________________
[૧૬]
અનુભવ-વાણું હેપીટલમાં ડૉકટરે વિના વેતને કામ કરે છે, પરંતુ તેના કામથી દરદીઓને, સંસ્થાઓને કે પ્રજાને બહુ સંતોષ થતો નથી એ દરેક ઠેકાણે જોવામાં આવે છે. આજ ડોકટરે ખાનગીમાં પોતાના દવાખાનામાં કે ઓફીસમાં તપાસવાની, દવા લખી આપવાની કે હાડકાની એટલી બધી આકરી ફી લે છે કે સામાન્ય જનતાને તો તે પરવડી જ ન શકે. વૈદકીય ધંધે જ ખરી રીતે પરમાર્થ માટે અને લેકની સેવા અર્થે હતા અને હોવો જોઈએ પરંતુ આજના સમયમાં તેમ બનવું અશક્ય છે. વર્ષો સુધી સખત મહેનત કરી અભ્યાસ કર્યો હોય, તે માટે દેવું કરી કે બીજાની મદદ મેળવી ભણ્યા હોય, વળી પિતાને કુટુંબ, વ્યવહાર અને સમાજમાં શિષ્ટ દરજજો કે મેભો હોય, તે બધાની વ્યવસ્થા અને તેને પહોંચી વળવા માટે આવક દરેક ડાકટરે કરવી જ પડે. એટલે ડૉકટરે, વકીલે કે એવા બીજા ધંધાદારીઓ પાસેથી મફત સેવાની અપેક્ષા રાખી ન શકાય. મફત દવાખાના કે સાર્વજનિક હોસ્પીટલે પ્રજા, સંસ્થા, મ્યુનિસિપાલટી કે સરકાર તરફથી કે સરકારની મદદથી આજે ચાલી રહ્યા છે. આ સંસ્થાઓ પ્રજાને ઘણી ઉપયોગી અને જરૂરની છે. પ્રશ્ન એ છે કે તેમાં કામ કરતા ડૉકટરને પગાર આપીને જે રાખવામાં આવતા હોય તો તેઓ વધુ સારું કામ આપી શકે અને તેઓની પાસેથી બરાબર કામ લઈ શકાય. પ્રજાને સંતોષ થાય તે રીતે દવા અને સારવાર મળતા હોય તો પ્રજા તેને માટે પૈસા આપવા પણ તૈયાર થશે. બાકી મફત દવા, મફત દવાખાના, મફત સારવાર અને મફત ડાકટર–આ પદ્ધતિમાં પ્રાણ, લાગણી, સેવા કે વિવેક તે ભાગ્યે જ જોવા મળે છે. જે ડૉકટર ખાનગી વ્યવસાયમાં રૂા. ૨૦, ૩૦ કે ૪૦ તપાસવાની ફી લેતા હોય અને રૂા. ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ શસ્ત્રક્રિયા(ઓપરેશન)ના લેતા હોય એવા નિષ્ણાત હોય તેઓ બધા હોસ્પીટલમાં માત્ર સેવાની ભાવનાથી જ કામ કરે છે તેવું માની લેવું તે વધુ પડતું છે. મીશનરીના ધ્યેયથી હોસ્પીટલે જે ડૉકટરે ભેગા મળી ઉભી કરે અને સેવાના ધ્યેયથી તેઓ પોતે ચલાવે છે તેવી સંસ્થાઓ પ્રજાને આશીર્વાદરૂપ બને.