________________
જીવન જીવવાને ઉપાય જ
[૫૭] સહેલાઈથી મળી શકે એ પ્રત્યેક દેશ, પ્રદેશ, ગામ, જ્ઞાતિ કે સમાજે જોવાની જરૂર છે.
પ્રજાના ઉત્કર્ષ માટે રાજ્યસત્તાએ આ કાર્યની જવાબદારી લેવાની હોય છે, તે જ તે સ્વરાજ્ય કે સુરાજ્ય કહેવાય, પણ બધાને માટે સરકાર બધું ન કરી શકે. સરકાર બહુ બહુ તે પોતાના નોકરચાકર કે કર્મચારીઓ માટે કરી છૂટે, અથવા તો અનાથ, અપંગ કે નિરાધાર માણસ માટે કંઈક કરે. બાકી તે પ્રજાએ જ પ્રજાના દુઃખીજને માટે આ બધી જરૂરીઆતે પૂરી પાડવા માટેની જવાબદારી ઉપાડવી જોઈએ. પ્રજા પણ બધા કામને પહોંચી વળી ન શકે. એટલે નાના નાના સમૂહેએ પોતાના દુખી સભ્યોના સુખસગવડ માટે પ્રબંધ કરવું જોઈએ. પરમાર્થ, દયા અને સેવાની ભાવના દરેક પ્રજાજનમાં હોય તે બધાની મુંઝવણ ટાળી શકાય અને સૌનાં જીવનમાં શાંતિ અને સંતોષનો સંચાર કરી શકાય. આ કાર્ય પુર્ણથી, પરમાર્થથી, સભાવથી કે દયાથી પ્રેરાઈને જ થઈ શકે.
જેમ શ્રીમતિ પાસેથી ધનની, સેવકો પાસેથી લેવાની અને કાર્યકરે પાસેથી કાર્યની સૌ કોઈ આશા રાખે છે તેમ દરેક જણે વ્યક્તિગત રીતે પિતાને પણ એ પ્રશ્ન પૂછવો જોઈએ કે અમુક કાર્યમાં મારે શું ફાળે આપવો જોઈએ? અરેક માણસે દાતા અને યાચક બને બનવું જોઈએ, જેઓ એકલા વાચક જ રહે છે તેઓ સહાય મેળવવાના યોગ્ય અધિકાર નથી “થોડામાંથી પણ થોડું બીજા માટે આપે.” આ જાતની ભાવના જ જીવનને ઉન્નત બનાવી શકે છે.
સુપાત્રદાનને સામાન્ય અર્થ એ જરૂર ઘટાવી શકાય કે ઉત્તમ પુરુષોને તો જરૂર આપે; પણ સાથોસાથ દીન, દુ:ખી અને જરૂરીયાતવાળા લાયક મનુષ્યોને પણ અવશ્ય સહાય આપ, આજે એવા પણ મનુષ્ય જોવા મળે છે કે જેઓ મદદને માટે પાત્ર