________________
શરીર સુખાકારી
. [૧૯૫] ખોટી છે, આજના વિકસિત વિજ્ઞાન, સંશોધન અને સાધનનો લાભ શા માટે ન લેવો ? માબાપો સમજ્યા અને તે પ્રમાણે કર્યું.
(૧૦) શરીર સુખાકારી
| Sા ક્ષણને વિકાસ ઓછા ખર્ચે આખા દેશમાં ગામડે ગામડે
. વિદ્યાર્થીઓ દ્વારા થોડા વર્ષોમાં કેમ થઈ શકે તે આપણે અગાઉ વિચારી ગયા હતા. પ્રજા જેટલી શિક્ષિત અને સમજવાળી હશે તેટલા પ્રમાણમાં તે પિતાનું જીવન આરોગ્યમય કેમ રાખવું તે જાણી શકશે.
કુટુંબના દરેક જણે શરીર સુખાકારી જાળવતા શીખવું બહુજ જરૂરનું છે. પોતે માંદો પડે તો આવક બંધ થાય. સ્ત્રી માંદી પડે તે ઘરસંભાળ અને વ્યવસ્થા અટકી પડે. બાળકે માંદા પડે તે તેઓ અને ઘરના સૌ કોઈ હેરાન થાય અને સૌને ચિંતા થાય. માંગીથી શરીર પીડાય, ચિંતા રહે, તકલીફ વધે અને નાણાંની અને સમયની બરબાદી થાય. માટે જ પ્રજાને આરેગ્યની મહત્તા સમજાવવી જરૂરી છે.
માંદા ન પડવા માટે મિતાહારીપણું કુપથ્યને તદ્દન ત્યાગ, નિયમિતતા, સાવિક જીવન અને શાંત પ્રકૃતિ, આટલી વસ્તુ બહુજ જરૂરી છે. આનું શિક્ષણ દરેક કુટુંબમાં, ઘરમાં, નિશાળમાં દરેક બાળકને મળવું જોઈએ; અને માબાપ માટે તેના ખાસ શિક્ષણ વર્ગો હોવા જોઈએ. આ કામ લેક સંસ્થાએ, નહિ કે સરકારે, કરવું જોઈએ.
માંદા પડયા પછી જરૂરી વૈદકીય સારવાર અને દવાની વ્યવસ્થા દેશના દરેક ગામડા કે ગામમાં અને શહેરના દરેક વિભાગમાં હોવી જોઈએ. આજની મોટી મોટી હોસ્પીટલે, દવાખાનાઓ, પદવીધારી નિષ્ણાત ડૉકટરે કે વૈદ્યો તો શહેરેને અને શ્રીમંતોને જ પરવડે. આજે