કરી શક્તા, રાત્રે ગાઢ નિદ્રા અને સંપૂર્ણ આરામ લઈ શકતા અને સવારે તાજગી અને ર્તિ સાથે ઉડીને કામે લાગી શકતા. આજે ગામડામાં ઓછા વધુ અંશે પણ આવું સુંદર દ્રશ્ય જોવા મળે છે. શહેરમાં ઘણું લેકો મોડી રાત સુધી જાગે છે તેમને બહારના શોર બરથી શાંત નિદ્રા આવતી નથી. નિદ્રામાં પણ સ્વપ્નની દુનિયાનું નાટક, વાણીને બકબકાટ, ક્રોધ કે સદનના નાદ, હૃદયને ઉકળાટ કે નસાસા અને હાથ, પગ તથા શરીરના તડફડાટ મોટી સંખ્યાના માનવીને સતાવે છે. માત્ર ઘાટી, રામ, ભૈયા, મજૂર કે અન્ય જે કે શ્રમ કરી રેજી કમાય છે, અને ચાલુ જીવનથી સંતોષ અને આનંદ માને છે, તેઓ જ નિશ્ચિતપણે ઘસઘસાટ ઊંઘે છે. - લેકે કહે છે કે પેટને માટે–પેટનો ખાડો પૂરવા માટે આ બધી ઉપાધિ કરવી પડે છે અને અનેક યાતનાઓ વેઠવી પડે છે. પણ આ વાત એકંદરે પેટી છે, હડહડતી જડી છે અને ભ્રમજનક છે. કોઈ પણ કુટુંબજીવનના ખર્ચનો હિસાબ જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે કે ખાવાપીવાનું ખર્ચ બહુ નથી આવતું, પણ બીજા ફાલતું ખર્ચામાં જ મોટી રકમ ખર્ચાય છે. તેમાં ધારીએ તો ઘણું ઘટાડો કરી શકીએ. આવકમાં પેટગુજારે કરી શકાય અને જીવન જીવી શકાય અને ધારીએ તે તેમાંથી થોડું-ઘણું બચાવી પણ શકાય. દુઃખ ખરેખર ત્યાં જ છે કે આપણે બીજાનું જોઈને તેના જેવું જીવન જીવવા ઈચ્છીએ છીએ અને જાણેઅજાણે તે મુજબ જીવન જીવવા માંગીએ છીએ.
Page #212
--------------------------------------------------------------------------
________________
આરોગ્યની દૃષ્ટિએ
અને
[ ૧૭૯ ] સારુ ઘર, સારી શાભા, સારા વસ્ત્રો, આભૂષણ, રાચરચીલું અને સામગ્રી, ગજા ઉપરાંતના વ્યવહાર અને લેવડદેવડ, વધુ પડતા મેાજશેખ, મુસાફરી, નાટક-સિનેમા, હરવુ ફરવું કે મહેમાનગીરી, બાળકાને વધુ અને વધુ પડતા લાડ-આ અને આવી અનેક અવિચારી અને આંધળ ભાબતે આપણને કચડે છે ભીંસે છે, ઉત્પાત–ચારી, કુક વિગેરે કરાવે છે અને છેવટે કાયમ સતાવી, ચિંતાથી કૃશ કરી, કમેાતે મરે છે; સૌને દુઃખી કરે છે; અને પાછળનાને નિરાધાર બનાવે છે. આ છે સમાજની સામાન્ય કરુણુ કથની, દુ:ખદ ઘટના અને વિષમ ચીતાર. આ બધાનું નિમિત્ત, સર્જક અને દ્રષ્ટા તથા ભોક્તા માણસ પોતે જ છે. પેાતાની ભૂલ અને પાપના ભાગ પાતે જ બને છે. અંતે પેાતે મરે છે અને ખીજાને મરતાલ અવસ્થામાં છેાડીને ચાહ્યા જાય છે. આ બધા કરુણ દૃશ્યો, આરુદન યાજનક ઘટનામાંથી ઉગરવા માટે પ્રત્યેક મનુષ્ય પાતે જ પ્રયત્ન કરવા જોઇએ, સાચી સમજ કેળવવી જોઈએ, દૃઢ નિશ્ચય કરવા જોઇએ અને આવકના પ્રમાણમાં જીવનનિર્વાહ ચલાવવા જોઇએ. ભીખારી, માંગણુ, અપગ્ દરિદ્રી, દીન, દુ:ખી–સૌ કાઈ જીવન જીવે છે તેને જે મળે છે. તેમાંથી તેઓ ચલાવે છે; તેમાંથી ચલાવવું જ જોઇએ. જે મળે તેમાં વધુ મેળવવા માટે પ્રયાસ અવશ્ય કરવા; પરંતુ તેને માટે જૂ, ચારી, અનીતિ, વિશ્વાસઘાત, ખૂન, લૂંટફાટ, ડાકૂગીરી કે બીજા અનિષ્ટોને આશ્રય તે કદી પણ લેવા ન જોઇએ. આટલે જ કૃતનિશ્રયી અને દૃઢ પ્રતિનિત દરેક મનુષ્ય બને તે તેના જીવનના ધણા કલેશ, કુમતિ કે કુમાર્ગો એછા થશે, તેની સ્ત્રી અને સગાંસ્નેહી પણ સારાં થશે અને સારાં રહેશે અને કુટુંબ જીવન સુખી અને સતાષી થશે. માનવી ! આ વાત તને સમજાય છે કે તું જ તારા કર્તા અને સ્રષ્ટા છે! તું જ તેના ભાક્તા છે! તારા સુખ અને દુ:ખ બંનેની ચાવી તારા જ હાથમાં છે! તુ ધારે તે સુખી જર થઇ શકે ! તારા
અને જીવતા રહે છે. આપણે પણ જે મળે સતેષ માનવા જોઇએ.
*
Page #213
--------------------------------------------------------------------------
________________
[૧૮૦]
અનુભવવા દુઃખનું કારણે તે પોતે જ છે માટે બીજાને દોષ દેવાનું છોડી દે. કાયરતા રુદન ચિંતા કે બળાપે ખંખેરી નાખ, જાગૃત બન, હશિયાર થા, કામે લાગ, લેકટીકાની દરકાર ન કર. નીતિથી અને જાતમહેનત તથા બુદ્ધિચાતુર્યવડે કામ કરી કમા અને વધુ કમા. આવક કરતાં ખર્ચ ઓછો રાખ. કોઇ પણ મહેનતનું કામ કરવામાં શરમ નથી. દુઃખના માર્યા દેશ, વતન અને દોલત છોડીને દુઃખી સ્થિતિમાં મુકાઈ ગયેલા સીધી મુલ્લાની કે પંજાબી ભાઈઓ અત્રે આવીને જાતમહેનત અને હિંમતથી ઠરીઠામ થઈ શક્યા છે તે દાખલ તારી સમક્ષ છે. તે તું પૂણુ “કરમ કેળીના અને જાત ગરાશિયાની” એ તારે માથેનું કલંક ધોઈ નાખ અને જગતને તારા વર્તનથી ખાત્રી કરાવી આપ કે હવે મારે “કમ ગરાસીયાના (ક્ષત્રિયના) છે અને જાતમહેનત કેળીની (શ્રમજીવીની) છે.”
અત્યારની ચાલુ સૃષ્ટિનું આ ચલચિત્ર જોયા પછી તેની પાછળ શું ચાલી રહ્યું છે તે પ્રત્યે દષ્ટિ નાખીએ અને તેમાંથી સાર કાઢીએ. ભારતમાં શક્તિ અને સાધન કરતાં જન્મપ્રમાણુ બહુ અધિક છે. આથી દેશ, પ્રજા અને જીવન ઉપર બોજો એટલે બધો વધી ગયું છે અને વધી રહ્યો છે કે જે સહન થઈ શકે તેમ નથી. ઝાઝા જન્મ, ઝાઝી નબળાઈ, વધુ માંદગી, વધુ ખર્ચ, વધુ ઉપાધિ, વધુ કરવેરા, વધુ મરણ, વધુ બેજા અને દુઃખ-આ ચીતાર જુઓ, જાણો, સમજે, તેના પરિણામને ખ્યાલ કરે અને તેમાંથી બચવા માટે આખી પ્રજાએ શું કરવું જોઈએ તેને નિર્ણય કરે. જગતને ડાહ્યા પુરુષ અને શાસ્ત્રો આને માટે નીચે મુજબ કહે છે
૧. માબાપે પુત્રને ૨૫ વર્ષે અને પુત્રીને ૨૦ વર્ષે અથવા તેથી મોડા પરણાવવા, લગ્ન પછી ૩ કે ૫ વર્ષ સુધી પુત્રીને સાસરે જતી આવતી રાખવી પરંતુ કાયમ સાસરે ન રાખવી. સાસરાપક્ષે ખાસ કરીને પતિએ એ પ્રથાને શિરે માન્ય કરવી જ જોઈએ. ૨. સ્ત્રીને માત્ર વિષયવાસનાની તૃપ્તિનું સાધન ન માનતા તેને સખી, મિત્ર કે
Page #214
--------------------------------------------------------------------------
________________
આરોગ્યની દષ્ટિએ
[ ૧૮૧] ભાગીદાર તરીકે માનવી જોઈએ અને તેના પ્રત્યે સન્માન રાખવું જોઈએ. ૩. બંનેએ જુદા જુદા અલગ બીછાને સૂવું જોઈએ અને શક્ય હોય તે જુદા જુદા ઓરડામાં સૂવું જોઈએ. આ પ્રથાની ખાસ જરૂર છે ૪. સ્ત્રી સગર્ભા થયા પછી છ મહિને તેણે પીયર ચાલ્યા જવું જોઈએ અને પીયરમાં જ પ્રસુતિ કરવી જોઈએ. બાળક જમ્યા પછી છ માસનું થાય ત્યાર પછી જ સ્ત્રીએ સાસરે જવું જોઈએ. ૫. જન્મેલા બાળકને વરસ અથવા વધુ સમય સુધી માતાએ પિતાનું સ્તનપાન કરાવવું જોઈએ. સ્તનપાન વધુ સમય સુધી ચાલુ રાખવાથી માતાનું શરીર, શક્તિ કે જુવાની ક્ષીણ થઈ જાય છે–આ માન્યતા ખોટી છે. આમ કરવું ઈષ્ટ નથી. માતા આમ કરે તો તે માતા નથી, પણ બચ્ચાંની વેરણ છે. આની પાછળને ઈરાદો સાર હતો નથી; પણ વિષયતૃપ્તિ કે જુવાની જાળવી રાખવાને જ હોય છે. માંદગી કે નબળાઈનું કારણ હોય તે સંતવ્ય છે.
૬. બે પ્રસૂતિ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ વર્ષ અને બને તે પાંચ વર્ષનું અંતર હોવું જ જોઈએ. આને માટે કાં તો સંયમ કેળવો જોઈએ, અથવા વિખૂટા રહેવું જોઈએ. અથવા સંતતિ–નિયમનના સાધન વડે પ્રજોત્પતિ અટકાવવી જોઈએ. પ્રજા વેચ્છાથી આ નિયમ ન પાળે તે કાયદાથી તેને અમલ કરાવવો જોઈએ. અને તેનાથી ન સમજે તો પછી વધુ સંતતીવાળા ઉપર વધુ કર-વેરે કે ખાસ મુંડકાવેરે સરકારે નાખવો જોઈએ. અથવા તો જેલની શિક્ષા ફરમાવવી જોઈએ. આ પગલું કદાચ આકરું કે વધુ પડતું લાગશે, પરંતુ એકાદ રેશનકાર્ડનું અનાજ ખોટી રીતે લેનારને દંડ કે સજા કરી શકાય છે તો દેશને મુશ્કેલીમાં મૂકનારને શા માટે સજા કે દંડ ન થઈ શકે? બે ત્રણ વર્ષ આ રીતે કાયદાને કડક અમલ કરી થોડાઘણા દાખલા બેસાડવામાં આવશે તે લેકે નિયમનું પાલન કરતા અવશ્ય થઈ જશે. ૭. કોઈ પણ માણસને ત્રણથી ચાર કરતાં વધુ સંતાન હોવા જ ન જોઈએ. અને તેને માટે પૂરતી તકેદારી. કે કાળજી રાખવી
Page #215
--------------------------------------------------------------------------
________________
[ X૮૬ ]
અનુભવ-વાણી
જોઇએ. ૮. સામાન્ય રીતે એ નિયમ હાવા જોઇએ કે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમર થાય તે પછી પતિએ વાનપ્રસ્થ લેવું જોઇએ અને બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ; અને પુત્રના લગ્ન થાય અથવા પુત્ર-વધૂને પ્રથમ બાળક જન્મે તે પછી માબાપે અવશ્ય બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ. સાસુ વહુને સાથે સુવાવડ થાય તે પ્રસંગ વ્યવહારુ દષ્ટિએ પણ ઉચિત નથી. પુત્રી કે પુત્રવધૂને રંડાપેા આવે તે સમયથી માબાપે અને વડીલોએ ત્યાગ અને સંયમના નિયમા ક્રજિયાત પાળવા જોઇએ. આમાં માનવતા રહેલી છે. તે જ સંસાર દીપે અને વાતાવરણ શુદ્ધ રહે. સંયમી નરનારી જ જગતમાં દેવદેવીરૂપ અને વંદનીય થાય છે. ૯. પુરુષ કરતાં સ્ત્રી વધુ સંયમી અને ત્યાગવૃત્તિવાળી હોય છે. પુરુષ જ મોટા ભાગે ચંચળૠત્તિના, નિર્મૂળ મનના અને વધુ માહાંધ હોય છે. અને પુરુષનું વર્ચસ્વ મનાતુ હાવાથી સ્ત્રીઓને પુરુષની ઈચ્છાને પેાતાની ઈચ્છા વિરુદ્ધ આધીન થવુ પડે છે. પ્રસૂતિ, કસુવાવડ અને તેને અંગેનાં અનેક કષ્ટો, અનેક યાતના અને અનેક વ્યાધિએ સ્ત્રીજાતિને જિયાત અને મરજી વિરુદ્ધ ભાગવવા પડે છે અને મરણને શરણુ વહેલુ થવુ પડે છે. યુરેાપ, અમેરિકાના સ્વતંત્ર દેશમાં સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ પુરુષ બળાત્કાર કે બળજબરી કરી શકતા નથી. ત્યાં સ્ત્રીમાં સ્ત્રીત્વ અને સ્ત્રીશક્તિ પ્રબળ હાય છે. ભારતમાં સ્ત્રી નિરાધાર, નિળ, અબળા અથવા પરાધીન છે. સાથે સાથે તે ભલી, ભાળી, સરળ અને આજ્ઞાંકિત છે. પતિને પ્રભુ માની સેવા કરે છે; પરંતુ પતિ તે પતિ ન રહેતાં પાશવી બને છે એટલે પુરુષોની શાન ઠેકાણે આણવી જોઇએ. ૧૦. મજબૂત માબાપાના બાળકા જ પુષ્ટ, દેખાવડા અને તંદુરસ્ત હોય છે. આજે ભારતમાં જ્યાં ત્યાં નબળા, રાગી, ખીમાર બાળકા મેાટી સંખ્યામાં નજરે પડે છે. માંદગીને અંગે કુટુબ હેરાન થાય છે, સારવારમાં સમય, શક્તિ અને ધનવ્યય ધણા થાય છે અને બાળમરણનું પ્રમાણ બહુ રહે છે. આ બધા માન્ને સમાજ ઉપર, દેશ ઉપર અને કુટુંબ ઉપર કેટલા બધા રહે છે ! આ બધાના દોષ પુરુષવર્ગ` ઉપર્ છે. આ ગુન્હા બદલ ગુન્હેગારને સખ્ત
Page #216
--------------------------------------------------------------------------
________________
ધમ અને આરેગ્ય
[ ૧૮ ] શિક્ષા શા માટે ન થઈ શકે? બાળકે જેમ દુબળા હોય છે, તેમ આજના સ્ત્રી-પુરુષે પણ કેવા શક્તિહીન, નિસ્તેજ અને વહેતીયા તથા ઠીંગુજી અથવા સુક્કા સટા જેવા હોય છે ! ભરજુવાનવયે કેટલાય સ્ત્રી-પુરુષ અકાળે મરણને શરણ થાય છે? કેટલીય સ્ત્રીઓ બાળવિધવા બને છે? કેટલા બધા કુટુંબ નિરાધાર થઈ જાય છે ? કેટલાય વૃદ્ધ પુરુષોના જીવન નીરસ અને દુઃખી થઈ ગયેલા જોઈએ છીએ ? આ બધા માટે જવાબદાર કોણ? જવાબ એક જ છે-પુરુષ, વડીલે, વૃદ્ધ સ્ત્રી પુરુ. “હાથના કર્યા હૈયે જ વાગે.” હવે પસ્તા કરવાથી શું વળે ! માટે હજુ પણ સમજે. ૧૧. રોગીને પરણવો નહિ, ભોગીને સંયમી બનાવો, વાનપ્રસ્થ ઉંમરે તમે પોતે યોગી બને. તે જ તમો ભવસમુદ્ર તરશે, સમાધિ-મરણ સાધી શકશે અને મરણ પછી ઉચ્ચગતિ પામશે. આ છે છેવટને સારા અને સફળતા.
(૫) ધર્મ અને આરોગ્ય
Tળવણી અને ખાસ કરી ઉચ્ચ કેળવણી લીધેલ હોય તેવાઓને માટે
૭ જ સરકારી, અર્ધ સરકારી, હુન્નર ઉદ્યોગની કે વ્યાપારી સંસ્થાએમાં નોકરીની તક વિશેષતઃ હોય છે. આવા શિક્ષિત સરકારી નોકરી કે અમલદારને પગાર સારા મળે છે, એટલે તેના ઉપર કામ અને કામની જવાબદારીને બેજે પણ વધુ રહે છે. સવારે વહેલા કામ ઉપર જવાનું અને સાંજે મોડા આવવાનું હોય છે. તેથી તેઓ સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેતા નથી અથવા લઈ શક્તા નથી. વળી તેઓમાંના ઘણાં પિતાને સામાન્ય થર કરતાં ઊંચી કક્ષાના માનતા હોય છે, એટલે ધીમે ધીમે તેઓની આ માન્યતા એવી દ્રઢ થઈ જાય છે કે પછી તે તેઓ સમાજથી તદ્દન અલગ થઈ જાય છે.
Page #217
--------------------------------------------------------------------------
________________
[૧૮૪]
અનુભવ-વાણી પરિણામે સમાજને તેમની બુદ્ધિને, શક્તિને કે હોદ્દાને લાભ મળી શકતો નથી. તેમ તેઓને પિતાને પણ ધર્મ, ધર્મગુરુ. ધર્મોપદેશ કે ધર્મક્રિયાને લાભ મળી શકતો નથી. આ રીતે બન્ને વચ્ચે અંતર વધતું જાય છે, પરિણામે તેમની સંતતિ પણ ધર્મના સંસ્કારથી વંચિત રહે છે. આ પરિસ્થિતિ ગંભીર કહેવાય. તેનાથી બંને પક્ષને હાનિ પહોંચે છે.
શિક્ષિત વર્ગ પૈકી જેઓ બહુ જ વ્યવસાયી અને કામકાજમાં બહુ સમય ગુંથાયેલા રહે છે તેઓના જીવનનો ઊંડો અભ્યાસ કરતાં મોટા ભાગે એવું જોવા મળે છે કે –
૧. તેઓને કામને બજે, કામની ચિંતા અને કામની પ્રવૃત્તિ એટલી બધી રહે છે કે તેને લઇને તેઓને સ્વભાવ ક્રોધી, ચીઢી અને ઉતાવળી થઈ જાય છે. તેનામાં ભય, શોક અને અશાંતિ બહુ હેય છે. આ બધાની શરીર, સ્વભાવ અને આરોગ્ય ઉપર બહુ વિપરીત અસર થાય છે. ખાધું પચતું નથી, ઊંઘ આવતી નથી. શાંતિ મળતી નથી અને આનંદને તે અનુભવ પણ થતો નથી. પરિણામે અજીર્ણ કે કબજીયાત, હરસ કે મસા, વાયુ,કેપ, લોહીનું છું કે અધિક દબાણ, હૃદયરોગ, કંપવા–સંધિવા, શૂળ, ચક્કર, આમાંથી એક કે વધુ દર્દીથી તેઓ પીડાય છે. દવાનું સેવન તેઓને રેજનું રાખવું પડે છે, અને વૈદ્ય ડૉકટરને આવકને અમુક હિસ્સો પ્રતિમાસ ફરજીઆત આપવો પડે છે.
૨. શરીરની પ્રકૃતિ જ્યારે આવી રહેતી હોય ત્યારે માણસોને કોઈની સાથે બેલવું, બેસવું કે આનંદ કરે–એમાંનું કશું ગોઠતું નથી. કુટુંબના માણસો સાથે પણ તેઓને આનંદ આવતો નથી. આ રીતે ધીમે ધીમે તેઓ એકાંતમાં અટુલું જીવન ગાળવાનું અને ફુરસદના સમયે માત્ર છાપા કે ઈતર વાંચન કરવાનું વધુ પસંદ કરે છે. આવા ઘણુ મનુષ્ય આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. શિક્ષિત વર્ગ સિવાયના પણ ઘણા ધંધાદારીઓ અને કર્મચારીઓ, દલાલે અને વકરાવાળાઓ એવા હેય છે કે જેઓની પ્રકૃતિ આ પ્રકારની હેય છે. તેઓ પણું આવી પડા ભોગવતા હોય છે.
'
Page #218
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને આરોગ્ય
[ ૧૮૫] આ અનારેય શારીરિક અને માનસિક બંને પ્રકારનું હોય છે. તેના મૂળમાં વિહ્વળતા, ઉત્પાત, ઉદ્વેગ, અશાંતિ, શંકાશીલતા અને વ્હીકણપણું હોય છે. આ બધા માનસિક રોગે છે. તે શરૂઆતમાં બહુ ઓછા પ્રમાણમાં હોય છે પણ ક્રમે ક્રમે એટલી હદે વધી જાય છે કે જીવનમાં કશે સાર રહેતો નથી અને જીવન કંટાળારૂપ બની જાય છે. આ બધાનું મૂળ કારણ આપણે સ્વભાવ અથવા પ્રકૃતિ હોય છે. | બધા પ્રાણીઓમાં મનુષ્યને જ બુદ્ધિની બક્ષિસ મળેલી છે. બુદ્ધિના સારા અને નરસા એમ બે પ્રકારના ઉપયોગ થઈ શકે છે. તેને આધાર કેળવણી અને સંસ્કાર ઉપર છે. કેળવણી અને સંસ્કાર આપવાનું કામ માતા, પિતા, ગુરુ કે ધર્મગુરુનું છે. તેઓ જે ગુણવાન અને ચારિત્ર્યવાન હોય તે બાળકને જન્મથી અને બાળપણથી સારી ટેવો અને સારા સંસ્કારે પાડે છે. બાળક એ માબાપનું પ્રતીક કે પ્રતિબિંબ છે. જે બાળક સારું હોય તેના માબાપ સંસ્કારી હોય જ. ખરાબ સંતાને હોય તે તેને માટે જવાબદાર માબાપે જ છે.
એટલે શારીરિક કે માનસિક આરોગ્ય અને સુખાકારી મેળવવા હોય તે ધર્મ, ધર્મક્રિયા, ધર્મનો અભ્યાસ, વતનિયમે, ધર્મનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન-એ બધા સરળ અને સહજપ્રાપ્ય સાધન છે. અતિરેકથી આરોગ્ય બગડે છે અને અતિરેક અટકાવવા માટે ત્યાગ, સંયમ, તપ, જપ, ગ, ધ્યાન અને ધર્મક્રિયા, અમોઘ અને રામબાણ ઉપાય છે. જેઓ ધર્મકરણી, દર્શન, પૂજા, ભક્તિ, અર્ચન, કીર્તન, વાંચન, ઉપવાસ, વ્રત-નિયમે કરે છે તેને ભાગ્યે જ માંદગી આવે છે. તેઓને નિદ્રા પણ સારી આવે છે, ખાધું પણ પચે છે, ભૂખ પણ સારી લાગે છે અને મનની શાંતિ પણ સારી રહે છે. તેઓ સંતોષી બને છે અને સાદું જીવન જીવે છે. તેમને નથી ઉત્પાત કે નથી ભય. તેઓ ધ્રુવની જેમ સ્થિર જીવન જીવે છે. આ અનુભવની વાત છે. અનુભવથી તેની પ્રતીતિ થઈ શકે. માટે આરોગ્ય મેળવવું હોય તે ધર્મનું શરણ સ્વીકારે.
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
અનુભવ-વાણી
(૬)
હવાફેરનાં સ્થળો અને સ્થાના
આ.
