________________
હૈયા ઉકેલ
[૧૯] જેટલા પ્રમાણમાં વધુ ઉત્તમ અને ચારિત્રવાન હોય તેઓને સૌથી પ્રથમ મદદ કરે. પછી વધુ મદદ કરવાની અનુકૂળતા હોય તે જાતે ઉભી કરેલી ગરિબાઈને સહાયભુત બને. એકલી ગરીબાઈ લાયકાત માટેનું ધોરણ ન હોવું જોઈએ. ઉત્તમતાને પોષવી અને તેને સહાય આપવી તેને જ નીતિકારે સુપાત્રદાન કહે છે.
એક કુટુંબને અથવા એક સ્ત્રીને જેટલાં વધુ સંતાન હોય છે તેટલી વધુ દુર્દશા અને વધુ ઉપાધિ તે કુટુંબની કે તે માબાપની હેય છે. સંયુક્ત કુટુંબની પ્રથા ચાલુ રહી હોત તો તે બહુ વાંધા જેવું ન હોત. પરંતુ આજે તે પ્રથા નાશ થઈ રહી છે. માટે જ એકલવાયા કુટુંબમાં એક જ કમાનાર હોય તેને માટે તો એક કે બે કરતાં વધુ સંતાને હવા તે તેને માટે અને સમાજને માથે ભારરૂપ અને શાપરૂપ છે. સમજુ માણસે એ ટુંકી આવકમાં શાંતિપૂર્વકનું સુખી જીવન જીવવું હોય તો તેઓને માટે એ જરૂરનું છે કે તેઓને બહુ સંતાન હોવા ન જોઈએ. તેઓએ સંયમી જીવન જીવવું જોઈએ અને કુટુંબ નિજનને ફરજયાત અમલ કરવો જોઈએ. તેઓ જે તેમ નહિ કરે તે તેનાં માઠાં પરિણામ તેઓએ જ ભોગવવાનાં રહેશે. સમાજ તેઓને સહાય ન કરે, અથવા તેઓ પ્રત્યે દયા ન દાખવી શકે તો તેને માટે તેઓ જ જવાબદાર છે. તેમાં સમાજને દોષ નહિ ગણાય.