________________
[ ૧૮ ]
અનુભવ-વાણી
નથી હોતા, ઘણું તો તેને ધંધે જ લઈ બેઠા હોય છે. ઘણાય જરૂર કરતાં પણ વધુ મદદ માગે છે અને એક કરતાં વધુ સ્થળેથી અનેકગણું વધુ મદદ મેળવતા હોય છે. ઘણાં એવા પણ હોય છે કે મદદની માગણી કરે છે, તે માટે અવારનવાર આંટા ખાય છે અને મદદ ઓછી મળે, મોડી મળે કે ન મળે તે કેલાહલ કરી મૂકે છે, મદદ આપનારને ગાળાગાળી પણ કરે છે. આવા અનુભવો કામ. કરનારને થાય છે. આવા બેદરદાન અને અસભ્ય વર્તનવાળા માણસને મદદ કરવાનું વ્યવહાર દ્રષ્ટિએ યોગ્ય કે ઉચિત નથી. દાન કે મદદથી અવગુણે પોષાય કે વૃદ્ધિ પામે તેનાથી સમાજ ઊંચે ચઢત નથી પણ પડે છે :
આજે સમાજ પાસે મુખ્ય પ્રશ્ન આ છે –સમાજમાં સુખી અને શ્રીમતે ઓછા છે અને કાળ અને કાયદાને અનુસરીને ઓછા થતા જશે. દુઃખી અને દીનની સંખ્યા મોટી છે. જેમ જરૂરિયાત વધતી જશે અને રહેણીકરણ ઊંચી થતી જશે, તેમ મૂંઝવણ અને મુશ્કેલી પણ વધશેઆ સંજોગોમાં સમાજને ઉત્કર્ષ સાધવાને સરળ ઉપાય શું ? તેને સાચો ઉત્તર એ જ હોઈ શકે કે: ૧) વિચાર અને કરણું ઉત્તમ રાખો, અને જીવન સાદામાં સાદું જીવતાં શીખે. ૨) પારકાની મદદની અપેક્ષા ન રાખો અને પોતાના પગ ઉપર ઊભા રહેવાને નિર્ધાર કરે. ૩) સંજોગવશાત પારકી મદદની જરૂર પડે અને મદદ મળે તો મદદ આપનાર પ્રત્યે જિંદગી પર્વતને સદુભાવ રાખે અને ભવિષ્યમાં તમારા સંજોગ સુધરે ત્યારે મૂળ રકમ કરતાં વધુ રકમ તેને પાછી આપે અથવા તે બીજાઓને મદદ કરવામાં તમે તમારો ફાળે અવશ્ય આપતા રહે. ૪) પારકાના દુઃખમાં સહાયભૂત થવા જેટલી માનવદયા પાળવાનું વ્રત ગ્રહણ કરે. આમ થાય તે દેનારને સંતોષ થાય, લેનારને સંતોષ થાય અને સમાજને ઉત્કર્ષ થાય.