જે એક પ્રશ્ન ખાસ વિચારણા માગે છે કે પરાપકારનાં કામો તપેાતાની જ્ઞાતિ, ધર્મ કે જાતિ માટે કરવા ? પ્રાદેશિક પ્રજા ( દા. ત. ગુજરાતી, મદ્રાસી. સિંધી ) માટે મર્યાદિત કરવા? કે સાર્વજનિક કરવા? અનુભવ એમ કહે છે કે દાન કરનારના મનની અને વિચારની જેવી ઉદારતા તેવા પરમાનાં કામેા કરવાની તેની ભાવના હોય છે. છતાં, દવાખાનાં, નિશાળેા, પુસ્તકાલયા અને ઉદ્યોગશાળાએ સૌને માટે હોય તે જ સારું. ધર્મસ્થાના, ધર્મશાળાએ પેાતાના ધર્મી ભાઈબહેન માટે હાવા જોઇએ. સાર્વજનિક ધર્મશાળાએ હિંદુ, મુસ્લીમો, પારસીઓ કે ખ્રિસ્તિ માટે અલગ અલગ હેાય. તે એટલા માટે સારું કે દરેક વર્ગની રહેણીકરણી, આહાર અને આદતા ભિન્ન ભિન્ન હોય છે. હવાફેરના સ્થાને ( સેનેટારીયમ કે આરોગ્ય ભુવન ) જાતિવાર જુદા હાય તે તે વધુ અનુકૂળ રહે છે.
હવાફેરનાં સ્થાને બંધાવનારનુ મુખ્ય ધ્યેય એ હોય છે કે જેએ ખર્ચ કરવાની સ્થિતિમાં ન હોય તેઓને આવા આરાગ્ય ભુવનના લાભ મળે, પરંતુ અત્યારના મેાંઘવારીના કાળમાં જગ્યાનુ માસિક ભાડુ રૂા. ૩૦ થી ૫૦ હાય, રૂા. ૫ થી ૧૦ બત્તી ખર્ચના, શ. પ ઝાડુવાળાના, રૂ।. ૫ વાસણ પાગરણના મરામતના દર મહિને લાગતા હાય છે. એટલે શ. ૨૦૦ સુધી કમાનારને માટે આટલા ખર્ચ પરવડે જ નહિ, તેને જરૂર હાય તે। દેવું કરીને પણ આટલા ખર્ચ કરે તેા જ માંદાને તે હવાફેર કરાવી શકે. બાકી મોટા ભાગે તેા સારું કમાતા હાય અથવા જેએ શ્રીમંતા હાય તેએ જ આવા સ્થળે હવાફેર માટે જઈ શકે. પારસી કામ માટે તે મુંબઈ, લોનાવલા, માથેરાન, પુના અને દેવલાલીમાં એવાં રથાના છે કે જ્યાં માસિક રૂા. ૫ કે ૧૦ માં બધી સાધનસામગ્રી સાથેનાં મકાન તેઓને મળી શકે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
હવાફેરનાં સ્થળે અને સ્થાને
[ ૧૭ ]
માંદગીમાં મૃત્યુ નજીક પહેાંચ્યા પછી સાજા થનાર શખ્સને બેચાર મહિનાના હવાફેર એ પુનર્જીવન છે. તેવા માણસાને માટે જે પુણ્યશાળી આત્મા આવા આરાગ્યભુવન બંધાવી લક્ષ્મીના સદુપયાગ કરે તેએ અનેકના અંતરના ધ્રુપા આશીર્વાદ અવશ્ય મેળવતા રહે છે. ખરી રીતે કહીએ તેા આ જીવતદાન અને વયાનું ઉત્તમ કા છે. આવા સ્થાનાના લાભ લેનારાએ શક્તિ મુજબ આવી સંસ્થાઓને દાન કરીને ખીલવવામાં મદદ કરે તે અનેક વધુ કુટુને લાભ મળી શકે.
(૭)
સ્વાસ્થ્ય
રીર એ જીવનનાં વાહન છે, શરીરવડે જીવનના બધા વ્યવહાર
છે;
તે પ્રત્યેક મનુષ્યની પવિત્ર અને મુખ્ય ફરજ છે.
શરીર નિરોગી અને સ્વસ્થ હોય તે। મન પણ પ્રફુલ્લિત અને આનંદમાં રાખી શકાય, શરીરના રોગ અને માંદગી મનને કાયમ ચિંતામાં રાખે છે અને સ્વભાવને ક્રોધી, ચીડીયા અને રીસાળ બનાવે છે. પરિણામે જીવનના આનંદ, શાંતિ અને સુખ ઊડી જાય છે.
શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટેના નિયમે છે જે દરેકે કાળજીપૂર્વક અને નિશ્ચયપૂર્વક બરોબર પાળવા જોઈએ. આ નિયમે શરીર તથા મનને તે માટેના છે અને તે માટેના પાળવા જરૂરના છે, કેમકે શરીર અને મન એક ખીજા સાથે નિકટનાં સંકળાએલાં છે. તે માટેના નિયમા નીચે મુજબના છે -
1
૧. નિયમિતતા–નિયત સમયે સૂઇ જવું અને જાગવુ. ભાજન, અભ્યાસ, ધર્મક્રિયા, વ્યાયામ અને દરરાજનાં બધાં કામેા માટે સમય નક્કી કરેલા હેાવા જોઇએ.
Page #221
--------------------------------------------------------------------------
________________
[૮૮]
* :
અનુભવ-વાણું - ૨. વ્યવસ્થા અને સંભાળ-કપડાં, પુસ્તકે, બીજી બધી વસ્તુએ, ફરનીચર રાચરચીલું આ બધી ચીજે સાફ અને સ્વચ્છ રાખવી જોઈએ અને તેની નક્કી કરેલી જગ્યાએ એવી રીતે રાખવી જોઈએ કે જ્યારે જોઈએ ત્યારે તુરત જ ચીજ મળી શકે. નહીં તો શોધવામાં સમય જશે, મહેનત પડશે, કંટાળો આવશે અને ક્રોધ થશે.
સુંદર વ્યવસ્થા, સાચવણી અને સ્વચ્છતા, એ ઘરની શોભા છે; તેનાથી શાંતિ મળે છે.
૩. આરોગ્ય માટે ભૂખ કરતાં ઓછું ખાવું, ભૂખ ન હોય તે બિલકુલ ન ખાવું, દિવસમાં માત્ર બે વખત જ જમવું. ઘડીએ ઘડીયે વારંવાર કશું ન ખાવું. ચાલુ ભજન જમવું. મિષ્ટાન્ન, પફવાન, ફરસાણ કે બહારની બજારની ચીજો ન ખાવી. જે મળે તે આનંદથી ખાવું. ખાવાની લાલચ અનેક રીતે નુકસાનકારક છે. તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. જીભના સ્વાદ માણસને ગુલામ બનાવે છે અને તેનાથી નૈતિક પતન થાય છે.
વ્યસને અને આદત-આ પણ એક પ્રકારની ગુલામી અને પરાધીનતા છે, તેનાથી શરીર બગડે છે, મન આ વખતે તેના જ વિચામાં રહે છે, પૈસાની બરબાદી થાય છે, આબરૂ ઓછી થાય છે અને સમયને બેટો વ્યય થાય છે. સારે અને ધમ માણસ તે જ કહેવાય કે જેને કોઈપણ જાતનું વ્યસન ન હોય.
મનનું સ્વાસ્થ-શરીર નિગી ત્યારે જ કહેવાય કે જ્યારે મનને શરીર માટે કશે વિચાર પણ ન આવે અથવા શરીરની ચિંતા પણ ન રહેતી હોય. નિગી શરીરવાળામાં જ મનની શાંતિ ટકી શકે છે. સુખ, શાંતિ, સતિષ એ બધા મનની અવસ્થાનાં નામે છે. બહારની દુન્યવી વસ્તુઓ તો તેના નિમિત્તરૂપ છે. જેનામાં જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, વિવેક હોય તે જ સાચું સુખ અને સંતોષ અનુભવી શકે છે. અને પુણ્યની પ્રાપ્તિ, સારા વિચાર, સારી ભાષા અને સારાં કાર્યોથી થાય
Page #222
--------------------------------------------------------------------------
________________
શરદી અને તેના ઉપાયે ક
[૧૮૯] છે. માટે જ મન, વચન અને કાયાને શુદ્ધ રાખવાનું, તેને સારે ઉપયોગ કરવાનું શાસ્ત્રો કહે છે. તે શીખવા માટે સુદેવ, સુગુરુ, સુધર્મનું શરણ સ્વીકારવું જોઈએ અને તેને વધુમાં વધુ સત્સંગ કરવો જોઈએ.
જીવનને ઉન્નત કરવા માટે મન, વચન અને કાયાને સદુપયોગ, ધર્મ પ્રત્યે તેનું વલણ અને પાપમાંથી પાછા હઠવું, એ માર્ગ દરેકે સ્વીકારવો જોઈએ. આને માટે જ ધર્મ અને ધર્મની ક્રિયાઓ છે, અન્ય પ્રાણીઓમાં આવી વિચારશક્તિ નથી. મનુષ્યમાં તે છે. માટે જ મનુષ્યને ધર્મ આવશ્યક છે.
* શરદી અને તેના ઉપાયો જકાલ જેટલાં દરદો શરદીથી થાય છે તેટલાં દરદે બીજા
• કારણોથી નથી થતા. શરદી થવાનું કારણ પણ શરદી પોતે જ છે. આ દરદમાંથી જેણે બચવું હોય તેણે શરદીનું કારણ, શરદીનું સ્વરૂપ અને શરદી મટાડવાના ઉપાયો જાણવા જરૂરના છે.
જેના શરીરમાં શરીરને સ્વસ્થ રાખવા પુરતી ગરમી ન હોય તેને શરદી જલદી થાય છે. જેની જઠરાગ્નિ સારી હોય અને ખાધેલું પાચન થઈ જતું હોય તેને, આહાર વિહારની બીજી ભુલે જે તે ન કરે છે, શરદી ભાગ્યે જ થાય છે. વળી જેઓ ખાવા પીવામાં બહુ જ નિયમિત અને પરિમિત હોય છે, જેઓ સાદ, સાત્વિક અને સહેલાઈથી પચી જાય તેવો ખોરાક કાયમ લે છે અને જેઓ ઠંડી કે વર્ષાઋતુમાં શરીરનું ઠંડીથી કે વરસાદથી બરાબર સંભાળપૂર્વક રક્ષણ કરે છે તેઓ શરદીના રોગના ભેગ જવલ્લે જ થઈ પડે છે. શરીર
Page #223
--------------------------------------------------------------------------
________________
[૧૯]
અનુભવ-વાણ સુખાકારીના નિયમો જેઓ નથી જાણતા અને નથી પાળતા તેઓ જ માંદા પડે છે, હેરાન થાય છે અને પૈસાની બરબાદી કરે છે.
શરીરને જોઈતી ગરમી આપવા માટે અને તેટલી ગરમી ટકાવી રાખવા માટે માણસે શક્તિ પ્રમાણે શ્રમ, કામ કે કસરત દરાજ નિયમિત અવશ્ય કરવા જોઈએ. કામ કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે, ખાધું પાચન થઈ જાય છે, બધા અવયવો સશક્ત અને નિરોગી બને છે, લેહીનું ફરવું બરાબર રહે છે, શ્વાસે શ્વાસ પૂરતા ચાલે છે; મળ, આમ (અપકવ ખેરાક) અને બીજા કેરે શરીરમાંથી ઝાડા, પિસાબ, પરસેવા, લેમ (બળો) કે બી ન કોઈ રૂપે સહેલાઈથી બહાર નીકળી જાય છે, અને પરિણામે શરીર, બુદ્ધિ, મન અને લાગઓ–બધું સ્કુતિમય બને છે અને સ્વસ્થ રહે છે.
જીભ અને મન એટલાં બધાં ચંચળ છે કે જીભને સ્વાદે ગમે છે અને મનને અનેક પ્રકારની થતી ઇચ્છાઓ તૃપ્ત કરવાની તાલાવેલી થાય છે. જેઓ જીભના અને ઈછાના ગુલામ બનીને તેને આધીન વર્તે છે તેઓ બિમારીને ભોગ હાલતા ચાલતા બને છે. આજની જીવનની રહેણીકરણી અને તે આપણે એવી બનાવી દીધી છે કે આપણામાંથી ભાગ્યે જ પાંચ ટકા સંખ્યા એવી નીકળે કે જે હિંમતથી એમ કહી શકે કે તેઓ તદ્દન તંદુરસ્ત અને નિરોગી છે; અને કદિ માંદા પડ્યા નથી અને માંદા પડશે પણ નહિ. બાકીના પંચાણું ટકા તે કાયમના માંદ એવા હોય છે કે જેઓને રોજની કંઈ ને કંઈ ફરિયાદ ચાલુ જ હોય. બેચેની, અજીર્ણ, કબજ્યાત, શરદી, સળેખમ, શ્વાસ, દમ, શૂળ, દુઃખાવો, વા, માથા કે છાતીને દુઃખા, સજા, હૃદય રોગ, અનિદ્રા, ઉધરસ અને એવા એક કે વધુ દરદની ફરિયાદ દરેક વરસે અવારનવાર અનેકને કરતાં સાંભળીએ છીએ. આ દરદ કુદરતે કર્યા નથી. આપણી પોતાની ભૂલોથી આપણે તેમને નોતરીને આપણું શરીરમાં રહેવાનું સ્થાન આપીએ છીએ. આપણે પોતે જ ભૂલે કરીએ છીએ એટલે તેની શિક્ષા પણ આપણે ભોગવવી રહી.
Page #224
--------------------------------------------------------------------------
________________
માંદગીને ફફડાટ
[ ૧૯૧ ]
શરદી ન થાય તે માટે આટલા સામાન્ય નિયમે પાળવા જરૂરી છે. ૧ શરીરને કામથી કસાબેલ અને મજપુત બનાવવું. ૨ ભૂખ વિના કશું ખાવું નહિ અને ભૂખ લાગે ત્યારે પણ એછું ખાવુ. ૩ ઠંડાં પીણાં તદ્દન બંધ કરવાં. ૪ રાત્રે ફળફળાદિ કે ખટાશ ન ખાવાં. ૫ પ્રકૃતિને અનુકુળ ન હોય તેા ખાટી ચીજો, કઠોળ કે ગળપણુ ન ખાવાં. અથવા બહુજ અલ્પ ખાવાં. ૬ અજીણું કે અપચા થયા હોય ત્યારે ૨૪ કે ૩૬ કલાક સુધી અન્નજળને તદ્દન ત્યાગ કરવા. ૭ ડી કે ભેજવાળી હવા કે પવનથી શરીરનું બરાબર રક્ષણ કરવું. ૮ પુરતી ઊંધ અને આરામ લેવાં; અને ઉજાગરા ન કરવા. હું બંધિયાર હવાથી અને ઉડતા રજકણાથી શરદી તુજ થઇ આવે છે, માટે તેવા પ્રસંગે નાક પાસે કપડું આડું રાખીને તેમાંથી શ્વાસ લેવો. ૧૦ અને તેટલુ તડકામાં અને ખુલ્લી હવામાં એવી રીતે કરવું કે શરીરના દરેક અવયવમાં તે દાખલ થાય અને શરદીને હાંકી કાઢે. ૧૧ સૂર્યસ્નાન અને ઊંડા શ્વાસાચ્છ્વાસ એ શરદનો રામબાણુ કુદરતી ઇલાજ છે,
( ૯ )
માંદગીના ફફડાટ અને ખાટે
સાષ
મો
ટાં શહેરામાં હવા ઉજાસ વિનાના અંધારી કાટડીઓના વસવાટ, અનેક પ્રકારની યાતનાઓવાળું જીવન, ધંધા કે નેકરીનુ અનેક જવાબદારીવાળુ કામકાજ, કુટુંબ કે બાળકાની સંભાળ લેવા માટે સમયના અભાવ, નાની મોટી ચાલુ માંદગી અને શારીરિક ફરિયાદોથી આવતા કંટાળા અને પડતા ત્રાસ અને સરળતાથી વવા માટે જોઇતી જરૂરી આવકની ખેંચ-આ બધુ શહેરી જીવન જીવતા નીચલા થરના અસખ્ય કુટુમાં અવારનવાર જોવા મળે છે. છતાં શહેરી જીવનને માહ અને આકર્ષણુ આછાં થઈ શકતાં નથી; કેમકે વણિકને માટે
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
અનુભવ-વાણી ગામડાંઓમાં આજીવિકા મેળવવા માટે નેાકરી કે ધંધાની તક રહી નથી. જો ગામડાના યુવાને ભણી ગણીને સરકારી, અર્ધ સરકારી કે પ્રજાકીય સંસ્થાઓમાં કામ કરવા ખુશી હોય અને તે માટેના અભ્યાસ કરી લાયકાત મેળવે તેા તેને માટે રૂા. ૭૫ થી ૧૫૦ સુધીની નોકરીએ ગામડાંમાં જ પોંચાયતમાં, સહકારી મંડળીઓમાં, સહકારી એકામાં, વિકાસ ઘટકામાં, કલ્યાણ કેન્દ્રોમાં, શિક્ષણ સંસ્થાએમાં કે ખીજા અનેક ખાતાઓમાં અવશ્ય મળી રહે છે. આજે આ બધા ખાતાઓમાં નાકરી કરનારાઓમાં મોટી સંખ્યા વણિક સિવાયનાની હોય છે. વણિકને આવી નોકરી કરવામાં રસ નથી. સમજે છે. તે વેપારીની નોકરી કરવાનું વધુ પસંદ કરે છે. કેમકે તેમાં સ્વતંત્રતા વધુ રહે અને ભવિષ્યમાં વેપારી બનવાના સ ંભવ રહે છે. પરંતુ વેપાર જ ત્યાં બિનવર્ણિકાના હાથમાં હાય. એટલે સૌ કાઈ પેાતપેાતાની જ્ઞાતિવાળાને કે ઓળખીતાને જ તાકરીમાં રાખે. વળી પગાર એટલા ઓછા હેાય કે તેટલા પગારમાં આપણું પૂરૂ થાય નહિ. આપણી રહેણીકરણી અને વ્યવહાર તથા વ્યવહારિક ખર્ચા મેટા રહ્યા. આ કારણેાને લઈને જ ગામડાના વિકાને માટે દેશાટન કે પરદેશ એ અનિવાર્ય વસ્તુ બની ગઇ છે.
તેમાં તે ગુલામી
આમ છતાં પણ શહેરી જીવન જો જીવતાં આવડે, આવકના પ્રમાણમાં ખં રાખીએ, જીવનમાં શાંતિ અને સ ંતાષ માણી શકીએ, સૌની શરીરસુખાકારી જાળવી રાખીએ અને ગરીબાઈમાં પણ સુખી રહી શકીએ તે શહેરીજીવન કાંઈ ખોટુ નથી. આ પ્રકારનું જીવન જીવતાં શીખી લેવુ જોઇએ.
શ્રીમંત કુટુમાં કાયમની માંદગીની મશાલ જલતી રહેતી હોય તેમાં આશ્રય' જેવું કશું નથી. પરંતુ મધ્યમ વર્ગમાં અને નીચલા વર્ષોંમાં પણ ખાસ કરીને સ્ત્રીઓની અને બાળકાની માંદગી ચાલુ કે અવારનવાર રહ્યા કરતી હોય અને છાશવારે દવાખાને કે ડૉકટરને ત્યાં દોડવુ પડતુ હોય, ત્યારે આવા કુટુ એની કથનીએ સાંભળીને
Page #226
--------------------------------------------------------------------------
________________
"
માંદગીને ફફડાટ
[ ૧૯૩]
આપણને દુ:ખ અને આશ્ચર્ય બંને થાય છે. જેઓની માંદગી સકારણ હોય તેમના પ્રત્યે અવશ્ય સહાનુભૂતિ રહે. પણ જ્યારે માંદગીનું કારણ તેઓની પોતાની ભૂલે, બેદરકારી કે અજ્ઞાનતા હોય છે અને માંદગી, ધાંધલ, ગભરાટ, દોડધામ અને સારવાર માટે પૈસાને ખાટે ખર્ચ કરતા જોઈએ છીએ ત્યારે તેઓને માટે કાં તો દયા ઉપજે છે અથવા તો તેઓના પ્રત્યે ધૃણા ઉપન્ન થાય છે. ઘણી ખરી ઉપાધિ અને ચિંતાનું મુખ્ય કારણ તો માબાપોની પ્રકૃતિ અને અજ્ઞાન જ હોય છે.
1. ઘણી ખરી માંદગી અયોગ્ય આહાર, અયોગ્ય વિહાર, અપથ્ય કે કુપથ્થથી થાય છે. ખાસ કરીને શરદી, સળેખમ, કબજ્યાત, અતિસાર, સંગ્રહણી, મરડે અને તાવ–આ દરદો જ વિશેષ કરીને થાય છે. આજે પ્રકૃતિ અને માન્યતા એ હોય છે કે દર્દનો ઉપચાર તુર્ત જ થવો જોઈએ અને દઈ દવા લીધા પછી તુર્ત જ કે વીસ કલાકમાં મટવું જ જોઈએ. જે ન મટે તો એક ડોકટરને છોડીને બીજા ડૉકટર પાસે તુર્ત જ દોડી જવામાં આવે છે. એક દવા આપી હોય છતાં અનેક દવાઓ કે ઉપરાઉપરી દવાઓ કે ઇંજેકશન આપવા માટે માગણી થાય છે. શ્રીમંતોમાં આ ઘેલછા હોય તે તો ઠીક; પરંતુ મોટા ભાગના સોમાં આવો ઉત્પાત જોવામાં આવે છે. કોઈ દર્દ કે કઈ દવા એવી નથી કે આપણી ઈચ્છા મુજબ દરદ તાત્કાલિક મટી જાય. દરેકને સમય લાગે જ છે. કોઈને ઓછો સમય લાગે તે કોઈને વધુ પણ લાગે. આવા સ્વભાવનું પરિણામ એ આવે છે કે તેઓ પોતે ચિંતા સેવે છે અને બીજાને ચિંતા કરાવે છે. તાવ ૧૦૨ કે ૧૦૩ ડીગ્રી થાય ત્યાં તે ડૉકટરને ઘેર બોલાવે છે, દવા, ઈજેકશન, ટીકડી, માથે બરફ કે કેલનોટર–આ બધી દુકાનદારી શરૂ થઈ જાય છે. જે ડૉકટર કહે તેમાં વિશ્વાસ રાખે અને તે મુજબ કરે તો પૈસાનું નકામું પાણી થતું નથી. કુદરત કે પ્રભુમાં ભરોસો રાખે તો તેઓ આ બધામાંથી બચી શકે. દેવલાલી જેવા સ્થળે હવાફેર માટે ઘણાં કુટુંબે આવે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
[૧૪]
અનુભવ-વાણી
તેઓના કુટુંબમાં કોઈને કંઈક માંદગી આવી તો તાબડતોબ દેડધામ કરી મુકે છે. આ રીતે પૈસા વેડફાય તેમાં ક્ષોભ નથી થતો પણ કોઈ સારા કામ માટે જે પૈસાની માગણી કરવામાં આવશે તે મન તુર્તજ સંકેચાશે અને તેઓ અનેક દલીલ કરશે.
૨ કેટલાક પ્રસંગોમાં એવું પણ બને છે કે જે દર્દમાં કે અકસ્માતમાં ખાસ ડૉકટર કે નિષ્ણાતને બતાવવાની અને તેની સારવાર લેવાની જરૂર હોય ત્યાં તેઓને એમ કરવાની સલાહ આપવામાં આવે કે આગ્રહપૂર્વક દબાણ કરવામાં આવે તે પણ તે ઉપર લક્ષ નથી આપવામાં આવતું. આને લઇને પરિણામ એ આવે છે કે ઘણા દાખલાઓમાં દદી સાજો થઈને બચી શકે તેવી શક્યતા હોય છતાં તેઓ મૃત્યુ પામે છે અથવા બહુ પીડા ભોગવીને હેરાન થાય છે.
કરાંઓની રમતગમતની હરિફાઈ હતી. તેમાં ૧૬ વર્ષની છોકરીના જમણા હાથનું હાડકું પડી જવાથી બે જગ્યાએથી ભાંગી ગયું. રવિવાર હોવાથી ડેકટર ન મળી શક્યા. હાડવૈદે હાડકું બેસાડીને પાટો બાંધે. પરંતુ ભવિષ્યમાં કશી ખોડખાંપણ ન રહી જાય તે માટે તેને ફેટે લઈ હાડકાને બરાબર બેસાડી પ્લાસ્ટર કરીને પાટો બંધાવવાની ડૉકટરે સલાહ આપી. પરંતુ તેના વડિલેને હાડવૈદ્ય ઉપર ડોકટર કરતાં વધુ શ્રદ્ધા હતી અને હાડવૈદે કહ્યું કે હાડકા બબર જોડાઈ જશે માટે વાંધા જેવું નથી, એટલે તે વાત સહેલાઈથી તેઓને ગળે ઉતરી ગઈ પરંતુ એક સ્નેહી ડૉકટરે કહ્યું કે હાડવે ભલે કામ ચલાઉ ઉપચાર બરાબર કર્યા હોય છતાં ભવિષ્યમાં કોઈ જાતની છેડખામી રહી ન જાય તે માટે હાડકાના નિષ્ણાત અનુભવી ડોકટરને બતાવી, તે ભાગનો ફેટે લઈ તે પછી પ્લાસ્ટર મરાવી લેવાની ખાસ જરૂર છે, એક તો છેકરીની જાત. વળી તે ડોકટરનું ભણવા માંગે છે. બીજુ પૈસા ખર્ચી શકવાની સ્થિતિ છે. માટે કોઈપણ જાતની શંકા રહે તેવું જોખમ શા માટે ખેડવું ? ડૉકટરે હાડકાનું કામ જાણતા નથી એવી લોકમાન્યતા
Page #228
--------------------------------------------------------------------------
________________
શરીર સુખાકારી
. [૧૯૫] ખોટી છે, આજના વિકસિત વિજ્ઞાન, સંશોધન અને સાધનનો લાભ શા માટે ન લેવો ? માબાપો સમજ્યા અને તે પ્રમાણે કર્યું.
