________________
જીવન જીવવાને ઉપાય
[ ૫૯ ] આજકાલ દરેક ઠેકાણે સમાજમાં બેકારીને ઊહાપોહ બહુ જ થાય છે. બેકારી ટાળવા માટે પ્રયત્ન પણ થતા હોય છે, પરંતુ તે છતાં તેને ઉકેલ કે પરિણામ જોઈએ તેટલા પ્રમાણમાં જોવામાં આવતા નથી. આના કારણે તપાસીને વેપાર, ધંધા, હુન્નરઉદ્યોગ, નેકરી કે દલાલીના ધંધાઓ જે આપણે આજસુધી કરતા આવ્યા છીએ, તે બધામાં સમય, સંજોગ, પરિસ્થિતિ, સાધન, અનુભવ અને કાયદાકાનનું બહુ જ મોટું પરિવર્તન આજે થઇ ગયું છે તે બધી વસ્તુને અનુભવ અને તાલીમ મળે તેવી કોઇ પણ વ્યવસ્થા કે પ્રબંધ આજે સમાજ તરફથી થએલ નથી. જુદા જુદા ધંધાના કે કામના અનુભવ કે શિક્ષણ માટે ધંધાદારી સંસ્થાઓ કે શિક્ષણસંસ્થાઓ છે, પણ આપણા સમાજ તરફથી આપણા સમાજ માટે એક પણ સદ્ધર સંસ્થા નથી કે જે દ્વારા અનુભવનું જ્ઞાન અને તાલીમ મળી શકે.
જે બેકારી ટાળવી હોય, કાયમ માટે નાબૂદ કરવી હોય, અને બેકારને દાન, મદદ કે ભિખની બૂરી આદતમાંથી કાયમ માટે બચાવી લઇને તેઓ જાતમહેનત કરી, જોઇતે અનુભવજ્ઞાન અને તાલીમ મેળવીને પોતાના પગ ઉપર ઊભા રહેતા શીખે અને કાયમ માટે લાચારેદશામાંથી મુકત થઇ સદાને માટે સ્વતંત્ર રીતે સંતેષથી જીવન જીવી શકે તે માટે કંઇક નક્કર
જના સમાજના અગ્રેસરેએ, નેતાઓએ, શાસનપ્રેમીઓએ, સામાજિક મુખ્ય સંસ્થાઓએ અને અનુભવીઓ તથા વિદ્વાનેએ સાથે બેસીને ગંભીરતાથી વિચારવી જોઈએ અને યોજનાઓને વિનાવિલંબે અમલમાં મૂકવી જોઇએ. ઘણાં બુદ્ધિમાન વિચારકોએ આ પ્રશ્નને ઊકેલ બહુ ઊંડાણથી વિચાર્યું પણ હશે. આવા પુરુષ ભેગા મળે, ગંભીરતાથી વિચારણા કરે, ઉકેલ શોધે, નિર્ણય કરે અને નિર્ણને અમલમાં મૂકવા કટિબધ્ધ થાય તો આ પ્રશ્ન બહુ સરલતાથી હલ થઈ શકે. આ માટે ભાવના અને તેમના સૌમાં જાગે એવી શાસનદેવ પાસે નમ્ર યાચના.