________________
વ્યાપારની વ્યવહારુ રાજના
[ ૧૦૫ ]
૩. માટીના વાસણા તથા ઈંટ, નળીયા, ગટરની કે સંડાસની માટીની પાઈપ વગેરે માટીકામ બહુ સહેલું છે અને સસ્તું છે અને પૈસાના બહુ રોકાણ વિના થઈ શકે છે. તે કામ શીખવું બહુ મુશ્કેલ નથી, તેમાં જાતમહેનત છે. પણ આ ધંધા કાયમનેા ચાલ્યા કરે. આ માલ ગામમાં પણ ખપે અને આસપાસના દરેક ગામ કે શહેરમાં પણ ખપે. આ વાસણેામાં અનેક જાતા, નાના માટા માપે! અને આકૃતિએ બની શકે છે. વાસણા ઉપર ચિત્રકામ, નકશી કે કારીગરી પણ થઈ શકે છે. તેથી ચઢીયાતા, ચીની માટીના અને કાચના વાસણા પણ બનાવી શકાય
૪. કાચની, કચકડાની, ઝાડના રસની, લાખની, ધાતુની અને પ્લાસ્ટીકની બંગડીઓના ઉદ્યોગ પણ ગામડાને વધુ બંધબેસતા આવે છે. ૫. ચુનેા, સીમેન્ટ, પ્લાસ્ટર પેરીસ, ચીરાડી વગેરેની અનેક શેાભાની ચીજો, ટાસ તથા રમકડા, પૂતળા, મૂર્તિ વગેરે ઘણી વસ્તુઓ બનાવી શકાય.
૬. કેળના થડના પૈસા અને પડમાંથી, શેરડીના કૂચામાંથી, અને જુવાર ખાજરીના અને બા રાડાની છાલ અને માવાને રંગબેરંગી રંગીને તેમાંથી, અનેક રમકડાંઓ અને અનેક ચીજો બની શકે. તેમજ વડવાઈના રેસા, ભીંડી, નાળીએરી, તાડ, ખજુરા અને ખીજા અનેક જાતના ઝાડના રેસામાંથી અને પાંદડામાંથી ઘેરી, દોરડા, ટાપલી, ટાપલાં, વીંજણા, રમકડાં, પતરાવળાં, દડીયા વગેરે બની શકે. નાળીએરના જાડા છાલા, અંદરના લા, કાચલી વગેરેમાંથી અનેક ચીજો બની શકે.
૭. ગુંદર, લાખ, મધ એ બધી વસ્તુનું ઉત્પાદન ગામડામાં, ખેતરામાં કે જંગલામાં જ થાય છે. શહેરામાં નથી થતું અને આજના જમાનામાં આના અનેક પ્રકારના વપરાશ વધી ગયા છે. મધને તે મધમાખીના ઉછેરથી અનેકગણું અત્યારે ઉત્પન્ન કરવામાં આવે છે.