(૧૦) શરીર સુખાકારી
| Sા ક્ષણને વિકાસ ઓછા ખર્ચે આખા દેશમાં ગામડે ગામડે
. વિદ્યાર્થીઓ દ્વારા થોડા વર્ષોમાં કેમ થઈ શકે તે આપણે અગાઉ વિચારી ગયા હતા. પ્રજા જેટલી શિક્ષિત અને સમજવાળી હશે તેટલા પ્રમાણમાં તે પિતાનું જીવન આરોગ્યમય કેમ રાખવું તે જાણી શકશે.
કુટુંબના દરેક જણે શરીર સુખાકારી જાળવતા શીખવું બહુજ જરૂરનું છે. પોતે માંદો પડે તો આવક બંધ થાય. સ્ત્રી માંદી પડે તે ઘરસંભાળ અને વ્યવસ્થા અટકી પડે. બાળકે માંદા પડે તે તેઓ અને ઘરના સૌ કોઈ હેરાન થાય અને સૌને ચિંતા થાય. માંગીથી શરીર પીડાય, ચિંતા રહે, તકલીફ વધે અને નાણાંની અને સમયની બરબાદી થાય. માટે જ પ્રજાને આરેગ્યની મહત્તા સમજાવવી જરૂરી છે.
માંદા ન પડવા માટે મિતાહારીપણું કુપથ્યને તદ્દન ત્યાગ, નિયમિતતા, સાવિક જીવન અને શાંત પ્રકૃતિ, આટલી વસ્તુ બહુજ જરૂરી છે. આનું શિક્ષણ દરેક કુટુંબમાં, ઘરમાં, નિશાળમાં દરેક બાળકને મળવું જોઈએ; અને માબાપ માટે તેના ખાસ શિક્ષણ વર્ગો હોવા જોઈએ. આ કામ લેક સંસ્થાએ, નહિ કે સરકારે, કરવું જોઈએ.
માંદા પડયા પછી જરૂરી વૈદકીય સારવાર અને દવાની વ્યવસ્થા દેશના દરેક ગામડા કે ગામમાં અને શહેરના દરેક વિભાગમાં હોવી જોઈએ. આજની મોટી મોટી હોસ્પીટલે, દવાખાનાઓ, પદવીધારી નિષ્ણાત ડૉકટરે કે વૈદ્યો તો શહેરેને અને શ્રીમંતોને જ પરવડે. આજે
Page #229
--------------------------------------------------------------------------
________________
[૧૬]
અનુભવ-વાણું હેપીટલમાં ડૉકટરે વિના વેતને કામ કરે છે, પરંતુ તેના કામથી દરદીઓને, સંસ્થાઓને કે પ્રજાને બહુ સંતોષ થતો નથી એ દરેક ઠેકાણે જોવામાં આવે છે. આજ ડોકટરે ખાનગીમાં પોતાના દવાખાનામાં કે ઓફીસમાં તપાસવાની, દવા લખી આપવાની કે હાડકાની એટલી બધી આકરી ફી લે છે કે સામાન્ય જનતાને તો તે પરવડી જ ન શકે. વૈદકીય ધંધે જ ખરી રીતે પરમાર્થ માટે અને લેકની સેવા અર્થે હતા અને હોવો જોઈએ પરંતુ આજના સમયમાં તેમ બનવું અશક્ય છે. વર્ષો સુધી સખત મહેનત કરી અભ્યાસ કર્યો હોય, તે માટે દેવું કરી કે બીજાની મદદ મેળવી ભણ્યા હોય, વળી પિતાને કુટુંબ, વ્યવહાર અને સમાજમાં શિષ્ટ દરજજો કે મેભો હોય, તે બધાની વ્યવસ્થા અને તેને પહોંચી વળવા માટે આવક દરેક ડાકટરે કરવી જ પડે. એટલે ડૉકટરે, વકીલે કે એવા બીજા ધંધાદારીઓ પાસેથી મફત સેવાની અપેક્ષા રાખી ન શકાય. મફત દવાખાના કે સાર્વજનિક હોસ્પીટલે પ્રજા, સંસ્થા, મ્યુનિસિપાલટી કે સરકાર તરફથી કે સરકારની મદદથી આજે ચાલી રહ્યા છે. આ સંસ્થાઓ પ્રજાને ઘણી ઉપયોગી અને જરૂરની છે. પ્રશ્ન એ છે કે તેમાં કામ કરતા ડૉકટરને પગાર આપીને જે રાખવામાં આવતા હોય તો તેઓ વધુ સારું કામ આપી શકે અને તેઓની પાસેથી બરાબર કામ લઈ શકાય. પ્રજાને સંતોષ થાય તે રીતે દવા અને સારવાર મળતા હોય તો પ્રજા તેને માટે પૈસા આપવા પણ તૈયાર થશે. બાકી મફત દવા, મફત દવાખાના, મફત સારવાર અને મફત ડાકટર–આ પદ્ધતિમાં પ્રાણ, લાગણી, સેવા કે વિવેક તે ભાગ્યે જ જોવા મળે છે. જે ડૉકટર ખાનગી વ્યવસાયમાં રૂા. ૨૦, ૩૦ કે ૪૦ તપાસવાની ફી લેતા હોય અને રૂા. ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ શસ્ત્રક્રિયા(ઓપરેશન)ના લેતા હોય એવા નિષ્ણાત હોય તેઓ બધા હોસ્પીટલમાં માત્ર સેવાની ભાવનાથી જ કામ કરે છે તેવું માની લેવું તે વધુ પડતું છે. મીશનરીના ધ્યેયથી હોસ્પીટલે જે ડૉકટરે ભેગા મળી ઉભી કરે અને સેવાના ધ્યેયથી તેઓ પોતે ચલાવે છે તેવી સંસ્થાઓ પ્રજાને આશીર્વાદરૂપ બને.
Page #230
--------------------------------------------------------------------------
________________
હૈયા ઉકેલ
૧૯૭ ] આજે સ્વાસ્થ જાળવવા માટે અનેક ગંભીર રોગો માટેની દવાઓ અને ઉપચાર શોધાયા છે એટલે મરણ પ્રમાણ ઘટી શક્યું છે, માંદગીની ઘાતકતા ઘટી છે અને તંદુરસ્તી સારી રહે છે. પરંતુ ગ્રામ્ય જનતાને વૈદકીય રાહતને સારા પ્રમાણમાં લાભ મળી શકે તે માટે વૈદકીયશાસ્ત્રના અભ્યાસી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન અને તે પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષ ગામડામાં ફરજિયાત કામ કરવા મોકલવા જોઈએ. તેટલું કામ કર્યા પછી જ તેમને બંધ કરવાની સનંદ આપવી જોઈએ. આ નિયમ કરવામાં કે તેને અમલ કરવામાં જે જે મુશ્કેલીઓ રહેતી હોય તેનો ઉકેલ રાજ્યસત્તાએ કરવો જોઈએ.
(૧૧)
હૈયા ઉકેલ ૧યેક મનુષ્યને સમય અને શક્તિ મર્યાદિત હોય છે, છતાં જેનામાં
બુદ્ધિ, ઉત્સાહ અને તમન્ના હોય છે તેઓ સમયને ઉપયોગ અને કામની વ્યવસ્થા એવી સુંદર રીતે ગોઠવે છે કે એક પણ મિનિટ નકામી જવા દેતા નથી અને અમુક સમયમાં અમુક અમુક કામ એક પછી એક ક્રમસર કર્યો જતા હોય છે. આથી એક માણસ બીજાઓના કરતાં ઘણું કામ કરી શકે છે અને બહુ સારું કામ કરી શકે છે.
ગમે તે કામ કરવાનું હોય, પરંતુ જે તે કામ આનંદ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે તે કામથી કંટાળો આવતો નથી અને શરીર કે મનને થાક પણ લાગતો નથી. જેઓ કામના ચોર અને આળસુ હોય છે તેઓ કદી આગળ વધી શકતા નથી અને પરાધીન દશા કાયમ ભોગવતા હોય છે. શ્રીમંત કુટુંબોમાં જાતે કામ કરવામાં શરમ અનુભવાય છે. પરિણામે તેઓનું શરીર રેગી અને નિર્બળ રહ્યા કરતું હોય છે. વળી જ્યારે શરીર અસ્વસ્થ હોય એટલે મનને પણ શાંતિ કે
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
અનુભવું-વાણી
સુખ ન હેાય. કાયમની માંદગીવાળા કુટુંબમાં ડાકટર, જ્વા, સારવાર, દર્દીની સ ંભાળ અને શુશ્રૂષા, આંટાફેરા અને દોડધામ અને દર્દીની ખબર અંતર પૂછવા આવવાના વ્યવહાર–આ બધી પરંપરા અને પળેાજણ એટલા બધા પ્રમાણમાં વધી જાય છે કે પરિણામે ધંધાને, વિદ્યાર્થીઓના શિક્ષણને અને ગૃહવ્યવસ્થાને ઘણી રીતે હાનિ પહોંચે છે; અને માંદગી અંગે ખર્ચ વધે. અને ઉત્પાત અને ચિંતા વધે તે જુદા. એક અનિષ્ટમાંથી કેટલા બધા અનિષ્ટોની પરપરા સર્જાય છે! આ બધું શાને લીધે ? જ્યાં તંદુરસ્તીનું મૂલ્ય ન સમજાય, કામ અને કસરતના પ્રભાવ ન સમજાય અને એકનું આરોગ્ય ગુમાવવાથી અનેકને કેટલી બધી યાતના અને તકલીફ વેઠવી પડે છે તેની સમજ ન હોય ત્યાં પરિણામ એ જ આવે કે પોતે દુ:ખી થાય છે અને બીજા અનેકને દુ:ખી થવુ પડે છે.
***
મધ્યમવ પણ પેાતાનું કામ અને પેાતાનું ઘર કામ જાતે કરવામાં શરમ અનુભવી રહ્યો છે. ઘર કામ માટે ને!કર, ઘાટી કે રામા વિના આજે તેને પણ ચાલતું નથી. સાધુસ તા અને ધર્મગુરુએ કે જેઓને આપણે પૂજ્ય ગણીએ છીએ તેએ પેાતાનું બધુ કામ પાતે જાતે જ કરે છે, તે. આપણે આપણુ પેાતાનુ કામ જાતે શા માટે ન કરીએ ? તેમ કરવામાં શરમ શી? મધ્યમવર્ગની ધ્યા ચિંતવીએ અને તેને મદદ પણ કરીએ. પરંતુ મદદ માટેની પાત્રતા કે યેાગ્યતા શું ગણવી તેને માટે સમાજે અમુક ધારણ પણ નક્કી કરવું જ જોઇએ. જે માણસ કુટુંબની આજીવિકા જેટલું કમાતા ન હોય અને પાસે પૂછ ન હોય, કદાચ તે રાગી પણ હોય, છતાં તે પરણે અને ગૃહસ સાર માંડે. એ ચાર ખાલબચ્ચાં નાની ઉંમરમાં થાય. પછી પૂરું ન થાય એટલે સમાજની પાસે મદદ માંગે. સમાજ ક્યાથી કે લાગણીથી તેને સહાય કરે કે સસ્તા ભાડાના નિવાસને લાભ આપે. આવા સભ્યા યા સહાય માટે લાયક ગણાય કે કેમ ? ધર્મ તેા ગમે તેને પણ મદદ કરવાનું ફરમાવે છે, પરંતુ વ્યવહાર અને નીતિ એમ કહે છે કે જે
Page #232
--------------------------------------------------------------------------
________________
હૈયા ઉકેલ
[૧૯] જેટલા પ્રમાણમાં વધુ ઉત્તમ અને ચારિત્રવાન હોય તેઓને સૌથી પ્રથમ મદદ કરે. પછી વધુ મદદ કરવાની અનુકૂળતા હોય તે જાતે ઉભી કરેલી ગરિબાઈને સહાયભુત બને. એકલી ગરીબાઈ લાયકાત માટેનું ધોરણ ન હોવું જોઈએ. ઉત્તમતાને પોષવી અને તેને સહાય આપવી તેને જ નીતિકારે સુપાત્રદાન કહે છે.
એક કુટુંબને અથવા એક સ્ત્રીને જેટલાં વધુ સંતાન હોય છે તેટલી વધુ દુર્દશા અને વધુ ઉપાધિ તે કુટુંબની કે તે માબાપની હેય છે. સંયુક્ત કુટુંબની પ્રથા ચાલુ રહી હોત તો તે બહુ વાંધા જેવું ન હોત. પરંતુ આજે તે પ્રથા નાશ થઈ રહી છે. માટે જ એકલવાયા કુટુંબમાં એક જ કમાનાર હોય તેને માટે તો એક કે બે કરતાં વધુ સંતાને હવા તે તેને માટે અને સમાજને માથે ભારરૂપ અને શાપરૂપ છે. સમજુ માણસે એ ટુંકી આવકમાં શાંતિપૂર્વકનું સુખી જીવન જીવવું હોય તો તેઓને માટે એ જરૂરનું છે કે તેઓને બહુ સંતાન હોવા ન જોઈએ. તેઓએ સંયમી જીવન જીવવું જોઈએ અને કુટુંબ નિજનને ફરજયાત અમલ કરવો જોઈએ. તેઓ જે તેમ નહિ કરે તે તેનાં માઠાં પરિણામ તેઓએ જ ભોગવવાનાં રહેશે. સમાજ તેઓને સહાય ન કરે, અથવા તેઓ પ્રત્યે દયા ન દાખવી શકે તો તેને માટે તેઓ જ જવાબદાર છે. તેમાં સમાજને દોષ નહિ ગણાય.
Page #233
--------------------------------------------------------------------------
________________
સાંસ્કારિક વિભાગ
. (૧) પાયાના સંસ્કાર
છે ક્ષણ એ સંસ્કારનું અંગ છે. શિક્ષણની મહત્તા જીવનની - સંસ્કારિતામાં છે. આ સંસ્કારનું ઘડતર માતા-પિતા, કુટુંબ, મિત્રો, સમાજ અથવા સંસ્થા કરી શકે.
પાયાના સંસ્કારમાં નિયમિતતા, સરળતા, ચેસાઈ મકકમતા અને પ્રમાણિક્તાને સમાવેશ થાય છે.
આટલી ટેવો બાળકને જન્મથી પાડવામાં આવે તો તેઓ જીવનનાં કેઈપણ ક્ષેત્રમાં ક્યારે પણ નિષ્ફળતા પ્રાપ્ત નહિ જ કરે. - - નિયમિતતાથી ઘણું કામ કરી શકાય છે અને સૌને સંતોષ આપી શકાય છે. સરળતાથી માણસ સૌને પ્રેમ છતી શકે છે અને તેનું દરેક કાર્ય સરળ બને છે. ચોકસાઈની ટેવથી માણસના કામમાં કદી ભૂલ થતી નથી એટલે તેનામાં સૌને વિશ્વાસ રહે છે.
જેઓ દરેક કાર્યમાં મક્કમતા જાળવી શકે છે, તેઓનાં કાર્ય માટે કેઈને શંકા કરવાનું કારણ રહેતું નથી અને તેઓની સફળતાની સી કઈ પ્રશંસા કરે છે.
પ્રમાણિકતા, વિવેકદ્રષ્ટિ અથવા સાચી ગણતરી જેઓમાં હેય છે, તેઓનાં કામ અને કામનાં પરિણામ એવા સુંદર હોય છે કે જગતમાં તેની નામના ફેલાય છે. તેમજ કોઈપણ કામમાં કવચિત જ નિષ્ફળ જાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
3/
ન.
!
પાયાના સંસ્કાર
[ ર૦૧] શિક્ષણથી 2 ઘડાય છે અને વોથી સંસ્કાર છે. એનાથી ઉલટું—
અનિયમિતતાથી સમય, સાધન અને શક્તિને વ્યય થાો છે, કા અસંડે છે, અનેકને ખેદ છે મોઘી અથડ્યા વિહવળતાં ઉત્પન્ન થાય છે સોનોવિશ્વ ગુમાવવાનો વખત આવે છે. ઘણાં કાર્યો બગડતા હોય અને પૈણુ નુક્સાન થતું હેયસ અનિમિતતાથી જ થાય છે.
વક્ર સ્વભાવથી માણસ સોમ-મન છે અને રૈના પ્રત્યે કોઈને માન કે પ્રેમ થતાં નથી. અનિશ્ચિતતા દ્વાપણું, જુઠ્ઠાપણું, બેદરકારી અને બિનજવાબદારીની ટેવથી તેવા મૌસેનો કોઈ વિશ્વાસ કરતું નથી, એટલું જ નહિ પણ તે માણસ પોતાનું તેમ જ બીજાઓનું પણ ઘણું અહિત કરે છે.
ગણતરી વિનાને માણસ વધુ ગુમાવે છે અને ઓછું મેળવે છે. આ આર્થિક નુકસાનીની વાત થઈ પરંતુ એ આર્થિક નુકસાન, નિષ્ફળતા અને માનહાનિથી માણસના જીવનમાં કલેશ, ક્રોધ, ઈર્ષા, વેર, અજ પો અને અશાન્તિ વધે છે. મોટા દાવાનળ સળગે છે. પરિણામે પોતાની કે પારકાની જીવહાનિ કે હત્યા થાય છે. એક ભૂલમાંથી આવું પરિણામ સંભવે છે. માટે નાની એવી ભૂલ કે ખોટી ટેવથી બચવાની કાળજી કરવી જરૂરી છે.
ડાહ્યા માણસે દરેક નાની બાબતમાં પણ સતત સંભાળ અને સાવચેતીથી વર્તે છે. ડહાપણને ખરા અર્થ સાવધાની છે
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
અનુભવ-વાણી
(૨)
ભાગ અને ઉપભોગનુ નિયમન
એ
કે વસ્તુ એક જ વખત ઉપયાગમાં લઇ શકાય તેને ભાગની વસ્તુ કહે છે. જેમકે - અન્ન, ખારાક કે આહાર. અને જે વસ્તુ અનેક વખત અથવા વારંવાર ઉપયોગમાં કે વપરાશમાં લઈ શકાય તે ઉપભાગની વસ્તુ કહેવાય છે; જેમકે ધર, ધરવખરી, વસ્ત્ર, આભૂષણ, જોડા, છત્રી, ચશ્મા, ધડીયાળ, રેડીએ, ઇલેકટ્રીક પખા, મુસાફરીનું વાહન વગેરે.
માણસનું જીવન ટકાવવા માટે અન્ન, પાણી, હવા, અને પ્રકાશની જરૂર છે. તે પૈકી માત્ર અન્ન અથવા આહાર માટે પૈસા ખર્ચવા પડે છે. બાકી હવા, પાણી કે પ્રકાશના પૈસા આપવા પડતા નથી. અન્ન અને આહાર એષ્ઠામાં એછા પૈસાથી પણ મેળવી શકાય અને તેની પાછળ વધુમાં વધુ પણ પૈસા ખર્ચવા હેાય તે પણ ખચી શકાય છે. જેમ વસ્તુએ અને તેની વિવિધ બનાવટા વધુ તેમ તેની પાછળ ખર્ચ પણ વધુ થાય. માસ જાત એ વસ્તુથી પણ ચલાવી શકે અને કાને બાવીસ વસ્તુએ પણ એછી પડે. અન્નમાં રોટલી કે રોટલા ભૂખની તૃપ્તિ માટે ક્લેઇએ. સ્વાદને માટે મીઠું, શાક, છાશ, દૂધ કે અથાણું અને બહુ તે ગેાળ કે ખાંડ-એમાંથી કાઇ પણ એક વસ્તુ હાય તે। સુખેથી ચાલી શકે. એકની એક વસ્તુ રાજને રાજ ખાવાથી કદાચ કંટાળા આવે તે તેની જુદી જુદી વાનીએ કે બનાવટે તૈયાર કરીને સંતાપ લઈ શકાય. જેટલી ખાવાપીવાની વસ્તુએ એછી અને સાદી, તેટલા જીભના સ્વાદ આછા અને ખર્ચ પણ એછે; અને જેટલી વિવિધતા, વિશેષતા અને જીભની લેાલુપતા વધુ, તેટલી વિષમતા, પરાધિનતા, માંદગી, ખ અને ઉપાધિ વધુ. શાસ્ત્રનું વચન છે કે “ જેટલા ભાગ વધુ, તેટલા રાગ વધુ. ” અને તેની પાછળ પરેશાનીની
Page #236
--------------------------------------------------------------------------
________________
ભેગ અને ઉપભેગનું નિયમન કા | [ ૨૦૩] પરંપરા કેટલી લાંબી હોય છે! દરેક વ્યક્તિના કે દરેક કુટુંબના આંતરિક જીવન તપાસવાથી આનું સત્ય પરિણામ સત્વર સમજાઈ જશે.
હવે ઉપભોગ વિષે વિચાર કરીએ. ઉપભેગના બે પ્રકાર છે. જે ખાસ જરૂરી કે આવશ્યક હોય તે; અને જે વસ્તુઓ બિનજરૂરી હોય અથવા જેના વિના ચાલી શકે છે. જે પ્રકારની રહેણીકરણી હોય તે પ્રમાણમાં ઉપભોગની વસ્તુઓ ઓછી કે વધુ હોય છે. ઊંઘ અને આહારની જેમ ઉપભોગ પણ વધાર્યો વધે છે અને ઘટા ઘટે છે. જેટલી ઈદ્રિયોની પરાધીનતા અને લેલુપતા વધુ તેટલું જીવનમાં દુ:ખ પણ વધુ હોય છે. માટે જ શાસ્ત્રોએ સંયમનું મહાતમ્ય બહુ કહ્યું છે. સંયમ હોય ત્યાં જ સ્વાધીનતા કે સ્વતંત્રતા હોય છે, અને સંયમ હોય ત્યાં જ શાંતિ અને સંતોષ પણ હોય છે. જ્યાં સંતોષ હોય ત્યાં જ સાચું સુખ હોય છે. વિશ્વને આ અબાધિત સિદ્ધાંત છે. આજુબાજુ કે આપણા જીવન તરફ નજર કરશું તો આ જ અનુભવ થશે.
કોળી જેમ પોતે જ જાળ બનાવે છે અને પોતે જ તે જળમાં ફસાય છે; તેમ માણસ પણ પોતે પિતાની સ્થિતિ કે સંજોગોને
ખ્યાલ રાખ્યા વિના જેમ જેમ પિત ની જરૂરિયાત વધારતે જાય છે તેમ તેમ વધુને વધુ આર્થિક સંકડામણમાં ફસાતે જાય છે અને ચિંતાથી પરેશાન થાય છે. આનું પરિણામ એ આવે છે કે કાં તો તે દેવાદાર અને નફટ બને છે, કાંતિ ચેરી કે અનીતિ કરે છે, કાં તે ચિંતાને લીધે અકાળ મૃત્યુ પામે છે. પોતે દુઃખમાં ડૂબે છે અને પોતાના કુટુંબને દુઃખમાં મુકીને જાય છે. આવા કિસ્સાઓ સમાજમાં
જ્યાં ત્યાં જોવામાં શું નથી આવતા ? " જેમ વ્યક્તિગત જીવનમાં આવું બને છે તેમ વ્યવહારિક અને સામાજિક જીવનમાં પણ ઘણી બાબતે વિચારવા જેવી છે. સગાંસંબંધી કે સ્નેહીઓ આપણું ઘેર આવે ત્યારે ચાલુ ભોજન જમાડવાને બદલે મિષ્ટાન્ન કે પકવાથી મેમાનગીરી અને આગતાસ્વાગતા કરવાની પ્રથાને
Page #237
--------------------------------------------------------------------------
________________
[૨૪]
અનુભવ-વાણું સારી કહેવી કે ખરાબ કહેવી ? આપણી સ્થિતિ સારી હોય તો તે સમજ્યા પણ મુશ્કેલીથી નિર્વાહ ચલાવતા હોઈએ તે શું ? “ઘર જોગ પણ હોવો જોઈએ, નહિ કે પરેણું ગ ઘર.” આપણી સ્થિતિ પ્રમાણે આતિથ્ય કરીએ તો જ ઉચિત ગણાય. પરંતુ તેની સાથે આપણે પણ એવો દઢ નિશ્ચય હોવો જોઈએ કે બીજાને ત્યાં આપણે જ્યારે પણ તરીકે જઈએ ત્યારે આપણે પણ મેમાનગીરી કરવાની અગાઉથી સ્પષ્ટ ના કહી દેવી જોઈએ. મેંઘવારીના અત્યારના જમાનામાં જીવનવ્યવહાર સાદામાં સાદો રાખવો વધુ હિતાવહ છે. તે જ પ્રમાણે લગ્ન અને બીજા એવા વ્યાવહારિક પ્રસંગોમાં પણ ગજા કરતાં વધુ અથવા દેવું કરીને ખર્ચ કરવો તેનો અર્થ એ જ કે આપણી કબર આપણે પોતે જ ખોદીએ છીએ. વ્યવહાર જેટલે સાદ અને
ઓ છો તેટલે બોજો, ભારણ અને વજન ઓછાં. જે લેકે જેટલે ડોળ દંભ કે દેખાદેખી ઓછી કરે તેટલા સુખ અને શાંતિમાં તેઓ વધુ રહેશે. શ્રીમંતને વાદ અને નાદ આપણને ન જ શોભે. આટલી વાત આપણે સૌ અને આપણે સ્ત્રી સમાજ સમજે તે કેવું સારું ?
