________________
[ ૧૯૮ ]
અનુભવું-વાણી
સુખ ન હેાય. કાયમની માંદગીવાળા કુટુંબમાં ડાકટર, જ્વા, સારવાર, દર્દીની સ ંભાળ અને શુશ્રૂષા, આંટાફેરા અને દોડધામ અને દર્દીની ખબર અંતર પૂછવા આવવાના વ્યવહાર–આ બધી પરંપરા અને પળેાજણ એટલા બધા પ્રમાણમાં વધી જાય છે કે પરિણામે ધંધાને, વિદ્યાર્થીઓના શિક્ષણને અને ગૃહવ્યવસ્થાને ઘણી રીતે હાનિ પહોંચે છે; અને માંદગી અંગે ખર્ચ વધે. અને ઉત્પાત અને ચિંતા વધે તે જુદા. એક અનિષ્ટમાંથી કેટલા બધા અનિષ્ટોની પરપરા સર્જાય છે! આ બધું શાને લીધે ? જ્યાં તંદુરસ્તીનું મૂલ્ય ન સમજાય, કામ અને કસરતના પ્રભાવ ન સમજાય અને એકનું આરોગ્ય ગુમાવવાથી અનેકને કેટલી બધી યાતના અને તકલીફ વેઠવી પડે છે તેની સમજ ન હોય ત્યાં પરિણામ એ જ આવે કે પોતે દુ:ખી થાય છે અને બીજા અનેકને દુ:ખી થવુ પડે છે.
***
મધ્યમવ પણ પેાતાનું કામ અને પેાતાનું ઘર કામ જાતે કરવામાં શરમ અનુભવી રહ્યો છે. ઘર કામ માટે ને!કર, ઘાટી કે રામા વિના આજે તેને પણ ચાલતું નથી. સાધુસ તા અને ધર્મગુરુએ કે જેઓને આપણે પૂજ્ય ગણીએ છીએ તેએ પેાતાનું બધુ કામ પાતે જાતે જ કરે છે, તે. આપણે આપણુ પેાતાનુ કામ જાતે શા માટે ન કરીએ ? તેમ કરવામાં શરમ શી? મધ્યમવર્ગની ધ્યા ચિંતવીએ અને તેને મદદ પણ કરીએ. પરંતુ મદદ માટેની પાત્રતા કે યેાગ્યતા શું ગણવી તેને માટે સમાજે અમુક ધારણ પણ નક્કી કરવું જ જોઇએ. જે માણસ કુટુંબની આજીવિકા જેટલું કમાતા ન હોય અને પાસે પૂછ ન હોય, કદાચ તે રાગી પણ હોય, છતાં તે પરણે અને ગૃહસ સાર માંડે. એ ચાર ખાલબચ્ચાં નાની ઉંમરમાં થાય. પછી પૂરું ન થાય એટલે સમાજની પાસે મદદ માંગે. સમાજ ક્યાથી કે લાગણીથી તેને સહાય કરે કે સસ્તા ભાડાના નિવાસને લાભ આપે. આવા સભ્યા યા સહાય માટે લાયક ગણાય કે કેમ ? ધર્મ તેા ગમે તેને પણ મદદ કરવાનું ફરમાવે છે, પરંતુ વ્યવહાર અને નીતિ એમ કહે છે કે જે