________________
[૨૮]
અનુભવ-વાણું ભવિષ્યની તારી શી ગતિ થશે તેની તને ગમ નથી. નહિ તો તું આવી મહાભારત ભૂલે ન જ કરે. કાંટા વાવીને આમ્રફળ ક્યાંથી મળે ? જે પાપમાં જન્મ, પાપમાં છે અને પાપમાં જ મરે તેને માટેનું ભાવિ પણ દુઃખમય જ હોય. પાપ કરતાં પાછું વાળી જોયું નથી ! પછી તેનું ફળ દુઃખ, સંતાપ અને વેદના સિવાય બીજું શું હોય ?
હજુ પણ તારે માટે તક છે. કરેલા પાપ અને દુષ્કોને ફરી ફરીને યાદ કર. તે બધાને સાચા હૃદયે તારા અંતરાતમા પાસે એકરાર કર. તેનાથી શલ્ય દુર થશે. પાપ અને દુષ્કૃત્યો કરવા માટે તું મેહને વિશ થયો તે તારી કેટલી પામરતા ! તે બધા માટે અંતઃકરણપૂર્વક પ્રભુની સાક્ષીએ પશ્ચાત્તાપ કર. તે બધા ગુન્હાની શિક્ષા તારે સ્વેચ્છાએ ભેગવવી જ જોઈએ. પાપનું પ્રાયશ્ચિત અને આત્માને ઉપાલંભ (ઠપકે) એ જ સાચી શિક્ષા છે. તે પછી જ તારૂં હૃદય ભારથી હળવું થશે અને આત્મા નિર્મળ બનશે. ત્યાર બાદ પાપ કાર્ય ન કરવાના પચ્ચખાણ (પ્રતિજ્ઞા) કર અને ધર્મકરણ કરવામાં પ્રવૃત્તિ કર. આ રીતે ક્રમે ક્રમે ચઢીને તું મનુષ્ય મટીને દેવ થઈ શકીશ. અને સતત તીવ્ર પુરૂષાર્થ ચાલુ રાખીશ તે અંતિમ ધ્યેય એટલે કે પરમ પદને જરૂર પામી શકીશ.
(૧૦)
શ્રમ અને પરિશ્રમ ય શ્રમના બ્રાહ્મણ, ક્ષત્રિ, વૈશ્ય અને શુદ્ર એ ચાર ભેદ Sા જીવનના વ્યવહાર પર પાડવામાં આવ્યા છે. અમુક અમુક જાતિ, કુળ કે સમુદાય જે જે વ્યવસાયમાં શરૂઆતથી પડ્યા તેઓના જુદા જુદા જુથ બંધાઈ ગયા અને જે જે વ્યવસાય તેઓએ શરૂઆતથી કરવા માંડ્યો તે તે વ્યવસાય ઉત્તરોત્તર પેઢી દર પેઢી ચાલુ