“ત્રેવડ ત્રીજો ભાઈ છે અને કસરસર અને જાતમહેનત એ સૌભાગ્ય કંકણ છે.” આ સૂત્ર આપણે સૌ યાદ રાખીએ; અને જીવનને બને તેટલું સાદું અને સંતોષી બનાવીએ. એક માણસ ધારે તો માસિક રૂપીઆ દશમાં પણ આજનું જીવન જીવી શકે. કરકસર અને સંયમી જીવન, એ જીવનની દીવાદાંડી છે. વિવેકને અર્થ જ એ છે કે સાચું, સારૂં અને જરૂરનું શું છે તે સમજવું અને તે મુજબ વર્તવું; અને ખોટું. ખરાબ અને બિનજરૂરી હોય તેનો ત્યાગ કરવો. વ્યસન, ટેવો કે આદતે પાયમાલીને પંથે લઈ જનારા છે. તેને ત્યાગ પહેલી તકે જ કરે. પાણી પહેલાં પાળ બાંધવી તેમાં જ સાચું ડહાપણ છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ અને સાત્વિક જીવન
સાત ગાને સાત્વિક *
[૨૫]
3.. અના
શુદ્ધ અને સાત્વિક જીવન જીવનને ઉજજ્વળ અને સુવાસિત બનાવવું હોય તો દરેક વસ્તુને
આ સરળ રીતે સમજતા શીખવું જોઈએ. જેને સ્વભાવ સરળ હોય તે જ સત્ય જાણી અને સમજી શકે છે. જ્ઞાનપ્રાપ્તિમાં સરળ સ્વભાવ એ મુખ્ય અને મહત્વનું સાધન છે.
પરંતુ કેટલાક મનુષ્યો બાળપણથી એવી રીતે ઉછરેલા હોય છે કે દરેક વસ્તુને સૌથી પ્રથમ દોષદ્રષ્ટિથી તેઓ જોતા હોય છે. આવી વક્ર બુદ્ધિથી નુકસાન એ થાય છે કે માણસને દોષ જોવાની ટેવ પડી જાય છે. તેને બધામાં દોષ જ દેખાય છે. ગુણો તે તેની નજરે ક્યાંય દેખાતા જ નથી. આ દ્રષ્ટિ લેશમાત્ર લાભકારક નથી.
જે કાંઈ જોઈએ કે સાંભળીએ તેમાં સારું તત્ત્વ કે સત્યનો અંશ હોય છે જ. વિવેકબુદ્ધિથી દરેક બાબતમાંથી સાર ખેંચે તે સુજ્ઞજનનું કર્તવ્ય છે. આવી જેની દ્રષ્ટિ હોય તે જ સત્ય જાણી શકે છે. સત્ય એ જ પરમ ધર્મ છે. '
વિદ્યાર્થી જીવનમાં સવળી મતિ સન્માર્ગે દોરી જાય છે. માટે દરેકે સારી બાબતે જોતાં શીખવી અને સદ્ગણોનો સંગ્રહ કરે. સુગંધી પુષ્પો જેમ સુવાસ આપે છે તેમ સારા વિચાર અને પ્રિય તથા હિતકારી વાણી પણ આપણી આસપાસ આનંદી અને શાંતિનું વાતાવરણ પ્રસરાવે છે.
કામે પણ સારાં અને જનહિતકારી કરવાં કે જેથી સૌને સુખ ઉપજે જીવનને સુખી બનાવવું હોય તો તે આપણું પિતાના હાથમાં છે. જે સારા વિચારે કરીએ, સારાં કામ કરીએ તે મનને સંતોષ અને આનંદ થાય છે આને માટે ટેવ પાડવી જોઈએ. સવળી મતિ એટલે સાચી અને સારી દ્રષ્ટિ. માટે જ કહ્યું છે કે “જેવી કૃતિ, એવી મતિ અને તેની ગતિ.”
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૬].
અનુભવવાણી યુવકમાં બુદ્ધિની તીવ્રતા, શક્તિને તરવરાટ, લાગણીઓની તિક્ષ્ણતા, વાણીનું જેમ, વિચારોની વિચિક્ષણતા, હાથપગનું જોર, સાહસની તાલાવેલી, આશાઓની વિપુલતા અને કામની તમન્ના હોય છે અને હેવી જોઈએ. સાચું યૌવન એટલે મન, વચન અને કાયાને વધુમાં વધુ સર્વ દિશામાં અને સર્વ પ્રકારને સર્વાગી વિકાસ અને વૃદ્ધિ.
આ વિકાસ અને વૃદ્ધિને કાપવી જોઈએ, કાબુમાં રાખવી જોઈએ, અમુક રીતે વાળવી જોઈએ, ટપવી જોઈએ, ઘડવી જોઈએ અને તેમાંથી જીવનને અનુપમ, સુંદર અને આકર્ષક ઘાટ ઘડવો જોઈએ. આનું નામ છે શિક્ષણ અને સંસ્કાર. શિક્ષણ અને સંસ્કાર આપવાનું કામ પાંચ વર્ષની ઉંમર સુધી માતાનું છે, બાર વર્ષ સુધી માતા, પિતા તથા શિક્ષકનું છે અને વીસ વર્ષ સુધી પિતાનું, શિક્ષકનું, ધર્મગુરૂઓનું અને મિત્રનું છે. પણ તે બધા તરફથી કેવું શિક્ષણ અને કેવા સંસ્કાર મળે છે તેના ઉપર જીવનના ઘડતર આધાર છે. માતા, પિતા અને શિક્ષકે પોતે જે સારા ચારિત્રવાન અને સંસ્કારી હશે તે જ બાળકમાં સારા સંસ્કાર પડશે. બાળકોને સારા બનાવવા માટે ઘરના બધા માણસોએ સારા બનવું પડશે અને સારી રીતે વર્તવું પડશે.
મનુષ્ય જીવનની મહત્તા માનવતામાં અને ધર્મમય જીવન જીવવામાં છે. ધર્મ એટલે ધર્મમાં શ્રદ્ધા, ધર્મને અભ્યાસ અને ધર્મની સાચી સમજણ, ધાર્મિક વૃત્તિ અને વર્તન, તપ, ત્યાગ અને સંયમ, ધર્મગુરુઓને પરિચય અને મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક આત્માની સચ્ચિદાનંદમય સ્થિતિમાં તન્મયતા. પશુ કરતાં મનુષ્યજન્મની ઉત્તભતાનું કારણ માત્ર એ જ છે કે મનુષ્યને ધર્મની વિશેષતા હોય છે. જે મનુષ્યને ધર્મ નથી તેને અંત સમય દુઃખી દુઃખી હોય છે અને તે વખતે પસ્તાવો કરવાથી કશું વળતું નથી.
Page #240
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ અને સાત્વિક જીવન *
[૨૦] સમાજ દરેક બાબત માટે એક પ્રકારનું રણ દરેક વિષય માટે નકકી કરે છે. અમુક વસ્તુ અમુક પ્રમાણસર હોય તો તે યોગ્ય ગણાય છે. તેનાથી ઓછું હોય તો વાંધો નહિ, પણ જે વધુ હોય તો તે ટીકાને પાત્ર થાય છે. માટે સુજ્ઞ પુરુષોએ એવો નિયમ ઘડ્યો કે “અતિ સર્વત્ર વર્જયેત ” “વધુ પડતું બોલવું નહિ કે કરવું નહિ.”
પરંતુ સમાજમાં બધા માણસો જુદા જુદા સ્વભાવના અને જુદી જુદી માન્યતાવાળા હોય છે. એટલે દરેકનું ધોરણ કે પ્રમાણ પણ જુદા જુદા હોય છે. એક માણસને અમુક બેલવું બબર પ્રમાણસર લાગે જ્યારે બીજાને તે વધુ પડતું લાગે. જે આ સમાજ શિક્ષિત અને સંસ્કારી હોય તો તેઓની માન્યતામાં એકવાયતા આવે. દરેકની બુદ્ધિ ભિન્નભિન્ન હોય છે. માટે જ ઉત્તમ ઉપાય એ છે કે બને તેટલું ઓછું બેલે. “ન બેલવામાં નવ ગુણ' કહ્યા છે. જેઓ ખાસ જરૂર વિના કશું જ બેલતાં નથી, અને જરૂર હોય ત્યારે ઓછામાં ઓછું બેલે છે અને જે કાંઈ બોલે છે તે રૂચિકર, પથ્ય અને હિતકારી હોય તેવા જ વચને બોલે છે, તેવા માણસ તરફ સૌ પ્રેમ અને માનભરી રીતે વર્તે છે. શબ્દ, વાણી કે ભાષા એવી કિંમતી વસ્તુઓ છે કે તેને ઉપયોગ જરૂર પુરતો અને જરૂર હોય ત્યારે જ કરવો જોઈએ. માટે જ મૌનનો મહિમા મહાપુરુષોએ શાસ્ત્રમાં વર્ણવ્યો છે. ઓછું બેલવાથી અને ઓછું વિચારવાથી ઓછાં પાપ બંધાય છે. આત્માની ઉન્નતિ સાધવાવાળાએ ખાસ કરીને ઓછું બોલવું જોઈએ. અને જે કાંઈ બોલે તે જગતનાં કલ્યાણ માટેનું જ બોલે. તેટલા માટે જ અંત સમયે ઉત્તમ આત્માઓ બોલવું બંધ કરી માત્ર આત્મધ્યાનમાં એકાગ્ર ચિત્ત કરી, પરમાત્મપદને પામવામાં સફળ થયા છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
(૪) જીવનના મમ
અનુભવ-વાણી
વાં
એમને એમ પડી
ચન ધણું કરીએ, સાંભળીએ પણ ઘણું, પરંતુ જો તે વિચારીએ નહિ અને સમજીએ નહિ તે તે વાંચ્યાની કે સાંભળ્યાની સાર્થકતા શું? અને તેને આચરણમાં મુકીએ નહિ કે તેના ઉપયેાગ કરીએ નહિ તેા તેના લાભ પણ કયાંથી મેળવી શકીએ ? કાઇપણ વસ્તુના ઉપયાગ ન કરીએ તે! તે વસ્તુ રહીને ખરાબ થાય છે, ખાજારૂપ થાય છે, કટાળા આપે છે અને પરિણામે દુઃખ કરે છે. જીવનની નાની મોટી દરેક બાબતમાં આ અનુભવ સૌ કાને થાય છે; છતાં તેમાં કા સુધારા ન કરીએ તે તે આપણી અજ્ઞાનતા કે મૂર્ખતા ગણાય. માટે જ કહ્યું છે કે માણસ પોતે જ પેાતાના સુખ કે દુ:ખના કરનાર અને ભાગવનાર છે. જે કાંઈ કરીએ તેનુ પરિણામ સારું કે ખરાબ આવે છે. અને આ રીતે જે પરિણામ નિર્માણ થાય તેને જ ભાગ્ય કે કર્મ કહીએ છીએ. ક કરીએ તે જ ભાગ્ય નિર્માણ થાય. કર્મ ન કરીએ તે પરિણામ કે ભાગ્ય નિર્માણ થતું નથી. અને ક અને કર્મના પરિણામના સંપૂર્ણ નાશ એટલે જ મુકત દશા. આટલું જે દરેક સમજતા શીખે અને તે પ્રમાણે જીવન જીવે તે જીવનનાં ઘણાં દુ:ખો અને યાતનાએ એછી થઈ જાય અને વન જીવવા લાયક બની શકે.
S
પગમાં કાંટા વાગે, બિમારીની પીડા થાય, મારથી શરીર દુઃખે, મ્હેણાંથી મનને આધાત થાય, આગથી માલમિલ્કતને નુકશાન થાય, ધંધામાં ખોટ આવવાથી ચિંતા થાય, પૈસાના અભાવે પ્રસંગ ઉકેલવા દેવું કરવું પડે કે દાગીના વેચવા પડે, અથવા નાના મોટા અનેક પ્રસંગે કંઈને કંઇ અગવડ ઊભી થાય ત્યારે કુદરતી રીતે ચિંતા થાય. તે ચિંતાથી દુ:ખ અને ખેદ થાય અને તેની અસર એટલી બધી થાય
Page #242
--------------------------------------------------------------------------
________________
જીવનને મમ
[ ર૦૯ ]
છે કે આસપાસનું બધું વાતાવરણ ગમગીન અને શેયુક્ત બની જાય છે. તેમાં જે ક્રોધને ઉમેરે થાય તે ચિંતા અને ક્રોધ ભળીને આગ અને પેટ્રોલ(ફેટક પદાર્થ)ની માફક ભડકા થાય છે, જેનાથી બધું ભરમીભૂત થઈ જાય છે. એટલે એક તણખામાંથી મેટી આગ લાગે છે, તેમ એક સામાન્ય બનાવમાંથી જીવનના નાના મોટા અનેક દુ:ખ અને વેદનાઓ સરજાય છે. તેમાં ચિંતા અને ક્રોધ ભળે એટલે કલેશ, વેરઝેર અને અશાંતિ તથા દુઃખના ડુંગરા ઉભા થાય છે. નાના નિમિત્તમાંથી કેવાં લાંબાં પરિણામ આવે છે ! આ બધાના કરનાર આપણે પોતે જ છીએ, માટે તેનું ફળ પણ આપણે જ ભોગવવાનું હેય. છતાં આપણી ભૂલનાં માઠાં પરિણામ બીજાઓને પણ ભોગવવા પડે છે તે શું વિચિત્રતા નથી ? માટે જ કહ્યું છે કે મોટરવાહનની જેટલી શક્તિ કે ગતિ વધારે હોય તેમ તેને અંકુશમાં રાખવા માટે બહુ જ મજબુત અટક (બ્રેક) કે અંકુશની જરૂર છે. આ તો જડ વસ્તુના અંકુશની વાત થઈ. પરંતુ બુદ્ધિશાળી અને શક્તિશાળી મનુષ્ય ઉન્માર્ગે ન જાય કે ઉત્પાત ન મચાવી મુકે તે માટે બહુ જબરદસ્ત અને મજબુત અંકુશની જરૂર છે. આ વાત આપણે સ્વીકારવી જોઈએ. - એક નાના બીજમાંથી મોટું વૃક્ષ અને અનેક ફૂલ, ફળ, બીજ અને અસંખ્ય પાંદડાં ઉત્પન્ન થાય છે. અનાજનો એક દાણો વાવવાથી અનેક ડુંડાં અને અગણિત દાણું કુદરત ઉત્પન્ન કરે છે. આ પ્રત્યક્ષ અનુભવની વાત છે, એટલે કુદરતને આ નિયમ છે કે એકમાંથી અનેક ઉત્પન્ન થાય છે. આ જ નિયમ કર્મનો સિદ્ધાંતને પણ લાગુ પડે છે. એક નાનામાં નાનું કામ કે વિચાર કે કર્મ, સારું કે નરસું કરીએ તો તેમાંથી અનેકગણું પરિણામ, સારું કે નરસું આવે છે. માટે જીવનમાં સારાં કાર્યો વધુ કરવાં કે બેટાં કાર્યો વધુ કરવાં. અથવા સારાં કાર્યો કરવાથી સુખ ઉપજે કે ખોટાં કાર્યો કરવાથી ? આ આપણે વિચારવું જોઈએ.
Page #243
--------------------------------------------------------------------------
________________
[૧૦].
અનુભવ-વાણું કાર્યો એટલે કર્મો. કાર્યો મનથી, વચનથી અને શરીરથી થઈ શકે છે. જેઓ મનથી સારા વિચાર કરે, વાણી પ્રિય અને હિતકારી બેલે અને શરીરથી સત્કાર્યો કરે, જેટલા પ્રમાણમાં કરે, તેટલા પ્રમાણમાં તેઓ સાચું સુખ મેળવે છે. જેને સાચે ધર્મ કહીએ છીએ તે એ જ છે કે મન, વાણી અને શરીરથી સારાં કાર્યો કરવાં. તે ત્રણેને ઉપગ આપણું અને સૌ કોઈને કલ્યાણ માટે કરવો. આટલું કરીએ તે સાચું સુખ મળે અને સાચી શાંતિ મળે.
ભાણસજાત પામર પ્રાણી છે કેમકે તે આવેગ અને આવેશને આધીન છે. અજ્ઞાન દશા હોવાથી મોહ અને માયામાં તે વારંવાર ફસાય છે, અને સમજવા છતાં વારંવાર ભૂલો કરે છે. ઘણી વખત તે ક્રોધ કરે છે, અભિમાનને લઈને ખેટાં કાર્યો કરે છે, લેભ અને લાલચને લઈને કૂડકપટ અને સાચાંટાં કરે છે. આમાંથી બચવા માટે ધર્મકરણી, ધર્મશ્રવણ અને સંતસમાગમ કરવાની જરૂર છે. જેઓ સમજે છે, વિચારે છે અને જેઓ મનુષ્ય જીવનની મહત્તાનું મૂળ શું છે તે જાણવાનો પ્રયાસ કરે છે તેઓ જ્ઞાનીઓને સંપર્ક શોધે છે. જ્ઞાનનાં પુસ્તક વાંચી તેમાંથી ઉકેલ મેળવી લે છે. પણ જેને જીવનના રહસ્ય જાણવાને વિચાર જ હોતું નથી તેઓ તો ધન, ધંધે ધાન્ય અને શારીરિક સુખ સગવડની પ્રાપ્તિના જ વિચારમાં તન્મય બની જીવન જીવે છે. આવા માણસોની અજ્ઞાનદશાની દયા સંતપુરૂષ સેવે છે અને તેઓને સન્માર્ગે દોરવા સાધુમહાત્માઓ પ્રયત્ન ર્યા કરતા હોય છે.
જીવનની અગવડતાઓ અને જગતના દુઃખને ભોગ બનેલાઓ પણ દુઃખને સમયે સંતોને સમાગમ સાધે, તેમની પાસે પિતાના દુ:ખની હકીકત રજુ કરે તે તેમની પાસેથી અવશ્ય આશ્વાસન, શાંત્વન અને ઉકેલ મળશે. શાસ્ત્રનું શ્રવણ, ધર્મને અભ્યાસ અને સંતપુરૂષોને સત્સંગ-એ સાધને એવાં છે કે એમાંથી દુઃખનું વોરણ અને નિવારણ મળી જ રહે છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
જીવનમાં સુખી કેમ થવું? *
[૨૧૧] દુઃખ, દુઃખના બનાવો કે કરૂણ ઘટનાઓ જગતમાં બન્યા જ કરવાની છે. તેને સદંતર ટાળી શકવી શક્ય જ નથી. જેમ જેમ વસ્તી વધતી જાય, સાધન સંપત્તિ વધતી જાય, મોજશોખ અને સુખના સાધને વધતા જાય તેમ તેમ ઉપગની ઈચ્છા પણ વધતી જ જાય; અને સાથે સાથે વિના મહેનતે મફતનું ધન મેળવવાની લાલચ પણ વધતી જ જાય. તેના પરિણામે ખુશામત, ચોરી, વિશ્વાસઘાત, દગો અને બીજા દુર્ગુણે પણ વધતા જ જાય. પછી કન્યાવિક્રય, વરવિય, અણબનાવ, કરિયાવર અગ્નિસ્નાન કે ત્યક્તાના બનાવ બન્યા કરે, તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. આ બધા દુપણા સમાજના વર્તમાન જીવનના
અને વિકૃત વિચારસૃષ્ટિના પરિપાકરૂપ છે. તેને ઉહાપોહ કરવાથી તે તન મટી જશે એ માનવું બરાબર નથી. તેને ઓછા કરવાને સાચો ઉપાય એ જ છે કે સમજુ માણસોએ પોતે તે દુષણોથી મુક્ત રહેવું, પિતાના આપ્તજનેને તેમાંથી મુક્ત રાખવા પ્રયત્નો કરવા અને શક્ય હોય તેટલા પ્રમાણમાં આવા પ્રસંગ બનતા અટકાવવા કોશીષ કરવી.
મનની ઈચ્છાઓ કાબુમાં અને મર્યાદિત રાખીએ તો શાંતિ, સુખ અને સંતેષ અવશ્ય મળે છે. મનને બાંધી રાખનાર મનુષ્ય જ સાચે રાજા છે; બાકી સૌ વાસના અને વિષયના ગુલામ છે. દરેક ભાઈબહેન પિતાના મનની પિતે પરીક્ષા કરી પોતે નિર્ણય કરે કે પોતે કેવા છે. આ છે ધર્મ અને આરમશુદ્ધિને સાચે માર્ગ અને સાચે મર્મ.
જીવનમાં સુખી કેમ થવું ?
જ સારને લેકે દુઃખમય માને છે કેમકે તેઓ પોતે દુઃખી છે G, અને દુઃખી થાય છે, માટે તેઓને જ્યાં ત્યાં દુ:ખને અનુભવ થાય છે. આજે બહુ ઓછા લેકે એમ કહેતા હોય છે કે તેઓ સુખી, છે. કોઈને કાંઈ દુઃખ હેય, બીજાને બીજું દુઃખ હોય; પણ સૌને
Page #245
--------------------------------------------------------------------------
________________
[૨૧૨]
અનુભવ-વાણી એથી દુઃખની વાત સાંભળવા મળે છે. કેઈ કદાચ સુખની વાત કરે, તે બીજી વખત તે જ માણસ દુઃખની ફરિયાદ કરતો હોય છે. જગતમાં એવા બહુ જ ઓછા માણસો હોય છે કે જેઓને દુ:ખને અનુભવ કે દુ:ખની લાગણી ન થતી હોય. દુઃખ વિનાનાં જે મનુષ્યો હોય છે તેઓ સંસારી હોય કે ત્યાગી હોય છતાં તેઓ ખરેખર જ્ઞાની પુરુષો જ હોય છે, અને ઉત્તમ કોટિનું જીવન જીવતા હોય છે. આવા પુરુષો જ સાચા અર્થમાં મહાત્મા, ધર્માત્મા કે દૈવી પુરુષો ગણાય છે. જેઓ આજસુધી મહાપુરુષો કે પ્રભુના અવતારરૂપે કે પ્રભુના અનન્ય ભક્ત તરીકે થઈ ગયા છે તે જ સુખમય જીવન જીવી ગયા છે. તેઓને જીવનમાં દુ:ખમય પીડાના પ્રસંગે આવ્યા હોય, છતાં તેઓને દુઃખ થયું નથી. તેઓએ જીવતાં કે મરતાં, સુખ, શાંતિ અને આનંદ જ અનુભવ્યા હોય છે. ધર્મ– શસ્ત્રો અને ઈતિહાસ આ વાત પુરવાર કરે છે
જીવનમાં બધા પ્રકારની અનુકૂળતા હોય અને પોતાની ઈચ્છા પ્રમાણે બધું બનતું હોય તો માણસ પોતાની જાતને સુખી માને છે. કંઈક ઈચ્છા વિરૂદ્ધ બને અથવા ઈચ્છા બર ન આવે ત્યારે માણસને દુ:ખ થાય છે અને પોતાની જાતને દુઃખી માને છે. આ દુઃખનાં કારણો તપાસીએઃ (૧) પોતે જે ઈચ્છા કરી તે વ્યાજબી કે યોગ્ય હતી કે ? (૨) પોતે તે માટે લાયક હતો કે ? (૩) તેની ઈચ્છા કુદરતના નિયમને અનુરૂપ હતી કે ? (૪) તેને માટે સમય, સંયોગ અને સ્થાન અનુકૂળ હતા કે ? (૫) તેને ક્ષણિક કે નાશવંત વસ્તુની ઇચ્છા થતી ? કે શાશ્વત (ચિરસ્થાયી) સાચા સુખની ઈચ્છા થતી ?
અત્યારના આપણે સૌ પતપોતાના જીવન તપાસીએ તો આપણને માલુમ પડશે કે આપણને જે કાંઈ મળે છે તેનાથી આપણને સંતોષ થતું નથી અને વધુને વધુ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. તે ઈચ્છા ન સંતોષાય ત્યાં સુધી જપીને બેસતા નથી. માણસે ઉદ્યમ જરૂર કરે. ઉદ્યમથી જ બધું મળે છે. પણ ઉત્પાત કરીએ અને
Page #246
--------------------------------------------------------------------------
________________
જીવનમાં સુખી કેમ થવુ’? *
[ ૨૧૩ ] ક્રોધ, કપટ, વેર કે ઈર્ષ્યા કરીને ઉદ્યમ કરીએ તેા તે ઉદ્યમનું પરિણામ દુ:ખમાં જ આવે છે. આવા અનિષ્ટ સાધનેાથી કે ખુરી વૃત્તિઓથી ધન, સંપત્તિ કે સુખ મળે તે તે ટકતાં પણ નથી અને આપણને તેનાથી શાંતિ કે આનંદ મળતા પણ નથી. આ રીતે વર્તમાન જીવનનુ સુખ આપણને મળતુ નથી અને ભવિષ્યના સુખતી ખાત્રી પણ નથી.
