________________
[૫૬]
અનુભવ-વા, નબળાઈ વ્યવહારિક અને સામાજિક પ્રસંગેએ બીજાઓથી દેરવાઈ જઈને ગજા ઉપરાંત ખર્ચ કરવાને તેમનો આગ્રહ, જીદ કે મૂર્ખાઈ કપડા અને દાગીનાનો મોહ, બાળઉછેરની અજ્ઞાનતા, બીનજરૂરી રેજના ખોટા ખર્ચા, વધુ પડતો વ્યવહાર, આ અને આવી અનેકવિધ મૂર્ખાઈઓને લીધે તે અને તેની અજ્ઞાનતા જ ઘણે ભાગે ઘરના મુખ્ય પુરુષની કે પિતાના પતિની આધિ, વ્યાધિ, ઉપાધિ અને પરિણામે અકાળ મૃત્યુનું નિમિત્ત પોતે જ બને છે અને પિતાનું વૈધવ્ય પોતે જ નોતરે છે. તેઓ જે સમજી જાય તો ગરીબના ઘરમાં શ્રીમંત કરતાં સુખ, શાંતિ અને સંતોષ વધુ હશે. | (૪) તે ઉપરાંત ચોકલેટ, કપડાં, નાટક-સિનેમા, ગાડીભાડા, મુસાફરી, ધોબી, હજામત, માળી, માંદગી, સાબુ અને નકામી અનેક વસ્તુઓમાં બીનજરૂરી જે ખર્ચ થાય છે તે ઓછો કરવામાં ઘરના સૌ માણસે સહકાર આપે અને મુખ્ય પુરુષ મક્કમતાપૂર્વક દરેકને કરકસર કરવાની ફરજ પાડે તે નાણુની મૂંઝવણ અને ચિંતા ઘણી ઘટી જાય અને મોંધવારીની ભીંસ ન પડે.
સમાજને બેકારીને પ્રશ્ન જ માજના દરેક વર્ગના દરેક કુટુંબનું જીવનધોરણ હાલ જે GUછે તેને ઊંચે લઈ જવુ એને આજે જગતના બધા આગળ વધેલા દેશે બહુ જ મહત્વ આપી રહ્યા છે. જીવનધોરણ જેટલું ઊંચું હોય તેટલી ઉન્નતિ સાધી કહેવાય છે. આને સાચા અર્થ એ છે કે મનુષ્ય જીવન ટકાવવા માટેની પ્રાથમિક જરૂરીઆત, જેવી કે૧. ખાવાને પૂરતું અન્ન, ૨. શરીર ઢાંકવા માટે જરૂરી વસ્ત્રો, ૩. રહેવા માટેની જગ્યા કે ઘર, ૪. શિક્ષણ માટેની સગવડ અને ૫. માંદગીના સમયે જરૂરી ઔષધ અને સારવાર, આટલી વસ્તુઓ દરેકને