________________
સાંસ્કારિક વિભાગ
. (૧) પાયાના સંસ્કાર
છે ક્ષણ એ સંસ્કારનું અંગ છે. શિક્ષણની મહત્તા જીવનની - સંસ્કારિતામાં છે. આ સંસ્કારનું ઘડતર માતા-પિતા, કુટુંબ, મિત્રો, સમાજ અથવા સંસ્થા કરી શકે.
પાયાના સંસ્કારમાં નિયમિતતા, સરળતા, ચેસાઈ મકકમતા અને પ્રમાણિક્તાને સમાવેશ થાય છે.
આટલી ટેવો બાળકને જન્મથી પાડવામાં આવે તો તેઓ જીવનનાં કેઈપણ ક્ષેત્રમાં ક્યારે પણ નિષ્ફળતા પ્રાપ્ત નહિ જ કરે. - - નિયમિતતાથી ઘણું કામ કરી શકાય છે અને સૌને સંતોષ આપી શકાય છે. સરળતાથી માણસ સૌને પ્રેમ છતી શકે છે અને તેનું દરેક કાર્ય સરળ બને છે. ચોકસાઈની ટેવથી માણસના કામમાં કદી ભૂલ થતી નથી એટલે તેનામાં સૌને વિશ્વાસ રહે છે.
જેઓ દરેક કાર્યમાં મક્કમતા જાળવી શકે છે, તેઓનાં કાર્ય માટે કેઈને શંકા કરવાનું કારણ રહેતું નથી અને તેઓની સફળતાની સી કઈ પ્રશંસા કરે છે.
પ્રમાણિકતા, વિવેકદ્રષ્ટિ અથવા સાચી ગણતરી જેઓમાં હેય છે, તેઓનાં કામ અને કામનાં પરિણામ એવા સુંદર હોય છે કે જગતમાં તેની નામના ફેલાય છે. તેમજ કોઈપણ કામમાં કવચિત જ નિષ્ફળ જાય છે.