આજીવિકાની પ્રાપ્તિ, રહેવાનું ઘર, બાળકાની કેળવણી, સમાજમાં પ્રતિષ્ઠા, પુત્રપુત્રીઓના વ્યવહાર જોડવાની અનુકૂળતા, નાગરિક જીવનના જરૂરી સુખસગવડના સાધના-આટલુ જેને પેાતાની યાગ્યતા મુજબ મળી રહેતુ હાય અને તેમાં જે સતેષ માની જીવન જીવતા હોય તે સુખી ગણાય. પરંતુ તે પાતે તેટલાથી સ ંતાપ ન માને અને વધુની ઇચ્છા રાખે તે તેણે પ્રસન્નતાથી સત્ય માર્ગ પ્રયત્ન કરવા જોઇએ. પરંતુ કુડકપટ, અન્યાય, વિશ્વાસઘાત કે અનીતિને જો તે આશ્રય લે તે તેમાં તેને સફળતા મળશે નહિ. કદાચ સફળતા મળે તેા તેની સપત્તિ અન્ય લોકો કે તેના દુશ્મનો ટકવા દેશે નિહ. જેટલા દુશ્મના વધે તેટલા ભય વધુ. અને ભયજનક સ્થિતિમાં સુખ હાતું નથી. આ ચિંતા તે ચાલુ વનની થઈ. પણ આને અંગે જે જે પાપાચરણા કર્યા કે દુષ્ટૠત્તિઓ સેવી તેનાથી આત્મા કલુષિત થયા અને તેનું પરિણામ ભવિષ્યમાં વ્યાજ સાથે ભાગવ્યા વિના છુટકેા નથી.
સાચેા ધર્મ બહારની કરણી કે આચરણેામાં નથી; પણ મનની પવિત્રતામાં, મુદ્ધિની નળતામાં અને અંતઃકરણની શુદ્ધિમાં છે. સાચું જ્ઞાન, ભાષામાં, શબ્દોના અર્થ સમજવામાં, ખેલવામાં, વિચારવામાં કે વસ્તુનું સ્વરૂપ જાણવામાં નથી; પણ સારાસારની વિવેકદૃષ્ટિથી સત્ય શું છે તે યથાર્થ રીતે સમજી, તે મુજબ આચરણ કરવામાં છે. આટલુ જો આપણે સમજતા થઇએ, તે પ્રમાણે જીવન જીવવાની ટેવ પાડીએ, જ્ઞાની પુરુષોના સત્સંગ અને સદુપદેશથી આપણું જીવન સુધારતા જઇએ અને મન, વાણી અને વનની પવિત્રતા જાળવવા પ્રતિક્ષણે જાગૃત રહીએ તેા જીવનના ઘણા ઉત્પાત
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
અનુભવ-વાણી
અને ધમપછાડા ઓછા થઇ જશે. મનની ચંચળતા અને મનના આવેગા શાંત થવાથી હૃદય રાગ. લાડીનુ દબાણુ, અનિદ્રા, અજા, લવારા, ક્રોધનો ધમધમાટ, તકરાર અને કલેશકયા-આ બધુ એધુ થઈ જશે. સાચી શાંતિ કે સાચું સુખ જેણે મેળવવું હેાય તેણે બહારના જગતના અને સંસારી બાબતના સંપર્ક તદ્ન એ કરી નાખવા, કામ પુરતુ જ ખેલવુ.. અને તેટલું મૌન પાળવુ, સૌનુ ભલું ચિંતવવું, કડવાં વેણુ કાઇને કહેવા નહિ, દુ:ખ આવે તેા પ્રસન્ન 'ચિત્તે સહન કરવું, ધર્મધ્યાન અને ધર્મસેવામાં સમય ગાળવા અને
ધ શાસ્ત્રનું વાંચન કરવુ. સુખી થવાના સાચેા મા આ છે. સુખ કે દુ:ખ એ મનના છે. જો સંસારમાં નિલે`પ રહેા, સમતાભાવ કેળવેા, આવેશને દબાવી દે, ચિત્ત પ્રસન્ન રાખા, સૌને ક્ષમા આપા, આપણી ભૂલાની માફી માગેા અને પ્રભુના નામનુ સ્મરણ કરેા તા આ સંસાર તમારા માટે જરૂર સ્વ બની જશે.
જેનામાં ઉદારતા છે, સમતા ગુણ છે તેને સદાય આનંદ અને સુખ જ હાય છે. દુઃખ તે આપણે આપણી જાતે ઉત્પન્ન કરીએ છીએ; અને તે માટે દોષ બીજાના કાઢીએ છીએ. બીજાએ તે માત્ર નિમિત્ત હાય છે. જેને બુદ્ધિ છે, સમજ છે, સાચું જ્ઞાન છે, તે તે પેાતાના કર્યું કે ભાગ્યને દોષ દે છે. કરેલાં કર્મો ભોગવવા જ પડે છે. જેટલાં કર્યાં ભાગવાય જાય, તેટલા ભાર હળવા થાય છે. કથી મુક્ત થવું તે જ મુક્તિ છે. જન્મમરણના ફેરા ટળે તેનું નામ મુક્તિ કે મોક્ષ. સાચું સુખ, સાચી શાંતિ, સાચા આનંદ મુતદશા પ્રાપ્ત કરવામાં છે. જેનામાં આટલી સમજ હાય તેને કદી દુ:ખ હેતુ નથી.
Page #248
--------------------------------------------------------------------------
________________
શરીર, બુદ્ધિ અને મન
વિ
( ૬ )
શરીર, બુદ્ધિ અને મન
[ ૨૧૫ ]
ધના ક્રમમાં આરાહ અને અવરાહ થયા જ કરે છે. આરાહ
એટલે ચઢવું અથવા ઉન્નતિ, અવરાહ એટલે ઉતરવું કે પડવું; અથવા અવતિ કે પડતી. જડ અને ચેતન એ બન્નેમાં આ નિયમ લાગુ પડે છે અને તે નિયમ સંસારમાં અને વ્યવહારમાં પણ અનુભવવામાં આવે છે, જગતના મોટા ભાગના લે આ પ્રમાણે મેાતાની આસપાસ બનતું જુએ છે અને તેથી તેએ આ પ્રમાણે માને છે. આવા લેાકેા આ પ્રકારની માન્યતાથી જેમ ઘણી વખત નિરાશાવાદી બની જાય છે તેમ કેટલાએક લેાકેા તેને ભાગ્ય અથવા નસીબના ખેલ સમજી ગમે તેવા દુખમાં કે મુશ્કેલીમાં પણ ધીરજ અને શાંતિ રાખી વન વતા હેાય છે. તેઓ માને છે કે જે બનવાનું હોય તે બને જ છે; માટે તેના અસાસ કે બળાપા ન કરવા. આવા લેાકેા સારા સમય ફીતે આવશે એ આશાથી જીવન જીવે છે.
કેટલાએક સમયથી વિકાસવાદની માન્યતા યુરોપ અને અમેરિકા જેવા દેશમાં ઘણાય લેાકા ધરાવત! થયા છે. તેએ એમ માને છે કે વ્યક્તિ, સમાજ અને આખુ જગત દિનપ્રતિદિન વધુને વધુ પ્રગતિ અને વિકાસ સાધી રહેલ છે. અને જેમ વિકાસ વધુ તેમ સુખના સાધના પણ વધતા જાય છે અને પરિણામે માણસાના શરીર વધુ તંદુરસ્ત અને નિરોગી બનતા જાય છે; બુદ્ધિની ખીલવણી પુર જોસમાં અને ત્વરિત થતી જાય છે; અને મનની અનેક પ્રકારની શક્તિઓના વિકાસને પ્રત્યક્ષ અનુભવ થતા જોવામાં આવે છે.
આ રીતે દુનિયા એ પ્રકારની માન્યતામાં વહેંચાઇ ગઇ છે. આમાં કઈ માન્યતા સાચી છે અને કઈ માન્યતા ખોટી છે એને નિય કરવા મુશ્કેલ છે. બન્ને માન્યતા સત્ય પણ હોઈ શકે, અ સત્ય પણ
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
અનુભવ-વાણી
હાઈ શકે કે બન્ને ખોટી પણ હોઈ શકે. જે સાપેક્ષવાદના સિદ્ધાંત સમજે છે, સ્વીકારે છે અને જેઓને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા છે તેએ એમ કહી શકે છે અને કહે છે કે અમુક અપેક્ષા કે દ્રષ્ટિએ ઉત્પત્તિ સ્થિતિ કે લય–અથવા જન્મ, જીવન અને મૃત્યુ-એ નિયમને આધીન આખું જગત છે. બીજી અપેક્ષાએ એમ પણ કહી શકાય કે જગતમાં કોઈપણ મૂળભૂત તત્ત્વ સદ ંતર રીતે નવું ઉત્પન્ન થતું નથી કે સદ ંતર તેને નાશ પણ થતા નથી. મૂળ દ્રવ્ય અવિનાશી છે. તેના ગુણા અને સ્વભાવ પણ સ્થાયી છે. તેની ઉત્પતિ પણ થતી નથી કે તેને નાશ પણ થતા નથી. પણ તે દ્રવ્ય અને તેના ગુણામાં ફેરફાર થયા કરે છે. આ ફેરફાર એટલે પિરવર્તન; પરિણમન કે તેમાં થતી ક્રિયા કે ગતિ. આ પ્રકારના પરિણમનને લેાકેા વિકાસવાદનું નામ આપે છે. બીજી રીતે તેને ધટાવીએ તે એમ કહી શકાય કે ભુતકાળના મંડાણ ઉપર વર્તમાન કાળની ક્રિયા ચાલે છે અને વર્તમાન કાળની ક્રિયાનું પરિણામ ભવિષ્ય કાળમાં અમુક પ્રકારે બનવાનુ છે. આ નિયમ ત્રિકાળ–અબાધિત છે. તેને કાઈ ફેરવી શકે તેમ નથી. અને બુદ્ધિ તેને સ્વીકાર કરે છે.
આ વસ્તુ સમજવી કાઈ ને માટે મુશ્કેલ નથી. જેએ આટલી સમજ ધરાવે તેઓનું જીવન અને વન સારૂ અને છે અને તેની રહેણી કરણી પણ ઉત્તમ પ્રકારની થાય છે. પરંતુ જે બુદ્ધિને ઉપયેાગ ન કરે તેને જ્ઞાન થતું નથી. સાચા જ્ઞાનવડે જ ધર્મ, અર્થ, કામ અને મેાક્ષની પ્રાપ્તિ સરળ થઈ શકે છે.
સાચી સમજ, સાચું જ્ઞાન અને સાચી વિચારણા જેને હોય તે જ જગતમાં ઉત્તમ મનુષ્ય ગણાય છેઃ પછી ભલે તે બાળક હોય, સ્ત્રી હોય કે પુરુષ હાય.
બાળક જન્મે છે ત્યારે તેને શરીરની સાથે જ મુખ્ય સબંધ હાય છે. તેની ખુદ્ધિ કે મનની શક્તિ તેા માત્ર બીજ સ્વરૂપે અણુવિકસિત રહેલી હેાય છે. પાંચ વર્ષની ઉંમર સુધી તેના શરીર અને પાંચ ઇન્દ્રિયાના જ ઝડપી વિકાસ થાય છે. તે પછી બુદ્ધિ અને મનના
Page #250
--------------------------------------------------------------------------
________________
શરીર, બુદ્ધિ અને મન
*
[ ૨૧૭ ] વિકાસ ક્રમે ક્રમે શરૂ થાય છે. શરીરને જેમ વહેલા વિકાસ શરૂ થાય છે તેમ અમુક પાકટ ઉંમર થાય પછી તેના વિકાસ થતા સૌ પ્રથમ અટકી જાય છે. પણ બુદ્ધિ અને મનને વિકાસ તે શરીર અટકી ગયા પછી પણ ઘણા લાંબે સમય ચાલુ રહે છે. બુદ્ધિ અને મનની શક્તિની ગૃહણ શક્તિ અને ધારણા શક્તિ શરીર જ કે શિથીલ થઈ જવા છતાં બહુ લાંબે સમય ચાલુ રહે છે. તેથી તેા એમ કહેવાય છે કે જુવાનીમાં જોર અને શરીર બળ વધારે હાય છે અને પીઢ અવસ્થામાં બુદ્ધિની પ્રબળતા વધુ હોય છે. પીઢ અનુભવી માણસની સલાહ અને દોરવણી સૌથી વધુ લાભકારક નીવડે છે.
ધાતુને જેમ વધુ ટીપીને નરમ કર્યા પછી જ તેના ઉપર અનેક નકશી અને આકર્ષીક કેાતરકામ થઇ શકે છે તેમ શરીર, બુદ્ધિ અને મનને સુંદર કાર્યાં, સારા વિચારી અને કલ્યાણકારી ભાવનાઓથી ધડવામાં આવે તે તેમાંથી લાવણ્ય, રૂપ, સિદ્વચાર અને સદ્ભાવનાના ઝરા એવા વહેવા માંડે છે કે વનપથને બન્ને આરે અને કિનારે સુગંધી પુષ્પાની સુવાસ ચેામેર બહેકી ઉઠે છે.
શરીરની સુંદરતા પરોપકારનાં કાર્યો કરવામાં છે. બુદ્ધિની સુંદરતા જ્ઞાન મેળવવામાં અને ખીજાતે જ્ઞાન આપવામાં છે. મનની સુંદરતા ઉત્તમ પ્રકારની ભાવનાએને પાષવામાં અને જગતનું કલ્યાણ કરવામાં છે. આ પ્રકારનું જીવન જે કાષ્ટ જીવે તેને આ વનમાં પણ અવશ્ય સુખ મળે છે અને પરભવમાં પણ સુખ જરૂર મળે છે એમ શાસ્ત્ર વચન પ્રમાણ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ]
( ૭ )
ક્રોધવશ ધમધમ્યા !
અનુભવ-વાણી
જીવ ! તારી બુદ્ધિ અને સમજશક્તિની તું જરા કસોટી તે કરી જો કે તે બુદ્ધિ વ્યવહારૂ છે ! તારા દેહ અને ઇંદ્રિયાની સ્વચ્છતા માટે, તારા વસ્ત્રો અને બહારની ટાપટીપ માટે તું જેટલેા સાવધાન રહે છે તેટલે સાવધાન તું તારા મનની, તારી વૃત્તિએની, તારા વિચારાની અને તારી લાગણીઓની સ્વચ્છતા અને પવિત્રતા માટે રહે છે ખરા ! શરીરને કે કપડાંને તે ધોઈ નાખીને સહેલાઇથી સ્વચ્છ કરી શકાય છે. પરંતુ મનની મલીનતાને કાઢી નાખવી તે બહુ સહેલુ નથી. માટે મનને મેલું થવા ન દે. તેને માટે સતત કાળજી રાખ અને તેની તકેદારી રાખ !
માયા, મમતા, અભિમાન, ક્રોધ, ઈર્ષ્યા, કપટ, લેાભ, દ્વેષ પ્રમાદ વગેરે કેટલા બધા દોષાના ડાઘ તારા મનને લાગેલા છે તેને તું જરા ખ્યાલ તા કર ! તે બધા ડાધ તેં તારી બેદરકારીથી લાગવા દીધા છે. તુ મેલા બન્યા છે, છતાં તું તેને બહારના ઉજળા કપડાથી, વાણીની મિઠાશથી, ધનથી, વૈભવથી કે થાડા ઘણા દાનથી તારી જાતને સ્વચ્છ દેખાડવા પ્રયત્ન કરી રહ્યો છે. આ પણ તારી પામરતા અને અજ્ઞાનતા છે. આ એક પ્રકારના દંભ જ છે. મનની મલીનતા એ જ પાપ છે. એ પાપવડે જ તું અધોગતિને પામે છે. માટે વિચાર !
ક્રોધને જ્ઞાનીઓએ ઉગ્ર અગ્નિ કહ્યો છે. તે પેાતાને અને ખીજાએને બન્નેને બાળે છે. મળ્યા પછી કાં તેા કાળાશ રહે અથવા તે તેની રાખ થાય. જે ક્રોધ કરે છે તેના ચહેરા ઉપર પ્રથમ લાલાશ અને પછી કાયમની કાળાશ હવાઇ રહે છે; તેની નસા અને નાડીએ ખેચાને ઢીલી પડે છે; તેના હૃદયના ધબકારા એકદમ વધી જાય છે; અને મગજ ઉપર લાહીના દબાણથી ગરમી ચઢી જાય છે. ક્રોધીને
Page #252
--------------------------------------------------------------------------
________________
ફોધવશ ધમધ!
[૧૯]
ખાધું પચતું નથી. તેને ખોરાક બળીને ખાખ થવાથી તેનું લેહી થતું નથી. ચહેરાને અને શરીરના તૂરતેજ કે કાંતિ રહેતાં નથી. તેની આંખે ઊડી જાય છે, કાન બહેરા થાય છે, નાક બેડોળ થાય છે અને જીભને સ્વાદ લાગતો નથી. તેને અવાજ ઘોઘરે અને કઠોર બની જાય છે. કોંધી માણસને હૃદયરોગ, મગજની બિમારી, લેહીનું બાણ, અપ, અનિદ્રા, અશાંતિ, કંપવા, સંધીવા, નબળાઈ– આવી બધી માંદગી સહજ આવે છે અને તેનું મન સદાય ઉદ્વેગથી પ્લાન અને ખિન્ન રહ્યા કરે છે. ક્રોધી માણસ સાથે કોઈ બેસવા, વાતચીત કરવા કે સંબંધ રાખવા પણ રાજી હોતું નથી. ક્રોધીને કઈ સાચો મિત્ર કે સાચો સાથી હોતો નથી. સ કોઈ તેને તિરસ્કાર કરે છે. ઘરનાં કે કુટુંબનાં માણસ, પાડોશીઓ કે સગાંસંબંધીઓ પણ તેની સાથે પ્રેમ રાખતા નથી અને તેનાથી દૂરના દૂર રહે છે. આવું જીવન કેને ગમે ! ક્રોધ અને ક્રોધનું પરિણામ આટલું બધું ખરાબ આવે છે. તેનાથી લેશમાત્ર લાભ તો થતો જ નથી; પણ નુકસાન અનેકગણું થાય છે. આટલી વાત જે કઈ સમજે કે જાણે તે જે ડાહ્યો કે સમજુ માણસ હોય તો તુરત પ્રતિજ્ઞા જ કરે કે આજથી કદિપણ ક્રોધ કરીશ નહિ. ક્રોધને આવેશ કદાચ આવશે તે આંખે બંધ કરીને પ્રભુનું નામ જપીશ, મૌન રહીશ, સામા માણસની બુદ્ધિની દયા ચિંતવીશ. મને નુકસાન કરનાર, મારું અપમાન કરનાર કે મને કટુ વચન કહેનારને હું ક્ષમા આપીશ અને સામેથી તેની માફી માગીશ. જે કઈ આટલું શીખે અને કરે તેનું મન નિર્મળ બને છે, ચિત્ત પ્રસન્ન રહે છે, આત્માને સુખ અને આનંદ થાય છે અને પરમ શાંતિ મળે છે. આ છે ધર્મ અને ધર્મનું સાચું સ્વરૂપ. ધર્મને સાચા અર્થમાં સમજવો જોઈએ અને સમજ્યા પછી તે મુજબનું આચરણ કરવું જોઈએ. આચરણ વિનાનું જ્ઞાન તે જ્ઞાન જ નથી. ક્રિયાને સાચો અર્થ એ જ છે કે જે કાંઈ સાચું સમજ્યા, જે કાંઈ શ્રદ્ધાથી સાચું માન્યું તેને શ્રદ્ધાથી આદરવું અને આચરવું. તેમાં જે પ્રમાદ
Page #253
--------------------------------------------------------------------------
________________
[૨૦]
અનુભવ-વાણું (આળસ) કરે તે સુખ મેળવી શકતા નથી કે આગળ વધી શકતો નથી કે સ્થિર પણ રહી શકતો નથી; પણ ધીમે ધીમે નીચે ને નીચે ઉતરતો જાય છે. સ્વર્ગ કે મેક્ષનો માર્ગ ઊંચે ચઢવાને છે, નઈ કે દુઃખને માર્ગ નીચે ખાડામાં પડવાને છે. બીજી રીતે પુણ્ય એટલે સુખ અને શાંતિ; પાપ એટલે દુ:ખ અને પીડા. તમે પોતે સુખી છે કે દુઃખી તેને નિર્ણય તમે પોતે કરી શકશો. સુખી થવું કે દુ:ખી થવું તે દરેકના હાથની અને ઈચ્છાની વાત છે. બહારના કે બીજા કઈ પણ આપણને સુખી કે દુઃખી કરી શકતા નથી. બીજાઓ તે માત્ર નિમિત્તરૂપ છે. છતાં આપણે આપણુ દુઃખના બહારના નિમિત્તરૂ૫ બીજા માણસને દેષ આપી તેના ઉપર રેપ ઠલવીએ છીએ તે કેવી વિચિત્રતા, ઘોર અજ્ઞાનતા અને નર્યું ગાંડપણ છે!
ક્રોધ થવાનું કારણ શું? ક્રોધનું પરિણામ શું ? ક્રોધ ન થાય તે માટેના ઉપાય શું ? અને ક્રોધનું સ્વરૂપ શું ? આટલા પ્રશ્નો વિચારવા જોઈએ.
, આપણા જીવનમાં ક્રોધ થવાના સામાન્ય કારણે નીચે મુજબના હોય છે. આપણી ઇચ્છા પ્રમાણે કાર્ય ન બને કે કાર્યનું પરિણામ ન આવે. ૨. બીજાઓ અને કુટુંબના માણસો, નોકર ચાકરે કે આશ્રિત આપણા કહ્યા મુજબ કે આપણી ઈચ્છા પ્રમાણે ન વરતે. ૩. આપણું કેઈ અપમાન કરે, આપણને કેાઈ ઠપકે આપે, કડવું વેણ કહે કે આપણને જોઈતી વસ્તુ ન આપે. ૪. આપણા શરીરને ઈજા પહોંચાડે, આપણને ધનનું નુકશાન કરે કે આપણું ખરાબ બેલે. ૫. આપણી પિતાની ચીજવસ્તુઓ કઈ લઈ લે, તેની ચોરી કરે કે તેને તેડી કેડી નાખે. ૬. આપણું કામમાં, ઉંઘમાં કે આરામમાં ખલેલ કરે. ૭. ઘરમાંની કોઈ વસ્તુ જોઈએ ત્યારે ન જડે. ૮. ઘરમાં કે પાડોશમાં બાળકે રેક્કળ કે બૂમરાણ કરે. ૯. કોઈની સાથે કાંઈ તકરાર કે બેલાચાલી થાય. ૧૦. જેની રાહ જોતા હોઈએ તે સમયસર ન આવે અથવા આપણને રાહ જોવડાવે. ૧૧. ભૂખ લાગી હોય અને ભોજન
Page #254
--------------------------------------------------------------------------
________________
કોધવશ ધમધો !
[૨૧] તૈયાર ન હોય. ૧૨. પૈસા ગુમાવ્યા હોય કે બીજું કાંઈ નુકશાન થયું હોય. ૧૩. શરીરને દુ:ખ કે દર્દ થતું હોય. ૧૪. બીજું કોઈ પાપનું કામ કરતા હોય, કોઈને દુઃખ દેતા હોય કે મારજૂડ કરતા હોય. ૧૫. આગ, ચોરી, હુલ્લડ, મારામારી ખૂન કે લડાઈને પ્રસંગે હેય. આવા અનેક પ્રસંગે આવતા હોય છે. બધી બાબત બધા પ્રસંગે આપણી ઈચ્છા મુજબ આપણને અનુકૂળ હોય તે મુજબ બની શકે નહિ; કેમકે બધા આપણને આધીન થાય નહિ અને તેના ઉપર આપણી સત્તા કે અધિકાર ચાલે નહિ. એટલે આપણા માટે સારામાં સારે અને સહેલામાં સહેલે ઉપાય એ છે કે આવા ક્રોધ થવાના પ્રસંગે આપણે નીચે મુજબ જ્ઞાનદષ્ટિએ વિચાર કરવો
કોણ! મારી સત્તા કે અધિકાર કેટલો ! મારી શક્તિ કેટલી ! કેાઈ કદાચ મને નુકશાન કરે, કડવું વચન કહે, મારી ઈચ્છા પ્રમાણે ન વરતે, મને જોઈતી વસ્તુ ન મળે તે પણ મારે ક્રોધ શા માટે કરે ? ક્રોધ કરવાથી જોઈતી વસ્તુ મળતી નથી, ધાર્યું થતું નથી કે ગયું પાછું આવતું નથી. તો પછી વિના કારણ ક્રોધ કરીને મારા શરીરને અને મનને દુ:ખ આપી મનની શાંતિ અને પ્રસન્નતા શા માટે ગુમાવવી ? એક તે ગુમાવ્યું અને બીજુ વધુ ક્રોધ કરીને ગુમાવવું તેમાં કયું ડહાપણ છે? વળી ધર્મદષ્ટિએ પણ જે વિચારીએ તે પણ સમજાશે કે જન્મતી વખતે હું કાંઈ સાથે લાવ્યા નથી અને મરણ સમયે કશું સાથે લઈ જવાને નથી. પુણ્ય કે પાપ જે પૂર્વભવના હતા તે જ સાથે લાવ્યો હતો અને તે મુજબ જીવન ભોગવ્યું. આ જીવનમાં શા માટે વધુ પાપકર્મ કરવાં કે જેથી હવે પછીના ભાવમાં તે બધાં ભોગવવાં પડે? ઈચ્છા એ પાપનું પ્રથમ પગથીયું છે; મોહ અને મમતા એ બીજું પગથીયું છે. ઈચ્છા ન કરીએ અને મેહમમત્વ ન રાખીએ તે સંસારમાં સુખ અને શાંતિ જ મળે છે. પણ જે ઈચ્છાને તાબે થઈએ અને મેહમમતાના કેદી બનીએ તે તેના પરિ. ણામે અનેક કષાયો (મનની મલીન ભાવનાઓ) ઉત્પન્ન થાય છે;
Page #255
--------------------------------------------------------------------------
________________
[૨૨]
અનુભવ-વાણી અને તે આપણા શરીરને, મનને અને આત્માના ઓજસને નુકશાન કરે છે. જગતમાં તેની અનેકગણી અસર ચેપી રેગની જેમ ફેલાય છે અને તે ચેપ હવે પછીના એક કે અનેક જન્મ સુધી આપણને રહ્યા કરે છે. આ રીતે જુગારીની જેમ આપણે સર્વસ્વ ગુમાવીએ છીએ અને કાયમના દુ:ખી દુ:ખી થઈએ છીએ.
