________________
હૈયા ઉકેલ
૧૯૭ ] આજે સ્વાસ્થ જાળવવા માટે અનેક ગંભીર રોગો માટેની દવાઓ અને ઉપચાર શોધાયા છે એટલે મરણ પ્રમાણ ઘટી શક્યું છે, માંદગીની ઘાતકતા ઘટી છે અને તંદુરસ્તી સારી રહે છે. પરંતુ ગ્રામ્ય જનતાને વૈદકીય રાહતને સારા પ્રમાણમાં લાભ મળી શકે તે માટે વૈદકીયશાસ્ત્રના અભ્યાસી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમ્યાન અને તે પછી ઓછામાં ઓછા ત્રણ વર્ષ ગામડામાં ફરજિયાત કામ કરવા મોકલવા જોઈએ. તેટલું કામ કર્યા પછી જ તેમને બંધ કરવાની સનંદ આપવી જોઈએ. આ નિયમ કરવામાં કે તેને અમલ કરવામાં જે જે મુશ્કેલીઓ રહેતી હોય તેનો ઉકેલ રાજ્યસત્તાએ કરવો જોઈએ.
(૧૧)
હૈયા ઉકેલ ૧યેક મનુષ્યને સમય અને શક્તિ મર્યાદિત હોય છે, છતાં જેનામાં
બુદ્ધિ, ઉત્સાહ અને તમન્ના હોય છે તેઓ સમયને ઉપયોગ અને કામની વ્યવસ્થા એવી સુંદર રીતે ગોઠવે છે કે એક પણ મિનિટ નકામી જવા દેતા નથી અને અમુક સમયમાં અમુક અમુક કામ એક પછી એક ક્રમસર કર્યો જતા હોય છે. આથી એક માણસ બીજાઓના કરતાં ઘણું કામ કરી શકે છે અને બહુ સારું કામ કરી શકે છે.
ગમે તે કામ કરવાનું હોય, પરંતુ જે તે કામ આનંદ અને ઉત્સાહપૂર્વક કરવામાં આવે તે કામથી કંટાળો આવતો નથી અને શરીર કે મનને થાક પણ લાગતો નથી. જેઓ કામના ચોર અને આળસુ હોય છે તેઓ કદી આગળ વધી શકતા નથી અને પરાધીન દશા કાયમ ભોગવતા હોય છે. શ્રીમંત કુટુંબોમાં જાતે કામ કરવામાં શરમ અનુભવાય છે. પરિણામે તેઓનું શરીર રેગી અને નિર્બળ રહ્યા કરતું હોય છે. વળી જ્યારે શરીર અસ્વસ્થ હોય એટલે મનને પણ શાંતિ કે