________________
[ ૧૦૪ ]
અનુભવ-વાણી
વરીઆળી, જીરૂ, અજમા, ખૂંદ, સુ, પીપર, મરી, સોપારી, ૩૩ બદામની પુરી અને માવાના પેંડા, ફાફડા, હલવા–આવી અનેક ચીજો અનાવવાનુ જ્ઞાન અને અનુભવ ગામડામાં રહીને મેળવી લે અને પછી તે તે વસ્તુઓની સારી બનાવટ અને સારું પેકીંગ કરીને મોટા શહેરામાં વેચવા મેકલે તો તે બધા ધંધા ગામડામાં રહીને કરી શકાય તેમ છે. મજૂરી કે કારીગીરીનુ કામ કરતાં શીખી લે તે તેમાંથી ગામડામાંથી જ ગુજરાન મેળવી શકાય. ગાંધીજીના ગ્રામ્ય ઉદ્યોગની યાજના અને સર્વાદયના સ્વપ્નાની સિદ્ધિ આ બધા કામેા ગામડામાં રહી ગામડાના લોકો કરી શકે અને નાના નાના ગૃહઉદ્યોગો ગામડામાં સ્થપાય અને ગામડા સજ્વન થાય તેમાં જ હતી.
આપણી જૈન કૉન્ફરન્સની એ ઇચ્છા છે કે-ગામડામાં વસતા આપણા જૈન ભાઈ–બહેનોને કઈક એવું ઔદ્યોગિક શિક્ષણ આપવું કે જેથી તેએ સૌ ધર-આંગણે કામ કરીને પેાતાનું ગુજરાન સહેલાઇથી કરી શકે. કથા કથા ઉદ્યોગા ગામડામાં સહેલાઇથી સ્થાપી શકાય તે જાણવું પ્રથમ જરૂરનુ છે.
૧. ગામડામાં બધી જગ્યાએ વિજળીકબળનું સાધન નથી હેતુ કે જેનાથી મશીન કે યંત્રા ચાલી શકે. સ્ટીમ એના મોટા ધંધા માટે કામના છે. આજકાલ ક્રુડ ઓઈલથી ચાલતા એના કારખાનામાં મોટા ભાગે વપરાય છે કેમકે કાલસા, લાકડા કરતાં ક્રુડ ઓઈલના ખ' છે આવે છે, પરંતુ શરૂઆત એવા ઉદ્યોગથી કરવી જોઈ એ કે જેમાં હાથ અને પગથી મશીના ચલાવી શકાય અથવા જેમાં યત્રાની જરૂર ન પડે.
૨. ઉદ્યોગ એવા શરૂ કરવા જોઈ એ કે જે બરાબર ચાલે, પરંતુ આખું વરસ કામ મળી રહે. ઉત્પન્ન થએલ માલ બધી જગ્યાએ ખપી શકે અને તે માલ રાજના વપરાશ કે ઉપયોગમાં આવી શકે. જે માલની કાયમ સારા પ્રમાણમાં ખપત રહેતી હૈાય તેવા માલ બનાવવા તે વધુ જરૂરતું છે.