ક્રોધનાં ફળ (પરિણામ) હમેશાં બહુ જ કડવાં હોય છે” એમ જ્ઞાની પુરૂષો કહી ગયા છે. આપણો અનુભવ પણ તે જ કહે છે. માટે કદિ પણ ક્રોધ ન કરવો. ગમે તે થાય તે પણ બિલકુલ ઉશ્કેરાવું નહિ-એ દરેક ધર્મની આજ્ઞા છે. ક્રોધ એ વિકરાળ કાળ છે, રાક્ષસ છે, સર્વનાશનું મૂળ છે, મહા ઝેર છે, તેને સંગ ન કરે એટલું જ બસ નથી. તેને પડછાયો પણ ન લેવો.
ક્રોધ ન થાય તે માટે મનને સમતાભાવ કેળવો. સમતા રાખવાની ટેવ પાડી શકાય છે. ગઈગુજરી વાત યાદ ન કરવી. કોઈ ક્રોધનું કારણ બને તો પણ સમભાવ રાખતા શીખવું. બીજા બધા પ્રત્યે દયા અને ક્ષમાની ભાવના રાખવી. જેટલા દયાળુ અને ક્ષમાવાન છે, તેમના જીવનમાં કેટલી શાંતિ, કેટલું સુખ, કે આનંદ આપણે જોઈએ છીએ ! ત્યાગી, સાધુ, સંત, સંન્યાસી, મહાત્મા કે ધર્મગુરૂએને આપણે શા માટે વંદીએ છીએ ? તેઓએ રાગ અને દ્વૈપને જીત્યા છે. ક્રોધ અને મેહને નાશ કર્યો છે, લેભને બાળી નાંખે છે, જગતના સૌ જીવો પ્રત્યે કરૂણ અને દયા વહેવડાવી રહ્યા છે. પામર છે તેઓને હેરાન કરે, દુઃખ દે કે તેઓની અપકીર્તિ કરે તે પણ તેઓ ક્રોધ કરતા નથી કે ખેદ પામતા નથી. તેઓ સૌની ભૂલને ક્ષમા આપે છે. સૌનું ભલું ચાહે છે અને સૌને સદુપદેશ દ્વારા સન્માર્ગે દોરે છે. સંસારમાં પણ એવા સ્ત્રી પુરૂષ જોવા મળે છે કે જેઓ ધર્મમય પવિત્ર જીવન જીવે છે અને આપણે ઉત્તમ તરીકે તેમનું બહુમાન કરીએ છીએ. આપણે આપણું જીવન આવું બનાવીએ તે આપણને કેટલો આનંદ થાય !
Page #256
--------------------------------------------------------------------------
________________
સમતા અને મમતા
( ૮ )
સમતા અને મમતા
[ ૨૨૩ ]
હોય, જેના
પૂ
વજન્મની સમતાની પ્રકૃતિ સાથે જે જન્મ્યા માબાપ પણ શાંત સ્વભાવના હાય, જેના ઘરનું વાતાવરણ શાંતિમય હોય અને જેના આડાશીપાડેાશી પણ શાંતિને ચાહનાર હોય તે માણસ સમતાને ગુણ કેળવી શકે છે, તેને જાળવી રાખી શકે છે અને બીજાને પણ પેાતાના જેવા શાંત સ્વભાવના અને સમતાવાળા બનાવી શકે છે. સમતા પાસે ઉગ્ર ક્રોધ પણ એગળી જાય છે. સત પુરુષોના સાનિધ્યમાં શ્રીમંતના ગ, શિક્ષિતની ખુમારી, સત્તાધારીનુ અભિમાન અને દુનની દુષ્ટતા ગળી જાય છે. સ ંતની વાણી, સતના પ્રભાવ, તેની આંખનું તેજ અને હૃદયના ભાવામાં અજબ ચૈતન્ય અને અલૌકિક શક્તિ હોય છે. કુટુંબના વિડેલ, સ્ત્રી કે પુરુષ સમતાના ગુણ કેળવે તે કુટુંબના નાના મેટા સૌ કાષ્ટ તેએની આજ્ઞામાં અને તેએને આધીન રહે છે. કુટુંબમાં ઐક્ય, પ્રેમ, સંપ અને શાંતિ જાળવવા હાય તા વિડેલાએ વિવેકપૂર્વકના સમતા ગુણ કેળવવા જોઇએ.
સમતા કેળવવી હોય તેણે ખેલવાનુ બહુ જ એન્ડ્રુ કરી નાખવુ જોઇએ. બહુ કે વારંવાર ખેાલવાથી, બીજાઓની વાતમાં વચ્ચે પડવાથી, દરેકના કામમાં ભૂલે કાઢવાથી, સૌને વારવાર પકા આપવાથી, બીજાઓના દોષોને વારવાર કહેવાથી અથવા ક્રોધ કરવાથી આપણી શાંતિમાં ભંગ પડે છે, સામાને દુ:ખ થાય છે અને વાતાવરણુ ઉગ્ર થાય છે. માટે જેણે માન ભંગ ન થવું હાય અને તંત્રનુ સંચાલન વ્યવસ્થિત જાળવવુ હોય તેણે વધુ મૌન રહેવું, સમય જોને વવુ, તકે ખેાલવું અને સમતા રાખવી.
સમતા રાખવા માટે મૌન બહુ જરૂરનું છે. આંખ અને કાનથી ઘરમાં જે કાંઇ બનતું હેાય તે જોઈ શકાય અને ખેલાતુ હોય તે
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૪ ]
અનુભવ-વાણી
સાંભળી શકાય. પછી તેના ઉપર વિચાર કરવા અને નિર્ણય કરવા કે કાના કેટલા વાંક કે દોષ છે. રાત્રે સૌ કુટુંબીજનને ભેગા કરી પરાક્ષ રીતે વાતચીતની શરૂઆત કરવી અને શા કારણથી ખેાલચાલ થઇ હતી તે નાનામોટા દરેકને પૂવું. દરેક જણ વિના સાચે સ્પષ્ટરીતે પેાતાને જે કહેવુ હાય તે કહી શકે એવું વાતાવરણ વડિલે ઘડવુ જોઇએ. બધાની વાતમાંથી સત્ય તારવી લેવું અને પછી જેની જેની જે ભૂલે હાય તે તે તેને મિઠાશથી તટસ્થભાવે સમજાવવી અને હવે પછી તેવી ભૂલો ન કરવી તેવા દરેકની પાસે નિયમ લેવડાવવે. કાઈ ન સુધરે તેા તેની સામે સત્યાગ્રહ અને અસહકાર કરવા. આ પતિ કુટુંબની શાંતિ જાળવવામાં બહુ જ સફળ નિવડશે.
બાળક જન્મે છે ત્યારથી તેને, માતપિતાને અને કુટુંબીજનેાતે મમત્વભાવ શરૂ થાય છે. મમતાના વિસ્તાર જેટલા સંકુચિત હશે, તેટલુ કુટુંબમાં ઘણુ વધુ થશે. દરેક માબાપ તે પેાતાના જ બચ્ચાંઓની સ ંભાળ રાખે અને દિયર, જે કે નણંદનાં બાળક પ્રત્યે દુર્લક્ષ કરે કે તેની સંભાળ પણ ન લે, પરાયા અને પોતાનાની વચ્ચે ભેદભાવ રાખે તેા કુટુંબમાં વાદવિવાદ, ખેાલાચાલી અને ઇર્ષ્યા થયા વિના રહેશે જ નહિ. વિડલા પાતે જ જો બધાં બાળકો પ્રત્યે સમાન ભાવ રાખે અને દરેકને તે પ્રમાણે વર્તવાની ફરજ પાડે તે પ્રેમ અને મમતા સમગ્ર કુટુંબના બધા સભ્યામાં એકસરખી પ્રસરી રહે.
કુટુંબ સાથે રહેતું હોય કે સૌ જુદા રહેતા હોય તે પણ એકતા અને આત્મીયતાને ખ્યાલ કાયમ જળવાય રહે તે રીતે શરૂઆતથી સૌમાં સંસ્કાર પાડવા જોઇએ. “ હું અને મારૂં” એ જેટલુ વિશાળ વર્તુળ હોય તેટલુ સુખ અને આનંદ વનમાં વધુ રહેશે. સૌને આપણે આપણા પેાતાના સ્વજન માનીએ, સૌના ઉપર પ્રેમ રાખીએ, સૌના સુખદુ:ખમાં સાથ આપીએ, તે સૌને શાંતિ અને સ ંતાષ રહેશે. મમતા એટલે સ્વાર્થ, લેાભ કે સંકુચિતતા નહિ; પરંતુ પ્રેમ, ત્યાગ, ઐક્ય કે આત્મીયતા (પાતાપણું) છે. આટલું જે સમજી શકે અને
Page #258
--------------------------------------------------------------------------
________________
જીઞન શુદ્ધિ
[ ૨૨૫ ]
તે પ્રમાણે જે વતે તે જ સાચા સજ્જન કે સગૃહસ્થ કહેવાય. જાહેર સભાઓમાં અને મેળાવડાઓમાં સૌ વક્તાએ સભાજનાને સજ્જતા અને સન્નારીએ 'થી સોધે છે અને પ્રમુખને ‘ મહાશય ’થી સખાધે છે, પરંતુ સભાજનોમાં ‘સજ્જના અને સન્નારીએ હાય છે કે નહિ ? કદાચ હોય તેા કેટલા હશે ? અને પ્રમુખસ્થાન શે।ભાવનારમાં મહાશય કહેવડાવવાના ગુણા હોય છે કે નહિ ? આ વસ્તુ વિચારવી જોઈએ. વાણીના અતિરેક કે વિવેક એ એક અવગુણ છે. અથવા તે દંભ કે ખુશામત છે. આવા સંબેધનથી સામા માણસોને મિથ્યાભિમાન થાય છે. પ્રમુખને ‘ પ્રમુખશ્રી ’ અને સભાજનોને ‘ મિત્રો અને ભગિનીએ ’થી સએધીએ તે જ યથાર્થ છે. સત્ય સમજવું, સત્ય મેલવું અને સત્ય આચરણ કરવું એ જ નૈતિક, વ્યવહારિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રથમ પગથિયુ' છે.
મમતાના તાત્ત્વિક અર્થ માયાળુપણું છે. જેનામાં માયાળુપણુ હાય તેઓ પેાતાના વનમાં સુખ અને શાંતિ મેળવે છે; સૌ તેના પ્રેમ અને પૂજ્યભાવ રાખે છે; તેનું માન સાચવે છે. અને તેના આજ્ઞાવતી થઇ રહે છે. આ ધર્મ છે, વિશ્વબંધુત્વ છે, માનવતા છે અને પ્રભુતાને પામવાના સાચે રાહ છે. સ્ત્રીઓ, પુરૂષા, બાળકા અને સૌ કાઇ આવી સમતા અને મમતા કેળવે તે સંસાર, દરેક કુટુંબના સંસાર, સુખમય શા માટે ન બની શકે ?
(૯) જીવન શુદ્ધિ
(જેને ઉદ્દેશીને જે હિતની વાતા કહેવામાં કે લખવામાં આવે તેઓ તે સાંભળે કે વાંચે. તેમને રૂચતી વાતા તેઓને સાચી અને સારી પણ લાગે. તેઓ તેના વખાણ પણ કરે. મેલનારને કે લખનારને તેઓ કદાચ અભિનંદન પણ આપે અથવા તેમના પ્રત્યે તેઓને કદાચ
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
અનુભવ-વાણી
માનવૃત્તિ પણ થાય. પરંતુ તેનાથી ઉપદેશકને કે લેખકને સંતોષ કે આનંદ થતા નથી. તેને સમાજના પ્રત્યે પ્રેમ હેાય છે. તે સમાજની ઉન્નતિ અને ઉક ઈચ્છે છે; અને સમાજ તે પ્રમાણે વર્તન કરે એ આશા અને ઇચ્છાથી પાતે ઉજાગરા કરી, સમય અને શક્તિના ભાગ આપી, બહુ ચિતવન અને મનનનું મંથન કરી લેખ લખીને પત્રને માકલે છે. તેની એક માત્ર ઈચ્છા એ જ હોય છે કે વાચક વ સાર ગ્રહણ કરી તે મુજબ વર્તે અને પોતે સુખી થાય. )
વિ
ચાર, વાણી અને વર્તનમાં પ્રતિદિન પ્રગતિ, વિકાસ અને સુધારા થતા જાય તે જ વનની સુવાસ અને સાર્થકતા છે. વાંચીને વનમાં મુકાય તે જ તેની મહત્તા છે. જેનુ પરિણામ શુન્ય આવે તે વસ્તુના ઉપયોગ કે કિંમત શું ? કાગળના ટુકડા જેટલી જ્ઞાન કે ઉપદેશની કિંમત હાય તે! તે જ્ઞાન અને ઉપદેશ નિરક છે.
+
માણસ શરીરથી શૈાભે, વસ્ત્ર કે આભૂષણથી શોભે, લક્ષ્મી કે સત્તાથી શાભે, બુદ્ધિ કે ચાતુર્યથી શોભે; પણ સાચી શાભા તે સત્ આચરણમાં, સત્ વિચારામાં અને સત્ વાણીમાં છે. જીવન એ સાચી રીતે સમજીએ તેા દેહના આયુષ્યમાં નથી, પણ ઉત્તમ પ્રકારના વિચાર, વાણી અને વનમાં છે. ઘણા જન્મ્યા અને વ્યા. તેને કાઇ સંભારતું પણ નથી. પરંતુ જેએ જગતનું કલ્યાણ કરી ગયા અને તે વડે આત્મ-કલ્યાણ સાધી ગયા તેને જ જગત પૂજે છે, અરચે છે અને ૧દન કરે છે. મહાન કાર્યોથી અને જનતા જનાર્દનની સેવા શુશ્રુષાથી તે અમર નામ કરી ગયા છે. આત્માની એળખથી જ પરમાત્માને જાણી શકાય અને પરમ પદ પામી શકાય.
પણ આજનુ મનુષ્ય જીવન આપણે એવું બનાવી દીધુ છે કે આત્મા છે કે નહિ તેનો ખ્યાલ પણ આપણને આવતા નથી. સૌ કાઈ યંત્રવત્ જડ જીવન જીવી રહ્યા છીએ. સાચા ધર્માં કે સાચુ ધાર્મિક જીવન ક્યાંય જોવા મળતું નથી. જ્યાં મનની પવિત્રતા હોય
Page #260
--------------------------------------------------------------------------
________________
જીવન શુદ્ધિ
[ ૨૨૭ ]
ત્યાં ધર્મના ભાસ દેખાય. આજે સ્વચ્છતાને પવિત્રતા માનવાની, સભ્યતાને સંસ્કાર ગણવાની અને શણગાર અને વ્યવસ્થાને શિાચાર માનવાની અજ્ઞાનતા આપણે સૌ દાખવી રહ્યા છીએ. બાહ્ય જગતમાં રચ્યાપચ્યા રહીએ છીએ; પણ અંતરમાં વિરાટ અને દિવ્ય જગત છે તે આપણે તદ્દન ભૂલી ગયા છીએ. આ છે આજની આપણી પામર દશા !
માનવ તરીકે જન્મીને દાનવ વતાને ફેંકી દીધી છે: એટલા નીચા ઊંચે હોય છે. ત્યાં ચઢવા માટે
( દૈત્ય ) બન્યા છીએ અને માનઆપણે ઉતરી ગયા છીએ. દેવલાક માનવતાને સવન કરવી પડશે અને ખૂબ પરિશ્રમ અને સતત્ પ્રયત્ન કરવા પડશે. બહુ એછા માણસો જ ઊંચે ચઢવાના પુરૂષાર્થ કરે છે. મોટા સમુદાય તે ચાર અને ડાકૂએની પલ્લીમાં રહેવાનુ અને કુકર્મો કરવાનું કાર્ય કરી રહ્યા છે. આ છે આજે આપણી દશા !
ધર્મશાસ્ત્રો રાગ અને દ્વેષ આછે કરવાનું કહે છે; જ્યારે આપણે રાગદ્વેષમાં વધુ પાવરધા બની રહ્યા છીએ. ક્રોધ અને શાકને નાશનુ કારણ ગણવામાં આવે છે; જ્યારે આપણે ક્રોધ અને શાકના રાજના પૂજારી બન્યા છીએ. અભિમાન અધઃપતન કરનારૂં છે; ત્યારે અભિમાનને આપણે જ્વનના દરેક કાર્યમાં સાથી બનાવ્યું છે. કપટને પાપ ગણ્યું છે; જ્યારે આપણા બધા વ્યવહાર કપટથી ચલાવીએ છીએ. લાભને બધા પાપનું મૂળ માન્યું છે; જ્યારે આપણને લેાભ એ પ્રાણથી અધિક પ્યારા છે. ધન્ય છે આપણા જ્ઞાનને ! આપણી સમજને ! આપણી વૃત્તિને ! અને આપણા મહામૂલા માનવ જન્મને !
આજના આપણા જીવનની પરિણતિ ( પરિણામ ) શું? આને, હે માનવ ! તેં એકાંતમાં બેસી કોા વિચાર કર્યાં છે? જો તને બુદ્ધિ હાય, સાચી સમજ હોય, ભવિષ્યની સ્થિતિના ખ્યાલ હોય, તેા તને સત્વર સમજાશે કે તારામાં મુદ્ધિ નથી, સાચી સમજ નથી અને
Page #261
--------------------------------------------------------------------------
________________
[૨૮]
અનુભવ-વાણું ભવિષ્યની તારી શી ગતિ થશે તેની તને ગમ નથી. નહિ તો તું આવી મહાભારત ભૂલે ન જ કરે. કાંટા વાવીને આમ્રફળ ક્યાંથી મળે ? જે પાપમાં જન્મ, પાપમાં છે અને પાપમાં જ મરે તેને માટેનું ભાવિ પણ દુઃખમય જ હોય. પાપ કરતાં પાછું વાળી જોયું નથી ! પછી તેનું ફળ દુઃખ, સંતાપ અને વેદના સિવાય બીજું શું હોય ?
હજુ પણ તારે માટે તક છે. કરેલા પાપ અને દુષ્કોને ફરી ફરીને યાદ કર. તે બધાને સાચા હૃદયે તારા અંતરાતમા પાસે એકરાર કર. તેનાથી શલ્ય દુર થશે. પાપ અને દુષ્કૃત્યો કરવા માટે તું મેહને વિશ થયો તે તારી કેટલી પામરતા ! તે બધા માટે અંતઃકરણપૂર્વક પ્રભુની સાક્ષીએ પશ્ચાત્તાપ કર. તે બધા ગુન્હાની શિક્ષા તારે સ્વેચ્છાએ ભેગવવી જ જોઈએ. પાપનું પ્રાયશ્ચિત અને આત્માને ઉપાલંભ (ઠપકે) એ જ સાચી શિક્ષા છે. તે પછી જ તારૂં હૃદય ભારથી હળવું થશે અને આત્મા નિર્મળ બનશે. ત્યાર બાદ પાપ કાર્ય ન કરવાના પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કર અને ધર્મકરણ કરવામાં પ્રવૃત્તિ કર. આ રીતે ક્રમે ક્રમે ચઢીને તું મનુષ્ય મટીને દેવ થઈ શકીશ. અને સતત તીવ્ર પુરૂષાર્થ ચાલુ રાખીશ તે અંતિમ ધ્યેય એટલે કે પરમ પદને જરૂર પામી શકીશ.
(૧૦)
શ્રમ અને પરિશ્રમ ય શ્રમના બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર એ ચાર ભેદ Sા જીવનના વ્યવહાર પર પાડવામાં આવ્યા છે. અમુક અમુક જાતિ, કુળ કે સમુદાય જે જે વ્યવસાયમાં શરૂઆતથી પડ્યા તેઓના જુદા જુદા જુથ બંધાઈ ગયા અને જે જે વ્યવસાય તેઓએ શરૂઆતથી કરવા માંડ્યો તે તે વ્યવસાય ઉત્તરોત્તર પેઢી દર પેઢી ચાલુ
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રમ અને પરિશ્રમ
[ ૯] રહ્યો આ રીતે જુદા જુદા જુથ નિર્માણ થયા અને તેમાંથી જ્ઞાતિઓ, ઉપજ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ સરજાણી. આ રીતે સમૂહોનું વિભાજન થતું થતું એટલી હદે પહોંચ્યું છે કે આજે ભારતમાં સેંકડો અને હજારોની સંખ્યામાં જાતિ, જ્ઞાતિ, કોમ, ઘેળ કે પેટાજ્ઞાતિઓ જોવામાં આવે છે. મૂળભૂત માનવજાત કે ભારતવાસી તરીકેની એકત્વની ભાવના તદ્દન ભુંસાઈ ગઈ છે અને પ્રાદેશિક કે નાના સમુહની સંકુચિત ભાવનાને આપણે ખૂબ પોલી રહ્યા છીએ. અત્યારની અસહાય, નિરાધાર અને દુઃખી સ્થિતિનું મૂળ કારણ આપણું સંકુચિત ભાવના અને અજ્ઞાનતા છે.
વસ્તુઓનું ઉત્પન્ન કરવું અને તેને વિનિમય કરવો એ વૈશ્યનું મુખ્ય કર્તવ્ય હતું. ખેડૂત, કારીગર, વ્યાપારી એ બધા વચ્ચે ગણાય છે. ધર્મશાસ્ત્રોનું પઠન-પાઠન, લેખન, ઉપદેશ, ધાર્મિક ક્રિયાઓ અને વ્યવહારના જન્મ, જીવન, લગ્ન, મરણ અને બીજા અનેક પ્રસંગે વિધિ-વિધાન કે અનુષ્ઠાન કરવા એ કર્તવ્ય બ્રાહ્મણોનું હતું. જુથનું રક્ષણ અને તેની સંભાળ દેખરેખ અને વ્યવસ્થાની જવાબદારી ક્ષત્રી
એના શિરે હતી. અને સેવા, સુશ્રુષા, સાફસુફી, સાદાઈ અને સ્વચ્છતાનું , કાર્ય શુદ્રોનું ગણતું. સમય જતાં જગતને અનેક દિશામાં વિકાસ થતો ગયે. અનેક અવનવી પ્રવૃત્તિઓ અને વ્યવસાયો વધતા ગયા અને પરિણામે સમાજરચનામાં પણ અનેક પદ્ધતિઓ દાખલ થઈ. આ બધે કાળને પ્રભાવ છે. ગતિ, પ્રગતિ, વિકાસ એ જ જીવન છે.
વણિક કમ વ્યાપારી કોમ છે. વાણિજ્ય અને વસ્તુવિનિમય એ પ્રકારના હતા કે સૌને જે કાંઈ જોઈએ તે બધું વેપારી પાસેથી જ મળી શકે. સૌના જીવનવ્યવહારને આધાર અને તેનું કેન્દ્ર વેપારી હતો. આથી વેપારી ધનવાન હતા, બુદ્ધિમાન હતા, દાનવીર હતો, બુદ્ધિશાળી હતો અને ધર્મની ભાવના અને શ્રદ્ધાવાળો હતો. ખરી રીતે સૌને જીવનદાતા વેપારી ગણાતો. બધા વર્ષો અને જાતિઓમાં વિશ્વનું મધ્યસ્થ, વિશિષ્ટ અને મુખ્ય સ્થાન હતું. ભુતકાળના ઈતિહાસમાં
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
અનુભવ-વાણી
વૈશ્ય અને વ્યાપારીએની ગૌરવગાથાનાં વર્ણના આવે છે તેનુ મુખ્ય કારણ આ છે. પરંતુ આ બધાની પાછળ માત્ર બુદ્ધિ કે શક્તિ નહાતા; પરંતુ અવિરત શ્રમ અને પરિશ્રમ હતા. આ વાત સૌએ ખાસ યાદ રાખવાની છે. સંયમ, સાદાઈ અને કરકસરના ગુણા વડે જ અઢળક સંપત્તિ તેઓ પાસે હતી. આવક કરતાં ખર્ચ આપ્યા રાખવા. આ જીવનસૂત્ર હતું. તેથી જ આજે કચ્છી અને મારવાડી ભાઈએ પાસે જે સોંપત્તિ છે તેટલી બીજા સમાજ પાસે નથી દેખાતી.
