________________
[ ૧૨૮ ]
અનુભવ-વાણી
૨. સ્થાનિક ગામ, તાલુકા, જીલ્લા કે પ્રાંત જેટલી રકમ સ્થાનિક ભેગી કરે અને દર સાલ ધધાની તાલીમમાં કે ધંધાના ઉત્તેજન માટે ખરચે તેમાં પચાસ ટકાના ફાળા મધ્યસ્થ સંસ્થા તરફથી આપવે. દરેક ગામની પ્રવૃત્તિ સ્થાનિક કાર્યકરોની સ્થાનિક સમિતિ સંભાળે અને તેને અહેવાલ તથા હિસાબ મધ્યસ્થને માકલે. આવી બધી સમિતિએ મધ્યસ્થ સંસ્થા સાથે સંકળાએલી હોવી જોઇએ અને તેની શાખા તરીકે કામ કરતી હોવી જોઇએ.
*
૩. કાકા એવા પસંદ કરવા જોઇએ કે જેએ જ્ઞાતિની પ્રવૃત્તિ ઉપરાંત સામાજિક, જાહેર અને રાજદ્વારી પ્રવ્રુત્તિએમાં રસ પણ લેતા હાય, જ્ઞાતિજન તરીકે રસ લે તે જરૂરતું છે, પણ તેને લઈને સંકુચિત મનેાદશા આવવી ન જોઇએ. પ્રજા અને રાષ્ટ્રના આપણે આંગ છીએ અને વિશાળ ક્ષેત્રમાં આપણા ભાઇએ જેટલા વધુ આગળ પડશે તેટલા આપણને વધુ લાભ થશે અને તેમાં જ્ઞાતિનું પણ ગૌરવ વધશે.
૪. પ્રત્યેક સ્થળે જ્યાં જ્યાં ઉદ્યોગ કે કામકાજ શરૂ થાય તેને યત્રા, સાધનો કે કાચા માલે પૂરા પાડવા માટે અને તેએએ તૈયાર કરેલા માલનું વેચાણ કરવા માટે એક ધંધાદારી સંસ્થા અલગ હોવી જોઇએ; જે પૈસા ઊભા કરવા માટે અને માલની ખરીદી વેચાણ માટે ઉપયોગી થાય. આને માટે એક મધ્યસ્થ સહકારી મંડળી સ્થાપવી જોઇએ. દશ દશ રૂપીઆના શે કાઢી રૂપીઆ એક લાખ, અને બની શકે તે વધુ રકમની થાપણથી આ સંસ્થા ઊભી કરવી. માત્ર પરમાની દ્રષ્ટિથી નહિ પરંતુ ધંધાદારી રીતે જ આ સંસ્થા કામ કરે, સારા નફા કરે, શેનું વ્યાજખી વ્યાજ પણ આપે, અનેક યુવાને ધંધાદારી તાલીમ આપી તૈયાર કરે, હુન્નરઉદ્યોગ સ્થાપે, માલ ઉત્પન્ન કરે અને વેચે અને સંગઠન સાથે; નફામાંથી ગરીબેને મદદ, કેળવણીને ઉત્તેજન, ધંધાદારી શિક્ષણ અને માંદા માટે સારવારની સગવડ—આ બધું કામ તે કરી શકે. જ્ઞાતિની વાડી વગેરે જે કાંઇ કરવું હોય તે બધું આ સસ્થા