ભુતકાળમાં જીવનધારણ બહુ નીચુ અને સસ્તુ હતું, તેથી એક કમાનાર દસ જણનું પણ પાષણ કરી શકતા હતા. આજે મેધવારી અને મુશ્કેલીઓ અનેકગણી વધી છે. એક જણના માસિક જીવન ખર્ચી ઓછામાં ઓછે !. ૧૫ થી ૨૫ આવે. હવે જો ગામડામાં રહેનાર માણસ ગામડામાં ધંધા કે મજુરી કરીને કુટુબના પાષણ પૂરતું ન કમાય શકે તેા, અથવા રાષ્ટ્રના સાધન ગામડામાં ન થા હોય તા, તેણે વધુ કમાવા માટે શહેરમાં જવું દ્વેષએ; અને બની શકે તે ઘરના ઉમરલાયક બધા સ્ત્રી-પુરૂષાએ કઈને કઈ શ્રમ કે વ્યવસાય કરીને પણ કમાવું જ જોઇએ; અને કુટુંબની આવકમાં વધારો કરવા જ જોઇએ. સ્ત્રીઓએ કામ કરીને કમાવુ કે નહિ એની ચર્ચામાં આપણે ન ઉતરીએ. દરેક કુટુબ પે।તે પેાતાની રીતે તેને વિચાર કે નિય કરી લે. પરંતુ એક વસ્તુ સ્પષ્ટ થવી જરૂરની છે કે દરેક સશક્ત મનુષ્યે કામ કરીને કમાવું જ જોઇએ. અને પેાતાના ખ પેાતે પેદા કરવા જ જોઇએ. બીજા કાને મેળરૂપ થઈને પરાધીન કે પરાશ્રિત જીવન શા માટે વવુ જોઇએ ? તેમાં ગૌરવ કેશાભા શા છે? માટે દરેકે કામ કરવું જ જોઇએ. કયા પ્રકારનું કામ કરવું તે દરેક જણ પેાતે નક્કી કરી શકે. શ્રમ કર્યા વિના ભાજન કરવાના અધિકાર કાપણ માણસને હોવા જોઇએ નહિ, હોઈ શકે નહિ.
મેાટા શહેરમાં વિષ્ણુકાની વસ્તી ઠીક ઠીક હેાય છે. ગામડામાં કમાવાના સાધને વ્યાપારીઓના હાથમાં બહુ ન રહ્યા. ધીરધાર બંધ
•
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રમ અને પરિશ્રમ
[ ૨૩૧ ]
થઈ, લેણું ખાટું થયુ. જમીન જાગીર ઉપર લેણાની જપ્તી લાવી ન શકાય. ખેડુતાને ઋણરાહત ધારાનું રક્ષણ મળ્યું. જાતખેડ ન કરે તેા વેપારીઓની જમીન ખેડનારને રહે. ખેડુતાને રાહત આપવ', મદદ કરવા અને ધીરાણ કરવા માટે સરકારે બધી સગવડ કરી આપી. એટલે ખેડુતાને વેપારીની ગરજ ન રહી. વેપારીની સલામતી પણુ ન રહી. આખા ગામમાં વાણીયાના ધર એ પાંચ કે જીજ હોય. સૌ કાઈ તેને દુશ્મન દેખે. આવી સ્થિતિમાં વાણિયા ગામડામાં વધુ વખત રહીને કરે પણ શું ? ઘરબાર હોય કે કાઇનું લેણું વસુલ આવે તેમ હાય તેા વળી તે આશાએ ગામડામાં પડયો રહે અથવા દીકરા દેશાવરથી ઘરખર્ચ મેકલતા હાય તા વળી ઘરડા માબાપ ગામડામાં ઘર આંગણે પડયા રહ્યા હોય. એટલે ગામડામાં તેા વાણીયા માટેનુ ગુજરાનનું કે સલામતીનુ સ્થાન આજે રહ્યું નથી. વખત જતાં એમ પણ અને કે ગામડામાં કાઈ વાણિયાની વસ્તી પણ નહી હોય. સમયના વ્હેણુ આ પ્રકારના જોવામાં આવે છે. જે વાણીયાનુ કુટુંબ શેટાઈ કે શાહુકારીનુ ઘમંડ કાઢી નાંખીને ગામના લેાકાની જેમ સ્ત્રી પુરૂષા સૌ મહેનત મજુરી કરી શ્રમજીવી બનવા તૈયાર હશે તે જ હવે ગામડામાં રહી શકશે અને આજિવિકા કમાઈ શકશે. અથવા સરકારી કાઈ ખાતામાં નાકરી કરવા તત્પર થશે તે વળી ગામડામાં સરકારી તાકરી તેને મળી રહેશે. આજે સરકારી ખાતામાં પગારે પણ સારા મળે છે, પરંતુ વાણિયાએ સરકારી તેકરીમાં રહેવા ખુશી હાતા નથી. આજે અન્ય સૌ કામે સરકારી ખાતામાં સારા પગ રે ગામડાએમાં કામ કરે છે અને બહુ સુખપૂર્વક જીવન ગુજારે છે.
*
ગામડા છેડીને વિષ્ણુકા ભલે શહેરમાં આવે; અને સરકારી નેાકરીને બદલે વેપારીઓમાં નોકરી કરે કે સ્વતંત્ર કામધંધા કે વેપાર કરે. પરંતુ એક મજુર રાજના રૂા. અઢી કે ત્રણ, કારીગર રૂા. પાંચ કે છ, સ્ત્રીમજુર રૂા. દોઢથી એ, કે એક દાયણુ રૂ. ત્રણથી ચાર, કે એક નર્સો રૂા. પાંચથી દસ જો કમાઈ શકતા હોય તેા એક વિક
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
અનુભવ-વાણી
પુરૂષ માસિક શ. દોઢસો કે એક વણિક સ્ત્રીએ માસિક !. એશીથી એકસો નાકરી કે ધંધામાં કમાતા શીખવું જ જોઇએ. વ્યાપારી બુદ્ધિ અને કુનેહ શ્રમજીવી કરતાં વધુ કમાય તેા જ તેની મહત્તા છે. પણ તેને બદલે તેટલું પણ જો ન કમાય કે ન કમાઇ શકે તે પછી તેવાએ માટે સરકારી નાકરી કરવી તે વધુ સારી છે. અને નાકરી જેટલું પણ જો સ્વતંત્ર ધંધામાં ન કમાય તે તે વ્યાપારની કંઈ કિંમત નથી. ધનસંગ્રહ બહુ વખત નહિ ચાલે. ખર્ચ જેટલું કમાવું જ જોઇએ. અને આવક કરતાં ખર્ચ એ રાખવા જોઇએ. વિણક યુવાને આ પ્રશ્ન બહુ ગંભીરતાથી વિચારે. જરૂરી કેળવણી અને તાલીમ લે. શ્રમથી બિલકુલ ન કટાળે અને બધા ક્ષેત્રો હાથ કરે તેા જ ઉત્કર્ષી થશે.
( ૧૧ )
જીવનનું ગણિત શાસ્ત્ર
મનુષ્ય
આ ડાહ્યા અને
સમજુ હોય છે. તેઓ દરેક નાનું કે માટું કામ ગણતરી કરીને પછી જ કરે છે. ગણતરી કરવી તેનુ નામ જ ગણિતશાસ્ત્ર છે.
ગણતરી કરવાના અ એ છે કે આ કામ હું શા માટે કરવા ઈચ્છુ હું? આ કામ કરવાથી મને શું લાભ થશે ? એ કામ કરવાની મારામાં શક્તિ અને યેાગ્યતા છે કે કેમ? કામને પાર પાડવા માટે શું શું જરૂરી સાધના જોઇએ ? તે સાધના મારી પાસે છે કે નહિ ? સાધના ન હાય તે તે મેળવવા માટે તક છે કે નહિ ? તેને માટે સમય અનુકૂળ છે કે કેમ ? આ કામ કરવાથી ખીજા કાઈ ને કશું નુકશાન કે હાનિ તેા થતી નથી કે ? બુદ્ધિશાળી મનુષ્ય આ પ્રકારના બધા પ્રશ્નો પેાતાના મનમાં વિચારી લે છે. તેને ત્યારે જ તે કા
Page #266
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય જીવનનું ગણિત શાસ્ત્ર
[ ૨૩૩ ]
કરવા તૈયાર થાય છે. તેમાં કાઇ પણ ગણત્રી ખાટી પડી તે તે કામ બગડી જાય છે અને પાર પડતું નથી. એટલા પ્રમાણમાં તેની બુદ્ધિ કાચી અને અપરિપકવ ગણાય.
થઈ કે સફળતાને
તરત જ તે બદલે નિષ્ફળતા
મૂર્ખ માણસોને આવી ગણતરી કરતાં આવડતી નથી અથવા ગણતરી કરવાની તેને ટેવ જ હોતી નથી. તેની પ્રકૃત્તિ જ એવી હાય છે કે જે કાંઈ કરવાની તેએને ઈચ્છા કરી નાખે છે. તેમાં તેએને મેટા ભાગે મળે છે. અને લાભને બદલે નુકશાન જ થાય છે. તેઓ આગળ પાછળના વિચાર ભાગ્યે જ કરતા હાય છે. પરિણામે તેને પસ્તાવુ પડે છે. પેાતાના કે પારકાના અનેક વખતના અનુભવ ઉપરથી પણ તેઓ જો માધપાઠ શીખતા હાય તેા કેવું સારૂ ?
જેએ શાણા, સમજુ અને સજ્જન પુરૂષા છે તે તે। આથી પણ વધુ એવી ગણતરી કરે છે કે જે કાર્યો કરવાની તેમને ઇચ્છા થાય કે તમન્ના જાગે તે, એકદમ કરવાની ઉતાવળ કરતા નથી. તે તેના ઉપર બહુ દીર્ધદષ્ટિથી ઉંડા વિચાર કરે છે. બીજા ડાહ્યા માણસાની તેમાં સલાહ લે છે. વળી આ કાર્ય સારૂ છે કે ખરાબ ? નીતિમય છે કે અનીતિમય ? ધર્મને અનુરૂપ છે કે ધર્મ વિરૂદ્ધુનુ છે ? ખીજા કાને અહિતકર્તા તે નથી ને ? આ બધા વિચારો કર્યા પછી જ તેને ખાત્રી થાય કે તેનાથી કાઈને નુકશાન નથી પહેાંચતું . તે પછી જ તે કા કરવા તત્પર થાય છે.
જેએ ઉતાવળિયું અવિચારી કૃત્ય કરવા તૈયાર થાય તે કે સજ્જન હોતા નથી. તેનાથી તેને પેાતાને નુકશાન તેઓ ખીજાને પણ નુકશાન પહોંચાડે છે. પરિણામ એ તેઓને ઘણા દુશ્મન કે વિરાધીઓ ઉભા થાય છે. અને વેરઝેર, વિખવાદ કે ક્લેશ, કંકાસ થાય છે. આપધાત, ખૂન અને મારામારીના મૂળમાં મોટા ભાગે આવા પ્રકારનાં જ કારણેા હોય છે.
શાણા
થાય છે, આવે છે કે
સૌની સાથે
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
અનુભવ-વાણી
લાભને પાપનું મૂળ કહ્યુ છે. જેને સારૂં સારૂં ખાવાપીવાની, પહેરવા ઓઢવાની, ફરવા હરવાની, મેાજોાખ કરવાની કે એશઆરામ કરવાની કે ભોગવિલાસની બહુ લાલુપતા હોય છે તે ચારી કરતાં, જુઠું ખેલતાં, વિશ્વાસઘાત કરતાં કે અનીતિ કરતાં અચકાતા નથી; ખીજાએ ઉપર જોરજીમા કરતાં તે પાછું વાળી જોતા નથી. કેટલાકને ધનના, સત્તા કે અધિકારના, શરીરબળને કે બુદ્ધિબળના એટલે બધા મદ હોય છે કે પેાતાની ઈચ્છા પાર પાડવા માટે તે ગમે તે અકૃત્ય કે કુકર્મો કરવા તૈયાર થઈ જાય છે. ગમે તેને હેરાન કરવા પણ તે ચૂકતા નથી. મદ આંધળા છે. જેમ આંધળે! માણસ ખાડામાં પડે છે તેમ મદાંધ મનુષ્ય પણ અધેાગતિના ઉંડા ખાડામાં પડે છે.
સાસુ વહુ, નણંદ ભાજાઇ, પિતા પુત્ર, ભાઇએ ભાઈના કે કુટુંબના સંબંધોમાં આજે ત્યાં ત્યાં ક્લેશ, કટુતા જોવામાં આવે છે. જ્ઞાતિમાં, સમાજ કે સંસ્થામાં, વ્યવહાર કે વ્યાપારના ક્ષેત્રે, રાજ્ય વહીવટમાં કે આંતર રાષ્ટ્રીય સબધામાં જ્યાં ત્યાં કલહ, વિખવાદ કે અશાંતિ પ્રવતી રહ્યા છે. તે બધાનું મૂળ અને મુખ્ય કારણ એ છે કે આપણને ગણિતશાસ્ત્રનું સાચું જ્ઞાન પ્રાપ્ત નથી થયું; તેમજ તે જ્ઞાન મેળવવાની અને તેની ગણતરી મુજબ જીવન જીવવાની આપણને કશી પડી નથી. વિણક તા ગણિતમાં પાવરધા હોવા જોઇએ. તેને તે કુદરતની બક્ષિસ છે. છતાં વિણક કામને જો ગણિત કે ગણતરી જ ન આવડે તે આ સંસારમાં તે તેની દુર્દશા થાય, પણ પરભવમાંય અધેાગતિ સિવાય ખી` શું થાય ?
Page #268
--------------------------------------------------------------------------
________________
સ્વાધીનતા, શાંતિ અને સુખ જ
[૨૩૫ ] (૧૨) સ્વાધીનતા, શાંતિ અને સુખ * પ રાધીન સ્વને પણ સુખી નહિ” આ અનુભવી ગીતાર્થ
ધ પુરૂષનું આપ્તવચન સત્ય છે. પોતાની મરજી પ્રમાણે રહેવું, કરવું અને જીવવું એ ઈચ્છા પ્રાણીમાત્રમાં સ્વભાવથી હેય છે. પરંતુ જીવવા માટે અનેક પ્રકારના પ્રયને ફરજિયાત કરવા પડે છે. પુરૂષાર્થ વિના ખોરાક, નિવાસ, રક્ષણ કે આરામ મળી શકતા નથી. કોઈને પુરૂષાર્થ પામરતામાં પરિણમે છે. જેને પુરૂષાર્થ પ્રબળ અને પ્રખર હોય છે તે સત્તાના સ્થાને ચઢી બીજાના ઉપર આધિપત્ય કે સરસાઈ મેળવી જીવન જીવે છે, કુદરતનો આ ક્રમ છે; નિયમ છે.
બધામાં સર્વ પ્રકારની અને પુરતા પ્રમાણની શક્તિ હોતી નથી. તે ત્રુટિ પૂરવા માટે નબળાને સબળાને સાથે કે સહાય મેળવવા પડે છે. તેને માટે તેણે તાબેદારી ઉઠાવવી પડે છે; શરીર, શ્રમ, બુદ્ધિ કે "શક્તિ વેચવા પડે છે; અને પરાધીનતા સ્વીકારવી પડે છે. પ્રેમ કે ભ્રાતૃભાવની પરાધીનતા મીઠ્ઠી લાગે છે, પરંતુ ગુલામી કે ગરજની પરાધીનતા ઘણી વખત કાંટાની જેમ ખૂંચે છે. પણ પ્રાણી માત્ર સંજોગ અને ભાગ્યને આધીન છે. આજકાલ દુનિયામાં બેકદરદાન શેઠીયાઓ વધુ હોય છે અને સ્વાથી, લુચ્ચા અને દુષ્ટ માલેકે પણ વધુ હોય છે. તેઓ ઓછું આપી વધુ કામ લેવાની અને ગરજવાનને હંમેશા દબાયેલે રાખવાની વૃત્તિવાળા હોય છે. કદર ન કરે અથવા પુરતું ન આપે તો કાંઈ નહિ, પણ ભાષા સારી વાપરે અને વર્તન પ્રેમભર્યું રાખે તો પણ ગરજવાન નકર કે મજૂરને ગુલામી ન સાલે કે દુઃખ ન થાય. બુદ્ધિમાનેની ચૂસણનીતિ કે વાર્થપરાયણતાએ જ દુનિયામાં દુઃખના ડુંગરે ખડક્યા છે અને માનવજાતમાં રાક્ષસી ભાવનાને ઉત્પન્ન કરી છે. પહેલે ગુન્હ ઉપલા વગે કર્યો છે. તેના પરિણામ અને પ્રતિકારરૂપે ગુલાએ સંગઠન સાધી સંયુક્ત મેર
Page #269
--------------------------------------------------------------------------
________________
[૨૩]
અનુભવ-વાણું એ તે મજબૂત ઉભે કર્યો છે કે પરિણામે આખરી વિજય તેમને છે. જેઓ તેમને સાથ લેશે અને સહકાર મેળવશે અથવા તેઓની સાથે ભળી જશે કે મળી જશે તેઓ જ સત્તાનું સ્થાન સાચવી શકશે. આજને વર્ગવિગ્રહ શેઠ-નેકરને, માલેક-મજુરને, શ્રીમંત–ગરીબને. સુખી-દુ:ખીને કે દુકાનદાર-ઘરાકને એવું ઉગ્ર સ્વરૂપ પકડશે કે તેમાં શ્રી કે સત્તાની સ્થિરતા કે સલામતીને સ્થાન રહેવું મુશ્કેલ છે.
સ્વાધીનતાને સાચો અર્થ એ છે કે પ્રત્યેક મનુષ્ય પોતાની ઈચ્છાનુસાર પિતાના હિત માટે, બીજાના હકક કે હિતને નુકશાન પહોંચાડ્યા સિવાય, કામ કરવાને, વિચાર કરવાને, બેલવાને અને જીવવાને માટે સ્વતંત્ર હોય. પટને ખાતર, પોતાના અંગત હિતને ખાતર કે પિતાની સલામતી ખાતર બીજાઓનું કામ કરવું પડે એ પરાધીનતા નથી. વ્યવસાય તો દરેકે કરવો જ જોઈએ. પરંતુ જ્યારે બીજાઓની ખુશામત કરવી પડે, બીજાઓના ઓશિયાળા રહેવું પડે, ગજા ઉપરાંત કામ કરવું પડે અથવા બીજાઓની આજ્ઞાથી ખોટાં કામ કરવાની ફરજ પડે એ સ્થિતિ બહુ જ દુઃખમય થઈ પડે છે. ખરી રીતે તે માણસજાત માટે આ કપરી કસોટી છે. જેઓને સ્વમાન હોય છે, સિદ્ધાંત હોય છે અને આત્મવિશ્વાસ હોય છે તેઓ બીજાઓના અગ્ય ફરમાનને કદિ આધીન થતા નથી. મુશ્કેલી આવે તે સુખપૂર્વક તેઓ સહન કરી લે છે; પરંતુ બીજાઓના અપમાનજનક અયોગ્ય ફરમાનને કદિ આધીન થતા નથી. આ જ સાચી સ્વાધીનતા છે. આ પ્રકારની શક્તિ દરેક જણ કેળવી શકે છે અને કેળવવી જોઈએ. આનું નામ જ ચારિત્રનું ઘડતર છે. ગરીબ કે શ્રીમંત સૌ કોઈ આ પ્રકારની સ્વતંત્રતા ભેગવી શકે છે. તેને માટે મક્કમતા અને આત્મવિશ્વાસ કેળવવા જોઈએ.
જ્યાં આ પ્રકારની સ્વાધીનતા હોય ત્યાં બળ, શક્તિ, તેજ, પ્રભાવ અને સત્ય હોય છે. બીજાઓ છેવટે તેને આધીન થાય છે; તેના પ્રત્યે માનદષ્ટિથી જુએ છે અને તેની પડખે કાયમ ઉભા રહે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
જીવનની પગદંડી
[ ૨૩૭ ] આ સ્થિતિએ પહોંચતાં કે તેને પ્રાપ્ત કરતાં પહેલાં દુ ખ અને મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. પોતાની આકરી કસોટી પણ થાય છે. પરંતુ છેવટે તેને વિજય અવશ્ય થાય છે.
આટલું નૈતિક બળ જે પ્રાપ્ત કરે છે તેને શાંતિ પણ ઘણી મળે છે. ફક્ત તેણે જોવાનું એ રહે છે કે આ પ્રકારની સફળતા મળ્યા પછી તેને ગર્વ કે અભિમાન થવા ન જોઈએ. તે અભિમાન કરે એટલે તેના દુશ્મન, વિરેધીઓ કે હરિફે ઘણું ઉભા થશે અને તેઓ ઈર્ષ્યાથી તેને નીચે પાડવાના અનેક પ્રયાસ કરશે. માટે જ શક્તિમાન બન્યા પછી નમ્ર અને વિવેકી થવાની જરૂર છે. “જે નમે છે તે પ્રભુને પણ ગમે છે.”
સાચું સુખ શાંતિ અને સંતોષમાં છે. આ સત્ય અનુભવ કરવાથી પ્રત્યક્ષ સમજાશે. સુખનો આધાર મનની શાંતિ અને સાચી સમજ ઉપર છે. સુખ મેળવવું હોય કે સુખી થવું હોય તો દરેક માણસ સુખી થઈ શકે છે. સુખી થવું તે દરેકને પોતાના હાથમાં છે. છતાં માણસ સૌ દુઃખની જ ફરિયાદ કરે છે, તે તેમની અજ્ઞાનતા અને ઓછી સમજને લીધે છે. જગતમાં દુઃખ જેવી વસ્તુ જ નથી. દુઃખ એ તે મિથ્યા-ભ્રમ કે ખોટી કલ્પના છે એમ માનવામાં મનુષ્યને ગુમાવવાનું શું છે ?
(૧૩)
જીવનની પગદંડી ચી ર કામ માટે જે વસ્તુને ઉપયોગ કરવામાં આવે છે તેમાં
વસ્તુની અને ઉપયોગ કરનારની બંનેની શોભા છે. ઉપગ ઉપરથી જ બધાના મૂલ્ય જગતમાં અંકાય છે. ધનને ઉપગ સૌના સુખ માટે, શરીરને ઉપયોગ સેવા માટે, મન અને બુદ્ધિને ઉપગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાન પ્રચાર માટે, શક્તિને ઉપયોગ
Page #271
--------------------------------------------------------------------------
________________
[૨૩૮]
અનુભવ-વાણું જગતના ઉત્કર્ષ માટે, સત્તાને ઉપગ સૌનું ભલું કરવા માટે, સાધનને ઉપયોગ બીજાઓને મદદરૂપ બનવા માટે અને વૈભવને ઉપયોગ અનાસક્ત ભાવ કેળવવા માટે હોવો જોઈએ. ધર્મ અને ધર્મગુરુઓ આ પ્રકારનું જીવન જીવવા દરેકને આજ્ઞા કરે છે. આ પ્રમાણે જીવન જીવવું તેમાં જ ધર્મ, તત્ત્વજ્ઞાન અને સાધુતા સમાઈ જાય છે. કોઈ પણ માણસ આવું જીવન જીવી શકે. કોઈના માટે તે અશકય કે મુશ્કેલ નથી. તે માટે સંકલ્પ અને અવિરત પ્રયત્ન કરવા જોઈએ. માણસોનાં મૂલ્ય આ માપદંડથી અંકાવા જોઈએ.
મેલાં વસ્ત્રો, ધૂળ ચઢેલા જેડા, કે વાસ મારતું શરીર આપણું પિતાનું હોય તો પણ તે બધી વસ્તુઓ આપણને ગમતી નથી. તેને ફરીને ધોઈને, લુછીને કે નાહીને તુરત સ્વચ્છ કરીએ છીએ ત્યારે જ આપણને શાંતિ થાય છે અને સ્કુતિ અનુભવીએ છીએ. સ્વચ્છતા કુદરતી રીતે જ સૌને ગમે છે. કાચાર અને લેકવ્યવહાર પણ સ્વચ્છતાની અપેક્ષા રાખે છે. જેમ જડ વસ્તુ માટે સ્વચ્છતા ઈચછીએ છીએ તેમ મન, બુદ્ધિ, લાગણીઓ, વિચાર, એ બધામાં પણ સ્વચ્છતા જરૂરની છે. તે સ્વચ્છતા ઉપર જ આપણી ઉન્નતિ-અવનતિ, કીર્તિઅપકીર્તિ કે સારા-નરસા પણને આધાર છે. શરીર જે અંદરથી ગી, દુર્ગધ મારતું અને પીડાથી પીડાતું હોય તે બહારની સ્વછતાની શું કિંમત છે ? બહારની અને અંદરની બંને પ્રકારની સ્વચ્છતા હોય તે જ લેકે તેની પ્રશંસા કરે છે. તેવી જ રીતે વાણી વિવેકી હોય, બહારનું વર્તન સભ્યતાવાળું હોય, બહારથી અનેક દાનનાં કે પરોપકારનાં કામે કરાતાં હોય પરંતુ જે તેના મૂળમાં આંતરિક અશુદ્ધિ, દુષ્ટ વાસના, સ્વાર્થી વિચારે કે ધૃણાજનક હેતુ હેય તે બહારનાં સત્કાર્યો એ માત્ર કૃત્રિમ વેશભૂષા છે. થોડા સમય તેનું સાચું સ્વરૂપ કદાચ ઢંકાએલું રહે, પરંતુ છેવટે તે તે ખુલ્લું થયા વિના રહેતું જ નથી. અને જ્યારે લેકે તે જુવે છે કે જાણે છે
Page #272
--------------------------------------------------------------------------
________________
જીવનની પગડી
[ ૨૩૯ ]
ત્યારે સૌ કાઈ તેવા મનુષ્યોની નિંદા અને તિરસ્કાર અને કરે છે. દંભ લાખે। સમય ટકતા નથી. માટે જ અંદરથી અને બહારથી બંને પ્રકારે સારા થવુ અને સારા રહેવું એમાં જ જીવનનુ કલ્યાણ છે.
×
×
*
×
શરીર, વાણી અને વિચાર એ ત્રણ વડે જ જીવન નિર્માણ થાય છે. એ ત્રણેની જો બાહ્ય અને આંતરિક અને પ્રકારની શુદ્ધિ હાય તે તે જીવનની સુવાસ આપણને તે આનદ અને સુખ બન્ને આપે છે; પણ જગતનાં સૌ પ્રાણીએ તેનાથી ખુશી થાય છે. આને વિચાર આજે કેટલાને થતા હશે ? પ્રિય વાચક ! તને સારા થવુ ગમે છે! સારા થવાની તને ઈચ્છા છે ખરી ! સારા થવામાં અનેક લાભ, સાચી શાંતિ અને પરમ સુખ છે એમ તું માને છે! કાઇ વખત તે તેને અનુભવ કર્યા છે ખરા ! તને ખાત્રી ન હોય તે! કઈ જ્ઞાનીને કે ડાહ્યા મનુષ્યને પૂછી જો કે આ વાત સાચી છે ! તે તેએ હા કહે તે તેને પૂછી જો કે તે મેળવવાના માર્ગ બતલાવે; અને તમારી આજ્ઞા મુજબ વવા હું કબુલ થાઉં છું. તેએ તને જરૂર મા બતાવશે અને રીત પણ શીખવશે. આનું નામ સત્સંગ કે સંત સમાગમ
X
×
X
જેનામાં સારા ગુણેા હાય, સભ્યતા અને વિવેક હાય, દયા અને ઉદારતા હોય, જે નિખાલસ અને નિષ્કપટી હોય તે મનુષ્ય જ જગતમાં માનને પાત્ર બની શકે છે. વળી જેએ વિદ્વાન, પંડિત અને ડાહ્યા હાય, જેઓ પરોપકારી અને સેવાભાવી હોય, જેઓ નીતિમાન હેાય, જે તપસ્વી કે સંયમી હોય, ધર્મિષ્ટ હેાય તેઓનુ બહુમાન થાય છે.
મિલનસાર અને જે શાંત અને
×
X
તે પેાતાનુ બહુમાન ઇચ્છે, પરંતુ પાતે માનને લાયક છે કે નહિ તેના ખ્યાલ પાતે કરતે નથી. લાયકાત વિના જગત કોઇને માન
×
Page #273
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦ ]
અનુભવ-વાણી
આપતું નથી. જેને માન જોઇતું હોય તેણે સદ્ગુણી બનવું જોઇએ અને સારૂં વર્તન રાખવુ જોઇએ. માન માગ્યું ગુણા છે તેએ જ માનના અધિકારી બને છે.
ન મળે. જેનામાં
X
X
ધનિકા માનની બહુ ઈચ્છા રાખે તે તેઓએ ધનનાં દાન જગતના કલ્યાણ માટે કરવા જોઇએ. બુદ્ધિશાળી માનની અપેક્ષા રાખતા હાય તે તેણે બુદ્ધિના લાભ જગતને આપવા જોઇએ. વિડેલ કે વૃદ્ધ પુરૂષા, સાસુ કે મોટેરી નણ–જેઠાણીએ ન્હાનેરા પાસેથી બહુમાનની ઇચ્છા રાખતા હોય તે તેએએ પણ પુત્ર, પૌત્ર કે પુત્રવધૂ પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય રાખવા જોઇએ. યાગ્યતા વિના માનની ઇચ્છા કરી ન શકાય.
×
*
×
X
અહારતું વન કે સભ્યતા તે દરેકમાં હાવા જોઇએ. તે તા સમાજને શિષ્ટાચાર છે. આ શિષ્ટાચાર કે વિવેક પણ જેનામાં ન હોય તેને માટે સમાજમાં સ્થાન રહેતું નથી. ભાષામાં વિવેક, આદરસત્કાર, આવનારનું બહુમાન, કુશળ સમાચારની પૃચ્છા-આટલી સભ્યતા દરેકે કેળવવી જરૂરી છે. ગામડાનાં લેાકેા અભણ કે અશિક્ષિત હાય છતાં તેમાં પ્રેમ, વિવેક, નમ્રતા અને ગંભીરતા હોય છે. શહેરામાં શિક્ષિતા વધુ હાય છતાં ઘણાઓમાં ભાષામાં તેડા, વાણીમાં કશતા, વનમાં અસભ્યતા, સ્વભાવમાં અભિમાન અને રીતભાતમાં અવ્યવસ્થા બહુ જોવામાં આવે છે. આનુ કારણ મુખ્યત્વે એ હોય છે કે ઘરમાં સુસંસ્કારનું વાતાવરણુ બહુ એન્ડ્રુ હોય છે. આને માટે ડિલવર્ગ જવાબદાર હાય છે.
X
×
X
×
માનના એ પ્રકાર છે. બહારના સભ્ય વર્તનથી માન આપી શકાય અને અંતરની સદ્ભાવનાથી માન આપી શકાય. બહારની સભ્યતા એ શિષ્ટાચાર છે. અંતરની ભાવનાથી જે બહુમાન કરાય તેની જ
Page #274
--------------------------------------------------------------------------
________________
જીવનની પગદંડી
[ ર૪૧ ] કિંમત છે. માન લેનારની યોગ્યતા ઓછી હોય કે વધુ તેનો વિચાર ગૌણ છે. પણ માન આપનાર શુદ્ધ ભાવથી દરેકનું બહુમાન કરે તો તેમાં તેની વિશિષ્ટતા છે, કેમકે તેને આત્માના ગુણો વૃદ્ધિ પામે છે અને તે પોતે વધુને વધુ ગુણવાન બને છે. ગુણો જ જગતમાં માનને પાત્ર છે, વ્યક્તિ નહિ. તેવી જ રીતે અવગુણ કે દુર્ગણે જ તિરસ્કારને પાત્ર છે; દુર્ગણી વ્યક્તિ તો દયાને પાત્ર છે. ધર્મશાસ્ત્રોનું આ ફરમાન છે, એટલે આપણે માટે તે એ જ વ્યાજબી છે કે આપણે સૌના પ્રત્યે માનદ્રષ્ટિથી જેવું અને વર્તવું. આનું નામ દિલની ઉદારતા. આ પ્રકારના વર્તાવથી ચિત્તની પ્રસન્નતા અને શાંતિ જળવાય રહે છે.
X
અભિમાન પણ એક પ્રકારનો અવગુણ છે. માન એ એક પ્રકારની સારી વૃત્તિ છે. પણ અભિમાન, ગર્વ, હું પદ એ હલકી વૃત્તિ છે. પોતે કંઈક મહત્વની વ્યક્તિ છે, પોતાની પાસે શરીરબળ, બુદ્ધિબળ, સંપત્તિબળ, અધિકાર કે આરોગ્ય છે; પોતે ગુણવાન, દયાળુ, ઉદાર કે નીતિમાન છે,કેમાં પોતાની આબરૂ કે પ્રતિષ્ઠા છે; પોતે એવી માન્યતાથી માણસ અભિમાન કરે છે. આ માન્યતા સાચી હોય તો પણ માણસે તેનું અભિમાન કરવું ન જોઈએ. જગતમાં ત્રણે કાળમાં તેના પિતાના કરતાં ઘણું મહાન મનુષ્યો હોય છે. એટલે તેનું અભિમાન કરવું તે વ્યાજબી નથી. પોતે બધી રીતે સુખી, સમૃદ્ધિશાળી અને ગુણવાન હોય તે તેનાથી તેને સંતોષની લાગણી થાય તે ક્ષમ્ય છે, પરંતુ તેને જે તે અહંકાર કરે તો તેમાં તેનું પોતાનું પતન છે.
- આજે ઘણુ મનુષ્યો તે એવા હોય છે કે પોતાનામાં કશી યોગ્યતા ન હોય છતાં બહુ જ ઘમંડ અને અભિમાન રાખતા હોય છે. આ તો અભિમાનની પરાકાષ્ટા ગણાય. આ મિથ્યાભિમાની મનુષ્ય મૂર્ખ ગણાય છે. કેટલાક અધુરા કે અપૂર્ણ હોય છતાં બધી રીતે ડાહ્યા,
Page #275
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
અનુભવ-વાણી
સમજી અને આવડતવાળા પાતે છે એવું અભિમાન રાખતા હોય છે. અભિમાન ન જ કરવું તેવી શાસ્ત્ર-આજ્ઞા છે. અભિમાની માણસાની જગતમાં નિંદા અને હાંસી થાય છે. સરળતા, નમ્રતા અને લધુતા વડે જ પ્રભુતા પમાય છે. સમાજમાં આટલી સમજ આવે તે તે સમાજ જરૂર સુખી થાય અને બીજને પ્રેરણારૂપ બને. સૌને ઉત્કર્ષ સદ્ગુણાની વૃદ્ધિથી સધાય છે.
(૧૪)
મન, વચન અને કાયાની શુદ્ધિ
સમાં વને રાજા કહ્યો છે, મન મંત્રી છે, વચન રાજસત્તા છે, અને કાયા રાજ્યની હકુમત છે.
શા
જીવ પોતે સીધી રીતે કશું કરતા નથી. મનની મારફત બધુ કામ થાય છે. વચન અને કાયા પણ મનના હુકમ પ્રમાણે વર્તે છે. રાજ્ય રાજાનુ` કહેવાય, પણ અધિકાર મન( મંત્રી )ના ચાલે. સારૂ થાય તે રાજાને યશ મળે અને ખરાબ થાય તા . અપકીર્તિ રાજાની થાય એ રીતે પુણ્ય–પાપના ભાક્તા વ પાતે અને છે.
વાણી મનને આધીન વર્તે છે. જીવના બધા હુકમા વાણીએ માનવા પડે છે. પણ પ્રધાનની મારફત જ રાજા હુકમ કરે છે. પ્રધાનની
ચ્છા પ્રમાણે રાજ્ય કારાબાર ચાલે છે. મનની ઇચ્છા ન હેાય તે વચન કશુ કરી શકતું નથી. કાયા પણ મનની ઇચ્છાને આધીન છે.
જેના મત્રી સારા તેની રાજસત્તા અને વહિવટ સારા. જેને મંત્રી દુષ્ટ તેની પ્રજા પણ દુઃખી અને તેને કારભાર ત્રાસરૂપ. માટે જ મંત્રી એવા હોવા જોઇએ કે જે રાજાને વફાદાર હાય, જે રાજાની પુણ્યકીર્તિ વધારે, તેને પાપમાંથી પાછો વાળે અને પ્રજાનું હિત ધ્યાનમાં રાખી પ્રજાને સન્માર્ગે ઘેરે. વળી મંત્રી બુદ્ધિશાળી, કાળજ્વાળા, વિવેકી,
Page #276
--------------------------------------------------------------------------
________________
આત્મજાગૃતિ
[૪૩] ધર્મમાં પ્રીતિવાળો, પ્રમાણિક અને સદાચારી જોઈએ. જેનું મન આવું પવિત્ર હોય તેની વાણું અને કાયા પણ પવિત્ર હોય છે.
કાયા મનને આધીન છે, મનની ઈચ્છાને આધીન કાયા રહે છે. કાયાનું બહારનું રૂપ ગમે તેવું સુંદર હોય પણ તેને ઉપયોગ કે વર્તન જે સારું ન હોય તે કાયાની કશી કિંમત નથી. કાયાની મહત્તા જગતનું કલ્યાણ કરવામાં રહેલી છે; નહિ કે માત્ર શણગાર, ટાપટીપ કે વસ્ત્રાભૂષણમાં.
કાયા કરતાં વચન વધુ કામ કરે છે અને વચન કરતાં મન વધુ કામ કરે છે. એટલે પુણ્ય કે પાપ પણ મન સૌથી વધુ કરે છે. માટે જ ક્ષમા માગવામાં મન પહેલું, પછી વચન અને પછી કાયા મુકવામાં આવે છે.
જીવ, મન-વચન અને કાયાને આધીન છે. પુણ્ય કે પાપ મનવચન-કાયા કરે છે અને તેનું ફળ જીવને ભેગવવું પડે છે. પૂર્વજન્મના કર્મો પ્રમાણે મન-વચન-કાયાનું નિર્માણ આ જન્મમાં થાય છે. તે જે ખરાબ હોય તો તેને સુધારવા જોઈએ. અને તેની શુદ્ધિ કરવી જોઈએ. શુદ્ધિ કરવા માટે દેવ-ગુરુ અને ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ, આ બધું કરવા માટે અને શીખવા માટે ગુરુને સમાગમ અને શાસ્ત્રોને અભ્યાસ કરે જોઈએ.
(૧૫) આત્મજાગૃતિ
ચ ઈન્દ્રિ, મન, વચન અને શરીર, પ્રાણ અને અહમ. : (છવામા) આ દરેકમાં એટલી બધી અનંત અને અખૂટ શક્તિઓ ભરી છે કે જેને જેટલા પ્રમાણમાં ખીલવવા માંગીએ તેટલા પ્રમાણમાં માણસ ખીલવી શકે છે. મનુષ્યોમાં જે જે મહાન પુરૂષો
Page #277
--------------------------------------------------------------------------
________________
[૨૪]
અનુભવ-વાણું થઈ ગયા છે તે બધાય આમાંની એક, અનેક કે સર્વ શક્તિઓને ઉચ્ચતમ કટિએ ખીલવવાથી જ અને તેને ઉપયોગ વિશ્વના કલ્યાણ અર્થે કરવાથી જ થઈ શક્યા છે. ઈતિહાસ અને શાસ્ત્રો આ વાતની સાક્ષી પુરે છે. આનું નામ જ સાધના, સિદ્ધિ અને સાધકદશા.
કઈ પણ વસ્તુને સિદ્ધ કરવી હોય તે તે માટેનાં સાધને ૧. શ્રદ્ધા, ૨. ચિંતન, ૩. ધ્યાન, ૪. અનુસંધાન અને ૫. એકાગ્રતા છે.
ભ્રમ અને આભાસના ઓઠા નીચે ઘણું ભેળા માણસો ભેળવાઈને, તેને સત્ય વસ્તુ કે સાક્ષાત્કાર માની લેવાની ભૂલ કરે છે. આ
એક પ્રકારનો દંભ છે, આવા દંભથી ઘણા મહાત્માઓ અધોગતિને પામ્યા છે. સત્ય વસ્તુ છૂપી રહી શકતી નથી, દંભને અંચળો એક વખત ચીરાઈ જાય છે ત્યારે જગતની શ્રદ્ધા ડગી જાય છે.
સમભાવ એ જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા છે એ આત્માની જાગૃતિ છે અને ધ્યેય પ્રાપ્તિ માટેનું મુખ્ય સાધન છે.
વાંચન મનન માટે હોવું જોઈએ, મનન જ્ઞાન માટે હેવું જોઈએ, જ્ઞાન સદાચાર માટે હોવું જોઈએ, વાંચન કે શ્રવણથી સંભાવનાઓ જાગૃત થઈ વિકાસ પામવી જોઈએ.
શક્તિને વિકાસ માત્ર સર્વસ્વ નથી. તેની સાથે સાથે શક્તિની શુદ્ધિ કરવી ખાસ જરૂરી છે.
સંયમ અને સાદાઈ હોય તે સારું છે, પરંતુ તેની સાથે સણું વર્તન અને પુરૂષાર્થ ન હોય તે જીવનમાં નિષ્ક્રિયતા અને શુષ્કતા આવી જશે.
Page #278
--------------------------------------------------------------------------
________________
આત્મનવૃતિ
*
[ ૨૪૫ ]
પરિશ્રમવાળું જીવન એ માનવી ધર્મને એક મહત્ત્વનો ભાગ છે. જીવન બધી બાજુએથી પવિત્ર પ્રમાણિક અને ધર્મ બનાવીને પછી તે દ્વારા જનસેવા કરતાં રહેવું જોઈએ.
આપણું જીવન આપણું એકલાનું નથી; તે બધા માટે છે. એવી નિજ જ્યારે હૃદયમાં દઢ થઈ જાય ત્યારે માનવતા આપણામાં દઢ થઈ છે એમ સમજવું.
શ્રદ્ધા એટલે ઈષ્ટસિદ્ધિ પર્યત ટકી રહેનારી દઢ અને પ્રબળ ભાવના.
શ્રદ્ધામાંથી સમર્પણવૃત્તિ નિર્માણ કરવી જોઈએ અને સમર્પણ વૃત્તિમાંથી ભક્તિને ઉદ્દભવ થવો જોઈએ.
નિષ્ઠા એને કહેવાય કે જે શ્રદ્ધા ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ચલિત ન થાય તે પ્રકારની શ્રદ્ધા.
ભાવની તૃપ્તિમાં માનવતાને વિકાસ છે, માટે ભાવો સદા શુદ્ધ રાખવાનો પ્રયત્ન કરવો.
આપણુ હિતાહિતને આધાર કેવળ વસ્તુ પર નથી હોતો, પણ તે વાપરવામાં બતાવાતા વિવેક અથવા તે અજ્ઞાન પર હોય છે.
દુઃખના સમયે નિર્ભય, નિશ્ચિત અને અનુદિગ્ન તથા સુખના સમયમાં જાગૃત અને સંયમશીલ રહેવા માટે ચિત્તની પવિત્ર અને સ્થિર અવસ્થા હોવી જોઈએ.
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ]
*
( ૧૬ ) સંસારલીલા અને મુક્તિ
અનુભવ-વાણી
સં
સાર એ ખરેખર એક મુસાફરખાનુ છે અને જીવન એ મુસાફરી છે. જન્મીએ ત્યારથી મુસાફરી શરૂ થાય છે અને મૃત્યુ પામીએ ત્યારે મુસાફરી પૂરી થાય છે. આવી મુસાફરીને ક્રમ ચાલુ રહ્યા જ કરે છે. ઘણાને મુસાફરીના બહુ ગેાખ હોય છે. જેમ જેમ વધુ મુસાફરી કરે તેમ તેમ તેને બહુ આનંદ આવે છે. પણ કેટલાએકને મુસાફરીને બહુ જ કંટાળા હોય છે અને તેએ તે મુસાફરીનુ નામ સાંભળીને પણ કંપી ઉઠે છે. તેનું કારણ એ છે કે મુસાફરીમાં પુષ્કળ ગીરદી, અનેક પ્રકારની ચિંતા, અનેક અગવડતા અને કષ્ટ અને અનેકની સાથે તકરાર અને ટંટાક્રિસાદ-આ બધાથી માણસ ત્રાસી જાય છે.
મુસાફરીના શોખીન એ સંસારમાં ઝૂમી ગયેલા, મેહમાયામાં ફસાયેલા, અજ્ઞાન અને પામર જીવેા છે તેઓને જન્મ-મરણનાં દુ:ખ કે પીડાને ખ્યાલ જ હાતા નથી, તેએ તે પેાતાની મસ્તીમાં એટલા મસ્ત અને મદ્દોન્મત્ત બની ગયા હેાય છે કે તેને મરણ, પુનર્જન્મ, પુણ્ય–પાપ કે ધર્મ-એને વિચાર સુદ્ધાં આવતા નથી. સવારથી રાત સુધી બસ કામ કામ અને કામ જ અથવા અપ્રાપ્તિના વ્યવસાય જ હોય છે. કેટલાએકને તે પેાતાની પત્ની, બાળકો કે કુટુંબની પણ કશી પડી હોતી નથી, પછી સમાજ કે માનવજાતની પરવા તેઓને તે કયાંથી જ હાય ! આજે માનવજાતિને મેાટે સમૂહ
આ પ્રકારના છે અને સમય જતાં તેની સંખ્યા હજુ પણ વધતી જશે. પ્રકૃતિના આ પરિવર્તનને અત્યારે તે કોઇ અટકાવી શકે તેમ નથી. સંસારચક્રની ગતિ અત્યારે ઉપરથી નીચેની એટલે કે ઉતરતી છે; ચઢવાની નથી. તદ્દન અધોગતિએ પહેાંચ્યા પછી જ ચઢતીના ઉન્નતિક્રમ શરૂ થશે. આરાહ અને અવાહના આ અવિચ્છિન્ન ક્રમ કાળચક્ર. તરીકે ઓળખાય છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
સ'સારલીલા અને મુક્તિ
[ ૨૪૭ ]
મુસાફરીથી કંટાળી ગયેલા કે મુસાફરીને ધિક્કારનારા કાં તેા જ્ઞાની, ત્યાગી, વૈરાગી કે સંન્યાસી સંતપુરૂષા હોય છે અથવા રોગી, દુ:ખી કે નિરાશ થયેલા લોકેા હોય છે. જ્ઞાનીના સંસારને કંટાળેા સમજપૂર્વકના હાય છે. જ્ઞાની સંસાર અને સ ંસારના પરિભ્રમણને ઇચ્છતા નથી કેમકે સ ંસારમાં સાચું સુખ તેને કાંય પણ દેખાતું નથી. માટે તે સંસારના બંધનમાંથી મુક્તિ ઇચ્છે છે, અને મુક્તિ મેળવવા માટે અહેારાત્રિ પ્રયત્ન કરે છે. અને એમ પ્રયત્ન કરતાં કરતાં એકાદ જીવનમાં મુક્તિ પ્રાપ્ત અવશ્ય કરશે જ. પરંતુ તેને કેટલા સમય લાગશે તે ચોક્કસ કહી શકાય નહિ. સમયનો આધાર તેની પેાતાની મનની શુદ્ધ ભાવના અને તમન્ના ઉપર, તેના પુરૂષા ઉપર અને સંજોગોની અનુકૂળતા ઉપર છે.
રાગી, દુ:ખી કે નિરાશ થયેલ લેાકેા સંસારથી કંટાળી તે। જાય છે પરંતુ તે સ ંસારથી મુક્ત થવા નથી ઇચ્છતા પણ માત્ર રોગ, દુ:ખ, નિરાશા કે ત્રાસથી જ મુક્ત થવા ઇચ્છે છે. તેએાને સંસાર અને સંસારી જીવન તે ગમે છે; માત્ર દુ:ખ જ છૂટવા માટે તે મથામણુ બહુ કરે છે તેનુ જ્ઞાન કે સમજ તેએને હાતી નથી. તે જીવાને અને સ ંજોગોને પોતાના દુ:ખના કારણરૂપ માને છે એટલે તે બધાને તે ધિક્કારે છે, તે ઉપર ક્રોધ અને ઇર્ષ્યા કરે છે, તેએનુ બુરૂ ચિંતવે છે અને તક મળે તે તેએાને નારા કરવા પણ તત્પર થઈ જાય છે. આ રીતે તે બીજાનું અહિત કરે છે, વેરઝેરની વૃદ્ધિ કરે છે અને પરિણામે બીજાને દુ:ખી કરે છે અને પેાતે પણ દુઃખી થાય છે. પાપકર્મો અને તેનાં પરિણામોની પરપરા આ રીતે તેએ પેાતે પેાતાને માટે સરજે છે અને કાયમ દુ:ખ ભાગવે છે. સંસારથી કંટાળેલા અને ત્રાસી ગયેલા કાઈ કાઈ આત્મહત્યા પણ કરે છે. તેએ એમ સમજે છે કે આપધાત કર્યો એટલે દુઃખમાંથી છૂટ્યા, તે બિચારાને ખબર નથી કે આજના દુઃખમાંથી છૂછ્યા
ગમતુ
પર ંતુ
નથી. તે દુ:ખમાંથી
તેમાંથી કેમ છૂટવું તે દુનિયાને, દુનિયાના
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
અનુભવ-વાણી
પછી પણ તેઓને માટે દુઃખની લગાર અનેક જન્મા સુધી તેને ભાગવવી પડે છે.
-
આ બધી વસ્તુનું રહસ્ય જાણવા અને સમજવા માટે દેવ, ગુરૂ અને ધર્માંના આશ્રયની, સત્સ`ગની, સારા વિચારાની અને સાચી સમજની જરૂરી છે. સાચું જ્ઞાન, · પરિપકવ બુદ્ધિ, સારાસારતા વિવેક અને જગતના સૌ પ્રત્યે પ્રેમભાવ અને કરૂણા હોય તે। સમર્પણુ અને અનાસક્તિની દિવ્ય ભાવનાની જ્યાત પ્રગટે છે સંસાર, તત્ત્વા, ક વગેરે દરેક વસ્તુનું સાચું છે. તે જાણ્યા પછી તેમાંથી કેમ છૂટવું અને સુખમાં કેમ સ્થિર થવું તેને મા` જણાશે. જ્ઞાન અને તે મેળવવા માટે પ્રયત્ન કરવા તેનું શિસિદ્ધે તેનું નામ મુક્તિ,
તે
અને તે વડે આત્મા,
સ્વરૂપ જાણી શકાય
કાયમ માટે અનંત જાણવુ તેનું નામ નામ ક્રિયા, તેની
Page #282
--------------------------------------------------------------------------
_